________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૫ કરી અને એનો અનુભવ કરવો તેનું નામ સમ્યગ્દર્શન છે.
(મી) વિદ્યમાન છે એવા, (સર્વે પિ) દ્રવ્યકર્મ-ભાવકર્મ નોકર્મરૂપ જેટલા છે તે બધા (પૌરાનિ:) અચેતન પુદ્ગલ દ્રવ્યથી ઉપજ્યા છે એવા.” બપોરે એમ કહ્યું કે — વિકાર પોતાની પર્યાયમાં પોતે કરે છે. સ્વરૂપની ખબર નથી તેથી અજ્ઞાનભાવે પુણ્યભાવનો કર્તા થઈને કરે છે તેમ સિદ્ધ કર્યું. અનાદિથી જીવની પર્યાયનાં વિકાર ઉપરની રુચિ હોવાથી તેનો તે રચનારો ને કરનારો કહેવાય છે. જ્યારે અહીંયા તો ચેતન દ્રવ્યની દૃષ્ટિ કરાવવા પુદ્ગલ કરે છે તેમ કહ્યું છે.
આહા.. હા! ભગવાન ચેતન સ્વરૂપ, જ્ઞાનઘન-ચિહ્વન, આનંદકંદ છે. એવું જે જીવદ્રવ્ય વસ્તુ છે. તે વિદ્યમાન છે અને દયા-દાન, વ્રત-ભક્તિ, પૂજા, કામ, ક્રોધ, હિંસાજૂઠ-ચોરી એવા ભાવ પણ વિદ્યમાન એટલે હૈયાતિ ધરાવે છે. તે ભાવો નથી તેમ નથી.
પ્રશ્ન:- વિકારી ભાવને તો જૂઠા ઠરાવો છો?
ઉત્તર- એ જૂઠા કહ્યાં તેનો અર્થ એ છે કે સ્વરૂપમાં તે નથી માટે જૂઠા. એની હૈયાતિ છે તે અપેક્ષાએ સાચા. એ તો કળશ-૩૪ માં આવ્યું ને કે-“બધા વિકલ્પો જૂઠા છે માટે છોડ!' અને “વોનીદને વિમ!” જે જૂઠા વિકલ્પો છે તેનાથી શું લાભ? બે જગ્યાએ જૂઠા છે તેમ આવ્યું. જૂઠાનો અર્થ-સત્ય સ્વરૂપમાં તે નથી. સત્ય સ્વરૂપની અપેક્ષાએ તે અસત્ય છે-એટલે કે જૂઠા છે. પરંતુ એક સમયની પર્યાયની વિદ્યમાનતાની અપેક્ષાએ તો છે. સમજાણું કાંઈ ?
આહા. હા ! જેમ આ આત્માની અપેક્ષાએ બીજા દ્રવ્યો અદ્રવ્ય છે. આ સત્ છે તો બીજા અસત્ છે. પરંતુ એની અપેક્ષાએ સત્ છે. એમ ભગવાન આત્મા! ચૈતન્ય આનંદ ગુણનો પિંડ પ્રભુ એવું જે સનું સ્વરૂપ. એ સત્નો સાહેબો ભગવાન આત્મા એના સપણાની અપેક્ષાએ પુણ્ય-પાપના ભાવ અને અહીં તો જડ દ્રવ્યકર્મ લીધું છે-એ પણ અસત્ છે. ત્રિકાળી જ્ઞાનાનંદ સ્વભાવની અપેક્ષાએ પુણ્ય ને પાપના ભાવ પણ અસત છે–એટલે જૂઠા છે. પરંતુ એ ( વિકારી ભાવ)ની અપેક્ષાએ એ ભાવો વિદ્યમાન છે. હવે આવું સ્વરૂપ ! ઝીણું ઝીણું.... ઝીણું... ઝીણું બહુ કાંત્યું છે. બાપુ! ભગવાનનો માર્ગ આવો છે ભાઈ !
શ્રી સર્વજ્ઞ જિનેશ્વર પરમેશ્વરે આત્માને જોઈ જાણીને કહ્યું છે. તારું સ્વરૂપ તો ચેતના ને અનંતગુણના સર્વસ્વસાર વાળું છે. આ બધા જે વિકલ્પો ઉઠે છે. ભગવાનની ભક્તિ ને ભગવાનનું સ્મરણ કે શાસ્ત્રનું વાંચન, શાસ્ત્રનું શ્રવણ કરવું, શાસ્ત્રનું વાંચન આપવું તે બધા વિકલ્પો પુદ્ગલ છે ભાઈ !
પ્રશ્ન- આત્માનું ધ્યાન કરવું તે વિકલ્પ કેવો છે? ઉત્તર:- તે વિકલ્પય પુગલનો છે. અહીંયા તો એક બાજુ પુગલના ભાવને અને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk