________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬
કલશાકૃત ભાગ-૨ શાશ્વત છે. તેની અવસ્થાઓ બદલાય છે. વસ્તુ તો અંદરમાં શાશ્વત છે. તેને કોઈએ કરી નથી, તેમ કોઈથી તે થઈ નથી. વસ્તુ અનાદિથી શાશ્વત શુદ્ધ ચૈતન્યઘન છે.
હવે જે રીતે અનુભવ થાય છે તે જ કહે છે.” વિષ્ણુશિિરવર્તે સનમ ગપિ સહાય વિદાય” જ્ઞાનગુણથી શૂન્ય એવાં સમસ્ત દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મોને મૂળથી છોડીને.” - આત્માનો અંદર જે જ્ઞાનસ્વભાવ છે તે કાયમી છે. આ શાસ્ત્રજ્ઞાન તે જ્ઞાન નહીં. આ વકિલાતનું અને ડોકટરનું જ્ઞાન તે બધું કુશાન છે. આ બધા જ્ઞાનો પરાલંબી છે તેથી આત્માનું જ્ઞાન નહીં. અંદર જ્ઞાનસ્વરૂપ-પ્રજ્ઞાસ્વરૂપ આત્મા છે તે જ્ઞાન ચિબિંબ છે
અહીં જિનેશ્વરદેવ એમ ફરમાવે છે કે “વિષ્ણુશિિરવ” (૧) “દ્રવ્યકર્મ” એટલે જડકર્મ તેમાં જ્ઞાનનો અંશ નથી. (૨) “ભાવકર્મ” એટલે પુણ્ય-પાપના પરિણામ. (૩) “નોકર્મ” એટલે શરીર, મન, વાણી.
પાપના પરિણામ જેવા કે-હિંસા-જૂઠ-ચોરી-વિષયભોગ-વાસના-કામ-ક્રોધના પરિણામ તે જ્ઞાનસ્વભાવથી શૂન્ય છે. તેમાં જ્ઞાનનો અંશ નથી તે તો અંધકાર છે. આહા. હા! તે ચિશક્તિથી રિક્ત એટલે ખાલી છે. જ્ઞાનસ્વરૂપ ભગવાન શુભાશુભભાવોથી રહિત છે.
આહા.... હા! આ અજીવનો અધિકાર છે ને? પાંચ મહાવ્રતના પરિણામ તે અજીવ છે-તે વિકલ્પ છે તે રાગ છે. અરે કેમ બેસે! રાંકો કરીને માન્યો, કોઈ દિ' આત્માને જોયો નહીં.
આહા. હા! ચૈતન્ય પ્રકાશના નૂરનું પૂર પ્રભુ આત્મા છે. એવો જે ભગવાન આત્મા તેનાથી આ પુણ્ય ને પાપના ભાવ ભિન્ન છે. ચૈતન્યના સ્વભાવથી આ પુણ્યપાપના ભાવો ખાલી છે માટે તેને અજીવ કહીએ છીએ. અને અજીવથી જીવ-આત્મા ભિન્ન છે. નોકર્મ એટલે શરીર-મન-વાણી તેમાં જ્ઞાન શક્તિ નથી. તેને “ક્ષીય વિદાય” મૂળથી છોડીને”, આહા.. હા! શુભ-અશુભ ભાવોથી જ્ઞાનસ્વભાવચૈતન્યસ્વભાવ ખાલી છે-રહિત છે. માટે તે ભાવોને દૃષ્ટિમાંથી એટલે મૂળથી છોડી દે! લ્યો! આવો મારગ છે. હજુ તો પકડવુંય કઠણ પડે.
શ્રી જિનેશ્વર-પરમેશ્વરદેવ કેવળજ્ઞાની ભગવાનના જ્ઞાનમાં જેવું આવ્યું છે તેવું તેમણે બતાવ્યું છે. ભાઈ ! જે જીવ છે તે તો ચૈતન્ય સ્વભાવથી ભરેલો પદાર્થ છે. અને આ દયા.. દાન.. વ્રત.. ભક્તિ આદિ પરિણામ તે બધા ચૈતન્ય શક્તિ અર્થાત્ ગુણથી રહિત છે. તેમાં ચૈતન્યનો સ્વભાવ નથી-કેમકે તે રાગભાવ છે. એ પોતે આંધળા છે, તે નથી પોતાને જાણતાં કે નથી જાણતાં જોડે રહેલ ચૈતન્યસ્વરૂપને, રાગ અને જે ક્રિયા છે તે બધું
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk