________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૬
૪૯ આસ્વાદ લઈને. જ્ઞાનનો સ્વાદ એટલે અતીન્દ્રિય આનંદનો સ્વાદ તેનું નામ સમ્યગ્દર્શન અને તેનું નામ અનુભવ છે. “સ્વં પુરતમ અવધિ” આ ત્રણના અર્થ. “સ્વ” એટલે ભગવાન જ્ઞાનસ્વરૂપી, અતીન્દ્રિય આનંદસ્વરૂપી છે. તેનો “પુcતરમ્ સવા ” અર્થાત્ પ્રત્યક્ષપણે સ્વાદ ત્યે તેનું નામ ધર્મ અને સમકિત છે. આવી વાતું! આમાં તો માથું ફરી જાય અને પેલું પોષા કરવા જાય વગેરે સહેલું સ હતું.
હવે તો જુવાનિયા પણ રસ લેવા માંડ્યા છે. સાંભળો તો ખરા બાપા! અહીં સામે પુસ્તક લઈને મોઢા આગળ બેસે છે. ભલે હજુ જ્ઞાન અવ્યક્તપણે છે પણ... આત્માની વાત સાંભળે તો ખરા ! તારા ઘરની વાત શું કહીએ નાથ ! તને તારા ઘરની ખબરું ન મળે અને ધર્મ થઈ જાય? અરે રે! સંસારના પરિભ્રમણથી ઉગરવાનો ભાવ તો આ છે. જ્ઞાનસ્વરૂપ આત્માને પ્રત્યક્ષપણે આસ્વાદો ! રાગનો અને પુણ્યનો સ્વાદ તો પ્રભુ તને અનાદિનો છે. એ તો દુઃખના સ્વાદ છે ભાઈ !
આહા.. હા! આવું કાંઈ ત્યાં સ્થાનકવાસીમાં કયાં સાંભળ્યું હતું? ત્યાં તો આ ક્રિયા કરો ને આ ક્રિયા કરો ! એકવીસ વરસે અમે પોતે એમ કહેતા-વ્રત કરો ને અપવાસ કરો; આ કરો ને તે કરો. શું કરવું? એ તો રાગ-વિકલ્પ છે.
લોકો કહે છે કે “દયા તે સુખની વેલડી... દયા તે સુખની ખાણ”. અહીં તો કહે છેપરની દયાનો ભાવ તે રાગ છે. વળી તે પરની દયા કરી શકતો નથી. કારણ કે-પરની ક્રિયા આત્મા કરી શકે નહીં. ભગવાનના માર્ગમાં તો આ છે. પરની દયા પાળવાનો ભાવ રાગ છે અને તે તારી હિંસા છે. ભગવાન ચિદાનંદ સ્વરૂપ આનંદકંદ છે તેના તરફ તેનું લક્ષ નથી તેનો વિશ્વાસ નથી એની એને પ્રતીતિ નથી.
ભાવાર્થ આમ છે કે-જેટલા વિભાવ પરિણામો છે તે બધાય જીવના નથી, શુદ્ધ ચૈતન્યમાત્ર જીવ છે એવો અનુભવ કર્તવ્ય છે.”
જેટલા વિકલ્પો ઉઠે રાગના તે બધા તારા નથી. શુદ્ધ ચૈતન્ય માત્ર જીવ છે તેવો અનુભવ કરવા લાયક છે તેનું નામ ધર્મ ને સમકિત છે.
T
T
)
22
O:
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk