________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮
કલશામૃત ભાગ-૨ ભિન્ન રાખવા, આવું અનુભવવું તેનું નામ સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન કહેવામાં આવે છે. શ્રી નાટક સમયસારમાં બનારસીદાસનું પદ છે
“અનુભવ ચિંતામની રતન, અનુભવ છે રસકૂપ,
અનુભવ મારગ મોખકો, અનુભવ મોખ સરૂપ. ૧૮” એ અનુભવ પણ આવો હોં! શુદ્ધ ચેતનની સાથે અનંત ગુણથી મળેલું શુદ્ધ જીવદ્રવ્ય, તેની દૃષ્ટિ કરીને તેનો અનુભવ કરવો... એ અનુભવ રત્ન ચિંતામણી છે. તે અનુભવ આનંદનો કૂવો છે. અનુભવ અતીન્દ્રિય આનંદનો કૂવો છે. આ અનુભવ મોક્ષનો માર્ગ છે. આ વ્રત-તપના વિકલ્પો એ બધા પુદ્ગલના પરિણામ એ મોક્ષનો માર્ગ નહીં.
પ્રશ્ન:- આત્મા બીજાને જાણે છે માટે જ્ઞાયક છે કે સ્વયં શાયક છે?
ઉત્તરઃ- શાસ્ત્રમાં આવે છે ને? કે હું દેખનારો છું, દેખતા ને જ દેખું છું, દેખતા દ્વારા દેખું છું, સ્વયં દેખનારો-જાણનારો છું, બીજાને દેખનારો છું તેમ નહીં. હું સ્વયં દેખનારો છું. હું દેખનાર-જાણનાર સ્વભાવથી ભરપૂર છું. અગ્નિ બીજાને ઉષ્ણ કરે માટે ઉષ્ણ છે તેમ નહીં, સ્વયં ઉષ્ણતાથી ભરેલી અગ્નિ છે. બરફ પોતે સ્વયં ઠંડો છે, બીજાને ઠંડો કરે માટે બરફ ઠંડો છે એમ નહીં, બરફનો સ્વભાવ સ્વયં ઠંડો જ છે. તેમ બીજાને હું દેખું-જાણું માટે હું જાણનાર એમ નહીં, હું સ્વયં દેખનારો-જાણનારો છું. હું અનંત શક્તિથી ભરપૂર જાણનારો છું. વસ્તુ સ્વતઃ સિદ્ધ અનાદિ-અનંત છે. તેને કોઈએ બનાવી નથી, તે સ્વયં છે. જેમ જડ પદાર્થ સ્વયં છે, તેમ હું ચૈતન્ય સ્વયં સિદ્ધ વસ્તુ જાણનારો છું. તે જાણનારમાં બીજા અનંતાગુણો ભરેલા છે. તે જાણનાર એવો છે કે અનંતતાથી સ્વયં ભરેલો છે. તે સ્વયં જાણનારને જાણી લેવો. બીજાને જાણે દેખે માટે જાણનારો ને દેખનારો તેમ નહીં, સ્વયં જાણનારો-દેખનારો છે.
(સ્વાનુભૂતિ દર્શન-તત્ત્વચર્ચા નં. ૧૬૭)
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk