________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૮ ઝીણી વાત છે. આ તો તત્ત્વ શું છે અને શું માની બેઠા છે એ વર્ણવે છે.
આહા.... હા ! એ ભાઈ ! તું કોણ છો? એ મ્યાન એ કાંઈ તલવાર નથી. એમ આ પુણ્ય ને પાપના ભાવ, શરીર-વાણી, મન એ કાંઈ આત્મા નથી. એ તો જડનીપુદ્ગલની રચના છે. ભગવાન તો અંદર ચૈતન્ય આનંદનો નાથ છે. તેની વર્તમાન જ્ઞાનની દશામાં આ. છે, આ.. છે, આ.. છે એમ પરને તેણે જાણ્યું છે. તે જાણનારની પર્યાય, પર છે માટે પરને જાણે છે એમ નથી. એ તો એક સમયની પર્યાયની તાકાત જ એટલી છે. એ પર્યાયે પરના અસ્તિત્વને માન્યું, પણ અંદરમાં ભગવાન આનંદકંદ પ્રભુ! સચ્ચિદાનંદ તેને ન માન્યો.
પેલા અન્યમતિ જે સચ્ચિદાનંદ કહે છે તે નહીં હોં ! આ તો સત્ નામ શાશ્વત, ચિત્ નામ જ્ઞાન ને આનંદ એવો જે સત્-ચિત્—આનંદ સ્વરૂપ પોતે છે તેને અજ્ઞાની જોતો નથી. જે મહાપ્રભુ બિરાજે છે તે પોતે જ પ્રભુ છે–તેને તે જોતો નથી ને આ રાગ-દ્વેષ, શરીર ઇત્યાદિને જુએ છે. તે બધા મારાં છે તેમ માને છે. ઝીણું પડે પણ શું થાય?
અરેરે! પ્રાણી અનાદિનો દુઃખી છે. અબજોપતિ હોય તો પણ તે દુઃખી છે. આ સાચી વાત હશે? શાંતિલાલ ભાઈ ! તેમની બે અબજને ચાલીશ કરોડની મૂડી. તેની બૈરા દોઢ વર્ષ પહેલાં ગુજરી ગયા. આ ભાઈને છાતીમાં દુઃખાવો થયો, તે કહે-ડોક્ટરને બોલાવો મને છાતીમાં દુઃખે છે. ડૉક્ટર જ્યાં આવ્યા ત્યાં ભાઈ ખલાસ. પાંચ મિનિટમાં મૃત્યુ પામ્યો. તે ચારગતિમાં રખડવા ચાલ્યા ગયા. અરે રેશું થાય! જે ચીજ તેની છે તેને જાણી નહીં. અને જે તેની નથી તેને જાણવા રોકાઈ ગયો. એને જાણવા રોકાઈ ગયો તેનો અર્થ એને જાણવા જ્ઞાન ત્યાં રોકાઈ ગયું. સમજાણું કાંઈ? બાપુ! વીતરાગ પરમેશ્વરનો માર્ગ બહુ સૂક્ષ્મ છે અત્યારે તો બધે ગરબડ થઈ ગઈ છે.
આહાહા.! અહીંયા તો કહે છે:-- વ્રત-તપ ને-ભક્તિ-પૂજા અને દયા-દાનવ્રત-વૈયાવૃતના ભાવ થાય એ બધા રાગ છે.. અને તે પુદ્ગલથી રચાયેલા છે એમ કહે છે. અહીંયા તો કહે છે ભગવાન આત્મા તેનાથી ભિન્ન છે. જેમાં લોકો મ્યાનને જ દેખે છે, તલવાર અંદર જુદી છે એમ તે જોતાં નથી. તેમ અજ્ઞાની શરીર, મન, વાણી, પુણ્યપાપના ભાવને દેખે છે એને જ આત્મા માને છે. જેમ મ્યાન જાણે તલવાર હોય તેમ આ ભાવ જાણે આત્મા હોય !!
નીપજ્યો થકો જે દ્રવ્યથી નીપજ્યાં છે તે જ દ્રવ્ય છે.” જે કાંઈ વસ્તુ પુદ્ગલ છે-પદાર્થ છે તે પુદ્ગલથી નીપજેલ, તેની ચીજ છે. તેમ પુદ્ગલથી નીપજેલ આ શરીર, વાણી, પુણ્ય-પાપના ભાવ તે પુગલ છે એમ કહે છે. આકરું લાગે ભાઈ ! પણ શું થાય? બાપુ! માર્ગ કોઈ જુદી જાતનો છે. એ દ્રવ્યથી નીપજેલી ચીજ તે દ્રવ્ય છે. એમ આ પુદ્ગલથી નીપજેલા પુણ્ય-પાપ-શરીરાદિ તે પુદ્ગલ છે એમ કહે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk