________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬
કલશાકૃત ભાગ-૨ મ્યાનરૂપ રચના છે. તેને તલવાર કેમ માની લેવી?
અહા! શરીર જરા હોય ઠીક, પચીસ-ત્રીસ વર્ષની ઉંમર હોય, યુવાન અવસ્થા હોય, બબ્બે લાડવા અને પત્તરવેલીયા ચડાવી જતા હોય તેને શરીરમાં સૂઝ પડે. ભાઈ ! તને ખબર નથી એ મસાણની રાખ છે તેમાં કયાં મૂરઝાઈ ગયો. એ બધા પુદ્ગલના ઠાઠ છે તેને તું મારા માનીને રખડી મર્યો છે. જેમ તલવાર લોઢાની છે તેમ ભગવાન જ્ઞાન ને આનંદનો સાગર છે.
આહા... હા! “જેનું ઇન્દ્રિયો વડે ગ્રહણ થતું નથી.” તે ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય નથી. કાલે કહ્યું હતું ને! ભાવેન્દ્રિય, જડેન્દ્રિય અને (તેનો વિષય) ભગવાનની વાણી અને ભગવાન અને સ્ત્રી, કુટુંબ ને દેશ આખો એ બધા ઇન્દ્રિયો, એને જીતવી એટલે કે તેનો આશ્રય છોડી અને અણઇન્દ્રિય એવા ભગવાન (આત્મા)નો આશ્રય લેવો ત્યારે તેને સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન થાય. સમજાણું કાંઈ ? આ સમ્યગ્દર્શનનો અધિકાર છે ને....! અહીંયા જાણવાની અપેક્ષાએ વાત લીધી છે. પણ એ જાણવામાં જ્ઞાનની પર્યાય અતીન્દ્રિય છે, તેનાથી જણાય; ઇન્દ્રિયજ્ઞાનથી ન જણાય. જ્ઞાનથી જણાયું તેમાં એવી પ્રતીત કરવી કે આ તો અતીન્દ્રિયજ્ઞાનથી જ જણાયું. એવી પ્રતીત કરવી તેનું નામ સમ્યગ્દર્શન છે.
(પ્રવચન નવનીત ભાગ-૩ પેઈજ નં. ૧૯)
સ્વના લક્ષે ઉપયોગમાં સ્વપર પ્રકાશક આવે તે તો સ્વના લક્ષ આવેલું (જ્ઞાન) છે. એ લક્ષણનો સ્વભાવ સ્વ૫ર પ્રકાશક છે. અને સ્વરૂપનો-જ્ઞાનદર્શનનો સ્વભાવ પણ સ્વપર પ્રકાશક છે. તો સ્વપર પ્રકાશકના લક્ષે જ્ઞાનની પર્યાય પ્રગટી તે જીવનો ઉપયોગ છે. પણ જેને સ્વના લક્ષ વિના, જેટલો પરના લક્ષે જ્ઞાનનો ઉપયોગ થાય (તેટલો ઉપયોગ જીવનો નહીં). આ “ગ્રહણ નો અર્થ કર્યો! પ્રભુ! ગજબ કરે છે ને!
(પ્રવચન નવનીત ભાગ-૩ પેઈજ નં. ૫૪)
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk