________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪
કલશાકૃત ભાગ-૨ તેની ખબર નહીં. એ તો પરની દયા પાળવી તેને ધર્મ કહેતા. વસ્તુની કાંઈ ખબર નહીં.
અહીંયા તો અમૃતચંદ્રાચાર્યની વાતો આખી દુનિયાથી જુદી છે. ભગવાન આત્માદર્શન, જ્ઞાન, આનંદગુણ સહિત સર્વસ્વ જેનો સાર છે એ જીવદ્રવ્ય છે, તેનાથી જુદા ભાવકર્મ, દ્રવ્યકર્મ-આઠ કર્મ એ તો સીધા અજીવ છે. ભાવકર્મ-આ દયા-દાન, ભક્તિનો વિકલ્પ ઉઠે છે તે બધું પુગલ છે. કળશટીકામાં અંદર છે કે નહીં ? જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય તે ભાવ પણ અજીવ છે કે નહીં? જગત રાડ નાખે પણ શું થાય? માર્ગ તો આ છે ભાઈ !
આ અનંત જનમ-મરણ મટાડવા હોય તો માર્ગ તો આ છે. અરેરે! અનંતકાળથી જન્મ મરણમાં રખડી રખડી ભીંસાઈને મરી ગયો છે. અહીંયા એ જ વાત કહે છે કેપુણ્યનો ભાવ પણ આત્માને દુઃખરૂપ છે તેથી તેને પુદ્ગલનાં કહ્યાં છે. આત્માનો ભાવ હોય તે દુઃખરૂપ ન હોય, એ તો આનંદરૂપ હોય. આહા.... હા! જે ધર્મ પ્રગટ થાય તે તો આત્માના અતીન્દ્રિય આનંદનો સ્વાદ લેતો અંદર પ્રગટ થાય છે, અને આ રાગાદિ ભાવો તો દુઃખરૂપ છે. ભારે આકરી વાતો બાપુ!
ચોસઠ વર્ષથી તો દુકાન છોડી છે. (શરીરને) અઠ્ઠાસી થયા. હું તો દુકાન ઉપર પણ શાસ્ત્ર વાંચતો.. પણ સ્થાનકવાસીના, કેમકે પિતાજી સ્થાનકવાસી હતા. પણ, આ સમયસાર વસ્તુ જ્યાં હાથ આવી ત્યારે એમ થયું કે-આ ચીજ તો ચીજ છે. દિગમ્બર સંપ્રદાય સિવાય આવી વાત બીજે કયાંય નથી. પરંતુ તેના સંપ્રદાયવાળાનેય ખબર નથી તો બીજાને ક્યાંથી ખબર હોય.
દિગમ્બર સંત આચાર્ય અમૃતચંદ્રદેવ કેવળજ્ઞાનીના કેડાયત હતા. એક-બે ભવે તો કેવળજ્ઞાન પામવાના. મોક્ષ જવાના, એવી જેમની દશા હતી. તેઓ સમ્યગ્દર્શનસમ્યજ્ઞાન સમ્મચારિત્રથી પરિણમેલા હતા. બહારમાં નગ્ન દશા હતી, અંદરમાં રાગથી ભિન્ન વીતરાગી દશા હતી. તે દિગમ્બર મુનિ એમ કહે છે-જેટલા વ્રત-તપ-ભક્તિના વિકલ્પ ઉઠે છે એ બધા અચેતન-પુદગલ દ્રવ્યથી ઉપજ્યા છે. તે ચેતન સ્વભાવથી ઉપજેલા નથી. આહા... હા! આવું સાંભળવું કઠણ પડે.. તો અંદર બેસે કેમ? હજી તો સાંભળવા મળે નહીં ત્યાં બિચારા શું કરે? પહેલાં કહ્યું હતું ને કે-વરાંકા છે.
આહા ! સમ્યગ્દર્શન થયા પછી પણ જેટલા વ્રત-તપના વિકલ્પ આવે તે અશુભથી બચવા આવે છે. છે તો તે હેય અને દુઃખરૂપ. આત્મજ્ઞાન થયા પછી પણ ભક્તિ-પૂજાનો ભાવ આવે તેને ( જ્ઞાની) દુઃખરૂપ અને હેય જાણે છે. અજ્ઞાની તેને ઉપાદેય જાણે છે. આ ફેર છે. અચેતન પુદ્ગલથી ઉપજેલા ભાવને અજ્ઞાની પોતાના માને છે, જ્ઞાની તેને અચેતન પુદ્ગલથી ઉત્પન્ન થયેલા માને છે–તેથી તેને હેય છે, આદરણીય નથી, હિતકર નથી. આવું સાંભળવું મુશ્કેલ પડે. અન્યમતિમાં આવે છે...
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk