________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૬
૪૫
વીતરાગ સર્વજ્ઞ ભગવાનના કેવળજ્ઞાનમાં આવ્યું છે કે–અનંતકાળે એકવાર મનુષ્યપણું મળે છે... તોપણ તેણે અનંતાભવ મનુષ્યના કર્યા. કેમકે દયા-દાન, વ્રતપૂજા-ભક્તિ એવું તેણે ઘણીવા૨ કર્યું. એ પુણ્યને લઈને સ્વર્ગમાં ગયો પણ તેને ધર્મ ન કર્યો.
પ્રભુ ! એ દેવમાં ગયો તો શું પાપ કરીને ગયો હશે ? આહા.. હા ! એ વ્રત-તપદયાદાન-ભક્તિ-પૂજા કર્યાં અને તેને લઈને સ્વર્ગમાં ગયો પણ આત્મા શું ચીજ છે તેનું જ્ઞાન ન કર્યું. એ દેવના ભવ જે કર્યાં તેનાથી અનંતગુણા તેણે તિર્યંચના ને નિગોદના ભવ કર્યા છે.
એક વેપા૨ી માણસને ચાર દુકાનો હતી. બાર મહિના થતાં તેને દુકાનમાં પાંચ લાખની ખોટ ગઈ. તો ચારે દુકાનમાં સ૨ખી ખોટ કે ઓછી વત્તી ખોટ ગઈ ? સૌથી વધારે ખોટ ઝવેરાતની દુકાનમાં ગઈ. પછી કાપડની દુકાનમાં ગઈ અને તેનાથી ઓછી ખોટ કપાસિયાની દુકાનમાં ગઈ. તેમ સર્વજ્ઞ ૫૨માત્મા કહે છે કે–અનંતકાળથી ચારગતિમાં રખડયો.. તેમાં સૌથી વધુ ખોટ એટલે સૌથી વધારે કઈ ગતિમાં રહ્યો ? એ નગ્ન દિગમ્બર મુનિ થયો પંચ મહાવ્રતનો પાળનાર, ચામડા ઉત૨ડીને ખા૨ છાંટે તોપણ ક્રોધ ન કરે છતાં તેને સમ્યગ્દર્શન નથી. આત્માનું જ્ઞાન, આત્માનું દર્શન શું છે તેની તેને ખબર નથી. તેથી અહીં આત્માને સર્વોત્કૃષ્ટ અને મહાપ્રભુ કહે છે. આત્માને દૃષ્ટિમાં લે ! તેને ધ્યાનમાં ધ્યેય બનાવ ! તેને જ્ઞાનમાં શેય બનાવ !
અરે ! આવી વાત હવે ! એક તો વાણીયા નવરા ન હોય, બિચારા આખો દિવસ બાયડી, છોકરાં ને ધંધામાં. વીસ-બાવીસ કલાકમાંથી છ-સાત કલાક ઉંઘમાં જાય, છ– આઠ કલાક ધંધામાં એટલે પાપમાં જાય અને બે-ચાર કલાક બાયડી-છોકરાવને સાંચવવામાં અને ભોગમાં જાય. હવે પાછળ કલાક બે કલાક ૨હે તેમાં ધર્મ તો નથી
કરતો પણ તેને પુણ્યના ઠેકાણાં નથી. અને કદાચિત્ પુણ્ય કરે તો દેવ થાય કાં ધૂળનાપૈસાના ધણી થાય.. પછી મરીને નરક ને ઢો૨માં જાય. સમજાણું કાંઈ ?
આહા.. હા ! આવો આદિ અંત વિનાનો સર્વોત્કૃષ્ટ અકર્તા પ્રભુ છે. તેનો ઈશ્વર કે બીજો કોઈ કર્તા નથી. અનાદિથી તારી ચીજ ધ્રુવ નિત્યાનંદ પ્રભુ સર્વોત્કૃષ્ટ છે અને તે જ ઉપાદેય છે. એ સિવાય આ શુભાશુભભાવો આવે પણ તે આદરણીય નથી. સમજાણું કાંઈ ? વળી કેવો છે ? “ વારું ” સુખસ્વરૂપ છે. વળી કેવો છે ? ‘ પરમ્ ’ શુદ્ધ સ્વરૂપ છે. વળી કેવો છે? “ અનન્તમ્” શાશ્વત છે.”
''
66
જેમ સકરકંદ મીઠાશનો પિંડ છે તેમ આ ભગવાન આત્મા અંદર સુખસ્વરૂપ છે, અંદર આનંદસ્વરૂપ છે. ભગવાન આત્મા એટલે.. આ આત્મા. અરિહંત ભગવાન તો ભગવાન થઈ ગયા તેમને તો સુખ પ્રગટી ગયું. અહીં તો પુણ્ય-પાપ ને રાગથી ભિન્ન પવિત્ર સુખસ્વરૂપ ભગવાન આત્મા તે શાશ્વત વસ્તુ છે. આ વસ્તુ છે તે તો નિત્ય
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk