________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨)
કલશામૃત ભાગ-૨ તેની ચીજ નથી. એનાથી એનામાં થાય છે પર્યાયમાં થાય છે. રાગાદિનું અસ્તિત્વ સિદ્ધ કરવા પર્યાયમાં છે એમ કહ્યું. તેને તો વસ્તુના શુદ્ધ ચૈતન્યના અસ્તિત્વમાં લઈ જવો છે, અહીંયા રાગમાં ઉભો રાખવો નથી. એ અજ્ઞાનભાવે ઉભા થયેલાં છે એટલે કે ભગવાન સ્વરૂપ પ્રભુ ચૈતન્ય ઝળહળ જ્યોતિ તેનાં સ્વરૂપના અજાણપણાથી-અજ્ઞાનથી ઉભા થયેલા ભાવ તારી દશામાં છે. હવે અહીંયા તો સ્વરૂપનું જ્ઞાન કરાવવું છે.
શ્રોતા:- ઘડીકમાં પુદ્ગલના ભાવ કહો છો અને ઘડીકમાં જીવના કહો છો?
ઉત્તર- એક ભાઈ એમ કહેતા હતા કે સવારે કાંઈ બીજું આવે અને બપોરે કાંઈ આવે! કયાં કઈ અપેક્ષાએ કહે છે તે સમજવું જોઈએ. બપોરે પ્રવચનમાં જીવના ભાવો કહ્યાં અને અત્યારે પુદ્ગલના કહ્યાં, તેમાં સવાર-બપોરનો મેળ કેવી રીતે થાય? બાપુ ! કઈ અપેક્ષાથી કહે છે તે સમજ. આ તો પ્રભુનો સ્યાદ્વાદમાર્ગ છે.
રાગાદિ પર્યાયમાં થાય છે. એ તો પર્યાયમાં પોતાથી, પોતામાં, પોતાના કારણે થાય છે. એ તો એનું (રાગાદિનું) ભિન્ન અસ્તિત્વ સિદ્ધ કરવા કહ્યું. પુણ્ય-પાપ એવા રાગાદિ ભાવોનું અસ્તિત્વ તારી પર્યાયમાં તારાથી છે. તારાથી એટલે? તારા સ્વરૂપના અજ્ઞાનથી. આહા... હા ! પોતાનું સ્વરૂપ જે ચિદાનંદ પ્રભુ તેના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલાં છે, અને તે કર્યા છે એમ ત્યાં કહેવું છે. હવે અહીંયા તો તેનાથી જુદું પાડી વસ્તુસ્થિતિ છે ત્યાં લઈ જવો છે. જીવનો જે ત્રિકાળી સ્વભાવ છે તેની પ્રાપ્તિ થાય ત્યાં તેને લઈ જવો છે.
એ સ્વભાવની પ્રાપ્તિ કેવી રીતે થાય? “Hપરેખ' એટલે બીજા અકાર્ય-નકામા કાર્ય એ તારું એટલે આત્માનું કાર્ય નહીં. એ વાત કરવી છે. આ તો ધર્મના માર્ગની રીત છે. આ કોઈ વાર્તા કે કથા નથી. ત્રિલોકીનાથ તીર્થંકર પરમેશ્વરે... ભગવત્ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ કેમ થાય? અને તેની રીત શું છે તે કહ્યું છે.
વસ્તુના સ્વભાવનો નિયમ એમ આવ્યું હતું ને? એ નિયમ- વિકારી પરિણામનો તું કર્તા એ વસ્તુના સ્વભાવનો નિયમ. પર્યાયમાં છે. એ પર્યાયબુદ્ધિવાળો દ્રવ્યના સ્વભાવનો અજાણ છે. ભગવાન આનંદનો નાથ ચિદાનંદ પ્રભુ! તે નિત્ય આનંદ અને નિત્ય જ્ઞાયક સ્વભાવવાળી ચીજ છે. તેના અજ્ઞાનથી–તેના ભાન વિના, પર્યાય બુદ્ધિવાળો પર્યાયમાં વિકાર કરે છે. તે વિકાર તેનાથી છે, કર્મથી નથી, પરથી નથી, એટલી વાત ત્યાં સિદ્ધ કરી.
હવે અહીંયા બીજી વાત સિદ્ધ કરવી છે. જે પર્યાયમાં પર્યાયબુદ્ધિથી વિકલ્પભાવ થતો હતો તે તારાથી થયો પણ એ તારા ત્રિકાળી સ્વરૂપમાં નથી; અને એને લઈને ત્રિકાળી સ્વરૂપ પ્રાપ્ત થાય છે એમ નથી.
તો પછી કહ્યું છે ને કે- જ્ઞાનાવરણીયથી જ્ઞાન રોકાણું છે. જુઓ, જ્ઞાનાવરણીય કર્મને લઈને જ્ઞાનની પર્યાયમાં હીણી દશા થઈ છે. એ કાર્ય જ્ઞાનાવરણીયનું છે. અહીં કહે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk