________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૭
૫૩ જીવદ્રવ્ય જે છે તે તો ચૈતન્ય આનંદકંદ પ્રભુ છે. તે શુદ્ધ પવિત્ર છે તો તેના પરિણામ થાય એ શુદ્ધ ને પવિત્ર થાય. આ જેટલા પર તરફના લક્ષવાળા જેટલા પરિણામ છે તે પછી વ્રતના હોય કે, દાનના હોય કે દયાના-ભક્તિ-પૂજાના હોય તે કોઈ જૈનધર્મ નથી–કેમકે તે તો રાગ છે.
ભાવપાહુડની ૮૩મી ગાથામાં એમ કહ્યું છે કે “લૌકિકજન તથા અન્યમતિ કહે છે કે-પૂજા આદિક શુભક્રિયા અને વ્રતક્રિયા સહિત છે તે જિનધર્મ છે. પરંતુ એવું નથી. જિનમતમાં જિન ભગવાને આ પ્રકારે કહ્યું છે કે પૂજા આદિકમાં અને વ્રત સહિત હોવું તે તો “પુણ્ય છે. અને મોહના ક્ષોભથી રહિત જે આત્માના પરિણામ તે ધર્મ છે.” અહીં બપોરે એમ કહ્યું કે-રાગનો કરનારો પર્યાયબુદ્ધિવાળો પોતે છે.
વસ્તુ સ્વભાવ જે છે-સમ્યગ્દર્શનનો વિષય જે ધ્રુવ ચૈતન્ય પરમાનંદ સ્વરૂપ ભગવાન છે. તે દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિએ ચૈતન્ય દ્રવ્યમાં પુણ્ય-પાપના ભાવ છે જ નહીં. આહા. હા! આવી વાતું છે.
એ વ્રત-ઉપવાસના વિકલ્પ જે ઉઠે છે તે બધા અજીવ છે-તેમ કહે છે. કારણ કે તે જીવમાંથી નીકળી જાય છે. વિકારી પરિણામ આત્માની ચીજ હોય તો તે નીકળે નહીં. માટે તે અજીવ છે. આગળ ૩૯માં કળશમાં આવશે “નિર્માળમેવસ્ય દિ પુનસ્ય' આહા.. હા! આ બધી ધરમની ગજબની ને આકરી વાતું છે ભાઈ ! - અજ્ઞાની માને છે કે-દયાનો ભાવ આવ્યો, દયા પાળી તો ધરમ થયો. અરે..પ્રભુ ! બાપા! તને ધર્મની ખબર નથી. વીતરાગમાર્ગની દયા તો તેને કહીએ-સ્વરૂપની દૃષ્ટિ કરે એટલે કે સ્વરૂપનો સ્વીકાર કરે-હું પૂર્ણાનંદનો નાથ છું, મારા સ્વરૂપમાં વિભાવ વિકલ્પ છે જ નહીં એવા સ્વભાવનો સ્વીકાર કરે તેણે પોતાના જીવની દયા પાળી છે. કેમકે જેવડો ને જેવો છે તેવડો ને તેવો જીવ તો કબુલ્યો તેનું નામ જીવની દયા અને તેનું નામ સમ્યગ્દર્શન છે.
અહીંયા એમ ચાલે છે કે-બહારથી આ દયા પાળો, વ્રત કરો, ભક્તિ કરો તો જાવ તમારું કલ્યાણ થઈ જશે. સંવત ૧૯૮૧માં ગઢડામાં વ્યાખ્યાન ચાલે ત્યારે મોટું ચોપાનિયું લખેલું આવ્યું. “દયા તે સુખની વેલડી, દયા તે સુખની ખાણ.” ભાઈ ! કઈ દયા? પરની દયા તો રાગ છે. રાગ છે તે તો આત્માની જાત નથી–તે તો અજીવ છે એમ અહીંયા કહે છે. અજીવથી જીવને લાભ થાય? ન થાય.
અહીંયા તો વસ્તુનો સ્વભાવ શું છે તે વિષય ચાલે છે. “કર્મ અચેતન પુદ્ગલ પિંડ છે, તે તો જીવ સ્વરૂપથી નિરાળા જ છે”. એક તો એવા છે કે જે જીવ સ્વરૂપથી નિરાળા કર્મ અચેતન છે. બીજા વિભાવ અશુદ્ધ છે પણ તે દેખતાં ચેતન જેવા દેખાય છે. એ કોણ? રાગ-દ્વેષ-મોહ. આહા. હા! ચાહે તો શુભરાગ હો કે ચાહે તો અશુભરાગ હો !
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk