________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૪
૨૩ સંતોની વાણી છે.
હે જીવ! તે બધાય વિકલ્પો છોડ, કેમકે તે જૂઠા છે.” રાગ તે મારો, કર્મ મારાં, શરીર મારું, કર્મફળ થયાં તે મારાથી થયાં. હવે તારે સુખી થવું હોય તો એ બધા ભાવોને છોડ પ્રભુ! સમ્યગ્દર્શન પ્રગટ કરવું હોય તો! સમ્યગ્દર્શન એ તો ધર્મની પહેલી દશા છે. સમ્યગ્દર્શન વિનાના તપ ને વ્રત એ તો બધા બાળપ ને બાળવ્રત છે. એ બધા સંસારમાં રખડાવનારા છે.
હે જીવ! તે બધા વિકલ્પો છોડ;” રાગની એકતાબુદ્ધિ છોડ. હવે વિરમ ! કેમકે એ જૂઠા છે. આ જૂઠા શબ્દ બીજી વખત આવ્યો. પહેલાં જૂઠા વિકલ્પ છે એમ કહ્યું હતું. જૂઠા છે એટલે છે તો ખરા પરંતુ તે આત્મામાં નથી એટલે જૂઠા છે.
“નિમૃત: સન સ્વયં પમ પશ્ય” એકાગ્ર રૂપ થતો થકો. આહા... હા ! આનંદનો નાથ ચૈતન્ય પ્રભુ તેમાં એકાગ્ર થઈને... ભાષા સહેલી છે. એકાગ્ર થવામાં અનંત પુરુષાર્થ માગે છે. આ બધા વિકલ્પો છોડ અને સ્વરૂપમાં એકાગ્ર થા. આનંદનો નાથ ભગવાન બિરાજે છે ત્યાં તું જા ! તું જ્યાં છો ત્યાં જા ! એ વિકલ્પોમાં તું નથી અને એ વિકલ્પો તારામાં નથી. આહા! આવી વાતો હવે. આ સોનગઢની વાત છે કે શાસ્ત્રની છે?
અહીંયા કહે છે- વ્યવહાર રત્નત્રયનો જે વિકલ્પ રાગ એ પણ જૂઠો છે. તે તારા આત્માને લાભદાયક નથી. કેમ બેસે એને! અનંતકાળ રખડવામાં ગયો, એ પંથે પડ્યો તેને ત્યાંથી પાછું ફરવું ગોઠતું નથી. એને આ વાત તો એકલી નિશ્ચય.. નિશ્ચય.. નિશ્ચયની લાગે છે. શું કહે છે એની એ બિચારાને ખબર ન મળે, એ પણ શું કરે!
- બાપુ! વીતરાગ જિનેશ્વરદેવ પરમાર્થમાર્ગને આમ કહે છે કે-એ બધા રાગાદિવિકલ્પોની દૃષ્ટિ હવે છોડી દે! એની દૃષ્ટિ છોડીને જાવું કયાં? આનંદમૂર્તિ ભગવાન આત્મા છે ત્યાં એકાગ્ર થા તો તને સમ્યગ્દર્શન થશે. હજુ તો આ સમ્યગ્દર્શનની વાત છે.
નિમૃત' એટલે એકાગ્રરૂપ થતો થકો. બીજી જગ્યાએ નિભૂતનો અર્થ ચિંતારહિત થયો થકો તેમ કર્યો છે. “( મ) શુદ્ધ ચિતૂપમાત્રનો (સ્વયમ્) સ્વસંવેદન પ્રત્યક્ષપણે અનુભવ કર.
ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાન સ્વરૂપે છે. આ બધા પુણ્ય-પાપ, રાગાદિના વિકલ્પો એના સ્વરૂપમાં છે જ નહીં. ભગવાન આનંદનો નાથ પ્રભુ અંદર છે. તે આ બધા વિકલ્પો, શરીર, મન, વાણી રાગથી પર છે. સમ્યગ્દર્શન પામવા માટે ત્યાં એકાગ્ર થા. સમ્યક્ એટલે આખી જે ચીજ છે તેનું તને દર્શન થશે, તેમાં પ્રતીત થશે. અને તેનો અનુભવ થશે. હજુ તો આવા સમ્યગ્દર્શનની ખબર ન હોય અને વ્રત-તપ ને ચારિત્ર થઈ ગયા. બધા એકડા વિનાના મીંડા છે. સમજાણું કાંઈ ?
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk