________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૪
૨૫ “SHસન” વિપરીતપણું જે રીતે છૂટે તે રીતે છોડીને.” અહીં આચાર્ય છે માસ કહે છે. બીજા બધા વિકલ્પો છોડી છ મહિનાનો પ્રયત્ન કર-અભ્યાસ કર. આ તો મધ્યમથી વાત કહી. જઘન્ય તો અંતમુહૂર્તમાં પ્રાપ્ત થાય એવો છે અને ઉત્કૃષ્ટ તો અનંતકાળે પ્રાપ્ત ન થાય એવો છે. સમજાણું કાંઈ?
દિગમ્બર મુનિ અમૃતચંદ્રાચાર્ય “છ માસ' કહે છે. શ્રી રાજમલજીએ છ માસ ન લેતાં-વિપરીતપણે જે રીતે છૂટે તે રીતે છોડ તેવો અર્થ કર્યો. જેમ બને તેમ સ્વરૂપની દૃષ્ટિ કર અને રાગના વિકલ્પને દૃષ્ટિના વિષયમાંથી છોડ એમ કહ્યું. “વિપરીતપણું જે રીતે છૂટે એટલે રાગથી મને લાભ થાય એવું જે મિથ્યાત્વ છે એવી વિપરીત બુદ્ધિ જેમ છૂટે તેમ છોડ હવે. સમજાણું કાંઈ?
પ્રશ્ન:- અર્ધ પુદ્ગલ પરાવર્તન બાદ મોક્ષ જાય ને?
ઉત્તર:- એ. અર્ધ પુદ્ગલ પરાવર્તનકાળ એ બધું પુરુષાર્થ કરે તો અંદર સમાય ગયું. અંદર સ્વરૂપનો અનુભવ કરે અને પ્રાપ્તિ ન થાય તેમ ત્રણકાળમાં બને જ નહીં. એ હમણાં કહેશે.
આહા... હા! રાગની ક્રિયામાં એકાકાર થાય તેને આત્મા કયાં છે? જ્ઞાનીને રાગ આવે પણ જ્ઞાની તે રાગને હેયરૂપે જાણે છે. તે રાગ આદરણીય છે, ઉપાદેય છે, લાભદાયક છે તેમ માનતા નથી. અજ્ઞાની એ રાગની ક્રિયાને ઉપાદેય અને હિતકર માને છે. આ દૃષ્ટિનો મોટો ફેર છે. મિથ્યાત્વ ને સમકિતમાં આટલો ફેર છે. સમજાણું કાંઈ?
આહા... હા.... હા! આચાર્ય-દિગમ્બર સંતો, આનંદના અનુભવીઓ છે. મુનિઓને અતીન્દ્રિય આનંદનો અનુભવ ઉગ્રપણે હોય છે તેને મુનિ કહે છે. લુગડાં ન પહેરે, નગ્ન થયા હોય, પંચ મહાવ્રતના પરિણામ છે માટે મુનિ એમ નથી. મુનિને તો અતીન્દ્રિય આનંદનું ઉગ્રપણે વેદના હોય છે. તેને જૈનશાસનમાં મુનિ કહેવામાં આવે છે.
“પિ” વારંવાર બહુ શું કહેવું? આવો અનુભવ કરતાં સ્વરૂપ પ્રાતિ છે.” આત્માનો સ્વયંવેદન પ્રત્યક્ષપણે અનુભવ કરતાં સ્વરૂપની પ્રાતિ છે. આહા. હા! આવું વ્યાખ્યાન કેવું? આ વ્રત પાળવા, તપસ્યા કરવી, યાત્રા કરવી એ વાત તો આવતી નથી. અરે! ભાઈ સાંભળ! તને ખબર નથી બાપુ! એ બધી રાગની ક્રિયાઓ સમકિતીને આવે અને અજ્ઞાનીને આવે. પરંતુ રાગ મને લાભ કરે છે તેમ અજ્ઞાની માને છે. અને જ્ઞાની રાગને હેય-દુઃખરૂપ જાણે છે. બહુ ફેર બાપુ! વીતરાગના મારગને શ્રદ્ધામાં લેવો એ કોઈ અપૂર્વ વાત છે. એ કોઈ સાધારણ વાત નથી. અહીંયા જૈનધર્મ એ કોઈ વાડો નથી એ તો વસ્તુનું સ્વરૂપ છે. જેવું સ્વરૂપ છે તેવો અનુભવ કરવો તેનું નામ ધર્મ છે. સમજાણું કાંઈ?
નનુ સરસ પુસ: અનુપવ્યિ મિ માહિ”, હે જીવ! મનરૂપી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk