________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૪ તે નકામું કાર્ય છે, એ કાંઈ આત્માનું કાર્ય નથી. બહુ ઝીણી વાત છે ભાઈ !
આ હા. હા! “મારે' બીજા નકામા કાર્યથી તને શું પ્રયોજન છે? “વાર્ય' એટલે નકામું કાર્ય છે. નકામા કાર્યના કોલાહુલથી તને શું પ્રયોજન છે? આ સંસારના દુઃખના ભાવથી વિરક્ત થા; વિરામ પામ. રાગાદિ અનેરા-નકામા કાર્યથી નિવૃત થા. આવી વાતો છે.
અહીંયા તો હુજુ ધંધા આડેથી નવરો થતો નથી. અરેરે! તેને ક્યાં જાવું છે અને શું કરવું છે? એકલા પાપના ધંધામાં આખો દિવસ કાઢે. અરે ! ધર્મ તો નહીં પણ પુણ્યેય નહીં. આ શાસ્ત્ર સાંભળવા, સત્ સમાગમમાં રહેવું, (તત્ત્વને ) વિચારવું એ બધો શુભ નામ પુણ્યભાવ છે. ધર્મ ભાવ તો જુદી ચીજ છે.
આ હા. હા! ભગવાન આત્મા! આનંદસ્વરૂપ પ્રભુ છે તેને પામવા માટે આ દુઃખના પરિણામથી વિરક્ત થા. એ બધા નકામા કાર્ય છે. તારું કાર્ય તો આત્માને અનુભવવું તે છે. તે સિવાય વિકલ્પોની જાળ છે. એવા કોલાહુલરૂપી જૂઠા વિકલ્પોથી શું લાભ છે? સત્ય સ્વરૂપ ભગવાન આત્માને પામવામાં તે વિરોધ કરનારા છે-જૂઠા છે. જૂઠા એટલે? છે તો ખરા પણ, સત્ સ્વભાવથી જૂઠા છે-(અર્થાત્ સ્વભાવમાં નથી). આવા વિકલ્પની જાળથી હવે વિરક્ત થા! એ જૂઠા વિકલ્પોથી શું લાભ છે!!
શ્રોતા:- નકામાની વ્યાખ્યા શું? ઉત્તર- એ તારા કામના નથી, પરંતુ તે બંધના કારણ છે.
નકામા એટલે તે તારું કાર્ય નથી. એ (વિકલ્પો) રાગનું કાર્ય છે, પુદ્ગલનું કાર્ય છે. એ રૂપમાં કળશમાં લેશે. “સર્વેfજે માવા: પૌતિવા મી”, પૌદસ્થ ભાવા. પૌતિવા: એટલે પુદ્ગલમેં હોનેવાલે ભાવ”. આહા.. હા! એ શુભ ને-અશુભભાવ પુદ્ગલથી થયા છે. તેથી એ પુદ્ગલ છે, તે ભગવાન આત્માના ભાવો નથી. આવી વાત છે.
પ્રશ્ન:- પુદ્ગલથી થયા છે માટે તે પુદ્ગલના છે?
ઉત્તર- પરમાર્થે એ પુદગલના જ છે. અહીં તો સ્વભાવદૃષ્ટિની અપેક્ષાએ જીવઅજીવની વ્યાખ્યા ચાલે છે. વિકારના પરિણામ છે તો અજ્ઞાનીની પર્યાયમાં જ અને એ એનું જ કાર્ય છે. એ કાર્ય અજ્ઞાનીનું છે હોં ! તે વિકારીભાવ કર્મથી થયા છે અથવા જીવઅજીવ બને ભેગા થઈને કર્યા છે એમ નથી. સ્વરૂપના અજ્ઞાનને લઈને વિકાર તેની પર્યાયમાં થયેલ તેનું કાર્ય છે.
પ્રશ્ન- પુદ્ગલસ્ય ભાવા પૌદગલિકા એ કયાં આવ્યું છે?
ઉત્તર:- એ... ૩૫માં કળશમાં હવે પછી આવશે. એ તારો સ્વભાવ નથી.“સર્વેofછે. ભાવ: પૌતિવા મની” કઈ અપેક્ષાએ તે વાત છે એમ તો જાણવું જોઈએ ને?
ભગવાન આત્મા વસ્તુ... જ્ઞાન અને આનંદ સ્વરૂપે બિરાજમાન છે. રાગાદિ તે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk