________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૩
કલશ-૩૬ છે. ટોપરાપાક કરતાં તે લાલ છાલને ઘસી નાખે છે. લાલ છાલ જુદી છે. લાલ છાલની પાછળ ધોળો ગોળો શ્રીફળ જુદો છે. તેમ આ શરીર છે તે છાલા છે. અંદર આ કર્મ છે જડ તે કાચલી છે. તે કાંઈ આત્મા નથી. હવે કર્મના લક્ષે થતાં પુણ્ય-પાપ, દયા-દાન, વ્રતભક્તિ, કામ-ક્રોધના ભાવ થાય તે બધા કર્મ કોરની લાલ છાલ છે. એ પુણ્ય-પાપની લાલ છાલ પાછળ અંદર ભગવાન આત્મા જે છે તે અતીન્દ્રિય આનંદનો કંદ છે. તેના ઉપર નજર કરી અને આ બધા વિકલ્પો છે તેનાથી નજર છોડી દે! જો તારે આત્માની પ્રાપ્તિ અને સમ્યગ્દર્શન કરવું હોય તો !! બાકી તો આ બધું તું અનાદિથી કરે છે. અને તેથી રખડે છે. તેમાં કાંઈ ભવનો અંત આવે એવું નથી. સમજાણું કાંઈ?
કેવો છે અનુભવ યોગ્ય આત્મા? “વિશ્વસ્ય સાક્ષાત પરિવરન્ત” સમસ્ત રૈલોક્યમાં સર્વોત્કૃષ્ટ છે, ઉપાદેય છે (સાક્ષાત્ ) એવો જ છે, વધારીને નથી કહેતા.”
શ્રી સમયસાર ૧૪૪ ગાથામાં ઉપર “તરન્તિ' તેમ શબ્દ છે. અહીંયા “હરિ વરન્ત' તેમ શબ્દ છે. એમાં આટલો ફેર છે. (૧) ૧૪૪માં વિશ્વ ઉપર તરે છે–એટલે જુદો દેખાય છે. પુષ્ય ને પાપ આદિ રાગ અને શરીર, કર્મ, વાણી તેનાથી જુદો તરે છે. (૨) અહીંયા રૈલોકયમાં “પરિવરન્ત” આમ ઉપર રહે છે તેનું સર્વોત્કૃષ્ટપણું છે. ભગવાન રાગથી પણ ભિન્ન છે તેવો સમ્યગ્દર્શનનો વિષય છે. જે રાગના વિકલ્પથી ભિન્ન રહેનારી વસ્તુ છે તે સર્વોત્કૃષ્ટ છે–તે ઉપાદેય છે, તે દૃષ્ટિમાં આદરવા લાયક છે. વર્તમાન પર્યાય અને રાગાદિ તે આદરવા લાયક નથી. એમ કહે છે. માથું ફરી જાય એવું આ છે.
બહારમાં પૈસા ને બાયડી, છોકરાં, ધૂળ-ધમાહા એમાં બિચારો વીસ-વીસ કલાક ગૂંચવાઈ ગયો. કલાક બે કલાક મળે અને સાંભળવા જાય ત્યાં તેનો કલાક કુગુરુ લૂંટી ત્યે. તેને કહે કે-વ્રત કરો.. અપવાસ કરો તો તમારું કલ્યાણ થઈ જશે. આ લોકો કહેભગવાનની ભક્તિ કરો અને મંદિર બંધાવો તમારું કલ્યાણ થઈ જશે, તે બન્ને જૂઠા છે. વીતરાગ માર્ગમાં એ નથી. સમજાણું કાંઈ?
આ પરમેશ્વરનો માર્ગ છે. પોતે પરમેશ્વર જીવદ્રવ્ય છે તેને તારી દશાથી તું અનુભવ. તેને જ્ઞાનદશાથી અંદર જોતાં એ ઉત્કૃષ્ટ વસ્તુ છે, તેના જેવી જગતમાં બીજી ચીજ કયાંય છે નહીં. અનાદિ અનંત નિત્ય પ્રભુ જે છે તે ધ્રુવ આનંદ સ્વરૂપ છે-તે સર્વોત્કૃષ્ટ છે અને તે જ ઉપાદેય છે. ધર્મીને તે આત્મા આદર કરવા લાયક છે. બાકી આ પુણ્યપાપના ભાવ થાય તે દુઃખરૂપ ને હેય છે એમ જ્ઞાની જાણે છે.
અહીં કહે છે-“વધારીને નથી કહેતા'. બહારમાં તો પાંચ લાખની મૂડી હોય અને લોકો પચ્ચીસ લાખ કહે. બહારમાં આબરૂ હોય એટલે ના પણ ન પાડે. તેને એમ થાય કે આપણી આબરૂ તો વધે છે ને ? એ જાણે છે કે આપણી પાસે પાંચ લાખ છે અને લોકો પચ્ચીસ લાખ કહે છે. પચાસ લાખ કહે છે... ત્યાં મૌન રહીને રાજી.. રાજી થાય. ત્યાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk