________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૫
કલશ-૩૮
આહા.. હા ! જાણનાર બીજાને જાણે છે પણ તે જાણનારને જાણતો નથી. આને જાણે છે. આને જાણે છે. તેમ પરમાં અટકી ગયો. પરને મારું માને તે તો જુદી વાત છે. પરંતુ આ જે પુદ્ગલની રચના છે પુણ્ય-પાપ, શરીર-વાણી આદિ તેને જાણતાં ત્યાં રોકાઈ ગયેલું પરપ્રકાશકજ્ઞાન તે પણ મિથ્યાજ્ઞાન છે. સમજાણું કાંઈ?
ભાવાર્થ આમ છે કે-ચાંદીના મ્યાનમાં તલવાર રહે છે તે કારણે, “ચાંદીની તલવાર’ એમ કહેવામાં આવે છે તો પણ ચાંદીનું માન છે, તલવાર લોઢાની છે, ચાંદીની તલવાર નથી.”
તેમ આ શરીરની ક્રિયા થાય હાલવા-ચાલવાની તે બધી પુદ્ગલની ક્રિયા છે. આ ભાષા બોલાય છે તે પણ જડ પુદ્ગલની છે. અને જે અંદર પુણ્ય-પાપના ભાવ થાય છેશુભાશુભભાવો, જેવાકે-ભગવાનનું સ્મરણ કરે તે ભાવ પણ રાગ છે, કેમકે લક્ષ પરદ્રવ્ય ઉપર છે અને રાગની વૃત્તિ તે પુણ્ય છે. આહા.. હા! તે ભગવાન આત્માથી નીપજેલી ચીજ નથી. પ્રભુ તો ચૈતન્ય આનંદ છે અને આ પુણ્ય-પાપ તે જ્ઞાનાનંદથી નીપજેલી ચીજ નથી. આહા.. હા..! આવું સાંભળવા મળવું મુશ્કેલ.
જિંદગી કયાંય ચાલી જાય છે. જુઓ, આ નવનીતભાઈ (પ્રમુખ) બિચારા ચાલ્યા ગયા. હમણાં તો ઘણાં મહિનાથી સોનગઢ આવ્યા નહોતા. દેહની સ્થિતિ જે સમયે જે થવાની હોય તે થાય. તેમાં કાંઈ ફેરફાર થવાનો નથી. મોટા-મોટા ડૉક્ટર માથે ઉભા હોય પણ દેહ જે ક્ષણે છૂટવાનો છે તે છૂટવામાં કાંઈ ફેરફાર ન થાય. લાખો કરોડોના મકાન અહીંયા પડયા રહેશે.
આહા.. હા ! પ્રભુ જેને આત્મા કહીએ તે ચૈતન્ય આત્મા-જ્ઞાન ને આનંદનો સાગર છે. તેને રાગવાળો-પુણ્યવાળો કહેવો એ મ્યાનને તલવાર માનવા જેવું છે. તેણે જિનેશ્વરના માર્ગને અંદરમાંથી કદી સાંભળ્યો નથી.
એ ચાંદીના માનને લોકો કહે છે અને છે એમ જ પણ મ્યાનમાં રહેલી લોઢાની તલવારને ચાંદીની માનતા નથી. અનાદિથી અજ્ઞાની–આ શરીર, મન, વાણીની ક્રિયાઓ મારી છે હું તેને કરું છું, હું શરીરને હલાવી શકું છું, હાથ આમ કરી શકું, વાણી આમ બોલી શકું એમ મિથ્યાદેષ્ટિ જીવ અજ્ઞાની જે ક્રિયાઓ પુદ્ગલની છે તેને પોતાની માને છે. અંદરમાં શુભ ને અશુભભાવ થાય તે પુણ્ય છે. બન્ને ભાવ પુદ્ગલથી રચાયેલા છે. જડથી થયેલા છે. ભગવાન આત્માથી થયેલાં નથી.
અહીં કહે છે-આત્મા પરમાત્મસ્વરૂપ પોતે જ્ઞાન ને આનંદનું પૂર છે. પાણીનું પૂરપ્રવાહ જેમ નિર્મળ હોય, તે કાદવવાળો ન હોય તેમ ચેતન ભગવાન આત્મા જ્ઞાન ને આનંદનો સાગર છે. એનો પ્રવાહ હોય તે તો વીતરાગી જ્ઞાન ને આનંદની દશાવાળો હોય. આ પુણ્ય-પાપના ભાવ તે આત્માનું કાર્ય નહીં. આત્માની સ્થિતિ નહીં. તે પુલની
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk