________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪
કલશામૃત ભાગ-૨ માળા ફેરવો એવો જે શુભોપયોગ તે મિથ્યાત્વભાવ છે. તે બધું અજીવ છે. અરે.. રે! આવી વાતું.
શ્રોતા - એ રાગતો નીકળી જાય છે.
ઉત્તર:- નીકળી જાય છે. રાગ ચેતનમાં છે જ કયાં! એ તો પર્યાય બુદ્ધિવાળો પર્યાયમાં પર્યાયનો કર્તા છે એટલું સિદ્ધ કર્યું છે. જ્યારે અહીંયા દ્રવ્યબુદ્ધિને સિદ્ધ કરતા ભગવાન શાયક ચૈતન્ય જ્યોત નિર્મળાનંદ પ્રભુ જે સમ્યગ્દર્શનનો વિષય ધ્યેય છે એ ચીજમાં પુણ્ય-પાપના ભાવો અજીવ તરીકે છે, જીવ તરીકે નહીં.
અહીંયા બે પ્રકારના અજીવ વર્ણવ્યા છે. બાપુ! જરા ઝીણી વાત છે. (૧) શરીર, સંહનન, સંસ્થાન, કર્મ, વર્ણ, ગંધ, સ્પર્શ, રસ તે અજીવ છે. અહીંયા અંદરમાં થતાં પુણ્ય-પાપ-દયાદાન-વ્રત ભક્તિ આદિના ભાવ રાગ છે. તે રાગમાં આત્માના ચૈતન્યનો અંશ નથી. ભગવાન આત્મા જ્ઞાનમૂર્તિ ચૈતન્યસ્વરૂપ છે તેનું કોઈ કિરણ રાગમાં નથી. જ્ઞાનના અંશનો રાગમાં અભાવ છે, તેથી વ્રત-ભક્તિ-પૂજા આદિના ભાવોને અજીવ કહ્યાં છે.
પ્રશ્ન:- તે ચેતનની જાત નથી ને? | ઉત્તર- હા, તે ચેતનની જાત નથી. તેને તું ધર્મ તરીકે માને, લાભદાયક માને એ તો મિથ્યાત્વનો પોષક ભાવ છે–તે માન્યતા મહામિથ્યાત્વને પોષે છે. આકરી વાત છે ભાઈ ! અત્યારે જે ચાલે છે તેની સામે આકરી વાત લાગે; પરંતુ આ પરમાત્માનો પોકાર છે. શ્રી જિનેશ્વરદેવ વીતરાગી કેવળજ્ઞાની પરમાત્મા; એક સમયમાં ત્રણકાળ-ત્રણલોકને દેખે છે તે પરમેશ્વરની આ આજ્ઞા ને હુકમ છે.
આહા. હા ! પ્રભુ! તું એકવાર સાંભળ તો ખરો ! તારી ચીજ જે આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ છે તેમાં પુણ્ય-પાપના ભાવ દુઃખરૂપ છે અને ભગવાન આત્મા તો આનંદરૂપ છે. આનંદરૂપ ભાવને જીવ કહીએ. અને દુઃખરૂપ ભાવને અજીવ કહીએ. સમજાણું કાંઈ ?
એવા જે રાગ-દ્વેષ-મોહરૂપ જીવ સંબંધી પરિણામો તેઓ પણ શુદ્ધ જીવ સ્વરૂપને અનુભવતાં જીવ સ્વરૂપથી ભિન્ન છે.” જે એ રાગ-દ્વેષ છે તે છે તો જીવ સંબંધી પર્યાય એમ કહે છે. તોપણ શુદ્ધ સ્વરૂપને અનુભવતાં તે જીવ સ્વરૂપથી ભિન્ન છે. આહા. હા! વર્તમાન જ્ઞાનની દશાને ધ્રુવ તરફ વાળતાં એકલો શુદ્ધાત્મા છે તે જણાય છે, તેમાં પુણ્ય ને પાપ ભેગા અનુભવમાં આવતા નથી તેમ કહે છે. આવી વાતો હવે ! પછી લોકો સોનગઢના નામે કહે કે એકાંત છે. એકાંત છે, વ્યવહારનો લોપ કરે છે. વાત સાચી છે બાપા!
બાપુ! એને ખબર નથી. અરે! ચૈતન્ય ભગવાન આનંદનો નાથ પ્રભુ! તેના
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk