________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨
કલશામૃત ભાગ-૨ જે સર્વજ્ઞ ભગવાને જીવને જોયો છે તે ભગવાનનું આ વાકય છે. તેને વીતરાગી સંતો જગત સમક્ષ જાહેર કરે છે. તેઓ કહે છે–ભાઈ ! તારે જો આત્મા પ્રાપ્ત કરવો હોય... એટલે કે ધર્મ કરવો હોય... તો આત્મા જે જીવદ્રવ્ય વસ્તુ છે, જે અતીન્દ્રિય આનંદનો પિંડ પ્રભુ છે, તેને અતીન્દ્રિય આનંદની પરિણતીથી અનુભવ કર. જે જ્ઞાયકભાવ આનંદથી ભરેલો છે તેનો-પોતામાં પોતાનો અનુભવ કર એમ કહે છે. “પોતામાં ” એટલે જ્ઞાનાનંદ સ્વભાવમાં “પોતાને નિરંતર અનુભવો,” અર્થાત્ અતીન્દ્રિય આનંદની પરિણતિથી તેનો અનુભવ કર. રાગથી ભિન્ન પડેલી નિર્મળ પરિણતિથી પ્રાપ્ત થાય તેવો છે. ઝીણી વાત છે બાપુ! અત્યારે ચાલે છે તેનાથી આ જુદી જાતનો મારગ છે.
પૂર્ણ આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે તે સમ્યગ્દર્શનનો વિષય છે. તેને તું નિરંતર અનુભવ. એકલી જે ચીજ છે તેને અનુસરીને આનંદના વેદનમાં જા..! તને આત્માની પ્રાપ્તિ થશે. આ તો હજુ ધર્મની પહેલી દશાની વાત છે. ચારિત્ર તો હજુ કયાંય રહ્યું. ચારિત્ર કોને કહેવું તે હજુ લોકોને ખબર નથી.
સકરકંદનો દાખલો તો આપણે વારંવાર આપીએ છીએ. આ શકરિયું જે છે તેની ઉપરની લાલ છાલને ન જુઓ તો.. અંદરમાં એકલો સકરનો પિંડ-મીઠાશનો પિંડ ભર્યો છે. એ સાકરની મીઠાશનું દળ જે છે તે લાલ છાલથી ભિન્ન છે. તેમ આ ભગવાન આત્મા દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ.. વિકલ્પ તે છાલ છે. એ છાલની પાછળ અતીન્દ્રિય આનંદનો કંદ પડ્યો છે. જેમ પેલો સકરકંદ છે તેમ આ અતીન્દ્રિય આનંદનો કંદ છે. તેને તું અતીન્દ્રિય આનંદની દશા દ્વારા અનુભવ. તું તેનું ધ્યાન કર! ધ્યાનમાં ત્રિકાળી ચીજને વિષય બનાવ.. તો તને આત્મા પ્રાપ્ત થશે અર્થાત્ સમ્યગ્દર્શન થશે.
આહા..! અત્યારે તો એમ કહે છે-દયા, દાન, વ્રત, ભક્તિ કરો તો કલ્યાણ થશે. ભાઈ ! મારગ બહુ ઝીણો છે. અનંત કાળ પરિભ્રમણ કરતાં-કરતાં ગયો. એ દુઃખી છે તેની તેને ખબર નથી. રાગ ને વૈષના પરિણામ શુભ કે અશુભ તે બધા દુઃખરૂપ છે. ભગવાન આત્મા એ દુઃખની દશાથી અંદર ભિન્ન છે.
આ તો વસ્તુ જ એવી છે, અમે શું કરીએ! સર્વજ્ઞ જિનેશ્વરદેવનો હુકમ છે-આજ્ઞા છે. પ્રભુ! તું જીવદ્રવ્ય છો ને? તું જીવ વસ્તુ છોને? તેમાં આ પુણ્ય ને પાપના વિકલ્પો, શુભાશુભ આદિ રાગની ક્રિયાઓ છે તે તારા આત્મામાં નથી–તે તો અજીવ છે.
‘નયત' તેની વ્યાખ્યા કરી નિરંતર. ત્રિકાળી વસ્તુને તારી જ્ઞાનની દશામાં, ધ્યાનમાં ધ્યેય બનાવ. આહા! તેનો નિરંતર અનુભવ કર! તેને નિરંતર દેખ! તેને નિરંતર જાણ ! તેનું નામ આત્મજ્ઞાન અને સમ્યગ્દર્શન કહેવાય છે. - નાળિયેરનો દાખલો તો આપીએ છીએ. નાળિયેરમાં ઉપરના છાલાં તે જુદી ચીજ છે. અને કાચલી જુદી ચીજ છે. અને કાચલી કોરની લાલ છાલ જે રાતડ છે તે જુદી ચીજ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk