________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર.
કલશાકૃત ભાગ-૨ ભગવાન આત્માના ભાવને બન્નેને વહેંચ્યા છે. આ અજીવ અધિકાર છે ને? તેથી પુણ્યના, દયા, દાન, વ્રત-ભક્તિના ભાવ પણ અજીવ છે એમ અહીંયા કહેવું છે. અરેરે.. પ્રભુ! તારી વાતની તને ખબર ન પડે! ખોટી વાતને સાચી માનીને એમાં તને કેમ ધરમ થશે?
પ્રશ્ન:- શુદ્ધ પરિણતિને પુગલના પરિણામ કહેવાય?
ઉત્તરઃ- શુદ્ધ પરિણતિ એ છે તો જીવની, પરંતુ જ્યારે તેને ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ લેવી હોય તો શુદ્ધ પરિણતિને પણ પરદ્રવ્ય કહેવામાં આવે છે-પૌદ્ગલિક નથી કહ્યું. રાગાદિ વિકારી ભાવોને પરદ્રવ્ય કહ્યું અને શુદ્ધ પરિણતીને પરદ્રવ્ય કહ્યું. રાગાદિભાવોને પરદ્રવ્ય કેમ કહ્યું? તે પુદ્ગલના છે માટે પરદ્રવ્ય કહ્યું. શુદ્ધ પરિણતીને પદ્રવ્ય કેમ કહ્યું? કારણ કે પર્યાયમાંથી નવી પર્યાય નથી આવતી માટે પારદ્રવ્ય કહ્યું. (નિયમસાર ગાથા-૫૦) સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્ર નવો ધર્મ પ્રગટયો પણ એમાંથી નવી પર્યાય આવતી નથી. નવી પર્યાય તો દ્રવ્યમાંથી આવે છે. ત્રિકાળી ધ્રુવદ્રવ્યને સ્વદ્રવ્ય કહ્યું તેની અપેક્ષાએ શુદ્ધ પર્યાયને પરદ્રવ્ય કહી છે. માર્ગ તો પ્રભુનો આવો છે ભાઈ !
શ્રોતા:- બન્નેમાં એક સરખી અવસ્થા નથી આવતી, ત્યાં કઈ અપેક્ષા છે અને ત્યાં કઈ અપેક્ષાએ છે તે જાણવું જોઈએ.
ઉત્તર- કઈ અપેક્ષાએ છે તે જાણવું જોઈએ. બન્નેમાં એક અપેક્ષા નથી, બન્નેમાં જુદી-જુદી અપેક્ષા છે. બન્નેમાં એક અપેક્ષા હોય જ નહીં. આગળ કહેશે કે-વિકારને અજ્ઞાની જીવ પોતે કરે છે. તે કઈ અપેક્ષાએ? અજ્ઞાનીએ પોતાનું સ્વરૂપ જાણ્યું નથી તેથી અજ્ઞાની પુણ્ય-પાપનાં ભાવનો કર્તા થઈને કરે છે.
આ ચેતન જેવદ્રવ્ય ચૈતન્યશક્તિ અને અનંત આનંદ આદિ ગુણોથી મળેલું સ્વરૂપ છે. એવા સ્વરૂપની દૃષ્ટિ ને જ્ઞાન નથી તેવા અજ્ઞાની જીવની દૃષ્ટિ રાગ ઉપર ને પર્યાય ઉપર પડી છે, તેથી જેના ઉપર દૃષ્ટિ છે તેટલાનું અસ્તિત્વ સ્વીકારીને તે તેનો કર્તા થાય છે. આવો માર્ગ છે. આ કાંઈ હાજી.. હા..! કરવાથી ચાલે એવું નથી.
આહા.. હા! આ તત્ત્વ ભગવાન સર્વજ્ઞનું કહેવું છે. આ કાંઈ હાલી-દુવાલીમવાલીનું કહેલું નથી. એને સમજવા માટે પ્રયત્ન જોઈએ, પુરુષાર્થ જોઈએ. સમજાય છે કાંઈ ? અરે! અનંતકાળથી દુઃખી થયો છે. મુનિવ્રત પણ અનંતવાર ધારણ કર્યા, અઠ્ઠાવીસ મૂળગુણ, પાંચ મહાવ્રત ધારણ કર્યા પણ તે બધા બંધના કારણ છે. તે પરિણામને અહીં પુદ્ગલના કહ્યાં છે. પાંચ મહાવ્રત પાળવા તે ધરમ છે એમ જેણે ધરમ માન્યો તેણે મિથ્યાષ્ટિપણું સેવ્યું છે. એ વિકાર પુદ્ગલના ભાવ છે, જીવનો સ્વભાવ નથી. તેનાથી લાભ થશે તેમ માન્યું છે તે મિથ્યાષ્ટિ પંચ મહાવ્રત પાળનારો હોવા છતાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk