________________
૧૪
સ્વરૂપ પ્રગટાવે છે. માતા દુશ્મન છે, તેથી શ્રેષ અને ઉદ્દે. ગને ધ ધ લઈ બેઠી. ખાવા-પીવાનું જીવન સરખું, પણ લાગણીઓનું જીવન જુદું. શિખીકુમાર તે માતાને કષાય દેખી વધુ વૈરાગ્યમાં ચઢે છે. વિચારે છે કે –
“આ કષાયે પાપી છે. એ સંસારરૂપી વૃક્ષના મૂળમાં પાણી સીંચવાનું કામ કરે છે. તેથી સંસારવૃક્ષને પુષ્ટ કરે છે. કષાય એટલે રાગ અને દ્વેષ, મેહ અને મિથ્યાત્વ, તૃષ્ણા અને પ્રપંચ, એ બધા પર છવ દુષ્કૃત્ય કરે છે, અને તેના પરિણામે સંસાર અખંડ રહે છે !” આ શાણે શિખીકુમાર વિચારે છે-“માતાએ આવું શાથી કર્યું? કષાયથી. કષાયે એવા જ છે કે જેને વળગે તે બધાની પાસે આવું જ કરાવે, તે તે મેક્ષાર્થીએ શીધ્ર ખૂબી સાવધાનીથી અને ચીવટથી કષાને દૂર કરી દેવા જોઈએ. સંસારની વૃદ્ધિ કરનારા પાપની જડ કષાય છે. કષાયમાં પડીએ, કે પાપ કરવાનું મન થાય.” પૈસાને લેભ લાગે કે બજારમાં જવાનું મન થશે. પછી જૂઠ, અનીતિ વગેરે પાપ આચરવાનું મન થશે. પાપ કેણે કરાવ્યું? લેભ કષાયે. રાવણ અને દુર્યોધનને મનમાં અભિમાન આવી ગયું તે ખુનખાર લડાઈનાં પાપ થયા. પાપ કેણે કરાવ્યું ? અભિમાને કષાયે. સંસારને પુષ્ટ કરનારા પાપને જેને ખપ નથી, તેણે કષાયથી દૂર રહેવું જોઈએ. કષાય આવે કે સમજવું કે પાપને પહેરગીર આવ્યો! માટે જે મેક્ષાથી છે તેણે સંસારને અંત લાવવો જોઈએ, અને તે માટે પાપોને પણ અંત લાવ જોઈએ. કષાયથી પાપ, પાપથી કર્મ, અને