________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬
કલશામૃત ભાગ-૨ સરોવરમાં છે જે જીવદ્રવ્ય તેની અપ્રાતિ શોભે છે શું?” આહા.. હા.. હા! ભગવાન આનંદ સરોવર છે. એ હૃદયરૂપી સરોવરમાં પુરુષ એટલે જીવદ્રવ્ય આત્મા છે તેની અપ્રાતિ શું શોભે છે? ભગવાન આત્મા આનંદનું સરોવર છે. તેનો અનુભવ કરે છે ત્યારે શું એ અપ્રાપ્ય છે? આત્મા ન મળે એવું ત્યાં શોભે છે? ઝીણી વાત છે ભાઈ ! દિગમ્બર સાધુ અનંતવાર થયો.
મુનિવ્રતધાર અનંતબાર રૈવેયક ઉપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન બિના સુખ લેશ ન પાયો.” પંચ મહાવ્રત અનંતવાર પાળ્યા પણ એ તો રાગ-વિકલ્પ છે–આસ્રવ છે. રાગથી ભિન્ન ચૈતન્યના અનુભવ વિના સુખ ન પામ્યો. આત્માના આનંદના સ્વાદના ભાન વિના એ ચોરાશીમાં અવતર્યો.. રખડ્યો.
આહા.... હા ! આ બધા પુણ્ય-પાપના વિકલ્પો છે તેને છોડીને અંતરના સ્વરૂપનો અનુભવ કરે તો તેને આત્મા ન પ્રાપ્ત થાય શું? શું આત્મા અપ્રાસ રહે એવી એની શોભા છે? એ તો પ્રાપ્ત થાય એવી એની શોભા છે.
આહા હા ! અમૃતચંદ્ર આચાર્ય મુનિ દિગમ્બર સંતના કથન છે આ. અત્યારે તો કયાંય પણ સાંભળવા મળે એવું નથી. બધેય ઊંધું ચાલે છે. અને એમાં તે એમ માને કે અમે ધરમમાં કાંઈક આગળ વધ્યા છીએ.
ભાવાર્થ આમ છે કે-શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતાં સ્વરૂપની પ્રાપ્તિ ન થાય એમ તો નથી,”એમ કહે છે-વિકલ્પની લાગણીઓ કરે છે તેમાં તો આત્માની પ્રાપ્તિ ન થાય, કારણ કે તે રાગ છે. ચાહે તો દયા-દાન, વ્રત-ભક્તિ-યાત્રાનો રાગ હોય પરંતુ તેનાથી પ્રાપ્ત ન થાય. અહીંયા તો એમ કહે છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતાં શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ ન થાય? એ.. પુણ્ય-પાપના ભાવ અશુદ્ધ છે તેને છોડી દે! અંતર સ્વરૂપમાં જઈને અનુભવ કરતાં પ્રાપ્ત ન થાય એમ બને નહીં.
છે તો એમ જ કે અવશ્ય પ્રાપ્તિ થાય છે.” સ્વસમ્મુખતામાં આત્માનો અનુભવ કરે અને પ્રાપ્તિ ન થાય? પર સન્મુખતાને તે છોડે છે અને સ્વ સન્મુખતામાં જાય છે.. અને તેને પ્રાપ્તિ ન થાય તેમ કદી બને નહીં. (શ્રોતાઃ-સાકર મોંમા મૂકે અને સ્વાદ ન આવે તેમ કદી બને નહીં.)
આહાહા..! જીવદ્રવ્ય કેવું છે? ભગવાન અંદર સચ્ચિદાનંદ પ્રભુ છે તે કેવો છે? ભગવાન સર્વજ્ઞ જિનેશ્વરે જેને જોયો છે તે હોં! આ અજ્ઞાનીઓ. વેદાંતવાળા આત્મા... આત્મા.. કરે છે તે આત્મા પવિત્ર છે, નિર્મળ છે, એક સર્વવ્યાપક છે તેનો અનુભવ કરો એ બધી કલ્પિત વાતો છે. અહીં તો સર્વજ્ઞ પરમેશ્વર જિનેશ્વરદેવે જોયો છે તેવો આત્મા. એ આત્મા શુદ્ધ જીવદ્રવ્ય છે તે આત્માની અહીંયા વાત છે. પરમેશ્વર જિનેશ્વર કેવળજ્ઞાની
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk