________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦
કલશામૃત ભાગ-૨ અનંતગુણો મળેલાં એવા પોતામાં પોતાને એટલે આત્માની નિર્મળ પરિણતિમાં નિરંતર અનુભવો. પોતામાં પોતાને નિરંતર અનુભવવો.
‘ નયતુ’ છે તે ? તેના અર્થ બે ત્રણ કર્યાં છે. ધ્યાવવું, જાણવું, અનુભવવું એ અર્થ કર્યા છે. ‘પોતામાં પોતાને નિરંતર અનુભવો' એટલે આત્માની નિર્મળ પરિણતિમાં નિરંતર અનુભવો. આવો જે ભગવાન આત્મા છે તેને આ જે પુદ્ગલના વિકલ્પો છે તેનાથી ભિન્ન કરીને સ્વરૂપને અનુભવો. ‘નિરંતર ’ શબ્દ એમાં નાખ્યો એટલે કે–કોઈ કાળે પણ રાગથી લાભ થાય એમ ન અનુભવો. વ્યવહાર વચ્ચે આવે ખરો પણ વ્યવહા૨થી આત્માને ધર્મ થાય એમ નહીં. અંદરમાં ધ્રુવ ધ્યેયને ઉ૫૨ ૨ાખો.
“ કેવો છે અનુભવ યોગ્ય આત્મા ? વિશ્વસ્ય સાક્ષાત્ ઉપર વરાં ” સમસ્ત ત્રૈલોકયમાં સર્વોત્કૃષ્ટ છે, ઉપાદેય છે-એવો જ છે. ” એ તો સમસ્ત વિશ્વના વિકલ્પથી ભિન્ન પડેલો ભગવાન વિશ્વ ઉ૫૨ તરતો છે. આત્માને અંદ૨માં ૫૨થી ભિન્ન દેખે છે. વ્રત-નિયમ-તપ આદિના જેટલા પૌદ્ગલિક વિકલ્પો છે તેનાથી ભિન્ન ભગવાન વિશ્વ ઉ૫૨ તરે છે.. અને તે આત્માને રાગથી ભિન્ન પડેલો અનુભવે છે. સમજાણું કાંઈ ? આવી વાત હવે ! પછી માણસને એકાંત લાગે.
જગતને એમ લાગે કે-વ્યવહા૨ની વાત તો કરતા નથી. પણ, આ વ્યવહારની વાત નથી કરતા. વ્યવહાર આવે તે પુદ્ગલના પરિણામ છે-તે આત્મા નહીં. ધર્મીને કેવળજ્ઞાન ન હોય ત્યાં સુધી આવે ખરા પણ તે હૈય છે. આત્માના આશ્રયે અનુભવ હોવા છતાં અપૂર્ણતાને લઈને એવો શુભભાવ આવે.. પણ, તેને સાધક હેય જાણે છે–દુઃખરૂપ જાણે છે. તેને પુદ્ગલના પરિણામ જાણે છે. તેને જીવની જાતના જાણતાં નથી. સમજાણું કાંઈ ? આ વાત સાંભળે વાંચે તો ખરાં બાપુ ! અરે ! આવા ટાણા કે 'દિ મળશે ?
અત્યારે હિન્દુસ્તાનમાં પણ બધે ગરબડ ચાલે છે. તો પછી બહારની તો વાત જ શી કરવી ! પણ... અત્યારે ચારેકોર આ વાત ચાલે છે. ચૌદ લાખ પુસ્તકો અહીંથી અને છ લાખ પુસ્તકો જયપુરથી-એમ વીસ લાખ પુસ્તકો અહીંથી છપાઈ ગયા છે. અમેરીકા, લંડન અને નૈરોબીમાં પણ આ વાત ચાલે છે. આફ્રિકામાં તો અહીંયાનું એક મોટું મંડળ ચાલુ છે. મનુષ્યપણાના એક સમયની કિંમત છે. આ મનુષ્યપણું તે આત્માને પોતાને માટે છે. જો આ આત્માને ઓળખ્યો નહીં તો મનુષ્યપણું મળ્યું ન મળ્યાં બરોબર છે.
=
અહીંયા કહે છે :– અનુભવ કરવાને લાયક આત્મા કેવો છે ? “ સમસ્ત ત્રૈલોકયમાં સર્વોત્કૃષ્ટ છે; ઉપાદેય છે-એવો જ છે.” તે આત્મા શુદ્ધ ચેતનને જ ઉપાદેય માનનારો છે. તે આત્મા સર્વોત્કૃષ્ટ છે. પર્યાયમાં સર્વોત્કૃષ્ટ થાશે. અર્થકાર કહે છે–અમે વધારીને એટલે અતિશયોક્તિથી નથી કહેતા. જેવો છે તેવો કહે છે.
ભગવાન આત્મા પોતાના ચૈતન્ય સ્વરૂપનો જ્યાં અનુભવ કરે છે–તે તો રાગથી
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk