________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩)
કલશાકૃત ભાગ-૨ આહા.. હા ! અંદરમાં ચૈતન્ય સ્વભાવની સાથે દર્શન, જ્ઞાન, ચારિત્ર, આનંદ આદિ અનંતગુણો ચેતનાની સાથે રહેલાં છે. આ દર્શન-જ્ઞાન-ચારિત્ર તે ત્રિકાળી હોં! આનંદ સાથે ત્રિકાળી ચેતના રહેલ છે. ચેતનાની સાથે આનંદ ત્રિકાળ રહેલો છે. ચેતનાની સાથે શ્રદ્ધા-દર્શન પણ સાથે રહેલાં છે. વીર્ય પણ ચેતના સાથે ત્રિકાળ રહેલ છે. તે સર્વસ્વ એટલે પોતાનો સાર છે. આ તો જીવદ્રવ્યની વ્યાખ્યા.
કમી સર્વે ને પૌતિવા: ભાવ: મત: તિરિn:”, પેલા આમ કહ્યું હતું. વિદ્યમાન એ પણ છે એટલે દ્રવ્યકર્મ-આઠ જડકર્મ. ભાવકર્મ એટલે પુણ્ય-પાપ, દયાદાન, વ્રત-ભક્તિના પરિણામ અને કામ-ક્રોધ, માન-માયા-લોભના ભાવ એ ભાવકર્મ બધા પુદ્ગલ છે. પુદ્રમાવા: પૌતિવા: તેમ કહ્યું.
ભગવાન આત્મા તો ચૈતન્ય શક્તિના સ્વભાવના સામર્થ્યથી ભરેલ જીવદ્રવ્ય છે. બીજા અનંતગુણો સાથે મળેલાં છે તે જીવદ્રવ્ય છે. આવા જીવદ્રવ્યને સમ્યગ્દર્શનનાં વિષય તરીકે અંતરમાં લ્ય છે ત્યારે તે દૃષ્ટિમાં આવે છે. ત્યારે તેને સમ્યગ્દર્શન થાય છે. આહા ! હજુ ધર્મની પહેલી સીઢીની વાત છે. સમજાણું કાંઈ?
આ અજીવ અધિકાર છે ને? ચેતના ને તેની સાથે રહેલાં જે ગુણો એ જીવદ્રવ્યવસ્તુ છે. જીવદ્રવ્યથી જુદા જડકર્મ, ભાવકર્મ અર્થાત્ પુણ્ય-પાપના ભાવ, વ્રત-તપપૂજા-ભક્તિના ભાવ એ બધા પૌદ્ગલિક ભાવ છે. ગજબ વાત છે બાપુ! જગતને સાંભળવા મળે નહીં. અરે! લોકો કહે છે-એ વ્રત ને તપ ને-ભક્તિ-પૂજા એ ધરમ છે. આવી પ્રરૂપણા કરે છે. આવી માન્યતા તેને નુકશાનકારક છે. ભાઈ ! તારા હિતને માટે તો આ વાત છે.
વસ્તુને જીવદ્રવ્ય કહ્યું અને ચેતનાશક્તિ એ એના ગુણો કીધાં. અને ગુણ સાથે દર્શન, આનંદ બધા ભેગાં મળેલા રહે એ એનું સર્વસ્વસાર છે. આ શીશમના લાકડાંમાં વચ્ચે સાર નથી આવતો?
આ આત્મા ચેતન છે તેને દ્રવ્ય કીધું અને તેની સાથે જ્ઞાન, દર્શન, આનંદ ત્રિકાળ ગુણ છે તે તેનું સાર છે. આવું જીવદ્રવ્ય ભગવાન પરમાત્માએ કહ્યું છે. આવડી મોટી ચીજ છે તેની અંતરદૃષ્ટિ કરવી, તેને સમ્યગ્દર્શનમાં દેખવું માનવું તે ધર્મની પહેલી દશા છે. આનંદ સ્વરૂપ ભગવાનનું ભાન થયું કે ભગવાન તો અતીન્દ્રિય આનંદ સ્વરૂપ છે તેમાં રમવું-લીન થવું તેનું નામ ચારિત્ર છે. અહીં તો હજુ સમ્યગ્દર્શનની ખબર ન મળે. વ્રત-તપ ઉપવાસે થઈ ગયા સંવર-નિર્જરા ને ધર્મ. પ્રભુ! આ માન્યતા તને નુકશાનકારી છે.. તને સના પંથની ખબર નથી.
અહીં તો ત્રિલોકીનાથ સર્વજ્ઞ પરમાત્મા એમ ફરમાવે છે કે જીવ વસ્તુ જે છે એ ચેતન સ્વભાવની સાથે દર્શન, જ્ઞાન, આનંદ, વીર્ય રહેલાં છે, તેવા જીવની અંતર્મુખ દૃષ્ટિ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk