________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬O
કલશાકૃત ભાગ-૨ “વચનામૃત વીતરાગના, પરમ શાંત રસમૂળ,
ઔષધ જે ભવરોગના, કાયરને પ્રતિકૂળ.” આહા. હા! કાયરના કાળજા કંપી ઊઠે તેવી વાત છે. હાય! હાય! આ શું કહે છે? બાપુ! તારા ઘરની વાત છે ભાઈ !
આહા.. હા! ભાઈ, અંદર તારું ઘર બળવંત છે. અનંત બળનો ધણી ચેતન અંદર પડયો છે. અનંતગુણનો ધણી તે બળિયો છે. તે ત્રિકાળી જ્ઞાનનો બળિયો. શ્રદ્ધાનો બળિયો, શાંતિ, ચારિત્ર, આનંદનો બળિયો છે, એવું એનું ત્રિકાળ સ્વરૂપ જ છે. આવી વસ્તુને ધર્માજીવ અંતર્મુખ થઈને જુએ છે ત્યારે તેને ચેતનદ્રવ્ય શુદ્ધ અનુભવમાં આવે છે. આ રાગાદિ તેમાં અવસ્તુ છે માટે વસ્તુમાં અનુભવમાં આવતાં નથી. ભાષા તો સાદી છે પરંતુ વસ્તુ તો જેવી છે તેવી છે.
- અજ્ઞાની માને છે ભગવાનની ભક્તિથી કલ્યાણ થશે. એક ભાઈ કહેતા હતા–દેવગુરુ-શાસ્ત્રને કાંઈ અન્ય કહેવાય? દેવ-ગુરુ-શાસ્ત્ર તો શુદ્ધ છે તેને કાંઈ અન્ય કહેવાય? તે અન્ય જ છે. અન્ય એટલે તે અનેરા છે-તે તારા નહીં. તે તારામાં નથી માટે તે અનેરી ચીજ છે. એ તારી ચીજ છે જ નહીં એમ કહે છે.
આ પરમાત્મા, સાચા મુનિ, સંત જે થયા તે તો શુદ્ધ છે ને? આનંદકંદના અનુભવી એ બધા શુદ્ધ છે, તેને કોઈ અન્ય કહેવાય? એ. અન્ય જ છે. પંચ પરમેષ્ઠી તારાથી અન્ય છે. એ અન્યનો આશ્રય લેવા જઈશ તો તને રાગ થશે. તેની ભક્તિ, સ્મરણ, પૂજાનો જે શુભરાગ થાય છે તે શુભરાગ ચૈતન્યની દૃષ્ટિમાં, અનુભવમાં આવતો નથી માટે તે શુભરાગ આત્માનો નથી. ભારે આકરું કામ ! પરસેવા ઉતરી જાય એવું છે.
પરં ૬ દઈમ ચાત” ઉત્કૃષ્ટ છે એવું શુદ્ધ ચૈતન્ય દૃષ્ટિગોચર થાય છે.” આહા. હા! સમ્યગ્દષ્ટિ જીવ પોતાની દૃષ્ટિને જ્યાં પોતાના અંતરમાં વાળે છે ત્યાં એકલો શુદ્ધ ચેતન દ્રવ્ય દૃષ્ટિગોચર થાય છે.
ભાવાર્થ આમ છે કે-વર્ણાદિક અને રાગાદિક વિદ્યમાન દેખાય છે તોપણ સ્વરૂપ અનુભવતાં સ્વરૂપમાત્ર છે, તેથી વિભાવપરિણતિરૂપ વસ્તુ તો કાંઈ નથી.” આ દયા-દાન-વ્રતના પરિણામ તે વસ્તુ નથી–તે ચેતનની ચીજ નથી.
સમ્યગ્દર્શનનો વિષય પણ ભૂતાર્થ, ત્રિકાળ જ્ઞાયક પ્રભુ, જ્ઞાયકભાવ, ભગવાન એ સમ્યગ્દર્શનનો વિષય છે. પણ એમાં તો અનંત અનંત ગુણોને બધું આવી ગયું. અહીંયાં જે દ્રવ્ય કહ્યું.. એ તો એક નય (નો) અંશ લીધો, એ નયે આત્મા આખો જણાય જાય તેમ નથી.
(પ્રવચનસાર પરિશિષ્ટ ૪૭ નય ઉપરનું પ્રવચન. | પ્રવચન નવનીત ભાગ-૩ પેઈજ નં. ૧૬૭),
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk