________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૯
૭૫. “આત્મા અજીવદ્રવ્યરૂપ થયો નથી.” એ શું કહ્યું? ભગવાન આત્મા તે પુણ્યપાપના ભાવ, ગુણસ્થાનના ભેદ અને શરીર, વાણી, કર્મરૂપે કદી થયો જ નથી. હવે આવી વાતું! બીજું સાંભળી સાંભળીને પચાસ-સાઈઠ વરસ ગાળ્યા હોય, તેમાં આ વાત કહેવી! પ્રભુના મારગડા જુદા છે ભાઈ ! શ્રી વીતરાગ જિનેશ્વરદેવ કહે છે–આત્મા વીતરાગી સ્વરૂપથી ભરેલો છે. આ ગુણસ્થાન, માર્ગણાસ્થાનની રચના છે તે પુદ્ગલની છે, –આત્માની નહીં.
આહા.. હા! શરીર ને વાણી એ તો જડ છે. એ તો ઠીક, પરંતુ અંદર જ્ઞાનાવરણાદિ આઠકર્મ છે એ પણ જડ છે-અજીવ છે-માટી-ધૂળ છે. અહીં તેનાથી આગળ કહે છે કેએ કર્મ પુદ્ગલની રચના છે એ તો ઠીક પણ આ પુણ્ય ને પાપના ભાવ છે જેને દુનિયા ધર્મ માને છે એટલે કે દયા પાળવી તેને અહિંસા ધર્મ માને છે, સત્ય વ્રત પાળ્યા તે ધર્મ છે. તેને અહીં પરમાત્મા અજીવ કહે છે. પ્રભુ! તું સાંભળ તો ખરો ! તારી ચીજ એ રૂપે થાય તો અજીવ થઈ જાય. આહા. હા! ભાઈ ! તને વસ્તુના સ્વરૂપની ખબર નથી.
જે અજીવ દ્રવ્યરૂપ થતો નથી તે કોણ છે તે કહે છે. “યત: : વિજ્ઞાનન:” જેથી જીવદ્રવ્ય જ્ઞાનગુણનો સમૂહ છે, તેથી (અન્ય) જીવદ્રવ્ય ભિન્ન છે, શરીરાદિ પારદ્રવ્ય ભિન્ન છે.”
જીવદ્રવ્ય જ્ઞાનગુણનો પુંજ-જ્ઞાનનું ઢોકળું છે. તે એકલો સમજણનો પિંડ છે. તેમાંથી નીકળે તો જ્ઞાન અને આનંદ નીકળે છે. પરંતુ આ પુણ્ય-પાપના ભાવ તેમાંથી નીકળતા નથી. પ્રભુ! તને તારી ખબર નથી.
તું છો કોણ? એ આત્મા કોણ છે? પ્રભુ આપે કોને આત્મા કહ્યો છે? આહા... હા ! એ “સ: વિજ્ઞાનન:' એ જ્ઞાન ગુણનો ઘનપુંજ છે. જેમ સકરકંદ છે તેનું નામ સાકર શબ્દ ઉપરથી પડ્યું છે. જેને સકરિયું કહે છે. સક્કર એટલે સાકરની મીઠાશનો પિંડ છે. હવે તેની ઉપરની લાલ છાલને ન જુઓ તો તે સાકરની મીઠાશનો પિંડ છે. તેને સક્કરકંદ કહીએ. તેમ આ પુણ્ય ને પાપના વિકલ્પો છે તે લાલ છાલ છે-જડ છે, તે આત્મા નહીં. એ પુણ્ય-પાપની પાછળ એકલો અતીન્દ્રિય આનંદનો કંદ છે. જેમ પેલો સક્કરકંદ છે તેમ આત્મા અતીન્દ્રિય આનંદનો પિંડ અને જ્ઞાનનો ઘન છે. આ વકિલાતમાં આવું કાંઈ ન આવે, ત્યાં ગપ્પા આવે.
ત્રિલોકીનાથ પરમેશ્વર સીમંધર ભગવાન મહાવિદેહમાં અત્યારે તીર્થકરપણે બિરાજે છે. તેમનો આ હુકમ અને આજ્ઞા છે. તેમની પાસેથી આવેલી આ વાત છે. સંવત ઓગણપચાસમાં એટલે આજથી બે હજાર વર્ષ પહેલાં કુંદકુંદાચાર્ય દિગમ્બર મુનિ ત્યાં ગયા હતા. અને ત્યાં સાત-આઠ દિવસ રહ્યાં હતા. ત્યાંથી આવીને આ શાસ્ત્રો લખ્યાં. કે ભગવાન આમ કહે છે. તે તો અનુભવી સંત હતા. પ્રચુર અતીન્દ્રિય આનંદના
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk