________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૦
૫૭
પ્રશ્ન:- છે તેને અવસ્તુ કેવી રીતે કહેવી ?
ઉત્ત૨:- આત્માની વસ્તુ નથી માટે તે અવસ્તુ છે. અજીવ તરીકે તેનામાં છે ખરી, પણ જીવ વસ્તુમાં તે નથી. જેમ ભગવાને કહ્યું કે–સ્વદ્રવ્ય જે છે વસ્તુ તે તેની અપેક્ષાએ સત્ છે... પણ, પોતાની અપેક્ષાએ બીજા તત્ત્વો છે તે અસત્ છે. તે તત્ત્વો તેની અપેક્ષાએ સત્ છે, પરંતુ... સ્વભાવની અપેક્ષાએ અસત્ છે. કેમકે આ ચીજમાં તે ચીજ છે નહીં. અરે..! આ દેવ-ગુરુ ને શાસ્ત્ર તે બધા આ દ્રવ્ય-સ્વતત્ત્વની અપેક્ષાએ અસત્ છે, તે તેની અપેક્ષાએ છે. તેમ ભગવાન ચૈતન્ય સ્વરૂપ કે જે સમ્યગ્દર્શનનો વિષય તેવા આત્મદ્રવ્યની અપેક્ષાએ-પુણ્ય-પાપના ભાવને અસત્ વસ્તુ કહે છે. અરે..! આવું ભણવું ? માર્ગ આવો છે ભાઈ !
ભાઈ ! આ તો જિનેશ્વરદેવનો અપૂર્વ માર્ગ છે. પૂર્વે કદી તેણે સાંભળ્યો નથી. સાંભળ્યો છે પણ તેણે રુચિથી સાંભળ્યો નથી. સમવશરણમાં અનંતવા૨ ગયો છે. પણ, અંદરથી પાછો તે ધોયેલા મૂળા જેવો બહાર નીકળ્યો છે. સાયમાળામાં આવે છે ને કે–“કેવળી આગળ રહી ગયો કોરો ”. ભગવાનને શું કહેવું છે તે અડવા દીધું નહીં. પોતાની કલ્પનાથી માન્યું કે–ભગવાન દયા-દાન, વ્રત-તપને ધર્મ કહે છે. અરે ! આવો માર્ગ કેવો ? શું કોઈએ નવો કાઢયો હશે ? અહીં જે વાત ચાલે છે તે વીતરાગનો માર્ગ અનાદિનો છે. નવો તને લાગે છે, કાંઈ નવો નથી.
ભગવાન આત્મા જ્ઞાન વસ્તુ, આનંદ વસ્તુ છે, તેને આત્મા કહીએ. અને આ દયા-દાન, વ્રત-ભક્તિના પરિણામ તે આત્મા નહીં-તે અજીવ છે માટે અવસ્તુ છે. સ્વની અપેક્ષાએ અવસ્તુ છે. તેની અપેક્ષાએ પરિણામ ભલે.. વિધમાન હોય ! આવો ઉપદેશ કઈ જાતનો ? બાપુ ! સત્નો માર્ગ આ છે. વીતરાગ ૫રમેશ્વરની દિવ્યધ્વનિમાં આવેલી આ વાત છે. આજે માનો.. કાલે માનો.. પણ તેણે આ માન્યે જ છૂટકો છે. બાકી ૨ખડી મ૨શે ચોરાશીના અવતારમાં.
અરે ! આ અવતાર કરી કરીને... માણસ મરીને ઢોર થાય અને ઢોર મરીને નરકમાં જાય, એવા અવતારો અનંતવાર કર્યા ભાઈ ! વર્તમાન જ્યાં દેખે ત્યાં આ બધું ભૂલી જાય છે. આ મિથ્યાત્વને લઈને રખડયો. આ રાગના જે પરિણામ છે તે આત્માની જાત નથી. એ રાગને પોતાનો માન્યો, તેનાથી મને લાભ થાય તેવી મિથ્યામાન્યતાને લઈને આ ૨ખડવું છે. સમજાણું કાંઈ ? ભાષા તો સાદી છે, ભાવ ભલે ઝીણા હોય ! ભાષામાં સંસ્કૃત ને વ્યાકરણ ને એવું કાંઈ નથી. આ તો ભગવાનની સીધી વાત છે.
7)
“તેન વ અન્તસ્તત્ત્વત: પશ્યત: અમી દૃષ્ટા: નો સુ: ” તે કા૨ણે જ શુદ્ધ સ્વરૂપનો અનુભવશીલ છે જે જીવ તેને વિભાવપરિણામો દૃષ્ટિગોચર નથી થતા; ’ જે જીવ શુદ્ધ સ્વરૂપનો અનુભવ ક૨ના૨ો છે, જે અંતઃતત્ત્વને દેખનારો સમ્યગ્દષ્ટિ
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk