________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪
કલશાકૃત ભાગ-૨ આહા. હા! અંદર જે ભગવાન બિરાજે છે તે જ્ઞાન ને આનંદના નૂરને પૂરના તેજથી ભરેલો છે. તે તલવારની જગ્યાએ છે અને પુણ્ય-પાપ તે મ્યાનની જગ્યાએ છે. જેમ લોકમાં મ્યાનને જ તલવાર માને છે તેમ અજ્ઞાની-શરીર-રાગ-દ્વેષને જ આત્મા માને છે. અરે! આવી વાતો ! વ્રત-તપ કરવા તે બધા વિકલ્પ છે, રાગ છે, વૃત્તિનું ઉત્થાન છે.
શ્રોતા- એ બધા પુદ્ગલ છે!
ઉત્તર- હા, પુદ્ગલ છે. તેને પુદ્ગલ જ કહ્યાં છે. આકરી વાત નાથ ! તારી ચીજ શું છે તેની તને ખબર નથી. જિનેશ્વર પરમેશ્વર દેવ એમ કહે છે કે-પ્રભુ તું કોણ છો? આ પુણ્ય ને-પાપના ભાવ અને આ શરીર-વાણી તે તું છો? વળી આ પૂર્વના પુણ્યને લઈને અબજો રૂપિયા... તે તું છો? એ ધૂળ તો પુગલ છે. આહા.... હા ! જે તારામાં નથી અને જે પુદ્ગલથી રચાયેલી ચીજ છે તેને તે પોતાની માને છે તે જ મોટું મિથ્યાત્વ છેભ્રમ-અજ્ઞાન છે. મિથ્યા નામ ખોટી અસત્ય દૃષ્ટિ છે. તે પાપ દેષ્ટિ છે.
(થર્શન ન કન્ય) નિશ્ચયથી અન્ય દ્રવ્યરૂપ નથી થયો.” એ.. પુદ્ગલથી થયો છે તે કાંઈ આત્મરૂપ નથી. જે પુદ્ગલથી થયેલાં છે તે પુગલરૂપ જ છે. અરે... ભાઈ ! આવું આકરું કામ છે. અત્યારે તો વ્રત કરો, તપ કરો તો ધરમ થાય આવી તો પ્રરૂપણા ચાલે છે. આ ઊંધી પ્રરૂપણા છે બાપુ! ધર્મ પામવાના મારગડા જુદા છે ભાઈ ! તેની તને ખબર નથી.
તે જ દ્રષ્ટાંત દ્વારા કહે છે-“ફુદ રુવમેન સિવોશ નિવૃત્તમ” પ્રત્યક્ષ છે કે ચાંદી ધાતુથી તલવારનું મ્યાન ઘડીને મોજૂદ કર્યું. ત્યાં “રુવમે પશ્યત્તિ થન ન સિમ”. જે મ્યાન મોજૂદ થયું તે વસ્તુ તો ચાંદી જ છે એમ પ્રત્યક્ષપણે સર્વ લોક દેખે છે અને માને છે; “ચાંદીની તલવાર’ એમ કથનમાં તો કહેવાય છે તથાપિ ચાંદીની તલવાર નથી.”
- પ્રત્યક્ષ શું છે? ચાંદીનું મ્યાન પ્રત્યક્ષ છે. લોકો કહે છે કે-આ મ્યાન ચાંદીનું છે તે તલવાર નથી. તેમ અહીં કહે છે કે આ પુણ્ય-પાપના ભાવ, ગુણસ્થાન, માર્ગણાસ્થાન આદિ, શરીર, વાણી તે પુદ્ગલથી નીપજ્યા છે. પ્રત્યક્ષ” શબ્દ છે. પ્રત્યક્ષ કહે છે કે-આ પુદ્ગલ જ છે. જે ચાંદીનું માન છે તે ચાંદીનું છે તેમ આ પુદ્ગલના ભાવ છે. આ તલવાર ચાંદીની છે તેમ લોકો પણ નથી કહેતા. આવો ઉપદેશ તે કઈ જાતનો !
પેલા બિચારા માંડ-માંડ ધંધાના પાપમાંથી નીકળીને એકાદ-બે કલાક આવે તો કહે– વ્રત કરો ને. તપ કરો! તો તેને કહે છે–તે બધો રાગ છે લે! એ વૃત્તિનું ઉત્થાનવિકલ્પ છે તે પુદ્ગલથી નીપજેલ છે, તારી ચીજ નહીં. સમજાણું કાંઈ? - પ્રત્યક્ષપણે લોક દેખે જાણે છે કે ચાંદીની તલવાર એમ કથનમાં તો કહેવાય છેતેમ બોલાય છે. પરંતુ તલવાર ચાંદીની નથી. તલવાર તો અંદર લોઢાની જુદી છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk