________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૨.
કલશાકૃત ભાગ-૨ દાન, વ્રત, પુણ્ય-પાપના ભાવ એ બધું ચાંદીની જેમ મ્યાન છે. તે બધો પુદ્ગલનો ઠઠારો છે. વસ્તુનું સ્વરૂપ વિચારતાં તેનું મૂળ કારણ પુદ્ગલ છે. અહીં વસ્તુ અર્થાત્ પુદ્ગલ લેવું. અને તેનાથી ઉત્પન્ન થયેલાં કાર્યો-પર્યાયો નીપજે છે. તે પુગલદ્રવ્યથી નીપજે છે.
કહે છે? એ પુદ્ગલદ્રવ્ય જે છે તે જડ છે. આ બધા રાગ-દ્વેષ, પુણ્ય-પાપ, શરીર, વાણી તેનાથી રચાયેલા છે. આત્મા તો (તે પરિણામથી) અંદર ભિન્ન વસ્તુ છે. લક્ષ્મી ને મહેલ ને મકાન એ ધૂળ તો કયાંય રહી ગઈ. એ તો સીધી માટી છે. પણ અહીંયા તો પરમાત્મા એમ કહે છે-ચાંદીનું જે માન છે તે ચાંદીથી નીપજ્યું છે. તેમ આત્મામાં રાગદ્રષ, પુણ્ય-પાપ કામ-ક્રોધ, ગુણસ્થાનભેદ, શરીર. જે દેખાય છે તે બધું પુદ્ગલથી રચાયેલું છે. સમજાણું કાંઈ?
ધરમ તે ચીજ ઝીણી છે. દેવનો ભવ, સ્વર્ગનો ભવ, નારકીનો ભાવ એ બધા પુગલથી જડથી રચાયેલા છે. એ તો ઠીક પણ, આત્મામાં જે કોઈ પુણ્ય-પાપ, દયાદાન, વ્રત-ભક્તિના, કામ-ક્રોધના ભાવ થાય છે એ ચાંદીથી જેમ મ્યાન નીપજ્યું છે તેમ આ બધા પુદ્ગલથી નીપજ્યા છે. એમ કહે છે. જેમ ચાંદીના મ્યાનમાં લોઢાની તલવાર જુદી છે એમ આ પુદ્ગલથી નીપજેલા બધા ભાવ છે. દયા-દાન, વ્રત-ભક્તિ-પૂજાના ભાવ પણ પુદ્ગલથી રચાયેલા છે, અહીં તો એમ કહે છે. તે જેમ ચાંદીનું મ્યાન છે તેમ આ પુદ્ગલનું માન છે. જેમ માનથી લોઢાની તલવાર ભિન્ન છે તેમ આનંદનો નાથ; જ્ઞાનનો સાગર પ્રભુ આત્મા! એ મ્યાનથી ભિન્ન છે.
આહા... હા! આ બધું શરીર, વાણી, મન, પુણ્ય-પાપના હોવાપણાનું જ્ઞાન. જ્ઞાનની પર્યાયમાં થાય છે. હવે અહીંયા કહે છે એ જ્ઞાનની પર્યાય આ છે. આ છે.. આ છે. એમ જાણે છે, પણ. એ જ્ઞાનની પર્યાય આ ત્રિકાળી જ્ઞાયક ભાવ તેનાથી ભિન્ન છે તેમ જાણતી નથી. ચાંદીની મ્યાનથી લોઢાની તલવાર ભિન્ન છે તેમ જાણતી નથી. ઝીણી વાત છે.
- આમ તો અનંતવાર અબજોપતિ થયો. મોટો રાજા ને દેવ થયો, નવમી રૈવેયકે ગયો પણ એ બધી યુગલની રચના છે. જેમ ચાંદીના ખ્યાનને લોકો ચાંદીનું જ મ્યાન કહે છે, તેમ આ શરીર, વાણી, મન, પુણ્ય ને પાપના ભાવ એ બધા પુદ્ગલથી રચાયેલા ભાવ છે. ચૈતન્ય અંદર ભિન્ન-જુદી વસ્તુ છે. લોકો અંદર ચાંદીના માનને મ્યાન જુએ છે અને અંદર તલવાર તેનાથી ભિન્ન છે તેમ જુએ છે. તેમ અજ્ઞાની રાગ-દ્વેષના ભાવ પુદ્ગલથી નીપજેલા છે અને આત્મા તેનાથી જુદો છે તેમ જોતો નથી.
અહીં વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા એમ ફરમાવે છે કે આ શરીર, મન, વાણી, પુણ્ય ને પાપના ભાવ, દયા-દાન, ભક્તિ-પૂજાના ભાવ, કામ-ક્રોધ-વિષયભોગ-વાસનાના ભાવ, કમાવાના ભાવ, આ લક્ષ્મી મારી છે એવા ભાવ એ બધા પુદ્ગલથી રચાયેલા છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk