________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૯ પ્રભુ પોતે છે.
અહીંયા માર્ગણાસ્થાનની વ્યાખ્યા મોટી છે. જાતિ, ગતિ, વેશ્યા, કષાય, જ્ઞાનદર્શનના ભેદો તે બધી અશુદ્ધ પર્યાયો છે. મલિન દશા છે. તે બધાને “ ચ પુનસ્ય નિર્માણમ” એટલે કે એકલા પુગલનું કાર્ય છે. પુદ્ગલ એટલે ધર્માસ્તિકાય,
અધર્માસ્તિકાય, આકાશ, કાળ અને જીવનું કાર્ય નથી. એકસ્ય કહ્યું ને? તે એકલા પુલનું કાર્ય છે.
પ્રશ્ન- સાત તત્ત્વોમાં દયા-દાનને કયા તત્ત્વમાં નાખવાં?
ઉત્તર- પુણ્યમાં, અને પુણ્ય-પાપ તે તો અજીવ તત્ત્વ છે. એટલે કે તે જીવ નહીં. જીવ તત્ત્વ છે તે જ્ઞાયક છે. નવતત્ત્વમાં જીવ તત્ત્વ છે તે જ્ઞાયક તત્ત્વ છે. નવમાં દયા-દાન, વ્રતના પરિણામ તે પુણ્ય તત્ત્વ છે. હિંસા-જૂઠ-ચોરી-ભોગ-વાસના તે પાપ તત્ત્વ છે. તે જ્ઞાયક તત્ત્વથી ભિન્ન તત્ત્વ છે. ' અરે ! આવી વાત ક્યાં સાંભળવા મળે? ભાઈ ! આ તો વીતરાગના ઘરની વાતો છે. અરેરે...! માણસોને સત્ય વાત સાંભળવા મળે નહીં તે સની દૃષ્ટિ ને રુચિ કયારે કરે? અને તેના ભવના અંત કયારે આવે? સમજાણું કાંઈ? અહીંયાના પ્રમુખ અને મુંબઈના પ્રમુખ નવનીતભાઈ હાલ્યા ગયા. દેહની સ્થિતિ પૂરી થઈ ગઈ. આ દેહની મુદત છે તે પુદ્ગલની મુદત છે. ૫૦-૬૦-૭૦ જે કહેવાય છે તે દેહને કહેવાય છે. આત્માને મુદત નથી. આત્મા તો અનાદિ અનંત આનંદકંદ પ્રભુ છે. સમજાણું કાંઈ? ભારે આકરું પડે!
અહીંયા તો પર્યાયબુદ્ધિ છોડાવીને દ્રવ્યબુદ્ધિ કરાવવી છે. આહા. હા! વસ્તુ જે છે ત્રિકાળ આનંદનો નાથ પ્રભુ! જ્ઞાનનો પિંડ પ્રભુ! તેની અહીંયા દેષ્ટિ કરાવવી છે. એ આત્મા છે અને તેની દૃષ્ટિ તે સમ્યગ્દર્શન છે. ધર્મની પહેલી સીઢી સમ્યગ્દર્શન છે. શ્રાવકનું પાંચમું ગુણસ્થાન તો હજુ કયાંય આવું રહ્યું. એ તો સ્વરૂપનું ભાન થઈને-“આ અખંડાનંદ પ્રભુ હું છું એવું સમ્યગ્દર્શન થયા પછી એ અંશે વિશેષ સ્વરૂપના અતીન્દ્રિય આનંદમાં રમે ત્યારે તેને પાંચમા ગુણસ્થાનવાળો શ્રાવક કહેવાય. એવા અતીન્દ્રિય આનંદમાં ખૂબ રમે, અતીન્દ્રિય આનંદમાં જામી જાય, અતીન્દ્રિય આનંદની અંદર રેલમછેલમ થઈ જાય ત્યારે તેને મુનિ કહેવાય. આ તો વાતે-વાતે ફેર છે. અરે! આ વાત પરમાત્માના ઘરની છે. ત્રિલોકીનાથ તીર્થંકરદેવ એમ કહે છે કેઃ “ ચ
પુ ચ” આહા.. હા! આત્માનો અંશેય તેમાં નહીં તેમ કહે છે. સર્વજ્ઞ પરમેશ્વર વીતરાગદેવે કેવળજ્ઞાનમાં છ દ્રવ્ય જોયા છે તે જાતિ અપેક્ષાએ. સંખ્યાએ અનંત-અનંત આત્માઓ, અનંત પરમાણુઓ, અસંખ્ય કાળાણુઓ, એક ધર્માસ્તિકાય, એક અધર્માસ્તિકાય અને એક આકાશ દ્રવ્ય. એમાં આ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk