________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૧
કલશ-૩૯ દેખવું છે તે ચેતન છે. એ સિવાયના જેટલા ગુણો છે સમ્યગ્દર્શન, આનંદ, ચારિત્ર, વીર્ય તે બધામાં જાણવા-દેખવાનો અભાવ છે તે અપેક્ષાએ તેને અચેતન કહ્યાં છે. આ વાતને અહીંયા લેવાની નથી. પુણ્ય-પાપના ભાવ જે અચેતન છે તેને અહીં લેવાના છે.
પ્રશ્ન:- પુણ્ય-પાપના ભાવ અચેતન છે? ઉત્તર- હા, તે અચેતન છે. પ્રશ્ન:- તેને રૂપી પણ કહ્યાં ને?
ઉત્તર- તેને રૂપી પણ કહેવાય. તેને સ્થળ પરિણામ કહેવાય. સમજાણું કાંઈ ? એક કલાકમાં આટલી વાતું! પહેલાં જે સાંભળી હોય તેનાથી જુદી જાતની. તો શું અત્યાર સુધીની બધી વાતું ખોટી? સાંભળી અને તું જ નક્કી કર! આજ દિ' સુધી સાંભળ્યું તો તે શું સાંભળ્યું? શું માન્યું છે? આહા! એની તો ખબર નથી. દુનિયાનો મોટો ભાગ, સંપ્રદાયનો મોટો ભાગ પણ આ જ રીતે પ્રરૂપણા કરે છે. દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા કરો તમારું કલ્યાણ થશે. અહીંયા કહે છે તે ભાવ પુદ્ગલથી રચાયેલા છે તે તારા નહીં, લે! આવું છે!
ત્રિલોકીનાથ પરમેશ્વર વીતરાગીની આ વાણી છે. સંતો આડતીયા થઈને જગતને જાહેર કરે છે. પ્રભુનો માર્ગ તો આ છે. અરે ! આ તો સાંભળવુંયે કઠણ પડે. ભાઈ ! માર્ગ તો એવો છે બાપુ!
અહીંયા તો કહે છે-“નિશ્ચયથી વિદ્યમાન છે.” શું? ગુણસ્થાનો, માર્ગણાસ્થાન, ગુણસ્થાન ચૌદ છે-માર્ગણાસ્થાન ચૌદ છે. એના પેટાભેદોનો તો પાર ન મળે. આ મનુષ્યગતિ ને તિર્યંચગતિ એ બધા પુદ્ગલના ભાવ છે. પર્યાપ્ત અપર્યાપ્ત તે બધા ભેદો એકલા પુદગલ દ્રવ્યનું કાર્ય છે. “અર્થાત પુદ્ગલ દ્રવ્યનાં ચિતરામણ જેવા છે એમ હે જીવો !નિઃસંદેપણે જાણો.” ભગવાન જ્ઞાનાનંદ સ્વરૂપમાં છે અને એ બધું પુગલનું ચિતરામણ છે.
પ્રશ્ન- માર્ગણામાં પુદ્ગલ કેવી રીતે આવે?
ઉત્તર:- ભેદ છે તે બધી અશુદ્ધતા જ છે-પુદ્ગલ જ છે. તેના ચૌદ બોલ છે ને! ગતિ, જાતિ એ બધા ભેદો અશુદ્ધતામાં જાય છે. ભગવાન તો ચૈતન્યમૂર્તિ અખંડાનંદ પ્રભુ છે ને તેને અહીંયા આત્મા કહેવામાં આવે છે. અહીંયા તો સંયમલબ્ધિના સ્થાનને પુગલનાં કહ્યાં છે. કારણ કે તે ભેદ છે અને ભેદ ઉપર દૃષ્ટિ આપવાથી રાગ અર્થાત્ વિકલ્પ જ થાય છે. તેથી પુગલ જ છે.
પ્રશ્ન- સંયમ સરાગ છે કે વીતરાગ?
ઉત્તર:- સંયમનું સ્વરૂપ સરાગ હોતું નથી. સંયમ તો સ્વરૂપના આનંદની દશા છે. સરાગ તે તો પુદગલની દશા છે. જ્યારે સમ્યગ્દર્શન તે વીતરાગી પર્યાય છે. કેમકે આત્મા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk