________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૬
૪૭
ચેતનસ્વરૂપ વડે જણાય છે. માટે રાગ તે જડ અને અજીવ છે માટે તેને છોડીને તું અંદ૨માં જા ! ગાયુ છે તે ઘાસને ઉપર ઉપરથી ખાય અને મૂળિયાં નીચે રાખે. જ્યારે ગધેડા ઘાસને મૂળમાંથી ખેંચીને ખાય. તેમ અહીંયા કહે છે-જેમ ગધેડા ઘાસને મૂળમાંથી ખેંચીને ખાય તેમ જ્ઞાનીઓ રાગને મૂળમાંથી છોડી દ્યે છે. તેની ગંધ અંદ૨માં ૨હેવા દેતા નથી. ચૈતન્યમૂર્તિ ભગવાન વસ્તુ જે છે અંદર તે રાગથી ભિન્ન છે, તેથી પુણ્ય-પાપના વિકલ્પને મૂળમાંથી એટલે દૃષ્ટિમાંથી છોડી ધે છે.
66
ભાવાર્થ આમ છે કે-જેટલી કોઈ કર્મ જાતિ છે તે સમસ્ત હેય છે. તેમાં કોઈ કર્મ ઉપાદેય નથી.” દયા, દાન, ભક્તિના ભાવ એ પણ કર્મની જાત છે અર્થાત્ કજાત છે.. તે ચૈતન્યની જાત નહીં. આહા.. હા ! સાંભળવુંય કઠણ પડે.. ! શું થાય બીજું ! મારગ તો આ છે તેને માનવો પડશે. અત્યારે આ વાત ચાલતી ન હોય એટલે આકરી પડે. કેટલાક કહે છે કે–સોનગઢે નવો ધર્મ કાઢયો છે. અરે ! ભગવાન ! આ તો ૫૨માત્માનો જે મારગ છે તે મારગ છે. આ મારગ અનાદિથી છે. અનંત તીર્થંકરો થયા તે બધા આ રીતે જ કહેતા. સીમંધર ભગવાન અત્યારે મહાવિદેહમાં બિરાજે છે. લાખો કેવળી
મનુષ્યપણે બિરાજે છે.. ત્યાં આ વાત આવે છે. સમજાણું કાંઈ ?
આહાહા..! બહારમાં મજા પડતી હોય, એમાંય પાંચ-પચ્ચીસ લાખની મૂડી હોય, બાયડી–છોકરાં ઠીક હોય, છોકરાંઓ સારા જાગ્યા હોય, તેણે ૫૨માં મજા માની અને આત્માની મજા-સુખ છે તેને મારી નાખ્યું છે. તેં તારી હિંસા કરી છે.
અજ્ઞાની ૫૨માં સુખ માને છે. શરીરમાં, બૈરીમાં, છોકરામાં, કુટુંબમાં, આબરૂમાં, પાપના પરિણામ અને પુણ્યના પરિણામમાં સુખ માને છે, આ મને ઠીક છે તેમ માને તે મિથ્યાર્દષ્ટિ છે. તેને જૈનધર્મ કોને કહેવો તેની ખબર નથી.
મુંબઈમાં રૂપિયાનો મોટો પથારો હોય અને પછી કરોડપતિ કહેવાય. એ પાપનો મોટો પથારો છે. ગોવામાં આપણા દશા શ્રીમાળી વાણિયા હતા. તેમની પાસે બે અબજ ને ચાલીશ કરોડ રૂપિયા હતા. પાંચ મિનિટમાં મરી ગયો. તે ગયો હશે ઢો૨માં તે
અંબાજીને માનતો હતો.
પ્રશ્ન:- દિવ્યધ્વનિને માતા કહે છે ને ?
ઉત્તરઃ- એ તો વીતરાગની વાણી છે તે અપેક્ષાએ માતા કહી છે. આ પરમાગમ મંદિરમાં કોતરાયેલી છે તે ભગવાનની વાણી છે. મહાવિદેહક્ષેત્રમાં ભગવાન ત્રિલોકનાથ ૫૨માત્મા બિરાજે છે. ત્યાં બે હજાર વર્ષ પહેલાં સં. ૪૯માં કુંદકુંદાચાર્ય ગયા હતા. ત્યાંથી આવીને આ બધા શાસ્ત્ર લખ્યાં છે. આ વાણી ભગવાનના ઘ૨ની છે.
જિનવાણી સ્તુતિમાં આવે છે ને ! “ નમો દેવી વાગેશ્વરી જૈનવાણી.” વાગેશ્વરી એટલે પેલા વાઘ ઉપર બેસે છે એ વાઘેશ્વરી નહીં. આ તો ઈશ્વરની વીતરાગી વાણી છૂટે
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk