________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૮
કલશામૃત ભાગ-૨
છે તે. ભગવાનને હોઠ બંધ હોય, કંઠ હાલે નહીં, આખા શરીરેથી ઓર્... એવો અવાજ આવે. શ્રી બનારસીદાસ બનારસી વિલાસમાં લખે છે...
66
‘મુખ ઓમકા૨ ધ્વનિ સુણી અર્થ ગણધર વિચારે,
રચી આગમ ઉપદેશ ભવિકજીવ સંશય નિવારે. ”
શ્રી દિગમ્બર સંતોએ આગમની રચના કરી છે તેને સાંભળીને ભવિકજીવ સંશય નિવારે છે. મિથ્યાત્વને ટાળીને સમ્યક્ત્વને પામે છે. આ રીતે જિનવાણી માતા છે તેના ભાવોમાં વીતરાગતા ભરેલી છે. શ્રીમદ્ઘમાં આવે છે...
‘વચનામૃત વીતરાગના ૫૨મ શાંત ૨સ મૂળ, ઔષધ જે ભવરોગના કાયરને પ્રતિકૂળ. ”
,
k
66
ગુણવંતા ૨ે જ્ઞાની અમૃત વરસ્યા રે પંચમ કાળમાં. ”
આહા.. હા ! જિનની વાણી કાયરને પ્રતિકૂળ છે. તે ૫૨મ શાંત વીતરાગી દશા બતાવનાર છે. અહીં કહે છે-ચૈતન્યની જાત તો જ્ઞાન ને આનંદ છે.. અને પુણ્ય-પાપ તે તો કર્મની જાત છે. એક બાજુ ગામ તેમાં વિકાર આદિ બધું આવી ગયું. અને એક બાજુ આતમરામ છે. આહા ! આવો ઉપદેશ તેમાં સમજવું શું ? ભાઈ ! તેં વીતરાગનો સાચો ધર્મ કદી સાંભળ્યો નથી. આહા.. હા ! જિંદગી ચાલી જાય છે. આખું મિંચાઈ જશે અને ચાલ્યો જઈશ બાપા ! ત્યાં કોઈ શ૨ણ નથી. શ૨ણ અંદર એક આત્મા છે. તેને તો તેં જોયો જાણ્યો નથી બહા૨માં રખડુ થઈને રખડી મર્યો છે.
“ તેમાં કોઈ કર્મ ઉપાદેય નથી.” ચાહે તો તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ પણ હેય છે-કેમકે તે કર્મની જાત છે. કોઈ રાગની ક્રિયા કે શરીરની ક્રિયા આદરણીય નથી.
આગળ આવ્યું હતું કે–“ સર્વોત્કૃષ્ટ છે, ઉપાદેય છે, ” તેની સામે અહીંયા એમ કહ્યું કેઉપાદેય નથી. એટલે હેય છે.
દ
વળી અનુભવ જે રીતે થાય છે તે કહે છે. ” વિઘ્ધત્તિમાત્રમ્ સ્વ = તરન્ અવાઘ ” જ્ઞાનગુણ તે જ સ્વરૂપ જેનું એવા પોતાને પ્રત્યક્ષપણે આસ્વાદીને.”
આત્મા જ્ઞાનસ્વરૂપ છે. ઉત્કૃષ્ટ વસ્તુ ધ્યેય તેને લક્ષમાં લઈ પર્યાયમાં તેનો અનુભવ થાય તે સર્વોત્કૃષ્ટ ચીજ છે.. તેનું નામ ધર્મ એટલે સમ્યગ્દર્શન-જ્ઞાન કહેવામાં આવે છે. અંતર જાણક... જાણક... જાણક... જાણક સ્વભાવ એ ચૈતન્યશક્તિ તે આત્મા. જ્ઞાનસ્વભાવ જે જાણવું... જાણવું... જાણવું... જાણવું.. તે ત્રિકાળી સ્વભાવ છે. જેમ સાકરનો ગળપણ સ્વભાવ છે, મીઠાનો ખારાશ સ્વભાવ છે તેમ ભગવાન આત્માનો ત્રિકાળી જ્ઞાનસ્વભાવ જાણવાનો છે.
હવે કહે છે–જ્ઞાનસ્વરૂપ કહીને જ્ઞાન આનંદાદિ આખો આત્મા બતાવ્યો. જ્ઞાન આનંદાદિ એવા સ્વને અવગાહીને.. એટલે જ્ઞાનસ્વરૂપ આત્માનો વર્તમાનમાં પ્રત્યક્ષપણે
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk