________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨
કલશામૃત ભાગ-૨ પુદ્ગલના છે. , જીવના નહીં. એ અકાર્ય અર્થાત્ મફતનું કામ છે.
તેનું વિવરણ-કોઈ મિથ્યાષ્ટિ જીવ શરીરને જીવ કહે છે.” મિથ્યાદેષ્ટિ જીવ, શરીરની ક્રિયાને આત્મા કરે છે, શરીર તે જીવ છે તેમ માને છે. ભગવાનની પૂજા વખતે સ્વાહાની વાણી અને દેહની ક્રિયા તે જડની છે. એ ક્રિયા મારી છે અને તેને હું કરું છું એમ શરીરને જ જીવ માને છે–એટલે કે શરીરની જેટલી ક્રિયા થાય એ મારાથી થાય છે તેણે શરીરને જ જીવ માન્યો છે. છ ઢાળામાં આવે છે “તન ઉપજત અપની ઉપજ માન” પાઠશાળામાં બોલે પણ અર્થની ખબર ન મળે. શરીર ઉપજે અને શરીર કાંઈક પુષ્ટ થાય, શરીરની ક્રિયા થાય તો આ મારાથી થાય છે, આ હું બોલ્યો, શરીરને મેં ચલાવ્યું, એક જીવ મરતો હતો તો મેં પગને ઊંચો રાખ્યો, પગને ઉંચો રાખવાની ક્રિયા મારી છે એમ જે માને તે શરીરને જીવ માને છે. એ શરીરની ક્રિયા જડની છે, એ મારાથી થાય છે એમ માન્યું તેણે જીવ અને શરીરને એક માન્યા. વીતરાગનો માર્ગ આવો છે તેમાં કોઈ પક્ષ નથી. લાખો-કરોડો લોકો માને, ઘણાં ભેગા થાય માટે તેનું સાચું? આવું તત્ત્વ છે ક્યાં? આહા.... હા! માર્ગ આવો છે બાપુ! શું થાય? દુનિયા એમની એમ અનાદિથી અજ્ઞાનમાં પડી છે.
કોઈ મિથ્યાદેષ્ટિ જીવ આઠ કર્મોને જીવ કહે છે.” કર્મનું ફળ આવે તેને મારું ફળ માને છે. પૈસા મળ્યાં, શરીર ઠીક મળ્યું, બાયડી છોકરાં કુટુંબ કાંઈક ઠીક મળ્યાં, ધંધો કાંઈક ઠીક હાલ્યો.. એ બધા કર્મના ફળ છે તેને અજ્ઞાની મારા માને છે.
કોઈ મિથ્યાદેષ્ટિ જીવ રાગાદિ સૂક્ષ્મ અધ્યવસાયને જીવ કહે છે.” જોયું? દયા-દાન, વ્રત-ભક્તિનો રાગ છે એ મારો છે અને મને લાભકારક છે એમ માનનાર રાગાદિ અધ્યવસાયને જીવ માને છે.
શ્રોતા- બીજી જગ્યાએ રાગાદિને ધૂળ કહ્યાં છે અને અહીંયા તો “સૂક્ષ્મ' શબ્દ વાપર્યો છે કેમ?
ઉત્તર- અહીંયા સૂક્ષ્મ અધ્યવસાય કહ્યું છે તે એકત્વબુદ્ધિની અપેક્ષાએ બાકી છે તો સ્થૂળ. એની એકત્વબુદ્ધિ છે કે રાગ મારો તેથી તેને સૂક્ષ્મ કહ્યો છે. એનો ચૈતન્ય ભગવાન આત્મા જ્ઞાતા-દ્રષ્ટા ભિન્ન છે તેની ખબર નથી... અને રાગની એકત્વબુદ્ધિને અહીં મિથ્યાત્વ કહ્યું છે. ભારે વાતો ભાઈ ! અજ્ઞાનીનું તો માથું ફરી જાય તેવું છે. રાગાદિને સૂક્ષ્મ અધ્યવસાય એટલે લીધું કે એમાં એકત્વબુદ્ધિ લેવી છે.
ઇત્યાદિરૂપે અનેક પ્રકારના બહુ વિકલ્પો કરે છે.” જુઓ, આવા વિકલ્પો રાગને ઉત્પન્ન કરે છે. આ રાગાદિ હું એવા એકત્વબુદ્ધિના વિકલ્પો કરે છે. વ્રત-તપ
ભક્તિનો વિકલ્પ ઉઠે છે તેમાં પોતાનું એકત્વ માને છે તે મિથ્યાત્વભાવ છે. અરે! સત્ય વાત સાંભળવા મળે નહીં તે સન્માં કયારે જાય ! તત્ત્વના અજાણને વરાંકા-ભિખારી કહ્યાં છે. રાગને પોતાનું સ્વરૂપ માની લાભ માને તે બિચારા રાંકા છે. આ તો દિગમ્બર
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk