________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૭
૫૯ ઉત્તરઃ- જે દ્રવ્ય છે તેને અંતરમાં નહીં જોતાં બહારમાં આ (પરશેયોને) દેખે છે. હવે ત્યાં તો ખરેખર તેને જ્ઞાનની પર્યાય જણાય છે ત્યાં એ ચીજ (પરશેયો) તો દૂર રહી ગયા. જ્ઞાનની પર્યાયમાં (પરશેયો) જણાય છે ત્યારે પણ તેને તો જણાય છે જ્ઞાનની પર્યાય. હવે પર્યાય જણાય છે ત્યાં સુધી મિથ્થાબુદ્ધિ છે. અંદર ભગવાન અનાદિ અનંત નિત્યાનંદ તત્ત્વ પ્રભુ પડ્યો છે તે દ્રવ્યને જ્યાં જોવા જાય છે ત્યાં રાગાદિ તેમાં દેખાતા નથી, કારણ કે તેમાં છે નહીં. ' અરેરે...! પ્રભુના વિરહ પડ્યા અને એમાં આવો માર્ગ પાછો જગતને કહેવો! સત્ય કહેનારને લોકો લાંચ્છન આપે છે. તેની ટીકા કરીને નિંદા કરે છે. શું થાય બાપુ! કયાં કહેવા જઈએ? શું કહીએ? મોટો ભાગ વિરોધ કરે છે. અરે ! પ્રભુ તને શું થયું છે ભાઈ ! સાંભળ ભાઈ ! આ તો તત્ત્વની વાત છે. તું તારો વિરોધ કરે છે–કોઈનો વિરોધ કરતો નથી. આમાં ચારિત્રની વાત નથી કેમકે સમકિત વિના ચારિત્ર હોય નહીં. જેને સમ્યગ્દર્શનની ખબર નથી તેને ચારિત્ર કયાંથી આવી ગયું? સમજાણું કાંઈ?
અહીંયા તો કહે છે-જ્ઞાનની પર્યાયમાં આ જણાય છે તે ખરેખર જ્ઞાનદશા છે.. પણ એટલો આત્મા નથી. તે પર્યાય જ્યારે અંતરમાં જુએ છે ત્યારે અંદર આખી જે વસ્તુ પડી છે તે ચૈતન્ય આનંદઘન વીતરાગમૂર્તિ અતીન્દ્રિય આનંદનું દળ છે તેમ એને શુદ્ધસ્વરૂપ જ અનુભવાય છે; ત્યાં દયા-દાનના વિકલ્પો અનુભવમાં ભેગાં આવતાં નથી. કેમકે તે ભિન્ન ચીજ છે. કેમકે તે અવસ્તુ છે. વસ્તુનો અનુભવ કરતાં એ અવસ્તુ તેમાં આવતી નથી.
ન્યાયથી સમજવું પડશે ને ભાઈ ! અહીંયા એમ ને એમ સમજ્યા વિના માનીત્યે તે આંધળી શ્રદ્ધા મારી નાખશે. તેને સંસારમાં રખડાવશે. અરે! આવા માણસપણા મળ્યા, વીતરાગની વાણી કાને પડે અને આ સત્ય ન સમજે અને અસત્યનો પક્ષ કરે.. તો તેને કહે છે-ભાઈ ! તારા ભવના અંત નહીં આવે બાપુ!
શું કહે છે! ફરીથી. “એ વિભાવ પરિણામો દૃષ્ટિગોચર થતા નથી.” સમ્યગ્દષ્ટિ જીવ જ્યારે ત્રિકાળીને જોવા જાય છે, અંતર્મુખ થાય છે ત્યારે તેને શુદ્ધદ્રવ્ય અનુભવમાં આવે છે. દયા-દાનના વિકલ્પો અવસ્તુ છે માટે વસ્તુના અનુભવમાં આવતા નથી. આવી વાતો! કહેવાની કઈ પદ્ધતિ અને કઈ રીત છે તેનો તો ખ્યાલ કરે!
સમ્યગ્દષ્ટિ ધર્મી જીવ હજુ તે પહેલા દરજ્જાનો હો ! પછી તે તિર્યંચ હો કે નારકી હો કે મનુષ્ય હો કે દેવ હો! પણ... જેને સાચી દૃષ્ટિ થઈ છે તે અંતરમાં આત્માને જુએ છે તો અંતરમાં એ શુદ્ધચૈતન્યમૂર્તિને દેખે છે. ત્યારે આ દયા-દાનના વિકલ્પો વસ્તુમાં નથી માટે તેને અનુભવમાં આવતા નથી. સમજાય છે કે નહીં? ભાષા તો સાદી છે પણ ભાવ આકરાં છે ભાઈ !
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk