________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮
કલશાકૃત ભાગ-૨ આનંદનો નાથ પ્રભુ, અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે.
જેમ મૃગલાની નાભિમાં કસ્તુરી છે તેની તેને ખબર નથી તેનું તેને ભાન નથી. તેમ અજ્ઞાનીને જ્ઞાન ને આનંદની કસ્તુરી પડી છે તેનું તેને ભાન નથી. આત્મા અતીન્દ્રિય આનંદનું દળ છે. મૃગલા જેવા જીવને આનંદની કસ્તુરીની ખબર નથી. સમજાણું કાંઈ?
અહીંયા કહે છે-એ ગુણસ્થાન, માર્ગણાસ્થાનરૂપ પર્યાયો જેટલા છે તે એકલા પુગલનું કાર્ય છે. ગઈકાલે બપોરે તો એમ આવ્યું હતું કે પુણ્ય-પાપના જે વિકારી પરિણામ છે તેને જીવ અને પુગલે બન્નેએ મળીને કર્યા નથી. તેમ એકલા પુદગલના નથી. એકલા જીવનાં છે તેમ કહ્યું હતું. પુણ્ય-પાપ, દયા-દાન, વ્રત-ભક્તિ કામ-ક્રોધના વિકારી પરિણામ તે પર્યાયબુદ્ધિવાળા જીવનું કાર્ય છે.
જ્યારે અહીંયા તો દ્રવ્યબુદ્ધિ સિદ્ધ કરવી છે. વસ્તુ જે છે સચ્ચિદાનંદ પ્રભુ તે અનાદિ અનંત છે. એ જ્ઞાનનું નૂર ને આનંદનું પૂર ભગવાન છે. આ બધી ગુણસ્થાન, માર્ગણાસ્થાનની જે રચના છે તે બધી પુદ્ગલની રચના છે. તે એકલા પુદ્ગલનું કાર્ય છે. અહીંયા તો વસ્તુનો સ્વભાવ સિદ્ધ કરવો છે. ઉપર કહ્યું ત્યાં પર્યાય સિદ્ધ કરવી હતી. પર્યાયષ્ટિવાન તેની પર્યાયમાં થતા વિકારનો તે કર્તા થાય છે. આહા ! વીતરાગનો સ્યાદ્વાદમાર્ગ ભારે ભાઈ !
અહીંયા કહે છે કે જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય તે ભાવ પણ પુદ્ગલની રચના છે. કેમકે તે વિકારી ભાવને, પુણ્ય પાપને, દયા-દાન, વ્રત-ભક્તિ આદિને રચે એવી કોઈ શક્તિ આત્મામાં નથી. આત્માનો સ્વભાવ એવો નથી કે તે પુણ્ય-પાપને રચે. પર્યાયની અવસ્થાબુદ્ધિવાળો પર્યાયની રચના મારી છે તેમ માને છે. વસ્તુનો ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ છે તે ચૈતન્યમૂર્તિ જ્ઞાયક છે. અરે..! આવું હશે? આવો આત્મા હશે? એ તો બે બીડી જ્યાં સરખી રીતે પીવે ત્યાં રાજી રાજી થઈ જાય. બે બીડી પીવે ત્યારે તો સવારે પાયખાને દસ્ત ઉતરે; આવા તો અપલખણ !
આહાહા..! તેને હવે કહે છે પ્રભુ તું સાંભળ તો ખરો એકવાર ભાઈ ! ત્રણલોકના નાથ વીતરાગી સર્વજ્ઞ પરમાત્માની દિવ્યધ્વનિમાં ઇન્દ્રો ને ગણધરોની સભામાં જે વાત કરી હતી તે વાતને સંતો આડતીયા થઈને જગતને જાહેર કરે છે. સમજાણું કાંઈ?
અહીંયા લોકો દયા-દાન ને વ્રતના પરિણામ થાય તેને ધરમ માને છે. અહીંયા પરમાત્મા કહે છે-તે બધી પુગલની રચના છે, તે તારું કાર્ય નહીં. કેમકે સમ્યગ્દર્શનનો વિષય જે દ્રવ્યસ્વભાવ ત્રિકાળી આનંદનો નાથ પ્રભુ તે પોતે છે. એમાં એવી કોઈ શક્તિ નથી કે તે વિકારને રચે. તેથી વિકારને પુદ્ગલની રચના ગણીને, જ્ઞાતા આત્મા તેનો જાણનાર છે. કેમકે પ્રભુ જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન, જાણવું.. જાણવું. જાણવું.. જાણવું.. જાણવું.. જાણવું.. એવા જાણનાર સ્વભાવથી ભરેલો અનાદિ અનંત
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk