________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪
66
કલશામૃત ભાગ-૨ ત્ સ્વયમ્ પશ્ય ” આટલાનો અર્થ ચાલે છે. પેલા વિકલ્પો અનેક હતા તેને છોડીને આ ભગવાન આત્મા એકરૂપ શુદ્ધ ચૈતન્યઘન છે તેને સ્વયંથી, રાગના અવલંબન વિના, વ્યવહારના વિકલ્પોના આશ્રય વિના, સ્વસંવેદન પ્રત્યક્ષપણે અનુભવ ક૨. સ્વ નામ પોતાને સંવેદન એટલે પ્રત્યક્ષપણે વેદન. આ આત્મા આનંદનો સાગર છે તેનો અંતરમાં એકાગ્ર થઈને અનુભવ કરવો એ સ્વસંવેદન પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ આત્માનો ભાવ સમકિતમાં, પ્રત્યક્ષ જણાય છે. મતિશ્રુતજ્ઞાનમાં આત્માનું પ્રત્યક્ષ વેદન છે.
આ હા.. હા ! એક શબ્દની ખબર ન હોય અને અમે ધર્મ કરીએ છીએ, ધર્મ કરતાં અમારું કલ્યાણ થઈ જશે! અરેરે..! તેણે સંસારમાં અનાદિકાળથી ભ્રમણામાં ને ભ્રમણામાં કાળ ગાળ્યો. ભાઈ ! આવા અવસર મળ્યા હવે, વિકલ્પને છોડીને અહીંયા આવ.. જ્યાં આનંદનો નાથ પ્રભુ બિરાજે છે. આમ અંદર ભગવત્ સ્વરૂપ આત્મા છે તે કેમ બેસે ! રાંકને પ્રભુતા કેમ બેસે ! એકવા૨ વિકલ્પને છોડ અને નિર્વિકલ્પ ચીજ એકરૂપ છે તેમાં જા, એકાગ્ર થા; તો તને સ્વસંવેદન પ્રત્યક્ષપણે અનુભવ થશે.
આહા.. હા ! સ્વ નામ આત્માથી, સં અર્થાત્ પ્રત્યક્ષ વેદન કરી. જેમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે તેને અહીંયા પ્રત્યક્ષપણું કહ્યું છે. જ્ઞાનમાં આમ પ્રત્યક્ષ પૂરું ન દેખાય પણ આનંદના સ્વાદની અપેક્ષાએ અહીંયા પ્રત્યક્ષ કહ્યું છે. સમ્યગ્દષ્ટિને-ધર્મની પહેલી દશાવંતને આત્મા સ્વસંવેદન પ્રત્યક્ષ થાય છે.
પ્રશ્ન:- ધર્મીને સ્વસંવેદન પ્રત્યક્ષ કેવી રીતે છે?
ઉત્તર:- એ આનંદના વેદનની અપેક્ષાએ પ્રત્યક્ષ છે. અથવા ૫૨નો આશ્રય નથી એ અપેક્ષાએ પ્રત્યક્ષ છે. વ્યવહાર એટલે તેને રાગનો આશ્રય નથી. તેને નિમિત્તનો આશ્રય નથી એટલે પ્રત્યક્ષ કહ્યું. સીધું સ્વને જાણે છે એટલે પ્રત્યક્ષ કહ્યું. ૫૨ના આશ્રયે થતું નથી એટલા માટે પ્રત્યક્ષ કહ્યું છે. બાકી શ્રુતજ્ઞાન તો પરોક્ષ છે. પરંતુ આ રીતે પ્રત્યક્ષ કહ્યું કે–તેમાં ૫૨નો આશ્રય નથી. તે એકલા સ્વને જાણવામાં એકાગ્ર થયો તેનું નામ સ્વસંવેદન પ્રત્યક્ષ છે.. અને તેમાં પ્રતીત થવી તે સમકિત છે. સમજાણું કાંઈ ?
અહીંયા ભગવાન કહે છે– સ્વસંવેદન પ્રત્યક્ષપણે અનુભવ કર ! ચૈતન્ય ભગવાન તારું જે સ્વરૂપ છે. ભગવત્ જિન સ્વરૂપ તારું છે એને સ્વથી-પોતાથી પ્રત્યક્ષ વેદન કરવું. તેને સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન કહે છે. આહા... હા ! શાસ્ત્રના ગમે તેટલા ભણતર હોય તોપણ તે સમ્યજ્ઞાન કહેવાતા નથી. અહીંયા સ્વસંવેદન-આત્માના આનંદનું પ્રત્યક્ષ વેદન તેને પ્રત્યક્ષ જ્ઞાન કહે છે.
અરે ! માર્ગ કયાં રહી ગયો ને લોકોની માન્યતા ક્યાં ? બિચારા હેરાન થઈને કયાં અવતરશે ? અરે! અહીંયા માન મળશે તેના જેવા લોકો હોય તે એને માન આપે. આહા... હા ! કુદરતના નિયમમાં તો જે નિયમ છે તે ૨હેશે.
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk