________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૯
૬૭
કલશ-૩૯
( ઉપજાતિ) वर्णादिसामग्र्यमिदं विदन्तु निर्माणमेकस्य हि पुद्गलस्य। ततोऽस्त्विदं पुद्गल एव नात्मा
યત: સ વિજ્ઞાનધનસ્તતોડ ન્ય: IT૭-રૂા. ખંડાન્વય સહિત અર્થ:- “દિદં વરિસામણ્યમ પુદ્રસ્થ નિર્માણમ વિષ્ણુ” (હિ) નિશ્ચયથી (રૂવું) વિદ્યમાન (વાલિસીમમ) ગુણસ્થાન, માર્ગણાસ્થાન, દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ ઇત્યાદિ જેટલા અશુદ્ધ પર્યાયો છે તે બધાય (પસ્ય પુ ) એકલા પુદ્ગલદ્રવ્યનું (નિગમ) કાર્ય છે અર્થાત્ પુદ્ગલદ્રવ્યના ચિતરામણ જેવા છે એમ (વિન્નુ) હે જીવો! નિઃસંદેહપણે જાણો. “તતઃ રૂટું પુન: વસ્તુ, ન માત્મા” (તત:) તે કારણથી (ફર્વ) શરીરાદિ સામગ્રી (પુન:) જે પુદ્ગલદ્રવ્યથી થઈ છે તે જ પુદ્ગલ દ્રવ્ય છે, () નિશ્ચયથી ( ડુ) તે જ છે; (ન માત્મા) આત્મા અજીવદ્રવ્યરૂપ થયો નથી. “યત: સ: વિજ્ઞાનન:” (યત:) જેથી (સ:) જીવદ્રવ્ય (વિજ્ઞાનધન:) જ્ઞાનગુણનો સમૂહ છે, “તત: અન્ય:” (તત:) તેથી (અન્ય:) જીવદ્રવ્ય ભિન્ન છે, શરીરાદિ પરદ્રવ્ય ભિન્ન છે. ભાવાર્થ આમ છે કે લક્ષણભેદે વસ્તુનો ભેદ હોય છે, તેથી ચૈતન્યલક્ષણે જીવવસ્તુ ભિન્ન છે, અચેતનલક્ષણે શરીરાદિ ભિન્ન છે. અહીં કોઈ આશંકા કરે છે કે કહેવામાં તો એમ જ કહેવાય છે કે “એકેન્દ્રિય જીવ, બે-ઈન્દ્રિય જીવ' ઇત્યાદિ; “દેવ જીવ, મનુષ્ય જીવ' ઇત્યાદિ; “રાગી જીવ, દ્વેષી જીવ' ઇત્યાદિ. ઉત્તર આમ છે કે કહેવામાં તો વ્યવહારથી એમ જ કહેવાય છે, નિશ્ચયથી એવું કહેવું જૂઠું છે. તે (હવે ) કહે છે. ૭-૩૯. પ્રવચન નં. ૪૭.
તા. ૨૨-૭-'૭૭ કલશ-૩૯ : ઉપર પ્રવચન “નિશ્ચયથી વિદ્યમાન ગુણસ્થાન, માર્ગણાસ્થાન, દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ ઇત્યાદિ જેટલા અશુદ્ધ પર્યાયો છે તે બધાય એકલા પુદ્ગલદ્રવ્યનું કાર્ય છે.”
જાતિ, ગતિ, જ્ઞાનના ભેદો, માર્ગણાસ્થાન, ગુણસ્થાનના ભેદ વિકલ્પો એ બધું પુદ્ગલદ્રવ્યનું કાર્ય છે, ઝીણી વાત છે. દ્રવ્યકર્મ એટલે જડકર્મ, ભાવકર્મ એટલે અંદર પુણ્ય-પાપના પરિણામ અને નોકર્મ એટલે શરીર ને વાણી ઇત્યાદિક જેટલા અશુદ્ધ પર્યાયો છે તે પુગલદ્રવ્યનું કાર્ય છે. આ પરિણામથી ભિન્ન ભગવાન આત્મા અંદર
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk