________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૫
૩૭ ન હોય, મમતા હોય, તત્ત્વની દૃષ્ટિની ખબર ન હોય, મિથ્યાત્વના પોષણ કર્યા હોય, ઉંધી દશાની આડોડાઈ બહુ સેવી હોય તેથી ઢોર-તિર્યંચમાં જશે. ગોમટસારમાં તેને આડોડાઈ કહે છે. કારણ કે માણસને ઉભા શરીર હોય, ગાય-ભેંસને આડા શરીર હોય એ બધી સમ્યગ્દર્શન વિના આડોડાઈ કરી છે. માટે શરીર આડા થઈ જશે. બાપુ.! આવા.. અવતાર કર્યા છે.
અરે! દિગમ્બર સાધુ થઈને નવમી રૈવેયકે ગયો પણ મિથ્યાત્વ ન ટળ્યું. જે મિથ્યાત્વ મહાપાપ ને મહાસંસાર છે. મિથ્યાત્વ તે સંસાર છે. રાગની-પુણ્યની આત્માની સાથે એકતાબુદ્ધિ કરવી એ મિથ્યાત્વ છે-સંસાર છે-તેનું નામ મહાપાપ છે. આ મિથ્યાત્વના પાપનો તેને કોઈ ડર નથી. અહીંયા કળશમાં ચોખ્ખું લખ્યું છે કે-રાગાદિભાવ અચેતન પુદ્ગલદ્રવ્યથી ઉપજ્યા છે.
શ્રોતા:- રાગાદિભાવને ઉપાધિ કહી.
ઉત્તર- આ પાંચ મહાવ્રતના પરિણામ, ભગવાનની ભક્તિ-સ્મરણના ભાવ તે બધા અચેતનથી થયા છે. “બળાત્કારે” થયા છે. દિગમ્બર સંત આચાર્ય અમૃતચંદ્ર મુનિરાજ કહે છે અને એવું કંઈક પદ પણ છે. “શાંતિ પમાડે તેને સંત કહીએ.” ભગવાન ! તું આનંદ સ્વરૂપ પ્રભુ છો ને? એમાં શાંતિ કર તને શાંતિ મળશે. એ પુણ્યપાપમાં દૃષ્ટિ કરવાથી તને દુઃખ અને પાપ ઉભું થશે.
અચેતન પુદ્ગલ દ્રવ્યથી ઉપજ્યા છે એવા અશુદ્ધ રાગાદિરૂપ સમસ્ત વિભાવ પરિણામો શુદ્ધ ચેતનામાત્ર જીવ વસ્તુથી અત્યંત ભિન્ન છે.” અશુદ્ધ પરિણામ એટલે દયા-દાન-વ્રત-ભક્તિ આદિ રાગાદિરૂપ સમસ્ત વિભાવ પરિણામ, ભગવાન આત્માના શુદ્ધ ચૈતન્ય આનંદ સ્વરૂપથી-પુગલના ભાવો તર્ન ભિન્ન છે.
શ્રોતા:- રાગાદિને પહેલાં પુદ્ગલનાં કહ્યાં, પછી અંદરથી ભિન્ન તન્ન જુદાં કહ્યાં!
ઉત્તર:- હા, અંદરથી ભિન્ન-જુદા છે. જીવ વસ્તુથી જુદા છે. જીવ કોણ? (અત:) શુદ્ધ ચેતનામાત્ર જીવ વસ્તુ છે. (ગતિરિn:) અતિરિક્તા એટલે તેનાથી ખાલી છે. રાગાદિભાવ ચૈતન્યના સ્વભાવથી ખાલી અને પોતાના ભાવથી ભરેલા અત્યંત ભિન્ન છે. આહા. હા! આવા જ્ઞાનનું નામ અનુભવ કહેવાય છે. આવા જ્ઞાનનું નામ સમ્યગ્દર્શન કહેવાય છે.
આહા.... હા! જુઓ, દિગમ્બર સંતોની વાણી જગતને આકરી પડે! શું થાય? ભાઈ ! માર્ગ તો જે છે તે છે અને એ જ રહેશે. દુનિયા મન માન્યું કલ્પ માટે માર્ગ બીજો થઈ જાય?
“આવા જ્ઞાનનું નામ અનુભવ કહેવાય છે.” એટલે? ચૈતન્યની દૃષ્ટિ કરીને તેનો અનુભવ કરવો અને એમાં આ પુદ્ગલના અને રાગાદિના અશુદ્ધ પરિણામને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk