________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૪ છે કે-ના, એ પોતાની પર્યાયની હીણીદશાનું પોતાનું કાર્ય છે ત્યારે જ્ઞાનાવરણીય ને નિમિત્ત કહેવામાં આવે છે. આહા. હા! આવી વાતો છે.
અહીંયા કહે છે- એ પરિણામ જે છે એ છે તો તારી પર્યાયમાં તારાથી છે... પણ, વસ્તુસ્વભાવની પ્રાપ્તિ માટે તારા નહીં. એ તો પુદ્ગલના છે. આવી વાતો છે. ચોરાશી લાખના અવતારમાં પ્રભુ તું હેરાન થઈ ગયો. એ પુણ્ય, દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજાના ભાવ તે રાગ છે, તે નકામી ચીજ છે, તે આત્માને લાભકારી ચીજ નથી-એમ કહે છે. અરે! જગતને બેસવું કઠણ છે. તારી પર્યાયબુદ્ધિએ કરેલા ભાવો તારામાં થયા પણ તને એ દુઃખનું કારણ છે. હવે તેનાથી વિરમ ! તું પર્યાયબુદ્ધિથી–અજ્ઞાનથી જે કરતો હતો હવે આ વિકારી ભાવો મારા જ છે એમ હુઠ ન કર.
ભાઈ ! આ તો શાંતિનો ને ધર્મનો માર્ગ છે. એ શાંતિના માર્ગમાં કોલાહલ શા માટે? જેનાથી બંધન થાય એ કાર્ય તારું નહીં. આવી વાતો છે. આમાં કોઈ પંડિતાઈ કામ આવે એવું નથી.
પ્રશ્ન:- તો કઈ વસ્તુ કામમાં આવે?
ઉત્તર:- આત્માની સમજણ કરવી તે હોં! જ્યારે અંદરમાં જાય ત્યારે પંડિતાઈ કામ ન આવે એમ કહે છે. તારા વિકલ્પની દશા એ તને કાંઈ કામમાં ન આવે.
આહા.... હા ! બહુ ટૂંકી ભાષા. દિગમ્બર આચાર્યો સંતોએ તો ગજબના કામ કર્યા છે. એક એક ગાથાએ, એક એક કળશે સર્વજ્ઞ પરમેશ્વરના માર્ગને ખુલ્લો મૂક્યો છે. વાડા બાંધીને બેઠા પોતાનો પંથ કરવા એ વાત આ નહીં.
કર્મબંધને કરે છે એવા (વોલાદનૈન મિ) જે જૂઠા વિકલ્પો તેમનાથી શું? પરેજ' એટલે બીજા મિથ્યાત્વ રાગાદિ ભાવ જે કર્મબંધના કારણ છે. અકાર્ય એટલે એ તારું કાર્ય નથી, એ કર્મબંધના કાર્યનું કારણ છે. આવા કોલાહલથી પ્રભુ તને શું લાભ છે? ઝીણી વાત છે ભાઈ ! “પ્રભુનો મારગ છે શૂરાનો ત્યાં કાયરના કામ નથી.' પુણ્યપાપના ભાવ એ જૂઠા વિકલ્પો તારા સત્ સ્વભાવને નુકશાન કરનારા છે. ' અરેએને ચોરાશી લાખ યોનીના અવતારમાંથી બહાર કાઢવો છે તેથી કહે છેજે ભાવમાં બંધન થાય, જેનાથી અવતાર મળે એવા નકામા કાર્યના રાગથી-પુણ્યથી તારે શું કામ છે? બહારમાં પાંચ-પચ્ચીસ લાખ મળ્યા હોય તો તેના દિવસ હોંશમાં જશે. પણ તેને ખબર નથી એ દુઃખના દહાડામાં જાય છે. પીડા થાય તો રાત છે તો એવડી ને એવડી પણ તેને મોટી લાગે. બહારની અનુકૂળતાના રસિયાને વખત ક્યાં જાય છે તેની ખબર ન મળે. સંપ્રદાયમાં બંધાઈ ગયેલા બિચારા લોકોને વીતરાગનો માર્ગ સમજવો ભારે કઠણ હોં! અનાદિથી બંધાયેલા છે ને! અહીંયા તો વીતરાગ-સર્વજ્ઞ પરમેશ્વરનો માર્ગ જુદી જાતનો છે. અહીં તો કહે છે-દયા-દાન, વ્રત-ભક્તિ-પૂજાના ભાવ એ પણ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk