________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૨
કલશાકૃત ભાગ-૨ નહીં. આમાં પર્યાયની સ્વતંત્રતા સિદ્ધ થઈ. જ્યારે અહીંયા તો દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિ સિદ્ધ કરવી છે. આહા... હા! આવો ઝીણો માર્ગ બહુ ભાઈ ! અરે ! વીતરાગના માર્ગની ખબર નથી.
અહીંયા તો કહે છે-પરની દયાનો ભાવ, પરને ન મારવાનો એવો ભાવ, સત્ય બોલવું એવો ભાવ, વ્રતના પરિણામ આદિ ભાવ બધા અજીવ છે. કેમકે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા એ તો સ્વભાવનો પિંડ પ્રભુ છે. એ તો પહેલાં કહ્યું ને! પુસ: આત્મા-પુરુષ. શુદ્ધ ચૈતન્ય દ્રવ્યથી વિકારી ભાવો ભિન્ન છે.
આહા.. હા ! પર્યાયમાં થતાં પુણ્ય-પાપ, દયા-દાન-ભક્તિના તેમ જ કામ-ક્રોધના ભાવ તે તેની પર્યાયમાં પર્યાયબુદ્ધિવાળાને કર્તવ્ય છે. તે પરિણામ કાંઈ પુદ્ગલથી થયાં નથી. એ તો પર્યાયની તે સમયની સ્વતંત્રતાથી થયા છે. પરંતુ ત્યાં દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિ છોડી દઈને, પર્યાયમાં થાય છે એવી સિદ્ધિ કરી છે. એ જીવ જ પોતાના ચૈતન્ય શુદ્ધ સ્વભાવના અજ્ઞાનથી પર્યાયમાં પોતે વિકૃતિ કરે છે. એ વિકારભાવ પોતાનો છે. આ વાત પર્યાયબુદ્ધિને સિદ્ધ કરવા માટેની છે. અહીંયા તો જે ચેતન દ્રવ્ય વસ્તુ સ્વભાવ છે, જે સમ્યગ્દર્શનનો વિષય છે, જે સદા જ્ઞાયક સ્વરૂપ ભગવાન છે, જે જિન સ્વરૂપ પ્રભુ છે તે આત્માને સ્વભાવની દૃષ્ટિએ જોતાં; આ જે વ્રત-ભક્તિના પરિણામ ઉઠે છે તે બધા પુદ્ગલના-અજીવના છે, તે આત્માના નહીં. એક બાજુ પેલી અપેક્ષાએ તે વાત અને એક બાજુ આ વાત! ભગવાનનો માર્ગ સ્યાદ્વાદરૂપ અનેકાંત સ્વરૂપ છે. અહીંયા તો જીવ વસ્તુનું જેમ સ્વરૂપ છે તેમ સિદ્ધ કર્યું છે.
અહીંયા તો જે જીવદ્રવ્ય વસ્તુ છે તેને સિદ્ધ કરવી છે. અને ત્યાં તો પર્યાયમાં વિકૃતભાવ એ પછી શુભ હો કે અશુભ જોગ તે રાગ પર્યાયનું કર્તવ્ય છે, એ પુદ્ગલનું કર્તવ્ય નથી. આ રીતે સિદ્ધ કરીને ત્યાં અજ્ઞાની જીવ એકલો વિકારી પર્યાયનો કર્તા છે એમ સિદ્ધ કર્યું. અજ્ઞાની પર્યાયબુદ્ધિવાળો પુણ્ય-પાપના ભાવનો કર્તા થાય છે. સમજાણું કાંઈ? આવી વાતનો હવે કયાં મેળ કરવો ?
વસ્તુ પોતે જે છે એ તો ચૈતન્યઘન-આનંદકંદ પ્રભુ છે. આવા આત્માનું જેને ભાન નથી, આવા સ્વભાવભાવની જે સન્મુખ નથી તે જીવ પર્યાયબુદ્ધિવાળો છે. તે પર્યાયબુદ્ધિવાળો પર્યાયમાં રાગનો કર્તા છે–તેથી તે મિથ્યાષ્ટિ છે. જેને ત્રિકાળી સ્વભાવની દષ્ટિ નથી એટલે કે જેને સમ્યગ્દર્શન કહીએ એ પર્યાયદેષ્ટિવાળાને ત્રિકાળી વસ્તુનો આશ્રય તો છે નહીં. તે એકલી પર્યાયના જ અસ્તિત્વને સ્વીકારે છે. તેથી તેની પર્યાયમાં જેટલા દયા-દાન-ક્રોધાદિના વિકાર થાય તે બધા પર્યાય બુદ્ધિવાળાએ કર્યા છે. સમજાણું કાંઈ ? આવી વાતો હવે!! બપોરે કાંઈ આવે. સવારે કાંઈ આવે.! ભાઈ! કઈ અપેક્ષાથી કથન છે તે સમજવું જોઈએ. અત્યારે તો જીવના ત્રિકાળી દ્રવ્ય સ્વભાવની વ્યાખ્યા ચાલે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk