________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૫.
કલશ-૩૭ પરિણામ અતીન્દ્રિય આનંદના હોય, અને આ રાગ છે તે તો દુઃખ છે. પછી તે દયા-દાનવ્રત-પૂજા-ભગવાનની ભક્તિનો ભાવ તે પણ રાગ છે–દુઃખ છે. આવી વાત કેમ બેસે ! આ જે દુ:ખના પરિણામ છે તેને અજીવના પરિણામ કહ્યાં છે. કેમકે જીવ છે તે આનંદ ને જ્ઞાન સ્વરૂપ પ્રભુ છે, અને તેનાં પરિણામ જ્ઞાન ને આનંદ હોય. આ અજ્ઞાન ને દુઃખ તે જીવની જાતના પરિણામ નહીં તે અજીવની જાતના પરિણામ છે.
અરે..! આવી વાતને પરમાત્માએ દુનિયા પાસે ખુલ્લી મૂકી છે. પણ, લોકોને સાંભળવા મળતી નથી. અને જ્યાં સાંભળવાનો ટાઈમ આવ્યો તો કહે-આ વાતને બંધ કરો.. સાંભળશો નહીં. તમારે ત્યાં જવું નહીં, કારણ કે ત્યાં એકાંત મળશે. અરે ! ભગવાન સાંભળ બાપુ, ભાઈ ! ભગવાન જિનેશ્વરદેવની આ વાણી છે. જેની સભામાં એકાવતારી ઇન્દ્ર-ઇન્દ્રાણી આવે; એકાવતારી એટલે એક ભવ પછી બન્ને મોક્ષ જશે તે આ વાણી છે.
ત્રણલોકનો નાથ જિનેશ્વર પરમેશ્વર વીતરાગભાવ સિવાયના જેટલા ભાવ છે તેને અજીવ કહે છે. તે ભાવ જીવના હોય તો જુદા પડે નહીં. અને તે જીવમાંથી નીકળી ન જાય. સમજાણું કાંઈ? “રાગ” કહેતાં તેમાં શુભ-અશુભ બન્ને રાગ આવી ગયા. ઢષમાં પરમાં જે પ્રતિકૂળતા લાગે તે દ્વેષ આવ્યો. “મોહ” માં પર તરફના વલણનો ભાવ મારો તે મોહ-મિથ્યાત્વ આવ્યું. આ રાગ-દ્વેષ ને મોહ. શુદ્ધ જીવસ્વરૂપને અનુભવતાં તેઓ તેનાથી ભિન્ન છે.
અરેરે...! ભરતક્ષેત્રમાં વીતરાગી પરમાત્માના વિરહ પડયા. લોકોએ પોતાની કલ્પનાથી માર્ગ ચલાવ્યા. અત્યારે અહીં કેવળજ્ઞાન ઉત્પન્ન થાય તેવી લક્ષ્મીનો નાશ થયો. જેમ લક્ષ્મીનો નાશ થાય અને પિતાજી ગુજરી જાય પછી પાછળથી છોકરાઓ લડે-ઝગડે તેમ શુભભાવ એટલે દયા-દાન-વ્રત-ભક્તિ તે બધું ધર્મ છે, અને ધર્મનું કારણ છે તેમ ઝગડા ઉભા કર્યા.
આહા.. હા! જીવનો સ્વભાવ તો ચૈતન્ય જ્ઞાન ને આનંદ છે ને પ્રભુ! તે દયા-દાન ને વ્રતના ભાવ સ્વભાવમાંથી ઉત્પન્ન થયા છે? તે શું સ્વભાવનું કાર્ય છે? તે પર્યાયમાંથી નીકળી જાય છે માટે તે શુભાશુભ ભાવો અને તે ભાવો મારાં તેવો જે મિથ્યાત્વભાવ તે ત્રણેયને અહીં પરમાત્મા અજીવ કહે છે. ત્રણલોકના નાથ વીતરાગી જિનેશ્વર કહે છે કેવસ્તુષ્ટિએ અર્થાત્ સ્વભાવ અપેક્ષાએ જીવમાં નથી માટે તેને અજીવ કહે છે.
હવે આ જગત અજીવની ક્રિયાથી ધર્મ થાય તેમ માને છે. આ પંચ મહાવ્રત પાળ્યા તે અજીવ છે-રાગ છે. પેલા કહે–પંચ મહાવ્રત તે સંવર છે. અહીં કહે છે-એ તો અજીવ છે. વ્યવહાર રત્નત્રય માત્ર અજીવ છે. લોકો એમ કહે છે કે વ્યવહારથી નિશ્ચય થાય છે.. અર્થાત અજીવથી જીવ થાય. બાપુ! વીતરાગના માર્ગને બહુ ફેરફાર કર્યો છે. શું
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk