________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧
કલશ-૩૬ સર્વથી ભિન્ન પડેલી તેવી જ તેની દશા છે. આહા. હા ! એ રાગથી એટલે વિકલ્પથી ભિન્ન પડીને ચેતનને અનુભવવો. તે જીવ રૈલોકયમાં ઊંચો છે. એ આત્મા ઉપાદેય છે. તેની પર્યાય એવી પ્રગટ થઈ છે કે જેમાં ત્રિકાળને ઉપાદેય માન્યો છે. અને એ પર્યાય પણ પ્રગટ કરવાની અપેક્ષાએ ખરેખર ઉપાદેય છે. સમજાણું કાંઈ ?
ભાઈ ! આવો ઉપદેશ હવે! પેલા કહે-દયા પાળો, વ્રત કરો, ઉપવાસ કરો, રસ છોડો, આ ભક્તિ કરો, રથયાત્રા કાઢો, મંદિર બનાવો. આવું કહે તો સમજાય તો ખરું! આમાં શું સમજવું છે. ધૂળ ! એ તો બધી જડની-પરની ક્રિયા થવા કાળે થાય એમાં તારો રાગ કદાચિત્ મંદ હોય તો પુણ્ય છે. એ પુદ્ગલના પરિણામ છે. એ તારી ચીજ નહીં. આહા.. હા! ગજબ વાત છે.
જુઓ, અર્થકાર રાજમલજી કહે છે કે આવા આત્માને અમે સર્વોત્કૃષ્ટ કહ્યો. અમે વધારીને નથી કહેતા. “
વિચ સાક્ષાત ઉપર ઘરન્ત” ૧૪૪ ગાથા કર્તાકર્મ અધિકારમાં ત્યાં આવ્યું હતું. વિશ્વ ઉપર તરે છે. વિકલ્પથી માંડીને બધાથી ભિન્ન પડેલો છે એ આત્માને અમે સર્વોત્કૃષ્ટ-ઊંચો કહીએ છીએ. અમે વધારીને નથી કહેતા એમ કહે છે.
વળી કેવો છે ? “વા” સુખ સ્વરૂપ છે.” કહે છે કે-અનુભવ યોગ્ય આત્મા સુખ સ્વરૂપ છે. જેની દશામાં આનંદ દશા પ્રગટી છે. ધર્મી એને કહીએ જેની દશામાં આનંદ-સુખ પ્રગટયું છે તેને સમ્યગ્દષ્ટિ અને ધર્મી કહીએ. આહા.. હા! આમાં છે કે નહીં? “સુખ સ્વરૂપ છે.” વળી કેવો છે? શુદ્ધ સ્વરૂપ છે.” આહા... હા! તે સર્વોત્કૃષ્ટ છે, ઉપાદેય છે, સુખરૂપ છે, શુદ્ધ સ્વરૂપ છે આટલા બોલ નાખ્યા છે. જેને સમ્યગ્દર્શન પ્રગટયું છે એ તો ત્રિકાળીને ઉપાદેય માને છે. વ્યવહારના વિકલ્પો આવે પણ તેને હેય જાણે છે. ભગવાન સુખનો સાગર છે એમાં જેણે ડૂબકી મારી છે એની પર્યાયમાં સુખરૂપ છે, અને શુદ્ધ સ્વરૂપ છે અને સર્વોત્કૃષ્ટ છે. પ્રવચન નં. ૪૫
તા. ૨૦-૭-'૭૭ આ તો અજીવ અધિકાર છે. એટલે કે-આત્માનો શુદ્ધ ચૈતન્યઘન સ્વભાવ છે. જીવ તો આનંદકંદ ઘન છે. તે આત્મા જ્ઞાયક ચૈતન્ય જ્યોત છે. તેને રાગની-વિકલ્પની દશાથી પાર અંતરમાં જોતાં તે જ્ઞાયકભાવ જેવો છે તેવો અનુભવ થવો તેનું નામ ધર્મ ને સમ્યગ્દર્શન છે. આત્માના અનુભવ સિવાયના જેટલા પુણ્ય-પાપના ભાવ છે તે બધા અજીવ છે.
અશુભભાવ તો પાપ છે-હિંસા-જૂઠ-ચોરી-વિષય-ભોગ વાસના એ તો પાપ છે. અહીં તો કહે છે-દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા એવા જે વિકલ્પ અર્થાત્ રાગ તે પણ અજીવ છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk