________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮
કલશાકૃત ભાગ-૨ ધર્મી જીવ તે તો શુદ્ધ સ્વરૂપનો અનુભવશીલ છે. સમ્યગ્દષ્ટિ તો આવા છે. તે ભલે ગૃહસ્થાશ્રમમાં હો! પણ જે સમ્યગ્દષ્ટિ ધર્મી છે તે તો શુદ્ધ સ્વરૂપના અનુભવવાળા છે. ત્રિકાળી શુદ્ધ સ્વભાવની મૂર્તિના અનુભવ કરનારા છે. તેને અહીંયા સમકિતી કહ્યાં છે. તેને ધરમની શરૂઆતવાળો કહે છે.
“જે કોઈ શુદ્ધ સ્વરૂપનો અનુભવશીલ”, આહા.. હા! ભગવાન શુદ્ધ પવિત્ર છે. તે પુણ્ય-પાપના વિકલ્પ એટલે રાગથી ભિન્ન છે. શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવાનો જેનો સ્વભાવ થઈ ગયો છે. શું કહ્યું? સમકિતીનો અર્થાત્ ધર્મીજીવનો તો શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવાનો સ્વભાવ થઈ ગયો છે. તે વિભાવનો અનુભવ કરે તે (શુદ્ધ સ્વભાવના) અનુભવમાં નથી. હજુ તો આ ચોથા ગુણસ્થાનની વાત છે.
આહા ! પાંચમું ગુણસ્થાન-શ્રાવક કોને કહેવા તે તો ઝીણી વાતું છે. આ વાડાના શ્રાવક તે કોઈ શ્રાવક નથી કાંઈ ! કોથળામાં કાળી જીરી ભરી અને ઉપર નામ નાખ્યું સાકર. તેમ અંદર છે મિથ્યાત્વભાવ અને ઉપર નામ આપ્યું કે અમે શ્રાવક ને સાધુ છીએ.
ત્રિલોકીનાથ પરમેશ્વરનો પંથ એટલે વીતરાગ ધર્મ. આ જૈનધર્મની વ્યાખ્યા ચાલે છે. આહા.. હા! કહે છે-શુદ્ધ સ્વરૂપ જે ચૈતન્ય ત્રિકાળી તેને અનુસરીને, જેનો સ્વભાવ અનુભવશીલ થઈ ગયો છે તે ધર્મીએ હવે રાગને અનુસરવું છોડી દીધું છે.
કહે છે? “શુદ્ધ સ્વરૂપનો અનુભવશીલ છે જે જીવ”તેને “અમી” “અમી” એટલે આ વિભાવ પરિણામો છે ખરા પણ દૃષ્ટિગોચર નથી થતા. આવો ધર્માજીવ સમ્યગ્દષ્ટિ તે ધર્મની પહેલી શરૂઆતવાળો છે.
આહા.. હા! ચોથા ગુણસ્થાનવાળો જીવ અંતરમાં જુએ છે ત્યારે તેને પુણ્યપાપના ભાવ દેખાતા નથી. કેમ કે ત્યાં એકલો શુદ્ધાત્મા દેખાય છે. અરે..! આવી વાતું હવે ! કેટલાકે તો જિંદગીમાં સાંભળી નહીં હોય! તેને એમ થાય કે-આવો માર્ગ હશે? શું થાય ભાઈ ! અનંત તીર્થકરો, અનંત સંતો આ કહેતા આવ્યા છે. તીર્થકર ભગવાન મહાવિદેહમાં બિરાજે છે તે આ કહે છે. અને ભાવિના તીર્થકરો આ કહેશે સમજાણું કાંઈ?
આહા... હા ! “અમી' કહ્યું ને? અનુભવશીલ જીવ તેને આ વિભાવ પરિણામો તે દૃષ્ટિગોચર થતા નથી. આ ભાવો છે તો ખરા પણ આમ જ્યાં સ્વરૂપની દૃષ્ટિ કરીને અનુભવવા જાય છે ત્યાં એ રાગ ને દ્વેષ, પુણ્યના ભાવો દેખાતા નથી-કેમકે તે પર છે. કહો ! આવી વાતું છે. તેમણે કયાંય સાંભળ્યું ન હોય! અરે! આ વાત હતી જ કયાં? ભાઈ ! આવો વીતરાગમાર્ગ તેને સાંભળવા મળે નહીં એ કયાં જશે? કઈ બાજુ જાશે?
શ્રોતા - પર્યાયમાં જે આ વિકારીભાવો જાણવામાં આવે છે ત્યાં તો ખરેખર જ્ઞાનની પર્યાય જણાય છે?
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk