Page #1
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન શ્રી કુન્દકુન્દ-કહાન જૈન શાસ્ત્રમાલા પુષ્પ-૬૮
જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા
(ભાગ પહેલો)
: પ્રકાશક:
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રથમવૃત્તિ વીર સં. ૨૪૮૨ પ્રત-૨OOO દ્વિતીયાવૃત્તિ વીર સં. ૨૪૮૬ પ્રત-૨૨૦) તૃતીયાવૃત્તિ વીર સં. ૨૪૯૫ પ્રત-૧૧૦૦ ચતુર્થાવૃત્તિ વીર સં. ૨૫૦૧ પ્રત-૧૧૦૦ પચાવૃત્તિ વીર સં. ૨૫૦૩ પ્રત-૨૧OO છઠ્ઠી આવૃત્તિ વીર સં. ૨૫૦૪ પ્રત-૨૧૦૦ સાતમી આવૃત્તિ વીર સં. ૨૫૦૪ પ્રત-૨૧૦૦ આઠમી આવૃત્તિ વીર સં. ૨૫૧૬ પ્રત-૧000
અધ્યાત્મયુગ પ્રવર્તક પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના
જન્મશતાબ્દી નિમિત્તે દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ (સોનગઢ)
તરફથી પ્રકાશન
- મુદ્રક – શ્રી વિમલ પ્રિન્ટીંગ પ્રેસ ૧૨૩૯, ખોડીઆંબલી, કાલુપુર, અમદાવાદ-૧
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Thanks & Our Request
This shastra has been kindly donated by Hevika Foundation (hastè Kamal, Vijen, Hemal Bhimji Shah and Family), London, UK who have paid for it to be "electronised" and made available on the internet.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of Jain Siddhant Prashnottarmala Bhag 1 & 2 is a faithful copy of the paper version. However if you find any errors please inform us on Rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Version History
Date
Changes
Version Number
001
2 January 2003
First electronic version.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૫૨મો૫કા૨ી પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #6
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
नमः श्रीसद्गुरुदेवाय।
# પ્રકાશકીય નિવેદન ક
અધ્યાત્મવિદ્યાની ગંગોત્રી, સ્વાત્માનુભવી સંત, પૂજ્ય સદ્દગુરુદેવશ્રી કાનજીસ્વામીએ આ યુગમાં અધ્યાત્મની ગંગા વહેવડાવી છે; અને સ્વાત્માનુભવી સંત પૂજ્ય ભગવતી બહેનશ્રી ચંપાબેને પોતાની અનુભવવાણી દ્વારા આ અધ્યાત્મગંગાના નીરની નિર્મળતાને અચળ રાખેલ છે.
તે અધ્યાત્મવિદ્યાને આબાળગોપાળ સૌ સારી રીતે સમજી શકે તે હેતુએ વસ્તુસ્વરૂપ, મોક્ષમાર્ગ વગેરે સમજાવનારા પાયાના સિદ્ધાંતોને પ્રશ્નોત્તરરૂપે મૂકતાં વસુસ્પષ્ટતા સહજ થઈ શકે; આથી સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટે આ શ્રી જૈન સિદ્ધાંતપ્રશ્નોત્તરમાળા” છપાવેલ.
આ પુસ્તક ઘણા સમયથી અપ્રાપ્ય હોવાથી, અને શિક્ષણવર્ગ વગેરેમાં ઉપયોગી હોઈ અગાઉની આવૃત્તિ પ્રમાણે ફરીથી ટ્રસ્ટ તરફથી છપાવવામાં આવે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #7
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૨] શ્રી વિમલ પ્રિન્ટીંગ પ્રેસ, અમદાવાદે આ પુસ્તકનું સુંદર ઓફસેટ પ્રિન્ટીંગ કરી આપેલ છે અને અજિત મુદ્રણાલય, સોનગઢ સુંદર બાઇન્ડીંગ કામ કરી આપેલ છે, તેથી ટ્રસ્ટ બન્નેનું આભારી છે.
આ પુસ્તક દ્વારા અધ્યાત્મવિદ્યાના પાયારૂપ પ્રયોજનભૂત સિદ્ધાંતો બરાબર સમજી, મુમુક્ષુ જીવ મોક્ષમાર્ગમાં આગળ વધે એ જ ભાવના.
શ્રુતપંચમી પર્વ, વિ. સં. ૨૦૪૬, વી. નિ. ૨૫૧૬
પ્રકાશન સમિતિ શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ ( સૌરાષ્ટ્ર) ૩૬૪૨૫૦
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
અધિકાર
૧. દ્રવ્ય
૨. ગુણ ૩. પર્યાય
મુખ્ય વિષયો
૪. અભાવ
૫. કર્તા-કર્માદિ છ કા૨ક
૬. ઉપાદાન-નિમિત્ત તથા નિમિત્ત-નૈમિત્તિક
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
પૃષ્ઠ
૨
૨૮
૭૧
૧૧૧
૧૨૧
૧૫૪
Page #9
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રસ્તાવના
વિક્રમ સંવત ૨૦૧૦ના શ્રાવણ માસમાં પ્રૌઢ જૈન શિક્ષણવર્ગ ચાલ્યો હતો. તે સમયે અભ્યાસમાં શ્રી લઘુ જૈન સિદ્ધાંત પ્રવેશિકા અને શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનો નવમો અધિકાર જૈન ધાર્મિક શિક્ષણ તરીકે ચલાવવામાં આવ્યા હતા.
વર્ગમાં જે વિષયોનો અભ્યાસ કરાવવામાં આવતો હતો તેને લગતા અનેક પ્રશ્નો પાઠશાળાના અધ્યાપક શ્રી હીરાચંદભાઈએ અભ્યાસીઓને લખાવ્યા હતા; તેમ જ વિદ્યાર્થીઓએ પ્રશ્નો તૈયાર કર્યા હતા. શિક્ષણવર્ગ પૂરો થવા વખતે અભ્યાસીઓનો વિચાર આ પ્રશ્નોને વ્યવસ્થિતપણે સંકલિત કરી પુસ્તકરૂપે છપાવી પ્રસિદ્ધ કરવાનો થયેલ હતો અને તેના ફળરૂપે આજે આ પુસ્તક પ્રસિદ્ધ થાય છે.
આ પુસ્તકમાં ખાસ ઉપયોગી પ્રશ્નો અને તેના અનુસંધાનમાં જે જે નવા ઉપયોગી પ્રશ્નો ઉદ્દભવ્યા તે સર્વનો ઉત્તર સહિત સમાવેશ કરવામાં આવેલ છે. વળી તે સર્વ પ્રશ્નોને અધિકાર પ્રમાણે વર્ગીકરણ કરી માળારૂપે ગુંથી “શ્રી જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા” નામ આપી આજે પ્રસિદ્ધ કરીએ છીએ. આ માળામાં પ્રાથમિક અભ્યાસીને મુખ્યપણે તત્ત્વના જિજ્ઞાસુને, અભ્યાસ માટે જે જે વિષયો બહુ ઉપયોગી હોય તે સર્વ, દ્રવ્ય-ગુણ-પર્યાય, દ્રવ્ય-ક્ષેત્ર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #10
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૫] કાળ-ભાવ, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય, દ્રવ્યના સામાન્ય તથા વિશેષ ગુણો, અભાવ, કર્તા-કર્મ આદિ છે કારક, ઉપાદાન-નિમિત્ત, નિમિત્ત-નૈમિત્તિક, નિશ્ચય-વ્યવહાર, સાત તત્ત્વો, નવ પદાર્થ, પ્રમાણ-નય-નિક્ષેપ, અનેકાન્ત-સ્યાવાદ, મોક્ષમાર્ગ, ગુણસ્થાન, સર્વજ્ઞ વગેરે લેવામાં આવ્યા છે. ૧. શાસ્ત્રોના અર્થની રીત
- હાલમાં મુખ્યપણે જૈનશાસ્ત્રોના અર્થો કરવા સંબંધમાં ઘણું અજ્ઞાન વર્તે છે. તેથી તે સબંધી થોડી સ્પષ્ટતા કરવાની જરૂર છે. આની ચોખવટ શ્રી પ્રવચનસારની ગાથા ૨૬૮ માં કરવામાં આવેલ છે તેમાં લખેલ અર્થ પૈકી આને લગતો ભાવ નીચે મુજબ છે –
જેણે શબ્દબ્રહ્મનો અને તેના વાચ્ય રૂપ સમસ્ત પદાર્થોનો નિશ્ચયનયથી નિર્ણય કર્યો હોય તે જીવ સંયત છે.
ઉપરોક્ત ટીકામાં શ્રી અમૃતચંદ્રાચાર્યદવે સ્પષ્ટ જણાવ્યું છે કે શાસ્ત્રમાં નિશ્ચયનયનું કથન હોય કે વ્યવહારનયનું કથન હોય-તે સર્વમાં નિશ્ચયનયાનુસાર જ અર્થો કરવા.
વ્યવહારનય સત્ય સ્વરૂપને નિરૂપતો નથી. પણ કોઈ અપેક્ષાએ ઉપચારથી અન્યથા નિરૂપે છે, તે સંયોગ, નિમિત્ત વગેરેનું જ્ઞાન કરાવવા માટે હોય છે. જો વ્યવહારનયના કથન નો અર્થ તેના શબ્દો પ્રમાણે જ કરવામાં આવે તો નિશ્ચય અને વ્યવહારના કથનો પરસ્પર વિરૂદ્ધ હોવાથી વિરોધ ઉત્પન્ન થાય, પરંતુ વીતરાગી કથનમાં કોઈ પણ સ્થળે વિરોધ હોઈ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #11
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શકે જ નહિ, માટે તે વિરોધ મટાડવા વ્યવહારનયના કથનનો અર્થ એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાઓ આ ઉપચાર કર્યો છે' એમ સમજવું. આ વિષય સંબંધી પ૦ શ્રી ટોડરમલજીએ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથમાં નીચેના શબ્દોમાં સ્પષ્ટ કહ્યું છે
પ્રશ્ન:- તો શું કરીએ તો નયમાં શું સમજવું? ).
ઉત્તર:- નિશ્ચયન વડે જે નિરૂપણ કર્યું હોય તેને તો સત્યાર્થ માની તેનું શ્રદ્ધાન અંગીકાર કરવું તથા વ્યવહારનયવડે જે નિરૂપણ કર્યું હોય તેને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું.
શ્રી સમયસાર ટીકામાં પણ શ્રી અમૃતચંદ્રાચાર્યદવે એ જ કહ્યું છે કે –
(શાર્દૂલવિક્રીડિત) सर्वत्राध्यवसानमेवमखिलं, त्याज्यं यदुक्तं जिनै स्तन्मन्ये व्यवहार एव निखिलोऽप्यन्याश्रयस्त्याजितः। सम्यङ् निश्चयमेकमेव तदमी, निष्कंपमाक्रम्य किं शुद्धज्ञानघने महिम्नि न निजे, बध्नति संतो धृतिम्।। १७३।।
અર્થ- સર્વ વસ્તુઓમાં જે અધ્યવસાન થાય છે તે બધાંય (અધ્યવસાન ) જિન ભગવાનોએ પૂર્વોક્ત રીતે ત્યાગવા યોગ્ય કહ્યાં છે તેથી અમે એમ માનીએ છીએ કે “પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળો ય છોડાવ્યો છે. તો પછી, આ સત્પરુષો એક સમ્યક્ નિશ્ચયને જ નિષ્કપણે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #12
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૭] અંગીકાર કરીને શુદ્ધજ્ઞાનઘનસ્વરૂપ નિજ મહિનામાં (આત્મ સ્વરૂપમાં) સ્થિરતા કેમ ધરતા નથી?
- ભાવાર્થ- અહીં વ્યવહારનો તો ત્યાગ કરાવ્યો છે, માટે નિશ્ચયને અંગીકાર કરી નિજમહિમારૂપ પ્રવર્તવું યુક્ત છે. વળી શ્રી કુન્દકુન્દાચાર્યદવે શ્રી મોક્ષપ્રાભૃતમાં કહ્યું છે કે –
जो सुत्तो ववहारे सो जोई जग्गए सकज्जम्मि। जो जग्गदि ववहारे सो सुत्तो अप्पणे कज्जे।। ३१।।
અર્થ- જે વ્યવહારમાં સૂતા છે તે યોગી પોતાના (આત્મધર્મરૂપ) કાર્યમાં જાગે છે તથા જે વ્યવહારમાં જાગે છે તે પોતાના કાર્યમાં સૂતા છે.
માટે વ્યવહારનયનું શ્રદ્ધાન છોડી નિશ્ચયનયનું શ્રદ્ધાન કરવું યોગ્ય છે. વ્યવહારનય, સ્વદ્રવ્ય-પદ્રવ્યને વા તેના ભાવોને વા કારણ -કાર્યાદિકને કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે છે. માટે એવા જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે તેથી તેનો ત્યાગ કરવો, વળી નિશ્ચયનય તેને જ યથાવત્ નિરૂપણ કરે છે તથા કોઇને કોઇમાં મેળવતો નથી તેથી એવા જ શ્રદ્ધાનથી સત્કૃત્વ થાય છે માટે તેનું શ્રદ્ધાન કરવું.
પ્રશ્ન- જો એમ છે તો જિનમાર્ગમાં બને નયોનું ગ્રહણ કરવું કહ્યું છે તેનું શું કારણ?
ઉત્તર:- જિનમાર્ગમાં કોઇ ઠેકાણે તો નિશ્ચયનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને તો “સત્યાર્થ એમ જ છે.' એમ જાણવું, તથા કોઈ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતા સહિત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #13
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૮] વ્યાખ્યાન છે તે “એમ નથી, પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે” એમ જાણવું અને એ પ્રમાણે જાણવાનું નામ જ બન્ને નયોનું ગ્રહણ છે. પણ બન્ને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી “આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે” એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બન્ને નયો ગ્રહણ કરવા કહ્યા નથી.
પ્રશ્ન:- જો વ્યવહારનય અસત્યાર્થ છે તો જિનમાર્ગમાં તેનો ઉપદેશ શા માટે આપ્યો? એક નિશ્ચયનયનું જ નિરૂપણ કરવું હતું?
ઉત્તરઃ- એવો જ તર્ક શ્રી સમયસારમાં કર્યો છે; ત્યાં ઉત્તર આપ્યો છે કેजह णवि सक्कमणज्जो अणज्जभासं विणा उ गाहेउं। तह ववहारेण विणः परमत्थुवएसणमसक्कं ।। ८।।
અર્થ: – જેમ કોઈ અનાર્ય-પ્લેચ્છને મ્લેચ્છ ભાષા વિના અર્થ ગ્રહણ કરાવવા કોઈ સમર્થ નથી, તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્ય છે, તેથી વ્યવહારનો ઉપદેશ છે.
વળી એ જ સૂત્રની વ્યાખ્યામાં કહ્યું છે કે –
एवं म्लेच्छस्थानीयत्वाज्जगतो व्यवहारनयोऽपि म्लेच्छभाषास्थानीयत्वेन परमार्थप्रतिपादकत्वादुपन्यसनीयः, अथ च ब्राह्मणो न म्लेच्छितव्य इति वचनाद्व्यवहारनयो नानुसतव्यः।
એ પ્રમાણે નિશ્ચયને અંગીકાર કરાવવા માટે વ્યવહારવડ ઉપદેશ આપીએ છીએ, પણ વ્યવહારનય છે તે અંગીકાર કરવા યોગ્ય નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #14
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes
[ ૯ ]
વળી શ્રી કુન્દકુન્દ્રાચાર્ય રચિત શ્રી સમયસારની ટીકામાં જયસેનાચાર્યે તથા યોગીન્દ્રદેવજી ચિત શ્રી પરમાત્મપ્રકાશની ટીકામાં શ્રી બ્રહ્મદેવજીએ શાસ્ત્રોના અર્થો કરવાની પદ્ધતિ દર્શાવી છે, જે આ પુસ્તક (ભાગ બીજો ) ના ૪૫મા પૃષ્ઠ પર છે. તેમાં પણ દરેક પ્રસંગે જ નયનું કથન હોય તે નક્કી કરી યથાર્થ અર્થ કરવા.
૨.નિમિત્ત-નૈમિત્તિક સંબંધ વગેરે:
શ્રી
નિમિત્ત-નૈમિત્તિક સંબંધ તે ખરેખર વ્યવહારનયનો વિષય છે તેથી તેનો અર્થ કરવામાં ખાસ કાળજી રાખવાની જરૂર છે, કેમકે નિમિત્તકા૨ણ તે ખરું કારણ નથી. માત્ર તે આરોપિત કારણ છે. દરેક સમયે દરેક દ્રવ્યમાં અનાદિથી અનંતકાળ સુધી પર્યાય થયા કરે છે, અને પર્યાય તે કાર્ય છે. કાર્ય તો ખરેખર ઉપાદાનસદશ થાય છે, પણ તે વખતે જે પદાર્થ ઉ૫૨, કારણ નહિ હોવા છતાં કારણપણાનો આરોપ આવે છે તેને નિમિત્ત કહેવામાં આવે છે; આ નિમિત્ત સંબંધીનું જ્ઞાન કરવું આવશ્યક છે, પણ નિમિત્તને લીધે નૈમિત્તિકમાં કાંઈ પણ કાર્ય થાય છે તેમ માનવું તે નિમિત્તને નિમિત્ત નહિ માનતાં ખરેખર ઉપાદાન માન્યા બરાબર થાય છે; વ્યવહાર કારણ વ્યવહારરૂપે નહિ રહેતાં નિશ્ચયકારણ થઇ જાય છે. જીવ અનાદિથી વ્યવહારને નિશ્ચય માનતો આવ્યો છે, તેથી શાસ્ત્રાભ્યાસ કરતાં પણ જીવજો વ્યવહા૨ને નિશ્ચયરૂપ માનવાનો અર્થ કરે તો અનાદિની થતી આવતી ભૂલ તેને ટળતી નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #15
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૦] નિમિત્ત વિના કાર્ય ન થાય તેવું કથન પણ વ્યવહારનું છે, એટલે કે એમ નથી, પણ દરેક કાર્ય વખતે ઉચિત નિમિત્ત ઉપસ્થિત હોય છે એમ બતાવવા માટે એવું કથન આવે છે, છતાં જો નિમિત્તની જરૂરિયાત ઉપાદાનને પડે છે અથવા તેની રાહ જોવી પડે છે અથવા તેની સહાયની જરૂર પડે છે અથવા નિમિત્તનો પ્રભાવ પડે છે કે તે નિમિત્ત વિના ઉપાદાનમાં ખરેખર કાર્ય થતું નથી-એમ માનવામાં આવે તો પર વિના સ્ત્રમાં કાર્ય ન થાય એમ ઠરે. પણ દરેક દ્રવ્યનું કાર્ય પોતપોતાના છ કારકોથી સ્વતંત્રપણે થાય છે. તેથી એમ નિર્ણય થાય છે કે કાર્ય થતી વખતે નિમિત્તની ઉપસ્થિતિ હોય છે એટલું જ્ઞાન કરાવવા માટે તે દર્શાવેલ હોય છે. નિમિત્તથી કાર્ય થયું એવાં કથન જૈન શાસ્ત્રોમાં આવે છે તેને પણ
વ્યવહારનયનું કથન જ સમજવું. ત્યાં એવો અર્થ કરવો કે નિમિત્તથી નૈમિત્તિક કાર્ય થયું નથી પણ નૈમિત્તિકમાં સ્વતંત્રપણે કાર્ય થયું તે વખતે નિમિત્ત કોણ હતું તે બતાવવા માટે એ કથન કરેલ છે.
કોઇ એમ માને છે કે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ જીવના પર્યાય અને કર્મ વચ્ચે જ હોય. બીજા કોઇ વચ્ચે ન હોય; પણ તે વાત બરાબર નથી. બીજાઓ વચ્ચે પણ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોય છે. માત્ર જ્યારે જ્યારે કારણો બતાવવા હોય ત્યારે ત્યારે ઉપાદાનકારણ અને નિમિત્તકારણ એમ કહેવામાં આવે છે અને બે પદાર્થો વચ્ચેના કારણ-કાર્ય બતાવવા હોય ત્યારે નિમિત્ત કારણ ને નૈમિત્તિક કાર્ય-એમ કહેવામાં આવે છે; અને એક જ દ્રવ્યમાં પોતાનું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #16
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૧] કારણ-કાર્ય બતાવવાનું હોય ત્યારે ઉપાદાન કારણ અને ઉપાય કાર્ય કહેવામાં આવે છે. આ સંબંધની ચોખવટ આ પુસ્તકના પ્રશ્નોત્તર ૩૯૩ (પૃ. ૧૬૦) માં કરવામાં આવેલ છે.
કેટલાક એવી માન્યતા ધરાવે છે કે કર્મના ઉદય અનુસાર જીવને degree to degree વિકાર કરવો જ પડે. આવી માન્યતા બે દ્રવ્યની એકત્વબુદ્ધિમાંથી ઉત્પન્ન થાય છે. કર્મનો જીવમાં સર્વથા અભાવ છે; તે જીવ માટે અદ્રવ્ય, અક્ષેત્ર, અકાળ, અભાવ છે; માટે ખરેખર જીવ પોતાના કારણે વિકાર કરે છે ત્યારે નિમિત્તે કયું કર્મ છે તે દર્શાવવા માટે શાસ્ત્રમાં કર્મના ઉદયથી જીવમાં વિકાર થાય છે એમ કહેવામાં આવે છે. આ સંબંધીની સ્પષ્ટતા પ્રશ્નોત્તર ૩૭૧ તથા ૩૯૬માં કરવામાં આવેલ છે. સારાંશ એ છે કે નિમિત્ત, વ્યવહાર અને પરદ્રવ્યએ બધાનું જ્ઞાન કરવાની જરૂર છે, કેમકે તેવા જ્ઞાન વિના યથાર્થ જ્ઞાન થતું નથી. પણ તેમાંથી કોઇના આશ્રયે કદાપિ ધર્મ થતો નથી તેમ જ તે ધર્મનું કારણ પણ થતું નથી તેમ ચોક્કસ નિર્ણય ધારવો.
અહીં એટલું જણાવવાનું કે શ્રી અમૃતચંદ્રાચાર્યદવ રચિત પુરુષાર્થસિદ્ધયુપાય ગ્રંથના ૨૨૫માં શ્લોકનો જે અર્થ છે તે ઉપયોગી હોઇ તેનું અત્રે અવતરણ આપીએ છીએ.
૩. જૈની નીતિ અથવા નયવિવફા:
एकेनाकर्षन्ती श्लथयन्ती वस्तुतत्त्वमितरेण। अन्तेन जयति जैनी नीतिर्मन्थाननेत्रमिव गोपी।। २२५ ।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #17
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes
[૧૨ ]
અર્થ:- રવઈનું નેતરું ખેંચનારી ગોવાલણની જેમ, જિનેન્દ્ર ભગવાનની જે નીતિ અર્થાત્ નયવિવક્ષા છે તે વસ્તુસ્વરૂપને એક નયવિવક્ષાથી ખેંચતી અને બીજી નય વિવક્ષાયી ઢીલી કરતી થકી અંત અર્થાત્ બન્ને વિવક્ષાઓ વડે જયવંત રહો.
ભાવાર્થ:- ભગવાનની
વાણી સ્યાદવાદરૂપ અનેકાન્તાત્મક છે; વસ્તુનું સ્વરૂપ પ્રધાન તથા ગૌણ નયની વિવક્ષાથી કરવામાં આવે છે; જેમકે જીવદ્રવ્ય નિત્ય પણ છે અને અનિત્ય પણ છે; દ્રવ્યાર્થિકનયની વિવક્ષાથી નિત્ય છે અને પર્યાયાર્થિક નયની વિવક્ષાથી અનિત્ય છે. આ નયવિવક્ષા છે.
[જુઓઃ જિનવાણી પ્રચાર કાર્યાલય-કલકત્તા પ્રકાશિતપુરુષાર્થ સિદ્ધયુપાય-પૃ. ૧૨૩]
આ શ્લોક એમ બતાવે છે કે શાસ્ત્રમાં કોઇ ઠેકાણે નિશ્ચયનયની મુખ્યતાથી કથન છે અને કોઇ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતાથી કથન છે. પણ તેનો અર્થ એવો નથી કે ધર્મ કોઇ વખતે વ્યવહારનય (અભૂતાર્થનય ) ને આશ્રયે થાય છે. અને કોઇ વખતે નિશ્ચયનય (ભૂતાર્થનય ) ને આશ્રયે થાય છે. પણ ધર્મ તો હંમેશાં નિશ્ચયનય એટલે ભૃતાર્થનયને જ આશ્રયે થાય છે.
આવો ન્યાય એ જ શાસ્ત્રના પાંચમા શ્લોકમાં તથા શ્રી કાર્તિકેયાનુપ્રેક્ષા ગ્રંથની ગાથા ૩૧૧-૩૧૨ના ભાવાર્થમાં આપ્યો છે, માટે આ શ્લોકનો બીજો કોઇ અર્થ કરવો યોગ્ય નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #18
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४. भोक्षमार्ग:
મોક્ષમાર્ગ તો એક જ છે અને તે નિશ્ચય મોક્ષમાર્ગ છે, પણ નિશ્ચય અને વ્યવહાર-એમ બે મોક્ષમાર્ગ નથી. પરંતુ નિશ્ચય મોક્ષમાર્ગનું કથન બે પ્રકારનું છે. (૧) નિશ્ચય મોક્ષમાર્ગ, (૨) વ્યવહાર મોક્ષમાર્ગ. એટલે કે, દરેક કાર્યમાં બે કારણો હોય છે. ઉપાદાન અને નિમિત્ત. તેમાં ઉપાદાન તે નિશ્ચય મોક્ષમાર્ગ છે અને તે સમયની અધૂરી રહેલી અને વિકારી દશા તે નિમિત્ત હોવાથી તેને વ્યવહાર મોક્ષમાર્ગ કહ્યો છે. ઘણા લોકો બે મોક્ષમાર્ગ હોય એમ માને છે; પણ તે માન્યતા જૂઠી છે. આ સંબંધમાં મોક્ષમાર્ગ પ્રકાશક હિંદી, શ્રી દિગંબર જૈન સંઘ-મથુરા તરફથી બહાર પડેલ છે તેની प्रस्तावनामा पृ. ८-१० Hi Qण्यु छ :
“आपने इस बातका खण्डन किया है कि मोक्षमार्ग निश्चय व्यवहाररूप दो प्रकार का है। वे लिखते हैं कि यह मान्यता निश्चयव्यवहारावलम्बी मिथ्यादृष्टियोंकी हैं, वास्तवमें तो मोक्षमार्ग दो नहीं हैं किन्तु मोक्षमार्ग निरूपण का दो प्रकार है। पाठक देखेंगे कि जो लोग निश्चय-सम्यग्दर्शन, व्यवहारसम्यग्दर्शन, निश्चय रत्नत्रय, व्यवहार-रत्नत्रय, निश्चयमोक्षमार्ग, व्यवहारमोक्षमार्ग इत्यादि दो भेदों की रातदिन चर्चा करते रहते हैं उनके मंतव्य से पं. जी का मंतव्य कितना भिन्न है ? इसी प्रकार आगे चल कर उन्होंने लिखा है कि निश्चय-व्यवहार दोनों को उपादेय मानना भी भ्रम है, क्योकि दोनों नयों का स्वरूप परस्पर विरुद्ध है इस लिये दोनों नयों का उपादेयपन नहीं बन सकता। अभी
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #19
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૪] तक तो यही धारणा थी कि न केवल निश्चय उपादेय है और न केवल व्यवहार किन्तु दोनों ही उपादेय हैं किन्तु पंडितजीने उसे मिथ्यादृष्टियोंकी प्रवृत्ति बतलाई है।” ૫. સર્વજ્ઞ સ્વભાવઃ
આત્માની અનંત શક્તિઓમાંની “સર્વજ્ઞત્વ અને સર્વ દર્શિત્વ એવી બે શક્તિઓના પૂર્ણ શુદ્ધપર્યાય થતાં આત્મા સર્વજ્ઞ અને સર્વદર્શી થાય છે. તેમાં સર્વજ્ઞસ્વભાવ વડે જગતના સર્વ દ્રવ્યો, તેના અનંત ગુણો, અનાદિ -અનંત પર્યાયો, અપેક્ષિત ધર્મો અને તેના અવિભાવ પ્રતિચ્છેદોએ બધાને યુગપદ્ એક સમયે જાણે છે અને તે જ્ઞાનમાં કાંઈપણ અજાણ્યું રહેતું નથી, તેથી સિદ્ધ થાય છે કે દરેક દ્રવ્યના પર્યાય ક્રમબદ્ધ થાય છે, કોઈપણ પર્યાય આડાઅવળાં થતાં નથી.
પ્રથમાનુયોગના શાસ્ત્રોમાં શ્રી તીર્થકર ભગવાનોએ તથા શ્રી કેવળીભગવાનોએ ઘણા જીવોના ભૂત-ભાવી પર્યાયો સ્પષ્ટપણે જણાવેલ છે તથા અવધિજ્ઞાની મુનિઓએ પણ ઘણા જીવોના ભૂત-ભાવી ભવોની વાતો કહી છે. તેથી દરેક દ્રવ્યના પર્યાયો ક્રમબદ્ધ હોય છે એમ જો માનવામાં આવે નહિ તો તે શાસ્ત્રો ખોટા પડે.
કોઇ કહે છે કે ભગવાન અપેક્ષિત ધર્મને ન જાણે, ભવિષ્યના પર્યાય પ્રગટ થયા નથી માટે તે સામાન્યપણે જાણે પણ વિશેષપણે જાણી શકે નહિ; વળી કોઇ કહે છે કે જો ભગવાન ભૂત-ભાવી સ્પષ્ટ જાણતા હોય તો મારો પહેલો પર્યાય અને છેલ્લો પર્યાય ક્યો? તે કહી દે-એ પ્રમાણે અનેક પ્રકારની જાઠી માન્યતાઓ ચાલી રહી છે, વળી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #20
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૫ ] ભગવાને બધું જાણી લીધું હોય તો જીવોએ કોઇ પુરુષાર્થ કરવો રહેતો નથી તેવી ઊંધી માન્યતાઓ પણ કેટલાક ધરાવે છે. પરંતુ જે જીવ સ્વસમ્મુખ થઈ પોતાના સ્વરૂપનો જ્ઞાતા થાય તેને ક્રમબદ્ધપર્યાયનો યથાર્થ નિર્ણય થઇ શકે; અને તેવો નિર્ણય યથાર્થ પુરુષાર્થ વિના થતો નથી એ વાત તેમને લક્ષમાં આવતી નથી. તેથી આત્માનો મૂળ જ્ઞાતા સ્વભાવ તેમના જાણવામાં નહિ આવતો હોવાથી “ણમો અરિહંતાણં' પદનો પણ સત્ય અર્થ તે જાણી શકતા નથી અને આત્મસ્વભાવના અજ્ઞાત રહે છે.
વસ્તુનો સ્વભાવ એવો છે કે તેમાં ક્રમબદ્ધ પર્યાય થાય જ; તથા કેવળજ્ઞાની પણ વસ્તુસ્વરૂપના પરિપૂર્ણ જ્ઞાતા છે. તેમના જ્ઞાનમાં બધું જાણવામાં આવેલ હોવાથી દરેક દ્રવ્યના ક્રમબદ્ધ પર્યાય થાય છે એમ માન્યા વગર કેવળજ્ઞાનનું સ્વરૂપ યથાર્થપણે જાણવામાં આવતું નથી, માટે દરેક દ્રવ્યના પર્યાય ક્રમબદ્ધ થાય છે તેમ જિજ્ઞાસુઓએ નક્કી કરવું જોઈએ. ૬. અભાવ:
આ “પ્રશ્નોત્તરમાળામાં અભાવ નામનું પ્રકરણ જુદું રાખવામાં આવેલ છે તેનો અભ્યાસ કરવાથી માલૂમ પડશે કે એક વસ્તુનો બીજી વસ્તુમાં દ્રવ્ય, ક્ષેત્રે, કાળે અને ભાવે ખરેખર અભાવ હોવાથી બીજાનું કાંઇ પણ કરી શકતું નથી; અને આવું નક્કી કર્યા સિવાય, અનાદિથી ચાલી આવતી પર દ્રવ્યની કર્તબુદ્ધિ ટળે નહિ, નિમિત્ત-નૈમિત્તિક સંબંધ વ્યવહાર સંબંધ છે. નિમિત્ત-નૈમિત્તિકનો પરમાર્થ અર્થ એ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #21
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૬] થાય છે કે નૈમિત્તિકે પોતે પોતાથી કાર્ય કર્યું તેમાં નિમિત્તે કાંઈ કર્યું નથી એટલે કે નિમિત્ત છે ખરું પણ તેણે નૈમિત્તિકનું કાંઇ કર્યું નથી એમ નક્કી કરવામાં ન આવે તો એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ હોવાનું ખરેખર માન્ય ગણી શકાય નહિ.
મુખ્ય વિષયો સંબંધી યોગ્ય માર્ગદર્શન આ પ્રસ્તાવનામાં સંક્ષેપ ને સ્પષ્ટતાથી કરવામાં આવેલ છે, એટલું દર્શાવ્યા પછી નમ્રભાવે જણાવવાનું કે આ પ્રશ્નોત્તરમાળા માત્ર વાંચી જવાથી તત્ત્વનું યથાર્થ જ્ઞાન થઇ શકે નહિ પરંતુ તેનું યથાર્થ જ્ઞાન કરવા માટે જ્ઞાનીઓ પાસેથી ઉપદેશ સીધો સાંભળવો જોઇએ અને તેટલા માટે જિજ્ઞાસુઓએ પરમ પૂજ્ય કૃપાળુ સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના આધ્યાત્મિક વ્યાખ્યાનોનો પ્રત્યક્ષ લાભ લેવો જોઈએ. એવો લાભ લેવામાં આવે તો આત્માને વિશેષ લાભનું કારણ થશે. ૭. આભારદર્શન
આ પુસ્તક તૈયાર કરવામાં બ્ર. ચંદુભાઈ, બ્ર. ગુલાબચંદભાઈ શ્રી હીરાચંદભાઈ વગેરે જે જે સ્વધર્મી બંધુઓએ ખાસ કરીને ભાઈશ્રી છોટાલાલ ગુલાબચંદ ગાંધી B. A. Hons. S. T. ૮. સોનાસણવાળાએ-ઘણી સેવા આપી છે; તે સર્વનો આભાર માનું છું.
દશલક્ષણીપર્વ
વીર સં. ૨૪૮૬ રામજી માણેકચંદ દોશી પ્રમુખ શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #22
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રશ્ન-સૂચી
(અ) નામ
પ્રશ્ન નંબર અગુરુલઘુત્વ
૧૨૦, ૧૨૫, ૧૨૭ થી ૧૩૩, ૨૦૫ અગૃહીત મિથ્યાત્વ
૩૦૧ અગોચર
૧૧૭ અચક્ષુદર્શન
૧૧૫ અજ્ઞાન મિથ્યાત્વ
૩૦૨ અચેતનત્વ અમૂર્તત્વ એક સાથે શેમાં?
૨૧) અજડત્વ પ્રતિજીવી ગુણ
૨૦૮ અજીવ દ્રવ્યો કયા?
૩ર અંતરંગકારણ
૪૦૧ અર્થની વ્યવસ્થા ઉપરથી ટૂંકામાં શું સમજવું?
૫૮ અર્થ
પ૭ અર્થપર્યાય
૨૧૭–૧૮ અર્થાવગ્રહ
૨૭૪ અનાદિઅનંત, સાદિઅનંત, અનાદિ સાંત, સાદિસાંત ૨૮૪ અધર્મ દ્રવ્ય
૧૧-૧૨ અધિકરણકારક
ઉપર અન્વયકારણ
૪૨૩ અનંત પુદગલ તથા સ્કંધો આકાશના એક પ્રદેશમાં રહે તો પણ એકબીજાને બાધા ન થાય?
૫૩ અનુજીવી ગુણ
૧૯૯ અનુમાન
૨૭૯
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #23
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૪
અપાદાન કારક
૩૫૧ અભવ્યત્વગુણ
૧૭૩ અભાવ
૩૧૪-૧૫ અભાવની ચર્ચા
૩૧૬ થી ૩૪૬ અભાવરૂપ નિમિત્ત
૩૯૫. અમારા કામમાં બીજાની જરૂર, બીજા વિના ન ચાલે, એમ માનનારે કયા ગુણ ન માન્યા ?
૧૪૩ અરૂપી અને અચેતન કેટલા ?
૫૦ અલખ
૧૧૭ અલોકાકાશ
૧૬, ૧૮ અવ્યાબાધ પ્રતિજીવી ગુણ અવગ્રહું
૨૭૦-૭૩ અવાય
૨૭) અવધિદર્શન
૧પ૬ અવધિજ્ઞાન
૧૬૨ અવિરતિ
૩૦૩ અવાજ અસ્તિત્વગુણ
૯૨. ૯૩ અસ્તિકાયા અસમર્થ કારણ અહંત ભગવાન અને અવ્રતી સમ્યગ્દષ્ટિબેયના સમ્યકત્વમાં ફેર છે?
૨૯૨ (આ) આકાર આકાશ
૧૩, ૧૪ આકાશને અવગાહનમાં નિમિત્ત કોણ ?
૪૬
૨૮૩
૪૨૦
૨૨૨
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #24
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬
૩૮
આકાશના એક પ્રદેશમાં એક જ જાતના બે દ્રવ્યો
કદી સાથે ન રહે તે કોણ? ૧૯ આકાશના એક પ્રદેશમાં કેટલા પરમાણુ છૂટા અને કેટલા સ્કંધો રહી શકે ?
૫૧ આ ઉપરથી શું સમજવું?
૫૬ આત્મા અલખ અગોચર
૧૧૭ આત્માના – ચતુષ્ટયા
ઉOG આત્મા સાકાર-નિરાકાર
૧૩૫ આત્માના અવગ્રહ, ઇહા, અવાય, ધારણા.
૨૭૧ આત્માને બ્રાહ્મી તેલ, બદામાદિથી તથા
ચમાંથી લાભ થાય? ૧૨૮–૨૯ આત્મા તો અરૂપી છે, અલ્પ જ્ઞાનથી તે કેમ જણાય? આત્માને કેવું શરીર હોય? આત્માને અવયવ આત્માને પ્રદેશરૂપ અસંખ્ય અવયવ માનવાથી
તેના ખંડ થાય?
૩૫ આત્મા શેનો કર્તા ?
૩૬૬ આત્માને રાગાદિ સ્વભાવ છે ?
૩૭૨ આત્માને કર્મનું જોર છે?
૩૭૩ આદિનાથ ભગવાન વખતે આપણે હતા તેનો આધાર ८४ આહાર વર્ગણા
૨૫૩ આહારક શરીર
(ઈ) ઇન્દ્રિયોના વિષયો સુખ-દુ:ખ દાતા છે?
૩૭૪ ઇશ્વરે વિશ્વ (જગત) બનાવ્યું છે?
૯૫ દુહા
૨૭)
૬૯
ર૬૧
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #25
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉત્પાદ
૬૧, ૨૩૬ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્ની શાસ્ત્રોક્ત ચર્ચા
(૬૧ તેનું પાનું) ૧૮ થી ૨૧ ઉત્પાદાદિ ત્રણ એક જ સમયમાં
૨૩૯ ઉત્પાદક સામગ્રીના ભેદ
૩૮૧ ઉદાસીન નિમિત્ત
૩૮૭ ઉપાદાનકારણ
૩૮૨ ઉપાદાન ઉપાદેય
૩૯૩ ઉપકાર
૪૨૫ ઉપાદાનકારણથી જ કાર્ય માનવામાં શો દોષ?
૪૦૧ ઉપાદાન નિમિત્ત કારણોના બીજા કયા નામો ?
૪૧૫ ઉપાદાન નિમિત્તની ચર્ચામાં પર, નિમિત્ત,
વ્યવહાર હેય છે અને ધ્રુવ ઉપાદાનના આશ્રયે જ ધર્મ થાય છે તેના શાસ્ત્રાધાર
(એ). એક જીવ બીજાનો ઘાત કરે?
૩૬૯ એક દ્રવ્યના બે કર્યા?
૩૬૫ એક જીવને એક સાથે કેટલા શરીર ?
૨૬૪ એક દ્રવ્યમાં રહેલા ગુણો પરસ્પર એકબીજાનું કામ કરે ? ન કરે તો તેની વ્યવસ્થા શું?
૧૨૬ એક પરમાણુ જેવડું બીજાં કોઈ છે? એક જીવ થોડામાં થોડી જગ્યા રોકે તો લોકાકાશના કેટલા પ્રદેશ રોકે ? એવાં કયાં દ્રવ્યો છે કે જે માત્ર ક્રિયા અને ભાવવતી શક્તિવાળા દ્રવ્યોને જ નિમિત્ત થાય?
૪૩૨
RO
૪૫
૫૪
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #26
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૨
૮૯
કર્તા કર્મ
એક દ્રવ્યમાંના દરેક ગુણને જુદા શા આધારે જાણશો? એવું કયું દ્રવ્ય છે કે જેમાં સામાન્ય ગુણ ન હોય? એવા કયા વિશેષ ગુણો છે કે જે બે દ્રવ્યોમાં જ હોય? ૧૮૩ એક સમયમાં કેટલા કારકો?
૩પ૦ એકાન્ત મિથ્યાત્વ
૩૦૨ ઔદારિકશરીર
૨૫૯ (ક)
उ४७
३४८ કર્મોદય પ્રમાણે જીવને રાગાદિ છે?
૩૭૧-૩૯૬ કર્મનો તીવ્ર ઉદય હોય ત્યારે જીવ પુરુષાર્થ કરી શકે ? ૩૯૭ કષાય
૩૬ કર્મની જોરાવરી
૪/૯ કર્માણવર્ગણા
૨૫૭ કર્મબંધના કારણો
૨૯૯ કાર્માણશરીર
૨૬૩ કાળથી બધું બદલાય છે માટે બધું કાળને આધીન છે? ૧૦પ કાલદ્રવ્ય
૨૨, ૨૩, ૨૯ કાળ દ્રવ્યો અસંખ્ય છે તેને પરિણમનમાં નિમિત્ત કોણ? ૪૭ કાળ અપેક્ષાએ દ્રવ્ય-ગુણ-પર્યાય સરખાવો
૩૧૨ કાર્ય કોના જેવું થાય છે?
૪૨૬ કાર્ય કેવી રીતે થાય છે?
૩૭૯, ૩૯૮, ૪ર૬ કરણ (-કારણ).
૩૪૯ કારકો
૩પ૩ કારણમાં નિશ્ચય-વ્યવહાર
૩૫૪ થી ૩પ૭ કારકો સંબંધી ચર્ચા
૩૫૯ થી ૩૬૪ કારણ-સાક્ષા-પરંપરા
૪૨૮
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #27
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
८६
કારણ
૩૮૦ કેવળજ્ઞાન
૧૬૪–૨૮૩ કેવળદર્શન
૧૫૭ કેવળજ્ઞાનનો વિષય અને તેનું વિસ્તારથી સ્પષ્ટીકરણ ૨૯૪ કેટલા દ્રવ્યો અસ્તિકાય
૨૮ કેટલીક વસ્તુનો આકાર ઘણો કાળ એકસરખો દેખાય છે
તો તેને બદલવામાં કેટલો કાળ લાગતો હશે? ૧૩૮ કયા કયા દ્રવ્યના કયા પર્યાયો ?
૨૨૧ કયા દ્રવ્યને કેટલા પ્રદેશ
૪૧ ક્રિયાવતીશક્તિ
પર, ૧૬૮ ક્રિયાવતીશક્તિનું કાર્ય તથા તેના જાણવામાં
ધર્મ સંબંધી શું લાભ? ૧૮૪-૮૫ કોઈ જગતની રક્ષા કરે છે? કોઈ જગતનો સંહાર કરે છે? કોઈ બીજાની ઉત્પત્તિ, રક્ષા તથા સંહાર કરનાર નથી એ ઉપરથી સિદ્ધાંત
૯૮ કોઈવાર કર્મનું જોર છે?
૩૭૩ કોઇ એમ જાણે કે પુદ્ગલ નિમિત્તકર્તા થઈ પરિણમે છે 3७८ ક્ષેત્ર અને કાળથી દ્રવ્ય-ગુણ-પર્યાય
૨૪૬ ( ગ ) ગતિહેતુત્વ ગુણ ગમન કરે ? ગતિતુત્વનો અર્થ, ગતિહેતુત્વ ગુણ તેના પડોશીને ગતિમાં નિમિત્ત છે?
૧૯૦, ૧૯૧ ગુણ
૩, ૬૬ ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે એ શબ્દો ઉપરથી
દ્રવ્ય અને ગુણનો સંખ્યાભેદ કહો ગુણની વ્યાખ્યામાંથી ક્ષેત્રવાચક અને કાળવાચક શબ્દ બતાવો ૭૦
૧૮૯
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #28
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૧
ગ.)
૭૫
૭૬
૨૪૩
૭૭, ૭૮
ગુણ દ્રવ્યના પૂરા ભાગમાં એટલે ? ગુણ સર્વ હાલતોમાં એટલે? ગુણની વ્યાખ્યામાંથી “દ્રવ્યના પૂરા ભાગમાં
એ શબ્દ કાઢી નાખવાથી શો દોષ ગુણની વ્યાખ્યામાંથી કાળ અપેક્ષા બતાવનારા “સર્વ
હાલતોમાં” એ શબ્દ કાઢી નાખવાથી શો દોષ ગુણ અંશ છે કે અંશી ગુણોના પ્રકાર ગુણથી દ્રવ્ય જુદું ન પડે કઈ અપેક્ષાએ ગુણની વ્યાખ્યામાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ કેવી રીતે આવે છે? ગુણના કાર્યક્ષેત્રની મર્યાદા ગુણસ્થાનક ગુણસ્થાનના નામ ગૃહીત મિથ્યાત્વ ગુરુનું જ્ઞાન શિષ્યને મળ્યું. શાસ્ત્રોમાંથી મેં જ્ઞાન લીધું, તે બરાબર છે?
८८
૨૨૮
७४
૩૦૧-૨
૧૨૭
(ઘ)
૨૮૩
ઘડિયાળનું ચાલવું ઘડારૂપ કાર્યમાં ક્ષણિક ઉપાદાન અને ત્રિકાળી ઉપાદાન, ઉદાસીન અને પ્રેરક
૩૮૮
(ચ)
૩૦૮
૧૫૪
ચતુષ્ટય ચક્ષુદર્શન ચારિત્રગુણ ચારિત્રગુણના શુદ્ધ પર્યાયો
૧૬૬
૨૭૮
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #29
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮ ૧૪૯-૧૫૦
૧૮૭
૩૫૮
उ४
પર
૬૫
૧૪૬
ચેતન ચેતન્ય, ચેતના ચેતના ચૈતન્યગુણ ગતિ કરે?
| (છ). છે કારકો-દ્રવ્ય-ગુણ-પર્યાયમાંથી શું છે? છે દ્રવ્યોના નામ છમાં રૂપી કોણ, અરૂપી કોણ? છમાં ક્ષેત્રાન્તરરૂપ ક્રિયાવતી શક્તિવાળા અને
પરિણમનરૂપ ભાવવતી શક્તિવાળા કેટલા દ્રવ્ય? છયે દ્રવ્યોના દ્રવ્ય-ગુણ-પર્યાયોને જાણવાનું ફળ શું? છયે સામાન્ય ગુણોનું ટૂંકામાં પ્રયોજન છયે દ્રવ્યો તથા તેના ગુણ-પર્યાયોની સ્વતંત્રતાની
મર્યાદા કયા ગુણથી છે? છાયા
(જ) જગતમાં ન જણાય એવો પદાર્થ કોણ ?
ન જણાય તો શું દોષ આવે ? જગતમાં ક્ષેત્રે મોટું કોણ? જણાવવાની અને જાણવાની એમ બેઉ શક્તિ
એક સાથે શેમાં? જણાવવાની શક્તિનું નામ અને તેનો વ્યુત્પત્તિ અર્થ જડ કર્મ જીવને રાગ કરાવે છે? જડત્વ કોનો અનુજીવી ગુણ? જે નથી જાણતા તેવા દ્રવ્યો પણ સ્વત: પરિણમે છે
તેમાં ક્યો ગુણ સાબિત થયો? જે નાશ ન પામે, બીજામાં ન ભળે તે ક્યા ગુણના કારણે?
૧૨૪ ૨૮૩
૧૧૩
૩૭
૧૧૮ ૧૯૯
૩૭૭
૨૦૯
૧૪૨
૧૪૪
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #30
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
જો જીવ શરીરને ચલાવી દેતો નથી તો પછી
મડદું કેમ ચાલતું નથી ?
જીવત્વગુણ
જીવના અનુજીવી–પ્રતિજીવી ગુણ
જીવ દ્રવ્ય
જીવ, પુગળ, આકાશ અને કાળને બે-બે ભેદમાં મૂકો જીવ દ્રવ્ય કયા ક્ષેત્રે કદી ન જાય અને તેનું કારણ ? જીવાદિ દ્રવ્ય કેટલા અને ક્યાં છે?
તે છ દ્રવ્યોમાં બે ભેદ પાડો
જીવના અસ્તિત્વગુણ જાણવાથી શું લાભ ? જીવ દ્રવ્યમાં અગુરુલઘુગુણના કા૨ણે દ્રવ્ય
ક્ષેત્ર-કાળ-ભાવની મર્યાદા બતાવો
જીવ દ્રવ્યની ઉ૫૨ મુજબની મર્યાદા સમજવાથી શું લાભ ? જીવનો આકાર કેવી રીતે સંકોચ વિસ્તાર પામે ? જીવમાં વિભાવ વ્યંજનપર્યાય ક્યાં સુધી ? જીવને બીજાઓ ઉપકાર કરે ?
જીવના વિકા૨ીભાવ વિષે
જીવ એકેન્દ્રિય અવસ્થામાં જાય ત્યાં તેના ગુણો ઘટી જાય અને પંચન્દ્રિય થતાં તેના ગુણો વધી જાય ? જે નથી જાણતાં તેવા દ્રવ્યો પણ સ્વતઃ પરિણમે છે તેમાં ક્યો ગુણ કારણપણે સાબિત થાય છે ? જે નાશ ન પામે, બીજામાં ન ભળે તે ક્યા ગુણના કારણે ? ઝાડથી ફળ પડવામાં પૃથ્વીનું આકર્ષણ કારણ છે? (A )
જ્ઞાનચેતના
જ્ઞાનના ભેદ
૧૮૬
૧૭૪
૧૦૧-૨
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
૫
૩૬
૪૪
ર૬
૩૧
૯૯
૧૨૧
૧૨૨
૨૨૩
૨૨૮
૪૨૫
૩૬૪-૩૬૭
૧૩૩
૧૪૨
૧૪૪
૧૯૭
૧૫૨
૧૫૯
Page #31
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૪
૨૬૫
(૧૦) જ્ઞાન અને ક્રિયા જ્ઞાન ગુણના પર્યાયો જ્ઞાનમાં સ્વભાવઅર્થપર્યાય, વિભાવઅર્થપર્યાય જ્ઞાની બીજાનું ભલું કરવા ઉપદેશ આપે છે?
(ત)
૨૬૬
૩૭૬
તર્ક
૨૬૯
૨૫૪
૨૬૨
૧૫૮
તૈજસ વર્ગણા તૈજસ શરીર
(દ) દર્શન ઉપયોગ ક્યારે થાય? દર્શન ચેતના દર્શન ચેતનાના ભેદ દરેક દ્રવ્યમાં પોતાનું કામ કરવાનું સામર્થ્ય શાથી છે? દરેક દ્રવ્યમાં દ્રવ્યત્વ વગેરે ગુણો ત્રિકાળ રહે છે?
રહે તો તેનું કારણ શું? દૂધમાં છાશ વડે દહીં થાય છે?
૧૫૧ ૧૫૩
૧/૯
૧૦૭
૧૩)
:ખ
૨૮૩
દ્રવ્ય
૬૦, ૬૩, ૬૮, ૬૯, ૩૧૦ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં સત્ કોણ છે અને કેવી રીતે? ૨૩પ દ્રવ્ય-ગુણ-પર્યાય તેમાંથી ય કોણ?
૨૪૭ દ્રવ્ય-ગુણ-પર્યાયના આકાર
૧૩૬ દ્રવ્ય અને પર્યાય તેમાં કોનો આકાર મોટો?
૧૩૭ દ્રવ્યનું દ્રવ્ય” એવું નામ શા કારણ?
૧/૪ દ્રવ્યનું “વસ્તુ” એવું નામ શાથી છે?
૧૦૨ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ અનંતપણે
કોની સંખ્યા વધુ છે? પપ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #32
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૧
૭૩
૩૧૩
આ ઉપરથી શું સમજવું
૫૬ દ્રવ્ય-ગુણ-પર્યાયની સ્વતંત્રતા, અસહાયતા, અનેકાન્તતા દ્રવ્ય પહેલું કે ગુણો? દ્રવ્યથી ગુણો જુદા ન પડે-કઇ અપેક્ષાથી ?
૮૩ દ્રવ્યના ગુણોના પ્રદેશ જુદા જુદા માનવામાં શો દોષ? દ્રવ્ય અને તેના ગુણોમાં સંજ્ઞા, સંખ્યા અને લક્ષણની અપેક્ષાએ ભેદ બતાવો દ્રવ્ય અને પર્યાયમાં ભેદ-અભેદ સમજાવો દ્રવ્યના પ્રત્યેક ગુણમાં નવા નવા પર્યાય થાય છે?
થાય છે તો તેનું કારણ શું? ૧૦૬ દ્રવ્ય અને પર્યાયમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની ચર્ચા ૩૦૯ થી ૩૧૩ દ્રવ્યના ભૂતકાળના પર્યાયો વધુ કે ભવિષ્યના?
૨૪૮ દ્રવ્યત્વગુણ
૧૦૩ દ્રવ્યત્વગુણ ઉપરથી શું સમજવું?
૧૦૮ દ્રવ્યત્વગુણ અને વસ્તુત્વગુણ બેઉના ભાવમાં શું ફેર ? ૧૧૦ દ્રવ્ય-ગુણ-પર્યાય જાણવાનું ફળ
૨૪૯ દ્રવ્યપ્રાણના ભેદ
૧૭૬ દેશચારિત્ર
(ઘ) ધર્મદ્રવ્ય ૧૦ ધરતીકંપ આદિમાં ખરું કારણ?
૧૯૪ ધારણા
૬૨, ૨૩૮ (ન) નીચેના બોલ કયા ગુણના કયા પર્યાય ?
૨૮૩ નિમિત્તકારણ
૩૮૪, ૪૩૧
૨૮O
૨૭)
ધ્રૌવ્ય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #33
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિમિત્ત કારણના ભેદ
૩૮૫-૪૧૬ નિમિત્ત પ્રેરક ઉદાસીન
૩૮૬-૮૭-૯૪-૯૫ નિમિત્તના અનેક પ્રકાર ભાવરૂપ-અભાવરૂપ
૩૯૫ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ કોને કહે છે?
૩૯૩-૪૨૭ નિમિત્ત નૈમિતિક સંબંધ કયારે કહેવાય?
૪/૪ નિમિત્ત-નૈમિતિક સંબંધના દષ્ટાંત
૪૦૫. નિમિત્તના બળથી, પ્રેરણાથી બીજાનું કાર્ય થાય છે? ૩૭૫ નિમિત્તો ઉપાદાનમાં કાંઇ પ્રભાવ-પ્રેરણા
અસર કરે છે? ૩૮૯ થી ૩૯૨ નિમિત્ત અકિંચિત્કર
૩૯૯-૪૦૦ નિમિત્ત ખરેખર અકિંચિત્થર કેમ?
૪૦૩ નિમિત્ત ઉપાદાન સંવાદ, બનારસી વિલાસમાંથી અર્થસહિત ૪૦૬–૭ નિમિત્ત વિના કાર્ય થાય?
४०८ નિમિત્ત પામીને કાર્ય થાય?
૪૧૩ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ દ્રવ્ય કર્મ સાથે જ છે?
૪૨૭ નિમિત્ત ઉપાદાનના પ્રશ્નોમાં શું સિદ્ધાંત છે?
૪૩૩-૩૪ નિશ્ચયકાલ
૨૪ (૫) પરમાણુ પરમાણુ કાંઇ જાણે નહિ તો કોઇના આધાર
વિના વ્યવસ્થિત કેમ રહે? ૨૪૫. પરિણમનમાં (કાર્યમાં) ઉપાદાન-નિમિત્ત બેઉ હોય છે
તેમાં નિમિત્તકારણનું કાર્યક્ષેત્ર કેટલું? ૩૯૮ પડઘો
૨૮૩ પુદ્ગલ દ્રવ્યના સ્વચતુષ્ટય
૩૧૦ પુદ્ગલ દ્રવ્ય
૬-૭
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #34
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર્યાય
પુગળ પરમાણુ એક પ્રદેશી છતાં અસ્તિકાય કેમ? ૩) પુદ્ગળ જીવને રાગાદિરૂપે પરિણમાવે?
૩૭૭ પુદ્ગળ નિમિત્તકર્તા છે?
3७८ પુસ્તકમાં છયે સામાન્ય ગુણ ઉતારો
૧૪)
૬૫, ૨૨૧, ૨૪૧, ૨૪૨, ૨૪૪ પ્રતિબિંબ
૨૮૩ પ્રત્યભિજ્ઞાન
૨૩૮, ૨૬૯ પ્રત્યેક જીવ કેવડો મોટો ?
૪૨ પ્રતિજીવીગુણ
૨OO પ્રમાદ
૩૦૪-૫. પ્રમેયત્વગુણ
૧૧૧ પ્રમેયત્વની વ્યાખ્યામાં–કોઇ ને કોઇ જ્ઞાન શું?
૧૧૨ પ્રમેયત્વ ગુણવાળા પદાર્થ કેટલા છે?
૧૧૪ પ્રત્યેક દ્રવ્યનું પરિણમન યોગ્યતાનુસાર
૪૦૨ પ્રત્યેક દ્રવ્યમાં ક્યો પર્યાય એક અને કયા પર્યાયો અનંત?
૨૨૭ પ્રથમ અર્થપર્યાયોની શુદ્ધતા કોને? કેવી રીતે? પ્રદેશ પ્રદેશત્વગુણ
૧૩૪ પ્રાણના ભેદ
૧૭૫ પ્રાગભાવ વગરે પ્રશ્ન
૩૧૬ થી ૩૪૬ પેટ્રોલથી મોટર ચાલે છે?
૧૬૯ પેટ્રોલ વિના મોટર અટકે છે?
૧૯૫ પ્રેરક નિમિત્ત
૩૮૬, ૯૦, ૯૧, ૯૨ પાણીનું ચડવું-પડવું તેમાં કારણ?
૧૯૮ પોતે સ્વ-પરને નિમિત્ત એવા કોણ છે?
૧૯૩
૨૩૨
૨૧
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #35
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૧
૪૯
૪૩૧
૧૨૩
૨૦૭
(૧૪)
(બ) બંધ બધા દ્રવ્યોને ચેતન-અચેતન-દ્રવ્ય
એમ બે વિભાગમાં મૂકો બલાધાન નિમિત્ત બહારના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનુસાર
પર્યાય બદલાય છે એમ માનવામાં શો દોષ? બે જ દ્રવ્યોને લાગુ પડે એવા અનુજીવી ગુણ
(ભ). ભગવાનનો દિવ્યધ્વનિ શો છે? ભયત્વગુણ ભાવપ્રાણ ભાવેન્દ્રિય ભાવબલ ભાષાવર્ગણા ભાવરૂપ નિમિત્ત
(મ) મતિજ્ઞાનના વિષયભૂત પદાર્થોના ભેદ મતિજ્ઞાનના ક્રમના ભેદ મતિજ્ઞાનના ભેદ અને લક્ષણ મતિજ્ઞાન નિશ્ચયથી-વ્યવહારથી મન:પર્યયજ્ઞાન મનોવર્ગણા માટી વડે ઘડો થયો, કુંભાર વડ નહિ તેમાં
કયા ગુણની સાબિતી મિથ્યાદર્શન–મિથ્યાત્વ
૧૯૩
૧૭ર ૧૭૭-૭૮
૧૭૯ ૧૮)
૨૫૫.
૩૯૫
૨૭ર
૨૭) ર૬૭-ર૬૯
૧૬૦ ૧૬૩ ૨૫૬
૧૪૧ ૩OO—૧
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #36
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મુખ્ય અને ઉપચાર કારણ મોક્ષ
૪૩ર ૨૮૩
(ય)
યથાખ્યાતચારિત્ર
૨૮૨ યોગ
૩૦૨ યોગ્યતા
૩૮૩–૪૦૨ યોગ્યતા શબ્દના આધાર
૧૬૯ થી ૧૭૧ (૨) રેલગાડી વરાળથી ચાલે છે?
૧૯૬ રોગથી દુઃખ, તેના અભાવથી સુખ બરાબર છે?
૩૭) રૂપી-અરૂપી રૂપી પદાર્થો જ્ઞાનમાં જણાય, અરૂપી વસ્તુ
ન જણાય એ બરાબર છે? ૧૧૫
(લ)
૧૫
४८
૧૭
૪૩
લોકાકાશ લોકાકાશની હદ (મર્યાદા) બતાવનાર કોણ? લોકાકાશ અને અલોકાકાશના રંગમાં ફેર શો?
અને મોટું કોણ? લોકાકાશ બરાબર કોણ જીવ ? લોકાકાશમાં અસંખ્ય પ્રદેશો છે તો તેમાં અનંત
પ્રદેશોવાળા શી રીતે રહી શકે ?
(વ). વર્તમાન અજ્ઞાન ટળી સાચું જ્ઞાન થતાં
કેટલો કાળ લાગે? વર્ણ ગુણ ગતિ કરે ? વસ્તુનું પ્રત્યેક પરિણમન પોતાની યોગ્યતાથી ?
૫૯
૨૪)
૧૮૮
૪૨.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #37
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૮
30૨
-
૧
વસ્તુત્વગુણ
૧OO વીર્યગુણ
૧૭૧ વિકારી ભાવની સ્વતંત્રતા
૩૬૭ વિકારભાવ ( રાગાદિ) અહેતુક-સહેતુક વિકાર જીવથી માનો તો સ્વભાવ થઈ જાય
માટે રાગાદિ કર્મકૃત છે? ૩૭૨ વૈક્રિયિક શરીર
૨૬) વૈભાવિક શક્તિ
૧૮૧ વૈભાવિક શક્તિ ઉપરથી શું સમજવું?
૧૮૨ વિનય મિથ્યાત્વ વિપરીત મિથ્યાત્વ
૩૦૨ વિશેષ ગુણો
૭૯-૧૪૭ વિશ્વ વિશ્વ આખું ત્રણ પદાર્થમાં સમાઈ જાય છે તો તે ત્રણ શું?
૬૪ વ્યવહારકાળ
૨૫ વ્યય
૬૧-૨૩૭-૪૧૮ વ્યક્ત-અવ્યક્તના ભેદ
૨૭૭ વ્યંજનપર્યાય
૨૧૩-૧૪ વ્યંજનપર્યાયના પ્રશ્નો
૨૮૫ થી ૨૯૧ વ્યંજનપર્યાય અસમાન અને અર્થપર્યાય સમાન કોને?
૨૩) વ્યંજન અને અર્થપર્યાય ત્રિકાળ શુદ્ધ કોને?
૨૩૧ વ્યંજનાવગ્રહ અર્થાવગ્રહ
૨૭૫-૭૬ વ્યાપ્ય-વ્યાપકભાવ
ર૬૩ (શ) શરીર કેટલાં
૨૫૮ શબ્દ આકાશનો ગુણ છે?
૨૯૬
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #38
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શબ્દ ઇચ્છાથી બોલાય છે?
૨૯૭ અથવા યોગના કારણે વાણી ખરે છે?
૨૯૮ શરીરની ક્રિયાથી મોક્ષમાર્ગ માનનાર કયા
અભાવને ભૂલે છે? ૩૪૨ શું કર્મથી જીવને રાગાદિ છે?
૩૭૧ (શ્ર) શ્રદ્ધા (સમ્યત્વ) ગુણ
૧૬૫ શ્રુતજ્ઞાન
૧૬૧ (સ) સકલચારિત્ર
૨૮૧ સ્કંધ
૯, ૨પ૦-પર સમર્થ કારણ
૪૧૯ સમ્યગ્દષ્ટિના શુભભાવ પરંપરાએ કારણ છે?
૪૨૯ સમ્યગ્દષ્ટિ નરકમાં
૪૧૪ સમુદ્રઘાત
४३ સમાન આકારવાળા દ્રવ્યો
૨૨૫ સંખ્યા અપેક્ષાએ દ્રવ્ય-ગુણ-પર્યાય સરખાવો
७४ સંપ્રદાન
૩પ૦ સંશય મિથ્યાત્વ
૩૦ર સંહાર
૪૧૮ સહકારી કારણ
૪૨૨-૨૪ સાક્ષાત્ કારણ-પરંપરા કારણ સામાન્ય ગુણ
૭૮, ૯૧ સામાન્ય ગુણોનું ક્ષેત્ર મોટું કે વિશેષનું? સામાન્ય અને વિશેષ ગુણોમાં પ્રથમ કોણ?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #39
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૧
CO
૪૨૧
૨૨૯
૨૩૩
૨૬૮
૨૮૩
૨૦૬
૧૬૭
૧૦૧
૨૨૪
સામાન્ય ગુણ કેટલા? સામાન્ય ગુણ કયા દ્રવ્યમાં ન હોય? સાધકતમ કારણ સાદિ-અનંત સ્વભાવપર્યાય સાદિ-સાંત સ્વભાવઅર્થપર્યાય અને સ્વભાવ- વ્યંજનપર્યાય એક સાથે કોને શુદ્ધ થાય? સાંવ્યાવહારિક પ્રત્યક્ષ સૂર્ય-વિમાન સૂક્ષ્મત્વ પ્રતિજીવી ગુણ સુખગુણ સિદ્ધ ભગવાન તત્ય થયા તો હવે તેમનું શું કાર્ય છે? સિદ્ધ દશામાં જીવનો આકાર કેવો? સિદ્ધ ભગવંતો મોટા આકારવાળા વધુ સુખી હશે? સિદ્ધ ભગવાન ધર્માસ્તિકાયના અભાવના કારણે
લોકાગ્રથી ઉપર જતા નથી ? સોનાના પિંડમાંથી મુગટ થયો તેમાં ક્યો ગુણ કારણ? સ્થિર દ્રવ્યોને અધર્માસ્તિકાય નિમિત્ત છે? સ્વભાવ ગત ન રહે તેમાં ક્યો ગુણ કારણ? સ્વ-પર ચતુષ્ટય સ્વરૂપાચરણચારિત્ર સ્વભાવઅર્થપર્યાય સ્વભાવવ્યંજનપર્યાય સ્મૃતિ સૌથી મોટો આકાર, સૌથી નાનો અને તેની વચ્ચેના
આકારવાળા કયા દ્રવ્યો ?
૨૩૪
૧૭૦
૧૩૯
૧૯૨
૧૪૫
૩૦૮ ૨૭૯ ૨૧૯
૨૧૫
૨૬૯
૨૨૬
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #40
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાલા
मंगलाचरण
णमो अरहंताणं, णमो सिद्धाणं, णमो आइरियाणं। णमो उवज्झायाणं, णमो लोए सव्वसाहूणं ।। मंगलं भगवान् वीरो, मंगलं गौतमो गणी। मंगलं कुन्दकुन्दार्यो, जैनधर्मोऽस्तु मंगलम्।। आत्मा ज्ञानं स्वयं ज्ञानं, ज्ञानादन्यत् करोति किम्। परभावस्य कर्तात्मा, मोहोऽयं व्यवहारिणाम्।। अज्ञानतिमिरान्धानाम् , ज्ञानाञ्जनशलाकया। चक्षुरुन्मीलितं येन, तस्मै श्रीगुरवे नमः।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #41
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રકરણ પહેલું
૧. દ્રવ્ય અધિકાર
પ્રશ્ન ૧ – વિશ્વ કોને કહે છે? ઉત્તર. - છ દ્રવ્યોના સમૂહને વિશ્વ કહે છે. પ્ર. ૨- દ્રવ્ય કોને કહે છે? ઉ. ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. પ્ર. ૩-ગુણ કોને કહે છે? ઉ. દ્રવ્યના પૂરા ભાગમાં અને તેની સર્વ હાલતોમાં જે રહે તેને
ગુણ કહે છે. પ્ર. ૪-છ દ્રવ્યોનાં નામ શું? ઉ. જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને
કાળ.
પ્ર. ૫-જીવ દ્રવ્ય કોને કહે છે? ઉ. જેમાં ચેતના અર્થાત્ જ્ઞાનદર્શનરૂપ શક્તિ હોય તેને જીવ
દ્રવ્ય કહે છે.
વિશ્વ સમસ્ત પદાર્થો-દ્રવ્ય-ગુણ-પર્યાય.
( શ્રી પ્રવચનસાર-ગાથા ૧૨૪ની કુટનોટ)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #42
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩) પ્ર. ૬. -પુદ્ગલ દ્રવ્ય કોને કહે છે? ઉ. જેમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણએ ગુણ હોય તેને પુદ્ગલ ' કહે છે. પ્ર. ૭-પુગલના કેટલા ભેદ છે? ઉ. બે ભેદ છે-એક પરમાણુ અને બીજા સ્કંધ. પ્ર. ૮-પરમાણુ કોને કહે છે ? ઉ. જેનો બીજો ભાગ થઈ શકે નહિ એવા સૌથી નાનામાં
નાના પુદ્ગલને પરમાણુ કહે છે. પ્ર. ૯-સ્કંધ કોને કહે છે? ઉ. બે અથવા બેથી વધારે પરમાણુઓના બંધને સ્કંધ કહે છે. પ્ર. ૧૦-ધર્મદ્રવ્ય કોને કહે છે? ઉ. જે સ્વયં ગમન કરતાં જીવ અને પુગલોને ગમન કરવામાં નિમિત્ત હોય તેને ધર્મદ્રવ્ય કહે છે; જેમ સ્વયં ગમન કરતી
માછલીને ગમન કરવામાં પાણી. પ્ર. ૧૧-અધર્મદ્રવ્ય કોને કહે છે? ઉ. સ્વયં ગતિપૂર્વક સ્થિતિરૂપ પરિણમેલા જીવ અને
* પુદ્ગલ શબ્દનો નિરુક્તિ અર્થ –
પુદ્ગલ-પૂરન્તિ નિયત્તિ તિ પુન: I
(જૈ. સિ. દર્પણ )
જે પૂરે-ભેગા થાય અને છૂટા પડે તે પુદ્ગલ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #43
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
(૪)
પુદ્દગલને સ્થિર રહેવામાં જે નિમિત્ત હોય તેને અધર્મદ્રવ્ય કહે છે; જેમ મુસાફરને સ્થિર રહેવામાં વૃક્ષની છાયા.
પ્ર. ૧૨-અધર્મદ્રવ્યની વ્યાખ્યામાં ‘ગતિપૂર્વક સ્થિતિ' કરે તેને અધર્મદ્રવ્ય નિમિત્ત કહેલ છે; તેમાં ગતિપૂર્વક શબ્દો કાઢી નાખવામાં આવે તો શો દોષ આવે ?
ઉ. ગતિપૂર્વક સ્થિતિ કરે એવા જીવ-પુદ્દગલને જ અધર્મદ્રવ્ય સ્થિતિમાં નિમિત્ત છે એવી મર્યાદા ન રહેતાં સદાય સ્થિર રહેનારાં ધર્માસ્તિકાય, આકાશ અને કાળ દ્રવ્યોને પણ સ્થિતિમાં અધર્મદ્રવ્યનું નિમિત્તપણું આવી પડે.
પ્ર. ૧૩–આકાશદ્રવ્ય કોને કહે છે?
ઉ. જે જીવાદિક પાંચ દ્રવ્યોને રહેવાને સ્થાન આપે છે તેને આકાશદ્રવ્ય કહે છે.
પ્ર. ૧૪-આકાશના કેટલા ભેદ છે?
ઉ. આકાશ એક જ અખંડ દ્રવ્ય છે; પણ ધર્મ-અધર્મદ્રવ્ય તેમાં હોવાથી ( આકાશના ) બે ભેદ છે-લોકાકાશ અને અલોકાકાશ.
જો ધર્મ-અધર્મ દ્રવ્ય લોકમાં ન હોત તો લોક-અલોક એવા ભેદ જ ન થાત. (પંચાસ્તિકાય ગાથા ૮૭ની ટીકા )
પ્ર. ૧૫-લોકાકાશ કોને કહે છે?
ઉ. જેમાં જીવાદિક સર્વ દ્રવ્ય હોય છે તેને લોકાકાશ કહે છે. અર્થાત્ જ્યાંસુધી જીવ, પુદ્દગલ, ધર્મ, અધર્મ અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #44
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૫) કાળ એ પાંચ દ્રવ્ય છે, ત્યાં સુધીના આકાશને લોકાકાશ
કહ્યું છે. પ્ર. ૧૬-અલોકાકાશ કોને કહે છે? ઉ. લોકાકાશની બહારના અનંત આકાશને અલોકાકાશ કહે છે. પ્ર. ૧૭-લોકાકાશ અને અલોકાકાશ એ બન્નેના રંગમાં શો
ફેર? અને બન્નેમાં કોણ મોટું? ઉ. આકાશ દ્રવ્ય અરૂપી હોવાથી તેને રંગ હોય નહિ. આકાશ
એક અખંડ દ્રવ્ય છે. જેટલા ભાગમાં છ દ્રવ્યોનો સમૂહ છે તેટલા ભાગને લોકાકાશ કહેવાય છે. તે નાનો ભાગ છે અને બાકીનું ચોતરફ અલોકાકાશ છે તે લોકાકાશથી
અનંતગણું મોટું છે. પ્ર. ૧૮-અલોકાકાશમાં કેટલાં દ્રવ્યો છે અને તેના પરિણમનમાં
કોનું નિમિત્ત છે? ઉ. અલોકાકાશમાં આકાશ સિવાય બીજા કોઈ દ્રવ્યો નથી.
આખા આકાશ દ્રવ્યના પરિણમનમાં લોકાકાશમાં રહેલા
કાલાણુ દ્રવ્યો નિમિત્ત છે. પ્ર. ૧૯-એક આકાશપ્રદેશમાં એક જ જાતનાં જ બે દ્રવ્યો કદી
સાથે ન રહે, તે દ્રવ્યનું નામ શું? ઉ. કાલાણ દ્રવ્ય; કેમકે દરેક કાલાણુ દ્રવ્ય લોકાકાશના
* જે સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ રહિત હોય તે અરૂપી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #45
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૬) એક એક પ્રદેશે રત્નની રાશિ સમાન એક એક ભિન્ન ભિન્ન જ રહે છે. પ્ર. ૨૦-એક પરમાણુ જેવડું બીજું કોઇ નાનું દ્રવ્ય છે? ઉ. હા; કાલાણ, કેમકે પરમાણુ અને કાલાણુ એકપ્રદેશી દ્રવ્ય છે. પ્ર. ૨૧-પ્રદેશ કોને કહે છે? ઉ. એક પુદ્ગલ પરમાણુ, આકાશની જેટલી જગ્યાને રોકે
તેટલા ભાગને પ્રદેશ કહે છે. તે એક પ્રદેશવડે બધાંય દ્રવ્યોના ક્ષેત્રનું માપ નક્કી કરવામાં આવે છે. પ્ર. રર-કાલદ્રવ્ય કોને કહે છે? ઉ. પોતપોતાની અવસ્થારૂપે સ્વયં પરિણમતા જીવાદિક દ્રવ્યોને
પરિણમનમાં જે નિમિત્ત હોય તેને કાલદ્રવ્ય કહે છે; જેમ કુંભારના ચાકને ઘૂમવામાં લોઢાની ખીલી. પ્ર. ૨૩-કાલના કેટલા ભેદ છે? ઉ. બે ભેદ છે:- નિશ્ચયકાલ અને વ્યવહારકાલ. પ્ર. ૨૪-નિશ્ચયકાલ કોને કહે છે? ઉ. કાલદ્રવ્યને નિશ્ચયકાલ કહે છે. લોકાકાશના જેટલા પ્રદેશો છે
તેટલાં જ કાલદ્રવ્યો છે અને લોકાકાશના એક એક પ્રદેશ
ઉપર એક એક કાલદ્રવ્ય (કાલાણ) સ્થિત છે. પ્ર. ૨૫-વ્યવહારકાલ કોને કહે છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #46
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉ. સમય, પલ, ઘડી, દિવસ, મહિના, વર્ષ વગેરે કાળદ્રવ્યના
પર્યાયોને વ્યવહારકાલ કહે છે. પ્ર. ૨૬-જીવાદિક દ્રવ્ય કેટલાં કેટલાં છે? અને તેઓ કયાં
આવેલાં છે? ઉ. જીવદ્રવ્ય અનંત છે અને તે સંપૂર્ણ લોકાકાશમાં ભરેલાં છે.
જીવદ્રવ્યથી અનંતગુણા અધિક પુદ્ગલ દ્રવ્યો છે અને તે સંપૂર્ણ લોકાકાશમાં ભરેલાં છે. ધર્મ અને અધર્મ દ્રવ્ય એક એક છે અને તે સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત છે. આકાશદ્રવ્ય એક છે અને તે લોક તથા અલોકમાં વ્યાપ્ત છે. કાલદ્રવ્ય અસંખ્યાત છે અને તે લોકાકાશમાં (દરેક પ્રદેશે એક એક
એવી રીતે) વ્યાસ છે. પ્ર. ૨૭-અસ્તિકાય કોને કહે છે? ઉ. બહુપ્રદેશી દ્રવ્યને અસ્તિકાય કહે છે. પ્ર. ૨૮-કેટલાં દ્રવ્યો અસ્તિકાય છે? ઉ. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ-એ પાંચ દ્રવ્યો
“અસ્તિકાય છે. પ્ર. ૨૯-કાલદ્રવ્ય અસ્તિકાય કેમ નથી? ઉ. કાલદ્રવ્ય એક પ્રદેશી છે, તેથી તે અસ્તિકાય નથી. પ્ર. ૩૦-પુગલ પરમાણુ પણ એક પ્રદેશી છે, તો તે અસ્તિકાય
કેવી રીતે છે? છે. જો કે પુગલ પરમાણુ એકપ્રદેશી છે, પણ એનામાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #47
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮) સ્કંધરૂપ બની બહુપ્રદેશી થવાની શક્તિ છે; તેથી ઉપચારથી તેને અસ્તિકાય કહેવામાં આવે છે. પ્ર. ૩૧-જીવાદિ છ દ્રવ્યોમાં બે ભેદ કઈ રીતે પાડશો? ઉ. (૧) જીવ, અજીવ; (૨) રૂપી, અરૂપી (૩) ક્રિયાવતી
શક્તિ અને ભાવવતી શક્તિવાળા. (૪) બહુપ્રદેશી અને
એકપ્રદેશી. પ્ર. ૩ર-અજીવ દ્રવ્યો કયા? ઉ. પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાલ. પ્ર. ૩૩-રૂપી એટલે શું? અને અરૂપી એટલે શું? ઉ. જે સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ સહિત હોય તે રૂપી અને
તેનાથી જે રહિત હોય તે અરૂપી. પ્ર. ૩૪-છ દ્રવ્યોમાં રૂપી કોણ અને અરૂપી કોણ? ઉ એક પુદ્ગલ દ્રવ્ય રૂપી છે; બાકીના પાંચ દ્રવ્યો અરૂપી છે. પ્ર. ૩૫-આત્માને પ્રદેશરૂપ અસંખ્ય અવયવો માનવાથી તેના
ખંડ થાય કે નહિ? ઉ. ના; કારણ કે આત્મા ક્ષેત્રદ્વારા અખંડિત હોવાના કારણથી તેના ખંડ થઈ શકે નહિ.
(પંચાધ્યાયી ભા. ૧-ગાથા ૪૧૪) પ્ર. ૩૬-જીવ, પુદ્ગલ, આકાશ અને કાલને બે બે ભેદમાં મૂકો.
* જુઓ પ્રશ્ન-પર.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #48
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯). ઉ. (૧) જીવ-સંસારી અને સિદ્ધ. (૨) પુદ્ગલ-પરમાણુ અને સ્કંધ. (૩) આકાશ-લોકાકાશ અને અલોકાકાશ.
(૪) કાળ-નિશ્ચય કાળ ને વ્યવહાર કાળ. પ્ર. ૩૭-જગતમાં ક્ષેત્ર અપેક્ષાએ સૌથી મોટું દ્રવ્ય કોણ? ઉ. આકાશ દ્રવ્ય. પ્ર. ૩૮-આત્મા (જીવ) ને શરીર હોય? હોય તો કેવું હોય? ઉ. નિત્ય ચૈતન્યમ્ય અનંત ગુણોનો સમૂહ (શ્રદ્ધા, જ્ઞાન,
ચારિત્ર, સુખાદિ ગુણોનો સમાજ ) તે આત્માનું વાસ્તવિક શરીર છે. તેથી આત્માને જ્ઞાન શરીરી કહે છે. સંયોગરૂપ જે જડ શરીર છે તે ખરેખર આત્માનું શરીર નથી, પણ પુદ્ગલનું છે અને તેથી જડ શરીરને પુદ્ગલાસ્તિકાય
કહેલ છે. પ્ર. ૩૯-આત્માને અવયવ હોય? હોય તો કેવો હોય ? ઉ. (૧) દરેક આત્માને તેના જ્ઞાનાદિ અનંત ગુણો છે અને દરેક ગુણ પરમાર્થ આત્માનો અવયવ છે, આત્મા તે અવયવી છે. (૨) ક્ષેત્ર અપેક્ષાએ દરેક આત્માને પોતાના અખંડ અસંખ્ય પ્રદેશ છે. તેમાંનો એક એક પ્રદેશ આત્માનો અવયવ છે, પણ જડ શરીરના હાથ, પગ વગેરે જીવના અવયવો નથી. તે જડ શરીરના જ અવયવો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #49
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦) પ્ર. ૪૦-આ ઉપરથી સિદ્ધાંત શું સમજવો? ઉ. (૧) જીવ સદાય અરૂપી હોવાથી તેના અવયવ પણ સદા
અરૂપી જ છે, તેથી કોઈ કાળે નિશ્ચયથી કે વ્યવહારથી હાથ, પગ વગેરેને ચલાવવા, સ્થિર રાખવા આદિ પર દ્રવ્યની કોઈ અવસ્થા જીવ કરી શકતો નથી-એમ નિર્ણય કરવો. આમ પદાર્થોની સ્વતંત્રતાનો નિર્ણય કરે તો જ જીવ પરથી ભેદવિજ્ઞાન કરીને જ્ઞાતાસ્વભાવની શ્રદ્ધા કરી શકે
અને જ્ઞાતાપણે રહી શકે. (૨) શાસ્ત્રમાં આત્માને વ્યવહારે શરીરાદિના કર્તાપણાનું
કથન આવે છે. તેનો અર્થ- “એમ નથી પણ નિમિત્તની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે” એમ
સમજવું. (મોક્ષમાર્ગ પ્રકાશક-પૃ. ૨૫૬) (૩) નિમિત્તની મુખ્યતાથી કથન આવે છે પણ નિમિત્તની
મુખ્યતાથી કાર્ય થતું નથી-એમ વ્યવહાર કથનનો
અભિપ્રાય જાણવો. પ્ર. ૪૧-કયા દ્રવ્યને કેટલા પ્રદેશ છે? ઉ. જીવ, ધર્મ, અધર્મ અને લોકાકાશને અસંખ્યાત પ્રદેશ છે;
પુદગલને સંખ્યાત, અસંખ્યાત અને અનંત-એ પ્રમાણે ત્રણે પ્રકારના પ્રદેશ છે; કાલદ્રવ્ય અને પુદ્ગલ પરમાણુ
એકપ્રદેશ છે. આકાશ અનંતપ્રદેશી છે. પ્ર. ૪૨-પ્રત્યેક જીવ કેટલો મોટો છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #50
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧). ઉ. પ્રત્યેક જીવ પ્રદેશની સંખ્યા અપેક્ષાએ લોકાકાશની
બરોબર અસંખ્ય પ્રદેશવાળો છે, પરંતુ સંકોચ-વિસ્તારના કારણે તે પોતાના શરીર પ્રમાણ છે, અને મુક્ત જીવ છેલ્લા શરીરપ્રમાણ, પણ તે શરીરથી કિંચિત્ ન્યૂન
આકારે હોય છે. પ્ર. ૪૩-લોકાકાશની બરોબર કોણ જીવ હોય છે? ઉ. મોક્ષ જવા પહેલાં કેવલ *સમુદ્યાત કરવાવાળો જીવ
લોકાકાશની બરોબર મોટો હોય છે. પ્ર. ૪૪-જીવદ્રવ્ય કયા ક્ષેત્રે કદી ન જાય? અને તેનું
કારણ શું? ઉ. તે અલોકાકાશમાં ન જાય, કારણ કે તે લોકનું દ્રવ્ય છે. પ્ર. ૪૫-એક જીવ થોડામાં થોડી જગ્યા રોકે તો લોકાકાશના
કેટલા પ્રદેશ રોકે? ઉ. જીવની જઘન્ય અવગાહના પણ અસંખ્ય પ્રદેશમાં જ હોય.
જીવની સંખ્યાત કે એકપ્રદેશી અવગાહના કદી પણ ન હોય. પ્ર. ૪૬–આકાશને અવગાહનમાં કોણ નિમિત્ત છે? ઉ. પોતે પોતાને જ અવગાહનમાં નિમિત્ત છે. પ્ર. ૪૭-કાલદ્રવ્ય અસંખ્ય છે તેને પરિણમનમાં કોણ
નિમિત્ત છે?
* મૂલ શરીરને છોડ્યા સિવાય આત્માના પ્રદેશોનું બહાર નીકળવું તેને
સમુદ્દાત કહે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #51
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨) ઉ. તે પોતે પોતાને જ પરિણમનમાં નિમિત્ત છે, પ્ર. ૪૮-લોકાકાશની હદ બતાવનારાં કયાં દ્રવ્યો છે? ઉ. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય. પ્ર. ૪૯-બધાં દ્રવ્યોને ચેતન, અચેતન (જડ)-એમ બે
વિભાગમાં મૂકો. ઉ. ચેતન ફક્ત જીવ છે અને બાકીનાં પાંચ દ્રવ્યો અચેતન
(જડ) છે. પ્ર. ૫૦-અરૂપી અને અચેતન એવાં કેટલાં દ્રવ્યો છે? ઉ. ચાર છે- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાલ. પ્ર. ૫૧-આકાશના એક પ્રદેશમાં કેટલાં પરમાણુ છૂટા તથા
કેટલા સ્કંધો રહી શકે ? ઉ. (૧) આકાશના એક પ્રદેશમાં સર્વ પરમાણુઓને સ્થાન
દેવાનું સામર્થ્ય છે. (૨) સર્વ પરમાણુ તથા સૂક્ષ્મ સ્કંધોને અવકાશ દેવામાં તે
એક પ્રદેશ સમર્થ છે.
(બૃહદ્ દ્રવ્યસંગ્રહ, ગાથા ૨૭ અને તેની ટીકા) પ્ર. પર-છ દ્રવ્યોમાં ક્ષેત્રમંતરરૂપ * ક્રિયાવતી-શક્તિવાળા
* જીવ અને પુલમાં ક્રિયાવતી શક્તિ નામનો ગુણ નિત્ય છે. તે
શક્તિના કારણે તે બન્ને દ્રવ્યો તે સમયની યોગ્યતાનુસાર સ્વતઃ ગમન કરે છે યા સ્થિર રહે છે. કોઈ દ્રવ્ય (જીવ યા પુદ્ગલ) એકબીજાને ગમન યા સ્થિર કરાવી શકતું નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #52
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩) કેટલાં અને પરિણમનરૂપ ભાવવતી-શક્તિવાળાં કેટલાં દ્રવ્યો છે? ઉ. જીવ અને પુગલ-એ બે દ્રવ્યો ક્ષેત્રાન્તર કરવાની
શક્તિવાળાં હોવાથી તેઓ ક્રિયાવતી-શક્તિવાળાં છે; અને છએ દ્રવ્યો, નિરંતર પરિણમનશીલ હોવાથી, ભાવવતી
શક્તિવાળાં છે. પ્ર. પ૩-અનંત પુદ્ગલ પરમાણુઓ તથા સૂક્ષ્મ સ્કંધો
લોકાકાશના એક પ્રદેશમાં અવગાહના પામે-એક પ્રદેશને
રોકે, તો એક બીજાને બાધા થાય કે નહિ? ઉ. ના સર્વ પદાર્થોને એક જ કાળમાં અવકાશ-દાન દેવાનો
અસાધારણ ગુણ આકાશનો છે તથા બીજા સૂક્ષ્મ પદાર્થમાં પણ અવકાશદાન દેવાનો ગુણ છે. એક આકાશપ્રદેશમાં
અમર્યાદિત અવકાશદાનશક્તિ છે. પ્ર. ૫૪-એવાં ક્યા દ્રવ્યો છે કે જે માત્ર કિયાવતી-શક્તિવાળાં
દ્રવ્યો હોય તેમને જ નિમિત્ત થાય? ઉ. જીવ અને પુદગલ દ્રવ્યો જ ક્રિયાવતી શક્તિવાળાં, ગતિ
કરનારા અને ગતિપૂર્વક સ્થિર થનારા દ્રવ્યો છે, તેમને
ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય અનુક્રમે નિમિત્ત છે. પ્ર. ૫૫-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ અનંતપણે
કોની કોની સંખ્યા વધારે છે તે બતાવો. ઉ. (૧) દ્રવ્ય અપેક્ષાએ પુદ્ગલ પરમાણુ દ્રવ્યોની સંખ્યા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #53
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૪) સૌથી મોટી છે. તેમની સંખ્યા અનંતજીવરાશિથી
અનંતાનંતગુણી છે. (૨) ક્ષેત્ર અપેક્ષાએ ત્રિકાલવર્તી સમયોની સંખ્યાથી
અનંતગુણી સંખ્યા આકાશદ્રવ્યના પ્રદેશોની છે, તેથી
ક્ષેત્ર અપેક્ષાએ આકાશદ્રવ્ય સૌથી મોટું છે. (૩) કાળ અપેક્ષાએ દરેક દ્રવ્યના સ્વકાળરૂપ અનાદિ
અનંત પર્યાયો પુદ્ગલ દ્રવ્યની સંખ્યાથી અનંત ગુણી છે. તે કાળ અપેક્ષાએ અનંત છે; અથવા ભૂતકાળના અનંત સમય કરતાં ભવિષ્યકાળના
સમયોની સંખ્યા અનંતગુણી વધારે છે. (૪) ભાવ અપેક્ષાએ જીવદ્રવ્યના જ્ઞાનગુણના એક
સમયના કેવળજ્ઞાન પર્યાયના અવિભાગ પ્રતિદોની સંખ્યા સૌથી અનંતગુણી છે; તે ભાવ
અપેક્ષાએ અનંત છે. પ્ર. પ૬-આ ઉપરથી શું સમજવું? ઉ. કેવળજ્ઞાનમાં ત્રિકાલવર્તી સર્વ પદાર્થોનું સંપૂર્ણ સ્વરૂપ પ્રત્યેક
સમયમાં સર્વ પ્રકારે યુગપત્ (એક સાથે) સ્પષ્ટ જણાય છે. એવી કેવળજ્ઞાનની અચિંત્ય અપાર શક્તિ છે, અને
દરેક આત્માનો શક્તિપણે એવો જ સ્વભાવ છે. પ્ર. ૫૭-“અર્થ કોને કહે છે? ઉ. દ્રવ્યો, ગુણો અને તેમના પર્યાયોને “અર્થ” નામથી કહ્યા છે.
તેમાં, ગુણ-પર્યાયોનો આત્મા દ્રવ્ય છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #54
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૫) (અર્થાત ગુણો અને પર્યાયોનું સ્વરૂપ-સત્વ દ્રવ્ય જ છે, તેઓ ભિન્ન વસ્તુ નથી) એમ જિનેન્દ્રનો ઉપદેશ છે.
(પ્રવચનસાર ગા. ૮૭) ‘દ' ધાતુમાંથી “અર્થ” શબ્દ બન્યો છે; “' એટલે પામવું, પ્રાપ્ત કરવું, પહોંચવું, જવું. “અર્થ ” એટલે જે પામે-પ્રાપ્ત કરે પહોંચે છે, અથવા જેને પમાય પ્રાપ્ત કરાય-પહોંચાય તે.
જેઓ ગુણોને અને પર્યાયોને પામે-પ્રાપ્ત કરે-પહોંચે છે અથવા જેઓ ગુણો અને પર્યાયોવડે પમાય-પ્રાપ્ત કરાયપહોંચાય છે એવા “અર્થો ' તે દ્રવ્યો છે, જેઓ દ્રવ્યોને આશ્રય તરીકે પાને-પ્રાપ્ત કરે-પહોંચે છે અથવા જેઓ આશ્રયભૂત દ્રવ્યોવડે પમાય-પ્રાપ્ત કરાય-પહોંચાય છે એવા અર્થો તે ગુણો છે, જેઓ દ્રવ્યોને ક્રમપરિણામથી પામે-પ્રાપ્ત કરે- પહોંચે છે અથવા જેઓ દ્રવ્યોવડે કમપરિણામથી (ક્રમે થતા પરિણામથી) પમાય-પ્રાપ્ત કરાય-પહોંચાય એવા અર્થો તે પર્યાયો છે. (પ્રવચનસાર ગા. ૮૭ ની ટીકા) પ્ર. ૫૮–ઉપર કહેલ “અર્થની” વ્યવસ્થા ઉપરથી સંક્ષેપમાં શું
સમજવું? ઉ. અર્થો (પદાર્થો) એટલે દ્રવ્યો, ગુણો અને પર્યાયો, એ સિવાય વિશ્વમાં બીજું કાંઈ નથી. વળી એ ત્રણમાં, ગુણો અને પર્યાયોનો આત્મા (તેમનું સર્વસ્વ ) દ્રવ્ય જ છે. આમ હોવાથી કોઇ દ્રવ્યના ગુણો અને પર્યાયો અન્ય દ્રવ્યના ગુણો અને પર્યાયોરૂપ અંશે પણ થતા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #55
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૬) નથી, સર્વ દ્રવ્યો પોતપોતાના ગુણ-પર્યાયોમાં રહે છે-આવી પદાર્થોની સ્થિતિ મોહક્ષયના નિમિત્તભૂત પવિત્ર જિનશાસ્ત્રોમાં કહી છે.
(પ્રવચનસાર ગાથા ૮૭નો ભાવાર્થ). પ્ર. પટ-લોકાકાશમાં અસંખ્યાત જ પ્રદેશો છે, તો તેમાં અનંત
પ્રદેશવાળા પુદ્ગલ દ્રવ્ય તથા બીજા દ્રવ્યો પણ શી રીતે રહી શકે ? ઉ. “પુદ્ગલ દ્રવ્યમાં બે પ્રકારનું પરિણમન થાય છે-એક સૂક્ષ્મ,
બીજાં સ્થૂલ, જ્યારે તેનું સૂક્ષ્મ પરિણમન થાય છે ત્યારે લોકાકાશના એક પ્રદેશમાં પણ અનંત પ્રદેશવાળો પુદ્ગલ સ્કંધ રહી શકે છે. વળી બધાં દ્રવ્યોમાં એક બીજાને અવગાહન દેવાનું સામર્થ્ય છે, તેથી અલ્પ ક્ષેત્રમાં જ સમસ્ત દ્રવ્યોને રહેવામાં કાંઈ બાધા થતી નથી. આકાશમાં બધા દ્રવ્યોને એકી સાથે સ્થાનદાન દેવાનું સામર્થ્ય છે, તેથી એક પ્રદેશમાં અનંતાનંત પરમાણુ રહી શકે છે; જેમ ઓરડામાં એક દીવાનો પ્રકાશ રહી શકે છે અને તે જ ઓરડામાં તેટલા જ વિસ્તારમાં પચાસ દીવાનો પ્રકાશ રહી શકે છે તેમ.”
(મોક્ષશાસ્ત્રગુ. આવૃત્તિ. અ. ૫. સૂ. ૧૦ની ટીકા) પ્ર. ૬૦-દ્રવ્યનું લક્ષણ શું? ઉ. ૧-દ્રવ્યનેક્ષણમ્ (મોક્ષશાસ્ત્ર-અ. ૫, સૂ. ૨૯).
અર્થ - દ્રવ્યનું લક્ષણ સત્ (અસ્તિત્વ) છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #56
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૭) વિશેષાર્થ –
છે” પણું (અસ્તિત્વ) જેને હોય તે દ્રવ્ય છે. અસ્તિત્વ ગુણ દ્વારા “દ્રવ્ય” ને ઓળખી શકાય છે, માટે આ સૂત્રમાં “સ” ને દ્રવ્યનું લક્ષણ કહ્યું છે, જેને જેને અસ્તિત્વ હોય તે તે દ્રવ્ય છે-એમ આ સૂત્ર પ્રતિપાદન કરે છે.
સામાન્ય ગુણોમાં “સત્' (અસ્તિત્વ) મુખ્ય છે, કારણ કે તેના વડે દ્રવ્યનું હોવાપણું નક્કી થાય છે. જો દ્રવ્ય હોય તો જ બીજા ગુણો હોઇ શકે, માટે “સત્' ને અહીં દ્રવ્યનું લક્ષણ કહ્યું છે.
દ્રવ્ય સત્ છે. માટે તે પોતાથી છે એમ “સ' લક્ષણ કહેવાથી સિદ્ધ થયું. તેનો અર્થ એ થયો કે તે સ્વપણે છે અને પરપણે નથી. એમ અનેકાંત” સિદ્ધાંતથી આ સુત્ર જણાવે છે કે એક દ્રવ્ય પોતે પોતાનું બધું કરી શકે પણ બીજા દ્રવ્યનું કદી કાંઈ કરી શકે નહિ.
દરેક દ્રવ્ય “સત' લક્ષણવાળું છે, તેથી તે સ્વતઃસિદ્ધ છે. તે કોઇની અપેક્ષા રાખતું નથી. તે સ્વતંત્ર છે.
(જાઓ, ગુ. મોક્ષશાસ્ત્ર પા. ૪૪૨, ૪૪૪) ૨. એક દ્રવ્યમાં ગુણોના પરિણમનરૂપ અર્થપર્યાયો તથા દ્રવ્યના આકારાદિ પરિણમનરૂપ વ્યંજનપર્યાયો, ભૂત, વર્તમાન અને ભવિષ્ય સંબંધી જેટલા માત્ર છે તેટલા માત્રને દ્રવ્ય જાણવું કેમકે દ્રવ્ય તેનાથી જુદું નથી. સર્વ પર્યાયોનો સમૂહું તે દ્રવ્ય છે.
(ગોમ્મસાર જીવકાંડ નાનો ગાથા પ૮૧).
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #57
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૮) પ્ર. ૬૧. સતનું લક્ષણ શું? ઉ. ૧. ઉત્પાવ્યયબ્રોવ્યયુ$ સ ! (મોક્ષશાસ્ત્ર-અ. ૫. સૂ. ૩૦)
અર્થઃ જે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સહિત હોય તે સત્ છે. ઉત્પાદઃ- દ્રવ્યમાં નવીન પર્યાયની ઉત્પત્તિને ઉત્પાદ કહે છે; જેમ કે- માટીમાંથી ઘડાનો ઉત્પાદ.
વ્યયઃ- પૂર્વ પર્યાયના નાશને વ્યય કહે છે; જેમ ઘટપર્યાયનો ઉત્પાદ થતાં માટીના પિંડપર્યાયનો વ્યય.
ધ્રૌવ્ય – બને પર્યાયોમાં (ઉત્પાદ અને વ્યયમાં) દ્રવ્યનું સદશતારૂપ કાયમ રહેવું તેને ધ્રૌવ્ય કહે છે; જેમ કે પિંડ અને ઘડાના પર્યાયમાં માટીનું કાયમ ટકી રહેવું. ૨. દ્રવ્યનું લક્ષણ સત્ છે; માટે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ
ત્રણેથી યુક્ત સત્ જ દ્રવ્યનું લક્ષણ છે. એ ત્રણેથી યુગપ (એક જ સમયે) યુક્ત માનવાથી જ સત્ સિદ્ધ થાય છે. વસ્તુ સ્વતઃસિદ્ધ છે. તે જ પ્રમાણે એ સ્વત: પરિણમનશીલ પણ છે; તેથી અહીં એ સત્ નિયમથી ઉત્પાદ-વ્યય
ધ્રૌવ્યસ્વરૂપ છે. (જાઓ, પંચાધ્યાયી ભા. ૧લો. ગા. ૮૬, ૮૯) ૩. “પ્રત્યેક પદાર્થમાં પૂર્વ પર્યાયનો નાશ થઇને જ નવીન
પર્યાયનો ઉત્પાદ થાય છે, પણ એમ હોવા છતાં તે પોતાની (પ્રવાહરૂપ) ધારાને છોડતો નથી. એથી જ્ઞાત થાય છે કે પદાર્થ ઉત્પાદાદિ ત્રયાત્મક છે; પણ અહીં એ ઉત્પાદ અને વ્યયને ભિન્ન કાલવર્તી ન લેતાં એક કાલવર્તી (એક સમયવર્તી) જ લેવાં જોઇએ, કારણ કે પૂર્વ પર્યાયના વ્યયનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #58
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૯) જે સમય છે તે જ નવીન પર્યાયના ઉત્પાદનો સમય છે. દૂધનો વિનાશ અને દહીંનો ઉત્પાદ ભિન્ન કાલવર્તી નથી. આ પ્રમાણે ઉત્પાદ અને વ્યય એકકાલવર્તી સિદ્ધ થતાં સત્ યુગપટ્ટ ઉત્પાદાદિ ત્રયાત્મક સિદ્ધ થાય છે.” (૫. ફૂલચંદજી સંપાદિત-પંચાધ્યાયી-પ્રથમ અધ્યાય,
પાનું ૨૧, ગા. ૮૫ થી ૯૬ નો વિશેષાર્થ) ૪. દરેક દ્રવ્ય સદાય સ્વભાવમાં રહે છે તેથી “સત્ય” છે. તે સ્વભાવ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ પરિણામ છે. જેમ દ્રવ્યના વિસ્તારનો નાનામાં નાનો અંશ તે પ્રદેશ છે, તેમ દ્રવ્યના પ્રવાહનો નાનામાં નાનો અંશ તે પરિણામ છે. દરેક પરિણામ સ્વ-કાળમાં પોતાના રૂપે ઊપજે છે, પૂર્વ રૂપથી નાશ પામે છે અને સર્વ પરિણામોમાં એક પ્રવાહપણું હોવાથી દરેક પરિણામ ઉત્પાદ-વિનાશ વિનાનો એકરૂપ–ધ્રુવ રહે છે. વળી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમાં સમયભેદ નથી, ત્રણે ય એક જ સમયે છે. આવા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક પરિણામોની પરંપરામાં દ્રવ્ય સ્વભાવથી જ સદાય રહેતું હોવાથી દ્રવ્ય પોતે પણ, મોતીના હારની માફક, ઉત્પાદ વ્યય-ધ્રૌવ્યાત્મક છે.”
( શ્રી પ્રવચનસાર-પા. ૯૯નો ભાવાર્થ) ૫. “બીજ, અંકુર અને વૃક્ષત્વ એ વૃક્ષના અંશો છે. બીજનો નાશ, અંકુરનો ઉત્પાદ અને વૃક્ષત્વનું ધ્રૌવ્ય (ધ્રુવપણું ) ત્રણે એકી સાથે છે. આ રીતે નાશ બીજને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #59
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૦) આશ્રિત છે, ઉત્પાદ અંકુરને આશ્રિત છે અને ધ્રૌવ્ય વૃક્ષત્વને આશ્રિત છે; નાશ-ઉત્પાદ-ધ્રૌવ્ય, બીજ-અંકુર-વૃક્ષત્વથી ભિન્ન પદાર્થરૂપ નથી. વળી બીજ–અંકુર-વૃક્ષત્વ પણ વૃક્ષથી ભિન્ન પદાર્થરૂપ નથી, માટે આ બધાંય, એક વૃક્ષ જ છે. એ જ પ્રમાણે નષ્ટ થતો ભાવ, ઊપજતો ભાવ અને ટકતો ભાવ-એ દ્રવ્યના અંશો છે. નષ્ટ થતા ભાવનો નાશ, ઊપજતા ભાવનો ઉત્પાદ ને ટકતા ભાવનું ધ્રૌવ્ય એકી સાથે છે. આ રીતે નાશ નષ્ટ થતા ભાવને આશ્રિત છે, ઉત્પાદ ઊપજતા ભાવને આશ્રિત છે અને ધ્રૌવ્ય ટકતા ભાવને આશ્રિત છે; નાશઉત્પાદ-ધ્રૌવ્ય, તે ભાવોથી ભિન્ન પદાર્થ રૂપ નથી. વળી તે ભાવો પણ દ્રવ્યથી ભિન્ન પદાર્થરૂપ નથી, માટે આ બધાંય, એક દ્રવ્ય જ છે.”
(શ્રી પ્રવચનસાર-ગા. ૧૦૧ નો ભાવાર્થ). ૬. “આ સૂત્રમાં સનું અનેકાન્તપણે બતાવ્યું છે. જો કે ત્રિકાળ અપેક્ષાએ સત્ “ધ્રુવ' છે તોપણ સમયે સમયે નવો પર્યાય ઉત્પન્ન થાય છે અને નાનો પર્યાય વ્યય પામે છે એટલે કે દ્રવ્યમાં સમાઈ જાય છે, વર્તમાનકાળની અપેક્ષાએ અભાવરૂપ થાય છે. આ રીતે કથંચિત્ નિત્યપણું અને કથંચિત્ અનિત્યપણું તે દ્રવ્યનું અનેકાંતપણું છે. ”
(ગુ. મોક્ષશાસ્ત્ર-અ. ૫. સૂ. ૩૦ ની ટીકા) ૭. “આ સૂત્રમાં પર્યાયનું પણ અનેકાંતપણું બતાવ્યું છે. ઉત્પાદ તે અતિરૂપ પર્યાય છે અને વ્યય તે નાસિરૂપ પર્યાય છે. પોતાનો પર્યાય પોતાથી થાય અને પરથી થાય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #60
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૧) નહિ એમ “ઉત્પાદ' થી બતાવ્યું. પોતાના પર્યાયની નાસ્તિઅભાવ પણ પોતાથી જ થાય છે, પરથી થાય નહિ. “ દરેક દ્રવ્યનો ઉત્પાદ અને વ્યય સ્વતંત્ર તે તે દ્રવ્યથી છે.”—એમ જણાવી દ્રવ્ય, ગુણ તથા પર્યાયની સ્વતંત્રતા જાહેર કરી–પરનું અસહાયકપણું જણાવ્યું.”
(ગુ મો. શાસ્ત્ર-અ. ૫. સૂ. ૩૦ ની ટીકા) ૮. “ધર્મ (શુદ્ધતા) આત્મામાં દ્રવ્યરૂપે ત્રિકાળ ભરપૂર છે; અનાદિથી જીવને પર્યાયરૂપે ધર્મ પ્રગટ થયો નથી, પણ જીવ જ્યારે પર્યાયમાં ધર્મ વ્યક્ત કરે ત્યારે તે વ્યક્ત થાય છે. એમ ઉત્પાદ' શબ્દ વાપરી બતાવ્યું અને તે જ વખતે વિકારનો વ્યય થાય છે-એમ “વ્યય” શબ્દ વાપરી બતાવ્યું. એ અવિકારી ભાવ પ્રગટ થવાનો અને વિકારી ભાવ જવાનો લાભ ત્રિકાળ ટકનાર એવા ધ્રુવ દ્રવ્યને પ્રાપ્ત થાય છે એમ “ધ્રૌવ્ય' શબ્દ છેલ્લો મૂકી બતાવ્યું.”
(ગુ. મા. શાસ્ત્ર-અ. ૫, સૂ. ૩૦ની ટીકા) પ્ર. ૬ર-સત, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ ત્રયાત્મક છે. એ કથનમાં
આધ્યાત્મિક રહસ્ય શું રહેલું છે? ઉ. “દરેક દ્રવ્ય એક સમયમાં પોતાના ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ ત્રિસ્વભાવને સ્પર્શે છે; તે જ વખતે નિમિત્તો હોવા છતાં, દ્રવ્ય તેમને સ્પર્શતું નથી. સમ્યગ્દર્શન થયું ત્યાં, તે સમ્યગ્દર્શનના ઉત્પાદન, મિથ્યાત્વના વ્યયને અને શ્રદ્ધાપણે પોતાની ધ્રુવતાને આત્મા સ્પર્શે છે. પણ સમ્યકત્વનાં નિમિત્તભૂત એવાં દેવ, ગુરુ કે શાસ્ત્રને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #61
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૨) આત્મા સ્પર્શતો નથી, તે તો જુદા સ્વભાવવાળા પદાર્થો છે. સમ્યગ્દર્શનની ઉત્પત્તિ, મિથ્યાત્વનો વ્યય તથા શ્રદ્ધાપણાની સળંગતારૂપ ધ્રુવતા-એ ત્રણેય આત્મામાં જ સમાય છે, પણ તે સિવાયનાં જે બાહ્ય નિમિત્તો છે તેઓ આત્મામાં સમાતાં નથી. સમયે સમયે ઉત્પાદ-વ્યય- ધ્રુવતારૂપ પોતાનો સ્વભાવ છે; તે સ્વભાવને જ દરેક દ્રવ્ય સ્પર્શે છે એટલે પોતાના સ્વભાવપણે જ વર્તે છે, પણ પર દ્રવ્યને કારણે કોઇના ઉત્પાદ-વ્યય-ધ્રુવતા નથી. પરદ્રવ્ય પણ તેના પોતાના જ ઉત્પાદ-વ્યય-ધ્રુવ સ્વભાવમાં અનાદિ-અનંત વર્તે છે, ને આ આત્મા પણ પોતાના ઉત્પાદ-વ્યય-ધ્રુવ સ્વભાવમાં જ અનાદિ-અનંત વર્તે છે, એટલે આવું સમજનાર જ્ઞાનીને પોતાના આત્માના ઉત્પાદ-વ્યય-ધ્રુવતા સિવાય બહારમાં કિંચિત્ પણ કાર્ય પોતાનું ભાસતું નથી, એટલે ઉત્પાદ-વ્યય- ધ્રુવસ્વરૂપ જે પોતાનો આત્મા તેના આશ્રયે નિર્મળતાનો જ ઉત્પાદ થતો જાય છે, મલિનતાનો વ્યય થતો જાય છે ને ધ્રુવતાનું અવલંબન રહ્યા જ કરે છેઆનું નામ ધર્મ છે.
અજીવ દ્રવ્ય પણ પોતાના ઉત્પાદ-વ્યય-ધૂવરૂપ ત્રિસ્વભાવને જ સ્પર્શે છે, પરને તે સ્પર્શતું નથી; જેમ કે માટીના પિંડમાંથી ઘડો થયો; ત્યાં પિંડ અવસ્થાના વ્યયને, ઘટ અવસ્થાના ઉત્પાદન તથા માટીપણાની ધ્રુવતાને તે માટી સ્પર્શે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #62
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૩) છે, પણ કુંભારને, ચાકને, દોરીને કે બીજા કોઈ પર દ્રવ્યને તે માટી સ્પર્શતી નથી, અને કુંભાર પણ હાથના હલનચલનરૂપ પોતાની અવસ્થાનો જે ઉત્પાદ થયો તે ઉત્પાદને સ્પર્શે છે, પણ પોતાથી બહાર એવા ઘડાને તે કુંભાર સ્પર્શતો નથી.
જગતમાં કે દ્રવ્યો એક જ ક્ષેત્રે રહેલાં હોવા છતાં કોઇ દ્રવ્ય બીજા દ્રવ્યના સ્વભાવને સ્પર્શતું નથી, પોતપોતાના ઉત્પાદ-વ્યય-ધ્રુવતારૂપ સ્વભાવમાં જ દરેક દ્રવ્ય વર્તે છે એટલે પોતાના સ્વભાવને જ તે સ્પર્શે છે. જુઓ, આ સર્વજ્ઞદવે કહેલું વીતરાગી ભેદજ્ઞાન! નિમિત્ત-ઉપાદાનનો ખુલાસો પણ આમાં આવી જાય છે. ઉપાદાન અને નિમિત્ત એ બન્ને પદાર્થો એક સાથે વર્તતા હોવા છતાં ઉપાદાનરૂપ પદાર્થ પોતાના ઉત્પાદવ્યય-ધ્રુવતારૂપ સ્વભાવને જ સ્પર્શે છે, નિમિત્તને તે જરા પણ સ્પર્શતો નથી; તેમજ નિમિત્તભૂત પદાર્થ પણ તેના પોતાના ઉત્પાદ-વ્યય-ધ્રુવતારૂપ સ્વભાવને જ સ્પર્શે છે, ઉપાદાનને તે જરા પણ સ્પર્શતું નથી. ઉપાદાન અને નિમિત્ત-બન્ને જુદાદા પોતપોતાના સ્વભાવમાં જ વર્તે છે.
અહો! પદાર્થોનો આ એક ઉત્પાદ-વ્યય-ધ્રુવસ્વભાવ બરાબર ઓળખે તો ભેદજ્ઞાન થઈને સ્વ-દ્રવ્યના જ આશ્રયે નિર્મળ પર્યાયનો ઉત્પાદ થાય ને મલિનતાનો વ્યય થાય. તેનું નામ ધર્મ છે, ને તે જ સર્વજ્ઞ ભગવાનના સર્વ ઉપદેશનું તાત્પર્ય છે.' (વીર સં. ૨૪૮૧, આસો માસનો “આત્મધર્મ' નો અંક
(પાના ૩૦૧-૩૦રમાંથી ઉદ્દધૃત)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #63
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૪) પ્ર. ૬૩-દ્રવ્યનું બીજી રીતે શું લક્ષણ છે? ઉ. ૧. ગુખપર્યયવત્ દ્રવ્યના (મો. શાસ્ત્ર અ. ૫, સૂ. ૩૮)
અર્થ- દ્રવ્ય ગુણપર્યાયવાળું છે. ૨–ાપર્યયસમુ વાયો દ્રવ્યમ્ (પંચાધ્યાયી ભા. ૧, ગા. ૭૨)
અર્થ:- ગુણ તથા પર્યાયોનો સમુદાય (સમૂહ) તે દ્રવ્ય. ૩. ગુણમુવાયો દ્રવ્યમ્ (પંચા. ભા-૧, ગા. ૭૩)
અર્થ- ગુણોનો સમુદાય તે દ્રવ્ય. ૪. સમાણપર્યાયો દ્રવ્યમ્ (પંચા. ભા-૧, ગા. ૭૩)
અર્થ- સમગુણ પર્યાયોને (યુગપત્ સંપૂર્ણ ગુણ-પર્યાયોને જ) દ્રવ્ય કહે છે.
સ્પષ્ટાર્થ:- દેશ, દેશાંશ, ગુણ અને ગુણાંશરૂપ સ્વચતુષ્ટયને જ એક સાથે એક શબ્દ દ્વારા દ્રવ્ય કહે છે. ભેદ વિવેક્ષાથી દ્રવ્યનું સ્વરૂપ સમજાવવા માટે સ્વચતુષ્ટયનું નિરૂપણ કર્યું છે, તેને જ અભેદ-વિવક્ષાથી એક શબ્દમાં “દ્રવ્ય ' કહેવામાં આવે છે. એ જ સમગુણપર્યાય” શબ્દનો ખુલાસો છે. (પંચા. ભા-૧, ગા. ૭૪, ગુ. આવૃત્તિ) ૫-“દ્રવ્યત્વયોવ્ દ્રવ્યમ્” અર્થાત્ દ્રવ્યત્વના સંબંધથી દ્રવ્ય છે. એ પણ પ્રમાણ છે. કઈ રીતે? ગુણપર્યાયોને દ્રવ્યો વગર દ્રવ્ય ન
*દેશ-દ્રવ્ય; દેશાંશ-ક્ષેત્ર; ગુણ-ભાવ; ગુણાંશ પર્યાયકાળ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #64
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૫) હોય, તેથી દ્રવવાપણું દ્રવ્યત્વગુણથી છે; (દ્રવ્ય પોતે) દ્રવીને ગુણ-પર્યાયમાં વ્યાપીને તેને પ્રગટ કરે છે, તેથી ગુણપર્યાયનું પ્રગટ કરવાપણું દ્રવ્યત્વગુણથી છે. માટે દ્રવ્યત્વ (ગુણ) ની વિવક્ષાથી ‘દ્રવ્યત્યયોર્ દ્રવ્યમ્'-દ્રવ્યત્વના સંબંધથી દ્રવ્ય છે.દ્રવ્ય, ગુણ- પર્યાયોને દ્રવે છે, ગુણપર્યાયો, દ્રવ્યને દ્રવે છે, તેથી તેઓ “દ્રવ્ય” એવું નામ પામે છે....પોતાના સ્વભાવરૂપે દ્રવ્ય સ્વત: પરિણમે છે તેથી (તે) સ્વતઃ સિદ્ધ કહેવાય છે.
[ આ રીતે “સત્તા” , “ગુણપર્યાયવાળું', “ગુણોના સમુદાય' “દ્રવ્યત્વનો સંબંધ” વગેરે લક્ષણો પ્રમાણ છે. તેમાંથી કોઈ એકને જ્યારે મુખ્ય કરીને કહેવામાં આવે ત્યારે બાકીનાં લક્ષણો પણ તેમાં ગર્ભિતપણે આવી જ જાય છે એમ જાણવું.]
(ચિદ્ર વિલાસ-ગુ. આવૃત્તિ, પાનું ૩). વિશેષાર્થ
(૧) “અહીં મુખ્યતાથી દ્રવ્યનાં લક્ષણનો વિચાર કરવામાં આવ્યો છે. એમ કરતાં ગ્રંથકારે વિવિધ આચાર્યોના અભિપ્રાય અનુસાર ત્રણ લક્ષણો કહ્યાં, પ્રથમ લક્ષણમાં દ્રવ્યને ગુણ-પર્યાયવાળું બતાવ્યું છે; વાત એ છે કે પ્રત્યેક દ્રવ્ય, અનન્ત ગુણોના અને ક્રમથી થવાવાળા તેમના પર્યાયોનો પિંડમાત્ર છે. એનો અર્થ એ છે કે જેનાથી ધારામાં (પ્રવાહમાં) એકરૂપતા બની રહે છે તે ગુણ છે અને જેથી તેમાં ભેદ પ્રતીત થાય છે તે પર્યાય છે. જીવમાં જ્ઞાનની ધારાનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #65
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
(૨૬)
વિચ્છેદ કદી થતો નથી. તેથી જ્ઞાન એ ગુણ છે; પણ કોઇક વાર તે મતિજ્ઞાનરૂપ થાય છે અને કોઇકવાર અન્યરૂપ થાય છે, માટે મતિજ્ઞાન આદિ તેના પર્યાયો છે. દ્રવ્ય સદાય ગુણપર્યાયોરૂપ રહે છે, તેથી તેને ગુણ-પર્યાયવાળું કહ્યું છે.
આ પ્રકારે જો કે દ્રવ્ય, ગુણ-પર્યાયવાળું યા ગુણ અને પર્યાયોના સમુદાયમાત્ર પ્રાપ્ત થાય છે, તોપણ કેટલાક આચાર્યો ગુણના સમુદાયને દ્રવ્ય કહે છે. આ લક્ષણમાં વિવિધ અવસ્થાઓની અવિવક્ષા કરીને ( ગૌણ કરીને ) આ કથન કરવામાં આવ્યું છે, તેથી તેને પૂર્વોક્ત લક્ષણનું વિરોધી નહિ માનતા તેનું પૂરક જ માનવું જોઈએ.
તથાપિ ગુણ-પર્યાયવાળું અથવા ગુણવાળું દ્રવ્ય છે–એમ કથન કરવાથી ગુણ અને પર્યાય ભિન્ન પ્રતીત થાય છે. અને દ્રવ્ય ભિન્ન પ્રતીત થાય છે; તેથી આ દોષના નિવારણ માટે કેટલાક આચાર્યો દ્રવ્યનું લક્ષણ સમગુણપર્યાય કહે છે. આથી એ સ્પષ્ટ થાય છે કે દેશ, દેશાંશ તથા ગુણ અને ગુણાંશ-એ પૃથક્ પૃથક્ નહિ હોતાં પરસ્પરમાં (એકમેક) મળેલાં છે. એમાંથી કોઈને પણ જાદું કરવું શકય નથી; જેમ થડ, ડાળી આદિ રૂપ વૃક્ષ હોય છે તેમજ દેશ, દેશાંશ, ગુણ અને ગુણાંશમય દ્રવ્ય છે.... પર્યાયાર્થિનયની અપેક્ષાએ ગુણ, ગુણાંશ વગેરે જુદાં-જુદાં કહેવામાં આવે છે, પણ દ્રવ્યાર્થિનયની અપેક્ષાએ એક અખંડ દ્રવ્ય જ છે...”
[ પંચાધ્યાયી-પ્ર. અ.-ગા. ૭૨ થી ગાથા. ૭૪ સુધીના વિશેષાર્થમાંથી- પં. ફૂલચંદજી સંપાદિત હિંદી આવૃત્તિ ઉપરથી ]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #66
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૭) (૨) “ મોક્ષશાસ્ત્ર-અ. ૫, સૂ. ૨૯, ૩૦માં કહેવામાં આવેલા લક્ષણથી (ગુણપર્યયવત્ દ્રવ્યમ્ ) આ લક્ષણ જાદુ નથી; શબ્દભેદ છે, પરંતુ ભાવભેદ નથી, પર્યાયથી ઉત્પાદવ્યયની અને ગુણથી ધૌવ્યની પ્રતીતિ થઈ જાય છે.
ગુણને અન્વય, સહવર્તી પર્યાય કે અક્રમવર્તી પર્યાય પણ કહે છે; તથા પર્યાયને વ્યતિરેકી અથવા ક્રમવર્તી કહે છે. દ્રવ્યનો સ્વભાવ ગુણ-પર્યાયરૂપ છે, એમ સૂત્રમાં કહીને દ્રવ્યનું અનેકાંતપણું સિદ્ધ કર્યું.
દ્રવ્ય, ગુણ અને પર્યાય-વસ્તુપણે અભેદ-અભિન્ન છે. નામ, સંખ્યા, લક્ષણ અને પ્રયોજનની અપેક્ષાએ દ્રવ્ય, ગુણ અને પર્યાયમાં ભેદ છે, પરંતુ પ્રદેશથી અભેદ છે-એમ વસ્તુનું ભેદાભેદ સ્વરૂપ સમજવું.”
(ગુ. મોક્ષશાસ્ત્ર-અ. ૫. સૂ ૩૮ની ટીકા)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #67
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રકરણ બીજું
ગુણ અધિકાર સામાન્ય ગુણો
પ્ર. ૬૪–આખું વિશ્વ ત્રણ પદાર્થમાં સમાઈ જાય છે, તો તે ત્રણ
પદાર્થ કયા? ઉ. છ દ્રવ્યો, તેના ગુણો અને * તેના પર્યાયો. પ્ર. ૬૫-છએ દ્રવ્યોનાં દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણવાનું ફળ શું? ઉ. સ્વપરનું ભેદજ્ઞાન અને પરપદાર્થની કર્તુત્વબુદ્ધિનો અભાવ. પ્ર. ૬૬–ગુણ કોને કહે છે? ઉ. જે દ્રવ્યના પૂરા ભાગમાં અને તેની સર્વ હાલતોમાં
(અવસ્થામાં) રહે તેને ગુણ કહે છે. પ્ર. ૬૭-ગુણોના સમુહને દ્રવ્ય કહે છે '—એ શબ્દો પરથી દ્રવ્ય
અને ગુણનો સંખ્યાભેદ કહો. ઉ. દ્રવ્ય એક; ગુણો અનેક. પ્ર. ૬૮-કોથળીમાં રૂપિયા છે તેમ દ્રવ્યમાં ગુણો હશે? ઉ. ના. પ્ર. ૬૯-ત્યારે દ્રવ્યમાં ગુણો કેવી રીતે રહે છે?
* ગુણોના વિશેષ કાર્યને (પરિણમનને) પર્યાય કહે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #68
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૯) ઉ. જેમ ગોળમાં ગળપણ, રંગ વગેરે એકમેકપણે રહે છે તેમ
દ્રવ્યમાં ગુણો એકમેકપણે રહે છે. પ્ર. ૭૦-ગુણની વ્યાખ્યામાંથી ક્ષેત્રવાચક અને કાળવાચક શબ્દો
બતાવો. ઉ. “પૂરા ભાગમાં એ ક્ષેત્ર બતાવે છે; “સર્વ હાલતોમાં' એ
કાળ બતાવે છે. પ્ર. ૭૧-“પૂરા ભાગમાં –એ કથનથી શું સમજ્યા? ઉ. જેટલું દ્રવ્યનું ક્ષેત્ર તેટલું જ ગુણોનું ક્ષેત્ર હોય છે; કોઈનું
ઓછુવતું ક્ષેત્ર કદી હોતું નથી. પ્ર. ૭ર- “સર્વ હાલતો –એટલે શું? ઉ. દ્રવ્યની અનાદિ-અનંત ત્રણે કાલની અવસ્થાઓ. પ્ર. ૭૩-દ્રવ્ય પહેલું કે ગુણો પહેલા? ઉ. બને અનાદિ-અનંત હોવાથી પહેલું પછી કોઈ નથી. પ્ર. ૭૪-સંખ્યા અપેક્ષાએ દ્રવ્ય, ગુણ, પર્યાય સરખાવો. ઉ. દ્રવ્ય એક અને તેના ગુણ તથા પર્યાય અનેક. પ્ર. ૭૫-ગુણની વ્યાખ્યામાંથી “દ્રવ્યના પૂરા ભાગમાં”—એ
શબ્દો કાઢી નાંખવાથી શો દોષ આવે? ઉ. ક્ષેત્ર અપેક્ષાએ ગુણો દ્રવ્યના પૂરા ભાગમાં વ્યાપક છે.
વ્યાખ્યામાંથી “પૂરા ભાગમાં” –એ શબ્દો કાઢી નાંખતાં નીચેના દોષો આવે:
(૧) ગુણ દ્રવ્યના અધૂરા ભાગમાં રહેવાથી બાકીના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #69
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩૦) ભાગનું દ્રવ્ય, ગુણરહિત થાય, અને એમ થતાં દ્રવ્યનો પણ નાશ થાય.
(૨) જેમ, જેટલો મોટો સાકરનો ગાંગડો છે તેના તેટલા જ ભાગમાં તેના ગળપણ આદિ ગુણો છે, તેમ, જેટલા ભાગમાં દ્રવ્ય, તેના તેટલા ભાગમાં ગુણ એવી જે ક્ષેત્ર અપેક્ષા છે તે મર્યાદા ન રહે. પ્ર. ૭૬-ગુણની વ્યાખ્યામાંથી કાળ અપેક્ષા બતાવનારા-સર્વ
હાલતોમાં” –એ શબ્દો કાઢી નાખવાથી શો દોષ આવે ? ઉ. કાળ અપેક્ષાએ દ્રવ્યમાં અનાદિ-અનંત સર્વ હાલતોમાં રહે
તે ગુણ-એવી વ્યાખ્યા ન બને અને તેથી નીચે મુજબ દોષ આવે:
(૧) ગુણ, દ્રવ્યના અમુક કાળમાં રહે તેથી બાકીના કાળમાં દ્રવ્ય ગુણરહિત થવાથી દ્રવ્યનો જ નાશ થઈ જાય.
(૨) કોઈ કાળે જ ગુણની સ્થાતી (સત્તા) માનતાં દ્રવ્યની સર્વ અવસ્થામાં વ્યાપક રહેવારૂપ ગુણની મર્યાદા ન રહે. પ્ર. ૭૭-ગુણોના કેટલા પ્રકાર છે? ઉ. બે છે (૧) સામાન્ય અને (૨) વિશેષ. પ્ર. ૭૮–સામાન્ય ગુણ કોને કહે છે? ઉં. જે સર્વ દ્રવ્યોમાં હોય તેને સામાન્ય ગુણ કહે છે. પ્ર. ૭૯-વિશેષ ગુણ કોને કહે છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #70
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
( ૩૧ )
ઉ. જે બધાં દ્રવ્યોમાં ન હોય, પણ પોતપોતાના દ્રવ્યમાં ( ખાસપણે ) હોય તેને વિશેષ ગુણ કહે છે.
પ્ર. ૮૦–સામાન્ય ગુણોનું ક્ષેત્ર મોટું કે વિશેષ ગુણોનું ક્ષેત્ર મોટું ?
ઉ. દરેક દ્રવ્યમાં સામાન્ય અને વિશેષ ગુણોનું ક્ષેત્ર સરખું જ હોય છે, કેમકે ગુણનું લક્ષણ બતાવ્યું તેમાં કહ્યું હતું કે ગુણ દ્રવ્યના પૂરા ભાગમાં રહે છે.
પ્ર. ૮૧–સામાન્ય અને વિશેષ ગુણોમાં પ્રથમ કોણ અને પછી કોણ ?
ઉ. બન્ને સાથે અનાદિના છે; પહેલા કે પછી કોઈ નથી.
પ્ર. ૮૨-એક દ્રવ્યમાંના દરેક ગુણને જુદા શા આધારે જાણશો ?
ઉ. દરેક ગુણના જુદા-જુદા લક્ષણથી.
પ્ર. ૮૩–કઈ અપેક્ષાએ દ્રવ્યથી ગુણો જુદા ન પડે?
ઉ. પ્રદેશ અપેક્ષાએ જાદા ન પડે, કેમકે દ્રવ્ય અને ગુણોનું ક્ષેત્ર એક જ છે.
પ્ર. ૮૪-દરેક દ્રવ્યના ગુણોના પ્રદેશ જુદા-જુદા માનવામાં શો દોષ આવે ?
ઉ. એમ માનવામાં આવે તો દ્રવ્યના આશ્રયે ગુણ ન રહે; અને જેટલા ગુણ છે તેટલાં અલગ અલગ દ્રવ્યો થઈ જાય તથા આ દ્રવ્યનો આ ગુણ છે એવી મર્યાદા ન રહે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #71
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩૨) પ્ર. ૮૫-ગુણની વ્યાખ્યામાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ કેવી
રીતે આવે છે? ઉ. (૧) “દ્રવ્ય' દ્રવ્ય બતાવે છે.
(૨) “પૂરા ભાગમાં –એ ક્ષેત્ર બતાવે છે. (૩) “સર્વ હાલતો”—એ કાળ બતાવે છે.
(૪) “ગુણ—એ ભાવ બતાવે છે. પ્ર. ૮૬-દ્રવ્ય અને તેના ગુણોમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ
સરખાવો. ઉ. દ્રવ્ય અને ગુણનાં દ્રવ્ય, ક્ષેત્ર, અને કાલ સરખાં છે, પણ
તેમના ભાવમાં ફેર છે. પ્ર. ૮૭-દ્રવ્ય અને ગુણોમાં સંજ્ઞા, સંખ્યા અને લક્ષણની
અપેક્ષાએ ભેદ બતાવો. ઉ. (૧) સંજ્ઞા-બન્નેના નામમાં ભેદ છે.
(૨) સંખ્યા-દ્રવ્ય એક અને ગુણો અનેક હોય છે. (૩) લક્ષણ-ગુણોનો સમૂહ તે દ્રવ્ય—એ દ્રવ્યનું લક્ષણ છે અને “જે દ્રવ્યના પૂરા ભાગમાં અને તેની સર્વ હાલતોમાં રહે તે ગુણ' એ ગુણનું લક્ષણ છે. એવી રીતે લક્ષણથી
પણ દ્રવ્ય અને ગુણમાં ભેદ છે. પ્ર. ૮૮-દરેક ગુણના કાર્યક્ષેત્રની મર્યાદા શી છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #72
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩૩) ઉ. દરેક ગુણ પોતાના સ્વદ્રવ્યના ક્ષેત્રમાં નિરન્તર પોતાનું જ
કાર્ય કરે છે, કદી પરનું કે બીજા ગુણનું કાર્ય કરે નહિ-એ
દરેક ગુણના કાર્યક્ષેત્રની મર્યાદા છે. પ્ર. ૮૯-એવું કયું દ્રવ્ય છે કે જેમાં સામાન્ય ગુણો ન હોય? ઉ. એવું કોઈ દ્રવ્ય હોય નહિ; કેમકે દરેક દ્રવ્યમાં સામાન્ય અને
વિશેષ બન્ને પ્રકારના ગુણો હોય છે. પ્ર. ૯૦-દ્રવ્યમાં સામાન્ય ગુણ ન હોય તો શું દોષ? વિશેષ
ગુણ ન હોય તો શું દોષ? ઉ. (૧) સામાન્ય ગુણ ન હોય તો દ્રવ્યપણું જ ન રહે. (૨) વિશેષ ગુણ ન હોય તો એક દ્રવ્ય બીજા દ્રવ્યથી જાદુ
ન જણાય, અર્થાત્ કોઈ દ્રવ્ય પર દ્રવ્યથી જુદું
ઓળખી શકાય નહિ. પ્ર. ૯૧-સામાન્ય ગુણો કેટલા છે? ઉ. સામાન્ય ગુણો અનેક છે, પણ મુખ્યપણે જાણવા યોગ્ય છે
છે- અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ અને પ્રદેશત્વ.
(૧) અસ્તિત્વ ગુણ પ્ર. ૯૨-અસ્તિત્વ ગુણને “ગુણની વ્યાખ્યામાં ઉતારો. ઉ. અસ્તિત્વ ગુણ છએ દ્રવ્યના પોતપોતાના પૂરા ભાગમાં અને
તેની સર્વ હાલતોમાં રહે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #73
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩૪) પ્ર. ૯૩-અસ્તિત્વ ગુણ કોને કહે છે? ઉ. જે શક્તિના કારણે દ્રવ્યનો કદી અભાવ ન હોય તેને
અસ્તિત્વ ગુણ કહે છે, કેમકે દ્રવ્ય અનાદિ અનંત છે. પ્ર. ૯૪-શ્રી આદિનાથ (ઋષભદેવ) ભગવાન બિરાજતા હતા
ત્યારે આપણે વિધમાન હતા તે શા આધારે માનશો? ઉ. આપણામાં અસ્તિત્વ ગુણ છે, તેથી તે કાળે લોકમાં કોઈ
પણ ક્ષેત્રે આપણે વિદ્યમાન હતા એમ સાબિત થાય છે. પ્ર. ૯૫-ઈશ્વરે વિશ્વ (જગત્ ) બનાવ્યું-એ ખરું છે? ઉ. ના; અસ્તિત્વ ગુણના કારણે વિશ્વ એટલે અનંતા જીવ,
પુદ્ગલ વગેરે છએ દ્રવ્યો સ્વયંસિદ્ધ અનાદિઅનંત છે, તેથી
તેને કોઈએ બનાવ્યું નથી. પ્ર. ૯૬-કોઈ જગતની રક્ષા કરે છે? ઉ. (૧) ના, દરેક વસ્તુ પોતાની અનંત શક્તિથી
સ્વયંરક્ષિત છે. (૨) દરેક દ્રવ્યમાં અસ્તિત્વ ગુણ હોવાથી પોતાની રક્ષા
(હયાતી) માટે બીજા કોઈની જરૂર પડતી નથી. પ્ર. ૯૭-કોઈ જગતનો સંહાર (નાશ) કરે છે? ઉ. ના, અસ્તિત્વ ગુણના કારણે કોઈ દ્રવ્યનો કદી નાશ થતો
નથી; પણ દ્રવ્યત્વ ગુણના કારણે દરેક દ્રવ્ય પોતે જ સદાય પોતાના નવા નવા પર્યાયો (અવસ્થાઓ) ઉત્પન્ન કરે છે. અને પોતે જ પોતાની પૂર્વ અવસ્થાઓનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #74
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
( ૩૫ )
નાશ કરે છે, અર્થાત્ નિરંતર બદલે છે અને દ્રવ્યપણે નિત્ય ટકી રહે છે.
પ્ર. ૯૮-આ ઉપરથી સિદ્ધાન્ત શું સમજવો ?
ઉ. દરેક દ્રવ્ય ત્રિકાળ દેજીદું સ્વતંત્ર છે અને દરેક દ્રવ્યમાં પોતપોતાના કારણે પર્યાય અપેક્ષાએ નવી અવસ્થાનું ઊપજવું, પૂર્વ પર્યાયનો નાશ થવો અને દ્રવ્ય અપેક્ષાએ નિત્ય ટકી રહેવું-એવી સ્થિતિ ત્રિકાળ થઈ રહી છે. પ્ર. ૯૯–જીવના અસ્તિત્વ ગુણને જાણવાથી શો લાભ થાય? ઉં. હું સ્વતંત્ર અનાદિ-અનંત મારાથી ટકી રહેનારો છું, કોઈ પરથી અને કોઈ સંયોગથી મા૨ી ઉત્પત્તિ થઈ નથી તથા મારો કદી નાશ થતો નથી. એમ અસ્તિત્વ ગુણને જાણવાથી લાભ થાય છે અને તેથી મરણનો ભય ટળી જાય છે.
(૨) વસ્તુત્વ ગુણ
પ્ર. ૧૦૦-વસ્તુત્વ ગુણ કોને કહે છે?
ઉ. જે શક્તિના કારણે દ્રવ્યમાં અર્થક્રિયા (પ્રયોજનભૂત ક્રિયા ) હોય; જેમ કે આત્માની અર્થક્રિયા જાણવું વગેરે છે.
પ્ર. ૧૦૧-સિદ્ધ ભગવાન કૃતકૃત્ય થયા, તો હવે તેમને કાર્ય કરવું અટકી ગયું?
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #75
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩૬) ઉ. ના; કારણ કે તેમનામાં વસ્તુત્વ ગુણના કારણે દરેક ગુણનું
પ્રયોજનભૂત કાર્ય (નિર્મળ સ્વભાવરૂપ પરિણમન) સમયે
સમયે થઈ રહ્યું છે. પ્ર. ૧૦૨-દ્રવ્યનું “વસ્તુ” એવું નામ શાથી છે? ઉ. (૧) વસ્તુત્વ ગુણની મુખ્યતાથી દ્રવ્યને વસ્તુ કહે છે. (૨) જેમાં ગુણ, પર્યાય વસે છે તેને વસ્તુ કહે છે.
(ગોમ્મસાર જીવકાંડ-ગાથા ૬૭ર ટીકા) (૩) જેમાં સામાન્ય-વિશેષ સ્વભાવ હોય તેને વસ્તુ
કહે છે. (૪) દરેક દ્રવ્ય પોતાનું પ્રયોજનભૂત કાર્ય કરે છે તેથી તેને
વસ્તુ કહે છે. “વસ્તુ” એવું નામ એમ પણ બતાવે છે કે દરેક દ્રવ્યના ગુણ, પર્યાય પોતપોતાના દ્રવ્યમાં જ વસે છે, તેથી જીવના ગુણ, પર્યાય શરીરમાં કે પરદ્રવ્યમાં વસતા નથી. દરેક જીવના ગુણ, પર્યાય તે તે જીવમાં વસે છે, તેથી જીવને બીજા કોઈ દ્રવ્યનું આલંબન ખરેખર લેવું પડે એ સંભવતું જ નથી. દરેક દ્રવ્ય પોતામાં પરિપૂર્ણ જ છે.
(૩) દ્રવ્યત્વ ગુણ પ્ર. ૧૦૩-દ્રવ્યત્વ ગુણ કોને કહે છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #76
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩૭) ઉ. જે શક્તિના કારણે દ્રવ્યની અવસ્થા નિરંતર બદલતી રહે
તેને દ્રવ્યત્વ ગુણ કહે છે. પ્ર. ૧૦૪-દ્રવ્યનું દ્રવ્ય” નામ શા કારણે છે? ઉ. દ્રવ્યત્વ ગુણની મુખ્યતાથી. પ્ર. ૧૦પ-કાળથી બધું બદલાય છે–પરિવર્તન થયા કરે છે, માટે
બધું કાળને આધીન છે? ઉ. ના; કેમકે જગતના છએ દ્રવ્યો નિરંતર પોતાની દ્રવ્યત્વ
શક્તિથી જ પરિવર્તન કરે છે. તેમાં કાળ દ્રવ્ય તો નિમિત્ત માત્ર છે. વસ્તુની શક્તિ કોઈની અપેક્ષા રાખતી નથી; માટે
કાળને આધીન કહેવું તે વ્યવહાર-કથન છે. પ્ર. ૧૦૬-દ્રવ્યના પ્રત્યેક ગુણમાં નવા નવા પર્યાય થાય છે?
થાય છે તો તેનું કારણ શું? ઉ. હા; કારણ કે બધા ગુણો નિરન્તર પરિણામ-સ્વભાવી હોય
છે, અને તેમાં દ્રવ્યત્વ ગુણ નિમિત્ત છે. પ્ર. ૧૦૭–દરેક દ્રવ્યમાં દ્રવ્યત્વ વગેરે ગુણો ત્રિકાલ રહે છે?
અને રહે છે તો તેનું કારણ શું? ઉ. (૧) હા, દ્રવ્યમાં દ્રવ્યત્યાદિ ગુણો પોતપોતાના કારણે સ્વયં
ત્રિકાલ રહે છે, તેમાં અસ્તિત્વ નામનો સામાન્ય ગુણ
નિમિત્ત છે. (૨) જેમ દ્રવ્યનો કદી નાશ થતો નહિ હોવાથી દ્રવ્ય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #77
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩૮) અનાદિ-અનંત છે, તેમ દ્રવ્યના બધા ગુણો પણ અસ્તિત્વ ગુણના નિમિત્તે કદી નાશ પામતા નથી, તેથી તેઓ પણ
અનાદિ-અનંત છે. પ્ર. ૧૦૮-દ્રવ્યત્વ ગુણ ઉપરથી શું સમજવું જોઈએ? ઉ. (૧) બધાં દ્રવ્યોની અવસ્થાઓનું પરિવર્તન (બદલવું)
નિરંતર તેના પોતાથી પોતામાંથી જ થયા કરે છે,
પણ બીજો કોઈ તેની અવસ્થા બદલતો નથી. (૨) જીવનો કોઈ પર્યાય અજીવથી-કર્મથી, શરીરાદિથી
બદલાતો નથી અને શરીરાદિ કોઈ પર દ્રવ્યની
અવસ્થા જીવથી બદલાતી નથી. (૩) જીવમાં અજ્ઞાન દશા છે તે સદાય એક સરખી રહેતી
નથી. (૪) પ્રથમ ઓછું જ્ઞાન હોય અને પછી વધે છે ત્યાં
જ્ઞાનનો ફેરફાર થવામાં દ્રવ્યત્વ ગુણ કારણ છે અને જ્ઞાનનો વિકાસ જ્ઞાનગુણમાંથી જ થાય છે, પણ
શાસ્ત્રાદિથી–બારથી જ્ઞાન આવતું નથી. (૫) માટીમાંથી ઘડો દ્રવ્યત્વ ગુણના કારણે થયો છે,
કુંભારાદિ તો નિમિત્ત માત્ર છે. નિશ્ચયથી જોતાં કુંભારે ઘડો કર્યો નથી. માટીની અવસ્થા કુંભારે બદલાવી, એવું માનનારે દ્રવ્યત્વ ગુણ માન્યો નહિ. પદાર્થના એક ગુણનો નકાર કરતાં સંપૂર્ણ દ્રવ્યનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #78
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
( ૩૯ )
નકાર થાય છે અને એ રીતે તેણે પોતાના અભિપ્રાયમાં સર્વ દ્રવ્યોનો અભાવ માન્યો.
પ્ર. ૧૦૯–દરેક દ્રવ્યમાં પોતાનું કામ કરવાનું સામર્થ્ય શાથી છે? ઉ. દરેક દ્રવ્ય દ્રવ્યત્વ ગુણના કારણે નિત્ય પરિણમનશક્તિવાળું છે, માટે નિરંતર પોતપોતાનું કામ કર્યા કરે છે અને તેમાં પોતાનો વસ્તુત્વ ગુણ નિમિત્ત કારણ છે.
પ્ર. ૧૧૦-દ્રવ્યત્વ ગુણ અને વસ્તુત્વ ગુણના ભાવમાં શો ફેર ? ઉ. દરેક દ્રવ્યમાં નિરંતર *સમયે સમયે નવી નવી અવસ્થા થયા કરે છે–એમ દ્રવ્યત્વ ગુણ બતાવે છે, અને દરેક દ્રવ્યમાં પ્રયોજનભૂત ક્રિયા પોતાથી થઈ રહી છે, કોઈ દ્રવ્ય પોતાનું કામ કર્યા વિના રહેતું નથી, એમ વસ્તુત્વ ગુણ બતાવે છે.
(૪)પ્રમેયત્વ ગુણ
પ્ર. ૧૧૧–પ્રમેયત્વ ગુણ કોને કહે છે?
ઉ. જે શક્તિના કારણે દ્રવ્ય કોઈ ને કોઈ જ્ઞાનનો વિષય હોય તેને પ્રમેયત્વ ગુણ કહે છે.
પ્ર. ૧૧૨-‘કોઈ ને કોઈ જ્ઞાન' એટલે શું?
*સમય–જેનો ભાગ ન પડી શકે તેવો નાનામાં નાનો કાળ (વખત ).
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #79
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૦) ઉ. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય અને કેવલજ્ઞાન-એ - પાંચમાંથી કોઈ પણ એક અથવા વધારે જ્ઞાન. પ્ર. ૧૧૩-જગતમાં કોઈ પદાર્થ એવો છે કે જણાયા વિના રહે?
જો તે જણાયા વિના રહે તો શો દોષ આવે ? ઉ. એવો કોઈ પદાર્થ નથી કે જે જણાયા વિનાનો રહે. જો તે
જણાયા વિનાનો રહે તો પ્રમેયત્વ ગુણનો નાશ થાય, અને એક ગુણનો નાશ થતાં તેની સાથેના અસ્તિત્વાદિ સમસ્ત
ગુણોનો પણ નાશ થાય. તેમ થતાં દ્રવ્ય જ ન રહે. પ્ર. ૧૧૪-જગતમાં કેટલાં દ્રવ્યો પ્રમેયત્વગુણવાળાં છે? તેનું
કારણ આપો. ઉ. બધાંય દ્રવ્યો પ્રમેયત્વગુણવાળાં છે, કારણ કે તે ગુણ બધાં
દ્રવ્યોનો સામાન્ય ગુણ છે. પ્ર. ૧૧૫-રૂપી પદાર્થો જ્ઞાનમાં જણાય પણ અરૂપી પદાર્થો ન
જણાય-એ કથન બરોબર છે? ઉ. ના; કેમકે દરેક દ્રવ્ય પ્રમેયત્વગુણવાળું છે. દરેક પદાર્થ કોઈને
કોઈ જ્ઞાનનો વિષય થતો હોવાથી રૂપી અને અરૂપી બન્ને
પદાર્થો અવશ્ય બરાબર જણાય છે. પ્ર. ૧૧૬-આત્મા તો અરૂપી છે અને અમારું જ્ઞાન ઘણું અલ્પ
છે; તો આત્માનું જ્ઞાન કેમ થઈ શકે ? ઉ. એમ હોવા છતાં પણ આત્માનું જ્ઞાન બરોબર થઈ શકે છે;
કેમ કે તેનામાં (આત્મામાં) પણ પ્રયત્વગુણ રહેલો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #80
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૧) છે, તેમ જ તે સમ્યગૂ મતિ અને શ્રુતજ્ઞાનનો વિષય થઈ શકે છે, માટે યથાર્થ સમજણનો પુરુષાર્થ કરવામાં આવે તો
આત્માનું જ્ઞાન અવશ્ય થઈ શકે. પ્ર. ૧૧૭-આત્મા અલખ-અગોચર છે” એટલે ? ઉ. જડ ઈન્દ્રિયોથી, વિકલ્પ (રાગ) થી અને પરાશ્રયથી
આત્મા જણાય તેવો નથી, તેથી તેને અલખ-અગોચર કહે છે; પરંતુ આત્મામાં જ્ઞાન ગુણ તેમજ પ્રમેયત્વ ગુણ હોવાથી સ્વસંવેદન જ્ઞાનથી આત્મા અવશ્ય જણાય-અનુભવાય તેવો
છે-એમ તેનો અર્થ જાણવો. પ્ર. ૧૧૮-જાણવાની અને જણાવાની એમ બન્ને શક્તિ એકી
સાથે કોનામાં છે? ઉ. જાણવાની જ્ઞાનશક્તિ અને જણાવાની પ્રમેયત્વશક્તિ બન્ને
એકી સાથે જીવ દ્રવ્યમાં જ છે. પ્ર. ૧૧૯–જણાવાની શક્તિનું નામ અને તેનો વ્યુત્પત્તિ અર્થ
શો ? ઉ. જણાવાની શક્તિનું નામ પ્રમેયત્વ ગુણ છે. તેનો વ્યુત્પત્તિ
અર્થ નીચે પ્રમાણે છે:પ્રમેયત્વ=પ્ર+મેયત્વ છે. પ્ર=પ્રકૃષ્ટપણે, વિશેષ કરીને. મેય=માપમાં આવવા યોગ્ય (મી ધાતુનું વિધ્યર્થ કૃદન્ત) ત્વ=પણું (ભાવવાચક પ્રત્યય ). પ્રમેયત્વ=પ્રકૃષ્ટપણે માપમાં (જ્ઞાનમાં ખ્યાલમાં) આવવા યોગ્યપણું.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #81
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૨)
(૫) અગુરુલઘુત્વ ગુણ પ્ર. ૧૨૦-અગુરુલઘુત્વ ગુણ કોને કહે છે? ઉ. જે શક્તિના કારણે દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે અર્થાઃ
(૧) એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ ન થાય, (૨) એક ગુણ બીજા ગુણરૂપ ન થાય, (૩) દ્રવ્યમાં રહેલા અનંત ગુણો વિખરાઈને અલગ અલગ
થઈ ન જાય, તે શક્તિને અનુલઘુત્વ ગુણ કહે છે. પ્ર. ૧૨૧-જીવ દ્રવ્યમાં અગુરુલઘુત્વ ગુણના કારણે તેનાં દ્રવ્ય
ક્ષેત્ર-કાલ-ભાવની મર્યાદા બતાવો. ઉ. (૧) અનંતગુણોના પિંડરૂપ જીવનું સ્વદ્રવ્યપણે કાયમ રહે
છે અને તે શરીરાદિરૂપ કદી થતું નથી. (૨) જીવનું અસંખ્યાત પ્રદેશી સ્વક્ષેત્ર કદી પરરૂપ ન થાય,
પરમાં ભળી ન જાય અને બે જીવનું સ્વક્ષેત્ર પણ
કદી એક ન થાય. (૩) જીવના એક ગુણનો પર્યાય તે અન્ય ગુણના
પર્યાયરૂપ ન થાય (બીજાનું કંઈ કરે, બીજાથી
ઊપજે બદલે એમ ન થાય). (૪) ભાવ એટલે ગુણ; જેટલા જે રૂપે છે તેટલા તે રૂપે
સત્ રહે, વિખરાય નહિ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #82
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
(૪૩)
પ્ર. ૧૨૨-જીવ દ્રવ્યની ઉપર પ્રમાણેની મર્યાદા સમજવાથી શો લાભ ?
ઉ. (૧) છયે દ્રવ્યો તથા તેના ગુણો અને પર્યાયોની સ્વતંત્રતા જાણતાં પોતાનું ભલું-બૂરું પોતાથી પોતામાં જ થાય છે એવું યથાર્થ જ્ઞાન થાય છે.
(૨) કોઈ પણ દ્રવ્યકર્મ અથવા કોઈ પરનાં દ્રવ્ય-ક્ષેત્રકાલ-ભાવ આ જીવને લાભ કે નુકશાન કરી શકે નહિ એવો નિર્ણય થાય;
(૩) હું સ્વતંત્ર જ્ઞાન-આનંદ સ્વભાવી પદાર્થ છું અને જગતના સમસ્ત પદાર્થ મારાથી ત્રિકાળ ભિન્ન છેએવી ભેદજ્ઞાનરૂપ જ્યોતિનો ઉદય થાય. તે જ સમ્યગ્નાન-દર્શનરૂપ ધર્મ છે.
પ્ર. ૧૨૩-બહારનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ અનુસાર પર્યાય બદલાય છે એમ માનવામાં શો દોષ?
ઉ. બે દ્રવ્યોને જુદાં-જુદાં સ્વતંત્ર ન માન્યાં અને દ્રવ્યમાં અગુરુલઘુત્વ- ગુણ ન માન્યો. આથી દ્રવ્યનો પણ નાશ થાય વગેરે દોષો આવે છે.
પ્ર. ૧૨૪-છયે દ્રવ્યો તથા તેમના ગુણ-પર્યાયની સ્વતંત્રતાની મર્યાદા કયા ગુણથી છે?
ઉ. અગુરુલઘુત્વ ગુણથી.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #83
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૪) પ્ર. ૧૨૫-અગુરુલઘુત્વ ગુણ ઉપરથી વિશેષ શું સમજવું? ઉ. (૧) કોઈ પણ દ્રવ્ય બીજા દ્રવ્યને આધીન નથી. (૨) એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકે નહિ. (૩) દ્રવ્યનો એક ગુણ તે જ દ્રવ્યના બીજા ગુણનું કાંઈ
કરી શકે નહિ. (૪) કોઈ દ્રવ્યનો પર્યાય બીજા દ્રવ્યના પર્યાયમાં કાંઈ કરી
શકે નહિ, તેઓ એકબીજાને આધીન નથી. (૫) અગુરુલઘુત્વ ગુણનું આવું યથાર્થ સ્વરૂપ જાણતાં
જગતનાં છયે દ્રવ્યોનાં દ્રવ્ય-ગુણ-પર્યાય ભિન્ન ભિન્ન અને સ્વતંત્ર છે અને તે બધાથી હું જ્ઞાનસ્વભાવી આત્મા ભિન્ન છું-એ પ્રકારે ભેદજ્ઞાનરૂપી અપૂર્વ ધર્મ
પ્રગટ થાય. પ્ર. ૧૨૬-એક દ્રવ્યમાં રહેલા ગુણો પરસ્પર એકબીજાનું કામ
કરે? ન કરે તો તેની વ્યવસ્થા શી રીતે છે? ઉ. અગુસ્લધુત્વના કારણે એક ગુણ બીજા ગુણરૂપ ન થાય,
તેથી એક ગુણનું કાર્યક્ષેત્ર બીજામાં ન જાય; આમ હોવાથી એક દ્રવ્યમાં પણ એક ગુણ બીજા ગુણના કાર્યને કરી શકે નહિ, પણ દરેક ગુણ નિત્ય પરિણામસ્વભાવી હોવાથી દરેક સમયે પોતાના નવા-નવા પર્યાય ઉત્પન્ન કરે છે, તેમાં બીજા ગુણના પર્યાયો નિમિત્તમાત્ર કહેવાય છે. એક ગુણના વર્તમાન પર્યાયમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #84
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૫)
કાર્ય થતાં બીજા ગુણનો વર્તમાન પર્યાય નિમિત્ત કહેવાય છે. એમ એક દ્રવ્યને આશ્રિત ગુણોમાં પણ સ્વતંત્રતા હોવાથી એક ગુણને બીજા ગુણ સાથે કર્તાકર્મ સંબંધ નથી.
પંચાધ્યાયી અ. ૨, ગાથા ૧૦૦૮-૧૦માં પણ કહ્યું છે કે, “ કોઈપણ ગુણ કોઈ રીતે બીજા ગુણમાં અન્તર્ભૂત થતો નથી ( એક ગુણમાં બીજા ગુણો સમાઈ જતા નથી ). પરસ્પર આધાર-આધેય તથા ઉપાદાન-ઉપાદેયરૂપ (કારણકાર્યપણે ) બે ગુણોને સંબંધ નથી, પરંતુ બધા ગુણો પોતપોતાની શક્તિના યોગથી સ્વતંત્ર છે અને તે જુદાજુદા લક્ષણવાળા અનેક છે, તોપણ સ્વદ્રવ્યની સાથે પરસ્પરમાં મળેલા છે.
7
પ્ર. ૧૨૭-ગુરુનું જ્ઞાન શિષ્યને મળ્યું; શાસ્ત્રોમાંથી મેં જ્ઞાન લીધું-તે બરોબર છે.
ઉ. ના; કેમકે એક દ્રવ્યના અનંત ગુણોમાંથી એક ગુણ બીજા ગુણમાં ન જાય; તો પછી ભિન્ન દ્રવ્યના ગુણ બીજા દ્રવ્યમાં કેમ જાય ? એક વસ્તુનો કોઈ ગુણ બીજાને મળે–એમ માનનાર અગુરુલઘુત્વ ગુણને માનતો નથી; તે સ્વતંત્ર વસ્તુ જ માનતો નથી.
પ્ર. ૧૨૮-હું ચશ્માથી પુસ્તક વાંચું છું અને તે વડે મને જ્ઞાન થાય છે–એમ માનવું તે બરોબર છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #85
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૬) ઉ. ના અગુરુલઘુત્વ ગુણના કારણે એમ થતું નથી; કારણ કે(૧) પરથી આત્માનું અને આત્માથી પરનું કાર્ય થાય તો
દ્રવ્ય પલટીને નાશ પામે, પણ એમ બનતું નથી. (૨) આત્મા નિશ્ચયથી સ્વપરપ્રકાશક પોતાના આત્માને
જાણે છે, અને
(૩) પુસ્તકના શબ્દોને, જીવ પોતાના જ્ઞાનવડે, વ્યવહારથી
જાણે છે, અને ચશ્માં તેમાં નિમિત્ત માત્ર બને છે.
પ્ર. ૧૨૯ બ્રાહ્મી તેલના વપરાશથી કે બદામ વગેરે ખાવાથી
બુદ્ધિ વધે-એ માન્યતા બરોબર છે?
ઉ. ના; કેમકે એક દ્રવ્યની શક્તિ બીજા દ્રવ્યનું કોઈ કામ કરી શકે નહિ, તેથી બ્રાહ્મી તેલના માલિશ વગેરેથી બુદ્ધિ વધે એ માન્યતા ખોટી છે-એમ અગુરુલઘુત્વ ગુણ બતાવે છે.
પ્ર. ૧૩૦-દૂધમાં છાશ પડવાથી દહીં થાય-એમ માનવું તે
બરોબર છે?
ઉ. ના; છાશ પડવાથી દહીં થાય તો પાણીમાં પણ છાશ
પડવાથી દહીં થવું જોઈએ; છાશના પરમાણુ જુદા અને દૂધના પરમાણુ જુદા છે. છાશરૂપ પર્યાયવાળા પરમાણુમાં પણ દરેકમાં અગુરુલઘુત્વ ગુણ હોવાથી તે દૂધના પરમાણમાં પ્રવેશી શકે નહિ, પણ દ્રવ્યત્વ ગુણના કારણે દૂધરૂપ પર્યાયવાળા પરમાણુઓ સ્વયં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #86
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૭) પલટીને દહીંરૂપ થાય છે. તેમાં છાશ તો નિમિત્તમાત્ર છે.
જ્યારે દૂધના પરમાણુ પોતાના ક્ષણિક ઉપાદાનની યોગ્યતાથી દહીં થવારૂપ કાર્ય કરે છે, ત્યારે છાશ વગેરેને
નિમિત્તમાત્ર કહેવાય છે. પ્ર. ૧૩૧-આ ઉપરથી શું સિદ્ધાન્ત સમજવો? ઉ. જીવ જ્યારે પોતે પોતાથી સ્વસમ્મુખ થઈ પોતાનું સ્વરૂપ સમ્યક્ષણે સમજે છે ત્યારે સમ્યજ્ઞાનીનો ઉપદેશ વગેરે તેને નિમિત્તરૂપે હોય છે. એ રીતે સર્વત્ર ઉપાદાનથી જ કાર્ય થાય છે. કોઈ નિમિત્તની કદી પણ રાહ જોવી પડતી
નથી પણ નિમિત્ત તે સમયે હોય છે ખરું. પ્ર. ૧૩ર-આત્મા મોક્ષદશા પામતાં તેજમાં તેજ ભળી ગયું એમ
માનવામાં આવે તો શો દોષ આવે? ઉ. (૧) એમ માનનારે અગુરુલઘુત્વ ગુણ અને
અસ્તિત્વગુણને સ્વીકાર્યા નહિ. (૨) મોક્ષ જનાર જીવ સ્વતંત્ર અને સુખી ન થયો પણ
નાશ પામ્યો.
આથી મોક્ષદશા પામે તે બીજામાં ભળી જાય એમ માનનારો પોતાનો પણ મોક્ષમાં નાશ માને છે; માટે પોતાનો નાશ થાય એવો ધર્મ કોણ ડાહ્યો પુરુષ કરે? અર્થાત્ ન જ કરે. પ્ર. ૧૩૩-જીવ સંસાર-દશામાં એકેન્દ્રિયપણાને પામે, ત્યારે તેના
ગુણો ઘટી જાય અને પંચેન્દ્રિયપણાને પામે ત્યારે તેના ગુણો વધી જાય-એમ બને?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #87
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૮)
ઉ. ના; કારણ કે
(૧) દ્રવ્યમાં અગુરુલઘુત્વ નામનો ગુણ છે, તેથી તેના
કોઈ ગુણોની સંખ્યા કદી પણ વધતી કે ઘટતી નથી. (૨) દ્રવ્ય તથા ગુણો તો સદાય બધી હાલતોમાં પૂર્ણ
શક્તિવાળા જ રહે છે (૩) પોતાના કારણે ગુણના વર્તમાન પર્યાયમાં જ ફેરફાર (પરિણમન) થાય છે.
(૬) પ્રદેશત્વ ગુણ પ્ર. ૧૩૪-પ્રદેશત્વ ગુણ કોને કહે છે? ઉ. જે શક્તિના કારણે દ્રવ્યનો કોઈને કોઈ આકાર અવશ્ય હોય
તેને પ્રદેશત્વ ગુણ કહે છે. પ્ર. ૧૩૫-આત્માને સાકાર તથા નિરાકાર કેવી રીતે કહેવાય? ઉ. પ્રદેશત્વ ગુણના કારણે દરેક આત્માને પોતાનો અરૂપી
આકાર છે જ; પણ રૂપી આકાર નથી તે અપેક્ષાએ તે નિરાકાર કહેવાય છે. આત્માનો અરૂપી આકાર ઇન્દ્રિયગમ્ય નથી, એ અપેક્ષાએ નિરાકાર છે અને આત્માનો આકાર જ્ઞાનગમ્ય છે, તેથી તે આકારવાન છે.
(મોક્ષમાર્ગપ્રકાશક-પાનું. ૧૧૫)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #88
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૯) પ્ર. ૧૩૬-દ્રવ્ય, ગુણ, પર્યાય-ત્રણેના જુદા-જુદા અથવા નાના
મોટા આકાર હોય? ઉ. ના; દ્રવ્યનો આકાર તે જ ગુણ અને પર્યાયનો આકાર છે,
કારણ કે ત્રણેનું ક્ષેત્ર એક છે; માટે ત્રણેનો આકાર સરખો
અને એક છે. પ્ર. ૧૩૭-દ્રવ્ય ત્રિકાળ અને પર્યાય એક સમય પૂરતો છે, તેમાં
કોનો આકાર મોટો ?
ઉ. બન્નેનો આકાર સરખો છે. પ્ર. ૧૩૮-કેટલીક વસ્તુનો આકાર તો ઘણો કાળ એકસરખો
દેખાય છે, તો તેને બદલવામાં કેટલો કાળ લાગતો હશે? ઉ. તેઓ નિરન્તર દરેક સમયે બદલાયા જ કરે છે, પણ સ્કૂલ
દષ્ટિથી લાંબો કાળ તેનો એકસરખો આકાર દેખાય છે. પ્ર. ૧૩૯-સોનાના પિંડમાંથી મુકુટ થયો તેમાં કયો ગુણ કારણ
છે? ઉ. આકાર થયો તેમાં પ્રદેશત્વ ગુણ અને જૂની અવસ્થા બદલી
નવી થઈ તેમાં, દ્રવ્યત્વ ગુણ કારણ છે. પ્ર. ૧૪૦-આ “પુસ્તકમાં છએ સામાન્ય ગુણો ઉતારો. ઉ. (૧) આ પુસ્તકમાં તેના પરમાણુનો કદી નાશ થતો નથી,
કેમકે તેમાં અસ્તિત્વ ગુણ છે. (૨) તેમાં અર્થક્રિયા છે, કેમકે તેમાં વસ્તુત્વ ગુણ છે;
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #89
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
(૫૦)
(૩) તેના પર્યાયમાં નિરંતર સમયે સમયે નવું પરિવર્તન થાય છે; કેમકે તેમાં દ્રવ્યત્વગુણ છે.
(૪)તે જણાવા યોગ્ય છે, કેમકે તેમાં પ્રમેયત્વ ગુણ છે. ( ૫ ) તેનો કોઈ પણ પરમાણુ પલટીને બીજા રૂપે થતો નથી. તેના દરેક ગુણ-પર્યાય પણ તેની મર્યાદામાં વ્યવસ્થિત છે, કેમકે તેમાં અગુરુલઘુત્વ ગુણ છે.
(૬) આકારવાન છે, કેમકે તેમાં પ્રદેશત્વ ગુણ છે.
પ્ર. ૧૪૧-માટી વડે થડો થયો છે. કુંભાર વડે ઘડો થયો નથી. તેમાં કયા ગુણોની સાબિતી છે?
ઉ. દ્રવ્યત્વ અને અગુરુલઘુત્વ ગુણોની.
પ્ર. ૧૪૨-જે નથી જાણતાં તેવાં જડ દ્રવ્યો પણ સ્વતઃ પરિણમે છે, તેમાં કયો ગુણ સાબિત થયો ?
ઉ. દ્રવ્યત્વ ગુણ.
પ્ર. ૧૪૩–અમે મનુષ્ય છીએ, માટે અમારા કામમાં બીજાની જરૂર પડે, બીજા વિના ન ચાલે–એવું માનનારે કયા ગુણ ન માન્યા?
ઉ. મનુષ્ય તો અસમાનજાતીય દ્રવ્ય પર્યાય છે. શરીર અજીવરૂપી પુદ્દગલ દ્રવ્ય છે અને જીવ સદા અરૂપી ચેતન દ્રવ્ય છે. તેનો સંયોગ-એક ક્ષેત્રાવગાહ સંબંધ બંધપણે છે. એક દ્રવ્યને બીજાની જરૂર પડે એમ માનનારે વસ્તુત્વ, દ્રવ્યત્વ, અગુરુલઘુત્વાદિ ગુણો માન્યા નહિ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #90
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૫૧) પ્ર. ૧૪૪-જે દ્રવ્યો છે તેનો કદી નાશ નથી અને તે બીજામાં
ભળતાં નથી-તેમાં કયા ગુણો કારણભૂત છે? ઉ. અસ્તિત્વગુણ અને અગુરુલઘુત્વગુણ. પ્ર. ૧૪૫-જે સ્વભાવ છે તે ગુપ્ત રહે નહિ, તે કોઈમાં ભળે
નહિ, નાશ પામે નહિ, બદલ્યા વિના રહે નહિ-તેમાં કયા
ગુણ કારણભૂત છે? ઉ. તેમાં અનુક્રમે, પ્રમેય, અગુરુલઘુત્વ અસ્તિત્વ અને
દ્રવ્યત્વ ગુણ કારણભૂત છે. પ્ર. ૧૪૬-છએ સામાન્ય ગુણોનું પ્રયોજન ટૂંકામાં શું છે? ઉ. (૧) કોઈ દ્રવ્યની કદી ઉત્પત્તિ કે નાશ નથી, માટે કોઈ
કોઈનો કર્તા નથી-એમ અસ્તિત્વ ગુણ સૂચવે છે. (૨) દરેક દ્રવ્ય નિરંતર પોતાની જ પ્રયોજનભૂત ક્રિયા કરે
છે, તેથી કોઈ દ્રવ્ય એક સમય પણ પોતાના કામ (કાર્ય) વિના નકામું હોતું નથી-એમ વસ્તુત્વ ગુણ
બતાવે છે. (૩) દરેક દ્રવ્ય નિરંતર પ્રવાહકમે પ્રવર્તતી પોતાની નવી
નવી અવસ્થાઓને સદાય પોતે જ બદલે છે, માટે કોઈના કારણે પર્યાય પ્રવર્તે કે રોકાય એવું પરાધીન
કોઈ દ્રવ્ય નથી-એમ દ્રવ્યત્વ ગુણ બતાવે છે. (૪) દરેક દ્રવ્યમાં જણાવાયોગ્યપણું હોવાથી જ્ઞાનથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #91
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(પર) કોઈ અજાણું (ગુપ્ત) રહી શકે નહિ, તેથી કોઈ એમ માને કે આપણે અલ્પજ્ઞને નવ તત્ત્વો શાં? આત્મા શું? ધર્મ શું?–એ ન જણાય; તો તેની તે માન્યતા ખોટી છે; કેમ કે જો યથાર્થ સમજવાનો પુરુષાર્થ કરે તો સત્ય અને અસત્યનું સ્વરૂપ (સમ્યમ્ મતિશ્રુતજ્ઞાનનો વિષય હોવાથી) તેના જ્ઞાનમાં અવશ્ય
જણાય-એમ પ્રમેયત્વ ગુણ બતાવે છે. (૫) દરેક દ્રવ્યની દ્રવ્યતા કાયમ વ્યવસ્થિત રહે છે, તેથી
એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ; પર્યાય દ્વારા પણ કોઈ બીજા ઉપર અસર, પ્રભાવ, પ્રેરણા, લાભ-નુકસાનાદિ કાંઈ કરી શકે નહિ.
દરેક દ્રવ્ય પોતાના ક્રમબદ્ધ ધારાવાહી પર્યાયવડ પોતાનામાં જ વર્તે છે. એ રીતે દરેક દ્રવ્ય પોતામાં વ્યવસ્થિત નિયત મર્યાદાવાળું હોવાથી કોઈ દ્રવ્યને બીજાની જરૂર પડતી નથી, એમ અગુરુલઘુત્વ ગુણ બતાવે છે. (૬) કોઈ વસ્તુ પોતાના સ્વક્ષેત્રરૂપ આકાર વિના હોય
નહિ; અને આકાર નાનો-મોટો હોય તે લાભનુકસાનનું કારણ નથી, છતાં દરેક દ્રવ્યને સ્વઅવગાહનારૂપ પોતાનો સ્વતંત્ર આકાર અવશ્ય હોય છે, એમ પ્રદેશત્વ ગુણ બતાવે છે.
આમ છએ સામાન્ય ગુણો દરેક દ્રવ્યની સ્વતંત્ર વ્યવસ્થા બતાવે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #92
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૫૩)
વિશેષ ગુણો પ્ર. ૧૪૭-પ્રત્યેક દ્રવ્યમાં કયા કયા વિશેષ ગુણો છે? ઉ. (૧) જીવ દ્રવ્યમાં ચૈતન્ય (દર્શન-જ્ઞાન), શ્રદ્ધા
(સમ્યકત્વ), ચારિત્ર, સુખ, વીર્ય, ક્રિયાવતી શક્તિ,
વૈભાવિક શક્તિ વગેરે. (૨) પુદ્ગલ દ્રવ્યમાં-સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, ક્રિયાવતી
શક્તિ, વૈભાવિક શક્તિ વગેરે. (૩) ધર્માસ્તિકાય દ્રવ્યમાં ગતિ હેતુત્વ વગેરે. (૪) અધર્માસ્તિકાય દ્રવ્યમાં સ્થિતિહેતુત્વ વગેરે. (૫) આકાશ દ્રવ્યમાં-અવગાહન હેતુત્વ વગેરે.
(૬) કાળ દ્રવ્યમાં-પરિણમન હેતુત્વ વગેરે. પ્ર. ૧૪૮-ચેતન, ચૈતન્ય અને ચેતના કોને કહે છે? ઉ. (૧) જીવ દ્રવ્યને ચેતન કહે છે. (૨) ચૈતન્ય તે ચેતન દ્રવ્યનો ગુણ છે. તેમાં દર્શન અને
જ્ઞાન-એ બન્ને ગુણોનો સમાવેશ થઈ જાય છે. (૩) ચૈતન્ય ગુણના પર્યાયને ચેતના કહેવામાં આવે છે.
(૪) ચૈતન્ય ગુણને પણ ચેતનાગુણ કહેવામાં આવે છે. પ્ર. ૧૪૯-ચેતના કોને કહે છે? ઉ. જેમાં પદાર્થોનો પ્રતિભાસ થાય તેને ચેતના કહે છે. પ્ર. ૧૫૦-ચેતનાના કેટલા ભેદ છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #93
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
(૫૪)
ઉ. બે ભેદ છે. દર્શનચેતના (દર્શનોપયોગ) અને જ્ઞાનચેતના (જ્ઞાનોપયોગ ).
પ્ર. ૧૫૧-દર્શનચેતના કોને કહે છે?
ઉ. જેમાં પદાર્થોના ભેદરહિત સામાન્ય પ્રતિભાસ (અવલોકન ) હોય તેને દર્શનચેતના કહે છે; જેમ કે જ્ઞાનનો ઉપયોગ ઘડા ત૨ફ હતો ત્યાંથી છૂટી બીજા પદાર્થ સંબંધી જ્ઞાનોપયોગ શરૂ થાય તે પહેલાં જે ચૈતન્યનો સામાન્ય પ્રતિભાસરૂપ વ્યાપાર થાય તે દર્શનોપયોગ છે.
પ્ર. ૧૫૨-જ્ઞાનચેતના (જ્ઞાનોપયોગ ) કોને કહે છે?
ઉ. જેમાં પદાર્થોનો વિશેષ પ્રતિભાસ થાય તેને જ્ઞાનોપયોગ કહે છે, અર્થાત્ જ્ઞાનગુણને અનુસરીને વર્તનારો ચૈતન્યપરિણામ તે જ્ઞાનોપયોગ છે.
પ્ર. ૧૫૩–દર્શનચેતનાના કેટલા ભેદ છે?
ઉ. ચાર ભેદ છે:- ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવલદર્શન. તેઓ દર્શનગુણને અનુસરી વર્તનારા ચૈતન્ય પરિણામ છે.
પ્ર. ૧૫૪-ચક્ષુદર્શન-કોને કહે છે?
ઉ. ચક્ષુઇન્દ્રિય દ્વારા મતિજ્ઞાન થયા પહેલાં જે સામાન્ય પ્રતિભાસ થાય તેને ચક્ષુદર્શન કહે છે.
પ્ર. ૧૫૫-અચક્ષુદર્શન કોને કહે છે?
ઉ. ચક્ષુઇન્દ્રિયને છોડી બાકીની ચાર ઇન્દ્રિયો અને મન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #94
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૫૫) દ્વારા મતિજ્ઞાન થયા પહેલાં જે સામાન્ય પ્રતિભાસ થાય
તેને અચક્ષુદર્શન કહે છે. પ્ર. ૧૫૬–અવધિદર્શન કોને કહે છે? ઉ. અવધિજ્ઞાનના પહેલાં થવાવાળા સામાન્ય પ્રતિભાસને
અવધિદર્શન કહે છે. પ્ર. ૧૫૭-કેવળદર્શન કોને કહે છે? ઉ. કેવળજ્ઞાનની સાથે થવાવાળા સામાન્ય પ્રતિભાસને
કેવળદર્શન કહે છે.
(આત્મા સ્વ-પરનો દર્શક અને સ્વ-પરનો જ્ઞાયક છે). પ્ર. ૧૫૮-દર્શનોપયોગ ક્યારે ઉત્પન્ન થાય છે? ઉ. દર્શનોપયોગ છદ્મસ્થ જીવોને જ્ઞાનોપયોગ પહેલાં અને
કેવલજ્ઞાનીઓને જ્ઞાનોપયોગ સાથે જ થાય છે. પ્ર. ૧૫૯-જ્ઞાનના કેટલા ભેદ છે? ઉ. જ્ઞાનગુણ તો નિત્ય એકરૂપ જ હોય છે, પણ તેના સમ્યક
પર્યાયના પાંચ ભેદ છે-મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન-આ પાંચે સમ્યજ્ઞાનના ભેદ છે. મિથ્યાજ્ઞાનના ત્રણ પર્યાયો છે. તે કુમતિ, કુશ્રુત અને
કુઅવધિ છે. એમ આઠ પર્યાયો છે. પ્ર. ૧૬૦-મતિજ્ઞાન કોને કહે છે? ઉ. (૧) પરાશ્રયની બુદ્ધિ છોડીને દર્શનોપયોગપૂર્વક સ્વ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #95
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
(૫૬ )
સન્મુખતાથી પ્રગટ થવાવાળા નિજ આત્માના જ્ઞાનને મતિજ્ઞાન કહે છે.
(૨) ઇન્દ્રિય અને મન જેમાં નિમિત્ત માત્ર છે એવા જ્ઞાનને મતિજ્ઞાન કહે છે.
પ્ર. ૧૬૧–શ્રુતજ્ઞાન કોને કહે છે?
ઉ. (૧) મતિજ્ઞાનથી જાણેલા પદાર્થના સંબંધથી અન્ય પદાર્થને જાણવાવાળા જ્ઞાનને શ્રુતજ્ઞાન કહે છે.
(૨) આત્માની શુદ્ધ અનુભૂતિરૂપ શ્રુતજ્ઞાનને ભાવશ્રુતજ્ઞાન કહે છે.
પ્ર. ૧૬૨-અવધિજ્ઞાન કોને કહે છે?
ઉ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદાપૂર્વક જે રૂપી પદાર્થોને સ્પષ્ટ જાણે તેને અવધિજ્ઞાન કહે છે.
પ્ર. ૧૬૩-મન:પર્યયજ્ઞાન કોને કહે છે ?
ઉ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદાપૂર્વક બીજાના મનમાં રહેલા રૂપી પદાર્થ સંબંધી વિચારોને તથા રૂપી પદાર્થોને સ્પષ્ટ જાણે તેને મન:પર્યયજ્ઞાન કહે છે.
( શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાનથી સિદ્ધ થાય છે કે પ્રત્યેક દ્રવ્યમાં ક્રમબદ્ધ પર્યાય થાય છેઆગળ પાછળ થતા નથી.)
પ્ર. ૧૬૪-કેવળજ્ઞાન કોને કહે છે?
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #96
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૫૭) ઉ. જે ત્રણે લોક-ત્રણ કાલવર્તી સર્વ પદાર્થોને (* અનંત
ધર્માત્મક સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાયોને) પ્રત્યેક સમયમાં યથાસ્થિત પરિપૂર્ણરૂપે સ્પષ્ટ અને એક સાથે જાણે તેને
કેવલજ્ઞાન કહે છે. પ્ર. ૧૬૫-શ્રદ્ધા (સમ્યકત્વ) ગુણ કોને કહે છે? ઉ. (૧) જે ગુણની નિર્મળ દશા પ્રગટ થવાથી પોતાના શુદ્ધ
આત્માનો પ્રતિભાસ (યથાર્થ પ્રતીતિ) થાય તેને શ્રદ્ધા
(સમ્યકત્વ) કહે છે. (૨) સમ્યગ્દષ્ટિને નીચે મુજબની પ્રતીતિ હોય છે:
(૧) સાચા દેવ, ગુરુ અને ધર્મમાં દઢ પ્રતીતિ. (૨) જીવાદિ સાત તત્ત્વોની સાચી પ્રતીતિ. (૩) સ્વ-પરનું શ્રદ્ધાન. (૪) આત્મશ્રદ્ધાન.
ઉપરોક્ત લક્ષણોના અવિનાભાવ સહિત જે શ્રદ્ધા થાય છે તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. [ આ પર્યાયનો ધારક
* દ્રવ્ય, ગુણ, પર્યાયોને કેવલી ભગવાન જાણે છે, પણ તેના અપેક્ષિત ધર્મોને જાણી શકતા નથી—એમ માનવું તે અસત્ય છે. તેઓ અનંતને અથવા માત્ર પોતાના આત્માને જ જાણે પરંતુ સર્વને ન જાણે-એમ માનવું તે પણ ન્યાયથી વિરુદ્ધ છે. કેવળજ્ઞાની ભગવાન સર્વજ્ઞ હોવાથી અનેકાન્તાત્મક પ્રત્યેક વસ્તુને પ્રત્યક્ષ જાણે છે, કવલીના જ્ઞાનમાં કાંઈ પણ જણાયા વિના રહેતું નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #97
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૫૮) શ્રદ્ધા (સમ્યકત્વ) ગુણ છે; સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શન તેના પર્યાયો છે] પ્ર. ૧૬૬-ચારિત્ર ગુણ કોને કહે છે? ઉ. નિશ્ચયસમ્મદર્શન સહિત સ્વરૂપમાં ચરવું-રમવું, પોતાના
સ્વભાવમાં અકષાય પ્રવૃત્તિ કરવી તે ચારિત્ર છે. તે ચારિત્ર, મિથ્યાત્વ અને અસ્થિરતા રહિત અત્યંત * નિર્વિકાર એવો જીવનો પરિણામ છે, અને એવા
પર્યાયોને ધારણ કરનાર ગુણને ચારિત્રગુણ કહે છે. પ્ર. ૧૬૭-સુખગુણ કોને કહે છે? ઉં. નિરાકુલ આનંદસ્વરૂપ આત્માના પરિણામવિશેષને સુખ કહે છે, અને તે પર્યાય ધારણ કરનાર ગુણને સુખગુણ કર્યું છે.
સુખ અથવા આનંદ નામનો આત્મામાં અનાદિઅનંત એક ગુણ છે. તેનું સમ્યક્રપરિણમન ચાલુ થતાં મન, ઇન્દ્રિયો અને તેના વિષયોથી નિરપેક્ષ પોતાના આત્માશ્રિત નિરાકુળતા લક્ષણવાળું સુખ ઉત્પન્ન થાય છે. તેના કારણરૂપ શક્તિ તે સુખગુણ છે.
* એવા પરિણામોને સ્વરૂપસ્થિરતા, નિશ્ચલતા, વીતરાગતા, સામ્ય, ધર્મ અને ચારિત્ર કહે છે. જ્યારે આત્માને ચારિત્રગુણનો એવો શુદ્ધ પર્યાય ઉત્પન્ન થાય છે ત્યારે બાહ્ય અને આત્યંતર ક્રિયાનો યથાસંભવ (ભૂમિકાનુસાર) નિરોધ થઈ જાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #98
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૫૯) અનાકુળતા જેનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ છે એવી સુખશક્તિ આત્મામાં નિત્ય છે. (સમયસાર-૪૭ શક્તિઓ પૈકી). પ્ર. ૧૬૮-ક્રિયાવતીશક્તિ કોને કહે છે? ઉ. જીવ અને પુદ્ગલ દ્રવ્યમાં ક્રિયાવતી શક્તિ નામે વિશેષ
ગુણ છે. તેના કારણે જીવ અને પુદ્ગલને પોતપોતાની યોગ્યતાનુસાર કદી ગમન-ક્ષેત્રાન્તર ગતિરૂપ પર્યાય થાય છે અને કદી સ્થિરરૂપ પર્યાય થાય છે.
[કોઈ દ્રવ્ય (જીવ-પુદગલ) એકબીજાને ગમન વા સ્થિર કરી શક્તા નથી. તે બન્ને દ્રવ્યો પોતાની ક્રિયાવતી શક્તિની તે સમયની યોગ્યતાનુસાર સ્વતઃ ગમન કરે છે અથવા સ્થિર રહે છે.] પ્ર. ૧૬૯-મોટર પેટ્રોલથી ચાલે છે કે ડ્રાઈવર તેને ચલાવે છે? ઉ. મોટર પેટ્રોલ કે ડ્રાઈવરથી ચાલતી નથી, પણ મોટરના દરેક
પરમાણુમાં ક્રિયાવતી શક્તિ છે. તેના ક્ષણિક ઉપાદાનની યોગ્યતાથી જ તે ચાલે છે. સ્થિર રહેવા લાયક હોય તે સમયે, તેની ક્રિયાવતી શક્તિના કારણે તે સ્થિર રહે છે. અન્ય તો નિમિત્તમાત્ર છે. નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થતું નથી પણ સંયોગનું જ્ઞાન કરાવવા માટે ઉપચારથી તેવું
કથન થાય છે. પ્ર. ૧૭૦- “સિદ્ધ ભગવાન થયા તે લોકાચે જ સ્થિર રહ્યા. તેઓ ખરેખર ધર્માસ્તિકાયના અભાવે લોકથી ઉપર જતા નથી” એ બરોબર છે ?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #99
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(60) ઉ. ના; કારણ કે જે જીવ સિદ્ધ પરમાત્મદશાને પ્રગટ કરે તે પણ લોકનું દ્રવ્ય છે, તેથી તે લોકાગ્રપર્યત જ એક સમયમાં જવાની ખાસ યોગ્યતા ધરાવે છે. ધર્માસ્તિકાયના અભાવને તેનું કારણ કહેવું તે નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે વ્યવહારનયનું કથન છે; નિશ્ચય યોગ્યતા જ એવી ન હોય તો નિમિત્તમાં એ રીતે
કારણપણાનો આરોપ આવી શકે નહિ. પ્ર. ૧૭૧-વીર્ય ગુણ કોને કહે છે? ઉ. આત્માની શક્તિ-સામર્થ્ય (બલ) ને વીર્ય કહે છે;
અર્થાત્ સ્વરૂપની રચનાના સામર્થ્યરૂપ શક્તિને વીર્યગુણ કહે છે.
(સમયસાર-૪૭ શક્તિઓમાંથી)
અર્થાત્ પુરુષાર્થરૂપ પરિણામોના કારણભૂત જીવની ત્રિકાલી
શક્તિને વીર્યગુણ કહે છે. પ્ર. ૧૭ર-ભવ્યત્વગુણ કોને કહે? ઉ. જે ગુણના કારણે આત્મામાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ
કરવાની યોગ્યતા રહે છે તે ગુણને ભવ્યત્વગુણ કહે છે. [ ભવ્યત્વગુણ સદા ભવ્ય જીવોમાં જ છે અને
અભવ્યત્વગુણ સદા અભવ્ય જીવોમાં છે.] પ્ર. ૧૭૩-અભવ્યત્વ ગુણ કોને કહે છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #100
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
(૬૧ )
ઉ. જે ગુણના કારણે આત્મામાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ કરવાની યોગ્યતા હોતી નથી તે ગુણને અભવ્યત્વ ગુણ કહે
છે.
પ્ર. ૧૭૪-જીવત્વ ગુણ કોને કહે છે.?
ઉ. આત્મદ્રવ્યને કારણભૂત ચૈતન્યમાત્રભાવરૂપ ભાવપ્રાણનું ધારણ કરવું જેનું લક્ષણ છે તે શક્તિને જીવત્વગુણ કહે છે.
પ્ર. ૧૭૫-પ્રાણના કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ છે–દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ.
પ્ર. ૧૭૬–દ્રવ્યપ્રાણના કેટલા ભેદ છે ?
ઉ. દશ ભેદ છે. પાંચ ઇન્દ્રિય, ત્રણ બલ, શ્વાસોચ્છ્વાસ અને આયુ.
( એ સર્વ પુદ્દગલ દ્રવ્યના પર્યાયો છે. આ દ્રવ્યપ્રાણોના સંયોગ-વિયોગથી જીવોની જીવન-મરણરૂપ વ્યવહારથી કહેવાય છે.)
અવસ્થા
પ્ર. ૧૭૭–ભાવપ્રાણ કોને કહે છે?
ઉ. ચૈતન્ય અને (ભાવ) બલપ્રાણને ભાવપ્રાણ કહે છે.
પ્ર. ૧૭૮-ભાવપ્રાણના કેટલા ભેદ છે ?
ઉ. બે ભેદ છે-ભાવેન્દ્રિય અને બલપ્રાણ.
આ ભેદ સંસારી જીવોમાં છે. ભાવેન્દ્રિયો બધી ચેતન છે અને તે જ્ઞાનના મતિરૂપ પર્યાયો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #101
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
(દર )
ભાવબલપ્રાણ જીવના વીર્યગુણનો પર્યાય છે. દ્રવ્યબલપ્રાણ પુદ્દગલોનો પર્યાય છે.
પ્ર. ૧૭૯–ભાવેન્દ્રિયના કેટલા ભેદ છે ?
ઉ. પાંચ ભેદ છે:- જીવની ભાવસ્પર્શનેન્દ્રિય, ૨સનેન્દ્રિય ધાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને કર્મેન્દ્રિય-તે લબ્ધિ અને ઉપયોગરૂપ છે.
પ્ર. ૧૮૦–ભાવબલપ્રાણના કેટલા ભેદ છે?
ઉ. ત્રણ ભેદ છે–મનબલ, વચનબલ અને કાયબલ.
પ્ર. ૧૮૧- વૈભાવિક શક્તિ કોને કહે છે ?
ઉ. આ એક વિશેષ ભાવવાળો ગુણ છે. તે ગુણના કારણે પરદ્રવ્ય ( નિમિત્ત )ના સંબંધપૂર્વક, સ્વયં પોતાની યોગ્યતાથી અશુદ્ધ પર્યાયો થાય છે.
આ વૈભાવિક શક્તિ નામનો ગુણ, જીવ અને પુદ્ગલ આ બે દ્રવ્યોમાં જ છે, બાકીના ચાર દ્રવ્યોમાં નથી.
જીવના ગુણોમાં સ્વયંસિદ્ધ એક વૈભાવિક શક્તિ છે. તે જીવની સંસાર અવસ્થામાં પોતાના કારણે પોતે જ ( અનાદિ કાળથી ) વિકૃત થઈ રહી છે.
(પંચાધ્યાયી ભા. ૨, ગા. ૯૪૬) મુક્ત અવસ્થામાં વૈભાવિક શક્તિનું શુદ્ધ પરિણમન થાય છે.
(પંચાધ્યાયી ભા. ૨, ગા. ૮૧)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #102
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૬૩) મુક્ત-છૂટા પુદ્ગલપરમાણુઓ જ્યાં સુધી છૂટા (અબંધ પર્યાયરૂપ) રહે ત્યાં સુધી તેમને આ ગુણનો શુદ્ધ પર્યાય થાય
પ્ર. ૧૮૨-આ વૈભાવિક શક્તિ ઉપરથી વિશેષ શું સમજવું? ઉ. જીવની વૈભાવિક શક્તિ તે ગુણ હોવાથી બંધનું કારણ નથી.
તેનું પરિણમન પણ બંધનું કારણ નથી, કારણ કે તેનું પરિણમન તો સિદ્ધ ભગવાનોને પણ હોય છે.
જો જીવ પર પદાર્થને વશ થાય તો તેના પર્યાયમાં વિકાર (અશુદ્ધતા) થાય. તે જીવનો પોતાનો અપરાધ છે. જીવ જે પરપદાર્થને વશ થાય છે તે પરપદાર્થને નિમિત્ત કહેવામાં આવે છે. જીવે વિકાર કર્યો (અશુદ્ધ ભાવે પોતે, પરિણમ્યો ) ત્યારે કયા પર પદાર્થને વશ થયો તે બતાવવા માટે તે પરપદાર્થને નિમિત્તકારણ અને વિકારને નૈમિત્તિક (કાર્ય) કહેવામાં આવે છે. આ કથન ભેદજ્ઞાન કરાવવા માટે છે, પણ નિમિત્તેનૈમિત્તિકને કાંઈ અસર કરી અથવા તેના ઉપર પ્રભાવ પાયો-એવું બતાવવા માટે તે કથન નથી, કારણ કે તેમ માનવામાં આવે તો બે દ્રવ્યોની એકતા માનવારૂપ મિથ્યાત્વ થાય; માટે એમ સમજવું કે જીવના પોતાના દોષથી જ અશુદ્ધતા થાય છે અને તે જીવ પોતે કરતો હોવાથી તે ટાળી શકાય છે.
જીવ વિકારો (અશુદ્ધ અવસ્થા) પોતાના દોષથી કરે છે, તેથી અશુદ્ધ નિશ્ચયનયથી તે સ્વકૃત છે; પણ તે સ્વભાવ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #103
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
(૬૪)
દૃષ્ટિના પુરુષાર્થ વડે પોતામાંથી ટાળી શકાય છે માટે શુદ્ધ નિશ્ચયનયથી તે ૫૨કૃત છે.
આ વિકારોને શુદ્ધ નિશ્ચયનયથી નીચેનાં નામોથી ઓળખાય છે:
પરકૃત, પરભાવ, પરાકાર, પુદ્દગલભાવ, કર્મજન્મભાવ, પ્રકૃતિશીલ સ્વભાવ, પરદ્રવ્ય, કર્મકૃત, તદ્દગુણાકાર સંક્રાન્તિ, પરગુણાકાર, કર્મપદસ્થિત, જીવમાં થતા અજીવભાવ, તદ્દગુણાકૃતિ, પરયોગકૃત, નિમિત્તકૃત વગેરે. પણ તેથી તેઓ ૫૨કૃતાદિ થઈ જતા નથી. માત્ર પોતાનામાંથી જ તે ટાળી શકાય છે એટલું જ તે દર્શાવે છે.
(જુઓ, પંચાધ્યાયી ભા. ૨, ગા. ૭૨નો ભાવાર્થ )
તે પર્યાયમાં પોતાનો જ દોષ છે, બીજા કોઈનો તેમાં જરાપણ હાથ કે દોષ નથી. પંચાધ્યાયી ભા. ૨ ની ગાથા ૬૦ અને ૭૬ માં ‘જીવ પોતે જ અપરાધવાન છે' એમ કહ્યું છે. માટે પરદ્રવ્ય કે કર્મનો ઉદય જીવમાં વિકાર કરે-કરાવે કે કર્મના ઉદયના કારણે જીવને વિકાર કરવો પડે એમ માનવું તે મિથ્યા છે. નિમિત્તકારણ છે તે ઉપચરિત કારણ છે પણ વાસ્તવિક કારણ નથી. તેથી તેને પંચાધ્યાયી ભા. ૨ ગા. ૩૫૧ માં અહેતુવ—અકા૨ણવત્ કહ્યું છે.
પ્ર. ૧૮૩-એવા કયા વિશેષ ગુણો છે કે જે બે દ્રવ્યોમાં જ રહે?
ઉ. ક્રિયાવતી શક્તિ અને વૈભાવિક શક્તિ-એ બે ગુણો જીવ અને પુદ્દગલ દ્રવ્યોમાં જ હોય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #104
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૬૫) પ્ર. ૧૮૪-ક્રિયાવતી શક્તિનું કાર્ય શું! ઉ. એક ક્ષેત્રથી ક્ષેત્રાન્તર થવું અથવા ગતિપૂર્વક સ્થિરપણે
રહેવું. પ્ર. ૧૮૫-કિયાવતી શક્તિ જાણવામાં ધર્મ સંબંધી શો લાભ
થાય? ઉ. હું શરીરને ચલાવી શકું, સ્થિર રાખી શકું, શરીર અને અન્ય ક્ષેત્રે લઈ જાય, હું આ બોજો ઉપાડી લાવું વગેરે પરવસ્તુની ગતિ-સ્થિતિની (પરનું ક્ષેત્રાન્તર થવું અને સ્થિર રહેવું તેની) સ્વતંત્રતા નહિ માનવારૂપ ઘોર અજ્ઞાન ટળી જાય અને પોતાના જ્ઞાતાસ્વભાવથી હું સદાય જ્ઞાયકસ્વરૂપ જ
છું-એવો સાચો નિર્ણય થાય તે જ ધર્મનું મૂળ છે. પ્ર. ૧૮૬-જો જીવ શરીરને ચલાવી દેતો નથી તો પછી મડદું
કેમ ચાલતું નથી ? ઉ. મડદું એ પુદ્ગલ દ્રવ્યના અનેક સ્કંધોનો પિંડ છે. તેના દરેક
પરમાણુમાં કિયાવતી શક્તિ છે, તેથી તેની યોગ્યતાનુસાર કોઈ વખતે તે પરમાણુની ગતિ અર્થાત્ ક્ષેત્રાન્તર પર્યાય થાય છે, અને કોઈ વખતે તેની યોગ્યતાનુસાર સ્થિર રહેવારૂપ પર્યાય થાય છે, માટે મડદાના પરમાણુઓની તે વખતની પોતાની યોગ્યતાના કારણે સ્થિરતારૂપ પર્યાય થાય છે, તેથી મડદું ચાલતું નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #105
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૬૬) જ્યારે મડદાને ઘર બહાર જતું જોવામાં આવે ત્યારે છે ત્યારે તેનું જવું તેની ક્રિયાવતી શક્તિના કારણે છે; માણસો
તો નિમિત્તમાત્ર છે. પ્ર. ૧૮૭–ચૈતન્ય ગુણ ગતિ કરી શકે ? ઉ. હા; જ્યારે જીવ ક્ષેત્રાન્તરરૂપ ગમન કરે છે ત્યારે
ચૈતન્યગુણ (દર્શન અને જ્ઞાનગુણ) જીવ સાથે અભેદ હોવાથી, તેનું પણ ગમન થાય છે. તેમાં જીવની ક્રિયાવતી
શક્તિ નિમિત્ત છે. પ્ર. ૧૮૮-વર્ણ ગુણ ગમન કરી શકે ? ઉ. હા; પુદ્ગલ દ્રવ્ય પોતાની ક્રિયાવતી શક્તિથી ગમન કરે છે.
વર્ણગુણ તેની સાથે અભેદ હોવાથી તે પણ ગમન કરે છે. પ્ર. ૧૮૯-ગતિ હેતુત્વ ગુણ એક સ્થળેથી બીજા સ્થળે જાય છે ? ઉ. ના; કારણ કે ગતિહેતુત્વ ગુણ ધર્માસ્તિકાય દ્રવ્યોનો છે.
અને તે દ્રવ્ય તો ત્રિકાલ સ્થિર રહેનાર છે. તેમાં ક્રિયાવતી
શક્તિ નથી. પ્ર. ૧૯O-ત્યારે ગતિ હેતુત્વનો અર્થ શું? ઉ. જ્યારે જીવ અને પુદ્ગલ સ્વયં પોતાની ક્રિયાવતી શક્તિના
કારણે ગતિરૂપ પરિણમે ત્યારે તેમને લોકમાં સ્થિર અને લોકમાં સર્વ વ્યાપક રહેલા ધર્મ દ્રવ્યનો તે ગુણ નિમિત્ત થાય છે. એટલો જ ગતિહેતુત્વનો અર્થ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #106
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૬૭) પ્ર. ૧૯૧-ગતિ હેતુત્વ ગુણ પોતે તેની સાથે રહેલા બીજા ગુણોને
ગતિમાં નિમિત્ત છે? ઉ. ના; કારણ કે ધર્માસ્તિકાય પોતે સદાય સ્થિર છે; તેથી તેના
ગુણો પણ ગતિ કરે જ નહિ; તે તો સ્વયં ગમનરૂપ
પરિણમતા જીવ પુદ્ગલને જ ગતિમાં નિમિત્ત છે. પ્ર. ૧૯૨-આકાશ, ધર્મદ્રવ્ય અને કાળદ્રવ્ય તો સ્થિર છે; તેને
અધર્મદ્રવ્યનું નિમિત્ત છે? ઉ. ના; કારણ કે તેઓ કદી પણ ગતિ પૂર્વક સ્થિર રહેવાવાળા
દ્રવ્યો નથી, પણ તેઓ ત્રિકાળ સ્થિર છે. પ્ર. ૧૯૩-પોતે પોતાને તથા પરને નિમિત્ત થાય એવાં દ્રવ્યો
કોણ છે? ઉ. આકાશ અને કાળદ્રવ્ય. પ્ર. ૧૯૪-ધરતીકંપ, સમુદ્રમાં થતાં ભરતી-ઓટ, જવાલામુખી
પર્વતનું ફાટવું, લાવા રસનું વહેવું-તેનું ખરું કારણ શું? ઉ. તે બધા પુદ્ગલ દ્રવ્યના સ્કંધરૂપ પર્યાયો છે, અને તે તે દ્રવ્યોના દ્રવ્યત્વ ગુણ અને ક્રિયાવતી શક્તિના કારણે તે
અવસ્થાઓ થાય છે. પ્ર. ૧૯૫-પેટ્રોલ ખૂટયું અને મોટર અટકી તેમાં મોટર
અટકવાનું કારણ શું ઉ. મોટરની તે કાળની ક્રિયાવતી શક્તિની સ્થિરતારૂપ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #107
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૬૮) પરિણામના કારણે મોટર અટકી. તેમાં પેટ્રોલનું ખૂટવું તે
તો નિમિત્તમાત્ર છે. પ્ર. ૧૯૬–રેલગાડી વરાળથી ચાલે છે તે બરાબર છે? ઉ. ના; તેના ચાલવામાં તેની ક્રિયાવતી શક્તિનું ક્ષેત્રાન્તરરૂપ
પરિણમન છે તે ખરું કારણ છે. વરાળ વગેરે તો નિમિત્તમાત્ર છે. પ્ર. ૧૯૭-ઝાડનું ફળ નીચે પડયું, તેમાં પૃથ્વીનું આકર્ષણ કારણ
છે–એ સિદ્ધાંત બરોબર છે? ઉ. ના, તેના પરમાણુઓની ક્રિયાવતી શક્તિના ગમનરૂપ
પરિણમનના કારણે તે પડે છે. ફળના ડીંટાનું સડી જવું,
પવનનું વાવું વગેરે તો નિમિત્તમાત્ર છે. પ્ર. ૧૯૮-ફૂવારામાંથી ઊંચે પાણી ઉછળે છે અને ધોધમાંથી
પાણી નીચે પડે છે, તેનું શું કારણ? ઉ. બન્નેમાં તે-તે પરમાણુઓની ક્રિયાવતી શક્તિનું ગમનરૂપ પરિણમન કારણ છે.
અનુજીવી અને પ્રતિજીવી ગુણો પ્ર. ૧૯૯-અનુજીવી ગુણ કોને કહે છે? ઉ. ભાવસ્વરૂપ ગુણને અનુજીવી ગુણ કહે છે, જેમકે-જીવના
અનુજીવી ગુણો-ચેતના (દર્શન-જ્ઞાન), શ્રદ્ધા, ચારિત્ર, સુખ વગેરે; અને પુદ્ગલના અનુજીવી ગુણો-સ્પર્શ, રસ, ગંધ, વર્ણાદિ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #108
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૬૯) પ્ર. ૨૦૦-પ્રતિજીવી ગુણ કોને કહે છે? ઉ. વસ્તુના અભાવસ્વરૂપ ધર્મને પ્રતિજીવી ગુણ કહે છે; જેમ
કે-નાસ્તિત્વ, અમૂર્તત્વ, અચેતનત્વ વગેરે. પ્ર. ૨૦૧-જીવના અનુજીવી ગુણો કયા-કયા છે? ઉ. ચેતના (દર્શન-જ્ઞાન), શ્રદ્ધા (સમ્યકત્વ), ચારિત્ર, સુખ,
વીર્ય, ભવ્યત્વ, અભવ્યત્વ, જીવત્વ, વૈભાવિકત્વ. કર્તુત્વ,
ભોસ્તૃત્વ, ક્રિયાવતીશક્તિ વગેરે અનંત ગુણો. પ્ર. ૨૦૨-જીવના પ્રતિજીવી ગુણો કયા-કયા છે? ઉ. અવ્યાબાધવ, અવગાહનત, અગુરુલઘુત્વ, સૂક્ષ્મત્વ,
નાસ્તિત્વ, ઇત્યાદિ. પ્ર. ૨૦૩-અવ્યાબાધ પ્રતિજીવી ગુણ કોને કહે છે? ઉ. વેદનીય કર્મના અભાવપૂર્વક જે ગુણનો શુદ્ધ પર્યાય પ્રગટ
થાય છે તેને (તે ગુણને) અવ્યાબાધ પ્રતિજીવી ગુણ કહે
પ્ર. ૨૦૪-અવગાહનત્વ પ્રતિજીવી ગુણ કોને કહે છે? ઉ. આયુ કર્મના અભાવપૂર્વક જે ગુણનો શુદ્ધ પર્યાય પ્રગટ થાય
છે તેને (તે ગુણને) અવગાહનત્વ પ્રતિજીવી ગુણ કહે છે. પ્ર. ૨૦૫-અગુરુલઘુત્વ પ્રતિજીવી ગુણ કોને કહે છે? ઉ. ગોત્રકર્મના અભાવપૂર્વક જે ગુણનો શુદ્ધ પર્યાય પ્રગટ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #109
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૭૦) થાય છે અને ઉચ્ચ-નીચનો વ્યવહાર પણ દૂર થાય છે, તે
ગુણને અનુલઘુત્વ પ્રતિજીવી ગુણ કહે છે. પ્ર. ૨૦૬ સૂક્ષ્મત્વ પ્રતિજીવી ગુણ કોને કહે છે? ઉ. નામકર્મના અભાવપૂર્વક જે ગુણનો શુદ્ધ પર્યાય પ્રગટ થાય
છે તે ગુણને સૂક્ષ્મત્વ પ્રતિજીવી ગુણ કહે છે. પ્ર. ૨૦૭-બે જ દ્રવ્યોને લાગુ પડે એવા અનુજીવી ગુણો કયા? ઉ. ક્રિયાવતીશક્તિ અને વૈભાવિકશક્તિ-એ બન્ને ગુણો જીવ
અને પુદ્ગલ દ્રવ્યોમાં જ છે. પ્ર. ર૦૮-અજડત્વ કયા દ્રવ્યનો પ્રતિજીવી ગુણ છે? ઉ. જીવ દ્રવ્યનો. પ્ર. ૨૨૯-જડત્વ કોનો અનુજીવી ગુણ છે? ઉ. પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાલ દ્રવ્યોનો. પ્ર. ૨૧૦-અચેતનપણું અને અમૂર્તપણે એ બન્ને પ્રતિજીવી
ગુણો એકી સાથે કયા દ્રવ્યોમાં છે? ઉ. ધર્મ, અધર્મ, આકાશ અને કાળ દ્રવ્યોમાં.
0 0 06 8 68
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #110
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રકરણ ત્રીજાં
પર્યાય અધિકાર
પ્ર. ૨૧૧-પર્યાય કોને કહે છે? ઉ. ગુણના વિશેષ કાર્યને ( પરિણમનને) પર્યાય કહે છે. પ્ર. ૨૧ર-પર્યાયના કેટલા ભેદ છે? ઉ. બે ભેદ-વ્યંજનપર્યાય અને અર્થપર્યાય. પ્ર. ૨૧૩-વ્યંજનપર્યાય કોને કહે છે? ઉ. દ્રવ્યના પ્રદેશત્વ ગુણના વિશેષ કાર્યને વ્યંજનપર્યાય કહે છે. પ્ર. ર૧૪-વ્યંજનપર્યાયના કેટલા ભેદ છે? ઉ. બે ભેદ; સ્વભાવભંજનપર્યાય અને વિભાવવ્યંજનપર્યાય. પ્ર. ર૧૫-સ્વભાવભંજનપર્યાય કોને કહે છે? ઉ. પરનિમિત્તના સંબંધરહિત દ્રવ્યને જે આકાર હોય તેને
સ્વભાવભંજનપર્યાય કહે છે; જેમ કે સિદ્ધ ભગવાનનો
આકાર. પ્ર. ૨૧૬-વિભાવવ્યંજનપર્યાય કોને કહે છે? ઉ. પર નિમિત્તના સંબંધવાળા દ્રવ્યને જે આકાર હોય તેને વિભાવભંજનપર્યાય કહે છે, જેમ કે જીવના નર, નારકાદિ પર્યાય.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #111
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૭ર) પ્ર. ૨૧૭-અર્થપર્યાય કોને કહે છે? ઉ. પ્રદેશત્વ ગુણ સિવાયના બાકીના સંપૂર્ણ ગુણોના વિશેષ
કાર્યને અર્થપર્યાય કહે છે. પ્ર. ૨૧૮-અર્થપર્યાયના કેટલા ભેદ છે? ઉ. બે ભેદ; સ્વભાવઅર્થપર્યાય અને વિભાવઅર્થપર્યાય. પ્ર. ૨૧૯-સ્વભાવઅર્થપર્યાય કોને કહે છે? ઉ. પરનિમિત્તના સંબંધરહિત જે અર્થપર્યાય થાય છે તેને
સ્વભાવઅર્થપર્યાય કહે છે, જેમકે જીવનો કેવલ જ્ઞાનપર્યાય. પ્ર. ર૨૦-વિભાવઅર્થપર્યાય કોને કહે છે? ઉ. પરનિમિત્તના સંબંધવાળો જે અર્થપર્યાય થાય તેને
વિભાવઅર્થપર્યાય કહે છે; જેમકે જીવને રાગ-દ્વેષ વગેરે. પ્ર. ર૨૧-કયા કયા દ્રવ્યમાં કયા કયા પર્યાયો હોય છે? ઉ. (૩) જીવ અને પુદ્ગલ દ્રવ્યોમાં ચાર પર્યાયો હોય છે:
(૧) સ્વભાવઅર્થપર્યાય, (૨) વિભાવઅર્થપર્યાય, (૩) સ્વભાવવ્યંજનપર્યાય, (૪) વિભાવવ્યંજનપર્યાય. (૧) ધર્મ, અધર્મ, આકાશ અને કાલ દ્રવ્યોનાં ફક્ત બે
- પર્યાયો છે. (૧) સ્વભાવઅર્થપર્યાય, (૨) સ્વભાવવ્યંજનપર્યાય. પ્ર. ૨૨૨- “આકાર એટલે શું? ઉ. આકાર-એ પ્રદેશત્વ ગુણનો વ્યંજનપર્યાય છે, તેથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #112
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૭૩) તે દ્રવ્યના પૂરા ભાગમાં હોય છે. દ્રવ્યની માત્ર બાહ્યાકૃતિને આકાર કહેવાય નહિ, પણ તેના કદ (volume) ને આકાર
કહેવાય. પ્ર. ૨૨૩-જીવનો આકાર કેવી રીતે સંકોચ-વિસ્તાર પામે છે તે
દષ્ટાંતથી સમજાવો. ઉ. ૧. ભીના-સૂકા ચામડાની માફક જીવના પ્રદેશો પોતાની
શક્તિથી સંકોચ-વિસ્તારરૂપ થાય છે. ૨. નાના મોટા શરીરપ્રમાણ સંકોચ-વિસ્તાર થવા છતાં
અને પોતાના એક એક પ્રદેશમાં પોતાના બીજા પ્રદેશો અવગાહુના પામવા છતાં મધ્યના આઠ ચકાદિ પ્રદેશો સદાય અચલિત રહે છે. અર્થાત તેઓ એકબીજામાં
અવગાહના પામતા નથી. પ્ર. ર૨૪-સિદ્ધ દશામાં જીવનો આકાર કેવડો અને કેવો હોય
છે?
ઉ. સિદ્ધનો આકાર છેલ્લા શરીરથી કિંચિત્ ન્યૂન (ઊણો) અને પુરુષાકાર હોય છે.
(બૃહદ્ દ્રવ્યસંગ્રહુ-ગાથા ૧૪, ૫૧ તથા ટીકા) પ્ર. ૨૨૫-સમાન આકારવાળાં દ્રવ્યો કયા છે? ઉ. ૧. કાલાણુ અને પરમાણુ પુદ્ગલ દ્રવ્ય
૨. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય. પ્ર. ૨૨૬-સૌથી મોટો આકાર, સૌથી નાનો આકાર અને તે
બન્નેની વચ્ચેનાં આકારવાળાં કયા દ્રવ્યો છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #113
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૭૪) ઉ. સૌથી મોટો આકાર અનંતપ્રદેશાત્મક આકાશનો, સૌથી નાનો આકાર એકપ્રદેશી પરમાણુ તથા કાલાણુનો હોય છે, અને તે બન્નેની વચ્ચેના આકારવાળાં અસંખ્યપ્રદેશી જીવ દ્રવ્ય, ધર્માસ્તિકાય તથા અધર્માસ્તિકાય હોય છે. પ્ર. રર૭-પ્રત્યેક દ્રવ્યમાં કયો પર્યાય એક અને કયા પર્યાયો
અનંત હોય છે? ઉ. પ્રત્યેક દ્રવ્યમાં પ્રદેશત્વ ગુણના કારણે વ્યંજનપર્યાય એક હોય છે, અને તે (દ્રવ્ય) માં અનંત ગુણો હોવાથી તેના
અર્થપર્યાયો અનંત હોય છે. પ્ર. ર૨૮-જીવદ્રવ્યમાં વિભાવભંજનપર્યાય ક્યાં સુધી હોય છે? ઉ. ચૌદમા * ગુણસ્થાન સુધી સર્વ સંસારી જીવોને વિભાવ
વ્યંજન પર્યાય હોય છે, કારણ કે ત્યાં સુધી જીવને પરનિમિત્ત (પૌલિક કર્મ) સાથે સંબંધ રહે છે.
* મોહ અને યોગના નિમિત્તથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રરૂપ આત્માના ગુણોની તારતમ્યરૂપ અવસ્થાવિશેષને ગુણસ્થાન કહે છે. ગુણસ્થાન ૧૪ છે
૧. મિથ્યાત્વ, ૨. સાસાદન, ૩. મિશ્ર, ૪. અવિરત સમ્યગદષ્ટિ, ૫. દેશવિરતિ, ૬. પ્રમત્તવિરત, ૭. અપ્રમત્તવિરત, ૮. અપૂર્વકરણ, ૯. અનિવૃત્તિકરણ, ૧૦. સૂક્ષ્મસામ્પરાય, ૧૧. ઉપશાતમોહ, ૧૨. ક્ષીણમોહ, ૧૩. યોગીકવલી, ૧૪. અયોગીકવલી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #114
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
( ૭૫ )
પ્ર. ૨૨૯–સાદિઅનંત સ્વભાવવ્યંજનપર્યાય અને સાદિ અનંત સ્વભાવઅર્થપર્યાય કોને હોય છે?
ઉ. સિદ્ધ ભગવાનને; કારણ કે તેમને વિકાર અને પરિમિત્તનો સંબંધ સર્વથા છૂટી ગયો છે.
પ્ર. ૨૩૦-આકારમાં ( (વ્યંજનપર્યાયમાં ) તફાવત હોય પણ અર્થપર્યાયમાં સમાનતા હોય એવાં દ્રવ્યો કયા અને કેટલાં
છે?
ઉ. એવા સિદ્ધ ભગવાનો છે અને તે અનંત છે.
પ્ર. ૨૩૧-ત્રિકાલ સ્વભાવઅર્થપર્યાય અને સ્વભાવવ્યંજનપર્યાય કયા દ્રવ્યોને હોય છે?
ઉ. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાલ-એ ચાર દ્રવ્યોને હોય છે.
પ્ર. ૨૩૨-પ્રથમ અર્થપર્યાય શુદ્ધ થાય અને પછી વ્યંજનપર્યાય શુદ્ધ થાય-એમ કયા દ્રવ્યમાં બને છે?
ઉ. તેમ જીવ દ્રવ્યમાં બને છે, જેમકે ચોથા ગુણસ્થાને શ્રદ્ધા ગુણનો પર્યાય પ્રથમ શુદ્ધ થાય છે; બારમે ગુણસ્થાને, ચારિત્રગુણનો અર્થપર્યાય શુદ્ધ થાય છે; તેરમા ગુણસ્થાને જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય ગુણના પર્યાય પરિપૂર્ણ શુદ્ધ થાય છે; ચૌદમા ગુણસ્થાને યોગ ગુણનો પર્યાય શુદ્ધ થાય છે, અને સિદ્ધદશા થતાં વૈભાવિક ગુણ, ક્રિયાવતીશક્તિ તથા ચાર પ્રતિજીવી ગુણો અવ્યાબાધ, અવગાહનત્વ, અગુરુલઘુત્વ, સૂક્ષ્મત્વ
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #115
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૭૬ ) ઇત્યાદિના અર્થપર્યાય શુદ્ધ થાય છે અને તે જ સમયે વ્યંજનપર્યાય (પ્રદેશત્વ ગુણના પર્યાય ) શુદ્ધ થાય છે, પણ
તે પહેલાં શુદ્ધ થતા નથી. પ્ર. ૨૨૩-સાદિ સાન્ત સ્વભાવઅર્થપર્યાય અને
સ્વભાવભંજનપર્યાય કયા દ્રવ્યને એકી સાથે હોય છે? ઉ. એક પુદ્ગલ પરમાણુને તે બન્ને એકી સાથે હોય છે. જ્યારે
તે સ્કંધમાંથી છૂટું પડે છે ત્યારે તે શુદ્ધ હોય છે, પણ જ્યારે
તે ફરીથી સ્કંધરૂપ પરિણમે છે ત્યારે તે અશુદ્ધ બને છે. પ્ર. ૨૩૪-સવા પાંચસો ધનુષ્યની મોટી અવગાહનાવાળા
(આકાર- વાળા) સિદ્ધ ભગવાનોને વધુ આનંદ અને નાની અવગાહનાવાળા સિદ્ધોને ઓછો આનંદ-એમ હશે
ખરું? ઉ. ના; કારણ કે સિદ્ધોનો આનંદ તે સુખગુણનો
સ્વભાવઅર્થપર્યાય છે, તેથી બધા સિદ્ધ ભગવાનોને સદાય એકસરખું જ અનંત સુખ (આનંદ) હોય છે. સુખને
વ્યંજનપર્યાય (ક્ષેત્ર-આકાર) સાથે કંઈ સંબંધ નથી. પ્ર. ૨૩પ-દ્રવ્ય, ગુણ અને પર્યાય-એ ત્રણમાં સત્ કોણ છે?
કેવી રીતે છે? ઉ. એ ત્રણે સત્ છે. સત્ દ્રવ્ય, સત્ ગુણ અને સત્ પર્યાય-એ
રીતે સત્તાગુણનો વિસ્તાર છે, તેમાં સંદેશ સામાન્ય સત્ દ્રવ્ય તથા ગુણ નિત્ય સત્ છે અને પર્યાય એક સમય પૂરતું અનિત્ય સત્ છે. (પ્રવચનસાર ગાથા-૧૦૭).
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #116
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૭૭) પ્ર. ર૩૬-ઉત્પાદ કોને કહે છે? ઉ. દ્રવ્યમાં નવીન પર્યાયની ઉત્પત્તિને ઉત્પાદ કહે છે. પ્ર. ૨૩૭-વ્યય કોને કહે છે? ઉ. દ્રવ્યના પૂર્વ પર્યાયના ત્યાગને વ્યય કહે છે. પ્ર. ર૩૮-ધ્રૌવ્ય કોને કહે છે? ઉ. * પ્રત્યભિજ્ઞાનના કારણભૂત દ્રવ્યની કોઈ એક અવસ્થાની
નિત્યતાને ધ્રૌવ્ય કહે છે. પ્ર. ૨૩૯–ઉત્પાદ, વ્યય ધ્રૌવ્ય એક સમયમાં જ હોય કે જાદા
જાદા સમયમાં? ઉ. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય-એ ત્રણે એક જ સમયમાં સાથે જ વર્તે છે. પ્ર. ૨૪૦-વર્તમાન અજ્ઞાન ટળી સાચું જ્ઞાન થતાં કેટલો કાળ
લાગે ?
ઉ. એક સમય; કેમકે પર્યાય સમયે સમયે બદલાય છે. પ્ર. ૨૪૧-પર્યાયો શામાંથી ઉત્પન્ન થાય છે? ઉ. દ્રવ્ય તથા ગુણોથી પર્યાયો ઉત્પન્ન થાય છે.
(પ્રવચનસાર ગાથા-૯૩) પ્ર. ૨૪૨-પર્યાય તો અનિત્ય છે, તો તે સત્ છે કે અસત્?
* સ્મૃતિ અને પ્રત્યક્ષના વિષયભૂત પદાર્થોમાં એકરૂપ જ્ઞાનને પ્રત્યભિજ્ઞાન કહે છે, જેમકે-આ તે જ મનુષ્ય છે કે જેને કાલે જોયો હતો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #117
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
( ૭૮ )
ઉ. સત્ દ્રવ્ય, સત્ ગુણ અને સત્ પર્યાય-એમ સતનો વિસ્તાર છે; તેથી પર્યાય પણ એક સમય પૂરતો સત્ છે.
(પ્રવચનસાર ગા. ૧૦૭)
પ્ર. ૨૪૩-ગુણ અંશ છે કે અંશી ?
ઉ. દ્રવ્યની અપેક્ષાએ ગુણ એ દ્રવ્યનો અંશ છે અને પર્યાયની અપેક્ષાએ તે અંશી છે.
પ્ર. ૨૪૪-૫ર્યાય કોનો અંશ છે?
ઉ. તે ગુણનો એક સમય પૂરતો અંશ છે, તેથી તે દ્રવ્યનો પણ એક સમય પૂરતો અંશ છે.
પ્ર. ૨૪૫-પુદ્દગલપરમાણુ વગેરે પાંચ અજીવ (અચેતન ) દ્રવ્યો છે તે કંઈ જાણતા નથી; તો તે કોઈના આધાર (સહાય) વિના વ્યવસ્થિત કેમ રહે?
ઉ. તેઓ અસ્તિત્વાદિ ગુણો સહિત હોવાથી તથા ઉત્પાદ-વ્યયધ્રૌવ્યપણે સત્લક્ષણવાળાં હોવાથી તેમને કોઈના આધારની જરૂર નથી. તેમને સ્વસત્તાના આધારે નિરન્તર ક્રમબદ્ધ ઉત્પાદ-વ્યયરૂપ વ્યવસ્થિત અવસ્થા થયા જ કરે છે.
પ્ર. ૨૪૬-ક્ષેત્ર અને કાલની અપેક્ષાએ દ્રવ્ય-ગુણ-પર્યાયને સરખાવો.
ઉ. (૧) ત્રણેનું ક્ષેત્ર સરખું અર્થાત્ એક જ છે.
(૨) કાલની અપેક્ષાએ દ્રવ્ય-ગુણો ત્રિકાલ અને પર્યાય એક સમય પૂરતો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #118
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૭૯) પ્ર. ૨૪૭-દ્રવ્ય-ગુણ-પર્યાય-એ ત્રણમાંથી જણાવા યોગ્ય
(પ્રમેય) કોણ કોણ છે? ઉ. તે ત્રણેય જણાવા યોગ્ય છે. પ્ર. ૨૪૮-દ્રવ્યના ગયા કાળના પર્યાયોની સંખ્યા વધારે કે
આગામી (ભવિષ્ય) કાળના પર્યાયોની સંખ્યા વધારે ? ઉ. “દ્રવ્યના પર્યાયોમાં અતીત (થઈ ગયેલા) પર્યાય અનંત
છે, અનાગત (ભવિષ્ય) પર્યાયો તેનાથી અનંતગુણા છે, તથા વર્તમાન પર્યાય એક જ છે. સર્વ દ્રવ્યોના અનંત સમયરૂપ ભૂતકાળ તથા તેનાથી અનંતગુણા સમયરૂપ ભવિષ્યકાળ છે.” (સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા ગા. ર૨૧ મૂળ તથા
ગા. ૩૦૨ નો ભાવાર્થ). ભૂતકાળથી ભવિષ્યકાળ એક સમય અધિક છે અને ભવિષ્યકાળ કરતાં ભૂતકાળ એક સમય ન્યૂન છે-એવી માન્યતા ખરી નથી. પ્ર. ૨૪૯-છએ દ્રવ્યોમાં દ્રવ્ય-ગુણ-પર્યાય જાણવાનું ફળ શું? ઉ. સ્વ-પરનું ભેદજ્ઞાન અને પરપદાર્થની કતૃત્વબુદ્ધિનો અભાવ
થાય-તે જાણવાનું ફલ છે. પ્ર. ૨૫૦-સ્કંધ કોને કહે છે? તે કોનો કયો પર્યાય છે? ઉ. બે અથવા બેથી અધિક પરમાણુઓના બંધને સ્કંધ કહે છે.
તે પુગલદ્રવ્યનો વિભાવ અર્થપર્યાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #119
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check hffp://www.AtmaDharma.com for updates
પ્ર. ૨૫૧-બંધ કોને કહે છે?
ઉ. અનેક
(૮૦)
વસ્તુઓમાં એકપણાનું
સંબંધિવશેષને બંધ કહે છે.
જ્ઞાન કરાવવાવાળા
પ્ર. ૨૫૨-સ્કંધના કેટલા ભેદ છે?
ઉ. આહારવર્ગણા, તૈજસવર્ગણા. ભાષાવર્ગણા, મનોવર્ગણા, કાર્મણવર્ગણા વગેરે ૨૨ ભેદ છે.
પ્ર. ૨૫૩–આહા૨વર્ગણા કોને કહે છે?
ઉ. જે પુદ્દગલસ્કંધ ઔદારિક, વૈક્રિયિક, અને આહા૨ક-એ ત્રણે શરીરરૂપે પરિણમન કરે છે તેને આહા૨વર્ગણા કહે છે.
પ્ર. ૨૫૪-તૈજસવર્ગણા કોને કહે છે?
ઉ. જે વર્ગણાથી તૈજસ શરીર બને છે તેને તૈજસવર્ગણા કહે
છે.
પ્ર. ૨૫૫-ભાષાવર્ગણા કોને કહે છે?
ઉ. જે વર્ગણા ( પુદ્દગલ સ્કંધ ) શબ્દરૂપ પરિણમે છે તેને ભાષાવર્ગણા કહે છે.
પ્ર. ૨૫૬-મનોવર્ગણા કોને કહે છે?
ઉ. જે પુદ્ગલસ્કંધથી આઠ પાંખડીવાળા કમલના આકારે દ્રવ્યમનની રચના થાય છે તેને મનોવર્ગણા કહે છે.
પ્ર. ૨૫૭-કાર્માણવર્ગણા કોને કહે છે ?
ઉ. જે પુદ્દગલસ્કંધથી કાર્માણ શરીર બને છે તેને કાર્માણવર્ગણા
કહે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #120
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮૧) પ્ર. ૨૫૮-શરીર કેટલો છે? ઉ. શરીર પાંચ છે-૧. ઔદારિક, ૨. વૈક્રિયિક, ૩. આહારક,
તૈજસ અને કાર્માણ. પ્ર. ૨૫૯-ઔદારિક શરીર કોને કહે છે? ઉ. મનુષ્ય અને તિર્યંચના સ્થૂલ શરીરને ઔદારિક શરીર કહે
પ્ર. ર૬૦-વૈક્રિયિક શરીર કોને કહે છે? ઉ. જે નાના, મોટા, એક, અનેક વગેરે જુદા-જુદા પ્રકારની ક્રિયાઓને કરે એવા દેવ અને નારકીઓનાં શરીરને
વૈક્રિયિક શરીર કહે છે. પ્ર. ર૬૧-આહારક શરીર કોને કહે છે? ઉ. આહારક દ્ધિધારી છઠ્ઠી ગુણસ્થાનવર્તી મુનિને તત્ત્વોમાં
કોઈ શંકા થવાથી અથવા જિનાલયાદિની વંદના કરવા માટે, મસ્તકમાંથી એક હાથપ્રમાણ સ્વચ્છ, સફેદ, સપ્તધાતુરહિત મનુષ્યાકાર જે પૂતળું નીકળે છે તેને આહારક
શરીર કહે છે. પ્ર. ર૬ર-તેજસ શરીર કોને કહે છે? ઉ. ઔદારિક, વૈક્રિયિક અને આહારક-એ ત્રણ શરીરોમાં કાન્તિ
ઉત્પન્ન થવામાં જે નિમિત્ત છે તે શરીરને તૈજસ શરીર કહે
છે.
પ્ર. ર૬૩-કાર્માણ શરીર કોને કહે છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #121
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮૨). ઉ. જ્ઞાનાવરણાદિ આઠ કર્મોના સમૂહને કાર્માણ શરીર કહે છે. પ્ર. ર૬૪-એક જીવને એકસાથે કેટલાં શરીરનો સંયોગ હોઈ
શકે છે? ઉ. ૧. એકસાથે ઓછામાં ઓછાં બે અને વધારેમાં વધારે ચાર
શરીરનો સંયોગ હોય છે. ૨. *વિગ્રહગતિમાં તેજસ અને કાર્માણ શરીરનો સંયોગ
હોય છે. ૩. મનુષ્ય અને તિર્યંચને ઔદારિક, તૈજસ અને કાર્માણત્રણ શરીર હોય છે, પણ આહારક ઋદ્ધિધારી મુનિને ઔદારિક, આહારક, તેજસ અને કાર્માણ-એમ ચાર શરીર હોય છે. ૪. દેવ અને નારકીઓને વૈક્રિયિક, તેજસ અને કાર્માણ
ત્રણ શરીર હોય છે. પ્ર. ર૬પ-જ્ઞાનગુણના કયા કયા પર્યાયો છે? ઉ. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને
કેવળજ્ઞાન-એ સમ્યજ્ઞાનના પર્યાયો છે, અને કુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન અને કુઅવધિજ્ઞાન-એ મિથ્યાજ્ઞાનના પર્યાયો છે.
એ રીતે જ્ઞાનગુણના આઠ પર્યાયો છે. પ્ર. ર૬૬-ઉપરોક્ત આઠ પર્યાયોમાં સ્વભાવઅર્થપર્યાય અને
* ‘વિદાર્થી તિર્વિપ્રદ તિ:' એક શરીરને છોડી બીજા શરીરની પ્રાપ્તિ માટે ગમન કરવું તે વિગ્રહગતિ છે. (વિગ્રહ=શરીર)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #122
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮૩) વિભાવઅર્થપર્યાય કયા? ઉ. (૧) કેવળજ્ઞાન સ્વભાવઅર્થપર્યાય છે. (૨) સમ્યગ્નતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃ
પર્યયજ્ઞાન-એ કેવળજ્ઞાનની અપેક્ષાએ વિભાવ અર્થપર્યાય છે; અને તે જ ચાર જ્ઞાન સમ્યગ્રજ્ઞાનના પર્યાયો છે; તેથી તેઓને એકદેશ સ્વભાવ અર્થપર્યાય
કહેવામાં આવે છે. (૩) કુમતિ, કુશ્રુત અને કુઅવધિજ્ઞાન-તે
વિભાવઅર્થપર્યાય છે. પ્ર. ર૬૭-મતિજ્ઞાનના કેટલા ભેદ છે? ઉ. બે ભેદ છે- ૧. સાંવ્યાવહારિક પ્રત્યક્ષ અને ૨. પરોક્ષ. પ્ર. ર૬૮-સાંવ્યાવહારિક પ્રત્યક્ષ કોને કહે છે? ઉ. જે ઈન્દ્રિય અને મનના નિમિત્તના સંબંધે પદાર્થને એકદેશ
(ભાગ ) સ્પષ્ટ જાણે તેને સાંવ્યાવહારિક પ્રત્યક્ષ કહે છે. પ્ર. ર૬૯-મતિજ્ઞાનના કેટલા ભેદ છે? ઉ. ચાર ભેદ છે:- ૧. સ્મૃતિ, ૨. પ્રત્યભિજ્ઞાન, ૩. તર્ક અને
૪. અનુમાન. (૧) સ્મૃતિ-પહેલાં જાણેલા, સાંભળેલા કે અનુભવ કરેલા
પદાર્થનું વર્તમાનમાં સ્મરણ થાય તે સ્મૃતિ છે. (૨) પ્રત્યભિજ્ઞાન-વર્તમાનમાં કોઈ પદાર્થને જોતાં “આ
પદાર્થ એ જ છે કે જેને પહેલાં જોયો હતો,”
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #123
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮૪) એ રીતે સ્મરણ અને પ્રત્યક્ષના જોડરૂપ જ્ઞાનને
પ્રત્યભિજ્ઞાન કહે છે. (૩) તર્ક-કોઈ ચિહ્ન દેખીને “અહીં તે ચિહ્નવાળો જરૂર
હોવો જોઈએ' એવો વિચાર તે તર્ક (ચિંતા) છે.
આ જ્ઞાનને ઉહુ અથવા વ્યાતિજ્ઞાન પણ કહે છે. (૪) અનુમાન-સન્મુખ ચિહ્નાદિ દેખી તે ચિહ્નવાળા
પદાર્થનો નિર્ણય કરવો તેને અનુમાન
(અભિનિબોધ) કહે છે. પ્ર. ૨૭)-મતિજ્ઞાનના ક્રમના કેટલા ભેદ છે? ઉ. ચાર ભેદ છે-૧. અવગ્રહ, ૨. ઈહા, ૩. અવાય અને ૪.
ધારણા. (૧) અવગ્રહ-ઇન્દ્રિય અને પદાર્થને યોગ્ય સ્થાનમાં
રહેવાથી સામાન્ય પ્રતિભાસરૂપ દર્શનની પછી અવાન્તર સત્તાસહિત વિશેષ વસ્તુના જ્ઞાનને
અવગ્રહ કહે છે, જેમકે - આ મનુષ્ય છે. (૨) ઈહા-અવગ્રહજ્ઞાનથી જાણેલા પદાર્થના વિશેષમાં
ઉત્પન્ન થએલા સંશયને દૂર કરતા એવા અભિલાષસ્વરૂપ જ્ઞાનને ઈહા કહે છે, જેમકે-તે ઠાકુરદાસજી છે.
આ જ્ઞાન એટલું કમજોર છે કે કોઈપણ પદાર્થની ઈહા થઈને છૂટી જાય તો તેના વિષયમાં કાળાન્તરમાં સંશય અને વિસ્મરણ થઈ જાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #124
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮૫) (૩) અવાય-હાથી જાણેલા પદાર્થમાં આ તે જ છે, અન્ય
નથી એવા દઢ જ્ઞાનને અવાય કહે છે; જેમકે - તે ઠાકુરદાસજી જ છે, બીજો કોઈ નથી.
અવાયથી જાણેલા પદાર્થમાં સંશય તો થતો નથી, પરંતુ વિસ્મરણ થઈ જાય છે. (૪) ધારણા-જે જ્ઞાનથી જાણેલા પદાર્થમાં કાળાન્તરમાં
સંશય તથા વિસ્મરણ ન થાય તેને ધારણા કહે છે. પ્ર. ૨૭૧-આત્માના અવગ્ર, ઈહા, અવાય અને ધારણાનું
સ્વરૂપ શું છે? ઉ. જીવને અનાદિથી પોતાના સ્વરૂપની ભ્રમણા છે, માટે પ્રથમ
આત્મજ્ઞાની પુરુષ પાસેથી આત્માનું સ્વરૂપ સાંભળીને યુક્તિ દ્વારા આત્મા જ્ઞાનસ્વભાવી છે એવો નિર્ણય કરવો.... પછી..
પર પદાર્થની પ્રસિદ્ધિનાં કારણો જે ઈન્દ્રિય દ્વારા તથા મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિ તેને મર્યાદામાં લાવીને એટલે પર પદાર્થો તરફથી પોતાનું લક્ષ ખેંચી આત્મા પોતે જ્યારે સ્વસમ્મુખ લક્ષ કરે છે ત્યારે પ્રથમ સામાન્ય સ્થૂળપણે આત્મા સંબંધી જ્ઞાન થયું. અવગ્રહ પછી વિચારના નિર્ણય તરફ વળ્યો તે ઈહા; “આત્માનું સ્વરૂપ આમ જ છે અન્યથા નથી” એમ સ્પષ્ટ નિર્ણય થયો તે અવાય; અને નિર્ણય કરેલા આત્માના બોધને દઢપણે ધારી રાખવો તે ધારણા. ત્યાં સુધી તો પરોક્ષ એવા મતિજ્ઞાનમાં ધારણા સુધીનો છેલ્લો ભેદ થયો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #125
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮૬) પછી આ આત્મા અનંત જ્ઞાનાનંદ શાંતિસ્વરૂપ છે એમ મતિમાંથી લંબાતું તાર્કિક જ્ઞાન તે શ્રુતજ્ઞાન છે. અંદર સ્વલક્ષમાં મન-ઇન્દ્રિય નિમિત્ત નથી. જીવ તેનાથી અંશે જુદો પડે ત્યારે સ્વતંત્ર તત્ત્વનું જ્ઞાન કરી તેમાં કરી શકે છે.
(જાઓ મોક્ષશાસ્ત્ર-અ. ૧, સૂત્ર ૧૫ની ટીકા-પાનું ૬૮-૬૯) પ્ર. ૨૭ર-મતિજ્ઞાનના વિષયભૂત પદાર્થોના કેટલા ભેદ છે? ઉ. બે ભેદ છે:- ૧. વ્યક્ત અને ૨. અવ્યક્ત. પ્ર. ર૭૩-અવગ્રહાદિક જ્ઞાન બન્નેય પ્રકારના પદાર્થોમાં થઈ
શકે છે? ઉ. વ્યક્ત ( પ્રગટરૂપ) પદાર્થમાં અવગ્રહાદિક ચારે જ્ઞાન હોય
છે. પરંતુ અવ્યક્ત (અપ્રગટરૂપ) પદાર્થનું માત્ર અવગ્રહ
જ્ઞાન જ હોય છે. પ્ર. ર૭૪-અર્થાવગ્રહ કોને કહે છે? ઉ. વ્યક્ત (પ્રગટ) પદાર્થના અવગ્રહજ્ઞાનને અર્થાવગ્રહ કહે છે. પ્ર. ૨૭પ-વ્યંજનાવગ્રહ કોને કહે છે? ઉ. અવ્યક્ત (અપ્રગટ) પદાર્થના અવગ્રહને વ્યંજનાવગ્રહ કહે
પ્ર. ૨૭૬-વ્યંજનાવગ્રહ અર્થાવગ્રહની માફક સર્વ ઈન્દ્રિયો અને
મન દ્વારા થાય છે કે કેવી રીતે ? ઉ. વ્યંજનાવગ્રહ ચક્ષુ અને મન સિવાય બાકીની સર્વે
ઇન્દ્રિયોથી થાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #126
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮૭) પ્ર. ૨૭૭- વ્યક્ત અને અવ્યક્ત પદાર્થોના કેટલા ભેદ છે? ઉ. દરેકના બાર બાર ભેદ છે-બહુ, એક, બહુવિધ, એકવિધ, ક્ષિપ્ર, અક્ષિપ્ર, નિઃસૃત, અનિઃસૃત, ઉક્ત, અનુક્ત, ધ્રુવ,
અધ્રુવ. પ્ર. ૨૭૮-ચારિત્રગુણના શુદ્ધ પર્યાયો ક્યા ક્યા છે? ઉ. ચાર છે-સ્વરૂપાચરણચારિત્ર, દેશચારિત્ર, સકલચારિત્ર અને
યથાખ્યાતચારિત્ર. પ્ર. ૨૭૯-સ્વરૂપાચરણ ચારિત્ર કોને કહે છે? ૩. નિશ્ચયસમ્યગ્દર્શન થતાં આત્માનુભવપૂર્વક આત્મસ્વરૂપમાં,
અનંતાનુબંધી કષાયોના અભાવસ્વરૂપ જે સ્થિરતા હોય છે તેને સ્વરૂપાચરણચારિત્ર કહે છે. પ્ર. ૨૮૦-દેશચારિત્ર કોને કહે છે? ૩. નિશ્ચયસમ્યગ્દર્શન સહિત ચારિત્રગુણની કંઈક વિશેષ શુદ્ધિ થતાં (અનંતાનુબંધી-અપ્રત્યાખ્યાનાવરણીય કષાયોના અભાવપૂર્વક) ઉત્પન્ન આત્માની શુદ્ધિવિશેષને દેશચારિત્ર કહે છે.
| [આ શ્રાવકદશામાં વ્રતાદિરૂપ શુભભાવ હોય છે. શુદ્ધ દેશચારિત્રથી ધર્મ થાય છે અને વ્યવહારવ્રતથી બંધ થાય છે. નિશ્ચયચારિત્ર વિના સાચું વ્યવહારચારિત્ર હોઈ શકે નહિ] પ્ર. ૨૮૧-સકલચારિત્ર કોને કહે છે? ઉ. નિશ્ચયસમ્યગ્દર્શન સહિત ચારિત્રગુણની શુદ્ધિની વૃદ્ધિ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #127
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮૮) થતાં, (અનંતાનુબંધી આદિ ત્રણ પ્રકારના કષાયોના અભાવપૂર્વક ) ઉત્પન્ન (ભાવલિંગી મુનિપદને યોગ્ય ) આત્માની શુદ્ધિવિશેષને સકલચારિત્ર કહે છે.
મુનિપદમાં ૨૮ મૂળગુણાદિનો જે શુભભાવ થાય છે તેને વ્યવહાર સકલચારિત્ર કહે છે.
[ નિશ્ચયચારિત્ર આત્માશ્રિત હોવાથી તે મોક્ષમાર્ગ છેધર્મ છે અને વ્યવહારચારિત્ર પરાશ્રિત હોવાથી ખરેખર બંધમાર્ગ છે ધર્મ નથી.] પ્ર. ૨૮ર યથાખ્યાતચારિત્ર કોને કહે છે? ઉ. નિશ્ચયસમ્યગ્દર્શન સહિત ચારિત્રગુણની પૂર્ણ શુદ્ધતા થતાં,
કષાયોના સર્વથા અભાવપૂર્વક ઉત્પન્ન આત્માની
શુદ્ધિવિશેષને યથાખ્યાતચારિત્ર કહે છે. પ્ર. ૨૮૩-નીચેના બોલ કયા ગુણના કયા પર્યાય છે?
અવાજ, પડઘો, પડછાયો, પ્રતિબિંબ, સૂર્યનું વિમાન, ઘડિયાળના લોલકનું હાલવું, દુ:ખ, મોક્ષ અને કેવળજ્ઞાન. ઉ. (૧) અવાજ તે પુદ્ગલ દ્રવ્યના ભાષાવર્ગણારૂપ સ્કંધમાંથી
ઉત્પન્ન થયેલ ધ્વનિરૂપ પર્યાય છે. એક પુગલપરમાણુ ધ્વનિરૂપે પરિણમતો નથી, તેથી તે કોઈ ખાસ ગુણનો પર્યાય નથી, પણ સ્પર્શગુણના કારણે થયેલ સ્કંધનો વિશેષ પ્રકારનો પર્યાય છે અને તે
સ્કંધનો આકાર તે વિભાવ વ્યંજનપર્યાય છે. (૨) પડઘો પણ ઉપર મુજબ ભાષાવર્ગણામાંથી ઉત્પન્ન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #128
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮૯)
થયેલ સ્કંધરૂપ પર્યાયો અને તેમનો આકાર તે વિભાવ વ્યંજનપર્યાય છે.
(૩) પડછાયો અને પ્રતિબિંબ, પુદ્દગલ દ્રવ્યના વર્ણ ગુણનો વિભાવ અર્થપર્યાય છે.
( ૪ ) સૂર્યવિમાન, પુદ્ગલ દ્રવ્યના
અનેક સ્કંધોનો અનાદિઅનંત પિંડ છે. સૂર્યમાં જે તેજ (પ્રકાશ ) છે તે વર્ણગુણનો વિભાવઅર્થપર્યાય છે.
[સૂર્યલોકમાં વસનારા જ્યોતિષી દેવોનું નામ પણ સૂર્ય છે. દેવગતિનામકર્મના ધારાવાહી ઉદયને વશવર્તી સ્વભાવવડે તે દેવ છે-પ્રવચનસાર ગાથા ૬૮ની ટીકા ]
(૫) ઘડિયાળના લોલકનું ચાલવું તે પુદ્દગલદ્રવ્યની ક્રિયાવતીશક્તિના કારણે થતો ગમનરૂપ વિભાવઅર્થપર્યાય છે.
(૬) દુ:ખ તે જીવદ્રવ્યના સુખગુણનો આકુલતારૂપ વિભાવઅર્થપર્યાય છે.
(૭) મોક્ષ તે જીવદ્રવ્યના બધા ગુણના સ્વભાવઅર્થપર્યાય અને પ્રદેશત્વગુણનો સ્વભાવવ્યંજનપર્યાય છે.
(૮) કેવળજ્ઞાન તે જીવદ્રવ્યના જ્ઞાનગુણનો પરિપૂર્ણ સ્વભાવઅર્થપર્યાય છે.
પ્ર. ૨૮૪-અનાદિઅનંત,સાદિઅનંત, અનાદિસાંત અને
સાદિસાંત-એને દાખલા આપી સમજાવો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #129
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
(૯૦)
ઉ. (૧) અનાદિઅનંત-જેના આદિ તથા અંત ન હોય તેને અનાદિઅનંત કહે છે. દ્રવ્ય અને ગુણ અનાદિઅનંત છે. અભવ્ય જીવનો સંસારી પર્યાય અનાદિ અનંત છે.
( ૨ ) સાદિ અનંત-ક્ષાયિકસમ્યક્ત્વ, કેવળજ્ઞાન વગેરે ક્ષાયિકભાવો તથા મોક્ષપર્યાય નવા પ્રગટ થાય છે તે અપેક્ષાએ તેઓ સાદિ (આદિ સહિત ) અને તે પર્યાયો બદલવા છતાં એવા ને એવા અનંત કાળ સુધી થયા જ કરે છે તેથી તેમને અનંત કહેલ છે. (૩) અનાદિસાંત-સંસા૨૫ર્યાય અનાદિનો છે, પણ જે ભવ્ય જીવને સંસારદશારૂપ અશુદ્ધ પર્યાયનો અંત આવે છે, તેથી તેને અનાદિસાંત કહેલ છે.
(૪) સાદિસાંત-સમ્યગ્દષ્ટિને મોક્ષમાર્ગ સંબંધી ક્ષયોપશમ તથા ઉપશમભાવ નવા નવા થાય છે તેથી તેઓ સાદિ અને તેમનો અંત આવે છે, માટે સાંત છે.
પ્ર. ૨૮૫–સાયંકાળના વાદળામાં શું બદલાતું દેખાય છે?
ઉ. તેમાં વર્ણ બદલાય છે. તે પુદ્દગલ દ્રવ્યના વર્ણ ગુણનો વિભાવઅર્થપર્યાય છે, અને તેમાં જે આકાર બદલાય છે તે તેના પ્રદેશત્વગુણનો વિભાવવ્યંજનપર્યાય છે.
પ્ર. ૨૮૬-મહાવીરપ્રભુ અને ઋષભદેવ ભગવાન-એ બન્નેનો વ્યંજનપર્યાય અને અર્થપર્યાય સરખાવો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #130
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯૧) ઉ. બન્નેના આકારમાં-ઊંચાઈ વગેરેમાં ફેર હોઈ તેમના
વ્યંજનપર્યાયમાં ફેર છે, પણ તેમના પ્રદેશત્વગુણ સિવાયના બાકીના ગુણોના પર્યાયો સમાન હોઈ તેમના અર્થપર્યાયો
સરખા છે. પ્ર. ૨૮૭-બે પરમાણુ દ્રવ્યના વ્યંજનપર્યાય તથા અર્થપર્યાય
સરખાવો તથા તેમને જીવના સિદ્ધપર્યાય સાથે સરખાવો. ઉ. (૧) બે છૂટા પરમાણુ છૂટા રહે છે ત્યાં સુધી તેમના
સ્વભાવવ્યંજનપર્યાય સરખા રહે છે.
સ્વભાવઅર્થપર્યાય શુદ્ધ હોવા છતાં તેના સ્પર્શાદિગુણોના પરિણમનમાં પરસ્પર ફેર હોય છે.
પરમાણુનો બંધસ્વભાવ હોવાથી તેમાં ફરી સ્કંધ થવાની લાયકાત (યોગ્યતા) છે, તેથી તેના સ્પર્શગુણના કારણે તેઓ બંધદશાને પ્રાપ્ત કરે છે. (૨) બે સિદ્ધાત્માઓના પરસ્પર સ્વભાવવ્યંજનપર્યાય
સરખા હોતા નથી, પણ છૂટા બે પરમાણુના
વ્યંજનપર્યાય સરખા હોય છે.
બે સિદ્ધાત્માઓના સ્વભાવઅર્થપર્યાયો કાયમ સરખી રીતે શુદ્ધ પરિણમે છે, પણ બે છૂટા પુદ્ગલપરમાણુઓમાં તેમ થતું નથી.
સિદ્ધ ભગવાન શુદ્ધ થયા તે થયા, ફરી કદી પણ બંધ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #131
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯૨) અવસ્થાને પ્રાપ્ત થતા નથી. પણ બે પુગલ પરમાણુઓ ફરી ફરીને બંધ અવસ્થાને પ્રાપ્ત થાય છે. પ્ર. ૨૮૮-કેરી (આમ્રફળ) નો વ્યંજનપર્યાય તેના ઉપરના
ભાગમાં હોય કે કેમ? તે કારણ આપી સમજાવો. ઉ. ના; કેમકે તે અનંત પરમાણુઓનો પિંડ છે અને તેના બધા
ભાગમાં તે તે પરમાણુઓનો વ્યંજનપર્યાય છે. (દરેક પરમાણુ દ્રવ્યનો વ્યંજનપર્યાય પણ જાદે જાદો અર્થાત
સ્વતંત્ર છે.). પ્ર. ૨૮૯-સ્વભાવવ્યંજનપર્યાય હોય તેને વિભાવઅર્થપર્યાય
હોય? હોય તો કારણ આપો. ઉ. ના; કેમકે જીવદ્રવ્યમાં મોક્ષદશા થયા વિના
સ્વભાવવ્યંજનપર્યાય પ્રગટ થતો નથી, માટે જેનો સ્વભાવ વ્યંજનપર્યાય હોય તેને વિભાવઅર્થપર્યાય હોઈ શકે નહિ. પુદગલદ્રવ્યમાં પણ સ્વભાવવ્યંજનપર્યાય હોય તે કાળે વિભાવઅર્થપર્યાય (સ્કંધરૂપ પર્યાય) ન હોય. પ્ર. ૨૯૦-ચાર પ્રકારના પર્યાયોમાંથી ત્રણ જાતના પર્યાય કોને
હોય ? ઉ. સંસારી સમ્યગ્દષ્ટિ જીવને ત્રણ જાતના પર્યાયો હોય છે,
કારણ કે – (૧) ક્ષાયિકસમ્યકત્વરૂપ સ્વભાવઅર્થપર્યાય કોઈને ચોથા
ગુણસ્થાનથી હોય છે; અને બારમા ગુણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #132
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes
(૯૩)
સ્થાનથી ચારિત્રગુણનો સ્વભાવઅર્થપર્યાય હોય છે; તેરમા ગુણસ્થાનથી જ્ઞાનાદિના પૂર્ણ શુદ્ધ અર્થપર્યાય હોય છે.
( ૨ ) યોગગુણનો સ્વભાવઅર્થપર્યાય તેમા ગુણસ્થાનના
અંતે પ્રગટે છે.
પ્રદેશત્વગુણનો
(૪) બાકીના જે જે ગુણોનું અશુદ્ધ પરિણમન છે તેના વિભાવઅર્થપર્યાય ૧૪મા ગુણસ્થાન સુધી હોય છે. (આત્માવલોકન હિંદી, પૃષ્ઠ ૧૦૦–૧૦૧. )
(૩) ૧૪મા
ગુણસ્થાન સુધી વિભાવવ્યંજનપર્યાય હોય છે, અને
પ્ર. ૨૯૧-અદ્વૈત ભગવાનને વિભાવવ્યંજનપર્યાય હોય?
ઉ. હા; કારણ કે તેમને પણ પ્રદેશત્વગુણનું અશુદ્ધ પરિણમન છે, અને તે ૧૪ મા ગુણસ્થાનના અંત સુધી હોય છે.
પ્ર. ૨૯૨-અર્હત્ ભગવાન, સિદ્ધભગવાન અને અવ્રતી સમ્યગ્દષ્ટિ –એ ત્રણેનું સમ્યગ્દર્શન સમાન છે કે કંઈ ફેર હોય ?
ઉ. સમાન છે. જેમ છદ્મસ્થને શ્રુતજ્ઞાન અનુસાર પ્રતીતિ હોય છે તેમ કેવળી અને સિદ્ધભગવાનને કેવળજ્ઞાન અનુસાર જ પ્રતીતિ હોય છે. જે સાત તત્ત્વોનું સ્વરૂપ પહેલાં નિર્ણીત કર્યુ હતું તે જ હવે કેવળજ્ઞાન વડે જાણ્યું એટલે ત્યાં પ્રતીતિમાં ૫૨મ અવગાઢપણું થયું, તેથી જ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #133
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
(૯૪)
ત્યાં પરમાવગાઢ સમ્યક્ત્વ કહ્યું છે; પણ પૂર્વે શ્રદ્ધાન કર્યું હતું તેને જો જૂઠું જાણ્યું હોત તો ત્યાં અપ્રતીતિ થાત, પરંતુ જેવું સાત તત્ત્વોનું શ્રદ્ધાન છદ્મસ્થને થયું હતું તેવું જ કેવળી–સિદ્ધભગવાનને પણ હોય છે, માટે જ્ઞાનાદિકની હીનતા, અધિકતા હોવા છતાં પણ તિર્યંચાદિક અને કેવલી સિદ્ધભગવાનને સમ્યક્ત્વગુણ તો સમાન જ કહ્યો.
1;
(મોક્ષમાર્ગપ્રકાશક-અધિકા૨ નવમો-૫ા. ૩૨૩)
પ્ર. ૨૯૩ –ભગવાનનો દિવ્યધ્વનિ શું છે ?
ઉ. દિવ્યધ્વનિ તે પુદ્દગલ દ્રવ્યનો પર્યાય છે. તેરમા ગુણસ્થાનવર્તી શ્રી અદ્વૈતદેવની જે ઉપદેશાત્મક ભાષાવર્ગણા નીકળે છે તેને દિવ્યધ્વનિ કહે છે. ભગવાનનું આત્મદ્રવ્ય અખંડ વીતરાગભાવે અને અખંડ કેવળજ્ઞાનરૂપે પરિણમી ગયું હોવાથી, યોગના નિમિત્તે જે દિવ્યધ્વનિ છૂટે છે તે પણ અખંડ એટલે કે નિરક્ષર (અન્નક્ષર) સ્વરૂપ હોય છે.
ભગવાનનો દિવ્યધ્વનિ દેવ, મનુષ્ય, તિર્યંચ-સર્વે જીવો પોતપોતાની ભાષામાં પોતાના જ્ઞાનની યોગ્યતાનુસાર, સમજે છે. તે નિરક્ષર ધ્વનિને કાર ધ્વનિ પણ કહે છે. શ્રોતાઓના કર્ણપ્રદેશ સુધી તે ધ્વનિ ન પહોંચે ત્યાં સુધી તે અનક્ષર જ છે, અને જ્યારે તે શ્રોતાઓના કર્ણ વિષે પ્રાપ્ત થાય છે ત્યારે તે અક્ષરરૂપ થાય છે.
(જુઓ, ગોમ્મટસાર જીવકાંડ-ગા. ૨૨૭ની ટીકા )
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #134
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯૫) ભગવાનના દિવ્યધ્વનિ સંબંધી વિશેષ આધારો માટે જાઓ:૧. “જિનકી ધુનિ હૈ ૩ૐકારરૂપ, નિરક્ષરમય મહિમા અનૂપ.'
(૫. ધાનતરાયકૃત જયમાલા ) ૨. સર્વાર્થસિદ્ધિ ટીકા અ. ૫ -સૂત્ર ૨૪ની ટીકા ૩. તત્ત્વાર્થ રાજવાર્તિક ટીકા. ૪. શ્લોકવાર્તિક ટીકા. ૫. અર્થપ્રકાશિકા. ૬. શ્રુતસાગરી ટીકા. ૭. તત્ત્વાર્થસૂત્ર પમો અધ્યાય. અંગ્રેજી ટીકા, ઇન્દોર પ્રકાશન. ૮. તત્ત્વાર્થસાર. અજીવ અધિકાર. સૂ. ૨૨ ૯. નિયમસાર ગા. ૧૦૮ની ટીકા. ૧૦. ચર્ચાસમાધાન. પૃ. ૨૬-૨૭. ૧૧. બૃહદ દ્રવ્યસંગ્રહ ગા. ૧૬ની ટીકા. ૧૨. સમવસરણ પાઠ બ્ર. ભગવાનસાગરજીકૃત પૃ. ૧૭૪ ૧૩. પંચાસ્તિકાય. પૃ. ૪ તથા ૧૩૫ (જયસેનાચાર્યની ટીકા) ૧૪. બનારસી વિલાસ-જ્ઞાન બાવની. ૧૫. વિદ્ધન્ક્રબોધક. ભા. ૧ પૃ. ૧૫૬ થી ૧૫૯ તથા તેમાં
' લખેલા આધારો. ૧૬. બિહારીદાસજી કૃત જિનેન્દ્ર સ્તુતિ
ઇચ્છા વિના ભવિભાગ્યતેં તુમ ધ્વનિ હોય નિરક્ષરી.' ૧૭. “એકરૂપ નિરક્ષર ઉપજત, ઉચરત નેક પ્રસંગ.'
(પ્રાચીન કવિ.)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #135
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯૬). પ્ર. ૨૯૪-સર્વજ્ઞ ભગવાનના કેવળજ્ઞાનનો શો વિષય છે? (3. १ सर्वद्रव्यपर्यायेषु केवलस्य।
(મોક્ષશાસ્ત્ર અ. ૧, સૂત્ર ૨૯) અર્થ- કેવલજ્ઞાનનો વિષય, સર્વદ્રવ્યો (ગુણો સહિત) અને તેમના સર્વ પર્યાયો છે અર્થાત્ કેવલજ્ઞાન એકસાથે સર્વ પદાર્થોને અને તેમના સર્વ ગુણો અને પર્યાયોને જાણે છે.
૨. શ્રી કુન્દુકુન્દાચાર્યત પ્રવચનસાર-ગા. ૩૭માં કહ્યું છે કેतक्कालिगेव सव्वे सदसभूदा हि पज्जया तासिं। वट्टते ते जाणे विसेसदो दव्वजादीणं ।। ३७।।
અર્થ- “ તે (જીવાદિ) દ્રવ્યજાતિઓના સમસ્ત વિધમાન અને અવિદ્યમાન પર્યાયો, તાત્કાલિક (વર્તમાન) પર્યાયોની માફક, વિશિષ્ટતાપૂર્વક (પોતપોતાના ભિન્ન-ભિન્ન સ્વરૂપે) જ્ઞાનમાં વર્તે છે.”
આ શ્લોકની શ્રી અમૃતચંદ્રાચાર્યપૂર્વક સંસ્કૃત ટીકામાં કહ્યું છે કે
(જીવાદિ) સમસ્ત દ્રવ્યજાતિઓના પર્યાયોની ઉત્પત્તિની મર્યાદા ત્રણે કાળની મર્યાદા જેટલી હોવાથી (અર્થાત્ તેઓ ત્રણે કાળ ઉત્પન્ન થયા કરતા હોવાથી), તેમના (તે સમસ્ત દ્રવ્યજાતિઓના) ક્રમપૂર્વક તપતી સ્વરૂપ સંપદાવાળા (એક પછી એક પ્રગટતા), વિદ્યમાનપણાને અને અવિદ્યમાનપણાને પામતા (ભૂતકાળ અને ભવિષ્યકાળના) જે કોઈ જેટલા પર્યાયો છે, તે બધાય,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #136
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯૭) તાત્કાલિક (વર્તમાનકાલીન) પર્યાયોની માફક, અત્યંત મિશ્રિત હોવા છતાં સૌ પર્યાયોમાં વિશિષ્ટ લક્ષણ સ્પષ્ટ જણાય એ રીતે. એક ક્ષણે જ જ્ઞાનમહેલમાં સ્થિતિ પામે છે. આ ગાથાની સં. ટીકામાં શ્રી જયસેનાચાર્યે કહ્યું છે કે
... જ્ઞાનમાં સૌ દ્રવ્યોના ત્રણે કાળના પર્યાયો એકી સાથે જણાવા છતાં દરેક પર્યાયનું વિશિષ્ટ સ્વરૂપ-પ્રદેશ, કાળ, આકાર વગેરે વિશેષતાઓ સ્પષ્ટ જણાય છે; સંકર-વ્યતિકર થતા નથી.”
૩. “તેમને (કેવલી ભગવાનને) સમસ્ત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનું અક્રમે ગ્રહણ હોવાથી સમક્ષ સંવેદનને (પ્રત્યક્ષ જ્ઞાનને) આલંબનભૂત સમસ્ત દ્રવ્ય-પર્યાયો પ્રત્યક્ષ જ
છે. )
(શ્રી પ્રવચનસાર ગુ. આ. ગાથા ૨૧ની ટીકા) ૪. “જે (પર્યાયો) અદ્યાપિ ઉત્પન્ન થયા નથી તથા જે ઉત્પન્ન થઈને વિલય પામી ગયા છે, તે (પર્યાયો) ખરેખર
અવિદ્યમાન હોવા છતાં જ્ઞાનપ્રતિ નિયત હોવાથી ( જ્ઞાનમાં નિશ્ચિત-સ્થિર-ચોટેલા હોવાથી, જ્ઞાનમાં સીધા જણાતા હોવાથી) જ્ઞાનપ્રત્યક્ષ વર્તતા થકા, પત્થરના સ્તંભમાં કોતરાયેલા ભૂત અને ભાવિ દેવોની (તીર્થકર દેવોની) માફક પોતાનું સ્વરૂપ અકંપપણે ( જ્ઞાનને) અર્પતા એવા (તે પર્યાયો), વિધમાન જ છે.”
(શ્રી પ્રવચનસાર ગાથા ૩૮ની ટીકા),
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #137
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯૮). ૫. “ક્ષાયિક જ્ઞાન ખરેખર એકી વખતે જ સર્વતઃ (સર્વ આત્મપ્રદેશથી) તત્કાળ વર્તતા કે અતીત, અનાગત કાળે વર્તતા સમસ્ત પદાર્થોને-કે જેમનામાં પૃથકપણે વર્તતા
સ્વલક્ષણોરૂપ લક્ષ્મી (દ્રવ્યોના ભિન્ન ભિન્ન વર્તતાં એવાં નિજ નિજ લક્ષણો તે દ્રવ્યોની લક્ષ્મી) થી આલોકિત અનેક પ્રકારોને લીધે વૈચિય પ્રગટ થયું છે........ તેમને જાણે છે. ક્ષાયિક જ્ઞાન અવશ્યમેવ સર્વદા સર્વત્ર સર્વથા સર્વેને (દ્રવ્ય-ક્ષેત્ર-કાલભાવરૂપે) જાણે છે.
(શ્રી પ્રવચનસાર-ગાથા ૪૭ની ટીકા) ૬. “જે એકી સાથે (યુપ) સૈકાલિક ત્રિભુવનસ્થ (ત્રણે કાળના અને ત્રણે લોકના) પદાર્થોને જાણતો નથી તેને પર્યાય સહિત એક દ્રવ્ય પણ જાણવું શક્ય નથી.”
(શ્રી પ્રવચનસાર ગા. ૪૮) ૭. “એક જ્ઞાયકભાવનો સર્વ શેયોને જાણવાનો સ્વભાવ હોવાથી, ક્રમે પ્રવર્તતા અનંત, ભૂત-વર્તમાન-ભાવીવિચિત્ર પર્યાય સમૂહવાળાં, અગાધ સ્વભાવ અને ગંભીર એવા સમસ્ત દ્રવ્ય માત્રને જાણે કે તે દ્રવ્યો જ્ઞાયકમાં કોતરાઈ ગયાં હોય, ચીતરાઈ ગયાં હોય, દટાઈ ગયાં હોય, ખોડાઈ ગયાં હોય, ડૂબી ગયાં હોય, સમાઈ ગયાં હોય, પ્રતિબિંબિત થયાં હોય એમ-એક ક્ષણમાં જ જે (શુદ્ધ આત્મા) પ્રત્યક્ષ કરે છે...........”
૮. “ઘાતિકર્મનો નાશ થતાં અનંતદર્શન, અનંતજ્ઞાન,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #138
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯૯) અનંતસુખ, અનંતવીર્ય એ અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે. ત્યાં અનંતદર્શન-શાનથી તો છ દ્રવ્યોથી ભરેલો જે આ લોક છે, તેમાં જીવ અનંતાનંત અને પુદ્ગલ તેનાથી પણ અનંતાનંત ગુણા છે, અને ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણ દ્રવ્યો તથા અસંખ્ય કાલદ્રવ્ય એ સર્વ દ્રવ્યોના ત્રણ દ્રવ્યો તથા અસંખ્ય કાલદ્રવ્ય એ સર્વ દ્રવ્યોના ભૂત-ભાવીવર્તમાનકાળ સંબંધી અનંતપર્યાયોને ભિન્ન ભિન્ન એકકાળમાં દેખે છે અને જાણે છે.” (અષ્ટપાહુડ-ભાવપાહુડ-ગા. ૧૫ની ૫. જયચંદજીકૃત ટીકા)
૯. શ્રી પંચાસ્તિકાયની શ્રી જયસેનાચાર્યકૃત સંસ્કૃત ટીકામાં પાનું ૮૭ ગા. પમાં કહ્યું છે કે –
STUTUTM ત્નિ કેવળિો –ગા. ૫.
કેવલી ભગવાનને જ્ઞાનાજ્ઞાન હોતું નથી, એટલે કે તેમને કોઈ વિષયમાં જ્ઞાન વર્તે છે અને કોઈ વિષયમાં વળી અજ્ઞાન વર્તે છે એમ હોતું નથી, પરંતુ સર્વત્ર જ્ઞાન જ વર્તે છે.
૧૦. “કેવલી ભગવાન, ત્રિકાલાવચ્છિન્ન લોક-અલોક સંબંધી સંપૂર્ણ ગુણ-પર્યાયોથી સમન્વિત અનંત દ્રવ્યોને જાણે છે. એવું કોઈ શેય હોઈ શકે નહિ કે જે કેવલી ભગવાનના જ્ઞાનનો વિષય ન હોય..... જ્યારે મતિ અને શ્રુતજ્ઞાનદ્વારા પણ આ જીવ વર્તમાન ઉપરાંત ભૂત તથા ભવિષ્ય કાલની વાતોનું પરિજ્ઞાન કરે છે, તો કેવલી ભગવાન અતીત (ભૂતકાળના ), અનાગત (ભવિષ્યકાળના) અને વર્તમાન કાળના બધા પદાર્થોનું ગ્રહણ કરે તે યુક્તિ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #139
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦૦) યુક્ત જ છે.. . . . .. ... .. જો ક્રમપૂર્વક કેવલી ભગવાન અનંતાનન્ત પદાર્થોને જાણત તો સંપૂર્ણ પદાર્થોનો સાક્ષાત્કાર ન થાત. અનંતકાલ વ્યતીત હોવા છતાં પણ પદાર્થોની અનંત ગણના અનંત જ રહે. આત્માની અસાધારણ નિર્મલતા હોવાને કારણે એક સમયમાં જ સકલ પદાર્થોનું ગ્રહણ (જ્ઞાન) થાય છે.
જ્યારે જ્ઞાન એક સમયમાં સંપૂર્ણ જગતના યા વિશ્વના તત્ત્વોનો બોધ (જ્ઞાન) કરી ચૂકે ત્યારપછી તે કાર્યહીન થઈ જશે” એવી આશંકા પણ યુક્ત નથી કારણ કે કાલદ્રવ્યના નિમિત્તથી તથા અગુરુલઘુત્વના કારણે સમસ્ત વસ્તુઓમાં ક્ષણે ક્ષણે પરિણમન-પરિવર્તન થાય છે. જે કાલે ભવિષ્ય હતો તે આજે વર્તમાન બની આગળ અતીતનું રૂપ ધારણ કરે છે. આવી રીતે પરિવર્તનનું ચક્ર સદા ચાલતું રહેવાના કારણે શેયના પરિણમન અનુસાર જ્ઞાનમાં પણ પરિણમન થાય છે. જગતના જેટલા પદાર્થો છે તેટલી જ કેવળજ્ઞાનની શક્તિ યા મર્યાદા નથી. કેવળજ્ઞાન અનંત છે. જો લોક અનંતગુણિત પણ હોત તો કેવલજ્ઞાનસિન્થમાં તે બિન્દુતુલ્ય સમાઈ જાત. અનંત કેવલજ્ઞાન દ્વારા અનંત જીવ તથા અનંત આકાશાદિનું ગ્રહણ હોવા છતાં તે પદાર્થ શાંત થતા નથી. અનંતજ્ઞાન, અનંતપદાર્થ યા પદાર્થોને અનંતરૂપથી બતાવે છે. એ કારણથી શેય અને જ્ઞાનની અનંતતા અબાધિત રહે છે.”
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #140
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦૧) | [ મહાબંધ-મહાધવલા સિદ્ધાંત-શાસ્ત્ર પ્રથમ ભાગ, પ્રકૃત્તિબન્ધાધિકાર પાનું ર૭, હિંદી અનુવાદ ઉપરથી; ધવલા પુસ્તક ૧૩, પાના ૩૪૬ થી ૩પ૩.]
ઉપરના આધારોથી નીચેના મંતવ્યો ખોટા ઠરે છે:(૧) કેવલી ભગવાન ભૂત અને વર્તમાન કાલવર્તી પર્યાયોને
જ જાણે અને ભવિષ્યત્ પર્યાયોને તે થાય ત્યારે જાણે. (૨) સર્વજ્ઞ ભગવાન અપેક્ષિત ધર્મોને જાણે. (૩) કેવલી ભગવાન ભૂત-ભવિષ્યત્ પર્યાયોને સામાન્યપણે
જાણે પણ વિશેષપણે ન જાણે. (૪) કેવલી ભગવાન ભવિષ્ય પર્યાયોને સમગ્રપણે જાણે,
ભિન્ન-ભિન્નપણે ન જાણે. (૫) જ્ઞાન ફકત જ્ઞાનને જ જાણે. (૬) સર્વજ્ઞના જ્ઞાનમાં પદાર્થ ઝળકે છે પરંતુ ભૂતકાળ તથા
ભવિષ્યકાળના પર્યાય સ્પષ્ટપણે ઝળકતાં નથી.-એ વગેરે
મંતવ્યો સર્વજ્ઞને અલ્પજ્ઞ માનવા બરોબર છે. પ્ર. ૨૯૫-શબ્દ શું છે? શું તે આકાશનો ગુણ છે? ઉ. શબ્દ તે પુદ્ગલ દ્રવ્યનો સ્કંધરૂપ પર્યાય છે, તે આકાશનો
ગુણ નથી, કારણ કે આકાશ તો સદાય અમૂર્તિક છે અને શબ્દ મૂર્તિક છે. તે કાને અથડાય છે; તેની અવાજરૂપ ગર્જના થાય છે. આમ શબ્દ ઇન્દ્રિય દ્વારા જણાય છે માટે તે પુદ્ગલ છે.
જગતમાં ભાષાવર્ગણા નામના પુદ્ગલોની જાતિ ભરી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #141
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦૦) પડી છે. તે તેના કાળે, તેના કારણે સ્વયં શબ્દરૂપે પરિણમે છે. જે સમયે તે પુદ્ગલો શબ્દરૂપે પરિણમે છે તે સમયે કોઈને કોઈ જીવ યા અન્ય પદાર્થ નિમિત્ત હોય છે પણ જીવના કારણે ખરેખર ભાષાવર્ગણા શબ્દરૂપે પરિણમતી નથી. ભાષાવર્ગણા શબ્દરૂપે પરિણમે તે સમયે જીવની ઈચ્છા અથવા યોગ હોય તો તે નિમિત્ત માત્ર છે. પ્ર. ર૯૬-શબ્દને આકાશનો ગુણ માનવામાં આવે તો શો દોષ
આવે? ઉ. શબ્દ મૂર્તિક પુદ્ગલદ્રવ્યનો પર્યાય છે, અને આકાશ
અમૂર્તિક દ્રવ્ય છે, માટે તે અમૂર્તદ્રવ્યનો ગુણ નથી, કારણ
ગુણ-ગુણીને અભિન્ન પ્રદેશપણું હોવાને લીધે તેઓ (ગુણ-ગુણી) એક વેદનથી વેધ હોવાથી અમૂર્તદ્રવ્યને પણ શ્રવણેન્દ્રિયના વિષયભૂતપણું આવી પડે.”
(પ્રવચનસાર-ગા. ૧૩રની ટીકા) નૈયાયિકો શબ્દને આકાશનો ગુણ માને છે, પણ તે માન્યતા અપ્રમાણ છે. ગુણ-ગુણીના પ્રદેશો અભિન્ન હોય છે, તેથી ગુણ જે ઇન્દ્રિયથી જણાય તે જ ઇન્દ્રિયથી ગુણી પણ જણાવો જોઈએ. શબ્દ કર્મેન્દ્રિયથી જણાય છે, માટે આકાશ પણ કર્મેન્દ્રિયથી જણાવું જોઈએ; પણ આકાશ તો કોઈ ઈન્દ્રિયથી જણાતું નથી, માટે શબ્દ, આકાશ વગેરે અમૂર્તિક દ્રવ્યોનો ગુણ નથી.”
(શ્રી પ્રવચનસાર ગા. ૧૩રની ફુટનોટ)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #142
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦૩) પ્ર. ર૯૭–જીભથી શબ્દો (વાણી) બોલાય છે? શું તે જીવની
ઈચ્છાથી બોલાય છે?
ઉ. ૧. ના; કારણ કે જીભ આહારવર્ગણામાંથી બને છે અને
શબ્દો (વાણી) ભાષાવર્ગણામાંથી રચાય છે. આહારવર્ગણા અને ભાષાવર્ગણા વચ્ચે અન્યોન્યાભાવ છે; તેથી જીભ વડે વાણી બોલાતી નથી.
૨. ના; કારણ કે જીવ અને વાણી વચ્ચે અત્યંતાભાવ છે.
ઈચ્છા વિના પણ કેવળજ્ઞાનીને વાણી ખરે છે; સશક્ત મનુષ્ય જે સમયે બોલવા ઈચ્છે તે સમયે કોઈવાર ભાષા બોલી શક્તો નથી; જેને લકવો થાય અથવા જેને તોતડાપણું હોય તે મનુષ્ય વ્યવસ્થિતપણે બોલવાની ઘણી ઈચ્છા કરે છે છતાં તેની વ્યવસ્થિત ભાષા નીકળતી નથી. જ્યારે પુદગલની ભાષારૂપ પરિણમવાની યોગ્યતા હોય ત્યારે જ ભાષા નીકળે છે
અને ત્યારે જ ઈચ્છા વગેરે નિમિત્તભૂત હોય છે. પ્ર. ર૯૮-તીર્થકર ભગવાનને ઈચ્છા નથી, છતાં યોગના કારણે
વાણી ખરે છે તે ખરું છે?
ઉ. ના; કારણ કે ત્યાં પણ પુગલની શક્તિની યોગ્યતાથી વાણીરૂપ પર્યાય તેના કાળે જ થાય છે. વાણી થાય ત્યારે યોગ તો નિમિત્તમાત્ર છે.
જીવના યોગ ગુણનો પર્યાય અને પુદ્ગલની શક્તિ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #143
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦૪) વચ્ચે અત્યંત અભાવ છે. જો યોગથી વાણી થતી હોય તો તેરમાં ગુણસ્થાને તેમને નિરંતર યોગ ગુણનું કંપન છે, તેથી નિરન્તર વાણી થવી જોઈએ; પણ એમ તો થતું નથી.
વળી મૂક-કેવલી યોગસહિત છે, છતાં તેમને વાણી હોતી નથી; માટે વાણી જીવના યોગને આધીન નથી તથા ઈચ્છાને પણ આધીન નથી, પરંતુ તે સ્વતંત્રપણે તેના કાળે, તેના કારણે, તેની યોગ્યતાનુસાર પરિણમે છે. પ્ર. ૨૯૯-કર્મબંધના કારણો કયાં? 3. मिथ्यादर्शनाऽविरतिप्रमादकषाययोगा बन्धहेतवः।
(મોક્ષશાસ્ત્ર-અ. ૮, સૂ. ૧) અર્થ:- મિથ્યાદર્શન, અવિરતિ પ્રમાદ, કષાય અને યોગએ પાંચ કર્મબંધનાં કારણો છે. પ્ર. ૩00-મિથ્યાદર્શન (મિથ્યાત્વ) કોને કહે છે? ઉ. પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોના ઊલટા શ્રદ્ધાનને તથા અદેવ
(કુદેવ) ને દેવ માનવા, અતત્ત્વને તત્ત્વ માનવું, અધર્મ (કુધર્મ) ને ધર્મ માનવો; ઈત્યાદિ વિપરીત શ્રદ્ધાનને મિથ્યાત્વ કહે છે. (તે શ્રદ્ધાગુણનો વિપરીત પર્યાય છે.). પ્ર. ૩૦૧-મિથ્યાદર્શનના કેટલા પ્રકાર છે? ઉ. તેના બે પ્રકાર છે-૧. અગૃહીત મિથ્યાત્વ અને ૨. ગૃહીત મિથ્યાત્વ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #144
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦૫) ૧. અગૃહીત મિથ્યાત્વ
જીવ પરદ્રવ્યનું કાંઈ કરી શકે કે શુભ વિકલ્પથી આત્માને લાભ થાય એવી અનાદિથી ચાલી આવતી માન્યતા તે મિથ્યાત્વ છે. અને તે કોઈના શીખવવાથી થયું નથી માટે તે અગૃહીત છે. ૨. ગૃહીત મિથ્યાત્વ
જન્મ થયા પછી પરોપદેશના નિમિત્તથી જીવ જે અતત્ત્વશ્રદ્ધા ગ્રહણ કરે છે તે ગૃહીત મિથ્યાત્વ કહેવાય છે.
[ અગૃહીત મિથ્યાત્વને નિસર્ગજ મિથ્યાત્વ અને ગૃહિત મિથ્યાત્વને બાહ્ય પ્રાપ્ત મિથ્યાત્વ પણ કહે છે. જેને ગૃહિત મિથ્યાત્વ હોય તેને તો અગૃહિત મિથ્યાત્વ હોય જ.] પ્ર. ૩૦૨-ગૃહિત મિથ્યાત્વના કેટલા ભેદ છે? ઉ. તેના પાંચ ભેદ છે-૧ એકાંત મિથ્યાત્વ, ૨. વિપરીત મિથ્યાત્વ, ૩. સંશય મિથ્યાત્વ, ૪. અજ્ઞાન મિથ્યાત્વ અને
૫. વિનય મિથ્યાત્વ. ૧. એકાંત મિથ્યાત્વ
આત્મા, પરમાણુ આદિ પદાર્થનું સ્વરૂપ અનેકાન્તમય (અનેક ધર્મોવાળું) હોવા છતાં તેને સર્વથા એક જ ધર્મ વાળો માનવો તે એકાંત મિથ્યાત્વ છે; જેમકે આત્માને સર્વથા ક્ષણિક અથવા સર્વથા નિત્ય જ માનવો ગુણ ગુણીનો સર્વથા ભેદ યા અભેદ જ માનવો વગેરે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #145
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૬) ૨. વિપરીત મિથ્યાત્વ
આત્માના સ્વરૂપે અન્યથા માનવાની સચિને વિપરીત મિથ્યાત્વ કહે છે, જેમકે –
૧. શરીરને આત્મા માનવો. ૨. વસ્ત્રપાત્રાદિ સહિતને (સગ્રંથને) નિગ્રંથ ગુરુ
માનવા. ૩. સ્ત્રીનું શરીર હોવા છતાં તેને મુનિદશા અને મોક્ષ
માનવા. ૪. કેવલી ભગવાનને પ્રાસાહાર (કવલાહાર), રોગ,
ઉપસર્ગ, વત્ર, પાત્ર, પાટાદિ સહિત તથા ક્રમિક
ઉપયોગ માનવો. ૫. પુણ્યથી અર્થાત્ શુભરાગથી તથા નિમિત્તથી ધર્મ
માનવો, વગેરે. ૩. સંશય મિથ્યાત્વ
ધર્મનું સ્વરૂપ આવું છે અથવા તેવું છે”—એમ પરસ્પર વિરુદ્ધ બન્નરૂપ શ્રદ્ધાનને સંશય મિથ્યાત્વ કહે છે, જેમકેઆત્મા પોતાના કાર્યનો કર્તા થતો હશે કે પર વસ્તુના કાર્યનો કર્તા થતો હશે? નિમિત્ત અને વ્યવહારના આલંબનથી ધર્મ થશે યા પોતાના શુદ્ધાત્માના આલંબનથી ધર્મ થશે ? વગેરે પ્રકારે સંશય રહેવો. ૪. અજ્ઞાન મિથ્યાત્વ.
જ્યાં હિત-અહિતનો કાંઈપણ વિવેક ન હોઈ કે કાંઈ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #146
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦૭) પણ પરીક્ષા કર્યા વગર ધર્મની શ્રદ્ધા કરવી તે અજ્ઞાન મિથ્યાત્વ છે; જેમકે પશુધમાં અથવા પાપમાં ધર્મ માનવો. ૫. વિનય મિથ્યાત્વ
સમસ્ત દેવને તથા સમસ્ત ધર્મમતોને સરખા માનવા તે વિનય મિથ્યાત્વ છે.
| [ સર્વ પ્રકારના બંધનું મૂળ કારણ મિથ્યાત્વ છે. સૌથી પ્રથમ તેના ટળ્યા સિવાય અવિરતિ આદિ બંધનાં કારણો પણ ટળતાં નથી, માટે સૌથી પ્રથમ મિથ્યાત્વ (ગૃહિત અને અગૃહિત) ટાળવું જોઈએ.] પ્ર. ૩૦૩-અવિરતિ કોને કહે છે? ઉ. ૧. નિર્વિકાર સ્વસંવેદનથી વિપરીત અવ્રતપરિણામરૂપ
વિકારને અવિરતિ કહે છે. ૨. પટકાયના જીવોની (પાંચ સ્થાવર અને એક ત્રસ
જીવની) હિંસાના ત્યાગરૂપ ભાવ ન કરવો તથા પાંચ ઈન્દ્રિય અને મનના વિષયોમાં પ્રવૃત્તિ કરવી-એક બાર
પ્રકારે અવિરતિ છે. પ્ર. ૩૦૪-પ્રમાદ કોને કહે છે? ઉ. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણીય અને પ્રત્યાખ્યા
નાવરણીય (ક્રોધ, માન, માયા, લોભ) ના ઉદયમાં જોડાવાથી તથા સંજ્વલન અને નોકષાયના તીવ્ર ઉદયમાં જોડાવાથી નિરતિચાર ચારિત્ર ન પાળવામાં અથવા નિરતિચાર ચારિત્રપાળવામાં અનુત્સાહને તથા સ્વરૂપની અસાવધાનતાને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #147
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦૮). પ્રમાદ કહે છે. (મિથ્યાષ્ટિથી લઈને છઠ્ઠી ગુણસ્થાન સુધી
પ્રમાદની વ્યાખ્યા તેની ભૂમિકા અનુસાર જાણવી. ) પ્ર. ૩૦૫- પ્રમાદના કેટલા ભેદ છે? ઉ. તેના પંદર ભેદ છે:- ૪ વિકથા (સ્ત્રીકથા, રાષ્ટ્રકથા,
ભોજનકથા અને રાજકથા), ૪ કષાય (ક્રોધ, માન, માયા અને લોભ ), ૫ પાંચ ઈન્દ્રિયોના વિષય, ૧-નિદ્રા અને ૧
પ્રણય (સ્નેહ). પ્ર. ૩૦૬-કપાય કોને કહે છે? ઉ. મિથ્યાત્વ તથા ક્રોધ, માન, માયા, લોભરૂપ આત્માની અશુદ્ધ પરિણતિને કષાય કહે છે.
તેના ૨૫ પ્રકાર છે. ૪ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ, ૪ અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધાદિ, ૪ પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધાદિ, ૪ સંજ્વલન ક્રોધાદિ એમ ૧૬ કષાય અને ૯ નોકષાય (હાસ્ય રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદરૂપ આત્માની અશુદ્ધ પરિણતિને નોકષાય કહે છે.)
(પ્રમાદ અને કષાયમાં સામાન્ય વિશેષનો તફાવત છે.) પ્ર. ૩૦૭-યોગ કોને કહે છે? ઉ. મન, વચન, કાયના આલંબનથી આત્માના પ્રદેશોનું પરિસ્પંદન થવું તેને યોગ કહે છે.
[ યોગગુણના અશુદ્ધ પર્યાયમાં કંપનપણાને દ્રવ્યયોગ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #148
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦૯) અને કર્મ નોકર્મના ગ્રહણમાં નિમિત્તરૂપ યોગ્યતાને ભાવ યોગ કહે છે.)
યોગના પંદર ભેદ છે:
૪. મનોયોગ (સત્ય મનોયોગ, અસત્ય મનોયોગ, ઉભય મનોયોગ અને અનુભય મનોયોગ), ૭ કાયયોગ (ઔદારિક, ઔદારિકમિશ્ર, વૈક્રિયિક, વૈક્રિયિકમિશ્ર, આહારક, આહારકમિશ્ર અને કાર્માણ), ૪ વચનયોગ ( સત્ય વચનયોગ, અસત્યવચનયોગ, ઉભયવચનયોગ અને અનુભયવચનયોગ.)
ચતુષ્ટય પ્ર. ૩O૮-સ્વચતુષ્ટય અને પરચતુષ્ટય એટલે શું? ઉ. સ્વચતુષ્ટય એટલે પોતાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ;
અને પરચતુષ્ટય એટલે પોતાથી ભિન્ન એવા પર પદાર્થનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. પ્ર. ૩૭૯-આત્માના સ્વચતુષ્ટય સમજાવો. ઉ. (૧) સ્વદ્રવ્ય-પોતાના જ્ઞાનાદિ ગુણો અને પર્યાયોથી
અભિન્ન તે સ્વદ્રવ્ય. (૨) ક્ષેત્ર-લોકપ્રમાણ પોતાના અસંખ્ય પ્રદેશ છે તે
આત્માનું સ્વક્ષેત્ર. (૩) કાળ-જે નિત્ય સ્વભાવને છોડયાં વિના નિરન્તર
ક્રમબદ્ધ પોતપોતાના અવસરે નવાનવા પર્યાયોનો ઉત્પાદ થયા કરે તે નિજ પરિણામનું નામ સ્વકાળ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #149
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes
( ૧૧૦ )
(૪) સ્વભાવ-દ્રવ્યના આશ્રયે રહેલ ત્રિકાલી શક્તિરૂપ અનંત ગુણો છે તે સ્વભાવ.
પ્ર. ૩૧૦-પુદ્દગલ પરમાણુના સ્વચતુષ્ટય સમજાવો.
ઉ. ( ૧ ) દ્રવ્ય-પોતાના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, અસ્તિત્વાદિ અનંત ગુણોથી તેમ જ તેના સર્વ પર્યાયો રૂપ અખંડ વસ્તુ તે પુદ્દગલનું સ્વદ્રવ્ય.
(૨) ક્ષેત્ર-પુદ્ગલ પરમાણુનો એક પ્રદેશ તે તેનું સ્વક્ષેત્ર. (૩) કાળ-નિત્ય સ્વભાવને નહિ છોડીને નિરન્તર ક્રમબદ્ધ પોતપોતાના અવસરે નવા નવા પર્યાયોનો ઉત્પાદ થયા કરે છે તે પુદ્ગલના નિજ પરિણામનું નામ
સ્વકાળ.
(૪) ભાવ-પુદ્દગલ દ્રવ્યના આશ્રયે રહેલા જે સ્પર્માદિ અનંત ગુણો છે તે તેનો સ્વભાવ.
પ્ર. ૩૧૧-ક્ષેત્રની અપેક્ષાએ દ્રવ્ય-ગુણ-પર્યાયને સરખાવો. ઉ. ત્રણેનું ક્ષેત્ર સરખું અર્થાત્ એક છે.
પ્ર. ૩૧૨-કાળ અપેક્ષાએ દ્રવ્ય-ગુણ-પર્યાય સરખાવો. ઉ. દ્રવ્ય અને ગુણો ત્રિકાલ અને પર્યાય એક સમય પૂરતો. પ્ર. ૩૧૩–દ્રવ્ય અને પર્યાયમાં ભેદ-અભેદ સમજાવો.
ઉ. સંખ્યાથી દ્રવ્ય એક અને તેના પર્યાયો-અનંત; કાલથી દ્રવ્ય-ત્રિકાલ અને પર્યાય-એક સમયનો; ભાવથી ભેદ; કેમકે દ્રવ્ય અને પર્યાયનું સ્વરૂપ જાદું જાદું છે. ક્ષેત્ર બન્નેનું સરખું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #150
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રકરણ ચોથું
“અભાવ ” અધિકાર
પ્ર. ૩૧૪-અભાવ કોને કહે છે? ઉ. એક પદાર્થનું બીજા પદાર્થમાં નહિ હોવાપણું તેને અભાવ
પ્ર. ૩૧૫-અભાવના કેટલા ભેદ છે? ઉ. ચાર ભેદ છે-(૧) પ્રાગભાવ, (૨) પ્રધ્વસાભાવ, (૩)
અન્યોન્યાભાવ અને (૪) અત્યંતભાવ. પ્ર. ૩૧૬-પ્રાગભાવ કોને કહે છે? ઉ. વર્તમાન પર્યાયનો પૂર્વ પર્યાયમાં અભાવ-તેને પ્રાગભાવ
કહે છે. પ્ર. ૩૧૭-પ્રધ્વસાભાવ કોને કહે છે. ઉ. એક દ્રવ્યની વર્તમાન પર્યાયનો તે જ દ્રવ્યની આગામી
(ભવિષ્યનો) પર્યાયમાં અભાવ તેને પ્રધ્વસાભાવ કહે છે. (પ્રાગભાવ અને પ્રધ્વસાભાવ-બન્ને એક જ દ્રવ્યની
પર્યાયોને લાગુ પડે છે. ) પ્ર. ૩૧૮-શ્રુતજ્ઞાન (વર્તમાનમાં) છે. તેમાં પ્રાગભાવ અને
પ્રધ્વસાભાવ બતાવો. ઉ. શ્રુતજ્ઞાનનો મતિજ્ઞાનમાં પ્રાગભાવ છે અને શ્રુતજ્ઞાનનો
કેવળજ્ઞાનમાં પ્રધ્વસાભાવ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #151
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧૨) પ્ર. ૩૧૯-દહીંને વર્તમાન પર્યાય તરીકે લઈ તેનો પ્રાગભાવ
અને પ્રધ્વસાભાવ સમજાવો.
ઉ. દહીંનો પૂર્વપર્યાય દૂધ હતો, તેમાં દહીંનો અભાવ હતો, તેથી તેનો પ્રાગભાવ છે; અને છાશ તે દહીંની ભવિષ્યનો પર્યાય છે. તેમાં દહીંનો અભાવ છે, તેથી તેનો પ્રäસાભાવ છે.
પ્ર. ૩૨૦-અન્યોન્યાભાવ કોને કહે છે?
ઉ. એક પુદગલ દ્રવ્યના વર્તમાન પર્યાયનો બીજા પુદ્ગલ દ્રવ્યના વર્તમાન પર્યાયમાં જે અભાવ તેને અન્યોન્યાભાવ કહે છે.
પ્ર. ૩ર૧-દૂધ, દહીં અને છાશ-એ ત્રણ વર્તમાન ચીજો છે. તેમાં
કેટલા અને કયા અભાવ છે?
ઉ. ત્રણે પુદ્ગલ દ્રવ્યના વર્તમાન પર્યાયો છે, તેથી તેમાં એક
જ અન્યોન્યાભાવ છે.
પ્ર. ૩રર-છાપરાને ભીંતનો આધાર છે અને ઉપરના નળિયાને
છાપરાનો આધાર છે, એ બરોબર છે?
ઉ. ના; કેમકે તેમનામાં અન્યોન્યાભાવ છે. દરેકની ભિન્નભિન્ન
સત્તા હોવાથી બધાય પોતપોતાના ક્ષેત્રના આધારે છે. એક પરમાણુના પર્યાય બીજા કોઈ દ્રવ્યના આધારે નથી.
પ્ર. ૩ર૩–તૈજસ શરીર અને કાર્માણ શરીર વચ્ચે ક્યો અભાવ
છે ?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #152
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧૩) ઉ. અન્યોન્યાભાવ; કારણ કે બન્ને પુદ્ગલદ્રવ્યના વર્તમાન
પર્યાયો છે. પ્ર. ૩ર૪-અત્યંતભાવ કોને કહે છે? ઉ. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં (ત્રિકાળ) અભાવ હોય તેને
અત્યંતભાવ કહે છે. પ્ર. ૩રપ-કુંભાર અને ઘડા વચ્ચે તથા પુસ્તક અને જીવ વચ્ચે
ક્યો અભાવ છે? ઉ. (૧) કુંભાર (જીવ) અને ઘડા વચ્ચે અત્યંતાભાવ; (૨) પુસ્તક અને જીવ વચ્ચે અત્યંતભાવ; કારણ કે
દરેકમાં બન્ને જુદી-જુદી જાતના દ્રવ્યો છે. પ્ર. ૩ર૬-જીવે સિદ્ધ-પરમાત્મદશા પ્રગટ કરી તેમાં પ્રાગભાવ
બતાવો. ઉ. સિદ્ધદશાનો સંસારદશામાં અભાવ તે પ્રાગભાવ છે. પ્ર. ૩ર૭–ચાર અભાવમાં દ્રવ્યસૂચક અને પર્યાયસૂચક અભાવ
ક્યા છે? ઉ. અત્યંતભાવ દ્રવ્યસૂચક છે અને બાકીના ત્રણ પ્રાગભાવ,
પ્રāસાભાવ અને અન્યોન્યાભાવ પર્યાયસૂચક છે. પ્ર. ૩૨૮-ચારે અભાવ કયા દ્રવ્યમાં લાગુ પડે છે? ઉ. પુદ્ગલ દ્રવ્યમાં.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #153
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧૪) પ્ર. ૩૨૯-પ્રાગભાવ અને પ્રધ્વસાભાવ કેટલા દ્રવ્યોમાં લાગુ પડે
છે? ઉ. છએ દ્રવ્યોના પોતપોતાના પર્યાયોમાં. પ્ર. ૩૩૦-અન્યોન્યાભાવ કેટલાં દ્રવ્યોમાં લાગુ પડે છે? ઉ. પરસ્પર પુદ્ગલ દ્રવ્યના વર્તમાન પર્યાયમાં જ. પ્ર. ૩૩૧-અત્યંતાભાવ કેટલાં દ્રવ્યોમાં લાગુ પડે છે? ઉ. છ એ દ્રવ્યોમાં. પ્ર. ૩૩ર-આ ચાર અભાવ ન માનવામાં આવે તો શો દોષ
આવે ? ઉ. (૧) પ્રાગભાવ ન માનવામાં આવે તો કાર્ય અનાદિ ઠરે (ર) પ્રāસાભાવ ન માનવામાં આવે તો કાર્ય અનંત કાલ
રહે. (૩) અન્યોન્યાભાવ ન માનવામાં આવે તો એક પુગલ
દ્રવ્યના વર્તમાન પર્યાયનો બીજા પુગલદ્રવ્યના
વર્તમાન પર્યાયમાં અભાવ છે તે ન રહે. (૪) અત્યંતભાવ ન માનવામાં આવે તો પ્રત્યેક પદાર્થની
ભિન્નતા ન રહે. જગતના સર્વ દ્રવ્યો એકરૂપ થઈ
જાય. પ્ર. ૩૩૩–આ ચાર પ્રકારના અભાવ સમજવાથી ધર્મ સંબંધી
શો લાભ? ઉ. (૧) પ્રાગભાવથી એમ સમજવું કે અનાદિ કાળથી આ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #154
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧૫) જીવ, અજ્ઞાન-મિથ્યાત્વ, રાગાદિ દોષ નવા નવા કરતો આવે છે; તેણે ધર્મ કદી કર્યો નથી, છતાં વર્તમાનમાં નવા પુરુષાર્થથી ધર્મ કરી શકે છે, કારણ કે વર્તમાન પર્યાયનો પૂર્વ પર્યાયમાં અભાવ વર્તે છે.
(૨) પ્રધ્વસાભાવથી એમ સમજવું કે વર્તમાન અવસ્થામાં
ધર્મ કર્યો નથી, તોપણ જીવ નવીન પુરુષાર્થથી અધર્મ દશાનો તુરત જ વ્યય (અભાવ) કરી
પોતાનામાં સત્ય ધર્મ પ્રગટ કરી શકે છે. (૩) અન્યોન્યાભાવથી એમ સમજવું કે એક પુદ્ગલ દ્રવ્યનો
વર્તમાન પર્યાય બીજા પુગલના વર્તમાન પર્યાયને, પરસ્પર અભાવને લીધે કંઈ કરી શકતો નથી, અર્થાત્ એકબીજાને મદદ, અસર પ્રભાવ, સહાય, પ્રેરણાદિ કંઈ કરી શકે નહિ. એ સજાતિમાં પણ પરનું કરી શકે નહિ તો તેઓ (પુદ્ગલો), જીવનું શું કરી શકે ?
(૪) અત્યંતભાવથી એમ સમજવું કે પ્રત્યેક દ્રવ્યમાં
બીજા દ્રવ્યનો ત્રિકાળ અભાવ છે. તેથી એક દ્રવ્ય અન્ય દ્રવ્યના પર્યાયને કંઈ કરી શકે નહિ; અર્થાત્ મદદ, અસર, પ્રભાવ, સહાય, પ્રેરણાદિ કંઈ કરી શકે નહિ.
શાસ્ત્રમાં જે કંઈ અન્યનું કરવા-કરાવવા આદિનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #155
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧૬ ) કથન છે તે “ઘીના ઘડા” ની જેમ માત્ર વ્યવહારનું જ્ઞાન કરાવે છે. તે સત્યાર્થસ્વરૂપ નથી-એમ સમજવું. પ્ર. ૩૩૪-'જ્ઞાનદિયાભ્યામ્ મોક્ષ:' આ સૂત્રનો અર્થ:
આત્માનું જ્ઞાન અને શરીરની ક્રિયા-એ બન્નેથી મોક્ષ થાય”—એવો જે કરે તે કયા અભાવને માનતો નથી? ઉ. અત્યતાભાવ; કારણ કે પરસ્પર અત્યંતભાવને લીધે કોઈ
આત્મા શરીરની ક્રિયા કરી શકતો જ નથી; માત્ર પર પદાર્થ સંબંધી અહંકારવાળી માન્યતા કરે છે. શરીરની ક્રિયાથી આત્માને લાભ થાય એમ માનનારને જીવ-અજીવ
તત્ત્વનું અજ્ઞાન વર્તે છે. પ્ર. ૩૩પ-નીચેની દરેક જોડમાં ક્યો અભાવ છે? (૧) ઇચ્છા અને ભાષા (૨) ચશ્મા અને જ્ઞાન (૩)
શરીર અને વસ્ત્ર (૪) શરીર અને જીવ. ઉ. (૧) ઇચ્છા અને ભાષા વચ્ચે અત્યતાભાવ, કારણ કે
ઈચ્છા તે જીવના ચારિત્રગુણનો વિકારી પર્યાય છે
અને ભાષા તે પુગલની ભાષાવર્ગણાનો પર્યાય છે. (૨) ચશ્મા અને જ્ઞાન વચ્ચે અત્યંતભાવ; કારણ કે ચશ્મા
પુદ્ગલ સ્કંધ છે અને જ્ઞાન જીવના જ્ઞાનગુણનો
પર્યાય છે. (૩) શરીર અને વસ્ત્ર વચ્ચે અન્યોન્યાભાવ; કારણ કે
શરીર પુદ્ગલપિંડ છે અને વસ્ત્ર પણ પુદ્ગલ સ્કંધ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #156
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧૭) (૪) શરીર અને જીવ વચ્ચે અત્યંતાભાવ છે, કારણ કે
બન્ને ભિન્ન દ્રવ્યો છે. પ્ર. ૩૩૬-કુંભારે ચક્ર અને દંડ વડે ઘડો કર્યો-એમ નિશ્ચયથી
માનનારે કયા અભાવની ભૂલ કરી? તથા તેમાં શો દોષ થયો ?
ઉ. ઘડાનો; ચક્ર અને દંડમાં અન્યોન્યાભાવ છે, તથા કુંભાર
અને ઘડા વચ્ચે અત્યંતાભાવ છે. તે આ બન્ને અભાવને
ભૂલે છે, તેથી બે દ્રવ્યમાં એકતાબુદ્ધિરૂપ મિથ્યાત્વ થાય છે. પ્ર. ૩૩૭–વર્તમાનમાં સમ્યગ્દર્શન પ્રગટ થયું; તેમાં જે અભાવ
લાગુ પડે તે સમજાવો. ઉ. સમ્યગ્દર્શનપર્યાયનો મિથ્યાદર્શનરૂપ પર્યાયમાં પ્રાગભાવ અને
તે પછી શ્રદ્ધા ગુણમાંથી નવા નવા પર્યાયો થાય તેમાં વર્તમાન સમ્યગ્દર્શનપર્યાયનો અભાવ તે પ્રધ્વસાભાવ.
[ શરીર, દ્રવ્યકર્મ, દેવ, ગુરુ, શાસ્ત્રાદિ સર્વ પરપદાર્થોમાં તે સમ્યગ્દર્શન પર્યાયનો અત્યંતભાવ છે, અર્થાત્ શરીર, દ્રવ્યકર્માદિથી સમ્યગ્દર્શન-પર્યાયની ઉત્પત્તિ નથી.] પ્ર. ૩૩૮-ઘાતિકર્મના (જ્ઞાનાવરણ કર્મના) નાશથી કેવળજ્ઞાન
થાય એમ માનવું તે બરોબર છે? ઉ. ના, કારણકે કર્મ અને જ્ઞાન વચ્ચે અત્યતાભાવ છે. જીવ
જ્યારે શુદ્ધ ઉપયોગ વડે કેવળજ્ઞાન અવસ્થા પ્રગટ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #157
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧૮) કરે ત્યારે ઘાતીદ્રવ્યકર્મનો સ્વયં આત્યંતિક ક્ષય થાય છે. ઘાતકર્મના ( જ્ઞાનાવરણ કર્મના) ક્ષયથી કેવળજ્ઞાન થાય છે એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે વ્યવહારનયનું કથન
પ્ર. ૩૩૯-આત્મા પરનું કાર્ય કરી શકે એમ માનનારે ક્યો
અભાવ તથા ક્યો ગુણ ન માન્યો? ઉ. અત્યતાભાવ અને અગુરુલઘુત્વગુણને ન માન્યો, પ્ર. ૩૪૦-કર્મોદયથી જીવને મિથ્યાત્વ અને રાગાદિ થાય છે
એમ ખરેખર માનનાર કયા અભાવને તથા કયા ગુણને
ભૂલે છે? અને તેનું કારણ શું? ઉ. તે અત્યંતાભાવ અને અગુરુલઘુત્વગુણને ભૂલે છે, કારણ કે
એક દ્રવ્યનો (કર્મનો) બીજા દ્રવ્યમાં (જીવના મિથ્યાત્વાદિ ભાવમાં) અત્યતાભાવ હોવાથી કર્મના ઉદયથી જીવમાં કંઈ વિકાર થઈ શકે નહિ. કર્મોદયથી જીવને વિકાર થવાનું કથન આવે ત્યાં એમ સમજવું કે “એમ નથી” પણ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે તે વ્યવહારનું કથન છે; નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થાય છે એવું જ્ઞાન કરાવવા માટે
કથન. પ્ર. ૩૪૧-કર્મના ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષયથી
જીવમાં ખરેખર (નિશ્ચયથી) ઔદયિક, ઔપશમિકાદિ ભાવો થાય છે એમ માને તો તે કયા અભાવને તથા કયા ગુણને ભૂલ છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #158
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧૯ ). ઉ. તે અત્યંતાભાવ અને અગુરુલઘુત્વ ગુણને ભૂલે છે. (વિશેષ
ખુલાસા માટે જુઓ પ્રશ્ન નં. ૩૪૦ નો ઉત્તર) પ્ર. ૩૪ર-શરીરની ક્રિયાથી (વ્રત, ઉપવાસ, પૂજાદિમાં થતી
શરીરની ક્રિયાથી) મોક્ષમાર્ગ સધાય છે એમ માનનાર કયા
અભાવને ભૂલે છે? ઉ. શરીરની ક્રિયા પુદ્ગલદ્રવ્યનો પર્યાય છે અને મોક્ષમાર્ગ તે
જીવદ્રવ્યનો શુદ્ધ પર્યાય છે. તે બન્ને વચ્ચે અત્યંતાભાવ છે; તેને તે ભૂલે છે.
મોક્ષમાર્ગ સ્વદ્રવ્યાશ્રિત શુદ્ધ પર્યાય છે, તેથી સ્વદ્રવ્યના આશ્રયરૂપ એકાગ્રતાથી જ મોક્ષમાર્ગ સાધી શકાય છે. જ્યાં વીતરાગભાવરૂપ સાચો મોક્ષમાર્ગ હોય ત્યાં બાહ્ય-નગ્ન નિગ્રંથદશા તથા મહાવ્રતાદિ મૂલગુણોના જે વિકલ્પો તે
ભૂમિકામાં સહુચરપણે હોય છે તે નિમિત્ત કહેવાય છે. પ્ર. ૩૪૩-નિમિત્તથી ખરેખર નૈમિત્તિક (કાર્ય) થાય એમ
માનનાર કયા અભાવને ભૂલ છે? ઉ. (૧) કોઈ પણ એક જીવના નિમિત્તથી ખરેખર બીજા
જીવનું કાર્ય થવું માને અથવા જીવના નિમિત્તથી ખરેખર પુદ્ગલનું (શરીરાદિનું) કાર્ય થવું માને તે
અત્યતાભાવને ભૂલે છે. (૨) એક પુદ્ગલ અથવા અનેક પુદ્ગલના પર્યાયના
નિમિત્તથી ખરેખર બીજા પુદ્ગલના પર્યાય થાય એમ માને તે અન્યોન્યાભાવને ભૂલે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #159
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨૦) પ્ર. ૩૪૪-આત્માનું જ્ઞાન તે નિશ્ચય અને શરીરની ક્રિયા કરવી
તે વ્યવહાર-એમ માનનાર કયા અભાવને તથા કયા ગુણને
ભૂલે છે? તે સાત તત્ત્વોમાં કયા ભેદને માનતો નથી ? ઉ. (૧) તે અત્યંતાભાવ અને અગુરુલઘુત્વ ગુણને ભૂલે છે. (૨) શરીર, પુદ્ગલ-પરમાણુ દ્રવ્યની અવસ્થા હોવાથી
તેની ક્રિયા (અવસ્થા) જીવ કરી શકે એમ માનનાર સાત તત્ત્વોમાંથી જીવ અને અજીવ તત્ત્વની
ભિન્નતાને સમજતો નથી. પ્ર. ૩૪૫-જીવ પર દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવને અનુકૂળ અથવા
પ્રતિકૂળ માને છે તે કયા અભાવને ભૂલે છે? ઉ. તે અત્યંતભાવને ભૂલે છે. પ્ર. ૩૪૬-આ ઉપરથી સાચું શું સમજવું? ઉ. ખરેખર કોઈ પણ પર દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ, કોઈ જીવને
માટે અનુકૂળ અથવા પ્રતિકૂળ છે જ નહિ. તે તો માત્ર શેય જ છે. વાસ્તવમાં અજ્ઞાન-રાગદ્વેષરૂપ મલિન ભાવ જીવને પોતાને માટે પ્રતિકૂળ છે, તથા નિશ્ચય સમ્યગ્દર્શન, જ્ઞાન અને વીતરાગભાવ તે જ પોતાને માટે અનુકૂળ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #160
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રકરણ પાંચમું
કર્તા-કર્માદિ છ કારક અધિકાર
પ્ર. ૩૪૭-કર્તા કોને કહે છે? ઉ. જે સ્વતંત્રતાથી (સ્વાધીનતાથી) પોતાના પરિણામને કરે તે કર્તા છે.
[ પ્રત્યેક દ્રવ્ય પોતાનામાં સ્વતંત્ર વ્યાપક હોવાથી પોતાના જ પરિણામનો સ્વતંત્રપણે કર્તા છે. ] પ્ર. ૩૪૮-કર્મ (કાર્ય) કોને કહે છે? ઉ. કર્તા જે પરિણામને પ્રાપ્ત કરે છે તે પરિણામ તેનું કર્મ છે. પ્ર. ૩૪૯-કરણ કોને કહે છે? ઉ. તે પરિણામના સાધકતમ અર્થાત્ ઉત્કૃષ્ટ સાધનને કરણ
કહે છે. પ્ર. ૩૫૦-સંપ્રદાન કોને કહે છે? ઉ. કર્મ (પરિણામ-કાર્ય) જેને આપવામાં આવે ત્યા જેને માટે
કરવામાં આવે તેને સંપ્રદાન કહે છે. પ્ર. ૩૫૧–અપાદાન કોને કહે છે? ઉ. જેમાંથી કર્મ કરવામાં આવે તે ધ્રુવ વસ્તુને અપાદાન
કર્યું છે. પ્ર. ઉપર-અધિકરણ કોને કહે છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #161
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨૨) ઉ. જેમાં અથવા જેના આધારે કર્મ (કાર્યો કરવામાં આવે તેને
અધિકરણ કહે છે. | સર્વ દ્રવ્યના પ્રત્યેક પર્યાયમાં આ છે કારકો એક સાથે વર્તે છે, તેથી આત્મા અને પુદ્ગલ શુદ્ધ દશામાં કે અશુદ્ધ દશામાં સ્વયં છએ કારકરૂપ પરિણમન કરે છે અને બીજા કારકોની (અર્થાત નિમિત્તકારણોની) અપેક્ષા રાખતા નથી.
(જાઓ પંચાસ્તિકાય ગાથા-૬૨-સં. ટીકા) નિશ્ચયથી પરની સાથે આત્માને કારકપણાનો સંબંધ નથી, કે જેથી શુદ્ધાત્મસ્વભાવની પ્રાપ્તિ માટે સામગ્રી (બાહ્ય સાધનો) શોધવાની વ્યગ્રતાથી જીવો (નકામાં) પરતંત્ર થાય
( પ્રવચનસાર-ગાથા ૧૬ ટીકા) પ્ર૩૫૩-કારકો કેટલા પ્રકારના છે? ઉ. “ આ છે કારકો વ્યવહાર અને નિશ્ચય એમ બે પ્રકારનાં
છે. જ્યાં પરના નિમિત્તથી કાર્યની સિદ્ધિ કહેવામાં આવે ત્યાં વ્યવહાર-કારકો છે અને જ્યાં પોતાના જ ઉપાદાન કારણથી કાર્યની સિદ્ધિ કહેવામાં આવે ત્યાં નિશ્ચય-કારકો
છે. )
(પ્રવચનસાર-ગાથા ૧૬ ભાવાર્થ) પ્ર. ૩૫૪-વ્યવહાર-કારકો દષ્ટાંત આપી સમજાવો. ઉ. “કુંભાર કર્તા છે; ઘડો કર્મ છે; દંડ, ચક્ર, દોરી વગેરે કરણ
છે; જલ ભરનાર માટે કુભાર ઘડો કરે છે તેથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #162
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨૩) જળ ભરનાર સંપ્રદાન છે; ટોપલામાંથી માટી લઈને ઘડો કરે છે તેથી ટોપલો અપાદાન છે; જમીનના આધારે ઘડો કરે છે તેથી જમીન અધિકરણ છે.
આમાં બધાંય કારકો જુદાં જુદાં છે. અન્ય કર્તા છે, અન્ય કર્મ છે, અન્ય કરણ છે, અન્ય સંપ્રદાન, અન્ય અપાદાન અને અન્ય અધિકરણ છે.
પરમાર્થે કોઈ દ્રવ્ય કોઈનું કર્તા હર્તા થઈ શકતું નથી, માટે આ વ્યવહાર છે કારકો અસત્ય છે. તેઓ માત્ર ઉપચરિત અસદભૂત વ્યવહારનયથી કહેવામાં આવે છે. નિશ્ચયથી કોઈ દ્રવ્યને અન્ય દ્રવ્ય સાથે કારકપણાનો સંબંધ છે જ નહિ.”
( શ્રી પ્રવચનસાર ગાથા ૧૬-ભાવાર્થ) પ્ર. ૩૧પ-નિશ્ચય-કારકો દષ્ટાંત આપી સમજાવો. ઉ. માટી સ્વતંત્રપણે ઘડારૂપ, કાર્યને પહોંચે છે–પ્રાપ્ત કરે છે
તેથી માટી કર્તા છે અને ઘડો કર્મ છે; અથવા, ઘડો માટીથી અભિન્ન હોવાથી માટી પોતે જ કર્મ છે; પોતાના પરિણમનસ્વભાવવડે માટીએ ઘડો કર્યો, તેથી માટી પોતે જ કરણ છે, માટીએ ઘડારૂપ કર્મ પોતાને જ આપ્યું, તેથી માટી પોતે જ સંપ્રદાન છે. માટીએ પોતાનામાંથી પિંડરૂપ અવસ્થા નષ્ટ કરીને ઘડારૂપ કર્મ કર્યું અને પોતે તો ધ્રુવ રહી, તેથી પોતે જ અપાદાન છે; માટીએ પોતાના જ આધારે ઘડો કર્યો, તેથી પોતે જ અધિકરણ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #163
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨૪) આ રીતે નિશ્ચયથી છયે કારકો એક જ દ્રવ્યમાં છે. પરમાર્થ એક દ્રવ્ય બીજાને સહાય નહિ કરી શકતું હોવાથી અને દ્રવ્ય પોતે જ પોતાને, પોતાના વડ, પોતાને માટે, પોતાનામાંથી, પોતાનામાં કરતું હોવાથી આ નિશ્ચય છે કારકો જ પરમ સત્ય છે.
ઉપર્યુક્ત રીતે દ્રવ્ય પોતે જ પોતાની અનંત શક્તિરૂપ સંપદાથી પરિપૂર્ણ હોવાથી પોતે જ છ કારકરૂપ થઈને પોતાનું કાર્ય નિપજાવવાને સમર્થ છે; તેને બાહ્ય સામગ્રી કાંઈ મદદ કરી શક્તી નથી”
( શ્રી પ્રવચનસાર ગાથા ૧૬ ભાવાર્થ) પ્ર. ૩પ૬-આત્મા પ્રજ્ઞાવડે ભેદજ્ઞાન કરે છે, તેમાં ક્યાં કારકો
છે ? ઉ. આત્મા-કર્તા પ્રજ્ઞા-કરણ; ભેદજ્ઞાન-કર્મ એમ ત્રણ કારકો
પ્ર. ૩૫૭-એક સમયમાં કેટલાં કારકો હોય? ઉ. દરેક સમયે છ યે કારકો હોય છે. પ્ર. ૩૫૮-આ છે કારકો શું છે? દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય? ઉ. આ છે કારકો-કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને
અધિકરણ-તે દ્રવ્યમાં રહેલા સામાન્ય અને અનુજીવી ગુણો
છે. દરેક સમયે તેઓના છ પર્યાયો નવા નવા થયા કરે છે. પ્ર. ૩૫૯-આત્મામાંથી જ આત્માવડે શુદ્ધતા પ્રગટ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #164
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨૫) થાય છે. તેમાં કેટલાં કારકો છે? ઉ. આત્મામાંથી–અપાદાન, આત્મા વડે-કરણ અને શુદ્ધતા પ્રગટ
થાય છે તે કર્મ છે; એમ ત્રણ કારકો છે. પ્ર. ૩૬૦-એક દ્રવ્યનું પર્યાયરૂપી કાર્ય ખરેખર બીજાઓ વડે
થઈ શકે છે, બીજાના આધારે થઈ શકે છે-એમ માનવામાં
કેટલાં કારકોની ભૂલ છે? ઉ. બધાં કારકોની ભૂલ છે; કારણકે એક કારકને જેણે સ્વતંત્ર
ન માનતાં પરાધીન માન્યું તેણે છ યે ખરાં કારકો માન્યાં
નહિ. પ્ર. ૩૬૧-આત્મા કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. તેમાં છ યે કારક કેવી
રીતે લાગુ પડે? ઉ. “.......... કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા ઇચ્છનાર આત્માએ બાહ્ય
સામગ્રીની અપેક્ષા રાખી પરતંત્ર થવું નિરર્થક છે. શુદ્ધોપયોગમાં લીન આત્મા પોતે જ છે કારકરૂપ થઈને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. તે આત્મા પોતે અનંત શક્તિવાળા જ્ઞાયકસ્વભાવ વડે સ્વતંત્ર હોવાથી પોતે જ કર્તા છે; પોતે અનંત શક્તિવાળા કેવળજ્ઞાનને પ્રાપ્ત કરતો હોવાથી કેવળજ્ઞાન કર્મ છે, અથવા કેવળજ્ઞાનથી પોતે અભિન્ન હોવાથી આત્મા પોતે જ કર્મ છે; પોતાના અનંત શક્તિવાળા પરિણમનસ્વભાવરૂપ ઉત્કૃષ્ટ સાધનવડે કેવળજ્ઞાન કરતો હોવાથી આત્મા પોતે જ કરણ છે; પોતાને જ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #165
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૬) કેવળજ્ઞાન દેતો હોવાથી આત્મા પોતે જ સંપ્રદાન છે; પોતાનામાંથી મતિ-શ્રુતાદિ અપૂર્ણ જ્ઞાન દૂર કરીને કેવળજ્ઞાન કરતો હોવાથી અને પોતે જ સહજ જ્ઞાનસ્વભાવવડે ધ્રુવ રહેતો હોવાથી પોતે જ અપાદાન છે, પોતાનામાં જ અર્થાત પોતાના જ આધારે કેવળજ્ઞાન કરતો હોવાથી પોતે જ અધિકરણ છે. આ રીતે સ્વયં (પોતે જ) છ કારકરૂપ થતો હોવાથી તે સ્વયંભૂ” કહેવાય છે.”
( શ્રી પ્રવચનસાર ગાથા ૧૬-ભાવાર્થ) પ્ર. ૩૬ર-વ્યાયવ્યાપકભાવ વિના કર્તા-કર્મની સ્થિતિ હોઈ
શકે ? ઉ. ના; વ્યાપ્યવ્યાપકભાવના સંભવ વિના કર્તા-કર્મની સ્થિતિ ન જ હોઈ શકે. व्याप्यव्यापकभावसंभवमृते का कर्तृकर्मस्थितिः ?
અર્થ- વ્યાયવ્યાપકભાવના સંભવ વિના કર્તા-કર્મની સ્થિતિ કેવી?
(શ્રી સમયસાર-કલશ ૪૯ ) પ્ર. ૩૬૩-વ્યાપ્યવ્યાપકભાવ એટલે શું? ઉ. “જે સર્વ અવસ્થાઓમાં વ્યાપે તે તો વ્યાપક છે અને કોઈ
એક અવસ્થાવિશેષ તે (તે વ્યાપકનું) વ્યાપ્ય છે. આમ હોવાથી દ્રવ્ય તો વ્યાપક છે અને પર્યાય વ્યાપ્ય છે, દ્રવ્યપર્યાય અભેદરૂપ જ છે.
આમ હોઈને દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે અને પર્યાય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #166
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨૭) દ્રવ્યવડે વ્યપાઈ જાય છે. આવું વ્યાપ્યવ્યાપકપણું તસ્વરૂપમાં જ (અર્થાત્ અભિન્ન સત્તાવાળા પદાર્થમાં જ) હોય; અતસ્વરૂપમાં ( અર્થાત્ જેમની સત્તા-સત્વ) ભિન્ન ભિન્ન છે એવા પદાર્થોમાં) ન જ હોય.
જ્યાં વ્યાપ્યવ્યાપકભાવ હોય ત્યાં જ કર્તા-કર્મભાવ હોય; વ્યાપ્યવ્યાપકભાવ વિના કર્તા-કર્મભાવ ન હોય. આવું જે જાણે તે પુદ્ગલને અને આત્માને કર્તા-કર્મભાવ નથી એમ જાણે છે. આમ જાણતાં તે જ્ઞાની થાય છે, કર્તા-કર્મભાવરહિત થાય છે અને જ્ઞાતાદરા-જગતનો સાક્ષીભૂત થાય છે.
(શ્રી સમયસાર –કલશ ૪૯ ભાવાર્થ) વ્યાયવ્યાપકભાવ કે કર્તા-કર્મભાવ એક જ પદાર્થમાં લાગુ પડે છે; ભિન્ન ભિન્ન પદાર્થોમાં તે લાગુ પડી શકતો નથી.
ખરેખર કોઈ બીજાનું ભલું બૂરું કરી શકે, કર્મ જીવને સંસારમાં રખડાવે, વગેરે માનવું તે અજ્ઞાનતા છે.
નિમિત્ત વિના કાર્ય થાય નહિ, નિમિત્ત પામીને કાર્ય થાય, એ કથનો વ્યવહારનયનાં છે. તેને નિશ્ચયનયનું કથન માનવું તે પણ અજ્ઞાનતા છે. પ્ર. ૩૬૪-જીવના વિકારી પરિણામ અને પુલના વિકારી
પરિણામ (કર્મ) ને પરસ્પર કર્તા-કર્મપણું છે? ઉ. ના; કારણ કે૧. “જીવ કર્મના ગુણોને કરતો નથી. તેમજ કર્મ, જીવના
ગુણોને કરતું નથી, પરંતુ પરસ્પર નિમિત્તથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #167
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨૮) બન્નેના પરિણામ જાણો. આ કારણે આત્મા પોતાના જ ભાવથી કર્તા છે. પરંતુ પુદ્ગલકર્મથી કરવામાં આવેલા સર્વ ભાવોનો કર્તા નથી.” (શ્રી સમયસાર ગાથા-૮૦-૮૧-૮૨)
જેમ માટી વડે ઘડો કરાય છે તેમ પોતાના ભાવ વડે પોતાનો ભાવ કરાતો હોવાથી, જીવ પોતાના ભાવોનો કર્તા કદાચિત્ છે, પરંતુ જેમ માટી વડે કપડું કરી શકાતું નથી, તેમ પોતાના ભાવ વડ પરભાવનું કરાવું અશકય હોવાથી (જીવ) પુદ્ગલભાવોનો કર્તા તો કદી પણ નથી એ નિશ્ચય
(શ્રી સમયસાર ગા. ૮૦ થી ૮૨ ની ટીકા) ૩. “...... સંસાર અને નિઃસંસાર અવસ્થાઓને
પુદ્ગલકર્મના વિપાકનો સંભવ અને અસંભવ નિમિત્ત હોવા છતાં પણ પુદ્ગલકર્મને અને જીવને વ્યાય-વ્યાપકભાવના અભાવને લીધે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી, જીવ જ પોતે અંતર્થાપક થઈને સંસાર અથવા નિઃસંસાર અવસ્થાને વિષે આદિમધ્ય-અંતમાં વ્યાપીને સસંસાર અથવા નિઃસંસાર એવા પોતાને કરતો થકો પોતાને એકને જ કરતો પ્રતિભાસો પરંતુ અન્યને કરતો ન પ્રતિભાસો”
(શ્રી સમયસાર ગાથા ૮૩ ની ટીકા).
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #168
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨૯) ૪. “આત્મા પોતાના જ પરિણામને કરતો પ્રતિભાસો;
પુદ્ગલના પરિણામને કરતો તો કદી ન પ્રતિભાસો. આત્માની અને પુદગલની–બન્નેની ક્રિયા એક આત્મા જ કરે છે એમ માનનારા મિથ્યાષ્ટિ છે. જડચેતનની એક ક્રિયા હોય તો સર્વ દ્રવ્યો પલટી જવાથી સર્વનો લોપ થઈ જાય એ મોટો દોષ ઉપજે.”
(શ્રી સમયસાર ગા. ૮૬ નો ભાવાર્થ) ૫. “.......માટે જીવના પરિણામને, પોતાના પરિણામને
અને પોતાના પરિણામના ફળને નહિ જાણતું એવું પુદ્ગલદ્રવ્ય.. પરદ્રવ્ય પરિણામ સ્વરૂપે કર્મ, તેને નહિ કરતું હોવાથી, તે પુદ્ગલદ્રવ્યને જીવ સાથે કર્તાકર્મભાવ નથી.”
(શ્રી સમયસાર ગા. ૭૯ ની ટીકા) ૬ “.......... કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યનું કર્તા છે જ નહિ,
પણ સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવરૂપ પરિણમે છે. માત્ર આ જીવ વ્યર્થ કષાયભાવ કરી વ્યાકુળ થાય છે. વળી કદાચિત્ પોતે ઇચ્છે તેમ જ પદાર્થ પરિણમે તોપણ તે પોતાનો પરિણમાવ્યો તો પરિણમ્યો નથી, પણ જેમ ચાલતા ગાડાને બાળક ધકેલી એમ માને કે “આ ગાડાને હું ચલાવું છું.” એ પ્રમાણે તે અસત્ય માને છે.”
(શ્રી મોક્ષમાર્ગપ્રકાશક-અધિકાર ચોથો-પાનું ૯૨) આ ઉપરથી સિદ્ધ થાય છે કે જીવના ભાવનું પરિણમન અને પૌલિક કર્મનું પરિણમન એક બીજાથી નિરપેક્ષ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #169
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩૦) સ્વતંત્ર છે. તેથી જીવમાં રાગાદિ ભાવો ખરેખર દ્રવ્યકર્મના ઉદયના કારણે થાય છે, જીવ ખરેખર દ્રવ્યકર્મને કરે છે અને તેના ફલને ભોગવે છે, વગેરે માન્યતા તે વિપરીત માન્યતા છે. જીવના રાગાદિ ભાવના કારણે કર્મ આવ્યાં અને કર્મનો ઉદય આવ્યો એટલે જીવમાં રાગાદિ ભાવ થયો-એમ છે જ નહિ. જીવના ભાવકર્મ અને દ્રવ્યકર્મ વચ્ચે ફક્ત નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, કર્તા-કર્મભાવ નથી, કારણ કે બન્ને વચ્ચે અત્યંતાભાવ છે. પ્ર. ૩૬પ-એક દ્રવ્યના (દ્રવ્યના પર્યાયના) બે કર્તા હોઈ શકે ? ઉ. ના; કારણ કે-દરેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર છે; તે કોઈ
પદ્રવ્ય કે નિમિત્તની મદદની અપેક્ષા રાખતું નથી. તે સ્વયં
કાર્યરૂપે પરિણમે છે. १. “ यः परिणमतिः स कर्ता यः परिणामो भवेतु तत्कर्म। ___ या परिणतिः क्रिया सा त्रयमपि भिन्नं न वस्तुतया।। ५१।।
અર્થ- જે પરિણમે છે તે કર્તા છે, (પરિણમનારનું) જે પરિણામ તે કર્મ છે અને જે પરિણતિ છે તે ક્રિયા છે, એ ત્રણેય વસ્તુપણે ભિન્ન નથી.”
[કર્તા, કર્મ અને ક્રિયા-એ ત્રણેય દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે, પ્રદેશભેદરૂપ જુદી વસ્તુઓ નથી.]
(શ્રી સમયસાર ગા. ૮૬, કલશ-૧૧) ૨. “: પરિમિતિ સવા પરિણામો નીયતે સર્વસ્યા एकस्य परिणतिः स्यादनेकमप्येकमेव यतः।। ५२।।
અર્થ:- વસ્તુ એક જ સદા પરિણમે છે, એકનાં જ સદા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #170
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩૧). પરિણામ થાય છે અર્થાત્ એક અવસ્થાથી અન્ય અવસ્થા એકની જ થાય છે) અને એકની જ પરિણતિ–ક્રિયા થાય છે. કારણ કે અનેક રૂપ થવા છતાં એક જ વસ્તુ છે, ભેદ નથી”
(શ્રી સમયસાર, કલશ-પર) ३. नौभौ परिणमतः खलु परिणामो नोभयो: प्रजायेत। उभयो न परिणति: स्याद्यदनेकमनेकमेव सदा।। ५३।।
અર્થ- બે દ્રવ્યો એક થઈને પરિણમતાં નથી, બે દ્રવ્યોનું એક પરિણમન થતું નથી અને બે દ્રવ્યોની એક પરિણતિ-ક્રિયા થતી નથી; કારણ કે અનેક દ્રવ્યો છે તે સદા અનેક જ છે (પલટીને એક થઈ જતાં નથી.) *
(શ્રી સમયસાર-કલશ પ૩) ४ नैकस्य हि कर्तारौ द्वौ स्तो द्वे कर्मणी न चैकस्य। ___ नैकस्य च क्रिये द्वे एकमनेकं यतो न स्यात्।। ५४।।
અર્થ - એક દ્રવ્યના બે કર્તા ન હોય, વળી એક દ્રવ્યનાં બે કર્મ ન હોય અને એક દ્રવ્યની બે ક્રિયા ન હોય; કારણ કે એક દ્રવ્ય અનેક દ્રવ્યરૂપ થાય નહિ.
(શ્રી સમયસાર, કલશ-પ૪ ) આથી સમજવું કે જીવ શરીરાદિ પરની ક્રિયા કરી શકે નહિ; નિમિત્તથી ખરેખર કાર્ય થાય એમ માનવું તે એક ભ્રમ છે, કારણ કે એક કાર્યના બે કર્તા હોઈ શકે નહિ. પ્ર. ૩૬૬–આત્મા શાનો કર્તા છે? ઉ. આત્મા પોતાના પરિણામનો જ શુભ, અશુભ કે શુદ્ધ
ભાવોનો જ-કર્તા છે, પણ જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ અને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #171
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩૨). શરીરાદિ નોકર્મનો કદી પણ કર્તા છે જ નહિ; કારણ કે - १. “ अज्ञानं ज्ञानमप्येवं कुर्वन्नात्मानमंजसा।
ચાર્વર્તાત્માત્મમાવસ્ય પરમાવસ્થ ન વિતા દ્દશા” અર્થ- આ રીતે ખરેખર પોતાને અજ્ઞાનરૂપ કે જ્ઞાનરૂપ કરતો આત્મા પોતાના જ ભાવનો કર્તા છે; પરભાવનો (પુદ્ગલ ભાવોનો) કર્તા તો કદી નથી.
(શ્રી સમયસાર કલશ-૬૧) २ आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत् करोति किं।
परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम्।।६२।।
અર્થ- આત્મા જ્ઞાનસ્વરૂપ છે, પોતે જ્ઞાન જ છે, તે જ્ઞાન સિવાય (જાણવા સિવાય) બીજાં શું કરે? આત્મા પરભાવનો કર્તા છે એમ માનવું (તથા કહેવું છે તે વ્યવહારી જીવોનો મોહ (અજ્ઞાન) છે.
(શ્રી સમયસાર-કલશ ૬૨) ૩. “પ્રથમ તો આત્માનો પરિણામ ખરેખર પોતે આત્મા જ છે, કારણ કે પરિણામી પરિણામના સ્વરૂપનો કરનાર હોવાને લીધે પરિણામથી અનન્ય છે; અને જે તેનો (આત્માનો) તથાવિધ પરિણામ છે તે જીવમયી જ ક્રિયા છે.......અને વળી જે (જીવમયી) ક્રિયા છે તે આત્માવડ સ્વતંત્રપણે પ્રાપ્ય હોવાથી કર્મ છે, માટે પરમાર્થથી આત્મા પોતાના પરિણામસ્વરૂપ એવા તે ભાવકર્મનો જ કર્તા છે, પરંતુ પુદ્ગલપરિણામસ્વરૂપ દ્રવ્યકર્મનો નહિ.”
( શ્રી પ્રવચનસાર-ગાથા ૧રરની ટીકા)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #172
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩૩) ૪. “વ્યવહારનયથી (લોકો) માને છે કે જગતમાં આત્મા, ઘડો, કપડું, રથ, ઈત્યાદિ વસ્તુઓને, વળી ઈન્દ્રિયોને, અનેક પ્રકારનાં ક્રોધાદિ દ્રવ્યકર્મોને અને શરીરાદિ નોકર્મોને કરે છે.” (શ્રી સમયસાર ગાથા ૯૮) પણ આવું માનવું તે વ્યવહારી જીવોનો વ્યામોહ (ભ્રાંતિ-અજ્ઞાન) છે, કારણ કે
જો નિશ્ચયથી આ આત્મા પરદ્રવ્યસ્વરૂપ કર્મને કરે તો પરિણામ-પરિણામીપણું બીજી કોઈ રીતે બની શકતું નહિ હોવાથી, તે (આત્મા) નિયમથી તન્મય (પદ્રવ્યમય) થઈ જાય; પરંતુ તે તન્મય તો નથી, કારણ કે કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યમય થઈ જાય તો તે દ્રવ્યના નાશની આપત્તિ (દોષ) આવે; માટે આત્મા વ્યાપ્ય-વ્યાપકભાવથી પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા નથી.” (શ્રી સમયસારગાથા-૯૯ ટીકા)
યોગ એટલે તમન-વચન-કાયના નિમિત્તથી) આત્મપ્રદેશોનું ચલન અને ઉપયોગ એટલે જ્ઞાનનું કષાયો સાથે ઉપયુક્ત થવું-જોડાવું. આ યોગ અને ઉપયોગ ઘટાદિક તથા ક્રોધાદિકને નિમિત્ત છે તેથી તેમને તો ઘટાદિક તથા ક્રોધાદિકના નિમિત્તકર્તા કહેવાય, પરંતુ આત્માને તેમનો કર્તા ન કહેવાય. આત્માને સંસાર-અવસ્થામાં અજ્ઞાનથી માત્ર યોગ-ઉપયોગનો કર્તા કહી શકાય.
તાત્પર્ય એ છે કે - “દ્રવ્યદૃષ્ટિથી તો કોઈ દ્રવ્ય અન્ય કોઈ દ્રવ્યનું કર્તા નથી, પરંતુ પર્યાયદષ્ટિથી કોઈ દ્રવ્યનો પર્યાય કોઈ વખતે કોઈ અન્ય દ્રવ્યના પર્યાયને નિમિત્ત થાય છે, તેથી આ અપેક્ષાએ એક દ્રવ્યનાં પરિણામ અન્ય દ્રવ્યનાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #173
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩૪ ) પરિણામનાં નિમિત્તકર્તા કહેવાય છે. પરમાર્થ દ્રવ્ય પોતાના જ પરિણામનું કર્તા છે, અન્યના પરિણામનું અન્ય દ્રવ્ય કર્તા નથી.”
(શ્રી સમયસાર ગાથા ૧૦૦નો ભાવાર્થ) જે આવી રીતે આત્માનું સ્વરૂપ સમજે છે તેને સંયોગની પૃથકતા, વિભાવની વિપરીતતા અને સ્વભાવના સામર્થ્યનું ભાન હોવાથી સ્વસમ્મુખતા પ્રાપ્ત થાય છે.
જે પુરુષ એ રીતે “કર્તા, કરણ, કર્મ અને કર્મફળ આત્મા જ છે”—એમ નિશ્ચય કરીને ખરેખર પરદ્રવ્યરૂપે પરિણમતો નથી, તે જ પુરુષ, પરદ્રવ્ય સાથે સંપર્ક જેને અટકી ગયો છે અને દ્રવ્યની અંદર પર્યાયો જેને પ્રલીન થયા છે એવા શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરે છે; પરંતુ અન્ય કોઈ (પુરુષ) એવા શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરતો નથી.”
( શ્રી પ્રવચનસાર ગાથા ૧ર૬ ટીકા) પ્ર. ૩૬૭-જીવ વિકાર સ્વતંત્રપણે કરે છે કે કેમ? ઉ. હા; કારણ કે -
૧. “ બંધાયેલાં દ્રવ્યકર્મોનું *નિમિત્ત પામી જીવ પોતાની અશુદ્ધ ચૈતન્યશક્તિ દ્વારા રાગાદિ ભાવોનો (વિકારોનો) કર્તા બને છે, ત્યારે (તે જ સમયે) પુદ્ગલદ્રવ્ય, રાગાદિ ભાવોનું * નિમિત્ત પામીને પોતાની શક્તિથી
* ઉપાદાનથી થતું આ કાર્ય વિકારી છે, સ્વભાવભાવ નથી; પણ અવસ્તુભાવ છે-એમ બતાવવા તથા નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે “નિમિત્ત પામીને” (એ) શબ્દ વાપરવામાં આવે છે.
(જુઓ–હિન્દી આત્માવલોકન-પૃષ્ઠ ૫૫)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #174
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩૫) (પોતાના ઉપાદાન કારણથી) અષ્ટકર્મરૂપ ભાવને પ્રાપ્ત કરે છે.
“જેમ ચંદ્ર વા સૂર્યના પ્રકાશનું નિમિત્ત પામી સંધ્યાના સમયે આકાશમાં અનેક વર્ણ, વાદળ, ઇન્દ્રધનુષ, મંડલાદિક નાના પ્રકારના પુદ્ગલસ્કંધો, બીજા કોઈ કર્તાની અપેક્ષા રાખ્યા સિવાય (એટલે કે પોતાની શક્તિથી) જ અનેક પ્રકારે થઈ પરિણમે છે, તેમ જ જીવદ્રવ્યના અશુદ્ધ ચેતનાત્મક ભાવોનું નિમિત્ત પામી પુદ્ગલવર્ગણાઓ પોતાની જ શક્તિથી જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારે કર્મદશારૂપ થઈ પરિણમે છે.”
(શ્રી પંચાસ્તિકાય ગાથા-૬૬ની હિંદી ટીકા) ૨. બંધપ્રકરણવશાત્ અશુદ્ધ નિશ્ચયનયથી, જીવના રાગાદિ વિભાવ-પરિણામને પણ (જીવન) સ્વભાવ કહેવામાં આવ્યો છે.
(જુઓ, પંચાસ્તિકાય-ગાથા ૬પની
શ્રી જયસેનાચાર્યકૃત સં. ટીકા) ૩. “જો કે નિશ્ચયથી પોતાના નિજરસથી જ સર્વ વસ્તુઓનું, પોતાના સ્વભાવભૂત એવા સ્વરૂપ-પરિણમનમાં સમર્થપણું છે, તોપણ (આત્માને) અનાદિથી અજવસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણું હોવાથી, આત્માના ઉપયોગનો મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ-એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર છે...” (શ્રી સમયસાર ગાથા ૮૯ ની ટીકા)
૪. “આત્માને રાગાદિક ઉપજે છે તે પોતાનાં જ અશુદ્ધ પરિણામ છે. નિશ્ચયનયથી વિચારવામાં આવે તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #175
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩૬ ) અન્ય દ્રવ્ય રાગાદિકનું ઉપજાવનાર નથી; અન્ય દ્રવ્ય તેમનું નિમિત્તમાત્ર છે, કારણ કે અન્ય દ્રવ્યને અન્ય દ્રવ્ય-ગુણ-પર્યાય ઉપજાવતું નથી એ નિયમ છે જેઓ એમ માને છે–એવો એકાંત કરે છે-કે “પદ્રવ્ય જ મને રાગાદિક ઉપજાવે છે, તેઓ નયવિભાગને સમજ્યા નથી, મિથ્યાષ્ટિ છે. એ રાગાદિક જીવના સત્વમાં ઉપજે છે, પરદ્રવ્ય તો નિમિત્ત માત્ર છે-એમ માનવું તે સમ્યજ્ઞાન છે.”
(શ્રી સમયસાર ગાથા-૩૭ર ભાવાર્થ) ૫. .. પરમાર્થથી આત્મા પોતાના પરિણામ સ્વરૂપ એવા તે ભાવકર્મનો જ કર્તા છે. x x પરમાર્થથી પુદ્ગલ પોતાના પરિણામસ્વરૂપ એવા તે દ્રવ્યકર્મનું જ કર્તા છે, પરંતુ આત્માના કર્મસ્વરૂપ ભાવકર્મનું નહિ.”
(જાઓ પ્રવચનસાર ગા. ૧૨૨ ની ટીકા.) ૬. “..... જ્યાં સુધી સ્વરૂપનું ભેદજ્ઞાન ન હોય ત્યાં સુધી તો તેને રાગાદિકનો-પોતાના ચેતનરૂપ ભાવકર્મોનો-કર્તા માનો, અને ભેદવિજ્ઞાન થયા પછી શુદ્ધ વિજ્ઞાનઘન, સમસ્ત કર્તાપણાના ભાવથી રહિત, એક જ્ઞાતા જ માનો, આમ એક જ આત્મામાં કર્તાપણું તથા અકર્તાપણું એ બન્ને ભાવો વિપક્ષાવશ સિદ્ધ થાય છે. આવો સ્યાદવાદ મત જૈનોનો છે.....આવું (સ્યાદવાદ અનુસાર) માનવાથી પુરુષને સંસાર-મોક્ષ આદિની સિદ્ધિ થાય છે; સર્વથા એકાન્ત માનવાથી સર્વ નિશ્ચય વ્યવહારનો લોપ થાય છે.”
(શ્રી સમયસાર કલશ ૨૦૫ નો ભાવાર્થ )
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #176
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩૭) ૭ “જીવ આ વિકારો પોતાના દોષથી કરે છે તેથી તે સ્વકૃત છે, પણ તે સ્વભાવદષ્ટિના પુરુષાર્થ વડે પોતામાંથી ટાળી શકાય છે....... અશુદ્ધ નિશ્ચયનયથી તે સ્વકૃત છે અને ટાળી શકાય છે માટે નિશ્ચયનયથી તે પરકૃત છે ... પણ તે પરકૃતાદિ થઈ જતા નથી, માત્ર પોતામાંથી તે ટાળી શકાય છે એટલું જ તે દર્શાવે છે”
(પંચાધ્યાયી ગુજરાતી ઉત્તરાદ્ધ ગા. ૭ર નો ભાવાર્થ)
પંચાધ્યાયી ઉત્તરાદ્ધમાં” આ વિકારી ભાવને ગા. ૭૬માં તગુણાકૃતિ” કહેલ છે, ગા. ૧૦પમાં “તગુણાકારસંક્રાંતિ કહેલ છે, ગા. ૧૩૮માં “પરગુણાકાર-સ્વ ગુણમ્યુતિ કહેલ છે, તથા ગા. ૨૪૨ માં “સ્વસ્વરૂપચ્યત” કહેલ છે. વળી તે પર્યાયમાં પોતાનો જ દોષ છે, બીજા કોઈનો તેમાં જરાપણ હાથ કે દોષ નથી-એમ જણાવવા તેને ગા. ૬૦ અને ૭૬ માં
જીવ પોતે અપરાધવાન છે” એમ કહ્યું છે. માટે પરદ્રવ્ય કે કર્મનો ઉદય, જીવમાં વિકાર કરે-કરાવે છે એમ માનવું મિથ્યા છે. નિમિત્ત કારણ છે તે ઉપચરિત કારણ છે પણ વાસ્તવિક કારણ નથી, તેથી તેને ગા. ૩૫૧ માં “મહેતુવત'-“અકારણ સમાન” કહ્યું છે.
(પંચાધ્યાયી ઉતરાદ્ધ-ગુજ. અનુ ગા. ૭રનો ભાવાર્થ)
૮. વિકાર તે આત્મદ્રવ્યનો ત્રિકાળી સ્વભાવ નથી, પણ ક્ષણિક યોગ્યતારૂપ પર્યાયસ્વભાવ છે, તે ઉદયભાવ હોવાથી પર્યાય અપેક્ષાએ જીવનું સ્વતત્ત્વ છે.
જડ કર્મની સાથે જીવને અનાદિનો સંબંધ છે અને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #177
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩૮) જીવ તેને વશ થાય છે. તેથી વિકાર થાય છે, પણ કર્મના કારણે વિકારભાવ થતો નથી એમ પણ ઔદયિકભાવ સાબિત કરે છે.” (જાઓ મોક્ષશાસ્ત્ર ગુજરાતી બીજી આવૃત્તિ પૃ. ૨૦૮)
કોઈ નિમિત્ત વિકાર કરાવતું નથી, પણ જીવ પોતે નિમિત્તાધીન થઈને વિકાર કરે છે. જીવ જ્યારે પારિણામિકભાવરૂપ પોતાના સ્વભાવ તરફનું લક્ષ કરી સ્વાધીનપણું પ્રગટ કરે છે ત્યારે નિમિત્તાધીનપણું ટળી શુદ્ધતા પ્રગટે છે-એમ ઔપશમિકભાવ, સાધકદશાનો ક્ષાયોપથમિકભાવ અને ક્ષાયિકભાવ એ ત્રણે સાબિત કરે છે. (જાઓ, મોક્ષશાસ્ત્ર ગુજરાતી, બીજી આવૃત્તિ અધ્યાય
૨, સૂત્ર ૧ ની ટીકા-પૃ. ૨૦૯ ). ૯. બંધનું સંક્ષેપ સ્વરૂપ એવું છે કે
“રાગપરિણામ જ આત્માનું કાર્ય છે, તે જ પુણ્યપાપરૂપ દ્વત છે, રાગપરિણામનો જ આત્મા કર્તા છે, તેને ગ્રહનાર અને છોડનાર છે-આ, શુદ્ધદ્રવ્યના નિરૂપણસ્વરૂપ નિશ્ચયનય છે.....” (પ્રવચનસાર ગાથા, ૧૮૯ ની ટીકા)
૧૦. “મનુષ્યાદિ પર્યાયોમાં, કર્મ કાંઈ જીવના સ્વભાવને હણતું કે આચ્છાદિત કરતું નથી, પરંતુ ત્યાં જીવ પોતે જ પોતાના દોષથી કર્મ અનુસાર પરિણમે છે, તેથી તેને પોતાના સ્વભાવની ઉપલબ્ધિ નથી. જેમ પાણીનું પૂર પ્રદેશની અપેક્ષાએ વૃક્ષરૂપે પરિણમતું થયું પોતાના પ્રવાહીપણારૂપ સ્વભાવને ઉપલબ્ધ કરતું-અનુભવતું નથી, અને સ્વાદની અપેક્ષાએ વૃક્ષોરૂપે પરિણમતું થયું પોતાના સ્વાદિષ્ટપણારૂપ સ્વભાવને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #178
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩૯ ) ઉપલબ્ધ કરતું નથી, તેમ આત્મા પણ પ્રદેશની અપેક્ષાએ સ્વકર્મ અનુસાર પરિણમતો થકો પોતાના અમૂર્તપણારૂપ સ્વભાવને ઉપલબ્ધ કરતો નથી અને ભાવની અપેક્ષાએ સ્વકર્મરૂપે પરિણમતો થકો ઉપરાગ વિનાની વિશુદ્ધિવાળાપણારૂપ પોતાના સ્વભાવને ઉપલબ્ધ કરતો નથી. આથી એમ નિર્ધાર થાય છે કે મનુષ્યાદિ પર્યાયોમાં જીવોને પોતાના જ દોષથી પોતાના સ્વભાવની અનુપલબ્ધિ છે, કર્માદિક બીજા કોઈ કારણથી નહિ. “કર્મ જીવના સ્વભાવનો પરાભવ કરે છે” એમ કહેવું તે તો ઉપચારકથન છે, પરમાર્થે એમ નથી.”
(શ્રી પ્રવચનસાર-ગાથા ૧૧૮નો ભાવાર્થ) પ્ર. ૩૬૮-વિકારભાવ અહેતુક છે કે સહેતુક? ઉ. નિશ્ચયથી વિકારીભાવ અહેતુક છે, કેમકે દરેક દ્રવ્ય પોતાનું
પરિણમન સ્વતંત્રપણે કરે છે, પણ વિકારી પર્યાય વખતે નિમિત્તનો આશ્રય હોય છે તેથી વ્યવહારનયે તે સહેતુક છે.
.... પરમાર્થે અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યના ભાવનું કર્તા હોય નહિ, તેથી જે ચેતનના ભાવો છે તેમનો કર્તા ચેતન જ હોય. આ જીવને અજ્ઞાનથી જે મિથ્યાત્વાદિ ભાવરૂપ પરિણામો છે તે ચેતન છે, જડ નથી; અશુદ્ધનિશ્ચય નથી તેમને ચિદાભાસ પણ કહેવામાં આવે છે. એ રીતે તે પરિણામો ચેતન હોવાથી, તેમનો કર્તા પણ ચેતન જ છે; કારણ કે ચેતનકર્મનો કર્તા ચેતન જ હોય-એ પરમાર્થ છે, અભેદદષ્ટિમાં તો જીવ શુદ્ધચેતનામાત્ર જ છે, પરંતુ જ્યારે તે કર્મના નિમિત્તે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #179
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૪૦) પરિણમે છે. ત્યારે તે તે પરિણામોથી યુક્ત તે થાય છે અને ત્યારે પરિણામ-પરિણામીની ભેદદષ્ટિમાં પોતાના અજ્ઞાનભાવ રૂપ પરિણામોનો કર્તા જીવ જ છે. અભેદદષ્ટિમાં તો કર્તાકર્મભાવ જ નથી. શુદ્ધ ચેતનામાત્ર જીવ વસ્તુ છે...........”
(શ્રી સમયસાર ગા. ૩૨૮ થી ૩૩૧ નો ભાવાર્થ) (વધુ ખુલાસા માટે જુઓ આગળના પ્રશ્નનો ઉત૨)
વળી બીજી રીતે જોતાં આત્મા સ્વતંત્રપણે વિકાર કરતો હોવાથી તે પોતાનો હેતુ છે, તેથી તે અપેક્ષાએ સહેતુક છે, અને પર તેનો ખરો હેતુ નથી, તેથી તે અપેક્ષાએ અહેતુક છે. પ્ર. ૩૬૯-એક જીવ બીજા જીવનો ઘાત કરી શકે ? ઉ. ના; કારણ કે
૧. અસ્તિત્વગુણના કારણે કોઈ જીવ કે પદાર્થનો કદી નાશ થતો નથી; તેથી કોઈ કોઈને મારી કે જીવાડી શકે નહિ.
૨. સંયોગરૂપ જડ શરીર પણ સ્વતંત્ર પુદ્ગલ દ્રવ્ય-છે, તેનો પણ કોઈ નાશ કરી શકે નહિ.
૩. શરીરનો વિયોગ થાય તેનો વ્યવહારે ઘાત (નાશ) કહેવાય. જીવ અને શરીરનો વિયોગ પોતપોતાની યોગ્યતાથી થાય છે, તેમાં આયુકર્મ પૂરું થયું તે નિમિત્ત છે.
૪. ઘાત કરનાર જીવ બીજાને ઘાત કરવાનો કપાયભાવ કરી પોતાના શુદ્ધ ચૈતન્યભાવનો જ ફકત ઘાત કરી શકે, બીજાં કંઈ કરી શકે નહિ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #180
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૪૧) ૫. પરમાર્થે કોઈ દ્રવ્ય કોઈનું કર્તા-હર્તા થઈ શકતું
નથી
(પ્રવચનસાર ગા. ૧૬ ભાવાર્થ) ૬. જગતમાં છએ દ્રવ્યો નિત્ય ટકીને પ્રત્યેક સમયે પોતાની અવસ્થાનો ઉત્પાદ વ્યય કર્યા કરે છે; એમ અનંત જડ-ચેતન દ્રવ્યો એક બીજાથી સ્વતંત્ર છે; માટે ખરેખર કોઈનો નાશ થતો નથી, કોઈ નવાં ઉત્પન્ન થતાં નથી. તેમજ બીજા તેની રક્ષા કરી શકતા નથી; અર્થાત્ આ જગતમાં કોઈ પરને ઉપજાવવાવાળો, રક્ષા કરવાવાળો કે વિનાશ કરવાવાળો છે જ નહિ .
૭. “ જીવ પર જીવોને દુ:ખી–સુખી આદિ કરવાની બુદ્ધિ કરે છે. પરંતુ પર જીવો તો પોતાના કર્યા દુઃખી-સુખી થતાં નથી; તેથી તે બુદ્ધિ નિરર્થક હોવાથી મિથ્યા છે–ખોટી
(શ્રી સમયસાર ગા. ર૬૬ ભાવાર્થ) પ્ર. ૩૭૦-રોગના કારણે દુ:ખ અને તેના અભાવે સુખ થાય
છે- એવી માન્યતામાં સત્યાસત્યપણું શું છે? ઉ. રોગ શરીરની અવસ્થા છે, શરીર તો પુદ્ગલ જડ છે. તેને સુખ-દુઃખ હોય નહિ. જીવ પોતાની અજ્ઞાનતાથી શરીરમાં એકત્વબુદ્ધિ ન કરે તો તેને સુખ-દુઃખની લાગણી ન ઉદભવે.
જ્ઞાની, શરીરની રોગગ્રસ્ત દશાના કારણે પોતાને જરાય દુઃખ થયું માનતો નથી. તેને પોતાની સહનશક્તિની નબળાઈથી અલ્પ દુઃખ થાય છે, પણ તે ગૌણ છે, કારણ કે
છે. )
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #181
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૪૨) તે દુ:ખનો સ્વામી થતો નથી. તેને પોતાના ધ્રુવસ્વભાવની દષ્ટિના બળે રાગદ્વેષ ટળતો જાય છે, અને જેમ જેમ કષાયનો અભાવ થતો જાય છે તેમ તેમ તેને સુખનો અનુભવ નિરંતર વર્તતો રહે છે.
....સુખી-દુઃખી થવું ઇચ્છાના અનુસાર જાણવું, પણ બાહ્ય કારણોને આધીન નથી ઇચ્છા થાય છે તે મિથ્યાત્વ, અજ્ઞાન અને અસંયમથી થાય છે તથા ઈચ્છમાત્ર આકુળતામય છે. અને આકુળતા એ જ દુ:ખ છે....મોહના સર્વથા અભાવથી
જ્યારે ઇચ્છાનો સર્વથા અભાવ થાય ત્યારે સર્વ દુઃખ મટી સત્ય સુખ પ્રગટે.”
(ાઓ મોક્ષમાર્ગપ્રકાશક-ગુ. આ. ૭૫-૭૬ ) પ્ર. ૩૭૧-શું કર્મના ઉદય પ્રમાણે જીવ વિકાર કરે છે? ઉ. ના; કારણ કે -
૧. “મોહકર્મનો વિપાક થતાં જીવ જે પ્રકારનો વિકાર કરે તે પ્રકારે જીવે ફળ ભોગવ્યું કહેવાય છે. તેનો અર્થ એટલો છે કે જીવને વિકાર કરવામાં મોહકર્મનો વિપાક નિમિત્ત છે. કર્મનો વિપાક કર્મમાં થાય, જીવમાં થાય નહિ. જીવને પોતાના વિભાવભાવનો અનુભવ થાય તે જીવનો વિપાક-અનુભવ છે.
(ગુ. મોક્ષશાસ્ત્રઅ. ૮, સૂ. ૨૧ની ટીકા) ૨. ““ઔદયિકભાવમાં સર્વ ઔદયિકભાવો બંધનું કારણ છે એમ ન સમજવું, પણ માત્ર મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગ-એ ચાર ભાવો બંધનું કારણ છે એમ સમજવું,
( શ્રી ધવલા પુસ્તક ૭, પા. ૯-૧૦).
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #182
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૪૩) ૩. “કૌથિી ભાવ: વંધારણમ્'-તેનો અર્થ એટલો જ છે કે જો જીવ મોહના ઉદયમાં જોડાય તો બંધ થાય. દ્રવ્યમોહનો ઉદય હોવા છતાં જો જીવ શુદ્ધાત્મભાવનાના બળ વડે ભાવમોહરૂપે ન પરિણમે તો બંધ થતો નથી. જો જીવને કર્મના ઉદય માત્રથી બંધ થતો હોય તો સંસારની સર્વદા કર્મના ઉદયથી વિદ્યમાનતાથી સર્વદા બંધ જ થાય, કદી મોક્ષ ન જ થાય; માટે એમ સમજવું કે કર્મનો ઉદય બંધનું કારણ નથી, પણ જીવનું ભાવમોહરૂપે પરિણમન થવું તે બંધનું કારણ છે. (હિંદી પ્રવચનસાર પાં. ૫૮-૫૯ શ્રી જયસેનાચાર્યકૃત
ગાથા ૪૫ નીચેની ટીકા) ४. तेषां जीवगतरागादिभावप्रत्ययानामभावे, द्रव्यप्रत्येषु विद्यमानेष्वपि, सर्वेष्टानिष्टविषयममत्वाभावपरिणता जीवा न बध्यन्त इति। तथाहि-यदि जीवगतरागाद्यभावेडपि द्रव्यप्रत्ययोदयमात्रेण बंधो भवति तर्हि सर्वदैव बन्ध एव। कस्मात्। संसारिणां सर्वदैव कर्मोदयस्य विद्यमानत्वादिति।”
અર્થ- દ્રવ્યાગ્નવ વિદ્યમાન હોવા છતાં, જીવના રાગાદિ ભાવગ્નવના અભાવે, સર્વ ઈષ્ટ-અનિષ્ટ વિષયોમાં મમત્વભાવે નહિ પરિણમતા જીવો બંધાતા નથી; વળી જો જીવને રાગાદિનો અભાવ છતાં દ્રવ્યાસવના ઉદયમાત્રથી બંધ થાય તો સંસારી જીવોને, સર્વદા જ કર્મોનો ઉદય હોવાથી સર્વદા બંધ જ થાય. (શ્રી પંચાસ્તિકાય ગા. ૧૪૯ની શ્રી જયસેનાચાર્યકૃત ટીકા)
૫. “.. જ્ઞાનીને જો પૂર્વબદ્ધ દ્રવ્યપ્રત્યયો વિદ્યમાન છે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #183
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૪૪) તો ભલે હો; તથાપિ તે (જ્ઞાની) તો નિરાસવ જ છે, કારણ કે કર્મોદયનું કાર્ય જે રાગદ્વેષમોહરૂપ આસ્રવભાવ તેના અભાવમાં દ્રવ્ય- પ્રત્યયો બંધનાં કારણ નથી. (જેમ પુરુષને રાગભાવ હોય તો જ જુવાની પામેલી સ્ત્રી તેને વશ કરી શકે છે, તેમ જીવને આસ્રવભાવ હોય તો જ ઉદયપ્રાપ્ત દ્રવ્ય-પ્રત્યયો નવો બંધ કરી શકે છે.”
(શ્રી સમયસાર ગા. ૧૭૩ થી ૧૭૬ ની ટીકા) ૬. આથી સિદ્ધ થાય છે કે કર્મોદય જીવને વિકાર કરાવે અર્થાત્ કર્મનો જેવો ઉદય આવે તે પ્રમાણે જીવને વિકાર કરવો પડે એમ નથી. જીવ પોતાની અજ્ઞાનતાવશ કર્મોદયમાં જોડાય તો જ તે કર્મોદય પોતાના વિકારને નિમિત્તભૂત કહેવાય; પણ જો તે પોતાના આત્મસ્વરૂપમાં સ્થિર થઈ કર્મોદયમાં ન જોડાય તો તે કર્મોદય તેનામાં વિકારનું નિમિત્ત થાય નહિ અને તેથી કર્મના નવા બંધનું નિમિત્તકારણ બને નહિ, પણ તે નિર્જરાનું કારણ બને.
૭. “.... એ અવિદ્યા તારી જ ફેલાયેલી છે; તું અવિદ્યારૂપ કર્મમાં ન પડી રૂ ન જોડે તો જડનું (કર્મનું) તો કાંઈ જોર નથી.” (શ્રી દીપચંદજીકૃત-અનુભવ પ્રકાશ-ગુ. આવૃત્તિ પાનું ૩૭)
૮. અજ્ઞાની જીવ રાય-દ્વેષની ઉત્પત્તિ પરદ્રવ્ય (કર્માદિ) થી થતી માનીને પર દ્રવ્ય ઉપર કોપ કરે છે કે, “આ પરદ્રવ્ય મને રાગ-દ્વેષ ઉપજાવે છે, તેને દૂર કરું.' એવા અજ્ઞાની જીવને સમજાવવાને આચાર્યદેવ ઉપદેશ કરે છે કે-રાગ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #184
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૪૫) વૈષની ઉત્પત્તિ અજ્ઞાનથી આત્મામાં જ થાય છે અને તે આત્માનાં જ અશુદ્ધ પરિણામ છે, માટે એ અજ્ઞાનનો નાશ
કરો, સમ્યજ્ઞાન પ્રગટ કરો; આત્મા જ્ઞાનસ્વરૂપ છે, એમ અનુભવ કરો; પરદ્રવ્યને રાગ-દ્વેષનું ઉપજાવનારું માનીને તેના
પર કોપ ન કરો. (શ્રી સમયસાર કલશ ૨૨૦ નો ભાવાર્થ)
૯. કર્મનો ઉદય જીવને કાંઈ અસર કરી શકતો નથી, તે બાબત શ્રી સમયસાર નાટકના સર્વવિશુદ્ધિ દ્વારમાં નીચે પ્રમાણે સમજાવી છે:
“કોઉ શિષ્ય કહે સ્વામી રાગદોષ પરિનામ, તાકૌ મૂલ પ્રેરક કહુ તુમ કૌન હૈ; પુગ્ગલ કરમ જોગ કિધ ઈન્દ્રિનિકી ભોગ, કિંધી ધન કિંધ પરિજન કિંધી ભૌન હૈ.”
અર્થ - શિષ્ય પૂછે છે-હે સ્વામી! રાગ-દ્વેષ પરિણામોનું મૂળ પ્રેરક કોણ છે તે તમે કહો. (શું તે) પદ્ગલિક કર્મ છે? યોગ (મન-વચન-કાયની ક્રિયા) છે, ઈન્દ્રિયોનો ભોગ છે? ધન છે? પરિજન (ઘરના લોકો છે? કે મકાન છે?
“ગુરુ કહૈ કહી દર્વ અપને અપને રૂપ, સબનિકો સદા અસહાઈ પરિનૌન હૈ; કોઉ દરવ કાહુકો ન પ્રેરક કદાચિ તાતેં, રાગદોષ મોહ ભૂષા મદિરા અચૌન છે.”
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #185
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૪૬) અર્થ - ગુરુ સમાધાન કરે છે કે-છયે દ્રવ્યો પોતપોતાના સ્વરૂપમાં સદા અસહાય પરિણમન કરે છે; તેથી કોઈ દ્રવ્ય કોઈ પરિણતિ માટે કદી પણ પ્રેરક થતા નથી, માટે રાગ-દ્વેષનું મૂલ કારણ મોહમિથ્યાત્વનું મદિરાપાન છે.
(જાઓ સમયસાર નાટક, પાનું ૩૫૧-૩૫ર) 10. ભાવકર્મનો કર્તા અજ્ઞાની જીવ જ છે એમ શ્રી આચાર્યદેવ શ્રી સમયસારમાં યુક્તિ દ્વારા નીચે પ્રમાણે સિદ્ધ કરે છે:
જો મિથ્યાત્વ નામની (મોહનીય કર્મની) પ્રકૃતિ આત્માને મિથ્યાષ્ટિ કરે છે એમ માનવામાં આવે તો તારા મતમાં અચેતન પ્રકૃતિ (મિથ્યાત્વભાવની) કર્તા બની! (તેથી મિથ્યાત્વભાવ અચેતન ઠર્યો.
(ગાથા. ૩૨૮) અથવા, આ જીવ પુદ્ગલ દ્રવ્યના મિથ્યાત્વને કરે છે એમ માનવામાં આવે તો પુદ્ગલદ્રવ્ય મિથ્યાદષ્ટિ ઠરે! જીવ નહિ!”
અથવા જો જીવ તેમજ પ્રકૃતિ-બન્ને પુગલદ્રવ્યને મિથ્યાત્વભાવરૂપ કરે છે એમ માનવામાં આવે, તો જે બન્ને વડે કરવામાં આવ્યું તેનું ફળ બને ભોગવે !” (ગા. ૩૩૦)
“અથવા જો પુદ્ગલદ્રવ્યને, મિથ્યાત્વભાવરૂપ નથી પ્રકૃતિ કરતી કે નથી જીવ કરતો (બેમાંથી કોઈ કરતું નથી) એમ માનવામાં આવે, તો પુદ્ગલદ્રવ્ય સ્વભાવે જ મિથ્યાત્વ ભાવરૂપ ઠરે ! તે શું ખરેખર મિથ્યા નથી?” (ગા. ૩૩૧)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #186
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૪૭) ૧૧. જીવે જ પોતાની અજ્ઞાનતાથી ભૂલ કરી છે. તેમાં બિચારું કર્મ શું કરે? કહ્યું છે કે* “કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ,
અગ્નિ સહે ઘનઘાત લોહકી સંગતિ પાઈ.”
અર્થ- કર્મ બિચારું કોણ? (શી ગણતરીમાં?) ભૂલ તો મોટી મારી છે. જેમ અગ્નિ લોઢામાંથી સંગતિ કરે છે તો તેને ઘણાના ઘા સહન કરવા પડે છે, (તેમ જો જીવ કર્મના ઉદયમાં જોડાય તો તેને રાગદ્વેષાદિ વિકારો થાય.)
૧૨. “... વળી તત્ત્વનિર્ણય કરવામાં કાંઈ કર્મનો દોષ છે નહિ પણ તારો જ દોષ છે. તે પોતે તો મહંત રહેવા ઈચ્છે છે અને પોતાનો દોષ કર્માદિકમાં લગાવે છે! પણ જિનઆશા માને તો આવી અનીતિ સંભવે નહિ. તારે વિષય-કષાયરૂપ જ રહેવું છે માટે આવું જૂઠ બોલે છે. જો મોક્ષની સાચી અભિલાષા હોય તો તું આવી યુક્તિ શા માટે બનાવે? ...” (મોક્ષમાર્ગપ્રકાશક ગુ. આવૃત્તિ પાનું ૩૧૨-૧૩
૧૩. વર્મવેનુ સ્વયમેવ રવીરૂપે વ્યવતિષમાને न कारकान्तरमपेक्षते। एवं जीव...... स्वयमेव षट्कारकीरुपेण
* ‘મદ્રા| Hપે નિશ્યન્ત 'TIT: એષા સંસી વર્ત: | * વૈશ્વાનરો નોરેન મિનિત: તે પિયતે નૈ: ૨૨૦
અર્થ- દુષ્ટો (કર્મ) સાથે જેઓને સંબંધ છે, તે ભદ્ર (વિવેકી) પુરુષોના પણ ગુણો નાશ પામે છે, જેમ અગ્નિલોઢા સાથે મળી જાય છે ત્યારે તે ઘણોથી પિટાય છે-કુટાય છે.
(જુઓ પરમાત્મપ્રકાશ અ. ૨, શ્લોક. ૧૧૦)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #187
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૪૮). व्यवतिष्ठमानो न कारकान्तरमपेक्षते। अतः कर्मणः कर्तुर्नास्ति जीवः कर्ता , जीवस्य कर्तुर्नास्ति कर्म कर्तृ निश्चयेनेति।”
અર્થ- કર્મ ખરેખર.... સ્વયં જ પકારકરૂપે પરિણમતું હોઈ અન્ય કારકો (અન્યનાં પકારકો) ની અપેક્ષા રાખતું નથી. તેવી જ રીતે જીવ.. સ્વયં જ પક્કરકરૂપે પરિણમતો હોઈ અન્યનાં પકારકોની અપેક્ષા રાખતો નથી, તેથી નિશ્ચયથી કર્મનો કર્તા જીવ નથી અને જીવોને કર્તા કર્મ નથી.
ભાવાર્થ:- નિશ્ચયથી પુદ્ગલદ્રવ્ય, જ્ઞાનાવરણાદિ કર્મ યોગ્ય પુદ્ગલ સ્કંધરૂપે પરિણમે છે, અને જીવદ્રવ્ય પણ પોતાના ઔદયિકાદિ ભાવોરૂપે સ્વયં પરિણમે છે. જીવ અને પુદ્ગલ બન્ને એકબીજાના કર્તવ્યની અપેક્ષા રાખતા નથી.
(શ્રી પંચાસ્તિકાય ગાળ ૬૨ ની સ. ટીકા) પ્ર. ૩૭ર-આત્મા પોતાની યોગ્યતાથી જ રાગ (વિકાર) કરે
છે, એમ માનવાથી તો વિકાર તે આત્માનો સ્વભાવ થઈ જશે, માટે રાગાદિક વિકારને કર્મકૃત માનવા જોઈએ એ
બરોબર છે? ઉ. વિકાર તે આત્મદ્રવ્યનો ત્રિકાલી સ્વભાવ નથી, પણ ક્ષણિક યોગ્યતારૂપ પર્યાયસ્વભાવ છે. વર્તમાન પર્યાયમાં સ્વને ચૂકીને પરદ્રવ્યનું અવલંબન કરવામાં આવે તો પર્યાયમાં નવો નવો વિકાર થાય છે; પણ જો સ્વસમ્મુખતા કરવામાં આવે તો તે ટાળી શકે છે.
જીવ રાગદ્વેષરૂપ વિકાર, પર્યાયમાં પોતે કરે છે; માટે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #188
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
(૧૪૯)
અશુદ્ધ નિશ્ચયનયથી તે જીવનો છે. સ્વભાવમાં વિકાર નથી. સ્વભાવમાં લીન થતાં માટે વિકાર ટળી જાય છે. વિકારી પર્યાય પોતાની છે માટે નિશ્ચય કહ્યો, પણ વિકાર પોતાનો કાયમી નથી, માટે તે અશુદ્ધ છે. તેથી અશુદ્ધ નિશ્ચયનયથી તે જીવકૃત વિકાર છે એમ કહ્યું.
પ્ર. ૩૭૩–કોઈ વાર જીવની ઉ૫૨ જડ કર્મનું જોર વધી જાય છે અને કોઈ વાર જડ કર્મ ઉપર જીવનું જોર વધી જાય છે એ બરોબર છે?
ઉ. ૧. ના; એ માન્યતા યથાર્થ નથી, કારણ કે જીવ અને જડ કર્મ–એ બે પદાર્થો ત્રિકાળ ભિન્ન ભિન્ન છે, તેમનો પરસ્પર અત્યંત અભાવ છે; તેથી કોઈ કોઈના ઉપ૨ જોર ચલાવતું નથી.
૨. જીવ જ્યારે વિપરીત પુરુષાર્થ કરે ત્યારે તે પોતાનું વિપરીત વલણ કર્મ તરફ જોડવાનું કરે છે; તે અપેક્ષાએ કર્મનું જોર આરોપથી કહેવાય છે; અને જ્યારે જીવ પોતાના જ્ઞાયકસ્વભાવમાં સાવધાન થઈ સવળો પુરુષાર્થ કરે છે ત્યારે તે પોતાનું બળ પોતાનામાં વધારતો જઈ, કર્મ તરફનું વલણ ક્રમશઃ છોડતો જાય છે, તેથી જીવ બળવાન થયો એમ કહેવાય છે.
૩. દરેક દ્રવ્યનું જોર અને શક્તિ તેના સ્વદ્રવ્યમાં છે. કર્મની શક્તિ જીવમાં જઈ શકે નહિ, તેથી કર્મો જીવને કદી પણ આધીન કરી શકે નહિ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #189
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes
(૧૫૦)
પ્ર. ૩૭૪–ઈન્દ્રિયોના વિષયો પણ આત્માને સુખ-દુ:ખ આપી શકતા નથી તેનું કારણ શું?
ઉ. ૧. “ સ્પર્શનાદિક ઇન્દ્રિયો જેમનો આશ્રય કરે છે એવા ઈષ્ટ વિષયોને પામીને (પોતાના અશુદ્ધ) સ્વભાવે પરિણમતો થકો આત્મા સ્વયમેવ સુખરૂપ (ઈન્દ્રિયસુખરૂપ ) થાય છે; દેહ સુખરૂપ થતો નથી.” ( શ્રી પ્રવચનસાર ગાથા ૬૫ અન્વયાર્થ.)
૨. “શરીર સુખ-દુ:ખ કરતું નથી. દેવનું ઉત્તમ વૈક્રિયિક શરીર સુખનું કારણ નથી કે નારકનું શરીર દુઃખનું કારણ નથી; આત્મા પોતે જ ઈષ્ટ-અનિષ્ટ વિષયોને વશ થઈ સુખ-દુ:ખની કલ્પનારૂપે છે.
(શ્રી પ્રવચનસાર ગાથા ૬૬ નો ભાવાર્થ)
k
૩. “ સંસારમાં કે મોક્ષમાં આત્મા પોતાની મેળે જ સુખરૂપ પરિણમે છે; તેમાં વિષયો અકિંચિત્કર છે અર્થાત્ કાંઈ કરતા નથી. અજ્ઞાનીઓ વિષયોને સુખનાં કારણ માનીને નકામા તેમને અવલંબે છે!”
(શ્રી પ્રવચનસાર ગાથા ૬૭ નો ભાવાર્થ) ૪. સ્વ-૫૨ના ભેદજ્ઞાનના અભાવે અજ્ઞાની જીવ પરમાં (ઈન્દ્રિયોના વિષયોમાં) સુખ-દુ:ખની મિથ્યા કલ્પના કરી, તેમાં ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ કરી પોતાને સુખ-દુઃખી માને છે, પણ વિષયો તો જડ છે, તે ઈષ્ટ-અનિષ્ટ છે જ નહિ. વળી વસ્તુસ્વભાવ જ એવો છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકે નહિ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #190
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૫૧) ૫. “ .... એ પ્રમાણે પદાર્થોમાં તો ઈષ્ટ-અનિષ્ટપણું છે
નહિ. જો પદાર્થોમાં ઈષ્ટઅનિષ્ટપણું હોય તો જે પદાર્થો ઈષ્ટરૂપ હોય તે સર્વને ઈષ્ટરૂપ જ થાય; તથા જે અનિષ્ટ હોય તે અનિષ્ટરૂપ જ થાય; પણ એમ તો થતું નથી. માત્ર આ જીવ પોતે જ કલ્પના કરી તેને ઈષ્ટ-અનિષ્ટરૂપ માને છે, પણ એ કલ્પના જૂઠી છે.”
(મોક્ષમાર્ગપ્રકાશક-ગુ આવૃત્તિ, પાનું ૯૩) પ્ર. ૩૭૫-શું નિમિત્તના બળથી કે પ્રેરણાથી કાર્ય થાય? ઉ. ૧. ના; વાત એ છે કે, જેમ કોઈ પણ કાર્ય અન્યને આધીન
નથી, તેમ જ તે (કાર્ય અન્યની) બુદ્ધિ અથવા પ્રયત્નને પણ આધીન નથી; કારણ કે કાર્ય તો પોતાની પરિણમનશક્તિથી જ થાય છે. જો તેનો બુદ્ધિ અને પ્રયત્ન સાથે મેળ બેસી ગયો તો (અજ્ઞાની) એમ માને છે કે આ કાર્ય બુદ્ધિ અને પ્રયત્નથી થયું છે, અને જે તેનો, અન્ય બાહ્ય નિમિત્તો સાથે મેળ બેસી ગયો તો (અજ્ઞાની) એમ સમજે છે કે આ કાર્ય નિમિત્તથી થયું છે;
પણ તાત્ત્વિક દષ્ટિએ જોઈએ તો પ્રત્યેક કાર્ય પોતપોતાની યોગ્યતાથી જ થાય છે, કેમકે અન્વય અને વ્યતિરેક પણ તેમાં તેની સાથે હોય છે; માટે નિમિત્તને કોઈ પણ હાલતમાં પ્રેરક-કારણ માનવું ઉચિત નથી.
(૫૦ શ્રી ફૂલચંદજી સંપાદિત શ્રી તત્ત્વાર્થ સૂત્ર પૃ. ૨૫૧) ૨. “જેમ શંખ પરદ્રવ્યને ભોગવે-ખાય તો પણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #191
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૫ર) તેનું શ્વેતપણું પરવડે કૃષ્ણ કરી શકાતું નથી, કારણ કે પર અર્થાત્ પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ કરવાનું નિમિત્ત ( અર્થાત્ કારણ) બની શકતું નથી.”
(શ્રી સમયસાર ગા. ૨૨૦ થી ૨૨૩ ની ગુ. ટીકા) પ્ર. ૩૭૬-જ્ઞાની ધર્માત્મા, પરજીવોનું ભલું કરવા માટે ઉપદેશ
આપે છે-એ વિધાન બરોબર છે? ઉ. ના; એ વાત બરોબર નથી; કારણ કે જ્ઞાની જાણે છે કે કોઈ
જીવ, પર આત્માનું ભલું-બૂરું કરી શકતો નથી. સામો જીવ પોતાની યોગ્યતાથી (સત્ય સમજવાના પ્રયત્નવડ) સમજે તો ઉપદેશને નિમિત્ત કહેવાય છે. છદ્મસ્થ જ્ઞાનીને, પોતાની નબળાઈના કારણે ઉપદેશ આપવાનો વિકલ્પ ઊઠે છે અને વાણી વાણીના કારણે નીકળે છે. તેમાં ઉપદેશનો વિકલ્પ (રાગ) તો નિમિત્ત માત્ર છે. જ્ઞાની રાગ અને વાણીનો
સ્વામી નથી, પણ રાગ અને વાણીનો વ્યવહાર જ્ઞાતા છે. પ્ર. ૩૭૭-પુદ્ગલ, જીવને વિકારરૂપે પરિણમાવે છે, એ વાત
સાચી છે? ઉ. ૧ ના; “એમ તો ક્યારે પણ થતું નથી, કેમકે એક દ્રવ્ય બીજા દ્રવ્યની પરિણતિનો કર્તા હોતું નથી.”
(“આત્માવલોકન' પા. ૪૬ ) ૨. “કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યને પરિણમાવે નહિ. કેમ કે કોઈ દ્રવ્ય નિઃપરિણામી (અપરિણામી) નથી, સર્વ દ્રવ્ય પરિણામી છે.....”
(આત્માવલોકન પા. ૭૩-૭૪)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #192
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૫૩) પ્ર. ૩૭૮-“કોઈ એમ જાણે કે ચિવિકારપણે તો જીવ પરિણમે
છે, પરંતુ તેમ થવામાં (પરિણમવામાં) પુદ્ગલ પોતે નિમિત્તકર્તા હોય છે, એટલે કે આ જીવ વિકારરૂપ પરિણમે તે માટે પુદ્ગલ પોતે નિમિત્ત -કર્તા થઈ પ્રવર્તે છે એ
બરોબર છે? ઉ. ના; “એમ તો કદી પણ બને નહિ, કારણ કે(૧) જો પુદ્ગલ, એ ચિદ્વિકાર થવામાં જાણી કરીને પોતે
કર્મનિમિત્તરૂપ હોય તો તે પુગલ જ્ઞાનવંત થયું. તે તો અનર્થ ઊપજ્યો. જે અચેતન હતું તે ચેતન થયું.
આ એક દૂષણ. (૨) જો જીવને વિકાર થવામાં પુગલ કર્મ–પણે નિમિત્ત
થયા જ કરે, તો એ દૂષણ ઊપજે કે કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યનું વૈરી નથી, છતાં અહીં પુદ્ગલ જીવનું વૈરી થયું......”
(આત્માવલોકન પા. ૪૬-૪૭)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #193
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રકરણ છઠું
ઉપાદાન-નિમિત્ત અધિકાર
તથા
નિમિત્ત-નૈમિત્તિક અધિકાર પ્ર. ૩૭૯-કાર્ય કેવી રીતે થાય છે? ઉ. “ઝારાનુવિધાયિત્વાવેવ વાર્યાળિ '
(સમયસાર ગા. ૧૩૦-૧૩૧ ટીકા) વોરાનુવિધાયને વર્યાન' (સમયસાર ગા. ૬૮ ટીકા) કારણને અનુસરીને જ કાર્યો હોય છે.
કાર્યને કર્મ, અવસ્થા, પર્યાય, હાલત, દશા, પરિણામ અને પરિણતિ પણ કહે છે.
(અહીં કારણને ઉપાદાન કારણ સમજવું, કારણ કે ઉપાદાન કારણ તે જ સાચું કારણ છે. ). પ્ર. ૩૮૦-કારણ કોને કહે છે? ઉ. કાર્યની ઉત્પાદક સામગ્રીને કારણ કહે છે? પ્ર. ૩૮૧-ઉત્પાદક સામગ્રીના કેટલા ભેદ છે? ઉ. બે ભેદ છે-ઉપાદાન અને નિમિત્ત. ઉપાદાનને નિશક્તિ
અથવા નિશ્ચય કહે છે અને નિમિત્તને પરયોગ અથવા
વ્યવહાર કહે છે. પ્ર. ૩૮ર ઉપાદાનકારણ કોને કહે છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #194
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૫૫) ઉ. (૧) જે દ્રવ્ય સ્વયં કાર્યરૂપ પરિણમે તેને ઉપાદાન કારણ
કહે છે; જેમ કે ઘડાની ઉત્પત્તિમાં માટી તેનું ત્રિકાળી
ઉપાદાનકારણ છે. (દ્રવ્યાર્થિક નયે છે.) (૨) અનાદિકાલથી દ્રવ્યમાં જે પર્યાયોનો પ્રવાહ ચાલ્યો
આવે છે તેમાં અનન્તર પૂર્વેક્ષણવર્તી પર્યાય ઉપાદાનકારણ છે અને અનન્તર ઉત્તરક્ષણવર્તી પર્યાય કાર્ય છે. જેમ કે, માટીનો ઘડો થવામાં, માટીનો પિંડ તે ઘડાનો અનન્તર પૂર્વક્ષણવર્તી પર્યાય છે અને ઘડારૂપ કાર્ય તે પિંડનો અનન્તર ઉત્તરક્ષણવર્તી પર્યાય છે. અનન્તર પૂર્વેક્ષણવર્તી પર્યાયનો વ્યય તે ક્ષણિક ઉપાદાનકારણ કહેવાય છે.
(પર્યાયાર્થિક નયે છે.) (૩) એ સમયના પર્યાયની યોગ્યતા તે ઉપાદાન કારણ છે
અને તે જ પર્યાય કાર્ય છે. ઉપાદાન તે જ સાચું (વાસ્તવિક ) કારણ (પર્યાયાર્થિક નયે ) છે.
[આધાર:- ધ્રુવ ઉપાદાન તથા ક્ષણિક ઉપાદાન માટે જાઓ (૧) અષ્ટસહસ્રી શ્લોક ૫૮ ટીકા પા. ૨૧૦, (૨) ચિવિલાસ પા. ૩૬, (૩) જ્ઞાનદર્પણ પા. ૨૫-૪૦-પ૬.] પ્ર. ૩૮૩– યોગ્યતા કોને કહે છે? ઉ. “યોગ્યતૈવ વિષયપ્રતિનિયમવરનિતિ”
(ન્યાયદીપિકા પૃ. ૨૭) ૧. યોગ્યતા જ વિષયનું પ્રતિનિયામક કારણ છે.
[ આ કથન જ્ઞાનની યોગ્યતા (સામર્થ્ય) ને લઈને છે, પરંતુ યોગ્યતાનું કારણ પણે સર્વમાં સર્વત્ર સમાન છે. ]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #195
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૫૬). ૨. સામર્થ્ય, શક્તિ, પાત્રતા, લાયકાત, તાકાત-એ “યોગ્યતા' શબ્દનો અર્થ છે. પ્ર. ૩૮૪-નિમિત્ત કારણ કોને કહે છે? ઉ. જે પદાર્થ સ્વયં કાર્યરૂપ ન પરિણમે, પરંતુ કાર્યની ઉત્પત્તિમાં
અનુકૂળ હોવાનો જેના ઉપર આરોપ આવી શકે તે પદાર્થને નિમિત્ત કારણ કહે છે; જેમ કે, ઘડાની ઉત્પત્તિમાં કુંભકાર, દંડ, ચક્ર, વગેરે નિમિત્ત કારણો છે. (નિમિત્તે સાચું કારણ નથી તે અકારણવત્* અહેસુવત્ છે, કારણ કે તે ઉપચાર
માત્ર અથવા વ્યવહાર કારણ છે.) પ્ર. ૩૮૫-નિમિત્ત કારણના કેટલા ભેદ છે? ઉ. બે ભેદ છે-(૧) પ્રેરક નિમિત્ત અને (૨) ઉદાસીન નિમિત્ત. પ્ર. ૩૮૬-પ્રેરક નિમિત્ત કોને કહે છે? ઉ. ગમનક્રિયાવાળા જીવ, પુદ્ગલો તથા ઇચ્છાદિવાળા જીવો
પ્રેરક નિમિત્ત કહેવાય છે, પ્રેરક નિમિત્ત બળજબરીથી ઉપાદાનમાં કાર્ય કરી દે છે કે પ્રભાવાદિ પાડી શકે છે એમ સમજવું નહિ, કારણ કે બન્ને પદાર્થોનો એકબીજામાં
અભાવ છે. પ્રેરક નિમિત્ત ઉપાદાનને પ્રેરણા કરતું નથી. પ્ર. ૩૮૭–ઉદાસીન નિમિત્ત કોને કહે છે? ઉ. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળાદિ નિષ્ક્રિય
(ગમનક્રિયા રહિત) કે રાગ રહિત દ્રવ્યોને ઉદાસીન નિમિત્ત કહે છે.
* પંચાધ્યાયી ભા. ૨. –ગાથા ૩૫૧.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #196
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૫૭) [ નિમિત્તોના પટાભેદ બતાવવા કોઈ નિમિત્તોને પ્રેરક અને કોઈને ઉદાસીન કહેવામાં આવે છે, પણ સર્વ પ્રકારના નિમિત્તો ઉપાદાન માટે તો ધર્માસ્તિકાયવત્ ઉદાસીન જ છે. નિમિત્તના ભિન્ન-ભિન્ન પ્રકારોનું જ્ઞાન કરાવવા માટે જ તેના આ બે ભેદ પાડવામાં આવ્યા છે.] પ્ર. ૩૮૮- “કુંભારે ચાક, દંડ વગેરેથી ઘડો કર્યો, તેમાં ઘડારૂપ
કાર્યમાં (૧) ત્રિકાલી અને ક્ષણિક ઉપાદાન-કારણો ક્યાં? (૨) ઉદાસીન અને પ્રેરક નિમિત્ત ક્યાં? ઉ. (૧) ત્રિકાલી ઉપાદાન કારણ માટી, અને ઘડારૂપ કાર્યની
અનંતર પૂર્વવર્તીપર્યાય-માટીના પિંડનો અભાવ (વ્યય) તથા ઘડારૂપ થવાની વર્તમાન પર્યાયની
યોગ્યતા-એ બન્ને ક્ષણિક ઉપાદાન છે. (૨) ઘડો કરવાના રાગવાળો કુંભાર અને ક્રિયાવાન ચાક,
દંડાદિ પ્રેરક નિમિત્તો છે.
ચાકની ખીલી, કાલ, આકાશ, ધર્મ, અધર્મ વગેરે ઉદાસીન નિમિત્તો છે, કારણ કે તેઓ ગમનક્રિયારહિત તેમ જ રાગ (ઇચ્છા) રહિત છે. પ્ર. ૩૮૯-ઉદાસીન નિમિત્તો ઉપાદાનમાં કંઈ કરી શકે નહિ,
પરંતુ પ્રેરક નિમિત્તો ઉપાદાનમાં કંઈ કાર્ય-પ્રભાવ-અસર
તો કરતાં હશે? ઉ. ના; ઉદાસીન કે પ્રેરક નિમિત્તો ઉપાદાનમાં કંઈ કરતાં જ નથી, કારણ કે પરને માટે બધાં નિમિત્તો ઉદાસીન જ છે. શ્રી પૂજ્યપાદ આચાર્ય ઇષ્ટોપદેશની ગાથા રૂપમાં કહે છે કે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #197
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
(૧૫૮ )
!!
“ नाज्ञो विज्ञत्वमायाति विज्ञो नाज्ञत्वमृच्छति । निमित्तमात्रमन्यस्तु गर्तर्धर्मास्तिकायवत्।।
1;
અર્થ:- અજ્ઞાની વિશેષ પ્રકારના જ્ઞાનભાવને પ્રાપ્ત કરતો નથી અને વિશેષ જ્ઞાની અજ્ઞાનપણાને પ્રાપ્ત કરતો નથી. ગતિને જેમ ધર્માસ્તિકાય નિમિત્ત છે તેમ અન્ય તો નિમિત્તમાત્ર છે.
ભાવાર્થ:- ‘તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિને અયોગ્ય અભવ્યાદિ જીવો, ધર્માચાર્યાદિકોના હજારો ઉપદેશોથી પણ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી.'
66
કાર્યની ઉત્પત્તિ કરવાને માટે કોઈ પણ પ્રયત્ન, સ્વાભાવિક ગુણની અપેક્ષા કર્યા કરે છે. સેંકડો વ્યાપારોથી (પ્રયત્નોથી ) પણ બગલો પોપટની જેમ ભણાવી શકાતો નથી.”
અહીં શંકા એ થાય છે કે એમ તો બાહ્ય નિમિત્તોનું નિરાકરણ જ થઈ જશે. આ વિષયમાં જવાબ એ છે કે-અન્ય જે ગુરુ આદિક તથા શત્રુ આદિક છે તે પ્રકૃત કાર્યના ઉત્પાદનમાં તથા વિધ્વંસન (નાશ) માં ફક્ત નિમિત્તમાત્ર છે. વાસ્તવમાં કોઈ કાર્ય થવામાં વા બગડવામાં તેની યોગ્યતા જ સાક્ષાત્ સાધક હોય છે.
(ઇષ્ટોપદેશ-ગા. ૩૫ની ટીકા-પા. ૪૨-૪૩) પ્ર. ૩૯૦-કોઈ વખત પ્રે૨ક નિમિત્તો જેવાં કે શીઘ્ર ગતિ કરતી મોટર, ટ્રેન આદિથી અનિચ્છિત સ્થાને ગતિ આદિ જોવામાં આવે છે, તેથી પ્રેરક નિમિત્તોને આધીન ઉપાદાનને પરિણમવું પડે છે એ બરોબર છે?
ઉ. ના; પ્રશ્નમાં આપેલાં પ્રેક નિમિત્તોને આધીન ઉપાદાનને પરિણમવું પડે છે એમ નથી, પરંતુ એટલું નક્કી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #198
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૫૯) થાય છે કે ગતિક્રિયા, જીવની ઈચ્છાનુસાર થઈ શકી નહિ. વાસ્તવિક રીતે જોઈએ તો શરીર અને જીવની ક્રિયાવતી શક્તિની તે સમયની યોગ્યતા જ તેવી હતી તેથી તે પ્રમાણે ગતિ થઈ. પ્ર. ૩૯૧-શીધ્ર ગતિ કરતી મોટરાદિ તો તેમાં નિમિત્તમાત્ર છે;
પણ પુદ્ગલ-કર્મ, મન-વચન-કાય, ઇન્દ્રિયોનો ભોગ, ધન, ઘરનાં માણસો, મકાન ઈત્યાદિ જીવને રાગ-દ્વેષરૂપ
પરિણામ કરવામાં પ્રેરક છે? ઉ. છએ દ્રવ્યો બધાં પોતપોતાના સ્વરૂપથી સદા અસહાય
(સ્વતંત્ર) પરિણમન કરે છે; કોઈ દ્રવ્ય કોઈનું પ્રેરક કદી નથી; તેથી કોઈ પણ પારદ્રવ્ય રાગ-દ્વેષનું પ્રેરક નથી, પરંતુ જીવનો મિથ્યાત્વમોહરૂપ ભાવ છે તે જ (અનંતાનુબંધી) રાગ-દ્વેષનું કારણ છે.
( જુઓ, પ્રકરણ ૫, પ્રશ્ન ૩૩૧ નો ઉત્તર-૯). પ્ર. ૩૯ર-પુદ્ગલકર્મની જોરાવરીથી જીવને રાગ દ્વેષ કરવો પડે
છે; પુદ્ગલ દ્રવ્ય, કર્મોના વેષ ધારણ કરી જ્યાં-જ્યાં બળ કરે છે ત્યાં ત્યાં જીવને રાગ-દ્વેષ અધિક થાય છે એ વાત
સત્ય છે? ઉ. ના; કારણ કે જગતમાં પુદ્ગલનો સંગ તો હંમેશા રહે છે.
જો તેની જોરાવરીથી જીવને રાગાદિ વિકાર થાય તો શુદ્ધભાવરૂપ થવાનો કદી અવસર આવી શકે નહિ; તેથી એમ સમજવું જોઈએ કે શુદ્ધ યા અશુદ્ધ પરિણમન કરવામાં
ચેતન સ્વયં સમર્થ છે. (સમયસાર નાટક-સર્વવિશુદ્ધ દ્વાર, કાવ્ય ૬૧ થી ૬૬.).
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #199
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૬૦) પ્ર. ૩૯૩-નિમિત્ત-નૈમિત્તિક સંબંધ કોને કહે છે? ઉ. જ્યારે ઉપાદાન સ્વયં સ્વતઃ કાર્ય રૂપ પરિણમે છે ત્યારે
ભાવરૂપ યા અભાવરૂપ કયા ઉચિત (યોગ્ય) નિમિત્તકારણનો તેની સાથે સંબંધ છે તે બતાવવા માટે એ કાર્યને નૈમિત્તિક કહે છે. આવી રીતે ભિન્ન ભિન્ન પદાર્થોના સ્વતંત્ર સંબંધને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ કહે છે.
નિમિત્ત-નૈમિત્તિક સંબંધ પરસ્પરની પરતંત્રતાનો સૂચક નથી, પરંતુ નૈમિત્તિકની સાથમાં કોણ નિમિત્તરૂપ પદાર્થ છે તેનું તે જ્ઞાન કરાવે છે.
જે કાર્યને નિમિત્તની અપેક્ષાએ નૈમિત્તિક કહ્યું છે, તેને પોતાના ઉપાદાનની અપેક્ષાએ ઉપાદેય પણ કહે છે. (૧) નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બને સ્વતંત્ર પર્યાયો વચ્ચે
હોય છે. (૨) નિમિત્ત અને નૈમિત્તિકનું સ્વચતુષ્ટય (દ્રવ્ય-ક્ષેત્ર
કાલ-ભાવ) ભિન્ન ભિન્ન છે. (૩) ઉપાદાન-ઉપાદેય સંબંધ એકજ પદાર્થને લાગુ પડે છે. (૪) કાર્યને નિમિત્તથી ઓળખાવતાં, તે નૈમિત્તિક કહેવાય
છે, અને તે જ કાર્યને ઉપાદાનથી ઓળખાવતાં તે
ઉપાદેય કહેવાય છે. પ્ર. ૩૯૪-પ્રેરક નિમિત્ત અને ઉદાસીન નિમિત્તનાં દષ્ટાંતો
આપો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #200
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes
(૧૬૧ )
ઉ. ૧. ઘટની ઉત્પત્તિમાં દંડ, ચક્ર, કુંભારાદિ પ્રેરક નિમિત્ત છે; કેમ કે દંડ, ચક્ર અને કુંભારનો હાથ ગતિમાન છે અને કુંભકાર તે સમયે ઘડો બનાવવાની ઈચ્છાવાળો છે; ધર્માસ્તિકાય અને ચક્રને ફરવા માટેની ખીલી-એ ઉદાસીન નિમિત્ત છે; પરંતુ એ બધાં નિમિત્તો માટીરૂપ ઉપાદાન પ્રત્યે (ધર્માસ્તિકાયવત્ ) ઉદાસીન કારણો છે.
૨. કોઈ મનુષ્ય ઘોડા ઉ૫૨ બહારગામ જાય છે. જેમાં ઘોડો ગતિમાન હોવાથી તે પ્રેરક નિમિત્ત છે અને ધર્માસ્તિકાય ઉદાસીન નિમિત્ત છે; પરંતુ એ નિમિત્તો ઉપાદાનરૂપ સવારી કરનાર મનુષ્ય પ્રત્યે (ધર્માસ્તિકાયવત ) ઉદાસીન કારણો છે.
[જે પ્રે૨ક નિમિત્ત કારણો છે તેઓ ગતિ કે ઇચ્છાપણું બતાવવા માટે પ્રેરણા કરે છે–એવું વ્યવહા૨થી કહેવામાં આવે છે, પણ ખરેખર કોઈ દ્રવ્યનો પર્યાય બીજા દ્રવ્યના પર્યાયને પ્રેરક થઈ શકતો નથી. ]
પ્ર. ૩૯૫-ભાવરૂપ નિમિત્ત અને અભાવરૂપ નિમિત્તના દષ્ટાંતો આપો.
66
ઉ. ૧ “ જેમ ઉત્તરંગ (ઉઠતા તરંગોવાળી) અને નિસ્તરંગ (તરંગ વિનાની ) અવસ્થાઓને પવનનું વાવું અને નહિ વાવું તે નિમિત્ત હોવા છતાં પણ પવનને અને સમુદ્રને વ્યાવ્યવ્યાપકભાવના અભાવને લીધે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી, સમુદ્ર જ પોતે અંતર્ધ્યાપક થઈને ઉત્તરંગ અથવા નિસ્તરંગ અવસ્થાને વિષે આદિ-મધ્ય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #201
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૬૨) અંતમાં વ્યાપીને ઉત્તરંગ અથવા નિસ્તરંગ એવા પોતાને કરતો થકો પોતાને એકને જ કરતો પ્રતિભાસે
છે પરંતુ અન્યને કરતો પ્રતિભાસતો નથી.” . “તેવી રીતે સંસાર અને નિઃસંસાર અવસ્થાઓને પુગલકર્મના વિપાકનો સંભવ (ઉત્પતિ) અને અસભવ નિમિત્ત હોવા છતાં પણ પુદ્ગલકર્મને અને જીવને વ્યાપ્ય વ્યાપકભાવના અભાવને લીધે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી જીવ જ પોતે અંતર્થાપક થઈને સંસાર અથવા નિઃસંસાર અવસ્થાને વિષે આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને સસંસાર અથવા નિઃસંસાર એવા પોતાને કરતો થકો પોતાને એકને જ કરતો પ્રતિભાસો પરંતુ અન્યને કરતો ન પ્રતિભાસો.”
(શ્રી સમયસાર ગાથા ૮૩ ની ટીકા) [દષ્ટાંતમાં- પવનનું વાવું તે સભાવરૂપ નિમિત્ત છે અને પવનનું નહિ વાવું તે અભાવરૂપ નિમિત્ત છે.
| સિદ્ધાંતમાં પુદ્ગલ કર્મના વિપાકનો સંભવ છે સદ્ભાવરૂપ નિમિત્ત છે અને પુદ્ગલકર્મના વિપાકનો અસંભવ તે અભાવરૂપ નિમિત્ત છે.] પ્ર. ૩૯૬-કર્મના ઉદયથી જીવમાં ખરેખર વિકારભાવ થાય-એ
વિધાન બરોબર છે? ઉ. ૧. ના; કારણકે “જીવમાં થતા વિકારભાવ જીવ પોતે કરે
છે, ત્યારે કર્મનો ઉદય નિમિત્ત છે, પણ તે કર્મના રજકણોએ જીવને કાંઈ પણ કર્યું કે કાંઈ અસર કરી એમ માનવું તે સર્વથા મિથ્યા છે; (તેમજ જીવ વિકાર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #202
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૬૩) કરે ત્યારે પુગલ કાર્માણવર્ગણા સ્વયં કર્મરૂપે પરિણમે છે. એવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે.) જીવને વિકારીપણે કર્મનો ઉદય પરિણમાવે અને નવાં કર્મને જીવ પરિણમાવે એ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવનારું વ્યવહારકથન છે. ખરી રીતે જડને કર્મ તરીકે જીવ પરિણમાવી શકે નહિ અને કર્મ જીવને વિકારી કરી શકે નહીં-એમ સમજવું. ગોમ્મસારાદિ કર્મશાસ્ત્રોનો આ પ્રમાણે અર્થ કરવા તે જ ન્યાયસર
(મોક્ષશાસ્ત્ર-અ. ૧, પરિ. ૧. પાનું ૧૬૨) ૨. કર્મના ઉદયથી જીવને વિકાર થાય છે એમ માનવું તે
ભ્રમમૂલક છે. શ્રી દીપચંદજીકૃત “આત્માવલોકન' પૃષ્ઠ ૧૪૩ માં કહ્યું છે કે
“હે મિત્ર... અન્યલોક, સ્વાંગ (પુદ્ગલ-કર્મ), સ્કંધ, પરજ્ઞય દ્રવ્યોનો દોષ ન જો, અને એમ ન જાણે કે “પરજ્ઞયની સંનિધિ (નિકટતા) નિમિત્તમાત્ર દેખી તેણે (નિમિત્તે) માસ દ્રવ્ય મલિન (વિકારયુક્ત) કર્યું.” જીવ પોતે આવો જૂઠો ભ્રમ કરે છે, પરંતુ એ પરણેયોથી તું કદી ભેટાયો (સ્પર્શાયો ) પણ નથી, છતાં હું તેનો દોષ દેખે છે-જાણે છે એ તારું હરામજાદીપણું છે. એક તું જ જજૂઠો છે, તેનો કોઈ દોષ નથી. તે તો સદા સાચો છે. પ્ર. ૩૯૭-જ્યારે કર્મનો તીવ્ર ઉદય હોય ત્યારે પુરુષાર્થ થઈ શક્તો નથી; ઉપરના ગુણસ્થાનેથી પણ, જીવ પડી જાય છે. એવા કથનનો શો અર્થ ?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #203
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes
(૧૬૪ )
ઉ. ૧. એ કથન વ્યવહાર નયનું છે. જીવમાં આવી યોગ્યતા હોય ત્યારે કેવું નિમિત્ત હોય છે તેનું જ્ઞાન કરાવવા માટેનું એ કથન છે.
૨. જીવ પોતે જ્યારે પોતાના ઊંધા પુરુષાર્થથી તીવ્ર દોષ કરે છે ત્યારે જ કર્મના ઉદયને તીવ્ર ઉદય કહેવામાં આવે છે; પણ જો જીવ યથાર્થ પુરુષાર્થ કરે તો કર્મનો ગમે તેવો ઉદય હોય તો પણ તેને નિર્જરા કહેવામાં આવે છે. કર્મના ઉદયના કારણે જીવ પડતો જ નથી. ૩. પ્રવચનસાર ગા. ૪૫ની ટીકામાં શ્રી જયસેનાચાર્ય કહે છે કે, “ દ્રવ્યમોહનો ઉદય હોવા છતાં, જો શુદ્ધ આત્મભાવનાના બળથી મોહભાવરૂપે જીવન પરિણમે તો બંધ થતો નથી. વળી કર્મના ઉદય માત્રથી બંધ થતો નથી. જો ઉદય માત્રથી બંધ થાય તો સંસારીને સર્વદા જ કર્મનો ઉદય વિધમાન હોવાથી સર્વદા જ બંધ થતો રહે; મોક્ષ કદી થાય જ નહિ.
૪. “દ્રવ્યકર્મરૂપ પ્રત્યયો (આસ્રવો ) નું વિધમાનપણું હોવા છતાં પણ જો જીવ રાગાદિભાવ ન કરે તો બંધાતો નથી. જો રાગાદિના અભાવમાં દ્રવ્યપ્રત્યયના ઉદયમાત્રથી જીવને બંધ થાય તો સર્વદા બંધન ચાલુ જ રહે કેમ કે સંસારીને સર્વદા કર્મોદય વિધમાન હોય છે.
,,
(‘ પંચાસ્તિકાય ’–ગા. ૧૪૯, શ્રી જયસેનાચાર્યકૃત સં. ટીકા) પ્ર. ૩૯૮-પરિણમનમાં (કાર્યમાં) ઉપાદાન અને નિમિત્ત એ બન્ને કારણો હોય છે; તો તેમાં નિમિત્તકારણનું કાર્યક્ષેત્ર કેટલું ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #204
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૬૫) ઉ. ૧. કાર્ય થયા પહેલાં કોઈને નિમિત્ત કહેવાતું નથી. કાર્યકાળ
જે ઉચિત (અનુકૂળ) સંયોગરૂપ પર વસ્તુ ઉપસ્થિત હોય તેને નિમિત્તકારણ કહે છે.
ઉપાદાન વિના પર કાર્યનું નિમિત્ત કહી શકાતું નથી; નિમિત્ત તો માત્ર કયા ઉપાદાને કામ કર્યું તે બતાવનાર વ્યંજક (સ્પષ્ટ કરનાર) છે.
(પંચાધ્યાયી ભા. ૨. ગા. ૩૫૮ આધારે) ૨. “નિમિત્ત તો સાક્ષીભૂત છે, જેમ બપોરિયા (બપોરે
ખીલતા) ફૂલને વિકાસરૂપ થવામાં બપોરના સૂર્યનું હોવું સાક્ષીભૂત પ્રત્યક્ષ અવશ્ય દેખાય છે.”
(આત્માવલોકન-પાનું ૧0૨) ૩. નિમિત્ત પર વસ્તુ છે. ઉપાદાનને પરિણમવામાં તેની
જરૂર પડે છે કે કેમ એ પ્રશ્ન ઊઠતો નથી, કેમકે જ્યારે નિશ્ચયકારણ-ઉપાદાનને કાર્યરૂપ પરિણત થવાનો કાળ હોય છે ત્યારે નિમિત્તની ઉપસ્થિતિ સ્વયમેવ હોય છે. તે ન હોય એવું કદી બનતું નથી.
આ વિષયમાં શ્રી પં. ફૂલચંદજી સંપાદિત તત્ત્વાર્થ સૂત્ર અ. ૫, સૂ. ૩) ની ટીકા- પા. ૨પર માં કહ્યું છે કે –
વે [ નિમિત્ત] હૈં મત: માને યે હૈં, ફરી નિલે ૩નવી आवश्यकता और अनावश्यकता का तो प्रश्न नहीं उठता।" પ્ર. ૩૯૯- દેહ, ઇન્દ્રિય અને પાંચ ઈન્દ્રિયોના વિષયો પાસે રહેતા
જ, મનુષ્યોને જ્ઞાન અને સુખ થાય છે તેથી એ દેહાદિ પદાર્થો જ્ઞાન અને સુખ માટે અકિચિત્કર કમ હોઈ શકે ?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #205
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૬૬ ) ઉ. ૧. ઉપાદાન કારણના આશ્રયથી–સામર્થ્યથી જ નિમિત્તને
હેતુ કહેવામાં આવે છે; પણ ઉપાદાન વિના પરને કાર્યનું નિમિત્ત કહી શકાતું નથી. નિમિત્ત તો માત્ર કયા ઉપાદાને કાર્ય કર્યું તેને બતાવનારું (અભિવ્યંજક ) છે.
(જુઓ, પંચાધ્યાયી ભા. ૨, ગા. ૩૫૮ આધારે ) ૨. “ઉપરનું કથનનું સાધક દષ્ટાંત એ છે કે અગ્નિ અગરુ (સુખડ) દ્રવ્યના ગંધનો વ્યંજક થાય છે.
( પંચાધ્યાયી ભા. ૨, ગા. ૩૫૯) ૩. “તેવી રીતે જો કે દેહ, ઈન્દ્રિય અને તેના વિષયો, કોઈ ઠેકાણે જ્ઞાન અને સુખના અભિવ્યંજક હોય છે, પણ તે સ્વયં જ્ઞાન અને સુખરૂપ થઈ શકતાં નથી.
(પંચાધ્યાયી ભા. ૨, ગા. ૩૬૦) ૪. “ જ્યાં આત્મા સ્વયં સુખરૂપ પરિણમે છે ત્યાં
વિષયો શું કરે છે.” (પ્રવચનસાર ગાથા-૬૭) ૫. “અન્ય દ્રવ્યથી અન્ય દ્રવ્યના ગુણની ઉત્પત્તિ કરી શકાતી
નથી; તેથી (એ સિદ્ધાન્ત છે કે સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી ઊપજે છે.” (સમયસાર-ગાથા ૩૭ર)
આથી સિદ્ધ થાય છે કે આત્માને ઈન્દ્રિયજન્ય જ્ઞાન તથા સુખ થવામાં શરીર-ઈન્દ્રિયો અનુત્પાદક હોવાથી અકિંચિત્કર છે.
નિમિત્ત કારણ તે કથનમાત્ર કારણ છે, વાસ્તવિક કારણ નથી. ખરું કારણ એક ઉપાદાનકારણ જ છે. તેનું કથન બે પ્રકારે છે-નિશ્ચયથી અને વ્યવહારથી, નિશ્ચયકારણ તે જ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #206
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૬૭). ખરું કારણ છે; વ્યવહારકારણ તો માત્ર સહચારી પદાર્થનું જ્ઞાન કરાવવા માટે જ કહેવામાં આવે છે. પ્ર. ૪OO-જીવને સંસાર-અવસ્થામાં તો વિષયો જ્ઞાન અને
સુખ ઉત્પન્ન કરે ને? ઉ. ૧. “ના; જીવ સંસાર અને મોક્ષ બને અવસ્થાઓમાં
જ્ઞાનાદિ સ્વરૂપવાળો જ છે, તેથી આ આત્મા જ સ્વયં જ્ઞાન અથવા સુખમય હોય છે.”
(પંચધ્યાયી ભા. ૨, ગા. ૩૫૨) ૨. “મતિજ્ઞાનાદિના સમયમાં જીવ જ સ્પર્ધાદિ વિષયોને વિષય કરીને પોતે જ તે જ્ઞાન અને સુખમય થઈ જાય છે; તેથી આત્માને એ જ્ઞાન તથા સુખમાં તે અચેતન (જડ) સ્પર્શાદિ પદાર્થો શું કરી શકે ?”
(પંચાધ્યાયી ભા. ૨, ગા. ૩પ૩) ૩. “મતિજ્ઞાનાદિના ઉત્પત્તિ સમયમાં આત્મા જ ઉપાદાન
કારણ છે, તથા દેહુ-ઈન્દ્રિય અને એ ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો તો માત્ર બાહ્ય હેતુ છે. તેથી તે અહેતુસમાન ( અહેતુવ ) છે.”
(પંચાધ્યાયી ભા. ૨, ગા. ૩૫૧) ૪. જો સ્પર્શાદિક વિષયો સ્વતંત્રપણે જ્ઞાનને ઉત્પન્ન કરતા
હોય તો તે જ્ઞાનશૂન્ય ઘટાદિકમાં પણ તે જ્ઞાન કેમ
ઉત્પન્ન કરતા નથી? (પંચાધ્યાયી ભા. ૨, ગા. ૩૫૪) ૫. જો એમ કહેવામાં આવે કે ચેતન દ્રવ્યમાં જ કોઈ ઠેકાણે
એ સ્પર્શાદિક પદાર્થો જ્ઞાનને ઉત્પન્ન કરે છે, પણ જો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #207
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૬૮) આત્મા પોતે ચેતન છે તો પછી અચેતન પદાર્થોએ તેમાં શું ઉત્પન્ન કર્યું? અર્થાત્ કાંઈ જ નહિ.
( જુઓ, પંચાધ્યાયી ભા. ૨, ગા. ૩૫૫) ૬. તેથી એમ નક્કી થાય છે કે આત્માને જ્ઞાન અને સુખ ઉત્પન્ન કરવામાં શરીર, પાંચે ઈન્દ્રિયો તથા તેના વિષયોનું
અકિંચિત્કરપણું છે. (જુઓ, પંચા. ભા.ર, ગા. ૩પ૬). [‘જે હેતુ કાંઈપણ ન કરે તે અકિંચિત્કર કહેવાય છે. ]
(સમયસાર ગા. ર૬૭ નો ભાવાર્થ, પાનું ૩૨૮) પ્ર. ૪૦૧-અંતરંગ કારણથી (ઉપાદાન કારણથી) જ કાર્યની
ઉત્પત્તિ થાય છે-એમ ન માનવામાં આવે તો શો દોષ
આવે ? ઉ. ૧. કાર્યની ઉત્પત્તિમાં સ્વસ્થિતિ કારણ હોય છે, તેમાં અન્ય
હેતુ (કારણ) નથી. તેમ છતાં “કોઈ હેતુ” છે, એમ માનવામાં આવે તો અનવસ્થાનો દોષ આવે. (પંચાધ્યાયી ભા. ૨, ગા. ૭૯૯ પાનું ૨૭૯
પં. ફૂલચંદજી દ્વારા સંપાદિત ) ૨. “અહીં મિત્રતથી એક ઉપાદાન અને બીજાં સહકારી કારણ
લેવામાં આવ્યું છે. વસ્તુમાં કાર્યકારીપણાની યોગ્યતા અન્ય વસ્તુના નિમિત્તથી નથી આવતી, એ તો તેનો સ્વભાવ છે. એ ઉપરથી જે કોઈ વસ્તુમાં કાર્યકારીપણાની યોગ્યતા અન્ય વસ્તુની સહકારિતાથી માનવામાં આવે તો તે અન્ય વસ્તુમાં એવી યોગ્યતા તેનાથી ભિન્ન અન્ય વસ્તુના નિમિત્તથી માનવી પડશે અને એ પ્રકારે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #208
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૬૯) ઉત્તરોત્તર હેતુ-પરંપરાની કલ્પના કરવાથી અનવસ્થા-દોષ પ્રાપ્ત થશે.......”
(પ્ર. ફલચંદજી સંપાદિત પંચાધ્યાયી ભા ૧,
ગા. ૪૦૦-૪૦૪ નો વિશેષ અર્થ.) ૩. “..સર્વ કાર્ય એકાન્તથી બાહ્ય અર્થની અપેક્ષા કરીને જ | ઉત્પન્ન થતાં નથી; અન્યથા ચાવલ ધાન્યના બીજથી જવના અંકુરની ઉત્પત્તિનો પ્રસંગ પ્રાપ્ત થશે, પરંતુ ત્રણે કાળમાં કોઈ ક્ષેત્રમાં તે પ્રકારનું દ્રવ્ય નથી કે જેના બળે ચાવલ ધાન્યના બીજને જવના અંકુરપણે ઉત્પન્ન કરવાની શક્તિ હોઈ શકે. જો એવું થવા લાગશે તો અનવસ્થા દોષ પ્રાપ્ત થશે, માટે કોઈ પણ સ્થળે (સર્વત્ર) અંતરંગ કારણથી જ કાર્યની ઉત્પત્તિ થાય છે એવો નિશ્ચય કરવો જોઈએ.”
(ાઓ, ધવલ પુસ્તક ૬, પાનું ૧૬૪) પ્ર. ૪૦ર-વસ્તુનું પ્રત્યેક પરિણમન પોતાની યોગ્યતાનુસાર જ
હોય છે, આ વાત બરોબર છે? ઉ. ૧. હ; વાસ્તવમાં કોઈ પણ કાર્ય થવામાં કે બગડવામાં તેની યોગ્યતા જ સાક્ષાત્ સાધક થાય છે.
“નન્વયં વાઘનિમિત્તક્ષેપ: પ્રાપ્નોતીત્યત્રીદા અન્ય: પુન– गुरुविपक्षादिः प्रकृतार्थसमुत्पादभ्रंशयोर्निमित्तमात्रं स्यात्तत्र योग्यतामेव साक्षात् साधकत्वात्।"
અર્થ- અહીં એવી શંકા થાય છે કે એ રીતે તો બાહ્ય નિમિત્તોનું નિરાકરણ જ થઈ જશે. તેનો જવાબ એ છે કે અન્ય જે ગુરુ, શત્રુ વગેરે છે તે પ્રકૃતિ કાર્યના ઉત્પાદનમાં કે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #209
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(१७०)
વિધ્વંસમાં ફકત નિમિત્તમાત્ર છે. ત્યાં યોગ્યતામાં જ સાક્ષાત્ સાધકપણું છે.
२. “ वैभाविक परिणमन निमित्त सापेक्ष होकर भी वह अपनी इस कालमें प्रगट होनेवाली योग्यतानुसार ही है ...... अपनी योग्यतावश ही जीव संसारी है ओर अपनी योग्यतावश ही वह मुक्त होता है। जैसे परिणमन का साधारण कारण काल होते हुए भी द्रव्य अपने उत्पादव्ययस्वभाव के कारण ही परिणमन करता है । काल उसका कुछ प्रेरक नहीं है। आगममें निमित्तविशेषका ज्ञान कराने के लिये ही कर्म का उल्लेख किया गया है। उसे कुछ प्रेरक कारण नहीं मानना चाहीए। जीव पराधीन है यह कथन निमित्तविशेष का ज्ञान कराने के लिये ही किया जाता है । तत्वतः प्रत्येक परिणमन होता है अपनी योग्यतानुसार ही । (પં. ફુલચંદજી સંપાદિત પંચાધ્યાયી ગા. ૬૧ થી ૭૦ નો विशेषार्थ, पृ. १६3 ) ૩. શ્રી ગોમ્મટસાર જીવકાંડ ગા. ૫૮૦ ની સં. ટીકાના શ્લોકમાં કહ્યું છે કેઃ
निमित्तांतरं तत्र योग्यता वस्तुनि स्थिता। बहिनिंश्चयकालस्तु निश्चितं तत्वदर्शिभिः।। १ ।।
અર્થ:- “ તે વસ્તુમાં રહેલી પરિણમરૂપ, જે યોગ્યતા તે અંતરંગ નિમિત્ત છે અને તે પરિણમનનો નિશ્ચયકાલ બાહ્ય નિમિત્ત છે એવો તત્ત્વદર્શીઓએ નિશ્ચય કર્યો છે.
"
[અહીં અંતરંગ નિમિત્તનો અર્થ ઉપાદાન કારણ થાય છે.] ૪. ‘યોગ્યતા ’ શબ્દનો ઉપયોગ નીચેના શાસ્ત્રોમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #210
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૭૧) કરવામાં આવ્યો છે. જિજ્ઞાસુઓને તે વાંચી યોગ્યતાનો સાચો અર્થ સમજવા ભલામણ છે:
૧. પ્રવચનસાર ગા. ૪૪, ૧૬૭, ૧૬૮, ૧૬૯ ટીકા. ૨. સમયસાર-ગા. ૧૩, ૨૭૫, ૩૧૮, ૩૭૩ ટીકા ૩. નિયમસાર–ગા. ૬૩ ટીકા ૪. પંચાસ્તિકાય-ગા. ૬૪, ૬૬, ૯૯ ટીકા. ૫. ઇબ્દોપદેશ-ગા. ૩પ ટીકા, તથા ગા. ૨-મૂલમાં
(યોગ્યોપાવાન-યોગેન) ૬. અષ્ટસહસ્ત્રી-શ્લોક ૮૮ ટીકા, પૃ. ૨૫૬. ૭. અષ્ટશતી-શ્લોક-૮૮ ટીકા. પૃ. ૪). ૮. પ્રમેયકમલમાર્તણ્ડ-પૃ. ૧૦૫-“યોગ્યતા પર્વ
શરમ ૯. પ્રમાણ પરીક્ષા -પૃ. પર, પૃ. ૬૭ ૧૦. તત્ત્વાર્થસૂત્ર-અ. ૮, સૂ. ૨.
૧૧. તત્ત્વાર્થસાર-પૃ. ૩૭, ૯૫, ૧૬૪, ૧૬૬, ૧૭૬, ૧૮૨, ૧૮૩, ૨૮૪, ૨૮૬, ૩૮૫, ૩–૯-“યોગ્યતા કવ શરામ”
૧૨. તત્વાર્થસ્લોકવાર્તિક-પૃ. ૨૩, ૨૪૯-સંસ્કૃત. ૧૩. પરીક્ષામુખ-દ્ધિ. અ. સૂ. ૯
૧૪. ગોમ્મદસાર કર્મકાર્ડા-ગા. પર, ૧૯૦-૨૮૬. પ્ર. ૪૦૩- નિમિત્તને ખરેખર અકિંચિત્થર કેમ કહ્યું? ઉ. ૧. “સંસારમાં કે મોક્ષમાં આત્મા પોતાની મેળે જ સુખરૂપ
પરિણમે છે, તેમાં વિષયો અકિંચિત્થર છે અર્થાત્ કાંઈ કરતા નથી. અજ્ઞાનીઓ વિષયોને સુખનાં કારણ માનીને નકામાં તેમને અવલંબે છે!”
(પ્રવચનસાર ગાથા ૬૭નો ભાવાર્થ.)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #211
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૭ર) ૨. “જે હેતુ કાંઈ પણ ન કરે તે અકિંચિત્કર કહેવાય છે.
(જુઓ, શ્રી સમયસાર ગા. ર૬૭ ની ટીકા). એક દ્રવ્યનો વ્યાપાર બીજા દ્રવ્યમાં હોતો જ નથી; ઉક્ત કથનથી સિદ્ધ થાય છે કે આત્માને ઈન્દ્રિયજન્ય જ્ઞાન અને સુખ થવામાં શરીર, ઇન્દ્રિયો તથા તેના વિષયો અનુત્પાદક હોવાથી અકિંચિત્કર છે....”
(પંચાધ્યાયી ભા. ૨, ગા. ૩પ૬નો ભાવાર્થ) ૩. “તત્ત્વદષ્ટિથી જોતાં રાગ-દ્વેષને ઉપજાવનારું અન્ય દ્રવ્ય જરાય (વિવા9િ) દેખાતું નથી.”
(શ્રી સમયસાર કળશ ૨૧૯) ૪. “આ આત્મામાં જે રાગદ્વેષરૂપ દોષોની ઉત્પત્તિ થાય છે
ત્યાં પરદ્રવ્યોનો કાંઈ પણ દોષ નથી, ત્યાં તો સ્વય અપરાધી એવું આ અજ્ઞાન જ ફેલાય છે.
(શ્રી સમયસાર, કલશ ર૨૦) ૫. “...... આમ પોતાના સ્વરૂપથી જ જાણતા એવા
આત્માને પોતપોતાના સ્વભાવથી જ પરિણમતા શબ્દાદિક કિંચિત્ માત્ર પણ વિકાર કરતા નથી, જેમ પોતાના સ્વરૂપથી જ પ્રકાશતા એવા દીવાને ઘટપટાદિ પદાર્થો વિકાર કરતા નથી તેમ. આવો વસ્તુ સ્વભાવ છે, તો પણ જીવ, શબ્દને સાંભળી, રૂપને દેખી, ગંધને સૂધી, રસને આસ્વાદી, સ્પર્શને સ્પર્શી, ગુણદ્રવ્યને જાણી; તેમને સારાં-નરસાં માની રાગદ્વેષ કરે છે તે અજ્ઞાન જ છે.
(શ્રી સમયસાર-ગા. ૩૭૩ થી ૩૮ર નો ભાવાર્થ)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #212
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૭૩) ૬. “ વસ્તુસ્વભાવ પર વડ ઉત્પન્ન કરી શકાતો નહિ હોવાથી, તેમજ વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહિ હોવાથી, આત્મા જેમ બાહ્ય પદાર્થોની અસમીપતામાં (પોતાના સ્વરૂપથી જ જાણે છે, તેમ બાહ્ય પદાર્થોની સમીપતામાં પણ પોતાના સ્વરૂપથી જ જાણે છે. (એમ) પોતાના સ્વરૂપથી જ જાણતા એવા તેને ( આત્માને), વસ્તુસ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતા એવા મનોહર કે અમનોહર શબ્દાદિ બાહ્ય પદાર્થો જરાય વિક્રિયા ઉત્પન્ન કરતા નથી.”
(શ્રી સમયસાર ગાથા ૩૭૩ થી ૩૮૨ ની ટીકા) પ્ર. ૪૦૪- નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ક્યારે કહેવાય? ઉં. જે સમયે વસ્તુ કાર્યરૂપે પરિણમે એટલે કે ઉપાદાનમાં કાર્ય થાય તે જ સમયે સંયોગરૂપ પરવસ્તુને નિમિત્ત કહેવાય. જો કાર્ય ન થાય તો કોઈ સામગ્રીને નિમિત્ત કારણ કહેવાય નહિ, કારણ કે કાર્ય થયા પહેલાં નિમિત્ત કોનું? કાર્યકારણનો સમય એક જ હોય છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ
એક સમયના વર્તમાન પર્યાયમાં જ હોય છે. પ્ર. ૪૦પ-નિમિત્ત-નૈમિત્તિક સંબંધ દષ્ટાંત આપી સમજાવો. ઉ. (૧) કેવળજ્ઞાન નૈમિત્તિક છે અને લોકાલોકરૂપ બધાં શેય
નિમિત્ત છે. (પ્રવચનસાર ગા. ર૬ ની ટીકા) (૨) સમ્યગ્દર્શન નૈમિત્તિક છે અને સમ્યજ્ઞાનીના ઉપદેશાદિ નિમિત્ત છે.
(આત્માનુશાસન ગા. ૧૦ ની ટીકા) (૩) સિદ્ધદશા નૈમિત્તિક છે અને પુદ્ગલકર્મનો અભાવ
નિમિત્ત છે. (સમયસાર ગા. ૮૩ ની ટીકા )
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #213
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૭૪). (૪) “જેમ અધ:કર્મથી નીપજેલું અને ઉદ્દેશથી નીપજેલું
એવું જે નિમિત્તભૂત (આહારાદિ) પુદ્ગલદ્રવ્ય તેને નહિ પચ્ચકખતો આત્મા (મુનિ ) નૈમિત્તિકભૂત બંધસાધક ભાવને પચ્ચકખતો (ત્યાગતો) નથી, તેમ સમસ્ત પરદ્રવ્યને નહિ પચ્ચકખતો (નહિ ત્યાગતો) આત્મા તેના નિમિત્ત થતા ભાવને પચ્ચકખતો (ત્યાગતો) નથી.” (સમયસાર ગાથા ૨૮૬-૮૭ ની ટીકા)
આમાં બંધસાધકભાવ નૈમિત્તિક છે અને અધઃકર્મ અને ઉશિક આહારાદિ પરદ્રવ્ય નિમિત્ત છે. ૧. “જે પાપકર્મથી આહાર નીપજે તે પાપકર્મને અધ:કર્મ
કહેવામાં આવે છે, તેમ જ તે આહારને પણ અધ:કર્મ કહેવામાં આવે છે. જે આહાર ગ્રહણ કરનારના નિમિત્તે જ બનાવવામાં આવ્યો હોય તેને ઉશિક કહેવામાં આવે છે.” આવા આહાર (અધ:કર્મ અને ઉશિક) ના નિમિત્તે જે આત્માના ભાવ થાય છે તે નૈમિત્તિક
બંધસાધક ભાવ છે. ૨. નિમિત્ત-નૈમિત્તિકસંબંધ માત્ર કર્મ અને જીવ વચ્ચે જ હોય છે એ વાત ખરી નથી, કારણો બતાવવાં હોય
ત્યારે ઉપાદાનકારણ અને નિમિત્તકારણ કહેવાય છે. ૩. નિમિત્તકારણ અને તેની સાથેનો સંબંધ બતાવવો હોય
ત્યારે ઉપાદાનનું કાર્ય ( નિમિત્ત અપેક્ષાએ) નૈમિત્તિક
કáાય છે. પ્ર. ૪૦૬-“ગુરુ ઉપદેશ નિમિત્ત વિન, ઉપાદાન બલહીન; જ્યો નર દુજે પાંવ બિન, ચલકો આધીન.”
(બનારસી વિલાસ)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #214
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૭૫) અર્થ:- ગુરુના ઉપદેશરૂપ નિમિત્ત વિના ઉપાદાન ( શિષ્યાદિ) બળહીન છે. (કારણ કે) બીજા પગ વગર માણસ ચાલી શકે ?
[ આ માન્યતા બરાબર છે? એવો શિષ્યનો પ્રશ્ન છે. ] ઉ. એ માન્યતા બરાબર નથી એમ બતાવવા શ્રીગુરુ દોહાથી
જવાબ આપે છે(૧) “જ્ઞાનનૈન કિરિયા ચરન, દોઊ શિવમગધાર; ઉપાદાન નિહર્ચે જહ, તહીં નિમિત્ત વ્યોહાર, ”
(બનારસી વિલાસ) અર્થ- સમ્યગ્દર્શન જ્ઞાનરૂપ નેત્ર અને સ્થિરતારૂપ ચરણ (અર્થાત્ લીનતારૂપ ક્રિયા)એ બન્ને મળીને મોક્ષમાર્ગ જાણો. જ્યાં ઉપાદાનરૂપ નિશ્ચયકારણ હોય છે ત્યાં નિમિત્તરૂપ વ્યવહાર કારણ હોય છે જ.
ભાવાર્થ- ઉપાદાન તે નિશ્ચય અર્થાત્ સાચું કારણ છે; નિમિત્ત તો માત્ર વ્યવહાર અર્થાત્ ઉપચાર કારણ છે, સાચું કારણ નથી; તેથી તો તેને અકારણવત્ (અહેતુવત) કહ્યું છે. તેને ઉપચાર (આરોપિત) કારણ એટલા માટે કહ્યું છે કે તે ઉપાદાનનું કંઈ કાર્ય કરતું-કરાવતું નથી, છતાં કાર્યના સમયે તેના ઉપર અનુકૂળપણાનો આરોપ આવે છે તે કારણે ઉપચારમાત્ર કહ્યું છે.
(સમ્યજ્ઞાન અને ચારિત્રરૂપ લીનતાને મોક્ષમાર્ગ જાણો એવું કહ્યું તેમાં શરીરાશ્રિત ઉપદેશ, ઉપવાસાદિક ક્રિયા અને શુભરાગરૂપ વ્યવહારને મોક્ષમાર્ગ ન જાણો એ વાત આવી જાય છે.)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #215
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૭૬) (૨) “ઉપાદાન નિજગુણ જહાં, તહં નિમિત્ત પર હોય. ભેદજ્ઞાન પરવાન વિધિ, વિરલા બૂઝે કોય.”
(બનારસી વિલાસ) અર્થ- જ્યાં નિજશક્તિરૂપ ઉપાદાન હોય ત્યાં પર નિમિત્ત હોય છે જ. એમ ભેદજ્ઞાન પ્રમાણનો વિધિ (વ્યવસ્થા) છે. આ સિદ્ધાંત કોઈ વિરલા જ સમજે છે.
ભાવાર્થ- જ્યાં ઉપાદાનની યોગ્યતા હોય ત્યાં નિયમથી નિમિત્ત હોય જ છે. નિમિત્તની રાહ જોવી પડે તેવું હોતું નથી, અને નિમિત્તને એમ મેળવી શકીએ છીએ, એવું પણ હોતું નથી. નિમિત્તની રાહ જોવી પડે છે યા તેને હું લાવી શકું એવી માન્યતા પર પદાર્થોમાં અભેદબુદ્ધિ અર્થાત્ અજ્ઞાનસૂચક છે. ઉપાદાન અને નિમિત્ત બને અસહાયરૂપ સ્વતંત્ર છે એ તેમની મર્યાદા છે. (૩) “ઉપાદાન બલ જë, તë, નહીં નિમિત્તકો દાવ; એક ચકસૌ રથ ચલે, રવિકો યહે સ્વભાવ.”
(બનારસી વિલાસ) અર્થ- જ્યાં જુઓ ત્યાં ઉપાદાનનું જ બળ છે. (નિમિત્ત હોય છે, પરંતુ નિમિત્તનો (કાર્ય કરવામાં) કંઈ પણ દાવ (બળ) નથી. એક ચક્રથી રવિ (સૂર્ય) નો રથ ચાલે છે તે તેનો સ્વભાવ છે.
[ તેમ પ્રત્યેક કાર્ય ઉપાદાનની યોગ્યતાથી (સામર્થ્યથી) જ થાય છે.] પ્ર. ૪૦૭-“હોં જાને થા એક હી, ઉપાદાનસો કાજ; થકે સહાઈ પોન બિન પાની માંહિ જહાજ.”
(બનારસી વિલાસ)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #216
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes
(૧૭૭)
અર્થ:- એકલા ઉપાદાનથી કાર્ય થતું હોય તો પવનની મદદ વિના જહાજ પાણીમાં કેમ ચાલતું નથી ?
ઉ. (૧) “ સû વસ્તુ અસહાય જા, તહાઁ નિમિત્ત હૈ કૌન;
જ્યાં જહાજ પરવાહ મેં, તિથૈ સહજ વિન પૌન.”
(બનારસી વિલાસ )
અર્થ:- જ્યાં પ્રત્યેક વસ્તુ
સ્વતંત્રપણે પોતાની
અવસ્થાને ( કાર્યને ) પ્રાપ્ત કરે છે ત્યાં નિમિત્ત કોણ ? જેમ જહાજ પ્રવાહમાં સહજ પવન વિના જ તરે છે.
ભાવાર્થ:- જીવ અને પુદગલ દ્રવ્ય શુદ્ધ યા અશુદ્ધ અવસ્થામાં સ્વતંત્રપણે જ પોતાનામાં પરિણમન કરે છે. અજ્ઞાની જીવ પણ સ્વતંત્રપણે નિમિત્તાધીન થઈ પરિણમન કરે છે. કોઈ નિમિત્ત તેને આધીન બનાવી શકતું નથી.
(૨) “ઉપાદાન વિધિ નિર્વચન, હૈ નિમિત્ત ઉપદેશ,
66
બસે જી જૈસે દેશમેં, કરે સુ તૈસે ભેષ.”
વિશેષાર્થ:- ઉપાદાનનું કથન નિર્વચન (અર્થાત્ એક “ યોગ્યતા શબ્દ દ્વારા જ થાય ) છે; ઉપાદાન પોતાની યોગ્યતાથી અનેક પ્રકારે પરિણમન કરે છે. ત્યારે ઉપસ્થિત નિમિત્ત પર ભિન્ન ભિન્ન કારણપણાનો આરોપ (–ભેષ) આવે છે; ઉપાદાનનો વિધિ નિર્વચન હોવાથી નિમિત્ત દ્વારા એ કાર્ય થયું એવું વ્યવહારથી કહેવામાં આવે છે.
1
ભાવાર્થ:- ઉપાદાન જ્યારે જેવું કાર્ય કરે છે ત્યારે તેવા કારણપણાનો આરોપ (–ભેષ ) નિમિત્ત ૫ર આવે છે;
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #217
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૭૮). જેમ કે-કોઈ વજકાયવાન મનુષ્ય સાતમી નરકગતિ યોગ્ય મલિન ભાવ ધારણ કરે છે, તો વજકાય પર નરકના કારણપણાનો આરોપ આવે છે; તથા જો જીવ મોક્ષ યોગ્ય નિર્મલ ભાવ કરે છે તો તે નિમિત્ત પર મોક્ષકારણપણાનો આરોપ આવે છે. આવી રીતે ઉપાદાનના કાર્ય અનુસાર નિમિત્તમાં કારણપણાનો ભિન્ન ભિન્ન આરોપ કરવામાં આવે છે. આથી એવું સિદ્ધ થાય છે કે નિમિત્તથી કાર્ય થતું નથી પરંતુ કથન થાય છે, તેથી ઉપાદાન સાચું કારણ છે અને નિમિત્ત આરોપિત કારણ છે.
ખરેખર તો, નિમિત્ત એમ પ્રસિદ્ધ કરે છે કે –નૈમિત્તિક સ્વતંત્ર પોતાના કારણથી પરિણમન કરી રહેલ છે, તો ઉપસ્થિત બીજી અનુકૂળ વસ્તુને નિમિત્ત કહેવાય છે. પ્ર. ૪૮૮- નિમિત્ત વિના કાર્ય થાય? ઉ. ૧ નિશ્ચયથી તો નિમિત્ત વિના જ સર્વત્ર સ્વયં ઉપાદાનની
યોગ્યતાથી જ કાર્ય થાય છે; તે કાળે ઉચિત નિમિત્ત હોય છે એ વ્યવહારકથન છે.
નિયમ એવો છે કે નિશ્ચયથી ઉપાદાન વિના કોઈ કાર્ય થતું નથી. કાર્ય તે પર્યાય છે અને નિશ્ચયથી તે પરથી (નિમિત્તથી) નિરપેક્ષ થાય છે. [ જુઓ, ૧-સમયસાર ગાવે ૩૦૮ થી ૧૧ તથા તેની સ0 ટીકા; ર-પંચાસ્તિકાય ગા. ૬ર સંવ ટીકા, ૩-બનારસીદાસના ઉપાદાન નિમિત્ત દોહા નવ ૪પ-૬, ૪-પ્રવચનસાર ગાઇ ૧OOની શ્રી જયસેનાચાર્ય કૃત ટીકા, અ) ૨, ગા. ૮, પા. ૧૩૬: તથા પ્રવચનસાર ગા) ૧૬O તથા તેની શ્રી અમૃતચંદ્રાચાર્યકૃત ટીકા]
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #218
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૭૯) ૨. નિમિત્ત વ્યવહારકારણ છે એમ નહીં માનનારને
“નિમિત્ત વિના કાર્ય થતું નથી.' એમ બતાવવામાં આવે છે; પણ વ્યવહારના કથનોને નિશ્ચયનાં કથનો સમજવાં તે ભૂલ છે.
(જુઓ, સમયસાર ગાળ ૩ર૪-૩ર૭ તથા ટીકા) ૩ એવું નથી કે-કદી કાર્ય માટે નિમિત્તની રાહ જોવી પડે,
અથવા નિમિત્તો મેળવવા પડે, અથવા નિમિત્ત છે તેથી
ઉપાદાનમાં કાર્ય થાય છે. ૪ પ્રત્યેક સમયે ઉપાદાનમાં નિશ્ચિત કાર્ય થાય છે અને તે
કાળે નિમિત્ત પણ નિશ્ચિત હોય છે જ. ૫ દરેક દ્રવ્ય અનાદિથી અનંતકાળ પ્રત્યેક સમયે પરિણમન
કરે જ છે, તે પરિણામ પોતે કાર્ય છે અને દરેક સમયના કાર્ય માટે ઉપાદાન અને નિમિત્તકારણો અર્થાત્ ઉપાદાનરૂપ ઉત્પાદક સામગ્રી અને નિમિત્તરૂપ ઉત્પાદક સામગ્રી હોય જ છે. કોઈ સમયે તે ન હોય તેમ બનતું જ નથી.
( જુઓ, પ્રકરણ પખું, પ્રશ્ન ૩૬૩. ) પ્ર. ૪૦૯-પુદ્ગલ કર્મની જોરાવરીથી જીવમાં રાગ-દ્વેષના
પરિણામ થાય છે એ બરાબર છે? ઉ. ૧. ના; શ્રી સમયસાર નાટક' માં આવો પ્રશ્ન ઉપસ્થિત કરી તેનું નીચે પ્રમાણે સમાધાન કર્યું છે:“કોઉ મૂરખ યોં કહે, રાગ દોષ પરિનામ; પુગલકી જોરાવરી, વરતે આતમરામ.
ક્ય જ્યોં પુગ્ગલ બલ કરે, ધરિ ધરિ કર્મજ ભેષ; રાગદોષક પરિનમન, ત્યોં ત્યોં હોઈ વિશેષ.”
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #219
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૮૦) અર્થ- કોઈ કોઈ મૂર્ખ એમ કહે છે કે આત્મામાં રાગદ્વષના ભાવ પુદ્ગલની જોરાવરીથી થાય છે તે કહે છે કેપુદ્ગલ કર્મરૂપ પરિણમનના ઉદયમાં જેવું-જેવું જોર કરે છે તેવું તેવું બાહુલ્યતાથી રાગ-દ્વષના પરિણામ થાય છે.
“ઈહિ વિધિ જો વિપરીત પખ, ગહે સર્વે કોઈ;
સો નર રાગ વિરોધસૌ, કબહૂ ભિન્ન ન હોઈ. સુગુરુ કહૈ જગમેં રહે, પુગલ સંગ સદીવ; સહજ શુદ્ધ પરિનમનિકૌ, અવસર લહેં ન જીવ. તાતેં ચિભાવનિ વિષે, સમરથ ચેતન રાઉ, રાગ-વિરોધ મિથ્યાતમેં, સમકિતમેં સિવ ભાઉ.”
(સમયસાર નાટક પા. ૩૫૩) અર્થ- આવી રીતે કોઈ માણસ વિપરીત પક્ષ ગ્રહણ કરી શ્રદ્ધાન કરે છે કે તે રાગવિરોધરૂપ ભાવોથી કદી ભિન્ન થઈ શકે જ નહિ. સદ્દગુરુ કહે છે કે-જગતમાં સંસારી જીવને પુદ્ગલનો સંગ જો સદૈવ રહે તો જીવને સહુજ શુદ્ધ પરિણામ કરવાનો અવસર જ મળે નહિ, માટે પોતાના (શુદ્ધ યા અશુદ્ધ) ચૈતન્યપરિણામમાં ચેતનરાજા જ સમર્થ છે. રાગવિરોધરૂપ પરિણામ પોતાના મિથ્યાત્વભાવમાં છે, અને પોતાના સમકિત પરિણામમાં શિવ-ભાવ અર્થાત જ્ઞાન-દર્શન-સુખ આદિ ઊપજે છે.
૨. “અવિદ્યા જડ નાની શક્તિથી તારી મહાન શક્તિ ન હણાઈ જાય; પરંતુ તારી શુદ્ધ શક્તિ પણ મોટી, તારી અશુદ્ધ શક્તિ પણ મોટી, તારી (ઊંધી) ચિંતવણી તારે ગળે પડી અને તેથી પરને દેખી આત્મા ભૂલ્યો, એ અવિદ્યા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #220
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૮૧) તારી જ ફેલાયેલી છે; તું અવિઘારૂપ કર્મમાં ન પડી રૂ ન જોડે તો જડનું કાંઈ જોર નથી; તેથી અપરંપાર શક્તિ તારી છે..”
(શ્રી દીપચંદજીકૃત “અનુભવપ્રકાશ'-ગુ. આવૃત્તિ, પા. ૩૭) પ્ર. ૪૧૦-સંજ્ઞી પંચેન્દ્રિયપણું, મનુષ્યપણું, કર્મનો મંદ ઉદય
સમ્યજ્ઞાનીનો ઉપદેશ વગેરે નિમિત્તો વિના ખરેખર
મોક્ષમાર્ગ પ્રગટ થાય છે? ઉ. ૧. હા; કારણ કે દરેક દ્રવ્યના દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવ
પોતાપણે છે અને પરપણે નથી, માટે એક દ્રવ્યને બીજા દ્રવ્યની જરૂર પડતી જ નથી. જ્યાં નિશ્ચય કારણઉપાદાનકારણ હોય છે ત્યાં વ્યવહારકરણ-નિમિત્તકારણ
હોય છે જ. ૨. જીવ નિજ શુદ્ધ જ્ઞાતા-દષ્ટા સ્વભાવની રુચિ અને તેમાં
લીનતારૂપ પુરુષાર્થ ન કરે ત્યાં સુધી કોઈ પદાર્થ ઉપર નિમિત્તપણાનો આરોપ આવતો નથી. જીવ જ્યારે પોતામાં ધર્મ-અવસ્થા પ્રગટ કરે ત્યારે તેને ઉચિત (અનુકૂળ) બાહ્ય પદાર્થ ઉપર નિમિત્તપણાનો આરોપ
આવે છે. ૩. નિશ્ચયનયે તો નિમિત્ત વિના ઉપાદાનમાં સ્વથી જ કાર્ય
થાય છે, પણ તે કાળે કેવાં નિમિત્તો હોય છે તેનું જ્ઞાન કરાવવા માટે નિમિત્ત વિના કાર્ય થતું નથી એવું
વ્યવહાર નયનું કથન છે. ૪. “જિનમાર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયનયની મુખ્યતાસહિત વ્યાખ્યાન છે. તેને તો સત્યાર્થ એમ જ છે”
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #221
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૮૨). એમ જાણવું; તથા કોઈ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતાસહિત વ્યાખ્યાન છે તેને “એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે” એમ જાણવું...”
( શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક, પા. ૨૫૬) પ. આ સંબંધમાં શ્રી ભગવતીદાસજીએ “બ્રહ્મવિલાસ' પૃ.
૨૩૩ પર નિમિત્ત-ઉપાદાનના સંવાદરૂપે કહ્યું છે કેનિમિત્ત- “દેવ જિનેશ્વર ગુરુ યતિ, અર જિન આગમસાર,
ઈહિ નિમિત્તલૈં જીવ સબ પાવત હૈ ભવતાર.” ઉપાદાનઃ- “યહ નિમિત્ત ઈહુ જીવકો, મિલ્યો અનંતી વાર,
ઉપાદાન પલટયો નહીં, તો ભટક્યો સંસાર.” નિમિત્ત - “કે કેવલી કે સાધુ કે, નિકટ ભવ્ય જ હોય,
સો ક્ષાયિક સમ્યફ લહૈ, યહ નિમિત્ત બલ જોય” ઉપાદાના:- “કેવલી અરુ મુનિરાજકે, પાસ રહે બહુ લોય,
પૈ જાકો સુલટયો ધની, ક્ષાયિક તાકો હોય.' આથી સમજાય છે કે નિમિત્તો તો જીવને પૂર્વે અનંત વાર મળ્યાં છે, પણ પોતાના ક્ષણિક ઉપાદાનકારણ વિના તે મોક્ષમાર્ગ પામી શક્યો નથી અને તેથી તે સંસાર-અટવીમાં ભટકી રહ્યો છે. પ્ર. ૪૧૧-નિમિત્ત ભલે કંઈ ન કરે, પણ નિમિત્ત વિના તો
ઉપાદાન કાર્ય થતું નથી ને? ઉ. ૧. “નિમિત્ત વિના.કાર્ય થતું નથી' એ વ્યવહારનયનું
કથન છે. તેનો અર્થ એ છે કે-“તેમ નથી; પણ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે તેમ કહેવામાં આવે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #222
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૮૩) છે, કારણ કે દરેક સમયના ઉત્પાદ (કાર્ય) વખતે ઉચિત બહિરંગ સાધનોની (નિમિત્તોની) સંનિધિ (હાજરી-નિકટતા) હોય જ છે; તેનો આધાર એ છે કે –
જે ઉચિત બહિરંગ સાધનોની સંનિધિના સદ્ભાવમાં અનેક પ્રકારની ઘણી અવસ્થાઓ કરે છે........
(શ્રી પ્રવચનસાર ગા. ૯૫ ની ટીકા.) ૨. અહીં આશય એટલો જ છે કે જ્યાં કાર્ય થાય ત્યાં
ઉચિત નિમિત્ત હોય જ છે, ન હોય એમ બનતું નથી. ૩. જગતમાં દરેક દ્રવ્યમાં પરિણમન સમયે સમયે થઈ જ રહ્યું છે અને કાર્યને અનુકૂળ નિમિત્ત પણ સદાય દરેક સમયે હોય છે, તો પછી “નિમિત્તને લીધે કાર્ય થયું, નિમિત્ત ન હોય તો કાર્ય ન થાય” વગેરે દલીલોને અવકાશ જ ક્યાં રહ્યો? કાર્યની ઉત્પત્તિ અને તેને ઉચિત નિમિત્તની ઉપસ્થિતિ વચ્ચે સૂક્ષ્મ દૃષ્ટિએ
સમયભેદ છે જ નહિ. ૪. નિમિત્તનું અસ્તિત્વ નૈમિત્તિક કાર્યને જાહેર કરે છે, નહિ
કે તે કાર્યની પરાધીનતા સૂચવે છે. ૫. ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે જ ઉચિત બહિરંગ સાધન
નિમિત્ત” નામ પામે છે, તે સિવાય તે નિમિત્ત કહેવાતું
નથી.
૬. નિમિત્ત પર હોવાથી તે ઉપાદાનમાં ભળીને કે દૂર રહીને
તેને મદદ, અસર, પ્રેરણા, આધાર કે પ્રભાવ આપી શકે
નહિ, કારણ કે તેનો ઉપાદાનમાં અત્યંત અભાવ છે. ૭. પ્રત્યેક સમયે દરેક દ્રવ્ય ત્રિસ્વભાવસ્પર્શી (એટલે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #223
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૮) કે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય-એ ત્રણ સ્વભાવયુક્ત) હોય છે અને કાર્યના ઉત્પાદ સમયે બહિરંગ સાધનો (નિમિત્ત) ની હાજરી હોય છે જ. (જાઓ, શ્રી પ્રવચનસાર ગાથા ૧૦૨ ની ટીકા ). આથી સિદ્ધ થાય છે કે ઉત્પાદ, વ્યય, દ્રૌવ્ય અને બહિરંગ સાધનો (નિમિત્ત) નો સમય એક જ હોય છે. એવો સ્વાભાવિક નિયમ જ છે. તેથી કાર્યની ઉત્પત્તિસમયે ઉચિત નિમિત્ત હોય જ છે; તેથી નિમિત્તની ઉપસ્થિતિ- અનુપસ્થિતિનો કે તેની રાહ જોવાનો પ્રશ્ન જ રહેતો નથી. ૮. નિમિત્ત વિના ઉપાદાન બળહીન છે અને નિમિત્તની
સહાય વિના કાર્ય થતું નથી–એવા બે પ્રશ્નો ઉપસ્થિત કરી ૫. બનારસીદાસજીએ પોતાના રચેલા દોહામાં, એ
માન્યતા ખરી નથી એવો ખુલાસો કરતાં કહ્યું છે કે(૧) જ્યાં ઉપાદાન નિશ્ચય હોય છે ત્યાં નિમિત્ત વ્યવહાર
હોય છે જ. (૨) જ્યાં ઉપાદાન નિજગુણ હોય ત્યાં નિમિત્ત પર હોય
જ છે. (૩) જ્યાં જુઓ ત્યાં ઉપાદાનનું જ બળ છે, નિમિત્તનો
દાવ કદી પણ નથી. (૪) જ્યાં દરેક વસ્તુ અસહાય (સ્વતંત્રપણે) સધે છે
(પરિણમે છે), ત્યાં નિમિત્ત કોણ છે?
[ આ દોહા જિજ્ઞાસુએ ખાસ સમજવા જેવા છે. ] પ્ર. ૪૧૩-નિમિત્ત ઉપાદાનને કંઈ કરી શકતું નથી, તો શરીરમાં
સોય પેસી જવાથી જીવને દુઃખ કેમ થાય છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #224
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૮૫) ઉ. ૧. જીવ સદાય અરૂપી હોવાથી તેને સોયનો સ્પર્શ થઈ શકે
નહિ. એક આકાશક્ષેત્રે સોયનો સંયોગ થયો તે દુઃખનું કારણ નથી, પણ અજ્ઞાની જીવને શરીરની અવસ્થા સાથે એકત્વ-મમત્વબુદ્ધિ હોય છે, તેથી તેને જે દુઃખ થાય છે તે સોય શરીરમાં પેસવાના કારણે નહિ પણ તે
પ્રસંગે પ્રતિકૂળતાની ખોટી કલ્પનાથી થાય છે ૨. જ્ઞાનીને નીચલી દશામાં જે અલ્પ રાગ છે તે શરીર
સાથે એકત્વબુદ્ધિનો રાગ નથી; પોતાની ક્ષણિક નબળાઈના કારણે, તેને જેટલો રાગ છે તેટલું દુઃખ થાય છે. સોયના કારણે જ્ઞાની કે અજ્ઞાનીને-કોઈને દુ:ખ થતું નથી. જ્ઞાની અલ્પ દુઃખરૂપ વિકારનો જ્ઞાતા જ છે, પણ તેનો સ્વામી નથી. અજ્ઞાની પર સાથે
એકત્વ બુદ્ધિ કરી વિકારનો સ્વામી બની દુઃખી થાય છે. ૩. “...સામગ્રીને આધીન સુખ-દુઃખ નથી, પણ શાતા
અશાતાનો ઉદય થતાં મોહસ્પરિણામોના નિમિત્તથી જ સુખ-દુઃખ માનીએ છીએ.”
મુનિજનો શરીરની પીડા થતાં પણ તેમાં કાંઈ દુ:ખ માનતા નથી, માટે સુખ-દુ:ખ માનવું એ મોહના જ આધીન છે. મોહનીય અને વેદનીયને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, તેથી શાતા-અશાતાના ઉદયથી સુખ-દુઃખ થવું ભાસે છે.”
કેવળી ભગવાનને શાતા-અશાતાનો ઉદય તથા સુખ-દુ:ખના કારણરૂપ સામગ્રીનો પણ સંયોગ છે, પરંતુ મોહના અભાવથી તેમને કિંચિત્માત્ર પણ સુખ-દુ:ખ થતું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #225
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૮૬)
નથી; માટે સુખ-દુઃખ મોહજનિત જ માનવું. એટલા માટે તું સામગ્રીને (નિમિત્તને) દૂર કરવાના વા કાયમ રાખવાના ઉપાયો કરી દુઃખ મટાડવા તથા સુખી થવા ઈચ્છે છે, પણ એ બધા ઉપાય જૂઠા છે, તો સાચો ઉપાય શો છે? સમ્યગ્દર્શનાદિકથી ભ્રમ દૂર થાય તો સામગ્રીથી સુખ-દુઃખ ના ભાસતાં પોતાના પરિણામથી જ સુખ-દુઃખ ભાસે.”
(શ્રી મોક્ષમાર્ગપ્રકાશક, ગુજરાતી આવૃત્તિ, પાનું ૬૪ ) પ્ર. ૪૧૩-નિમિત્ત પામીને ઉપાદાન પરિણમે એ કથનનો અર્થ શો ? ઉ. ૧. “જેઓ ગુણોને અને પર્યાયોને પામે-પ્રાપ્ત કરે-પહોંચે
છે. એવા “અર્થો' તે દ્રવ્યો છે; જેઓ દ્રવ્યોને આશ્રય તરીકે પામે પ્રાપ્ત કરે-પહોંચે છે. એવા “અર્થો' તે ગુણો છે. જેઓ દ્રવ્યોને ક્રમપરિણામથી પામે-પ્રાત-કરોપહોંચે છે.....એવા “અર્થો” તે પર્યાયો છે.”
(પ્રવચનસાર-ગાથા ૮૭ની ટીકા) ૨. “ઉપાદાન નિમિત્તને પામીને પરિણમે ” એ કથન
વ્યવહારનયનું છે, તે માત્ર નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે કથન છે. ઉપાદાન કદી પણ નિમિત્તને ખરેખર પામતું નથી, માટે “કોઈ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતાસહિત વ્યાખ્યાન છે તેને “એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે”—એમ
જાણવું.” (શ્રી મોક્ષમાર્ગપ્રકાશક, પા, ૨૫૬ ) ૩. “તેવી રીતે જેણે પૂર્વ અવસ્થા પ્રાપ્ત કરેલી છે એવું
દ્રવ્ય પણ-કે જે ઉચિત બહિરંગ સાધનોની સંનિધિના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #226
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
(૧૮૭)
સદ્દભાવમાં અનેક પ્રકારની ઘણી અવસ્થાઓ કરે છે તે અંતરંગ સાધનભૂત સ્વરૂપકર્તાના અને સ્વરૂપકરણના સામર્થ્યરૂપ સ્વભાવવડે અનુગ્રહિત થતાં ઉત્તર અવસ્થાએ ઊપજતું થકું તે ઉત્પાદવડે લક્ષિત થાય છે......” (શ્રી પ્રવચનસાર-ગાથા ૯૫ની ટીકા) એ રીતે દરેક સમયના ઉત્પાદ (કાર્ય) વખતે ચિત બહિરંગ સાધનોની (. (કર્માદિ નિમિત્તોની સંનિધિ (હાજરીનિકટતા ) હોય જ છે- એમ અહીં બતાવ્યું છે.
แ
૪. “....આમ હોવાથી, સર્વ દ્રવ્યોને, નિમિત્તભૂત અન્ય દ્રવ્યો પોતાનાં ( અર્થાત્ સર્વ દ્રવ્યોનાં ) પરિણામનાં ઉત્પાદક છે જ નહિ; સર્વ દ્રવ્યો જ નિમિત્તભૂત અન્ય દ્રવ્યોના સ્વભાવને નહિ સ્પર્શતાં થકાં, પોતાના સ્વભાવથી પોતાના પરિણામભાવે ઊપજે છે. ” (શ્રી સમયસાર ગાથા-૩૭૨ ની ટીકા )
૫. “....લોકમાં સર્વત્ર જે કોઈ જેટલા જેટલા પદાર્થો છે તે બધાય નિશ્ચયથી (નક્કી) એકત્વનિશ્ચયને પ્રાપ્ત હોવાથી જ સુંદરતા પામે છે, કારણ કે અન્ય પ્રકારે તેમાં સંકર, વ્યતિકર આદિ સર્વ દોષો આવી પડે. કેવા છે તે સર્વ પદાર્થો? પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ પોતાના અનંત ધર્મોના ચક્રને ( સમૂહને ) ચુંબે છે-સ્પર્શે છે–તોપણ જેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી....
1;
(શ્રી સમયસાર-ગાથા ૩ની ટીકા) પ્ર. ૪૧૪-સમ્યગ્દષ્ટિ જીવોનો અભિપ્રાય નરકમાં જવાનો હોતો નથી, છતાં કોઈક સમ્યગ્દષ્ટિ નરકમાં જાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #227
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
તો ત્યાં જડ કર્મનું જોર છે અને જડ કર્મ જીવને નરકમાં
લઈ જાય છે, તેથી જવું પડે છે-આ વાત ખરી છે કે નહિ? ઉ. ૧. એ વાત ખરી નથી; એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરી
શકે નહિ. માટે જડ કર્મ જીવને નરકમાં લઈ જાય એમ
બનતું નથી. ૨. સમ્યગ્દષ્ટિ કે મિથ્યાદષ્ટિ કોઈ જીવ નરકમાં જવા
માગતા નથી, છતાં જે જે જીવો નરકક્ષેત્રે જવા લાયક હોય તે તે જીવો પોતાની ક્રિયાવતી શક્તિના પરિણમનના કારણે ત્યાં જાય છે. તે વખતે કાર્પણ અને તૈજસ શરીર પણ તેમની પોતાની (પુગલ પરમાણુઓની) ક્રિયાવતીશક્તિના પરિણમનના કારણે
તે ક્ષેત્રે જીવની સાથે જાય છે. ૩. વળી અભિપ્રાય તો શ્રદ્ધા ગુણનો પર્યાય છે અને ઈચ્છા તે ચારિત્રગુણનો વિકારી પર્યાય છે. દ્રવ્યના દરેક ગુણો સ્વતંત્ર અને અસહાય છે, તેથી જીવની ઇચ્છા કે અભિપ્રાય ગમે તે જાતના હોવા છતાં જીવની ક્રિયાવતીશક્તિનું પરિણમન તેનાથી (અભિપ્રાય અને ઈચ્છાથી) સ્વતંત્રપણે, તે વખતના તે પર્યાયના ધર્મ
અનુસાર થાય છે.. ૪. નરકગતિનો ભવ પોતાના પુરુષાર્થના દોષથી બંધાયો
હતો. તેથી યોગ્ય સમયે તેના ફળરૂપે જીવની પોતાની લાયકાતના કારણે નારકીનું ક્ષેત્ર સંયોગરૂપે હોય છે; કર્મ તેને નરકમાં લઈ જતું નથી. કર્મ ના કારણે જીવ નરકમાં જાય છે એમ કહેવું તે તો માત્ર ઉપચાર-કથન છે. જીવન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #228
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૮૯) કર્મની સાથેનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવવા માટે શાસ્ત્રોમાં તે કથન જણાવ્યું છે. પરંતુ ખરેખર જડકર્મ
જીવને નરકમાં લઈ જાય છે એમ બતાવવા માટે તે
કહ્યું નથી. (ગુ. મોક્ષશાસ્ત્ર-અ. ૩, સૂ ૬ ની ટીકા) પ્ર. ૪૧૫-ઉપાદાન અને નિમિત્ત કારણોને બીજા કયા નામોથી ' કહેવામાં આવે છે? ઉ. ૧. ઉપાદાનને અંતરંગ કારણ અને નિમિત્તને બહિરંગ
કારણ કહેવામાં આવે છે. ૨. ઉપાદાનને અનુપચાર (નિશ્ચય) અને નિમિત્તને ઉપચાર
(વ્યવહાર) કારણ કહેવામાં આવે છે. ૩. નિમિત્ત કારણને સહકારી કારણ પણ કહેવામાં આવે છે. પ્ર. ૪૧૬- નિમિત્ત કારણોમાં કયા કયા ભેદ પડે છે? ઉ. ૧. અનેક નિમિત્ત કારણોમાં જે મુખ્ય નિમિત્ત હોય તેને
અંતરંગ (નિમિત્ત) કારણ કહેવામાં આવે છે અને ગૌણ નિમિત્ત હોય તેને બહિરંગ (નિમિત્ત) કારણ
કહેવામાં આવે છે. તેના દષ્ટાંતો:(૧) કર્મબંધન માટે આત્માના યોગને બહિરંગ ( નિમિત્ત)
કારણ અને જીવના રાગાદિ ભાવને અંતરંગ (નિમિત્ત) કારણ કહે છે.
(જુઓ, પંચાસ્તિકાય-ગા. ૧૪૮ ની ટીકા) (૨) “વળી વ્રત, દાનાદિક તો કષાય ઘટાડવાનાં બાહ્ય
નિમિત્તસાધન છે અને કરણાનુયોગનો અભ્યાસ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #229
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
' (૧૯૦) કરતાં ત્યાં ઉપયોગ જોડાઈ જાય ત્યારે રાગાદિક દૂર થાય છે, તેથી તે અંતરંગ નિમિત્ત સાધન છે.”
(ગુ. મોક્ષમાર્ગપ્રકાશક પા. ૨૯૨) (૩) “. આ સમ્યકત્વ પરિણામનું બાહ્ય સહકારી કારણ
વીતરાગ-સર્વજ્ઞના મુખકમળમાંથી નીકળેલું સમસ્ત વસ્તુના પ્રતિપાદનમાં સમર્થ એવું દ્રવ્યશ્રુતરૂપ તત્ત્વજ્ઞાન જ છે. જે મુમુક્ષુઓ છે તેમને પણ ઉપચારથી પદાર્થ નિર્ણયના હેતુપણાને લીધે (સમ્યકત્વપરિણામના) અંતરંગ હેતુઓ કહ્યા છે, કારણ કે તેમને દર્શનમોહનીય કર્મના ક્ષયાદિક છે.”
(નિયમસાર ગા. ૫૧ થી ૫પની ટીકા) (૪) “કોઈ પુરુષને બંધનનું અંતરંગ નિમિત્ત કર્મ છે,
બંધનનો બહિરંગ હેતુ કોઈનો કાયવ્યાપાર છે; છેદનનું પણ અંતરંગ (નિમિત્ત) કારણ કર્મોદય છે, બહિરંગ કારણ પ્રમત્ત જીવની કાયક્રિયા છે; મરણનો પણ અંતરંગ (નિમિત્ત) હેતુ આંતરિક (નિકટ) સંબંધનો (આયુષ્યનો) ક્ષય છે, બહિરંગ કારણ કોઈની કાયવિકૃતિ છે.....”
(નિયમસાર ગા. ૬૮ ની ટીકા) પ્ર. ૪૧૭-ઉપાદાન કારણ કોને કહે છે? ઉ. “ઉત્પત્તિના કારણને ઉત્પાદન કારણ કહે છે. દ્રવ્યોનું
ધ્રુવપણું તથા પૂર્વ પર્યાયનો વ્યય તે ઉત્પાદન કારણ છે; જો આમ ન માનવામાં આવે તો...... “કેવળ સર્ગ (ઉત્પાદ) શોધનાર કુંભની (–વ્યય અને ધ્રૌવ્યથી જાદો એકલો ઉત્પાદ કરવા જનાર ઘડાની) ઉત્પાદન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #230
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૯૧) કારણના અભાવને લીધે, ઉત્પતિ જ ન થાય; અથવા તો અસનો જ ઉત્પાદ થાય. ત્યાં, (૧) જો કુંભની ઉત્પત્તિ ન થાય તો બધાય ભાવોની ઉત્પત્તિ જ ન થાય (અર્થાત્ જેમ કુંભની ઉત્પત્તિ ન થાય તેમ વિશ્વના કોઈ પણ દ્રવ્યમાં કોઈ પણ ભાવનો ઉત્પાદ જ ન થાય એ દોષ આવે) અથવા (૨) જો અસહ્નો ઉત્પાદ થાય તો વ્યોમપુષ્પ (આકાશફૂલ) વગેરેનો પણ ઉત્પાદ થાય (અર્થાત શૂન્યમાંથી પણ પદાર્થો ઉત્પન્ન થવા માંડે એ દોષ આવે.)”
(શ્રી પ્રવચનસાર, ગા. ૧OO ની ટીકા) પ્ર. ૪૧૮-સંહાર (વ્યય) કારણ કોને કહે છે? ઉ. “સંહાર (નાશ, વ્યય) ના કારણને સંહારકારણ કહેવામાં
આવે છે. ઉત્પાદ અને ધૌવ્યરહિત એકલો વ્યય માનનાર સંહારના કારણને માનતો નથી, તેથી વ્યય-(સંહાર) નું કારણ ઉત્પાદ અને ધ્રવ્ય છે, તેને ન માનવામાં આવે તો
કેવળ સંહાર આરંભનાર મૃત્તિકાપિંડનો (ઉત્પાદ અને ધ્રોવ્યરહિત એકલો વ્યય કરવા જનાર મૃત્તિકાપિંડનો), સંહારકારણના અભાવને લીધે સંહાર જ ન થાય; અથવા તો સનો જ ઉચ્છેદ થાય. ત્યાં (૧) જો મૃત્તિકાપિંડનો સંહાર ન થાય તો બધાય ભાવોનો સંહાર જ ન થાય ( અર્થાત્ જેમ મૃત્તિકાપિંડનો વ્યય ન થાય તેમ વિશ્વના કોઈ પણ દ્રવ્યમાં કોઈપણ ભાવનો વ્યય જ ન થાય એ દોષ આવે); અથવા (૨) જો સનો ઉચ્છેદ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #231
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૯ર) થાય તો ચૈતન્ય વગેરેનો પણ ઉચ્છેદ થાય (અર્થાત્ સર્વ દ્રવ્યોનો સમૂળગો વિનાશ થાય એ દોષ આવે.)”
( શ્રી પ્રવચનસાર ગા. ૧૦૦ ની ટીકા) | [ ઉપાદાનકારણ તથા સંહારકારણ તે ઉપાદાનકારણના ભેદો છે.] પ્ર. ૪૧૯-સમર્થ કારણ કોને કહે છે? ઉ. પ્રતિબંધનો અભાવ તથા સહકારી સમસ્ત સામગ્રીઓના
સદભાવને સમર્થકારણ કહે છે. સમર્થકારણના થવાથી કાર્યની ઉત્પત્તિ નિયમથી થાય છે.
તેનાં દષ્ટાંતો
૧. “...........હવે આ આત્મા જ કારણથી ઉપાદાન કારણથી) કાર્યસિદ્ધિ અવશ્ય થાય તે કારણરૂપ ઉદ્યમ કરે ત્યાં તો અન્ય કારણો (નિમિત્તકારણો) અવશ્ય મળે જ અને કાર્યની સિદ્ધિ પણ અવશ્ય થાય જ ...માટે જે જીવ શ્રી જિનેશ્વરના ઉપદેશ અનુસાર પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને તો કાળલબ્ધિ વા ભવિતવ્ય પણ થઈ ચૂક્યાં તથા કર્મના ઉપશમાદિ થયાં છે. ત્યારે તો તે આવો ઉપાય કરે છે, માટે જે પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને તો સર્વ કારણો મળે છે અને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે.....”
( ગુજરાતી મોક્ષમાર્ગપ્રકાશક-પા. ૩૧૧) [નોટ:- અહીં એમ બતાવ્યું કે જ્યાં ક્ષણિક ઉપાદાનની યોગ્યતા હોય ત્યાં નિમિત્તકારણો હોય જ છે, અને તે બન્નેને સમગ્રપણે સમર્થકારણ કહે છે.]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #232
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૯૩) ૨. બનારસીવિલાસ-ઉપાદાન-નિમિત્ત-દોહામાં કહ્યું છે
ઉપાદાન નિજ ગુણ જહ, તહેં નિમિત્ત પર હોય; ભેદજ્ઞાન પ્રમાણ વિધિ, વિરલા બૂઝે કોય.
અર્થ- જ્યાં નિશક્તિરૂપ ઉપાદાન તૈયાર હોય ત્યાં પર નિમિત્ત હોય જ છે; એવો ભેદજ્ઞાન પ્રમાણનો વિધિ (વ્યવસ્થા) છે; આ સિદ્ધાંત કોઈ વિરલા જ સમજે છે.
[ અહીં ઉપાદાન-નિમિત્ત બન્નેને જ સમગ્રપણે સમર્થકારણ કહેલ છે.]
૩. “ કોઈ કારણ એવા છે કે જેના હોવાથી કાર્ય સિદ્ધિ અવશ્ય થાય જ તથા જેના ન હોવાથી કાર્ય સિદ્ધ સર્વથા ન થાય; જેમ:- સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા થતાં તો અવશ્ય મોક્ષ થાય અને એમ થયા વિના સર્વથા મોક્ષ ના
થાય.)
(મોક્ષમાર્ગપ્રકાશક-ગુજરાતી આવૃત્તિ, પા. ૩૧૫) [ અહીં ક્ષણિક ઉપાદાનને સમર્થકારણ કહ્યું છે, પણ ત્યાં ઉચિત કર્મનો અભાવ નિમિત્તકારણ હોય છે એમ સમજવું] પ્ર. ૪૨૦-અસમર્થકારણ કોને કહે છે? ઉ. “ભિન્ન ભિન્ન પ્રત્યેક સામગ્રીને અસમર્થકારણ કહે છે. અસમર્થકારણ. કાર્યનો નિયામક નથી.
(જૈ. સિ. પ્રવેશિકા)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #233
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check hffp://www.AtmaDharma.com for updates
૧.
( ૧૯૪ )
તેના દૃષ્ટાંતો:
....સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન તથા સમ્યક્ચારિત્રમાંથી એક પણ ન હોય તો ત્યાં મોક્ષમાર્ગ થાય જ નહિ....”
k
(મોક્ષમાર્ગપ્રકાશક-ગુજરાતી આ. પા. ૩૧૫.) ૨. “ જેને ઉ૫૨ કહ્યું તેવું ભેદવિજ્ઞાન છે તે જ તેના ( ભેદવિજ્ઞાનના ) સદ્દભાવથી જ્ઞાની થયો થકો આ પ્રમાણે જાણે છે:- જેમ પ્રચંડ અગ્નિવડે તપ્ત થયું થયું પણ સુવર્ણ સુવર્ણત્વ છોડતું નથી તેમ પ્રચંડ કર્મોદયવડે ઘેરાયું થકું પણ ( અર્થાત્ વિઘ્ન ક૨વામાં આવતાં છતાં પણ ) જ્ઞાન જ્ઞાનત્વ છોડતું નથી. કેમ કે હજા૨ કા૨ણો ભેગા થવા છતાં સ્વભાવને છોડવો અશક્ય છે, કારણ કે તેને છોડતાં સ્વભાવ-માત્ર વસ્તુનો જ ઉચ્છેદ થાય, અને વસ્તુનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે સત્તા નાશનો અસંભવ છે. આવું જાણતો થકો જ્ઞાની કર્મથી આક્રાંત (ઘેરાયેલો, આક્રમણ પામેલો) હોવા છતાં પણ રાગી થતો નથી, દ્વેષી થતો નથી, મોહી થતો નથી, પરંતુ શુદ્ધ આત્માને જ અનુભવે છે.........
99
(શ્રી સમયસાર ગા. ૧૮૪-૧૮૫ ની ટીકા. ગુ. આવૃત્તિ ) [અહીં બાહ્ય હજા૨ કારણોને તથા પ્રચંડ કર્મોદયને અસમર્થ કારણ કહ્યાં છે. ]
૩. “હવે કારણ તો અનેક પ્રકારનાં હોય છે. કોઈ કારણ તો એવાં હોય છે કે જેના હોવા વિના તો કાર્ય ન થાય અને જેના હોવાથી કાર્ય થાય વા ન પણ થાય; જેમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #234
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૯૫) મુનિલિંગ ધાર્યા વિના તો મોક્ષ ન થાય, મુનિલિંગ ધારતાં મોક્ષ થાય વા ન પણ થાય.”
(શ્રી મોક્ષમાર્ગપ્રકાશક-ગુ. આ. પાનું ૩૧૫) [૧. ભાવલિંગ વિનાનું બાહ્ય મુનિલિંગ (અર્થાત્ અઠ્ઠાવીસ મૂલગુણનું પાલન, નગ્ન દિગમ્બર દશા) ને અહીં અસમર્થ કારણ કહ્યું છે.
૨. જ્યાં ક્ષણિક ઉપાદાનકારણ હોય ત્યાં નિમિત્તકારણ હોય જ. તે બન્નેને સમગ્રપણે સમર્થકારણ કહે છે. એકલું ક્ષણિક ઉપાદાનકારણ કદી હોતું જ નથી; તેથી ભાવલિંગ મુનિપણું હોય ત્યાં બાહ્ય મુનિલિંગ નિયમથી હોય છે–એમ સમજવું.] ४. क्रोधोत्पतेः पुनः बहिरंग यदि भवेत् साक्षात्। ___न करोति किञ्चिदपि क्रोधं तस्य क्षमा भवति धर्म इति।।
અર્થ - ક્રોધ ઉત્પન્ન થવાને સાક્ષાત્ બાહ્ય કારણ મળવા છતાં જે અલ્પ પણ ક્રોધ કરતો નથી તેને ઉત્તમ ક્ષમાધર્મ થાય છે. (શ્રી કુન્દકુન્દ્રાચાર્ય કૃત દ્વાદશાનુપ્રેક્ષા ૭૧.)
[અહી બાહ્ય કારણ અર્થાત્ નિમિત્ત કારણ એકલું છે તેથી તેને અસમર્થ કારણ સમજવું] પ્ર. ૪૨૧-સાધકતમ કારણ કોને કહે છે? ઉ. ક્ષણિક ઉપાદાનની યોગ્યતાને સાધકતમ કારણ કહે છે. (વિશેષ માટે જુઓ, શ્રી પ્રવચનસાર, ગાથા ૧૨૬ની ટીકા.)
જીવ સંસારદશામાં કે ધર્મની દશામાં એકલો જ પોતે પોતાનું કારણ છે, કેમકે તે એકલો જ કરણ (કારણ )
પોતાનું કા સંસારદશામાં પ્રવચનસાર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #235
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
' (૧૯૬) હતો. અહીં પોતાના કરણ-સાધનને સાધકતમ (ઉત્કૃષ્ટ સાધન) કહેલ છે. પ્ર. ૪રર-સહકારી કારણનો અર્થ શો? તે દષ્ટાંત આપી
સમજાવો. ઉ. સ્વયમેવ જ ગમનાદિ ક્રિયારૂપ પ્રવર્તતા જે જીવ-પુદ્ગલ
તેને ધર્માસ્તિકાય સહકારી કારણ છે. તેમાં તેનું કારણપણું એટલું જ છે કે જ્યાં ધર્માદિક દ્રવ્ય હોય ત્યાં જ ગમનાદિ ક્રિયારૂપ જીવ-પુદ્ગલ પ્રવર્તે છે.
(જાઓ, ગોમ્મદસાર-જીવકાંડ, ગા. પ૬૭ મોટી ટીકા.) પ્ર. ૪૨૩- અન્વયરૂપ કારણ કોને કહે છે? ઉ. સમ્યગ્દષ્ટિ સાધક અવસ્થામાં ચારિત્રગુણના પરિણમનમાં મિશ્રદશા હોય છે તેમાં શુદ્ધ દશા તે ઉપાદાન કારણ છે અને તે સાથે અવિનાભાવપણે રહેતા શુભભાવ નિમિત્ત હોવાથી તેને અન્વય કારણ કહેવામાં આવે છે.
દષ્ટાંત - “ મહાવ્રત ધાર્યા વિના સકલ ચારિત્ર કદી પણ હોય નહિ, માટે એ વ્રતોને (મહાવ્રતોને) અન્વયરૂપ કરણ જાણી કારણમાં કાર્યનો ઉપચાર કરી તેને ચારિત્ર કહ્યું છે, જેમ અરહંતદેવાદિકનું શ્રદ્ધાન થતાં તો સમ્યકત્વ હોય વા ન હોય, પરંતુ અરહંતદેવાદિકના શ્રદ્ધાન થયા વિના તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યકત્વ કદી પણ હોય નહિ માટે અરહંતાદિકના શ્રદ્ધાનને અન્વયરૂપ કારણ જાણી કારણમાં કાર્યનો ઉપચાર કરી એ શ્રદ્ધાનને સમ્યકત્વ કહ્યું છે.....”
(ગુજ0 મોક્ષમાર્ગપ્રકાશક-પાનું ૩ર૬.)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #236
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૯૭) પ્ર. ૪૨૪-સહકારી કારણ કોને કહે છે? 3. નિમિત્તકારણને સહકારી કારણ પણ કહે છે?
દષ્ટાંતઃ- “અઘાતિકર્મોના ઉદયના નિમિત્તથી શરીરાદિકનો સંયોગ થાય છે; મોહકર્મનો ઉદય થતાં શરીરાદિકનો સંયોગ આકુળતાનું બાહ્ય સહકારી કારણ છે. અંતરંત મોના ઉદયથી રાગાદિક થાય અને બાહ્ય અઘાતિકર્મોના ઉદયથી રાગાદિકના કારણરૂપ શરીરાદિકનો સંયોગ થાય ત્યારે આકુળતા ઊપજે છે. મોહનો ઉદય નાશ થવા છતાં પણ અઘાતિકર્મોનો ઉદય રહે છે, પણ તે આકુળતા ઉપજાવી શકતો નથી, પરંતુ પૂર્વે આકુળતાને સહકારી કારણરૂપ હતો, માટે એ અઘાતિકર્મોનો નાશ પણ આત્માને ઈષ્ટ જ છે.........
(મોક્ષમાર્ગપ્રકાશક-પાનું ૩૦૮–૩–૯) [ અહીં દ્રવ્યમોહકર્મના ઉદયને અંતરંગ અને શરીરાદિને બાહ્ય સહકારી કારણ કહ્યાં છે. આકુળતામાં તે બન્ને નિમિત્ત કારણો છે.] પ્ર. ૪૨૫-જીવને બીજા દ્રવ્યો ઉપકાર કરે છે એવું કથન
તત્ત્વાર્થ સૂત્રમાં આવે છે તેનો શો અર્થ છે? ઉ. શ્રી પરમાત્મપ્રકાશ અo ૨ ગા) ર૬-૨૭ માં એવી મતલબ કહ્યું છે કે-પરદ્રવ્યો જીવને ઉપકાર કરે છે તે વ્યવહારકથન છે, અર્થાત્ ખરેખર ઉપકાર કરતાં નથી, પણ સ્વસંવેદન લક્ષણથી વિરુદ્ધ વિભાવ-પરિણતિમાં રત થયેલા જીવને તે જ નિશ્ચયથી દુઃખના કારણ (નિમિત્તકારણ ) છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #237
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૯૮). એ ગાથાનાં મથાળાં નીચે મુજબ છે:- - ૧. “હવે જીવને વ્યવહારનયવડે અન્ય પાંચે દ્રવ્યો ઉપકાર
કરે છે એમ કહે છે તથા તેઓ જીવને નિશ્ચયથી દુઃખનાં કારણ છે એમ કહે છે.” “હવે પરદ્રવ્યનો સંબંધ નિશ્ચયનયથી દુઃખનું કારણ છે એમ જાણીને હે જીવ! શુદ્ધાત્માની પ્રાપ્તિરૂપ મોક્ષમાર્ગમાં સ્થિત થા! એમ કહે છે.”
(આ ગાથાઓ અને તેની ટીકા મુમુક્ષુઓએ ખાસ વાંચવા જેવી છે.) પ્ર. ૪ર૬-કાર્ય, ઉપાદાનકારણ સદેશ (–જેવું) થાય છે કે
નિમિત્તકારણ જેવું થાય છે કે બન્ને જેવું કાર્ય થાય છે? ઉ. ૧-૩પાવાનવીરસિંદશં વીર્વે ભવતિ-અર્થાત્ ઉપાદાન-કારણ
જેવું કાર્ય થાય છે.
(આધાર- હિંદી સમયસાર શ્રી જયસેનાચાર્ય કૃત ટીકા, પાનું ૧૯૧-૧૯૨-૨૬૪-૩૦૪-૪૭૬ તથા પરમાત્મપ્રકાશ અo ૨, ગા. ૨૧ ની ટીકા પા. ૧૫૧) ૨. ઉપાદાનકારણ જેવું કાર્ય થાય છે માટે નિમિત્તકારણ જેવું
કે બન્ને જેવું કોઈ કાર્ય થતું નથી. સદશ=સરખું, જેવું, સમરૂપ સમાન.
(ભગવદ્ગોમંડલ કોષ પા. ૮૪-૮૮)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #238
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૯) પ્ર. ૪૨૭-નિમિત્ત-નૈમિત્તિક સંબંધ, જીવ અને દ્રવ્યકર્મ વચ્ચે જ
હોય છે કે ઉપાદાનકારણ અને નિમિત્તકારણરૂપ સંબંધ પણ
તેમની વચ્ચે હોય છે? ઉ. ૧. બેઉ પ્રકારનો સંબંધ હોય છે. માત્ર નિમિત્ત-નૈમિત્તિક
સંબંધ જ હોય છે એમ નથી.
૨. જીવનું રાગાદિ વિકારરૂપ પરિણમન તે જીવનું સ્વતંત્ર નૈમિત્તિક કાર્ય છે અને દ્રવ્યકર્મનો ઉદય તે પુગલનું સ્વતંત્ર કાર્ય છે તથા જીવના વિકારનું તે નિમિત્તમાત્ર છે.
૩. જીવના રાગાદિ અજ્ઞાનભાવ તે અશુદ્ધ ઉપાદાન કારણ છે- નિશ્ચય કારણ છે અને દ્રવ્યકર્મનો ઉદય તે નિમિત્તકારણ છે- વ્યવહારકારણ છે.
શ્રી. હિંદી સમયસાર ગા. ૧૬૪-૬૫, પા. ર૩૮ જયસેનાચાર્ય ટીકામાં કહ્યું છે કે
निर्विकल्पसमाधिभ्रष्टानां मोहसहित कर्मोदयो व्यवहारेण निमित्तं भवति। निश्चयेन पुनः अशुद्धोपादानकारणं स्वकीयराગાદ્રિ અજ્ઞાનમાવ વ ાા ૬૪–૧૬ IT
૪. જીવનું રાગાદિ વિકારરૂપ પરિણમન નિશ્ચયથી (ખરી રીતે) નિરપેક્ષ છે, (પંચાસ્તિકાય ગા. ૬ર ની ટીકાના આધારે.)
૫. તત્ત્વદષ્ટિથી આત્મા જ્ઞાતા છે અને કર્મ શેય છે, તેથી તેમની વચ્ચે જ્ઞાતા-શૈય સંબંધ છે. પણ જે આવા જ્ઞાતાશેયના સંબંધને ચૂકે છે તે જ જીવ રાગાદિ વિકારરૂપે પરિણમન કરે છે અને તેને દ્રવ્યકર્મનો ઉદય નિમિત્તમાત્ર કારણ અર્થાત્ વ્યવહારકારણ કહેવાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #239
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(200) આ ઉપરથી એમ સમજવું કે:- નિમિત્ત (પરવસ્તુ) જીવને પરાધીન કરે છે, બગાડે છે અથવા સુધારે છે એવું પરતંત્રપણું માનવારૂપ મિથ્યાદષ્ટિપણું છોડી સ્વાશ્રયી સાચી દિષ્ટિ કરવી યોગ્ય છે. પ્ર. ૪૨૮-સાક્ષાત્ અને પરંપરા કારણ કોને કહે છે? ઉ. ઉપાદાનકારણને સાક્ષાત્ કારણ અને નિમિત્તને પરંપરા
કારણ કહેવામાં આવે છે. તેના દષ્ટાંત –
૧. “ એ ચારે લક્ષણ (-૧ દેવ-ગુરુ-ધર્મનું શ્રદ્ધાન, ૨. તત્ત્વશ્રદ્ધાન, ૩. સ્વપરનું શ્રદ્ધાન અને ૪. આત્મશ્રદ્ધાન) મિથ્યાદષ્ટિને આભાસમાત્ર હોય છે તથા સમ્યગૃષ્ટિને સાચાં હોય છે. ત્યાં આભાસમાત્ર છે તે નિયમરહિતપણે સમ્યક્ત્વનાં પરંપરા કારણ છે તથા સાચાં છે તે નિયમરૂપ (સમ્યકત્વના) સાક્ષાત કારણ છે.
(મોક્ષમાર્ગ પ્રકાશક-પાનું ૩૩ર.) ૨. મિથ્યાષ્ટિના રાગના અંશથી અનેક દોષોની પરંપરા થાય છે. મિથ્યાષ્ટિનો શુભ રાગ સર્વ અનર્થોની પરંપરાનું કારણ છે. (જાઓ, પંચાસ્તિકાય ગા. ૧૬૮ની શ્રી જયસેનાચાર્યકૃત ટીકા) 3. 'पारम्पर्येण तु आस्रवक्रियया नास्ति निर्वाणम्।
संसारगमनकारणमिति निन्द्यं आस्रवं जानीहि।। ५१।।
અર્થ - કર્મનો આસ્રવ કરનારી ક્રિયાથી પરંપરાએ પણ નિર્વાણ પ્રાપ્ત થઈ શકતું નથી; માટે સંસારમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #240
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૧) ભટકાવવાના કારણરૂપ આસ્રવને નિન્દ જાણો. ૫૯.
( જાઓ; શ્રી કુન્દકુન્દાચાર્યકૃત દ્વાદશાનુપ્રેક્ષા ગા. ૫૯) ૪. મતિ-શ્રુત-અવધિ-મન:પર્યય-કેવલજ્ઞાન અભેદરૂપ સાક્ષાત્ મોક્ષકારણ છે. (જુઓ-હિંદી સમયસાર ગા. ૨૧૫, પા. ૩૦૪,
શ્રી જયસેનાચાર્યકૃત ટીકા) તીર્થંકર પ્રકૃતિ આદિ પરંપરા નિર્વાણનું કારણ છે.
(જાઓ–હિંદી સમયસાર ગા. ૧૨૧-૧૨૫ ની
શ્રી જયસેનાચાર્યકૃત ટીકા પા. ૧૮૬) ૫. “...વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાનરૂપ એવું જે સિદ્ધિના પરંપરાહેતુભૂત ભગવંત પંચપરમેષ્ઠી પ્રત્યેનું ચળતામલિનતા-અગાઢતારહિત ઊપજેલું નિશ્ચળ ભક્તિયુક્તપણું તેજ સમ્યકત્વ છે...'
( ગુજ. નિયમસાર ગા. ૨૧-૫૫ ની ટીકા) પ્ર. ૪૨૯-સમ્યગ્દષ્ટિનો શુભભાવ તે પરંપરાએ ધર્મનું કારણ છે
એમ શાસ્ત્રમાં કેટલીક જગ્યાએ કહેવામાં આવે છે તેનો શો
અર્થ છે? ઉ. “સમ્યગ્દષ્ટિ જીવો પોતાના સ્વરૂપમાં જ્યારે સ્થિર રહી
શકતા નથી ત્યારે રાગ-દ્વેષ તોડવાનો પુરુષાર્થ કરે છે, પણ પુરુષાર્થ નબળો હોવાથી અશુભભાવ ટળે છે અને શુભભાવ રહી જાય છે. તેઓ તે શુભભાવને ધર્મ કે ધર્મનું કારણ માનતા નથી, પણ તેને આસ્રવ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #241
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૦૨) જાણીને ટાળવા માગે છે. તેથી જ્યારે તે શુભભાવ ટળી જાય ત્યારે જે શુભભાવ ટળ્યો તેને શુદ્ધભાવ (-ધર્મ) નું પરંપરા કારણ કહેવામાં આવે છે. સાક્ષાત્પણે તે ભાવ શુભાગ્નવ હોવાથી બંધનું કારણ છે, અને જે બંધનું કારણ હોય તે સંવરનું કારણ થઈ શકે નહિ.”
(ગુ. મોક્ષશાસ્ત્ર-અ. ૭ની ભૂમિકા, પૃ પ૩૮) પોતાની પ્રજ્ઞાના અપરાધથી શાસ્ત્રના અર્થને તથા આગળ પાછળની ગાથાઓની સંધિને નહિ સમજનારાઓ, જીવની અવસ્થામાં રાગાદિ થવા સંબંધમાં સ્ફટિકના દષ્ટાંત દ્વારા પ્રરૂપણા કરે છે તે સંબંધી ખુલાસો:પ્ર. ૪૩૦-શ્રી સમયસાર બંધ અધિકાર ગા. ર૭૮૭૯ માં
સ્ફટિક સ્વભાવથી શુદ્ધ હોવા છતાં લાલ વગેરે રંગના સંયોગથી લાલાદિરૂપે કરાય છે તેમ આત્મા સ્વભાવે શુદ્ધ હોવા છતાં અન્ય દ્રવ્યો રાગી આદિ કરાય છે, એમ કહ્યું છે તે ઉપરથી એમ માનવામાં આવે કે-જેવો કર્મનો ઉદય હોય તે પ્રમાણે જ તદ્રુપ જ-જીવને વિકાર કરવો પડે એવો વસ્તુનો સ્વભાવ છે તો તે માન્યતા બરાબર છે? ઉ. ૧. ના; (–એ માન્યતા જpઠી છે.) આ વિષયનો ખુલાસો શ્રી સમયસાર નાટક બંધદ્વારમાં નીચે મુજબ કર્યો છે કે
“જૈસે નાના બરન પુરી બનાઈ દીજૈ હેઠ, ઉજ્જવલ વિમલ મનિ સૂરજ કરાંતિ હે;
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #242
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૦૩) ઉજ્જવલ ભાસૈ જબ વસ્તુકો વિચાર કીજૈ, પુરીકી ઝલકસૌ વરન ભાંતિ ભાંતિ હૈ. તૈસે જીવ દરવકૉ પુગ્ગલ નિમિત્તરૂપ. તાકી મમતાસૌ મોહ મદિરાકી ભાંતિ હૈ, ભેદગ્યાન દિષ્ટિસૌ સુભાવ સાધિ લીજૈ તહાં, સાંચી સુદ્ધ ચેતના અવાચી સુખ શાંતિ હૈ.” ૩૪.
અર્થ- જેમ સ્વચ્છ અને સફેદ સૂર્યકાન્ત અથવા સ્ફટિક મણિની નીચે અનેક પ્રકારના ડૉક મૂકવામાં આવે તો તે અનેક પ્રકારના રંગ-બેરંગી દેખાવા લાગે છે અને જે વસ્તુનું અસલી સ્વરૂપ વિચારવામાં આવે તો ઉજ્જવલતા જ જણાય છે. તેમ જીવ દ્રવ્યને પુદ્ગલ તો માત્ર નિમિત્તરૂપ છે (પણ) તેની મમતાના કારણથી મોહ-મદિરાની ઉન્મતતા થાય છે. તોપણ ભેદવિજ્ઞાનદ્વારા સ્વભાવ વિચારવામાં આવે, તો સત્ય અને શુદ્ધ ચૈતન્યની વચનાતીત સુખશાન્તિ પ્રતીત થાય છે. ૩૪.
૨. ઉપરની ગાથા, ટીકા અને તેના કળશના અનુસંધાનમાં સમયસાર ગાથા. ૨૮૦ માં આ વિષયનો સ્પષ્ટ ખુલાસો કરવામાં આવ્યો છે. ત્યાં જણાવ્યું છે કે વસ્તુ સ્વભાવને જાણતા જ્ઞાનીઓ (આત્માઓ) પોતાના શુદ્ધ સ્વભાવથી જ શ્રુત થતા નથી, તેઓ કર્મનો ઉદય હોવા છતાં રાગ-દ્વેષમોહભાવના કર્તા થતાં નથી. અને ગા. ૨૮૧ માં કહ્યું કેવસ્તુસ્વભાવને નહિ જાણતા એવા અજ્ઞાની જીવો, કર્મની સાથે એકતાબુદ્ધિ કરે છે અને ભેદજ્ઞાન કરતા નથી,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #243
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૦૪) તેથી તે કર્મના ઉદયમાં જોડાઈ રાગ-દ્વેષ-મોહાદિ ભાવના કર્તા થાય છે.
૩. સમયસાર બંધ અધિકારની ગાથાઓમાં એમ સમજાવ્યું છે કે- આત્માનો ધ્રુવસ્વભાવ અબંધ છે. તેનો જેઓ આશ્રય કરતા નથી તેને જ ભાવ અને દ્રવ્યબંધ થાય છે; અને જે ધ્રુવસ્વભાવનો આશ્રય કરે છે તેઓને ભાવ અને દ્રવ્યબંધ થતો નથી. (સમ્યગ્દષ્ટિને પોતાની નબળાઈના કારણે અલ્પ બંધ થાય છે તેને ગૌણ ગણેલ છે.)
૪. સમયસાર, ગા. ૩૧૨ થી ૩૧૫ માં પણ તે મુજબ જણાવ્યું છે. ગા. ૩૧૪માં તો કહ્યું છે કે જ્યાં સુધી આત્મા પ્રકૃતિના નિમિત્તે ઊપજવું-વણસવું છોડતો નથી ત્યાં સુધી તે અજ્ઞાયક છે, મિથ્યાષ્ટિ છે. અસંયત છે.
૫. પ્રવચનસાર શેય અધિકાર ગા. ૧૮૬ માં અશુદ્ધ પરિણામ આત્મદ્રવ્યથી [દ્રવ્યનાતચ] સ્વદ્રવ્યથી ઉત્પન્ન થાય છે એમ કહ્યું છે. અર્થાત્ રાગાદિ વિકાર જીવના પોતાના અશુદ્ધ ઉપાદાનના કારણે થાય છે. દ્રવ્યકર્મ તો નિમિત્તમાત્ર છે. માટે કર્મનો ઉદય જીવને વિકાર કરાવવા માટે નિમિત્ત થઈને આવે છે તેવું નથી, પણ “સંસાર-અવસ્થામાં આત્મા પરદ્રવ્યપરિણામને (-પુદ્ગલ કર્મપરિણામને) નિમિત્તમાત્ર કરે છે ( નિમિત્ત બનાવે છે) એવા કેવળ પરિણામમાત્રનું (–તે સ્વપરિણામ સ્વદ્રવ્યપણારૂપ હોવાથી) કર્તાપણું અનુભવે છે.”
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #244
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૦૫) ભાવાર્થ:- “હમણાં સંસારદશામાં જીવ પદ્ગલિક કર્મપરિણામને નિમિત્તમાત્ર કરીને પોતાના અશુદ્ધ પરિણામનો જ કર્તા થાય છે.” (પ્રવચનસાર ગા. ૧૮૬, પા. ૩૦૫) પ્ર. ૪૩૧–બલાધાનનો અર્થ શો છે? બલધાન કારણ કોને
કહે છે? ઉ. ૧. બલાધાનનો વ્યુત્પત્તિ અર્થ બલ+આધાન= બલનું
ધારણ –એવો થાય છે. ૨. ઉપાદાન કારણ પોતાનું કાર્ય કરવાનું પોતે પોતાથી બલ ધારણ કરે ત્યારે જે નિમિત્ત હોય તેને બલાધાન કારણ કહેવામાં આવે છે. નિમિત્ત ખરેખર ઉપાદાનને કાંઈ પણ બળ આપી શકતું નથી-એમ બતાવવા માટે બેલાધાન માત્ર નિમિત્તને કહેવામાં આવે છે. જેનાં દષ્ટાંતઃ(૧) “ ... એ ઈન્દ્રિયજ્ઞાનવાળો જીવ પોતે અમૂર્ત હોવા
છતાં મૂર્ત એવા પંચેન્દ્રિયાત્મક શરીરને પ્રાપ્ત થયો થકો, જ્ઞતિ નીપજવામાં બળ-ધારણનું નિમિત્ત થતું હોવાથી જે ઉપલંભક (જણાવનાર, જાણવામાં નિમિત્તભૂત) છે એવા તે મૂર્તિ (શરીર) વડે મૂર્ત એવી સ્પર્ધાદિપ્રધાન વસ્તુને-કે જે યોગ્ય હોય અર્થાત્ જે (ઇન્દ્રિયો દ્વારા) ઉપલભ્ય હોય તેને-અવગ્રહીને, કદાચિત્ તેનાથી ઉપર-ઉપરની (અવગ્રહથી આગળ-આગળની) શુદ્ધિના સદ્ભાવને લીધે તેને
જાણે છે.........” (પ્રવચનસાર-ગા ૫૫ ની ટીકા) (૨) તત્ત્વાર્થસારનો અધ્યાય બીજો-સૂત્ર ૩૯માં કહ્યું છે કે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #245
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૦૬) क्रियाहेतुत्वमेतेषां निष्क्रियाणां न हीयते। यतः खलु बलाधानमात्रमत्र विवक्षितम्।।३९ ।।
અર્થ- ધર્માસ્તિકાય નિષ્ક્રિય હોવા છતાં તેનું ક્રિયાહેતુપણું નાશ પામતું નથી જેથી ખરેખર તેને બલાધાન માત્ર કહેવામાં આવે છે. (૩) જેમ ઉપકાર અને આલંબન-એ શબ્દોનો અર્થ
નિમિત્ત થાય છે તેમ બલાધાનનો પણ તેવો જ અર્થ થાય છે. રાજવાર્તિક અ. ૫, સૂત્ર ૧૬-૧૭ નીચે
કારિકા ૧૬માં કહ્યું છે કેतयोः कर्तृत्वप्रसंग इति चेन्नोपकारवचनाद् यष्टायदिवत्।।१६।। ઉપરોકત કારિકાની સંસ્કૃત ટીકાનો અર્થ
ગતિ-સ્થિતિનો, ધર્મ અને અધર્મ કર્તા છેએવો અર્થનો પ્રસંગ આવે છે, તો તેમ નથી. શું કારણ ? ઉપકાર-વચનના લીધે. ઉપકાર, બલાધાન, અવલંબન વગેરે પર્યાયવાચક શબ્દો છે. જેનાથી ધર્મ-અધર્મનું ગતિ-સ્થિતિ થવામાં, પ્રધાન કર્તુત્વપણું નકારાયું છે. જેમઃ- પોતાની જાંઘના બળથી જતા આંધળા (માણસ) ને અથવા બીજા કોઈને લાકડી વગેરે ઉપકારક થાય છે-નહિ કે પ્રેરક (થાય છે), તેમ પોતાની શક્તિથી સ્વયમેવ જતા-ઊભા રહેતા જીવ-પુદ્ગલોને, ધર્મ-અધર્મ ઉપકારક છે-નહિ કે
પ્રેરક છે.”
પ્ર. ૪૩ર-મુખ્ય અને ઉપચાર કારણોનો શો અર્થ છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #246
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૦૭) ઉ. ઉપાદાન તે મુખ્ય કારણ છે અને નિમિત્ત તે ઉપચાર કારણ
| મુખ્યનો અર્થ નિશ્ચય અને ઉપચારનો અર્થ વ્યવહાર થાય છે. (જાઓ, કલકત્તાવાળું પુરુષાર્થસિદ્ધયુપાય ગા. રરર ની હિંદી ટીકા-પાનું ૧૨૨; અને છ ઢાલા-ઢાલ ૬ ની ગાથા-૧૪.) પ્ર. ૪૩૩-નિમિત્ત-ઉપાદાનના પ્રશ્નોમાં શો સિદ્ધાંત રહેલો છે? ઉ. ૧. (૧) કોઈ એકલા ધ્રુવ ઉપાદાન કારણને માને પણ
ક્ષણિક ઉપાદાન તથા નિમિત્ત કારણોને ન માને. (૨) કોઈ ધ્રુવ ઉપાદાન કારણને તથા નિમિત્ત કારણને માને પણ ક્ષણિક ઉપાદાન કારણને ન માને, (૩) કોઈ ક્ષણિક ઉપાદાન કારણને માને પણ ધ્રુવ ઉપાદાન તથા નિમિત્ત કારણોને ન માને, (૪) કોઈ નિમિત્ત કારણને જ માને પણ ધ્રુવ અને ક્ષણિક ઉપાદાન કારણોને ન માને તો તેમની આ ચારેય પ્રકારની માન્યતાઓ મિથ્યા છે. ૨. ઉપાદાનનું કાર્ય ઉપાદાનથી જ થાય છે. નિમિત્ત કારણ
કાર્યકાળ હોય છે, પણ તે નિમિત્ત કારણની રાહ જોવી પડે કે તેને મેળવવાં પડે એમ કોઈ માને તો તે માન્યતા મિથ્યા છે. ૩. નિમિત્ત પર છે, તેથી તે મેળવી શકાતું નથી. છતાં કોઈ
બાહ્ય સામગ્રીરૂપ નિમિત્તકારણો શોધવાના નિરર્થક કાર્યમાં રોકાય તો તેને આકુલતા થયા વિના રહે નહિ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #247
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
(૨૦૮)
૪. નિમિત્ત સાથેનો સંબંધ એક સમય પૂરતો હોય છે એમ સૂક્ષ્મ દૃષ્ટિવાન જાણે છે. છદ્મસ્થનો જ્ઞાનોપયોગ અસંખ્યાત સમયનો છે, માટે નિમિત્ત મેળવવાની શોધ નિરર્થક છે.
૫. નિમિત્ત પોતાનું ઉપાદાન છે અને સ્વઉપાદાન તરીકે પોતાનું કાર્ય પોતામાં કરે છે. જો તે પર ઉપાદાનનું કાર્ય અંશે પણ કરે અર્થાત્ ૫૨ ઉપાદાનને ખરેખર અસર કરે, તેને ટેકો આપે, તેના ઉપર પ્રભાવ પાડે, તેને લાભ-નુકશાન કરે, મદદ કરે, બળ આપે-વગેરે, તો નિમિત્તે બે કાર્યો કર્યાં-એક પોતાનું અને બીજું ૫૨ ઉપાદાનનું એમ ઠરે; એમ માનનાર દ્વિક્રિયાવાદી હોવાથી તે અરિહંતના મતનો નથી.
૬. ગતિમાનાદિ નિમિત્તોને ( અસદ્ભૂત વ્યવહારનયે ) નિમિત્તકર્તા-હેતુકર્તા–કહેવામાં આવે છે. બીજાં નિમિત્તોથી તેનો પ્રકાર જુદો બતાવવા માટે તેમ કહેવામાં આવે છે, પણ તે નિમિત્ત ઉપાદાનનું કાંઈપણ કામ ખરેખર કરે છે એવું જ્ઞાન કરાવવા માટે નથી. સર્વ પ્રકારનાં નિમિત્તો ઉપાદાન પ્રત્યે ધર્માસ્તિકાયવત્ ઉદાસીન કારણો છે. (જુઓ, ‘ઇષ્ટોપદેશ ’–ગા. ૩૫.) ૭. જીવ-પુદ્ગલ ગતિ કરે ત્યારે ધર્માસ્તિકાયની ઉપસ્થિતિ ન હોય એમ બને નહિ; તેમ જ્યારે ક્ષણિક ઉપાદાન, કાર્ય માટે તૈયાર હોય ત્યારે અનુકૂળ નિમિત્ત ઉપસ્થિત ન હોય એમ બને નહિ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #248
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes
(૨૦૯ )
૮. નિમિત્તકા૨ણ ઉપાદાનકારણ પ્રત્યે નિશ્ચયે ( ખરેખર ) અકિંચિત્કર ( કાંઈ નહિ કરનારું છે તેથી જ તેને નિમિત્તમાત્ર, બલાધાનમાત્ર, સહાયમાત્ર, અહેતુવત્ એવા શબ્દોથી સંબોધવામાં આવે છે.
૯. નિમિત્ત એમ જાહેર કરે છે કે ઉપાદાનનું કાંઈ કાર્ય મેં કર્યું નથી; મારામાં તેનું કાર્ય કરવાની શક્તિ નથી; પણ તે કાર્ય ઉપાદાને એકલાએ કર્યું છે.
૧૦. નિમિત્ત-વ્યવહાર અને ૫દ્રવ્ય છે ખરાં; પણ તે આશ્રય કરવા યોગ્ય નથી તેથી તે હેય છે.
[જીઓ, શ્રી સમયસાર ગા. ૧૧૬ થી ૧૨૦ ની ટીકા શ્રી જયસેનાચાર્યકૃત, પા. ૧૮૨. દ્રવ્યસંગ્રહ ગા. ૨૩ ની ટીકા તથા સિદ્ધચક્રવિધાન પૂજા છઠ્ઠીની જયમાળા ( કવિવર સંતલાલકૃત ) જય ૫૨ નિમિત્ત વ્યવહાર ત્યાગ પાયો નિજ...' ]
૧૧. જેટલાં કાર્યો છે તેટલા નિમિત્તોનાં સ્વભાવભેદ છે, પણ એકેય સ્વભાવભેદ એવો નથી કે જે પરનુંઉપાદાનનું કાંઈ કાર્ય ખરેખર કરે.
૧૨. કોઈ વખતે ઉપાદાનકારણ નિમિત્તમાં અતિશય ધરી દે છે અને કોઈ વખત નિમિત્તકા૨ણ ઉપાદાનમાં બલાત્કારથી નાના ચમત્કાર ઘુસાડી દે છે-એવી માન્યતા જૂઠી છે. તે બે દ્રવ્યોની એકતાબુદ્ધિ બતાવે છે. નિમિત્તકારણ માટે પાંચમી વિભક્તિ વાપરવામાં આવે છે તેથી તે આરોપિત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #249
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
(૨૧૦)
કારણ મટી નિશ્ચયકારણ થઈ જતું નથી. નિમિત્તકા૨ણ થવા માટે પરિશ્રમ, તીવ્ર યાતના કે ઘોર તપસ્યા કરવી પડે છે-એ માન્યતા જાઠી છે.
૧૩. કાર્યની ઉત્પત્તિ વખતે ઉપાદાન અને નિમિત્ત-બન્ને અવિકલ કારણ હોય છે; એવી વસ્તુસ્વભાવની સ્થિતિ છે.
૧૪. પૃથ્વી, જલ, તેજ અને વાયુ-એ નિમિત્તોથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે–એમ માનનારને શ્રી આચાર્ય કહે છે કે, ઉપાદાન વિના કોઈ કાર્ય ઊપજતું નથી.
૧૫. છયે દ્રવ્યોમાં અનાદિ-અનંત પ્રત્યેક સમયે કાર્ય થયા જ કરે છે; કોઈપણ સમય કોઈપણ દ્રવ્યમાં કાર્ય વિનાનો હોતો નથી, અને તે પ્રત્યેક કાર્ય વખતે ઉપાદાનકારણ અને નિમિત્તકારણ-બન્ને સુનિશ્ચિતપણે હોય છે. ન હોય તેમ કદી બનતું નથી.
૧૬. ઉપાદાનકારણ હોય અને ગમે તેવું નિમિત્તકારણ હોયએમ માને તે પણ મિથ્યામતિ છે, કેમકે ઉપાદાનને અનુકૂળ જ ઉચિત નિમિત્તકારણ હોય છે.
૧૭. નિમિત્તકારણ આવે તો જ ઉપાદાનમાં કાર્ય થાય એવી માન્યતા પણ જૂઠી છે, કેમકે દરેક ક્ષણિક ઉપાદાનકારણ વખતે નિમિત્તકારણ હોય જ છે.
૧૮. ઉપાદાન-નિમિત્ત બન્ને એક સાથે પોતપોતાના કારણે હોય જ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #250
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AfmaDharma.com for updates
( ૨૧૧ )
૧૯. ખરેખર નિશ્ચય કારણ (ઉપાદાન કારણ) તેજ ખરું કારણ છે. પરંતુ તેનું કથન બે પ્રકારે છે. આ નીચે આપેલ ‘મોક્ષમાર્ગને લગતો સિદ્ધાંત ' પણ આ કથનને એકસરખી રીતે લાગુ પડે છે;
,
મોક્ષમાર્ગ તો કાંઈ બે નથી, પણ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી થાય છે. જ્યાં સાચા મોક્ષમાર્ગને મોક્ષમાર્ગ નિરૂપણ કર્યો છે તે નિશ્ચય મોક્ષમાર્ગ છે તથા જ્યાં જે મોક્ષમાર્ગ તો નથી પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે વા સહચારી છે તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહાર મોક્ષમાર્ગ છે કારણ કે નિશ્ચય-વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે; અર્થાત્ સાચું નિરૂપણ તે નિશ્ચય તથા ઉપચાર-નિરૂપણ તે વ્યવહા૨. માટે નિરૂપણની અપેક્ષાએ બે પ્રકારે મોક્ષમાર્ગ જાણવો; પણ એક નિશ્ચયમોક્ષમાર્ગ છે તથા એક વ્યવહાર મોક્ષમાર્ગ છે-એમ બે મોક્ષમાર્ગ માનવા મિથ્યા છે. વળી તે નિશ્ચય-વ્યવહાર બન્નેને ઉપાદેય માને છે તે પણ ભ્રમ છે, કારણ કે નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ તો પરસ્પર વિરોધતા સહિત છે...
แ
1;
(મોક્ષમાર્ગ પ્રકાશક પાનું ૨૫૩-૨૫૪)
પ્ર. ૪૩૪-ઉપાદાન નિમિત્ત સંબંધી પ્રશ્નોના સમાધાનમાં કહ્યા પ્રમાણે ૫૨, નિમિત્ત અને વ્યવહાર હૈય છે, તો ધ્રુવ ઉપાદાનના આશ્રયે જ ધર્મ થાય છે એવું બતાવનારા કેટલાક શાસ્ત્રાધારો આપો.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #251
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
( ૨૧૨ )
ઉ. શ્રી સમયસાર ગા૦ ૧૧:
व्यवहारोऽभूतार्थो भूतार्थो दर्शितस्तु शुद्धनयः । भूतार्थमाश्रितः खलु सम्यग्दृष्टिर्भवति
जीवः।। ११।।
અર્થ:- વ્યવહારનય અભૂતાર્થ છે અને શુદ્ધનય ભૂતાર્થ છે–એમ ઋષીશ્વરોએ દર્શાવ્યું છે; જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે.
૨. શ્રી સમયસાર કળશ નં. ૬માં કહ્યું છે કેઃ
અર્થ:- આ આત્માને અન્ય દ્રવ્યોથી જુદો દેખવો ( શ્રદ્ધવો ) તે જ નિયમથી સમ્યગ્દર્શન છે. કેવો છે આત્મા ? પોતાના ગુણ-પર્યાયોમાં વ્યાપનારો છે. વળી કેવો છે ? શુદ્ધનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. વળી કેવો છે? પૂર્ણજ્ઞાનઘન છે. વળી જેટલું સમ્યગ્દર્શન છે તેટલો જ આત્મા છે. તેથી આચાર્ય પ્રાર્થના કરે છે કે-આ નવતત્ત્વની પરિપાટી છોડી, આ આત્મા એક જ અમને પ્રાપ્ત હો. ૬.
૩. શ્રી સમયસાર કળશ નં. ૭માં કહ્યું છે કેઃ
અર્થ:- ત્યાર બાદ શુદ્ધનયને આધીન જે ભિન્ન આત્મજ્યોતિ છે તે પ્રગટ થાય છે કે જે નવતત્ત્વમાં પ્રાપ્ત થવા છતાં પોતાના એકપણાને છોડતી નથી.
૪. શ્રી સમયસાર ગા. ૧૩-૧૪-૧૫માં કહ્યું છે કેઃभूतार्थनाभिगता जीवजीवौ च पुण्यपापं च । आस्रवसंवरनिर्जरा बंधो मोक्षश्च
सम्यक्त्वम्।।१३।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #252
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૧૩) અર્થ:- ભૂતાર્થનથી જાણેલ જીવ-અજીવ વળી પુણ્ય પાપ તથા આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ-એ નવતત્ત્વ સમ્યકત્વ છે. यः पश्यति आत्मानम् अबद्धस्पृष्टमनन्यकं नियतम्। अविशेषमसंयुक्तं तं शुद्धनयं विजानीहि।।१४।।
અર્થ:- જે નય આત્માને બંધરહિત ને પરના સ્પર્શ રહિત, અન્યપણા રહિત, ચળાચળતા રહિત, વિશેષ રહિત, અન્યના સંયોગ રહિત-એવા પાંચ અભાવરૂપ દેખે છે તેને, હું શિષ્ય ! તું શુદ્ધન, જાણ. ૧૪.
यः पश्यति आत्मानं अबद्धस्पृष्टमनन्यमविशेषम्। अपदेशसान्तमध्यं पश्यति जिनशासनं सत्रम्।।१५।।
અર્થ- જે પુરુષ આત્માને અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, અવિશેષ [ તથા ઉપલક્ષણથી નિયત અને અસંયુક્ત ] દેખે છે તે સર્વજિનશાસનને દેખે છે-કે જે જિનશાસન બાહ્ય દ્રવ્યશ્રુત તેમજ અત્યંતર જ્ઞાનરૂપ ભાવમૃતવાળું છે. ૧૫.
૫. શ્રી સમયસાર ગા. ૧૬ની ટીકા નીચે કળશ નં. ૧૮ માં કહ્યું છે કે
परमार्थेन तु व्यक्तज्ञातृत्वज्योतिषैककः। सर्वभावांतरध्वंसिस्वभावत्वादमेचक: ॥१८।।
અર્થ- શુદ્ધ નિશ્ચયનયથી જોવામાં આવે તો પ્રગટ જ્ઞાયકતાજ્યોતિમાત્રથી આત્મા એક સ્વરૂપ છે કારણ કે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #253
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
(૨૧૪)
શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી સર્વ અન્ય દ્રવ્યના સ્વભાવો તથા અન્યના નિમિત્તથી થતા વિભાવોને દૂર કરવારૂપ તેનો સ્વભાવ છે, તેથી તે ‘અમેચક' છે–શુદ્ધ એકાકાર છે. ૧૮.
૬. શ્રી સમયસાર ગા. ૧૭૯-૮૦ ની ટીકા નીચે કળશ નં. ૧૨૨માં કહ્યું છે કેઃ
इदमेवात्र तात्पर्य हेय; शुद्धनयो न हि 1 नास्ति बंधस्तदत्यागात्तत्त्यागाद्बंध एव हि ।। १२२ ।।
અર્થ:- અહીં આ જ તાત્પર્ય છે કે શુદ્ધનય ત્યાગવા યોગ્ય નથી; કારણ કે તેના અત્યાગથી (કર્મનો ) બંધ થતો નથી અને તેના ત્યાગથી બંધ જ થાય છે, ૧૨૨.
૭. શ્રી સમયસાર ગા. ૨૭૧ ની ટીકા કળશ નંબર ૧૭૩ માં કહ્યું છે કેઃ
(શાર્દુલવિક્રીડિત )
सर्वत्राध्यवसानमेवमखिलं त्याज्यं यदुक्तं जिनैस्तन्मन्ये व्यवहार एव निखिलोऽप्यन्याश्रयस्त्याजितः। सम्यनिश्चयमेकमेव तदमी निष्कंपमाक्रम्य किं ? शुद्धज्ञानघने महिम्नि न निजे बध्नंति संतो घृतिम् ।। १७३ ।।
અર્થ:- આચાર્યદેવ કહે છે કેઃ- સર્વ વસ્તુઓમાં જે અધ્યવસાન થાય છે તે બધાંય ( અધ્યવસાન ) જિન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #254
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૧૫). ભગવાનોએ, પૂર્વોક્ત રીતે ત્યાગવા યોગ્ય કહ્યાં છે તેથી અમે એમ માનીએ છીએ કે “પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોય છોડાવ્યો છે. તો પછી સત્પરુષો એક સમ્યગ નિશ્ચયને જ નિષ્કપણે અંગીકાર કરીને શુદ્ધજ્ઞાનઘનસ્વરૂપ નિજ મહિનામાં (–આત્મસ્વરૂપમાં) સ્થિરતા કેમ ધરતા નથી ?
૮. પં. બનારસીદાસરચિત સમયસાર નાટકના આગ્નવઅધિકારમાં ૧૩ મા શ્લોક કહે છે કે:
અશુદ્ધ નયથી બંધ અને શુદ્ધ નયથી મુક્તિ. યહ નિચોર યા ગ્રંથકી, યહૈ પરમ રસપોખ, તર્જ શુદ્ધનય, બંધ હૈ, ગહે શુદ્ધનય, મોખ. ૧૩
અર્થ- આ શાસ્ત્રનો નિચોડ એ જ છે, અને એ જ પરમતત્ત્વનો પોષક છે કે- શુદ્ધનયની રીતિ છોડવાથી બંધ અને શુદ્ધનયની રીતિ ગ્રહણ કરવાથી મોક્ષ થાય છે.
૯. શ્રી સમયસાર નાટકના બંધદ્વાર શ્લોક ૩રમાં કહ્યું છે કે:
અસંખ્યાત લોક પરવાન જે મિથ્યાતભાવ, તેઈ વિવહાર ભાવ કેવલી-ઉક્ત બેં; જિન્હકૌ મિથ્યાત ગયો, સમ્યક્ દરસ ભયો, તે નિયત-લીન, વિવારસ મુક્ત હૈ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #255
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૧૬). નિરવિકલ્પ નિરુપાધિ આતમ સમાધિ, સાધિ જે સુગુન મોખ પંથક ટુકત હૈ તેઈ જીવ પરમ દસામેં થિરરૂપ હવૈ કે,
ધરમમેં ધૂકે ન કરમસીં સકતા હૈ. ૩૨
અર્થ:- અસંખ્યાત લોકપ્રમાણ જે મિથ્યાત્વભાવ છે તે વ્યવહારભાવ છે એમ કેવળી ભગવાન કહે છે. જે જીવને મિથ્યાત્વનો નાશ થવાથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે, તે
વ્યવહારથી મુક્ત થઈ નિશ્ચયમાં લીન થાય છે. અને તે નિર્વિકલ્પ, નિરુપાધિમય આત્મઅનુભવ સાધી સાચા મોક્ષમાર્ગમાં લાગે છે અને તે જ પરમ ધ્યાનમાં સ્થિર થઈને નિર્વાણ પ્રાપ્ત કરે છે, કર્મોથી રોકાતો નથી. ૩૨.
૧૦. શ્રી મોક્ષપાહુડ ગા. ૩૧માં કહ્યું છે કેजो सुत्तो ववहारे सो जोई जग्गए सकज्जम्मि। जो जग्गदि ववहारे सो सुत्तो अप्पणो कज्जे।।३१।।
અર્થ- જે યોગી ધ્યાની મુનિ વ્યવહારમાં સૂતા છે તે પોતાના સ્વરૂપના કાર્યમાં જાગે છે અને જે વ્યવહારમાં જાગે છે તે પોતાના આત્મકાર્યમાં સૂતા છે.
૧૧. શ્રી પ્રવચનસાર ગા. ૨OO માં કહ્યું છે કે
तस्मातथा ज्ञात्वात्मानं ज्ञायकं स्वभावेन। परिवर्जयामि ममतामुपस्थितो निर्ममत्वे।। २०० ।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #256
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
(૨૧૭)
અર્થ:- તેથી (અર્થાત્ શુદ્ધાત્મામાં પ્રવૃત્તિ વડે જ મોક્ષ થતો હોવાથી) એ રીતે આત્માને સ્વભાવથી જ્ઞાયક જાણીને હું નિર્મમત્વમાં સ્થિત રહ્યો થકો મમતાનો પરિત્યાગ કરું છું.
૨૦૦
૧૨. શ્રી નિયમસાર ગા. ૩૮ તથા ૫૦ માં કહ્યું છે કેઃजीवादिबहिस्तत्त्वं हेयमुपादेयमात्मनः आत्मा।
कर्म्मोपाधिसमुद्भवगुणपर्य्यायैर्व्यतिरिक्तः
।।૩૮।।
અર્થ:- જીવાદિ બાહ્ય તત્ત્વ હૈય (ત્યાગવા યોગ્ય ) છે; કર્મોપાધિજનિત ગુણપર્યાયોથી વ્યતિરિક્ત આત્મા આત્માને ઉપાદેય છે; ૩૮.
पूर्वोक्तसकलभावाः परद्रव्यं परस्वभावा इति हेयाः । स्वकद्रव्यमुपादेयं अन्तस्तत्त्वं ભવેવાત્મા।।૧૦।।
અર્થ:- પૂર્વોક્ત સર્વ ભાવો ૫૨ સ્વભાવો છે, ૫૨ દ્રવ્ય છે, તેથી હૈય છે, અંતઃતત્ત્વ એવું સ્વદ્રવ્ય-આત્મા ઉપાદેય છે. ૫૦
૧૩. શ્રી નિયમસાર ગા. ૧૪ ની ટીકા કળશ નં. ૨૪ તથા ગા. ૧૫ ની ટીકા કળશ ૨૭ માં કહ્યું છે કેઃअथ सति परभावे शुद्धमात्मानमेकं सहजगुणमणीनामाकरं पूर्णबोधम्।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #257
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૧૮) भजति निशितबुद्धिर्य: पुमान् शुद्धदृष्टिः। स भवति परमश्रीकामिनीकामरूपः।। २४।।
અર્થ:- પરભાવ હોવા છતાં, સહજગુણમણિની ખાણરૂપ અને પૂર્ણજ્ઞાનવાળા શુદ્ધ આત્માને એકને જે તીક્ષ્ણ બુદ્ધિવાળો શુદ્ધદષ્ટિ પુરુષ ભજે છે, તે પુરુષ પરમશ્રીરૂપી કામિનીનો (મુક્તિસુંદરીનો ) વલ્લભ બને છે. ૨૪.
अपि च बहुविभावे सत्ययं शुद्धदृष्टि: सहजपरमतत्त्वाभ्यासनिष्णातबुद्धिः। सपदि समयसारान्नादस्तीतिमत्त्वा
स भवति परमश्रीकामिनीकामरूपः।। २७।। અર્થ- બહુ વિભાવ હોવા છતાં પણ સહજ પરમ તત્ત્વના અભ્યાસમાં જેની બુદ્ધિ પ્રવીણ છે એવો આ શુદ્ધ દષ્ટિવાળો પુરુષ, “સમયસારથી અન્ય કોઈ નથી'—એમ માનીને, શીધ્ર પરમશ્રીરૂપી સુંદરીનો વલ્લભ થાય છે. ૨૭.
૧૪. નિયમસાર ગા. ૪૧ની ટીકામાં કહ્યું છે કે “ xxx ત્રિકાળ-નિરુપાધિ જેનું સ્વરૂપ છે એવા નિરંજન નિજપરમ પંચમભાવની (પારિણામિકભાવની) ભાવનાથી પંચમગતિએ મુમુક્ષુઓ જાય છે, જશે અને જતા.”
૧૫. શ્રી સમયસાર ગા. ૨૭ર માં કહ્યું છે કેएवं व्यवहारनयः प्रतिषिद्धो जानीहि निश्चयनयेन। નિશ્ચયનયાશ્રિતા: પુનર્મુનય: પ્રાનુવંતિ નિર્વાણના ર૭રા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #258
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(ર૧૯) અર્થ - એ રીતે (પૂર્વોક્ત રીતે) (પરાશ્રિત એવો) વ્યવહારનય નિશ્ચયન વડે નિષિદ્ધ જાણ; નિશ્ચયનયને આશ્રિત મુનિઓ નિર્વાણને પામે છે. ર૭ર.
૧૬. શ્રી સમયસાર ગા. ૧૫ર થી ૧૫૪ માં કહ્યું છે કેપરમાર્થમાં અણસ્થિત જે તમને કરે, વ્રતને ધરે, સઘળુંય તે તપ બાળ ને વ્રત બાળ સર્વજ્ઞો કહું. ૧૫૨ વ્રત નિયમને ધારે ભલે તપ શીલને પણ આચરે, પરમાર્થથી જે બાહ્ય તે નિર્વાણ પ્રાપ્તિ નહિ કરે. ૧૫૩. પરમાર્થ બાહ્ય જીવો અરે! જાણે ન હેતુ મોક્ષનો, અજ્ઞાનથી તે પુણ્ય ઈચ્છે હેતુ જે સંસારનો. ૧૫૪.
૧૭. શ્રી સમાધિતંત્રમાં શ્રી પૂજ્યપાદાચાર્ય ગા. ૭૮માં કહે છે કે –
व्यवहारे सुषुप्तो यः स जागांत्मगोचरे। जागर्ति व्यवहारेऽस्मिन् सुषुप्तश्चात्मगोचरे।। ७८।।
અર્થ- જે કોઈ વ્યવહારમાં સૂતો છે અર્થાત તેમાં અપ્રયત્નશીલ છે, તે આત્માના કાર્યમાં-સ્વસંવેદનમાં જાગ્રતતત્પર રહે. અને જે આ વ્યવહારમાં જાગે છે–તેની સાધનામાં તત્પર રહે છે તે સ્વાનુભવના વિષયમાં સૂતો છે. ૭૮.
૧૮. શ્રી તત્ત્વાનુશાસનમાં શ્રી નાગદેવમુનિએ કહ્યું છે
स्वपरज्ञप्तिरूपत्वान्न तस्य कारणान्तरम्। ततश्चितां परित्यज्य स्वसंवित्त्यैव वेद्यताम्।। १६२।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #259
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૨૦) અર્થ:- આત્મા સ્વપરને જાણનાર સ્વરૂપ હોવાથી તેનું અન્ય કોઈ કારણ નથી માટે અન્ય કારણાન્તરોની ચિંતા છોડીને સ્વસંવેદન દ્વારા જ આત્માનો અનુભવ કરવો જોઈએ. ૧૬ર
૧૯. શ્રી સમયસાર ગા. ૪૧૩ માં કહ્યું છે કે
બહુવિધનાં મુનિલિંગમાં અથવા ગૃહીલિંગો વિષે, મમતા કરે, તેણે નથી જાણ્યો “સમયનાસાર” ને. ૪૧૩.
અર્થ- જેઓ બહુ પ્રકારનાં મુનિલિંગોમાં અથવા ગૃહસ્થલિંગોમાં મમતા કરે છે (અર્થાત્ આ દ્રવ્યલિંગ જ મોક્ષનું દેનારું છે એમ માને છે ), તેમણે સમયસારને જાણ્યો નથી.
ટીકા- જેઓ ખરેખર “હું શ્રમણ છું, હું શ્રમણોપાસક (-શ્રાવક) છું,' એમ દ્રવ્યલિંગમાં મમકાર વડે મિથ્યા અહંકાર કરે છે, તેઓ અનાદિરૂઢ (અનાદિકાળથી ચાલ્યા આવેલા) વ્યવહારમાં મૂઢ (–મોહી) વર્તતા થકા, પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય ( નિશ્ચયનય) પર અનારૂઢ વર્તતા થકા, પરમાર્થ સત્ય (જે પરમાર્થે સત્યાર્થ છે એવા) ભગવાન સમયસારને (– આત્માને) દેખતા-અનુભવતા નથી.
૨૦. શ્રી પદ્મનંદિ પંચવિંશતિકાના નિશ્ચય પંચાલતમાં ગાથા ૯ તથા ૧૭ માં કહ્યું છે કે –
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #260
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
( ૨૨૧) व्यवहारोऽभूतार्थो भूतार्थो देशितस्तु शुद्धनयः। शुद्धयः आश्रिता ये प्राप्नुवन्ति यतयः पदं परमम् ।।९।।
અર્થ:- વ્યવહારનય તો અસત્યાર્થભૂત કહેવામાં આવેલ છે અને શુદ્ઘનય સત્યાર્થભૂત કહેવામાં આવેલ છે, અને જે મુનિ શુદ્ધનયને આશ્રિત છે તે મુનિઓ મોક્ષને પ્રાપ્ત કરે છે. ૯.
अस्पृष्टमबद्धमनन्यमयुतमविशेसमभ्रमोपेतः।
यः पश्यत्यात्मानं स पुमान् खलु शुद्धनयनिष्ठ ।। १७ ।।
અર્થ:- જે પુરુષ ભ્રમરહિત થઈને આત્માને અબદ્ધ, અસ્પષ્ટ, અનન્ય, અસંયુકત, અવિશેષ માને છે તે જ પુરુષ શુદ્ઘનયમાં સ્થિત છે એમ સમજવું જોઈએ. ૧૭.
૨૧. શ્રી પુરુષાર્થસિદ્ધયુપાય ( શ્રી અમૃતચંદ્રાચાર્યકૃત ) માં કહ્યું છે કેઃ
निश्चयमिह भूतार्थं व्यवहारं वर्णयन्त्यभूतार्थम्। भूतार्थबोधविमुखः प्रायः सर्वोऽपि संसारः । ५॥
અને
અર્થ:- આચાર્યદેવનિશ્ચયનયને ભૂતાર્થ વ્યવહારનયને અભૂતાર્થ વર્ણવે છે. ઘણે ભાગે બધા સંસારીઓ ભૂતાર્થ અર્થાત્ નિશ્ચયનયના જ્ઞાનથી વિમુખ હોય છે.
૨૨. શ્રી નિયમસાર ગા. ૪૩ ની ટીકા કળશ ૬૫ માં કહ્યું છે કેઃ
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #261
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(રરર )
(ક્ત વિનંવિત) भवभोगपराङ्मुख हे यते। पदमिदं भवहेतुविनाशनम्। भज निजात्मनिमग्नमते पुन-स्तव किम ध्रुववस्तुनि चिन्तया।।६५।।
અર્થ- નિજ આત્મામાં લીન બુદ્ધિવાળા તથા ભવથી અને ભોગથી પરામુખ થયેલા હું યતિ! તું ભવહેતુનો વિનાશ કરનારા એવા આ (ધ્રુવ) પદને ભજ; અધ્રુવ વસ્તુની ચિંતાથી તારે શું પ્રયોજન છે? ૬૫.
ચારે અનુયોગના કથનનો સાર એ છે કે શુદ્ધ નિર્મળ અભેદ દ્રવ્યસ્વભાવના આશ્રયે ધર્મની શરૂઆત, વૃદ્ધિ અને પૂર્ણતા થાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #262
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check hffp://www.AtmaDharma.com for updates
ભગવાન કુન્દકુન્દ-કહાન જૈન શાસ્ત્રમાલા
ॐ
શ્રી
જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા
(ભાગ બીજો )
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #263
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨)
: વિષયો : ૧. સાત તત્ત્વો-નવ પદાર્થ અધિકાર ૨. પ્રમાણ-નય-નિક્ષેપ અધિકાર ૩. અનેકાન્ત અને સ્યાદવાદ અધિકાર ૪. મોક્ષમાર્ગ અધિકાર
(મોક્ષમાર્ગ, જીવના અસાધારણભાવ, ગુણસ્થાનક્રમ)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #264
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રકરણ સાતમું
સાત-તત્ત્વો-નવ પદાર્થ અધિકાર પ્ર. ૧-તત્ત્વ એટલે શું? ઉ. ૧. “તત્ શબ્દ છે તે “યત્' શબ્દની અપેક્ષા સહિત છે, તેથી
જેનું પ્રકરણ હોય તેને “તત્વ' કહીએ છીએ અને જેનો જે ભાવ અર્થાત્ સ્વરૂપ છે તેને તત્ત્વ” જાણવું; કારણકે “તચ ભાવસ્તત્ત્વમ્' એવો તત્ત્વ શબ્દનો સમાસ થાય છે.” (મોક્ષમાર્ગ પ્રકાશક-ગુ. આવૃત્તિ, પા.
૩૧૧) ૨-“તત્ત્વ' શબ્દનો અર્થ “તપણું–તેપણું થાય છે. દરેક વસ્તુને-તત્ત્વને સ્વરૂપથી તપણું છે અને પરરૂપથી અતપણું છે. જીવ વસ્તુ હોવાથી તેને પોતાના સ્વરૂપથી તપણું છે અને પરના સ્વરૂપથી અતત્પણું છે.
જીવ ચૈતન્યસ્વરૂપ હોવાથી તે જ્ઞાતા છે અને અન્ય સર્વ વસ્તુઓ શેય છે, તેથી જીવ બીજા સર્વ પદાર્થોથી તદ્દ્ન ભિન્ન છે. જીવ પોતાથી તત્ હોવાથી તેનું જ્ઞાન તેને પોતાથી થાય છે; જીવ પરથી અતત્ હોવાથી જીવન પરથી જ્ઞાન થઈ શકે નહિ.... જીવને જો પરથી જ્ઞાન થાય તો જીવ અને પર એક તત્ત્વ થઈ જાય, પણ તેમ બને નહિ”
(ગુ. મોક્ષશાસ્ત્ર-અ ૧, સૂ. ૨ ની ટીકા) પ્ર. ૨-તત્ત્વ કેટલાં છે? ઉં. તત્ત્વ સાત છે-૧. જીવ, ૨. અજીવ, ૩. આસ્રવ,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #265
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪. બંધ, ૫. સંવર, ૬. નિર્જરા અને ૭. મોક્ષ. પ્ર. ૩-સાત તત્ત્વોનું સ્વરૂપ શું છે? ઉ. ૧. જીવઃ- જીવ અર્થાત્ આત્મા. તે સદા જ્ઞાતાસ્વરૂપ, પરથી
ભિન્ન અને ત્રિકાલ સ્થાયી ( ટકનારો) છે. ૨. અજીવઃ- જેમાં ચેતના-જાણપણું નથી, તેવા દ્રવ્યો પાંચ
છે. તેમાં ધર્મ, અધર્મ, આકાશ અને કાળ-એ ચાર અરૂપી છે અને પુદ્ગલ રૂપી-સ્પર્શ, રસ, ગંધ અને
વર્ણસહિત છે. ૩. આસવ- વિકારી શુભાશુભ ભાવરૂપ જે અરૂપી અવસ્થા
જીવમાં થાય છે તે ભાવાસ્રવ છે અને તે સમયે નવીન કર્મયોગ્ય રજકણોનું સ્વયં (સ્વતઃ) આવવું (આત્મા સાથે એક ક્ષેત્રે આવવું) તે દ્રવ્યાસવ છે. (તેમાં જીવનો અશુદ્ધ પર્યાય નિમિત્તમાત્ર છે.) પુણ્ય અને પાપ-બને આસ્રવ અને બંધના પટાભેદ છે.
પુણ્ય- દયા, દાન, ભક્તિ, પૂજા, વ્રત વગેરેના શુભ ભાવ જીવને થાય તે અરૂપી અશુદ્ધ ભાવ છે; ને ભાવપુર્ણ છે; તે સમયે શાતાવેદનીય, શુભનામ આદિ કર્મયોગ્ય પરમાણુઓનો સમૂઠું સ્વયં (સ્વત:) એક ક્ષેત્રાવગાસંબંધે જીવની સાથે બંધાય છે તે દ્રવ્યપુણ્ય છે. (તેમાં જીવનો અશુદ્ધ ભાવ નિમિત્તમાત્ર છે. ).
પાપ:- મિથ્યાત્વ, હિંસા, અસત્ય, ચોરી, અવ્રત વગેરેના અશુભ ભાવ પાપ છે. તે સમયે જ્ઞાનાવરણીય, મોહનીય, અશાતાવેદનીય આદિ કર્મયોગ્ય પુદ્ગલો સ્વયં સ્વતઃ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #266
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જીવની સાથે બંધાય છે તે દ્રવ્ય-પાપ છે. (તેમાં જીવનો અશુભ ભાવ નિમિત્તમાત્ર છે )
[ પરમાર્થતઃ (વાસ્તવમાં) પુણ્ય-પાપ (શુભાશુભભાવ) આત્માને અહિતકર છે, આત્માની ક્ષણિક અશુદ્ધ અવસ્થા છે. સમ્યગ્દષ્ટિને પુણ્યભાવથી આંશિક સંવર-નિર્જરા થાય છે એ માન્યતા જpઠી છે. દ્રવ્ય પુણ્ય-પાપ, આત્માને હિત-અહિત કરી શકતાં નથી.]
(જાઓ સમયસાર કળશ ટીકા-પાના. ૧૧ર, કળશ ૧૧૦ ) ૪. બંધ:- આત્માના અજ્ઞાન, રાગ-દ્વેષ, પુણ્ય-પાપરૂપ વિકારમાં રોકાઈ જવું (અટકી જવું) તે ભાવબંધ છે, અને તે સમયે કર્મયોગ્ય પુદ્ગલોનું સ્વયં સ્વતઃ જીવની સાથે એક ક્ષેત્રાવગાહરૂપે બંધાવું તે દ્રવ્યબંધ છે. (તેમાં
જીવનો અશુદ્ધ ભાવ નિમિત્ત માત્ર છે). ૫. સંવરઃ- પુણ્ય-પાપરૂપ અશુદ્ધ ભાવને (આસવને )
આત્માના શુદ્ધભાવ દ્વારા રોકવા તે ભાવસંવર છે અને તદનુસાર કર્મોનું આવવું સ્વયં સ્વતઃ અટકવું તે દ્રવ્યસંવર છે. ૬. નિર્જરા - અખંડાનંદ શુદ્ધ આત્મસ્વભાવના બળે આંશિક
શુદ્ધિની વૃદ્ધિ અને અશુદ્ધ (શુભાશુભ ઈચ્છારૂપ) અવસ્થાની આંશિક હાનિ કરવી તે ભાવનિર્જરા છે; અને તેનું નિમિત્ત પામીને જડ કર્મનું અંશે ખરી જવું તે દ્રવ્યનિર્જરા છે. ૭. મોક્ષ:- અશુદ્ધ અવસ્થાનો સર્વથા-સંપૂર્ણ નાશ થઈ
આત્માના પૂર્ણ શુદ્ધ પર્યાયનું પ્રગટ થવું તે ભાવમોક્ષ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #267
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૬) છે, અને તે સમયે પોતાની યોગ્યતાથી દ્રવ્ય કર્મોનો આત્મપ્રદેશોથી અત્યંત અભાવ થવો તે, દ્રવ્યમોક્ષ છે.
[ ૧. “સાત તત્ત્વોમાં પહેલાં બે તત્ત્વો “જીવ' અને અજીવ” એ દ્રવ્યો છે અને બીજા પાંચ તત્ત્વો તેમના (જીવ અને અજીવના) સંયોગી અને વિયોગી પર્યાયો (વિશેષ અવસ્થાઓ) છે. આસ્રવ અને બંધ તે સંયોગી પર્યાય છે, તથા સંવર, નિર્જરા અને મોક્ષ તે જીવ-અજીવના વિયોગી પર્યાય છે.
જીવ અને અજીવ તત્ત્વો સામાન્ય છે અને બીજાં પાંચ તત્ત્વો, પર્યાયો હોવાથી વિશેષ પણ કહેવાય છે.
૨. “જેની દશાને અશુદ્ધમાંથી શુદ્ધ કરવી છે તેનું નામ તો જરૂર પ્રથમ દેખાડવું જોઈએ. તેથી “જીવ ” તત્ત્વ પ્રથમ કહ્યું, પછી જે તરફના લક્ષે અશુદ્ધતા અર્થાત્ વિકાર થાય છે તેનું નામ આવવું જરૂરી છે, તેથી “અજીવ તત્ત્વ કહ્યું. અશુદ્ધ દશામાં કારણ-કાર્યનું જ્ઞાન કરવા માટે “આસ્રવ” અને “બંધ” તત્ત્વ કહ્યાં. એ કહ્યા પછી, મુક્તિનું કારણ કહેવું જોઈએ અને મુક્તિનું કારણ તે જ થઈ શકે જે બંધ અને બંધના કારણથી ઊલટા પ્રકારે હોય; તેથી આમ્રવનો નિરોધ થવો તે “સંવર' તત્ત્વ કહ્યું. અશુદ્ધતા-વિકારના નીકળી જવાના કાર્યને નિર્જરા” તત્ત્વ કહ્યું. જીવ અત્યંત શુદ્ધ થઈ જાય તે દશા “મોક્ષતત્ત્વ છે.]
(મોક્ષમાર્ગ-ગુ. આવૃત્તિ-અ. ૧, સૂ. ૪ ની ટીકા) પ્ર. ૪-“જો જીવ અને અજીવ-એ બન્ને દ્રવ્યો એકાન્ત
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #268
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
(૭)
(સર્વથા ) પરિણામી જ હોય તો (૧) સંયોગ પર્યાયરૂપ એક જ પદાર્થ સિદ્ધ થાય છે, અને (૨) જો તેઓ સર્વથા અપરિણામી હોય તો જીવ-અજીવ દ્રવ્યરૂપ બે જ પદાર્થ સિદ્ધ થાય છે; જો આમ છે તો આસ્રવાદિ સાત તત્ત્વો કઈ રીતે સિદ્ધ થાય છે?
7)
66
,
ઉ. જીવ અને અજીવ દ્રવ્યો ‘ કથંચિત્ પરિણામી ' હોવાથી બાકીના પાંચ તત્ત્વોનું કથન ન્યાયમુક્ત સિદ્ધ થાય છે.
‘ કંચિત્ પરિણામીપણું' તેનો અર્થ એ છે કેઃ
જેમ સ્ફટિકમણિ જો કે તે સ્વભાવથી નિર્મળ છે તો
પણ જાસુદ પુષ્પ વગેરેની સમીપે ( (પોતાની લાયકાતના કારણે ) પર્યાયાંતર પરિણતિ ગ્રહણ કરે છે, પર્યાયમાં સ્ફટિકમણિ જોકે ઉપાધિનું ગ્રહણ કરે છે, તો પણ નિશ્ચયથી પોતાનો જે નિર્મળ સ્વભાવ છે તેને તે છોડતો નથી; તેમ જીવનો સ્વભાવ પણ શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી તો સહજ શુદ્ધ ચિદાનંદ એકરૂપ છે, પરંતુ અનાદિ કર્મબંધરૂપ પર્યાયને પોતે વશ થવાથી તે રાગાદિ પરદ્રવ્ય ઉપાધિ પર્યાયને ગ્રહણ કરે છે. પર્યાયમાં જીવ જોકે પર પર્યાયપણે (૫૨દ્રવ્યના લક્ષે થતા અશુદ્ધ પર્યાયપણે ) પરિણમે છે તોપણ નિશ્ચયનયથી શુદ્ધ સ્વરૂપને છોડતો નથી. પુદ્દગલ દ્રવ્યનું પણ તેમ જ થાય છે. આમ જીવ–અજીવનું પરસ્પર અપેક્ષાસહિત પરિણમન હોવું તે જ ‘કથંચિત્ પરિણામીપણું ' શબ્દનો અર્થ છે.. ”
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #269
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮) પૂર્વોક્ત જીવ અને અજીવ-એ બે દ્રવ્યોને આ પાંચ તત્ત્વોમાં મેળવતા કુલ સાત તત્ત્વો થાય છે, અને તેમાં પુણ્યપાપને (આસ્રવમાંથી ) જુદા ગણવામાં આવે તો નવ પદાર્થો થાય છે. પુણ્ય અને પાપ નામના બે પદાર્થોનો અંતર્ભાવ (સમાવેશ) અભેદનયે આસ્રવ-બંધ પદાર્થમાં કરવામાં આવે ત્યારે સાત તત્ત્વો કહેવામાં આવે છે.
કંથચિત્-પરિણામપણું' સિદ્ધ થતાં જીવ અને પુદ્ગલ સંયોગની પરિણતિ (પરિણામ) થી રચાયેલાં બાકીના આસ્રવાદિ પાંચ તત્ત્વો સિદ્ધ થાય છે. જીવમાં આસ્રવાદિ પાંચ તત્ત્વોના પરિણમન વખતે પુગલકર્મરૂપ નિમિત્તનો સદ્ભાવ કે અભાવ હોય છે. અને પુદ્ગલમાં આસ્રવાદિ પાંચ તત્ત્વોના પરિણમનમાં જીવના ભાવરૂપ નિમિત્તનો સદ્દભાવ કે અભાવ હોય છે. આથી જ સાત તત્ત્વોને “જીવ અને પુદ્ગલના સંયોગની પરિણતિથી રચાયેલાં કહેવાય છે, પરંતુ જીવ અને પુદગલની ભેગી પરિણતિ થઈને બાકીના પાંચ તત્ત્વો થાય છે એમ ન સમજવું
(મોક્ષશાસ્ત્ર-ગુ. આવૃત્તિ-અ. ૬ ની ભૂમિકા) પ્ર. પ-જો કે જીવ-અજીવનું કંથચિત્ પરિણામીપણું માનતા
ભેદપ્રધાન પર્યાયાર્થિક નયની અપેક્ષાએ સાત તત્ત્વો સિદ્ધ થઈ ગયાં, તોપણ તેનાથી જીવનું શું પ્રયોજન સિદ્ધ થયું? કારણકે જેમ અભેદનયથી પુણ્ય-પાપ એ બે પદાર્થોનો સાત તત્ત્વોમાં અંતર્ભાવ પ્રથમ કર્યો છે તેમ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #270
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ઉ.
(૯)
વિશેષ અભેદનયની વિવક્ષામાં આસ્રવાદિ પદાર્થોનો પણ જીવ અને અજીવ એ બે જ પદાર્થોમાં અંતર્ભાવ કરી લેવાથી એ બે જ પદાર્થો સિદ્ધ થઈ જશે.
7)
કયા તત્ત્વો હૈય છે અને કયા તત્ત્વો ઉપાદેય છે તેનું પરિશાન થાય એ પ્રયોજનથી આસ્રવાદિ તત્ત્વોનું નિરૂપણ કરવામાં આવે છે.
પ્ર. ૬–ઉપાદેય તત્ત્વો કયા છે?
6
ર
ઉ. અક્ષય અનંત સુખ તે ઉપાદેય છે, તેનું કારણ મોક્ષ છે. મોક્ષનું કારણ સંવર અને નિર્જરા છે; તેનું કારણ વિશુદ્ધ જ્ઞાનદર્શન સ્વભાવી નિજ આત્મતત્ત્વસ્વરૂપના સભ્યશ્રદ્ધાન, જ્ઞાન તથા આચરણ લક્ષણસ્વરૂપ નિશ્ચયરત્નત્રય છે. તે નિશ્ચય રત્નત્રયને સાધવા માગનાર જીવે વ્યવહાર રત્નત્રય શું છે તે સમજીને ૫દ્રવ્યો તેમજ રાગ ઉપરથી પોતાનું લક્ષ ઉઠાવી લઈ નિજ આત્માના ત્રિકાલી સ્વરૂપ તરફ પોતાનું લક્ષ વાળવું જોઈએ. એ પ્રમાણે કરતાં નિશ્ચય-સમ્યગ્દર્શન પ્રગટે છે, અને તેના જોરે સંવ-નિર્જરા તથા મોક્ષ પ્રગટે છે; માટે એ ત્રણ તત્ત્વો ઉપાદેય છે.
પ્ર. ૭-ય તત્ત્વો કયા છે?
t
ઉ. આકુળતાને ઉત્પન્ન કરનારાં એવાં નિગોદ-નકાદિ ગતિનાં દુઃખ તેમજ ઇન્દ્રિયો દ્વારા ઉત્પન્ન થયેલ કલ્પિત સુખ તે હેય (છોડવા યોગ્ય) છે; તેનું કારણ સંસાર છે. તે સંસારનું કારણ આસ્રવ અને બંધ–એ બે તત્ત્વો છે;
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #271
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
( ૧૦ )
પુણ્ય-પાપ બન્ને બંધ તત્ત્વ છે; તે આસ્રવ તથા બંધનું કારણ-પૂર્વે કહેલાં નિશ્ચય તેમ જ વ્યવહા૨ રત્નત્રયથી વિપરીત લક્ષણના ધારક એવાં-મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર એ ત્રણ છે, તેથી આસવ અને બંધ એ બે તત્ત્વો તૈય છે.
આ પ્રમાણે ય અને ઉપાદેય તત્ત્વોના નિરૂપણથી સાત તત્ત્વ અને નવ પદાર્થોનું પ્રયોજન સિદ્ધ થાય છે.”
(ગુ. મોક્ષશાસ્ત્ર પા. ૪૭૭)
પ્ર. ૮- મિથ્યાદષ્ટિ જીવ સાત તત્ત્વો સંબંધી કેવી રીતે ભૂલ કરે છે?
ઉ. ૧. જીવતત્ત્વ સંબંધી ભૂલ:
જીવ તો ત્રિકાલ જ્ઞાનસ્વરૂપ છે. તેને જીવ અજ્ઞાનવશ જાણતો નથી, અને જે શરીર છે તે હું જ છું, શરીરનું કાર્ય હું કરી શકું છું-એવું માને છે. શરીર સ્વસ્થ હોય તો મને લાભ થાય, બાહ્ય અનુકૂળ સંયોગોથી હું સુખી અને બાહ્ય પ્રતિકૂળ સંયોગોથી હું દુ:ખી; હું નિર્ધન, હું ધનવાન, હું બલવાન, હું નિર્બલ, હું મનુષ્ય, હું કુરૂપ, હું સુન્દર છું–એવું માને છે:
શરીરાશ્રિત ઉપદેશ અને ઉપવાસાદિ ક્રિયાઓમાં નિજત્વ
(પોતાપણું ) માને છે.
આવી રીતે અજ્ઞાની જીવ પરને સ્વસ્વરૂપ માનતાં પોતાના સ્વતત્ત્વનો (જીવતત્ત્વનો ) ઈન્કાર કરે છે, તેથી તે જીવતત્ત્વ સંબંધી ભૂલ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #272
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧) ૨. અજીવ તત્ત્વ સંબંધી ભૂલઃ
મિથ્યા અભિપ્રાયવશ જીવ એવું માને છે કે શરીર ઉત્પન્ન થવાથી મારો જન્મ થયો, શરીરનો નાશ થવાથી હું મરી જઈશ, ધન, શરીર ઈત્યાદિ જડ પદાર્થોમાં પરિવર્તન થતાં પોતાનામાં ઈષ્ટ-અનિષ્ટ પરિવર્તન માનવું; શરીરની ઉષ્ણ અવસ્થા થતાં મને તાવ આવ્યો; શરીરની ભૂખ, તરસ આદિરૂપ અવસ્થા થતાં મને ભૂખ, તરસ વગેરે થઈ રહ્યાં છે-એવું માનવું શરીર કપાઈ જતાં હું કપાઈ ગયો, ઈત્યાદિ અજીવની અવસ્થાને, અજ્ઞાની જીવ પોતાની અવસ્થા માને છે. આ તેની અજીવ તત્ત્વ સંબંધી ભૂલ છે, કારણ કે તે અજીવને જીવ માને છે. આમાં અજીવને સ્વતત્ત્વ (જીવતત્ત્વ) સ્વીકારતાં તે અજીવ તત્ત્વનો અસ્વીકાર કરે છે. ૩. આસ્રવ તત્વ સંબંધી ભૂલ
મિથ્યાત્વ, રાગ, દ્વેષ શુભાશુભભાવ આસ્રવ છે; તે ભાવ આત્માને પ્રગટરૂપે દુ:ખ દવાવાળા છે, પરંતુ મિથ્યાષ્ટિ જીવ તેમને હિતરૂપ માની નિરંતર તેમનું
સેવન કરે છે. આ તેની આસ્રવ તત્ત્વ સંબંધી ભૂલ છે. બંધ તત્ત્વ સંબંધી ભૂલ
જેવી સોનાની બેડી તેવી જ લોઢાની બેડી બને બંધનકારક છે. તેવી રીતે પુણ્ય અને પાપ બન્ને જીવને બંધનકર્તા છે; પરંતુ મિથ્યાષ્ટિ જીવ એવું નહીં માનતા પુણ્યને સારું હિતકારી માને છે. તત્ત્વદષ્ટિએ તો પુણ્ય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #273
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨). પાપ બન્ને અહિતકર જ છે, પરંતુ અજ્ઞાની તેવું માનતો
નથી. આ તેની બંધતત્ત્વ સંબંધી ભૂલ છે. ૫. સંવરતત્ત્વ સંબંધી ભૂલ
નિશ્ચયસમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જીવને હિતકારી છે, પણ મિથ્યાદષ્ટિ જીવ તેમને કષ્ટદાયક માને છે. એ તેની સંવરતત્ત્વ સંબંધી ભૂલ છે. ૬. નિર્જરાતત્ત્વ સંબંધી ભૂલ
આત્મામાં એકાગ્ર થઈ શુભ અને અશુભ-બન્ને પ્રકારની ઈચ્છા રોકવાથી જે નિજાત્માની શુદ્ધિનું પ્રતપન થવું તે તપ છે, અને એ તપથી નિર્જરા થાય છે. આવું તપ સુખદાયક છે, પરંતુ અજ્ઞાની તેને કલેશદાયક માને છે અને આત્માની જ્ઞાનાદિ અનંત શક્તિઓને ભૂલી પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં સુખ માની તેમાં પ્રીતિ કરે છે. એ નિર્જરાતત્ત્વ સંબંધી ભૂલ છે. બાલતપથી નિર્જરા માનવી તે પણ ભૂલ છે. ૭. મોક્ષતત્ત્વ સંબંધી ભૂલ
આત્માની પરિપૂર્ણ શુદ્ધદશાનું પ્રગટ થવું તે મોક્ષ છે. તેમાં આકુલતાનો અભાવ છે. પૂર્ણ સ્વાધીન નિરાકુલતા તે સુખ છે, પરંતુ અજ્ઞાની એવું નહિ માનતાં શરીરમાં, મોજ-શોખમાં જ સુખ માને છે. મોક્ષમાં દેહ, ઇન્દ્રિય, ખાવું-પીવું, મિત્રાદિ કંઈપણ હોતું નથી, તેથી અજ્ઞાની અતીન્દ્રિય મોક્ષસુખને માનતો નથી. એ તેની મોક્ષતત્ત્વ સંબંધી ભૂલ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #274
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩) આ પ્રમાણે સાત તત્ત્વો સંબંધી ભૂલના કારણે અજ્ઞાની
જીવ અનંતકાલથી સંસારમાં ભટકી રહ્યો છે. પ્ર. ૯. -અજ્ઞાનીનું જીવાજીવ તત્ત્વનું શ્રદ્ધાન કેમ અયથાર્થ છે? ઉ. “જૈન શાસ્ત્રોમાં કહેલા જીવના ત્ર-સ્થાવર વગેરે ભેદોને, ગુણસ્થાન-માર્ગણા વગેરે ભેદોને, જીવ-પુદ્ગલ વગેરેના ભેદોને તથા વર્ણાદિ ભેદોને તો જીવ જાણે છે, પણ અધ્યાત્મ શાસ્ત્રોમાં ભેદવિજ્ઞાનના કારણભૂત અને વીતરાગદશા થવાના કારણભૂત વસ્તુનું જેવું નિરૂપણ કર્યું છે તેવું જે જાણતો નથી તેને જીવ-અજીવ તત્ત્વની યથાર્થ શ્રદ્ધા નથી...............જેમ અન્ય મિથ્યાષ્ટિ, નિર્ધાર વિના પર્યાયબુદ્ધિથી જાણપણામાં આ વર્ણાદિમાં અહંબુદ્ધિ ધારે છે, તેમ આ પણ આત્માશ્રિત જ્ઞાનાદિમાં તથા શરીરાશ્રિત ઉપદેશ-ઉપવાસાદિ ક્રિયાઓમાં પોતાપણું માને છે. વળી કોઈ વખત શાસ્ત્રાનુસાર સાચી વાત પણ બતાવે, પરંતુ
ત્યાં અંતરંગ નિર્ધારરૂપ શ્રદ્ધાન નથી, તેથી જેમ કેફી મનુષ્ય માતાને માતા પણ કહે તોપણ તે શાણો નથી, તેમ આને પણ સમ્યગ્દર્શન કહેતા નથી.
વળી જેમ કોઈ બીજાને બીજાથી ભિન્ન બતાવતો હોય તેમ આ, આત્મા અને શરીરની ભિન્નતા પ્રરૂપે છે; પરંતુ હું એ શરીરાદિથી ભિન્ન છું-એવો ભાવ ભાસતો નથી. વળી પર્યાયમાં જીવ-પુદ્ગલના પરસ્પર નિમિત્તથી અનેક ક્રિયાઓ થાય છે તે સર્વને બે દ્રવ્યોના મેળાપથી નીપજી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #275
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
ઉ.
(૧૪)
માને છે, પણ આ જીવની ક્રિયા છે, તેમાં પુદ્દગલ નિમિત્ત છે તથા આ પુદ્દગલની ક્રિયા છે, તેમાં જીવ નિમિત્ત છેએમ ભિન્ન ભિન્ન ભાવ ભાસતો નથી. ઈત્યાદિ ભાવ ભાસ્યા વિના તેને જીવ–અજીવનો સાચો શ્રદ્ધાની કહી શકાય નહિ, કારણકે જીવ-અજીવ જાણવાનું પ્રયોજન તો એ જ હતું તે આને થયું નહિ.”
(મોક્ષમાર્ગ પ્રકાશક-ગુ. આવૃત્તિ પાનું-૨૨૯)
પ્ર. ૧૦-અજ્ઞાનીને આસ્રવતત્ત્વ સંબંધી કેવી શ્રદ્ધા હોય છે ?
66
તે આસ્રવ તત્ત્વમાં જે હિંસાદિરૂપ પાપાસ્રવ છે તેને તો હેય જાણે છે તથા અહિંસારૂપ પુણ્યાસ્રવ છે તેને ઉપાદેય માને છે. હવે એ બન્ને કર્મબંધનાં જ કારણ છે. તેમાં ઉપાદેયપણું માનવું એ જ મિથ્યાદર્શન છે............
...-----
હિંસામાં મારવાની બુદ્ધિ થાય પણ તેનું આયુ પૂર્ણ થયા વિના તે મરે નહિ અને પોતાની દ્વેષ-પરિણતિથી પોતે જ પાપ બાંધે છે. તથા અહિંસામાં રક્ષા કરવાની બુદ્ધિ થાય પણ તેના આયુ-અવશેષ વિના તે જીવે નહિ, માત્ર પોતાની પ્રશસ્તરાગ-પરિણતિથી પોતે જ પુણ્ય બાંધે છે. એ પ્રમાણે એ બન્ને હૈય છે, પણ જ્યાં વીતરાગ થઈ દષ્ટાજ્ઞાતારૂપ પ્રવર્તે ત્યાં જ નિર્બંધતા છે, માટે તે ઉપાદેય છે. હવે, એવી દશા ન થાય ત્યાં સુધી પ્રશસ્ત રાગરૂપ પ્રવર્તો, પરંતુ શ્રદ્ધાન તો એવું રાખો કે, આ પણ બંધનું કારણ છે–ય છે; જો શ્રદ્ધાનમાં તેને મોક્ષમાર્ગ જાણે તો તે મિથ્યાદષ્ટિ છે.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #276
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૫) વળી રાગ-દ્વેષ-મોહરૂપ જે આગ્નવભાવ છે તેનો નાશ કરવાની તો (તેને) ચિંતા નથી અને બાહ્યક્રિયા વા બાહ્ય નિમિત્ત મટાડવાનો ઉપાય રાખે છે, પણ એ મટાડવાથી કાંઈ આસ્રવ મટતા નથી....... અંતરંગ અભિપ્રાયમાં મિથ્યાત્વાદિરૂપ રાગાદિભાવ છે તે જ આસ્રવ છે. તેને ન ઓળખવાથી આસ્રવતત્ત્વનું પણ તેને સાચું શ્રદ્ધાન નથી.
(મોક્ષમાર્ગ પ્રકાશક-ગુ. આવૃત્તિ-પાનું ૨૨૯-૨૩૦) પ્ર. ૧૧-સાત તત્ત્વોની યથાર્થ શ્રદ્ધામાં દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા
કેવી રીતે આવી જાય છે. ઉ. ૧. મોક્ષતત્ત્વ સર્વજ્ઞ–વીતરાગ સ્વભાવ છે. તેના ધારક શ્રી
અરહંત સિદ્ધ છે. તે જ નિર્દોષ દેવ છે; તેથી જેને
મોક્ષતત્ત્વની શ્રદ્ધા છે તેને સાચા દેવની શ્રદ્ધા છે. ૨. સંવર-નિર્જરા નિશ્ચયરત્નત્રય સ્વભાવ છે. તેના ધારક
ભાવલિંગી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે તે જ નિગ્રંથ-દિગમ્બર ગુરુ છે, તેથી જેને સંવર-નિર્જરાની
સાચી શ્રદ્ધા છે તેને સાચા ગુરુની શ્રદ્ધા છે. ૩. જીવ તત્ત્વનો સ્વભાવ રાગાદિ ઘાતરહિત શુદ્ધ ચૈતન્યપ્રાણમય છે. તેના સ્વભાવ સહિત અહિંસા-ધર્મ છે; તેથી જેને શુદ્ધ જીવની શ્રદ્ધા છે તેને (પોતાના
આત્માની) અહિંસારૂપ ધર્મની શ્રદ્ધા છે. પ્ર. ૧૨- દેવ, ગુરુ અને ધર્મનું સ્વરૂપ શું છે? ઉ. શ્રી અરહંત અને સિદ્ધ પરમેષ્ઠી દેવ છે; અને ભાવલિંગી દિગમ્બર મુનિ-આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ગુરુ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #277
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૬) શ્રી કુન્દ્રકુન્દાચાર્યકૃત નિયમસારમાં દેવ-ગુરુનું સ્વરૂપ નીચે પ્રમાણે આપ્યું છે:
૧. શ્રી અરહંતનું સ્વરૂપ
“ઘનઘાતી કર્મરહિત, કેવલજ્ઞાનાદિ પરમ ગુણોસહિત અને ચોત્રીસ અતિશય સંયુક્ત-આવા અરહંતો હોય છે.'
(ગાથા ૭૧.) | [ બાહ્ય આવ્યેતર સર્વ મળીને ૪૬ ગુણ શ્રી અરહંતદેવને હોય છે. શ્રી અરહંત અને સિદ્ધ ભગવાનને દર્શનોપયોગ અને જ્ઞાનોપયોગ એક સાથે હોય છે, ક્રમે હોતા નથી ]
૨. શ્રી સિદ્ધનું સ્વરૂપ -
આઠ કર્મના બંધને જેમણે નષ્ટ કરેલ છે એવા, આઠ મહાગુણો સહિત, પરમ, લોકના અગ્રે સ્થિત અને નિત્ય-આવા તે સિદ્ધો હોય છે.”
(ગાથા ૭ર) [ સિદ્ધ ભગવાનમાં વ્યવહારથી આઠ ગુણ અને નિશ્ચયથી અનંત ગુણ છે.]
૩. શ્રી આચાર્યનું સ્વરૂપઃ
પંચાચારોથી, પરિપૂર્ણ, પંચેન્દ્રિયરૂપી હાથીના મદનું દલન કરનાર, ધીર અને ગુણગંભીર-આવા આચાર્યો હોય છે.'
(ગાથા ૭૩) (આચાર્યને ૩૬ ગુણ હોય છે ) ૪. શ્રી ઉપાધ્યાયનું સ્વરૂપ - રત્નત્રયથી સંયુક્ત” જિનકથિત પદાર્થોના શૂરવીર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #278
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૭) ઉપદેશક અને નિઃકાંક્ષભાવ સહિત-આવા ઉપાધ્યાયો હોય છે.'
(ગાથા ૭૪) [ ઉપાધ્યાયને ર૫ ગુણ હોય છે. તેઓ મુનિઓમાં અધ્યાપક હોય છે.]
૫. શ્રી સાધુનું સ્વરૂપઃ
“વ્યાપારથી વિમુક્ત, ચતુર્વિધ (ચાર પ્રકારની) આરાધનામાં સદા રક્ત (લીન) નિગ્રંથ અને નિર્મોહ આવા સાધુઓ હોય છે.
(ગાથા ૭પ) [ સાધુને ૨૮ મૂલગુણ હોય છે. ] આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુનું સામાન્ય સ્વરૂપઃ
જે નિશ્ચય-સમ્યગ્દર્શન સહિત છે, વિરાગી છે, સમસ્ત પરિગ્રહના ત્યાગી છે, જેમણે શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ અંગીકાર કર્યો છે અને જે અંતરંગમાં તે શુદ્ધોપયોગ દ્વારા પોતાના આત્માનો અનુભવ કરે છે, પરદ્રવ્યમાં અહંબુદ્ધિ કરતા નથી; પોતાના જ્ઞાનાદિ સ્વભાવને જ પોતાનો માને છે, પર ભાવોમાં મમત્વ કરતા નથી. કોઈને ઈષ્ટ-અનિષ્ટ માની તેમાં રાગ-દ્વેષ કરતા નથી. હિંસાદિરૂપ અશુભ ઉપયોગનું તો જેમણે અસ્તિત્વ જ મિટાવી દીધું છે, જે અનેક વાર સાતમા ગુણસ્થાનના નિર્વિકલ્પ-આનંદમાં લીન હોય છે. જ્યારે છઠ્ઠી ગુણસ્થાનમાં તેઓ આવે છે ત્યારે તેમને ૨૮ મૂલગુણોનું અખંડ પાલન કરવા માટે શુભ વિકલ્પ આવે છે-આવા જ જૈન મુનિ (ગુરુ) હોય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #279
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૮) ૬. ધર્મનું સ્વરૂપ:
નિજ આત્માની અહિંસાને ધર્મ કહે છે. પ્ર. ૧૩-શ્રી અરહંતના ૪૬ ગુણ કયા છે? ઉં. તેમને જ આભ્યતર ગુણો અને ૪૨ બાહ્ય ગુણો-એમ સર્વ
મળી ૪૬ ગુણો હોય છે. પ્ર. ૧૪-ચાર આભ્યતર ગુણો કયા હોય છે? ઉ. અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતસુખ અને અનંતવીર્ય-એમ
ચાર આભ્યતર ગુણો હોય છે. પ્ર. ૧૫-તેમને બાહ્ય ગુણો કયા કયા છે? ઉ. તેમને ૩૪ અતિશય અને ૮ પ્રાતિહાર્ય-એમ ૪૨ બાહ્ય
ગુણો હોય છે. પ્ર. ૧૬–તેમને ૩૪ અતિશયો કયા કયા હોય છે? ઉ. (અ) દશ અતિશય જન્મથી હોય છે
૧. મલ-મૂત્રનો અભાવ, ૨. પરસેવાનો અભાવ. ૩. સફેદ લોહી, ૪. સમચતુરસ્ત્રસંસ્થાન, ૫. વMષમ નારાચ સંહનન, ૬. અદ્દભુત રૂપ, ૭. અતિ સુગંધ શરીર, ૮. ૧OO૮ ઉત્તમ લક્ષણ, ૯. અતુલ બલ, ૧૦. પ્રિય વચન. (બ) દશ અતિશય કેવલજ્ઞાન ઊપજતાં હોય છે -
૧. ઉપસર્ગનો અભાવ, ૨. અદયાનો અભાવ, ૩. શરીરની છાયા પડે નહિ, ૪. ચાર મુખ દેખાય, ૫. સર્વ વિદ્યાનું સ્વામીપણું, ૬. આંખને પલકારો થાય નહીં, ૭. સો યોજન સુધી સુભિક્ષતા રહે, ૮. આકાશગમન, (પૃથ્વીથી વીશ હજાર હાથ ઊંચે), ૯. કવલાહારનો અભાવ, ૧૦. નખ-કેશ વધે નહિ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #280
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૯) (ક) દેવકૃત ચૌદ અતિશયો
૧. સકલ અર્ધમાગધી ભાષા, ૨. સર્વજીવોમાં મૈત્રીભાવ, ૩. સર્વ ઋતુઓનાં ફળ-ફૂલ ફળે, ૪. દર્પણ સમાન ભૂમિ, ૫. કંટકરહિત ભૂમિ, ૬. મંદ સુગંધ પવન, ૭. સર્વ આનંદ, ૮. ગંધોદકવૃષ્ટિ. ૯. પગ તળે કમળરચના, ૧૦. સર્વ ધાન્ય નીપજે, ૧૧. દશે દિશા નિર્મળ, ૧૨. આકાશમાં દેવોના આહવાન શબ્દો તથા જય-જય ધ્વનિ, ૧૩. ધર્મચક્ર આગળ ચાલે, ૧૪. આઠ મંગળ-દ્રવ્ય આગળ ચાલે.
[ આઠ મંગળ-દ્રવ્ય- ૧. છત્ર, ૨. ધજા, ૩. દર્પણ, ૪. કળશ, ૫. ચામર, ૬. ઝારી, ૭. પંખો ૮. ઠવણાં (સપ્રતિષ્ઠ ) ]
(ડ) આઠ પ્રાતિહાર્ય:- (વિશેષ મહિમાબોધક ચિહ્નો:-)
૧. અશોકવૃક્ષ, ૨. પુષ્પવૃષ્ટિ, ૩. દિવ્યધ્વનિ, ૪. ચામર, ૫. સિંહાસન, ૬. ભામંડલ ૭. દુભિ, ૮. ઉપરાઉપરી ત્રણ છત્ર. પ્ર. ૧૭– શ્રી સિદ્ધના આઠ ગુણો કયા છે? ઉ. તેમને નીચેના આઠ ગુણો હોય છે:૧. સમ્યકત્વ, ૨. દર્શન, ૩. જ્ઞાન, ૪. વીર્ય, ૫. અગુરુ
લઘુ, ૬. અવગાહન, ૭. સૂક્ષ્મત્વ ૮. અવ્યાબાધત્વ. પ્ર. ૧૮-આચાર્યના ૩૬ ગુણો કયા છે? ઉ. તેમને ૩૬ ગુણો નીચે પ્રમાણે હોય છે:
૧. ઉત્તમક્ષમાદિ ૧૦ ધર્મ. ૨. બાર પ્રકારનાં તપ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #281
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૦) ૩. પાંચ આચાર:- દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર.
૪. છ આવશ્યક- ૧. સામાયિક, ૨. વંદના, ૩. ચોવીશ તીર્થકરોની અથવા પંચપરમેષ્ઠીની સ્તુતિ, ૪. પ્રતિક્રમણ, પ. સ્વાધ્યાય, ૬. કાયોત્સર્ગ.
૫. ત્રણ ગુતિ- મનોગતિ, વચનગુતિ, અને કાયમુસિ પ્ર. ૧૯-બાર પ્રકારનાં તપ કયા છે? ઉ. છ બાહ્ય તપ અને છ આત્યંતર તપ-એમ બાર પ્રકારનાં તપ છે.
૧. છ બાહ્ય તપ:- ૧. અનશન (સંયમની વૃદ્ધિ માટે ચાર પ્રકારના આહારનો ત્યાગ, ) ૨. અવમૌદર્ય ( રાગભાવ દૂર કરવા માટે ભૂખથી ઓછું ભોજન કરવું), ૩. વૃત્તિપરિસંખ્યાન ( ભિક્ષા માટે જતી વખતે ઘર, ગલી વગેરેનો નિયમ કરવો), ૪. રસપરિત્યાગ (ઇન્દ્રિયોનું દમન કરવા માટે ઘી, દૂધ આદિ રસોનો ત્યાગ કરવો), ૫. વિવિક્ત શય્યાસન (સ્વાધ્યાય, ધ્યાન આદિની સિદ્ધિ માટે એકાન્ત-પવિત્ર સ્થાનમાં સૂવું, બેસવું), ૬. કાયકલેશ (શરીરથી મમતા નહિ રાખતાં આતાપન યોગાદિ ધારણ કરવા ).
૨. છ અત્યંતર ત૫:- ૧. પ્રાયશ્ચિત ( પ્રમાદ અથવા અજ્ઞાનથી લાગેલા દોષોની શુદ્ધિ કરવી) ૨. વિનય (પૂજ્ય પુરુષોનો આદર કરવો), ૩. વૈયાવૃત્ય (શરીર અને અન્ય વસ્તુઓથી મુનિઓની સેવા કરવી), ૪. સ્વાધ્યાય (જ્ઞાનની ભાવનામાં આળસ નહિ કરવી), ૫. વ્યુત્સર્ગ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #282
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૧) (બાહ્ય અને આત્યંતર પરિગ્રહનો ત્યાગ કરવો), ૬, ધ્યાન (ચિત્તની ચંચળતાને રોકી તેને કોઈ એક પદાર્થના ચિંતવનમાં લગાવવું.). પ્ર. ૨૦- ઉપાધ્યાયના ૨૫ ગુણો કયા છે? ઉ. તેઓ ૧૧ અંગ અને ૧૪ પુર્વને પોતે ભણે છે તથા પાસે
રહેનાર ભવ્ય જીવોને ભણાવે છે. તેથી તેઓને પચીસ
ગુણો હોવાનું સમજવું. પ્ર. ૨૧-મુનિ (સાધુ-શ્રમણ )ના ૨૮ મૂળગુણ કયા છે? ઉ. પમહાવ્રત-હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહની વિરતિરૂપ પાંચ પ્રકાર. ૫ સમિતિ-ઈર્ષા, ભાષા, એષણા, આદાનનિક્ષેપણ અને
પ્રતિષ્ઠાપન. ૫ ઈન્દ્રિયનિરોધ-પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં ઈષ્ટ
અનિષ્ટપણું ન માનવું. ૬ આવશ્યક-સામાયિક, વંદના, ૨૪ તીર્થકરની અથવા
પંચપરમેષ્ઠીની સ્તુતિ, પ્રતિક્રમણ, સ્વાધ્યાય અને
કાયોત્સર્ગ. ૨૧ થયા તથા બીજા નીચે પ્રમાણે રર. કેશલોચ, ૨૩, અચલપણું (વસ્ત્રરહિત-દિગમ્બરપણું) ૨૪.
અજ્ઞાનતા, ૨૫. ભૂમિશયન, ર૬. દાતણ ન કરવું, ૨૭. ઊભા ઊભા ભોજન કરવું, અને ૨૮. એક વખત આહાર. [ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણે નિશ્ચય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #283
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૨) રત્નત્રય અર્થાત્ શુદ્ધોપયોગરૂપ મુનિધર્મરૂપ જે આત્મસ્વરૂપનું સાધન છે તે વડે પોતાના આત્મામાં સદા તત્પર (સાવધાન-જાગૃત) રહે છે, બાહ્યમાં ૨૮ મૂલગુણોન ધારક હોય છે. તેમની પાસે દયાનું ઉપકરણ પીંછી, શૌચનું ઉપકરણ કમંડળ અને જ્ઞાનનું ઉપકરણ સુશાસ્ત્ર હોય છે. તેઓ શાસ્ત્રકથિત ૪૬ દોષ, (૩૨ અંતરાય અને ૧૪ આહાર સંબંધી દોષ) થી બચાવીને શુદ્ધ આહાર લે છે. તે જ મોક્ષમાર્ગના સાધક-સાચા
સાધુ છે અને તે ગુરુ કહેવાય છે.) પ્ર. ૨૨-અરહંત ભગવાન કયા ૧૮ દોષોથી રહિત છે? ઉ. સુધા, તૃષા, ભય, રોષ (ક્રોધ), રાગ, મોહ, ચિંતા, જરા
(ઘડપણ), રોગ, મૃત્યુ, સ્વેદ (પરસેવો), ખેદ, મદ, રતિ, વિસ્મય, નિદ્રા, જન્મ અને ઉદ્ધગ-આ ૧૮ દોષ અરહંત ભગવાનને કદી હોતા નથી. (નિયમસાર ગા. ૬)
(દોહા) જન્મ, જરા, તૃષા, ક્ષુધા, વિસ્મય, અરતિ, ખેદ, રોગ, શોક, મદ, મોહ, ભય, નિદ્રા, ચિંતા, સ્વેદ. રાગ, દ્વેષ અરુ, મરણયુક્ત, એ અષ્ટાદશ દોષ,
નહિ હોતે અરહંતકે, સો છબિ લાયક મોક્ષ. પ્ર. ૨૩- સાચા શાસ્ત્ર ( આગમ) નું સ્વરૂપ શું છે? ઉ. ૧. “જેમાં અનેકાંતરૂપ સાચા જીવાદિ તત્ત્વોનું નિરૂપણ છે.
તથા જે સાચો રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ દેખાડે છે તે સાચાં જૈન શાસ્ત્રો છે. (મોક્ષમાર્ગ પ્રકાશક પૃ. ૨૨૮).
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #284
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૩) ૨. “તીર્થંકર પરમદેવની વાણી જે પૂર્વાપર દોષરહિત અને શુદ્ધ છે તેને આગમ (શાસ્ત્ર) કહેલ છે.'
(નિયમસાર ગા. ૮) ૩. “ખરેખર આગમ વિના પદાર્થોનો નિશ્ચય કરી શકાતો નથી;
કારણ કે આગમ જ જેને ત્રણે કાળે (ઉત્પાદ-વ્યયધ્રૌવ્યરૂપ) ત્રણ લક્ષણો પ્રવર્તે છે એવા સકળ *પદાર્થસાર્થના યથાતથજ્ઞાન વડે સુસ્થિત અંતરંગથી ગંભીર છે.'
(પ્રવચનસાર ગુજરાતી ગા. ર૩ર, પૃ. ૩૭૯.) પ્ર. ૨૪-સર્વજ્ઞનું લક્ષણ શું છે? ઉ. શ્રી સમન્તભદ્રાચાર્ય કહે છે કે
હે જિનેન્દ્ર ! તું વક્તાઓમાં શ્રેષ્ઠ છે; ચરાચર (જંગમ તથા સ્થાવર) જગત્ પ્રતિક્ષણ (પ્રત્યેક સમય) ઉત્પાદ-વ્યયધ્રૌવ્ય લક્ષણવાળું એવું આ તારું વચન સર્વજ્ઞનું ચિહ્ન છે.”
( શ્રી બૃહત્ સ્વયંભૂસ્તોત્ર, શ્લોક ૧૧૪.) પ્ર. ૨૫-જૈનધર્મ શું છે? ઉ. જૈનધર્મ તે રાગ-દ્વેષ-અજ્ઞાનને જીતનાર આત્મસ્વભાવ છે.
અજ્ઞાન અને અંશે રાગદ્વેષનો અભાવ થતાં જૈનપણાની શરૂઆત નિશ્ચયસમ્યગ્દર્શન થતાં (ચોથા ગુણસ્થાનકે) થાય છે. પછી જેટલે-જેટલે અંશે રાગ-દ્વેષનો અભાવ થાય તેટલે-તેટલે અંશે જૈનપણું વધતું જાય છે, અને કેવલજ્ઞાન થતાં પૂર્ણ જૈનપણું પ્રગટે છે.
* પદાર્થસાર્થના=પદાર્થસમૂહના.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #285
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check hffp://www.AtmaDharma.com for updates
પ્રક૨ણ આઠમું
પ્રમાણ, નય અને નિક્ષેપ-અધિકાર
પ્ર. ૨૬-પદાર્થોને જાણવાના કેટલા ઉપાય છે?
=
ઉ. ચાર ઉપાય છેઃ- ૧. લક્ષણ, ૨. પ્રમાણ, ૩. નય અને ૪. નિક્ષેપ.
લક્ષણ
પ્ર ૨૭–લક્ષણ કોને કહે છે?
ઉ. ઘણા એક મળેલા પદાર્થોમાંથી કોઈ એક પદાર્થને જુદા કરનાર હેતુને લક્ષણ કહે છે; જેમકે-જીવનું લક્ષણ ચેતના. પ્ર. ૨૮-લક્ષ્ય કોને કહે છે?
ઉ. જેનું લક્ષણ-કરવામાં આવે તેને લક્ષ્ય કહે છે, જેમકે‘ જીવનું લક્ષણ ચેતના '–તેમાં જીવ તે લક્ષ્ય છે (લક્ષણથી જેને ઓળખાવતું હોય તે લક્ષ્ય.)
પ્ર. ૨૯-લક્ષણાભાસ કોને કહે છે?
ઉ. જે લક્ષણ સદોષ હોય તે લક્ષણાભાસ કહેવાય છે.
પ્ર. ૩૦–લક્ષણના કેટલા દોષ છે?
ઉ. ત્રણ છે:- ૧. અવ્યાપ્તિ, ૨. અતિવ્યાસિ અને ૩. અસંભવ. પ્ર. ૧-અવ્યાપ્તિ દોષ કોને કહે છે?
ઉ. લક્ષ્યના એક દેશમાં (એક ભાગમાં) લક્ષણનું રહેવું તેને અવ્યાપ્તિ દોષ કહે છે; જેમકે, પશુનું લક્ષણ શીંગડું.
t
વિશેષઃ- “જે કોઈ લક્ષ્યમાં હોય તથા કોઈમાં ન હોયએ પ્રમાણે લક્ષ્યના એક દેશમાં હોય એવું લક્ષણ જ્યાં કહેવામાં આવે ત્યાં અવ્યાપ્તિપણું જાણવું; જેમઃ- આત્માનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #286
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AfmaDharma.com for updates
(૨૫)
લક્ષણ કેવળજ્ઞાન કહીએ ત્યાં કેવળજ્ઞાન તો કોઈ આત્મામાં હોય છે, ત્યારે કોઈમાં નથી હોતું. માટે એ લક્ષણ અવ્યાપ્તિદોષસહિત છે, કારણ કે એ વડે આત્મા ઓળખતાં અલ્પજ્ઞાની જીવ આત્મા ન ઠરે.
,,
(ગુ. મોક્ષમાર્ગ પ્ર. પા. ૩૧૬)
પ્ર. ૩૨-અતિવ્યાપ્તિદોષ કોને કહે છે ?
ઉ. લક્ષ્ય તેમજ અલક્ષ્યમાં લક્ષણનું રહેવું તેને અતિવ્યાપ્તિ દોષ કહે છે; જેમકે:- ગાયનું લક્ષણ શીંગડાં.
વિશેષ:- “ જે લક્ષ્ય અને અલક્ષ્ય બન્નેમાં હોય એવું લક્ષણ જ્યાં કહેવામાં આવે ત્યાં અતિવ્યાપ્તિપણું જાણવું. જેમ આત્માનું લક્ષણ ‘અમૂર્તત્વ' કહ્યું; ત્યાં અમૂર્તત્વ લક્ષણ, લક્ષ્ય જે આત્મા તેમાં છે, અને અલક્ષ્ય જે આકાશાદિક તેમાં પણ છે; માટે એ લક્ષણ અતિવ્યાપ્તિ દોષસહિત લક્ષણ છે; કારણકે એ વડે આત્માને ઓળખતાં આકાશાદિક પણ આત્મા થઈ જાય એ દોષ આવે. (ગુ. મોક્ષમાર્ગ પ્રકાશક-પા. ૩૧૬)
પ્ર. ૩૩–અલક્ષ્ય કોને કહે છે?
ઉ. લક્ષ્ય સિવાયના બીજા પદાર્થોને અલક્ષ્ય કહે છે.
પ્ર. ૩૪-અસંભવ દોષ કોને કહે છે?
ઉ. લક્ષ્યમાં લક્ષણની અસંભવતાને અસંભવદોષ કહે છે.
વિશેષ:- ‘જે લક્ષણ લક્ષ્યમાં હોય જ નહિ એવું લક્ષણ જ્યાં કહેવામાં આવે ત્યાં અસંભવપણું જાણવું; જેમ આત્માનું લક્ષણ જડપણું કહીએ ત્યાં એ લક્ષણ
,,
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #287
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૬) પ્રત્યક્ષાદિ પ્રમાણ વડે પણ વિરુદ્ધ છે, માટે એ અસંભવદોષ સહિત લક્ષણ છે, કારણકે એ વડે આત્માને માનતાં પુદ્ગલાદિ પણ આત્મા થઈ જાય અને આત્મા છે તે અનાત્મા થઈ જાય એ દોષ આવે.” (ગુ. મોક્ષમાર્ગ પ્ર. પૃ. ૩૧૬-૧૭) પ્ર. ૩૫- સાચું લક્ષણ કોને કહે છે? ઉ. “જે લક્ષણ, લક્ષ્યમાં તો સર્વત્ર હોય અને અલક્ષ્યમાં કોઈ
પણ ઠેકાણે ન હોય તે જ સાચું લક્ષણ છે; જેમકે-આત્માનું લક્ષણ ચૈતન્ય; હવે એ લક્ષણ બધાય આત્મામાં હોય છે અને અનાત્મામાં કોઈપણ ઠેકાણે હોતું નથી, માટે એ સાચું લક્ષણ છે. એ વડે આત્મા માનતાં આત્મા અને અનાત્માનું યથાર્થ જ્ઞાન થાય છે, કોઈ દોષ આવતો નથી.....
(ગુ. મોક્ષમાર્ગ પ્ર. પા. ૩૧૭)
પ્રમાણ
પ્ર. ૩૬-પ્રમાણ કોને કહે છે? ઉ. ૧. સ્વ અને પર પદાર્થના નિર્ણય કરનાર જ્ઞાનને પ્રમાણ અર્થાત્ સાચું જ્ઞાન કહે છે.
(પરીક્ષામુખ-પરિ૦ ૧. સૂ. ૧) ૨. સાચા જ્ઞાનને પ્રમાણ કહે છે. (જૈન સિ. પ્ર.) ૩. અનંત ગુણ યા ધર્મના સમુદાયરૂપ પોતાનું તથા પરવસ્તુનું
સ્વરૂપ પ્રમાણદ્વારા જાણવામાં આવે છે. પ્રમાણ વસ્તુના સર્વ દેશને (બધાં પડખાને) ગ્રહણ કરે છે–જાણે છે.”
(ગુ. મોક્ષશાસ્ત્ર- ૧, સૂ. ૬ ટીકા.)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #288
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૭) પ્ર. ૩૭-પ્રમાણનો વિષય શું છે? ઉ. સામાન્ય અથવા ધર્મી, તથા વિશેષ અથવા ધર્મ-એ બન્ને
અંશોના સમૂહરૂપ વસ્તુ તે પ્રમાણનો વિષય છે. (જૈન સિ. પ્ર) પ્ર. ૩૮-પ્રમાણના કેટલા ભેદ છે? ઉ. પ્રમાણના બે ભેદ છે-એક પ્રત્યક્ષ અને બીજો પરોક્ષ. પ્ર. ૩૯-પ્રત્યક્ષ પ્રમાણ કોને કહે છે? ઉ. જે પદાર્થને સ્પષ્ટ જાણે તે પ્રત્યક્ષ પ્રમાણ છે “કેવળ
આત્માથી જ પ્રતિનિશ્ચિતપણે પ્રવર્તે તે પ્રત્યક્ષ છે. પ્ર. ૪૦-પ્રત્યક્ષ પ્રમાણના કેટલા ભેદ છે? ઉ. તેના બે ભેદ છેઃ- (૧) સાંવ્યવહારિક પ્રત્યક્ષ, અને (૨)
પારમાર્થિકપ્રત્યક્ષ. પ્ર. ૪૧. –સાંવ્યવહારિક પ્રત્યક્ષ પ્રમાણ કોને કહે છે? ઉ. જે ઈન્દ્રિય અને મનના નિમિત્તના સંબંધથી પદાર્થને
એકદેશ (ભાગ ) સ્પષ્ટ જાણે તેને સાંવ્યવહારિક પ્રત્યક્ષ પ્રમાણ કહે છે. તેના અવગ્રાદિ ચાર ભેદ છે. તે સંબંધમાં
જુઓ પ્રકરણ ૩ જું, પ્રશ્ન ર૬૭ થી ૨૭૭. પ્ર. ૪૨-પારમાર્થિક પ્રત્યક્ષ પ્રમાણ કોને કહે છે? ઉ. જે કોઈ નિમિત્ત વગર પદાર્થને સ્પષ્ટ જાણે તેને પારમાર્થિક - પ્રત્યક્ષ પ્રમાણ કહે છે. પ્ર. ૪૩–પારમાર્થિક પ્રત્યક્ષ પ્રમાણના કેટલા ભેદ છે? ઉ. તેના બે ભેદ છે. ૧. વિકલ પારમાર્થિક, અને ૨. સકલ
પારમાર્થિક. પ્ર. ૪૪-વિકલ પારમાર્થિક પ્રત્યક્ષ કોને કહે છે? ઉ. જે રૂપી પદાર્થોને કોઈના નિમિત્ત વિના સ્પષ્ટ જાણે તેને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #289
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૮) વિકલ પારમાર્થિક પ્રત્યક્ષ કહે છે. તેના બે ભેદ છેઃ
૧. અવધિજ્ઞાન અને ૨. મન:પર્યયજ્ઞાન. પ્ર. ૪પ-સકલ પારમાર્થિક પ્રત્યક્ષ કહે છે? ઉ. કેવલજ્ઞાનને સકલ પારમાર્થિક પ્રત્યક્ષ કહે છે? પ્ર. ૪૬–પરોક્ષ પ્રમાણ કોને કહે છે? ઉ. ૧. જે નિમિત્તના સંબંધે પદાર્થને અસ્પષ્ટ જાણે તેને પરોક્ષ
પ્રમાણ કહે છે. (જૈન સિ. પ્ર.). ૨. “જે ઇન્દ્રિયોથી સ્પર્શાઈ પ્રવર્તે તથા જે ચહ્યું અને
મનથી વગર સ્પર્વે પ્રવર્તે-એમ બે પરદ્વારોથી પ્રવર્તે તે
પરોક્ષ છે.” (ગુ. મોક્ષશાસ્ત્ર-અ. ૧. સૂ. ૬ ની ટીકા) પ્ર. ૪૭-પરોક્ષ પ્રમાણના કેટલા ભેદ છે? ઉ. તેના બે ભેદ છેઃ- ૧. મતિજ્ઞાન, ૨. શ્રુતજ્ઞાન (મતિ,
શ્રુતાદિ પાંચ પ્રમાણજ્ઞાન સંબંધમાં જાઓ પ્રકરણ ૨ જાં, પ્રશ્ન ૧૬૦, ૧૬૧ તથા પ્રકરણ ૩ જાં, પ્રશ્ન ર૬૭ થી ૨૭૭) પ્ર. ૪૮-પરોક્ષ પ્રમાણના બીજા કઈ રીતે ભેદ છે? ઉ. તેના પાંચ ભેદ છે:- ૧. સ્મૃતિ, ૨. પ્રત્યભિજ્ઞાન, ૩. તર્ક,
૪. અનુમાન, અને ૫. આગમ. ૧. સ્મૃતિ- પહેલાં અનુભવ કરેલા પદાર્થને યાદ કરવો તેને
સ્મૃતિ કહે છે. ૨. પ્રત્યભિજ્ઞાન- સ્મૃતિ અને પ્રત્યક્ષના વિષયભૂત
પદાર્થોમાં જોડરૂપ જ્ઞાનને પ્રત્યભિજ્ઞાન કહે છે. જેમકે -
આ તે જ મનુષ્ય છે કે જેને કાલે જોયો હતો. ૩. તર્ક- ૧. વ્યાતિના જ્ઞાનને તર્ક કહે છે; અર્થાત્ ૨. હેતુથી
જે વિચારમાં લીધું તે જ્ઞાનને તર્ક કહે છે.
૦
છે ?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #290
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૯) ૪. અનુમાનઃ સાધનથી સાધ્યના જ્ઞાનને અનુમાન કહે છે. ૫. આગમ- આતના વચનોથી ઉત્પન્ન થયેલા અર્થજ્ઞાનને
આગમ કહે છે.
[“અહીં તો આગમ-અનુમાનાદિક પરોક્ષ જ્ઞાનવડ આત્માનો અનુભવ હોય છે. જૈનાગમમાં જેવું આત્માનું સ્વરૂપ કહ્યું છે તેને તેવું જાણી તેમાં પોતાના પરિણામોને મગ્ન કરે છે, તેથી તેને આગમ પરોક્ષ પ્રમાણ કહીએ.
અથવા હું આત્મા જ છું, તેથી મારામાં જ્ઞાન છે; જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા છે. જેમકે – સિદ્ધાદિક છે. વળી જ્યાં આત્મા નહિ ત્યાં જ્ઞાન પણ નહિ. જેમકે - મૃત કલેવરાદિક છે. એ પ્રમાણે અનુમાન વડે વસ્તુનો નિશ્ચય કરી તેમાં (તે પોતાના) પરિણામોને મગ્ન કરે છે, તેથી તેને અનુમાન પરોક્ષપ્રમાણ કહીએ.
અથવા આગમ-અનુમાનાદિ વડે જે વસ્તુ (સ્વરૂપ) જાણવામાં આવ્યું તેને યાદ રાખીને તેમાં (પોતાના) પરિણામોને મગ્ન કરે છે, તેથી તેને સ્મૃતિ કહીએ છીએ.
ઇત્યાદિ પ્રકારથી સ્વાનુભવમાં પરોક્ષપ્રમાણ વડે જ આત્માને જાણવાનું હોય છે..........
.. અનુભવમાં આત્મા પ્રત્યક્ષ માફક યથાર્થ પ્રતિભાસે છે; આ ન્યાયે આત્માનું પણ પ્રત્યક્ષ જાણવું હોય છે એમ કહીએ તો દોષ નથી.”). (ગુ. મોક્ષમાર્ગ પ્રકાશક-શ્રીટોડરમલજીની રહસ્યપૂર્ણ ચીઠ્ઠી
પાનું ૩૪૭-૪૮) પ્ર. ૪૯- વ્યાસિ કોને કહે છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #291
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
(૩૦)
ઉ. અવિનાભાવસંબંધને વ્યાસિ કહે છે.
પ્ર. ૫૦–અવિનાભાવસંબંધ કોને કહે છે?
સાધ્યનું હોવું, સાધનનું પણ
ઉ. જ્યાં જ્યાં સાધન (હેતુ) હોય, ત્યાં ત્યાં અને જ્યાં જ્યાં સાધ્ય ન હોય, ત્યાં ત્યાં નહિ હોવાને અવિનાભાવસંબંધ કહે છે; જેમ કે:- જ્યાં જ્યાં સ્વાત્મદષ્ટિ છે ત્યાં ત્યાં ધર્મ હોય છે, અને જ્યાં જ્યાં ધર્મ નથી ત્યાં ત્યાં સ્વાત્મષ્ટિ પણ નથી.
પ્ર. ૫૧. સાધન કોને કહે છે?
ઉ. જે સાધ્ય વિના ન હોય તેને સાધન કહે છે. જેમકે:- ધર્મનો હેતુ (સાધન ) સ્વાત્મદષ્ટિ.
પ્ર. ૫૨-સાધ્ય કોને કહે છે?
ઉ. ઈષ્ટ અબાધિત અસિદ્ધને સાધ્ય કહે છે.
નય
પ્ર. ૫૩. નય કોને કહે છે?
ઉ. ૧. વસ્તુના એક દેશ (ભાગ ) ને જાણવાવાળા જ્ઞાનને નય કહે છે. (જૈન સિ. પ્ર.) ૨. પ્રમાણ દ્વારા ગ્રહણ કરેલા પદાર્થના એક ધર્મને મુખ્યતાથી જે અનુભવ કરાવે છે તે નય છે.
(પુરુષાર્થ સિ. ઉપાય-ગા. ૩૧ ની ટીકા )
66
૩. પ્રમાણ દ્વારા નક્કી થયેલી વસ્તુના એક દેશને જે જ્ઞાન ગ્રહણ કરે તેને નય કહે છે.
૪. પ્રમાણદ્વારા નક્કી થયેલ અનંતધર્માત્મક વસ્તુના એક એક અંગનું જ્ઞાન મુખ્યપણે કરાવે તે નય છે. વસ્તુઓમાં ધર્મ અનંત છે, તેથી તેના અવયવો અનંત
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #292
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
( ૩૧ )
સુધી થઈ શકે છે, અને તેથી અવયવના જ્ઞાનરૂપ નય પણ અનંત સુધી થઈ શકે છે.
૫. શ્રુત પ્રમાણના વિકલ્પ, ભેદ કે અંશને નય કહેવામાં આવે છે. શ્રુતજ્ઞાનમાં જ નયરૂપ અંશ પડે છે. જે નય છે તે પ્રમાણસાપેક્ષરૂપ હોય છે.
[મતિ, અવધિ કે મન:પર્યયજ્ઞાનમાં નયના ભેદ પડતા નથી.] ” (ગુ. મોક્ષશાસ્ત્ર અ. ૧, સૂ. ૬ ની ટીકા )
પ્ર. ૫૪– નયના કેટલા પ્રકાર છે?
ઉ. તેના બે પ્રકાર છે-૧. નિશ્ચયનય અને ૨. વ્યવહારનય.
પ્ર. ૫૫-નિશ્ચયનય કોને કહે છે?
ઉ. વસ્તુના કોઈ અસલી (મૂળ ) અંશને ગ્રહણ કરવાવાળા જ્ઞાનને નિશ્ચયનય કહે છે; જેમકે:- માટીના ઘડાને માટીનો ઘડો કહેવો. (જૈન સિ. પ્ર.)
પ્ર. ૫૬-વ્યવહારનય કોને કહે છે?
ઉ. કોઈ નિમિત્તના કારણથી એક પદાર્થને બીજા પદાર્થરૂપે જાણવાવાળા જ્ઞાનને વ્યવહારનય કહે છે. જેમકે:- માટીના ઘડાને ઘીના રહેવાના નિમિત્તથી ઘીનો ઘડો કહેવો.
(જૈન સિ. પ્ર.)
પ્ર. ૫૭-નિશ્ચયનયના કેટલા ભેદ છે?
ઉ. તેના બે ભેદ છે–૧. દ્રવ્યાર્થિકનય, અને ૨. પર્યાયાર્થિકનય.
પ્ર. ૫૮-દ્રવ્યાર્થિકનય કોને કહે છે?
ઉ. જે દ્રવ્ય-પર્યાયસ્વરૂપ વસ્તુમાં દ્રવ્યનો મુખ્યપણે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #293
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
(૩૨ )
અનુભવ કરાવે ( અર્થાત્ સામાન્યને ગ્રહણ કરે તેને દ્રવ્યાર્થિકનય કહે છે.
પ્ર. ૫૯-૫ર્યાયાર્થિક કોને કહે છે?
ઉ. જે મુખ્યપણે વિશેષને (ગુણ અથવા પર્યાયને ) વિષય કરે તેને પર્યાયાર્થિકનય કહે છે.
(દરેક દ્રવ્ય સામાન્ય-વિશેષાત્મક છે. તે બન્ને (સામાન્ય અને વિશેષ ) ને જાણનારાં દ્રવ્યાર્થિકનયરૂપ અને પર્યાયાર્થિનયરૂપ બે જ્ઞાનચક્ષુઓ છે. “દ્રવ્યાર્થિકનયરૂપી એક ચક્ષુથી જોતાં દ્રવ્ય સામાન્ય જ જણાય છે, તેથી દ્રવ્ય અનન્ય અર્થાત્ તેનું તે જ ભાસે છે; અને પર્યાયાર્થિકનયરૂપી બીજા (એક) ચક્ષુથી જોતાં દ્રવ્યના પર્યાયોરૂપી વિશેષો જણાય છે; તેથી દ્રવ્ય અન્ય અન્ય ભાસે છે. બન્ને નયોરૂપી બન્ને ચક્ષુઓથી જોતાં દ્રવ્યસામાન્ય તથા દ્રવ્યના વિશેષો–બન્ને જણાય છે; તેથી દ્રવ્ય અનન્ય તેમજ અન્ય-અન્ય બન્ને ભાસે છે.”
દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય-બન્ને નયોવડે વસ્તુનું જે જ્ઞાન થાય છે તે જ પ્રમાણજ્ઞાન છે.
(જુઓ, શ્રી પ્રવચનસાર-ગા. ૧૪૪ નો ભાવાર્થ ). પ્ર. ૬૦-દ્રવ્યાર્થિનયના કેટલા ભેદ છે? (આગમ અપેક્ષાએ )
ઉ. તેના ત્રણ ભેદ છે-૧. નૈગમનય, ૨. સંગ્રહનય અને ૩.
વ્યવહારનય.
પ્ર. ૬૧-નૈગમનય કોને કહે છે?
ઉ. ૧. “ જે ભૂતકાળના પર્યાયમાં વર્તમાનવત્ સંકલ્પ કરે અથવા ભવિષ્યના પર્યાયમાં વર્તમાનવત્ સંલ્પ કરે તથા
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #294
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩૩) વર્તમાન પર્યાયમાં કંઈક નિષ્પન્ન (પ્રગટરૂપ) છે અને કંઈક નિષ્પન્ન નથી તેનો નિષ્પન્નરૂપ સંકલ્પ કરે તે જ્ઞાનને તથા વચનને નૈગમન કહે છે.” (figurative)
(ગુ. મોક્ષશાસ્ત્ર-અ. ૧, સૂ. ૩૩ ની ટીકા) ૨. “જે નય અનિષ્પન્ન અર્થના સંકલ્પ માત્રને ગ્રહણ કરે
તે નૈગમનય છે; જેમકે - લાકડાં, પાણી આદિ સામગ્રી એકઠી કરનાર પુરુષને કોઈ પૂછે છે કે, આપ શું કરી રહ્યા છો? ' તેના ઉત્તરમાં તે કહે છે કે, “હું રોટલી બનાવી રહ્યો છું. જોકે તે સમયે તે રોટલી બનાવી રહ્યો ન હતો તથાપિ નૈગમનય તેના એ ઉત્તરને સત્યાર્થ માને છે.” [ હિન્દી મોક્ષશાસ્ત્ર-અ. ૧. સૂ. ૩૩ ટીકા,
અનુવાદક-પં. પન્નાલાલજી ] ૩. “બે પદાર્થોમાંથી એકને ગૌણ અને બીજાને પ્રધાન કરી
ભેદ અથવા અભેદને વિષય કરવાવાળું (જાણવાવાળું) જ્ઞાન નૈગમનય છે, તથા પદાર્થના સંકલ્પને ગ્રહણ કરવાવાળું જ્ઞાન નૈગમનાય છે. જેમકે -કોઈ પુરુષ રસોઈમાં ચોખા લઈને વીણતો નથી. તે વખતે કોઈએ તેને પૂછ્યું કે, “તમે શું કરી રહ્યા છો?” ત્યારે તેણે કહ્યું કે “હું ભાત બનાવી રહ્યો છું” અહીં ચોખા અને ભાતમાં અભેદ-વિવક્ષા છે, અથવા ચોખામાં ભાતનો
સંકલ્પ છે.” (ગુ. જૈન સિ. પ્રવેશિકા પૃ. ૧૮૦) પ્ર. ૬ર-નૈગમનયના કેટલા ભેદ છે? ઉ. તેના ત્રણ ભેદ છે; ૧. ભૂતનૈગમનય, ભાવિનૈગમનય અને
૩. વર્તમાન નૈગમનય.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #295
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
(૩૪ )
૧. ભૂતનૈગમનયઃ
ભૂતકાળની વાતને વર્તમાનકાળમાં આરોપણ કરી કહેવું તે ભૂતનૈગમનય છે. જેમકે:- આજે દિવાલીના દિવસે જ શ્રી મહાવીરભગવાન મોક્ષ ગયા.
નિશ્ચયમોક્ષમાર્ગ નિર્વિકલ્પ છે, તે કાળે સવિકલ્પ મોક્ષમાર્ગ નથી તો તે સાધક કેમ થાય ? સમાધાનઃભૂતનૈગમનયે તે પરંપરાએ સાધક છે.
(પરમાત્મપ્રકાશક પા. ૧૪૨)
૨. ભાવિનૈગમનય:
ભવિષ્યકાળમાં થવાવાળી વાતને ભૂતકાળવત્ થયેલી કહેવી તે ભાવિનૈગમનય છે. જેમકે:- અરહંત ભગવાનને સિદ્ધ ભગવાન કહેવા. ૩. વર્તમાનનૈગમનય:
કોઈ કાર્ય કરવાનું તો શરૂ કરી દીધું હોય, પણ તે કાર્ય કંઈક થયું-કંઈક ન થયું હોય તોપણ તે પૂર્ણ થયા સમાન કહેવું તે વર્તમાનનૈગમનય છે. જેમકે:- ભાત પકવવાના કાર્યનો તો આરંભ કરી દીધો પરંતુ હજી તે પાકી ગયો નથી, તોપણ તેને ભાત પાકે છે એમ કહેવું.
(અલાપપદ્ધતિ, પાનું ૬૫-૬૬)
પ્ર. ૬૩-સંગ્રહનય કોને કહે છે?
ઉ. જે નય પોતાની જાતિનો વિરોધ નહિ કરી સમસ્ત પદાર્થોને એકપણાથી ગ્રહણ કરે તેને સંગ્રહનય કહે છે. જેમકે:- સત્ દ્રવ્ય, ઈત્યાદિ.
પ્ર. ૬૪-વ્યવહારનય કોને કહે છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #296
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
( ૩૫ )
ઉ. જે નય સંગ્રહનયથી ગ્રહણ કરેલા પદાર્થોનો વિધિપૂર્વક ભેદ કરે તેને વ્યવહારનય કહે છે. જેમકે:- સત્ બે પ્રકારે છે દ્રવ્ય અને ગુણ. દ્રવ્યના છ ભેદ છે:- જીવ, પુદ્દગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાલ. ગુણના બે ભેદ છે;– સામાન્ય અને વિષય. આ રીતે જ્યાં સુધી ભેદ થઈ શકે છે ત્યાં સુધી આ નય ભેદ કરે છે.
પ્ર. ૬૫– પર્યાયાર્થિકનયના કેટલા ભેદ છે ?
ઉ. તેના ચાર ભેદ છે:- ૧. ઋજીસૂત્રનય, ૨. શબ્દનય, ૩. સમભિરૂઢનય અને ૪. એવંભૂતનય
પ્ર. ૬૬-ઋજુસૂત્રનય કોને કહે છે?
ઉ. ભૂત-ભવિષ્યકાળ સંબંધી પર્યાયની અપેક્ષા નહિ કરતાં, વર્તમાનકાળ સંબંધી પર્યાયને જે વિષય કરે તેને
ઋજીસૂત્રનય કહે છે.
પ્ર. ૬૭ શબ્દનય કોને કહે છે?
ઉ. જે નય લિંગ, વચન, કારકાદિના વ્યભિચારને દૂર કરે તેને શબ્દનય કહે છે. જેમકે: દા૨ (પુ.), ભાર્યા ( સ્ત્રી. ), કલત્ર (ન.)–એ ત્રણ શબ્દો ભિન્ન લિંગના હોવા છતાં તેઓ એક જ ‘સ્ત્રી ’ પદાર્થના વાચક છે, પણ આ નય સ્ત્રી પદાર્થને લિંગના ભેદથી ત્રણ ભેદરૂપ માને છે.
પ્ર. ૬૮- સમભિરૂઢનય કોને કહે છે?
ઉ. ૧. જે નય જુદા જુદા અર્થોને ઉલ્લંધી એક અર્થને રૂઢિથી ગ્રહણ કરે તેને સમભિરૂઢનય કહે છે. જેમકે:- ‘ ગો’ શબ્દના અનેક અર્થ (વાણી, પૃથ્વી, ગમન આદિ) થાય છે, પણ પ્રચલિત રૂઢિથી તેનો અર્થ ગાય થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #297
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
( ૩૬ )
૨. વળી આ નય પર્યાયના ભેદથી અર્થને ભેદરૂપ ગ્રહણ કરે છે. જેમકે:- ઇન્દ્ર, શક્ર, પુન્દર-એ ત્રણે શબ્દો એક જ લિંગના પર્યાયવાચી શબ્દના જ વાચક છે; પણ આ નય એ ત્રણેના ભિન્ન ભિન્ન અર્થ કરે છે.
પ્ર. ૬૯-એવંભૂતનય કોને કહે છે?
ઉ. જે શબ્દનો જે ક્રિયારૂપ અર્થ છે તે ક્રિયારૂપ પરિણમતા પદાર્થને જે નય ગ્રહણ કરે તેને એવંભૂતનય કહે છે. જેમકેઃ- પૂજારીને પૂજા કરતી વખતે જ પૂજારી કહેવો.
પ્ર. ૭૦-વ્યવહારનય અથવા ઉપનયના કેટલા ભેદ છે ?
ઉ. તેના બે ભેદ છે-સદ્દભુત વ્યવહારનય અને ૨. અસદ્દભૂત
વ્યવહારનય.
પ્ર. ૭૧-સદ્ભૂત વ્યવહારનય કોને કહે છે ?
ઉ. જે એક પદાર્થમાં ગુણ-ગણીને ભેદરૂપે ગ્રહણ કરે તેને સદ્દભૂત વ્યવહારનય કહે છે,
(જૈન સિદ્ધાંત દર્પણ પા. ૩૪)
પ્ર. ૭૨- સદ્દભૂત વ્યવહારનયના કેટલા ભેદ છે?
ઉ. તેના બે ભેદ છે–૧. ઉપચરિતસમ્રૂત વ્યવહારનય અને ૨. અનુપરિતસદ્દભૂત વ્યવહારનય.
પ્ર. ૭૩–ઉપચરિતસભૂત વ્યવહા૨નય કોને કહે છે?
ઉ. ૧. જે ઉપાધિ સહિત ગુણ-ગુણીને ભેદરૂપે ગ્રહણ કરે તેને ઉપચરિતસભૂતવ્યવહારનય કહે છે જેમકે:- જીવના મતિજ્ઞાનાદિક ગુણ. (જૈન સિદ્ધાન્ત દર્પણ )
૨.
જે નય કર્મોપાધિસહિત અખંડ દ્રવ્યમાં અશુદ્ધ ગુણ અથવા અશુદ્ધ ગુણી તથા અશુદ્ધ પર્યાય અને અશુદ્ધ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #298
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩૭) પર્યાયોની ભેદકલ્પના કરે તેને ઉપચરિત સભૂતવ્યવહારનય(અશુદ્ધસભૂતવ્યવહારનય) કહે છે. જેમકે- સંસારીજીવના અશુદ્ધમતિજ્ઞાનાદિક ગુણ અથવા અશુદ્ધ નરનારકાદિ પર્યાયો.
(આલાપપદ્ધતિ) પ્ર. ૭૪-અનુપચરિતસભૂતવ્યવહારનય કોને કહે છે? ઉ. જે નય નિરુપાધિક ગુણ અને ગુણીને ભેદરૂપ ગ્રહણ કરે તેને અનુપચરિતસભૂતવ્યવહારનય કહે છે. જેમકે -
જીવના કેવળજ્ઞાનાદિ ગુણ. (જૈન સિદ્ધાન્ત દર્પણ) પ્ર. ૭૫-અસદભૂતવ્યવહારનય કોને કહે છે? ઉ. જે મળેલા ભિન્ન પદાર્થોને અભેદરૂપે કથન કરે તેને
અસદ્દભૂત વ્યવહારનય કર્યું છે. જેમકે, આ શરીર મારું છે, અથવા માટીના ઘડાને ઘીનો ઘડો કહેવો. (જૈન સિ. પ્ર.) [ ભિન્ન પદાર્થો વાસ્તવિકપણે અભેદ થતા નથી, તેથી આ નય અસદ્દભૂત કહેવાય છે. વળી તે પર સાથેના સંબંધનું
કથન કરે છે તેથી વ્યવહારનય કહેવાય છે.] પ્ર. ૭૬ અસદ્દભૂતવ્યવહારનયના કેટલા ભેદ છે? ઉ. તેના બે ભેદ છે:- ૧. ઉપચરિતઅસદ્દભૂતવ્યવહારનય, અને
૨. અનુપચરિતઅસદ્દભૂતવ્યવહારનય. પ્ર. ૭૭ ઉપચરિતઅસભૂતવ્યવહારનય કોને કહે છે? ઉ. અત્યંત ભિન્ન પદાર્થોને જે અભેદરૂપે ગ્રહણ કરે તેને
ઉપચરિતઅસભૂતવ્યવહારનય કહે છે. જેમકે - હાથી, ઘોડા, મહેલ, મકાન, વસ્ત્ર આભરણાદિ જીવના કહેવા તે.
(જૈન સિદ્ધાન્ત પ્રવેશિકા) પ્ર. ૭૮-અનુપચરિતઅસભૂતવ્યવહારનય કોને કહે છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #299
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩૮) ઉ. જે નય સંયોગ સંબંધથી યુક્ત બે પદાર્થોના સંબંધને વિષય કરે તેને અનુપચરિતઅસભૂતવ્યવહારનય કહે છે. જેમકે – જીવના કર્મ, જીવનું શરીર વગેરે. ૧. જીવ, દ્રવ્ય કર્મ અને પુદ્ગલશરીર-એ ત્રણેનો, આકાશ
અપેક્ષાએ એકક્ષેત્રાવગા સંબંધ છે; તેથી તેને
અનુપચરિત કહેવામાં આવે છે. ૨. જીવનાં કર્મ અને જીવનું શરીર કહેવું તે અસદ્દભૂત છે.
અસભૂતનો અર્થ મિથ્યા, અસત્ય, અયથાર્થ છે. (જાઓ, પરમાત્મપ્રકાશ અ. ૧, ગા. ૬૫ની હિંદી ટીકા; પ્રવચનસાર અ. ૧, ગા. ૧૬ની હિંદી ટીકા પ્રવચનસાર
અ. ૧, ગા. ૧૬ની ગુ. ટીકા) ૩. આ નય જીવન પર પદાર્થ સાથેનો સંબંધ બતાવે છે
તેથી તે વ્યવહારનય કહેવાય છે. ૪. વ્યવહારને અભૂતાર્થ પણ કહેવામાં આવે છે; અભૂતાર્થ
એટલે અસત્યાર્થ. પદાર્થનું જેવું સ્વરૂપ ન હોય તેવું અનેક કલ્પના કરીને વ્યવહારનય પ્રગટ કરે છે, તેથી તેને અભૂતાર્થ-કહેવામાં આવે છે. જેમ મૃષાવાદી તુચ્છ પણ (જરાક પણ) કારણનું છળ પામે તો અનેક કલ્પના કરી તાદશ કરી દેખાડે છે; તેમ જ કે જીવ અને પુલની સત્તા ભિન્ન છે, સ્વભાવ ભિન્ન છે, પ્રદેશ ભિન્ન છે, તો પણ એકક્ષેત્રાવગાહુ સંબંધનું છળ પામીને વ્યવહારનય આત્મદ્રવ્યને શરીરાદિક પરદ્રવ્ય સાથે એકપણું બતાવે છે,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #300
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩૯) તેથી તે વ્યવહારનય અસત્યાર્થ છે. મુક્ત દશામાં વ્યવહારનય પોતે જ જીવ અને શરીર બન્ને જુદાં જ છે એમ પ્રકાશે છે.... (જુઓ, કલકત્તાથી મૂલ ટીકા સહિત પ્રકાશિત
પુરુષાર્થ સિદ્ધયુપાય પા. ૬-૭) પ્ર. ૭૯- આધ્યાત્મિકદષ્ટિએ વ્યવહારનયનું સ્વરૂપ કહો. ઉ. પંચાધ્યાયી ભા.૧, ગાથા પર૫ થી ૫૫૧ માં વ્યવહારનયના
ચાર પ્રકારોનું વર્ણન કર્યું છે. અહીં સારરૂપે - ૧. ઉપચરિતસદ્દભૂતવ્યવહારનય:
“જ્ઞાન પરને જાણે છે” એમ કહેવું અથવા તો જ્ઞાનમાં રાગ જણાતાં “રાગનું જ્ઞાન છે” એમ કહેવું અથવા જ્ઞાતાસ્વભાવના ભાનપૂર્વક જ્ઞાની “વિકારને પણ જાણે છે;
એમ કહેવું તે ઉપચરિતસદ્દભૂતવ્યવહારનયનું કથન છે. ૨. અનુપચરિતસદ્દભૂતવ્યવહારનયઃ
જ્ઞાન ને આત્મા ઈત્યાદિ ગુણ-ગુણીના ભેદ પાડવા તે અનુપચરિતસદ્દભૂતવ્યવહારનય છે.
સાધકને રાગરહિત જ્ઞાયકસ્વભાવની દષ્ટિ થઈ હોય છતાં હા પર્યાયમાં રાગ પણ થાય છે. સાધક સ્વભાવની શ્રદ્ધામાં રાગનો નિષેધ થયો હોવા છતાં, તેને ગુણભેદના કારણે ચારિત્રગુણનો પર્યાયમાં હજી રાગ થાય છે.-આવા ગુણભેદથી આત્માને જાણવો તે અનુપચરિતસભૂત
વ્યવહારનય છે. ૩. ઉપચરિતઅસદ્દભૂતવ્યવહારનય:
સાધક એમ જાણે છે કે હજી મારા પર્યાયમાં વિકાર થાય છે. તેમાં જે વ્યક્ત રાગ બુદ્ધિપૂર્વકનો રાગ-પ્રગટ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #301
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૦) ખ્યાલમાં પકડી શકાય છે તેવા બુદ્ધિપૂર્વકના વિકારને આત્માનો જાણવો તે ઉપચરિતઅસદ્દભૂતવ્યવહારનય છે. ૪. અનુપચરિતઅસદ્દભૂતવ્યવહારનયઃજે સમયે બુદ્ધિપૂર્વકનો વિકાર છે તે સમયે પોતાના ખ્યાલમાં ન આવી શકે એવો અબુદ્ધિપૂર્વકનો વિકાર પણ છે; તેને જાણવો તે અનુપચરિતઅસભૂતવ્યવહારનય છે. (જુઓ, આત્મધર્મ માસિક વર્ષ ૯, અંક ૪, પૃ. ૭૪ થી ૭૮) પ્ર. ૮૦-દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનયનો વિષય શો છે? ઉ. ૧ દ્રવ્યાર્થિકનયનો વિષય ત્રિકાલી દ્રવ્ય છે અને
પર્યાયાર્થિકનયનો વિષય ક્ષણિક છે. દ્રવ્યાર્થિકનયના વિષયમાં ગુણ જુદો નથી; કેમકે ગુણને જુદો પાડી, લક્ષમાં લેતાં વિકલ્પ ઊઠે છે, અને વિકલ્પ તે
પર્યાયાર્થિકનયનો વિષય છે. (ગુ. મોક્ષશાસ્ત્ર બીજી આવૃત્તિ, અ. ૧, સૂ. ૬ ની ટીકા પૃ. ૩ર) ૨. દ્રવ્યાર્થિકનયને નિશ્ચયનય અને પર્યાયાર્થિકનયને
વ્યવહારનય કર્યું છે. પ્ર. ૮૧-નિશ્ચયનય અને વ્યવહારનય-એ બન્નેના ગ્રહણ
ત્યાગમાં શો વિવેક રાખવો જરૂરી છે? ઉ. જ્ઞાન બન્ને નયોનું કરવું, પણ તેમાં પરમાર્થે નિશ્ચયનય
આદરણીય છે, એમ શ્રદ્ધા કરવી. શ્રી મોક્ષપાહુડમાં કહ્યું છે કેजो सुत्तो ववहारे सो जोई जग्गए सकज्जम्मि। जो जग्गदि ववहारे सो सुत्तो अप्पणो कज्जे ।।३१।।
અર્થ:- જે યોગી વ્યવહારમાં સૂતો છે તે પોતાના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #302
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
(૪૧)
કાર્યમાં જાગે છે, અને જે વ્યવહા૨માં જાગૃત રહે છે તે પોતાના કાર્યમાં (આત્મકાર્યમાં ) સૂતો છે.
વ્યવહારનય સ્વદ્રવ્ય-પદ્રવ્યને વા તેના ભાવોને વા કારણ-કાર્યાદિકને કોઈમાં મેળવી નિરૂપણ કરે છે માટે એવા શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે, તેથી તેનો ત્યાગ કરવો.
k
“નિશ્ચયનય તેને યથાવત્ નિરૂપણ કરે છે તથા કોઈને કોઈમાં મેળવતો નથી, તેથી એવા જ શ્રદ્ધાનથી સમ્યક્ત્વ થાય છે. માટે તેનું શ્રદ્ધાન કરવું”
“નિશ્ચયનું નિશ્ચયરૂપ તથા વ્યવહારનું વ્યવહારરૂપ શ્રદ્ધાન કરવું યોગ્ય છે, પણ એક જ નયનું શ્રદ્ધાન થતાં તો એકાંત મિથ્યાત્વ થાય છે.
22
66
“નિશ્ચયનય વડે જે નિરૂપણ કર્યું હોય તેને તો સત્યાર્થ માની તેનું શ્રદ્ધાન અંગીકાર કરવું તથા વ્યવહારનયવડે જે નિરૂપણ કર્યું હોય તેને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું.” (જીઓ, મોક્ષમાર્ગ પ્રકાશક ગુ. આવૃત્તિ-૫ાનું ૨૫૫-૫૬) પ્ર. ૮૨-વ્યવહારનય અને નિશ્ચયનયનું ફળ શું?
ઉઃ “વિતરાગે કહેલો વ્યવહાર અશુભમાંથી બચાવી જીવને શુભભાવમાં લઈ જાય છે; જેનું દૃષ્ટાંત દ્રવ્યલિંગી મુનિ છે. તે ભગવાને કહેલાં વ્રત વગેરે નિરતિચાર પાળે છે અને તેથી શુભ ભાવવડે નવમી ત્રૈવેયકે જાય છે. પણ તેનો સંસાર ઊભો રહે છે; અને ભગવાને કહેલો નિશ્ચય, શુભ અને અશુભ-બન્નેથી બચાવી જીવને શુદ્ધ ભાવમાં-મોક્ષમાં લઈ જાય છે. તેનું દષ્ટાંત સમ્યગ્દષ્ટિ છે કે જે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #303
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૨) નિયમથી (ચોક્કસ) મોક્ષ પ્રાપ્ત કરે છે”
(ગુ. મોક્ષશાસ્ત્ર અ. ૧. સૂત્ર ૬ ની ટીકા) પ્ર. ૮૩-જૈનશાસ્ત્રોમાં બન્ને નયોનું ગ્રહણ કરવું કહ્યું છે તે કઈ
રીતે ? ઉ. “જિનમાર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયનયની મુખ્યતા સહિત
વ્યાખ્યાન છે. તેને તો “સત્યાર્થ એમ જ છે” એમ જાણવું; તથા કોઈ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને “એમ નથી પણ નિમિત્તાદિન અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે” એમ જાણવું; અને એ પ્રમાણે જાણવાનું નામ જ બન્ને નયોનું ગ્રહણ છે, પણ બન્ને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે” એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બન્ને નયો ગ્રહણ કરવા કહ્યા નથી.”
(મોક્ષમાર્ગ પ્રકાશક, પાનું ૨૫૬) પ્ર. ૮૪-નયના બીજી રીતે કયા પ્રકાર છે? ઉ. તેને ત્રણ પ્રકાર છે:- ૧. શબ્દન, ૨. અર્થનય અને ૩. વિજ્ઞાનનય. ૧. શબ્દનય – જ્ઞાન દ્વારા જાણેલા પદાર્થનું પ્રતિપાદન શબ્દ દ્વારા થાય છે, માટે તે શબ્દને શબ્દનય કહે છે. જેમકેઃ
સાકર” શબ્દ તે શબ્દનયનો વિષય છે. ૨. અર્થનય - જ્ઞાનનો વિષય પદાર્થ છે, માટે નયથી
પ્રતિપાદિત કરવામાં આવતા પદાર્થને પણ નય કહે છે. આ અર્થાય છે. જેમકે – “સાકર' શબ્દનો વાચ્ય પદાર્થ અર્થનયનો વિષય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #304
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૩) જ્ઞાનાત્મક નય તે પરમાર્થથી નય છે અને વાક્ય ઉપચારથી નય છે.'
(શ્રી ધવલ-ટીકા પુ. ભુ. પાનું ૧૬૪) ૩. જ્ઞાનનય - વાસ્તવિક પ્રમાણજ્ઞાન છે, તે જ્યારે
એકદેશગ્રાહી થાય છે ત્યારે તેને નય કહે છે, માટે તેને જ્ઞાનનય કહે છે. જેમકે, “સાકર પદાર્થનું અનુભવરૂપ જ્ઞાન તે જ્ઞાનનયનો વિષય છે.
વિશેષ
૧. શાસ્ત્રોના સાચા રહસ્યને ખોલવા માટે નયાર્થ સમજવો
જોઈએ. તેને સમજ્યા વિના ચરણાનુયોગનું કથન પણ સમજવામાં આવે નહિ. ગુરુનો ઉપકાર માનવાનું કથન આવે ત્યાં સમજવું કે ગુરુ પરદ્રવ્ય છે, માટે તે વ્યવહારનું કથન છે.
ચરણાનુયોગના શાસ્ત્રમાં પરદ્રવ્ય છોડવાની વાત આવે ત્યાં સમજવું કે તે રાગને છોડવા માટે વ્યવહારનયનું કથન છે. પ્રવચનસારમાં શુદ્ધતા અને શુભ રાગની મૈત્રી કહી છે, પણ વાસ્તવમાં (નિશ્ચયથી) તે મિત્રતા નથી. રાગ તો શુદ્ધતાનો શત્રુ છે, પણ ચરણાનુયોગના શાસ્ત્રમાં એવું કથન કરવાની પદ્ધતિ છે, અને તે કથન વ્યવહારનયનું છે. અશુભથી બચવા માટે શુભ રાગને નિમિત્ત માત્ર મિત્ર કહ્યો છે. તેનો ભાવાર્થ તો એ છે કેવાસ્તવમાં તે વીતરાગતાનો શત્રુ છે, પણ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે વ્યવહારનય દ્વારા એવું જ કથન થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #305
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૪) ૨. જે જૈનો પૂજા-વ્રત-દાનાદિ શુભ ક્રિયાથી ધર્મ માને તે જિનમતની બહાર છે, કારણકે ભાવપાહુડ ગા. ૮૪-૮૫ ના ભાવાર્થમાં કહ્યું છે કે:
શુભ ક્રિયારૂપ પુણ્યને ધર્મ માની જે તેનું શ્રદ્ધાન, જ્ઞાન, આચરણ કરે તેને પુણ્યકર્મનો બંધ થાય છે. તેનાથી સ્વર્ગાદિના ભોગની પ્રાપ્તિ થાય છે, પણ તેનાથી કર્મના ક્ષયરૂપ સંવર-નિર્જરા-મોક્ષ થતો નથી....... મોહ ક્ષોભરહિત આત્માના પરિણામ તે જ ધર્મ છે. આ ધર્મ જ સંસારથી પાર ઉતારનાર મોક્ષનું કારણ છે. એમ શ્રી
ભગવાને કહ્યું છે.” ૩. “લૌકિકજન તથા અન્યમતી કોઈ કહે કે પૂજાદિક શુભક્રિયા
તથા વ્રતક્રિયા સહિત જે હોય તે જૈનધર્મ છે, પણ એમ નથી...... ઉપવાસ વ્રતાદિ જે શુભ ક્રિયા છે, જેમાં આત્માના રાગસહિત શુભપરિણામ છે, તેનાથી પુણ્યકર્મ નીપજે છે, તેથી તેને પુણ્ય કહે છે; અને તેનું ફળ સ્વર્ગાદિક ભોગની પ્રાપ્તિ છે... જે વિકાર રહિત શુદ્ધ દર્શન જ્ઞાનરૂપ નિશ્ચય હોય તે આત્માનો ધર્મ છે, આ ધર્મથી આત્માને, આગામી કર્મોનો તો આસ્રવ રોકાઈ સંવર થાય છે અને પૂર્વે બાંધેલા કર્મની નિર્જરા થાય છે, સંપૂર્ણ નિર્જરા થતાં મોક્ષ થાય છે...”
(ભાવપાહુડ ગા. ૮૩નો ભાવાર્થ) ૪. જે કોઈ પરમાત્માની પૂજા-ભક્તિ આદિ શુભરાગથી
પોતાનું હિત થવું માને તથા પરમાત્માનું સ્વરૂપ અન્યથા માને તે મિથ્યામતાવલંબી છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #306
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૫) પ્ર. ૮૫ જૈનશાસ્ત્રોના અર્થ સમજવાની રીત શી છે? ઉ. જૈનશાસ્ત્રોના અર્થ સમજવાની રીત પાંચ પ્રકારે છે૧. શબ્દાર્થ, ૨. નયાર્થ, ૩. મતાર્થ ૪. આગમાર્થ અને પ.
ભાવાર્થ. ૧. શબ્દાર્થ:- પ્રકરણ અનુસાર વાક્ય કે શબ્દનો યોગ્ય
અર્થ સમજવો. ૨. નયાર્થ:- કયા નયનું વાક્ય છે? તેમાં ભેદનિમિત્તાદિનો ઉપચાર બતાવનાર વ્યવહારનયનું કથન છે કે વસ્તુસ્વરૂપ બતાવનાર નિશ્ચયનયનું કથન છે તે નક્કી કરી અર્થ કરવો તે નયાર્થ છે. ૩. મતાર્થ- વસ્તુસ્વરૂપથી વિપરીત એવા કયા મત (સાંખ્ય
બોદ્ધાદિક ) નું ખંડન કરે છે અને સ્યાદ્વાદ મતનું ખંડન
કરે છે–એવી રીતે શાસ્ત્રનું કથન સમજવું તે મતાર્થ છે. ૪. આગમાર્થ – સિદ્ધાંત અનુસાર જે અર્થ પ્રસિદ્ધ હોય તે
પ્રમાણે કરવો તે આગમાર્થ છે. ૫. ભાવાર્થ:- શાસ્ત્રકથનનું તાત્પર્ય-સારાંશ, હેય-ઉપાદેયરૂપ
હેતુ શું છે તે જે બતાવે તે ભાવાર્થ છે. નિરંજન, જ્ઞાનમયી પરમાત્મદ્રવ્ય જ ઉપાદેય છે; તે સિવાય નિમિત્ત અથવા કોઈ પ્રકારનો રાગ કે વિકલ્પ ઉપાદેય
નથી, એ કથનનો ભાવાર્થ સમજવો. પ્ર. ૮૬- નીચેના શ્લોકનો શબ્દાર્થાદિ પાંચ પ્રકારે અર્થ કરી
સમજાવો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #307
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૬) ये जाता ध्यानाग्निना कर्मकलङ्कानि दग्ध्वा। नित्यनिरञ्जनज्ञानमयास्तान् परमात्मनः नत्वा।।२।।
(પરમાત્મપ્રકાશ) ૧. શબ્દાર્થ – (૨) જે (ધ્યાનાનિના) ધ્યાનરૂપી અગ્નિથી (વર્મનડ્ડાનિ) કર્મરૂપી મેલને ( ધ્ધા) ભસ્મ કરીને (નિત્યનિરવજ્ઞાનમયા: નાતા:) નિત્ય, નિરંજન અને જ્ઞાનમયી થયા (તાન) તે (પરમાત્મા:) સિદ્ધોને (ના) નમસ્કાર કરીને.......
૨. નયાર્થ:- (વર્માનિ ધ્વા પરમાત્મ: નાતા:) કર્મમલ ભસ્મ કરી સિદ્ધ થયા - આ પર્યાયાર્થિક નયની મુખ્યતાથી કથન છે. એનો અર્થ એ છે કે તેમણે પહેલાં કદી સિદ્ધપર્યાય પ્રાપ્ત કર્યો ન હતો તે હવે તેમણે કર્મનો નાશ કરી પ્રાપ્ત કર્યો. દ્રવ્યાર્થિકનયથી તો તેઓ શક્તિની અપેક્ષાએ સદા શુદ્ધ, બુદ્ધ (જ્ઞાન) સ્વભાવે હતા જ, અર્થાત્ શુદ્ધનયથી તેઓ શક્તિરૂપ શુદ્ધ હતા જ, તે હવે પર્યાયાર્થિકનયથી વ્યક્તિરૂપ શુદ્ધ થયા (સિદ્ધપર્યાયરૂપ થયા.)
૩. મતાર્થ - (નિત્યનિરક્ષરજ્ઞાનમય:) “નિત્ય, નિરંજન અને જ્ઞાનમય'-આ કથનમાં “નિત્ય' વિશેષણ, એકાંતવાદી બૌદ્ધો જે આત્માને ક્ષણિક માને છે તેમના મતનો પરિહાર કરે છે.
“નિરંજન' વિશેષણ નૈયાયિકોના મતનું ખંડન કરે છે. તેઓ માને છે કે, “કલ્પકાલ પૂરો થતાં બધું જગત શૂન્ય થાય છે, અને તે સમયે બધા જીવો મુક્ત થઈ જાય છે, ત્યારે સદાશિવને જગત્ ઉત્પન્ન કરવાની ચિંતા થાય છે, અને મુક્ત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #308
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૭) થયેલા બધા જીવોને કર્મરૂપ અંજનનો સંયોગ કરી તેમને સંસારમાં ફરીથી ફેંકે છે.”
સિદ્ધોને ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મરૂપ અંજનનો સંયોગ કદી હોતો નથી તેવું ‘નિરંજન' શબ્દથી પ્રતિપાદન કરી નૈયાયિકમતનું ખંડન કર્યું છે.
૪. આગમાર્થ – અનંતગુણાત્મક સિદ્ધપરમેષ્ઠી સંસારથી મુક્ત થયા છે-એ સિદ્ધાંતનો અર્થ પ્રસિદ્ધ છે.
૫. ભાવાર્થ:- નિરંજન જ્ઞાનમયી પરમાત્મા-દ્રવ્ય આદરણીય છે, ઉપાદેય છે-આવો ભાવ કથનમાં ગર્ભિત છે.
(જાઓ, “પરમાત્મપ્રકાશ' ગાથા ૧ ની ટીકા) ૨. સમ્યક શ્રુતજ્ઞાન વિના નિશ્ચય કે વ્યવહાર કોઈ નય હોઈ શકે નહિ; માટે પ્રથમ વ્યવહાર હોય અને પછી નિશ્ચય પ્રગટે-એ માન્યતા ભ્રમમૂલક છે. જીવ સ્વાશ્રયે નિશ્ચયસમ્યગ્દર્શન પ્રગટ કરે ત્યારે પૂર્વની સદેવ-ગુરુશાસ્ત્રની શ્રદ્ધાને (ભૂતનૈગમનયથી) વ્યવહાર- સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. પ્ર. ૮૭-શું વ્યવહારસમ્યગ્દર્શન નિશ્ચયસમ્યગ્દર્શનનું કારણ છે? ઉ. “ના વ્યવહારસમ્યગ્દર્શન તે નિશ્ચયસમ્યગ્દર્શનનું કારણ
નથી. વ્યવહારસમ્યગ્દર્શન તો વિકાર છે અને નિશ્ચયસમ્યગ્દર્શન તો શુદ્ધપર્યાય છે. વિકાર તે અવિકારનું કારણ કેમ થઈ શકે? એટલે વ્યવહારસમ્યગ્દર્શન નિશ્ચયસમ્યગ્દર્શનનું કારણ થઈ શકે નહિ; પણ તેનો વ્યય (અભાવ) થઈ નિશ્ચયસમ્યગ્દર્શનનો ઉત્પાદ, સુપાત્ર જીવોને પોતાના પુરુષાર્થથી થાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #309
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૮) શાસ્ત્રોમાં જ્યાં વ્યવહારસમ્યગ્દર્શનને નિશ્ચયસમ્યગ્દર્શનનું કારણ કહ્યું છે ત્યાં વ્યવહારસમ્યગ્દર્શનને અભાવરૂપ કારણ કહ્યું છે એમ સમજવું; તેના કારણે બે પ્રકારનાં છે-૧. નિશ્ચય અને ૨. વ્યવહાર. નિશ્ચય-કારણ તો અવસ્થારૂપે થનાર દ્રવ્ય પોતે છે અને વ્યવહાર-કારણ પૂર્વના પર્યાયનો વ્યય થાય છે તે છે.”
(ગુ. મોક્ષશાસ્ત્ર. અ. ૧, પરિ. ૧, પૃ. ૧૩૯ ) પ્ર. ૮૮-નિશ્ચયનયના આશ્રય વિના સાચો વ્યવહાર હોઈ શકે ? ઉ. ના.... “અજ્ઞાનીઓ વ્યવહારના આશ્રયે ધર્મ થાય એમ
માને છે, તેથી તેમનો વ્યવહારનય તે નિશ્ચયનય જ થઈ ગયો, એટલે અજ્ઞાનીને સાચા નય હોતા નથી.
સાધક જીવોને જ તેમના શ્રુતજ્ઞાનમાં નય પડે છે. નિર્વિકલ્પદશા સિવાયના કાળમાં જ્યારે તેમને શ્રુતજ્ઞાનના ભેદરૂપ ઉપયોગ નયપણે હોય છે ત્યારે, અને સંસારના કામમાં હોય કે સ્વાધ્યાય, વ્રત, નિયમાદિ કાર્યોમાં હોય ત્યારે, જે વિકલ્પો ઉઠે છે તે બધા વ્યવહારનયના વિષય છે; પરંતુ તે વખતે પણ તેમના જ્ઞાનમાં નિશ્ચયનય એક જ આદરણીય હોવાથી (અને વ્યવહારનય તે વખતે હોવા છતાં પણ તે આદરણીય નહિ હોવાથી) તેમની શુદ્ધતા વધે છે. એ રીતે સવિકલ્પદશામાં નિશ્ચયનય આદરણીય છે અને વ્યવહારનયા ઉપયોગરૂપ હોવા છતાં જ્ઞાનમાં તે જ વખતે ધ્યપણે છે. એ રીતે નિશ્ચયનય અને વ્યવહારનય એ બન્ને સાધક જીવોને એકી વખતે હોય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #310
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૯) ..........નિશ્ચયનયના આશ્રય વિના સાચો વ્યવહારનય હોય જ નહિ. જેને અભિપ્રાયમાં વ્યવહારનયનો આશ્રય હોય તેને તો નિશ્ચયનય રહ્યો જ નહિ, કેમકે તેનો જે વ્યવહારનય છે તે જ નિશ્ચયનય થઈ ગયો.
ચારે અનુયોગમાં કોઈ વખતે વ્યવહારનયને મુખ્ય કરીને કથન કરવામાં આવે છે અને કોઈ વખતે નિશ્ચયનયને મુખ્ય કરીને કથન કરવામાં આવે છે, પણ તે દરેક અનુયોગમાં કથનનો સાર એક જ છે, અને તે એ છે કે નિશ્ચયનય અને વ્યવહારનય બન્ને જાણવા યોગ્ય છે, પણ શુદ્ધતા માટે આશ્રય કરવા યોગ્ય નિશ્ચયનય એક જ છે, અને વ્યવહારનય કદી પણ આશ્રય કરવા યોગ્ય નથી. તે હંમેશા હેય જ છે એમ જાણવું.
નિશ્ચયનયનો આશ્રય કરવો તેનો અર્થ એ છે કે નિશ્ચયનયના વિષયભૂત આત્માના ત્રિકાળી ચૈતન્યસ્વરૂપનો આશ્રય કરવો, અને વ્યવહારનયનો આશ્રય છોડવો-તેને હેય સમજવો-તેનો અર્થ એ છે કે વ્યવહારનયના વિષયરૂપ વિકલ્પ, પદ્રવ્યો કે સ્વદ્રવ્યની અધૂરી અવસ્થા તરફનો આશ્રય છોડવો.
...કોઈ વખતે નિશ્ચયનય આદરણીય છે અને કોઈ વખતે વ્યવહારનય આદરણીય છે એમ માનવું તે ભૂલ છે. ત્રણે કાળે એકલા નિશ્ચયનયના આશ્રયે જ ધર્મ પ્રગટે છે એમ સમજવું.” (જાઓ ગુ. મોક્ષશાસ્ત્ર-છેલ્લા અધ્યાય પછીનું
પરિશિષ્ટ ૩ પૃ. ૭૯૦-૯૧)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #311
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૫૦) પ્ર. ૮૯-મિથ્યાદષ્ટિ અને સમ્યગ્દષ્ટિ જીવના ધર્મ સંબંધી - વ્યવહારમાં શો ફેર છે? ઉ. ૧. “........ મૂઢ જીવ આગમપદ્ધતિને વ્યવહાર કહે છે અને
અધ્યાત્મપદ્ધતિને નિશ્ચય કહે છે, તેથી તે આગમઅંગને એકાંતપણે સાધી મોક્ષમાર્ગ દર્શાવે છે. અધ્યાત્મઅંગને વ્યવહારથી પણ જાણે નહિ એ મૂઢદષ્ટિ જીવનો સ્વભાવ છે. તેને એ પ્રમાણે સૂજે જ ક્યાંથી ? કારણ કે આગમઅંગ બાહ્યક્રિયારૂપ પ્રત્યક્ષ પ્રમાણ છે. તેનું સ્વરૂપ સાધવું તેને સુગમ છે. તે બાહ્ય ક્રિયા કરતો થકો મૂઢ જીવ પોતાને મોક્ષમાર્ગનો અધિકારી માને છે. પણ અંતર્ગર્ભિત અધ્યાત્મક રૂપ ક્રિયા જે અંતરષ્ટિગ્રાહ્ય છે તે ક્રિયાને મૂઢ જીવ જાણે નહિ, કારણ અંતર્દષ્ટિના અભાવથી અંતરક્રિયા દષ્ટિગોચર આવે નહિ તેથી મિથ્યાદષ્ટિ જીવ (ગમે તેટલી બાહ્યક્રિયા કરતો છતો પણ) મોક્ષમાર્ગ સાધવાને અસમર્થ છે.. .
“સમ્યગ્દષ્ટિ જીવ અંતર્દષ્ટિ વડે મોક્ષપદ્ધતિ સાધી જાણે છે. તે બાહ્યભાવને બાહ્યનિમિત્તરૂપ માને છે. તે નિમિત્ત તો નાના પ્રકારનાં છે-એકરૂપ નથી; તેથી અંતર્દષ્ટિના પ્રમાણમાં મોક્ષમાર્ગ સાધે છે. સમ્યજ્ઞાન (વસંવેદન) અને સ્વરૂપાચરણની કણિકા જાગ્યે મોક્ષમાર્ગ સાચો. મોક્ષમાર્ગ સાધવો એ વ્યવહાર અને શુદ્ધદ્રવ્ય અક્રિયારૂપ તે નિશ્ચય છે, એ પ્રમાણે નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ સમ્યગ્દષ્ટિ જાણે છે.
(શ્રી બનારસીદાસજી રચિત પરમાર્થવચનિકા, અને ગુજ. મોક્ષમાર્ગ-પ્રકાશક, પાનું ૩૫૪-પપ.)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #312
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૫૧) ૨. “મિથ્યાદષ્ટિ જીવ પોતાનું સ્વરૂપ જાણતો નથી, તેથી
પરસ્વરૂપ વિષે મગ્ન બની પરકાર્યને તથા પરસ્વરૂપને પોતાનાં માને છે. તેથી તે કાર્ય કરતો હોવાથી તે અશુદ્ધ વ્યવહારી કહેવાય.
સમ્યગ્દષ્ટિ પોતાનું સ્વરૂપ પરોક્ષ પ્રમાણવડ અનુભવે છે, પરસત્તા અને પરસ્વરૂપને પોતાનું કાર્ય નહિ માનતો થકો યોગ (મન, વચન અને કાયા) દ્વારવડે પોતાના સ્વરૂપમાં ધ્યાન-વિચારરૂપ ક્રિયા કરે છે; તે કાર્ય કરતાં તે મિશ્રવ્યવહારી કહેવાય. કેવળજ્ઞાની (જીવ) યથાખ્યાતચારિત્રના બળ વડે શુદ્ધાત્મસ્વરૂપમાં રમણશીલ છે, તેથી તે શુદ્ધ વ્યવહારી કહેવાય. તેનામાં યોગારૂઢ અવસ્થા વિદ્યમાન છે તેથી તેને વ્યવહારી નામ કહ્યો. શુદ્ધ વ્યવહારની મર્યાદા તેરમા ગુણસ્થાનથી માંડી ચૌદમાં ગુણસ્થાન સુધી જાણવી, યથાअसिद्धत्वपरिणमनत्वात् व्यवहारः।
જ્યાં સુધી મિથ્યાત્વ અવસ્થા છે ત્યાં સુધી અશુદ્ધનિશ્ચયાત્મક દ્રવ્ય અશુદ્ધ વ્યવહારી છે, સમ્યગ્દષ્ટિ થતાં માત્ર ચતુર્થ ગુણસ્થાનથી માંડી બારમા ગુણસ્થાનક સુધી મિશ્ર નિશ્ચયાત્મક જીવદ્રવ્ય મિશ્રવ્યવહારી છે, અને કેવળજ્ઞાની શુદ્ધનિશ્ચયાત્મક
શુદ્ધવ્યવહારી છે.” (શ્રી પરમાર્થવચનિકા, ગુ. મોક્ષમાર્ગ પ્રકાશક પાનું ૩૫ર). પ્ર. ૯૦-અધ્યાત્મશાસ્ત્રમાં વ્યવહારને અભૂતાર્થ-અસત્યાર્થ કહ્યો
છે તેનો શો અર્થ સમજવો? ઉ. ૧. અધ્યાત્મશાસ્ત્રમાં નિશ્ચયનયની અપેક્ષાએ વ્યવહારનયને
અભૂતાર્થ-અસત્યાર્થ કહ્યો છે પણ તેનો અર્થ એ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #313
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
( ૧૨ )
નથી કે વ્યવહારનય નથી અને તેનો કોઈ વિષય નથી, અર્થાત્ સર્વથા કોઈ વસ્તુ જ નથી.
૨. “ અહીં કોઈ કહે કે પર્યાય પણ દ્રવ્યના જ ભેદ છે, અવસ્તુ તો નથી; તો તેને વ્યવહાર કેમ કહી શકાય ?
તેનું સમાધાનઃ- એ તો ખરું છે, પણ અહીં દ્રવ્યદૃષ્ટિથી અભેદને પ્રધાન કહી ઉપદેશે છે. અભેદષ્ટિમાં ભેદને ગૌણ કહેવાથી જ અભેદ સારી રીતે માલૂમ પડી શકે છે; તેથી ભેદને ગૌણ કહીને તેને વ્યવહાર કહ્યો છે. અહીં એવો અભિપ્રાય છે કે ભેદદષ્ટિમાં નિર્વિકલ્પદશા નથી થતી અને સરાગીને વિકલ્પ રહ્યા કરે છે; માટે જ્યાં સુધી રાગાદિક મટે નહિ ત્યાં સુધી ભેદને ગૌણ કરી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવ્યો છે. વીતરાગ થયા બાદ ભેદ–અભેદરૂપ વસ્તુનો જ્ઞાતા થઈ જાય છે. ત્યાં નયનું આલંબન જ રહેતું નથી.”
*
(શ્રી સમયસાર, ગા. ૭ નો ભાવાર્થ.) ૩. “ પહેલાં ( શ્રી સમયસાર ગા. ૧૧ માં ) વ્યવહારને અસત્યાર્થ કહ્યો હતો. ત્યાં એમ ન સમજવું કે તે સર્વથા અસત્યાર્થ છે, કથંચિત્ અસત્યાર્થ જાણવો; કારણ કે જ્યારે એક દ્રવ્યને જાદું, સ્વપર્યાયોમાંથી અભેદરૂપ, તેના અસાધારણ ગુણમાત્રને પ્રધાન કરીને કહેવામાં આવે ત્યારે પ૨સ્પ૨ દ્રવ્યોનો નિમિત્ત-નૈમિત્તિકભાવ તથા નિમિત્તથી થતા પર્યાયો-તે સર્વ ગૌણ થઈ જાય છે; એક અભેદ દ્રવ્યની દૃષ્ટિમાં તેઓ પ્રતિભાસતા નથી, માટે તે સર્વ તે દ્રવ્યમાં નથી એમ કથંચિત્ નિષેધ કરવામાં આવે છે. જો તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #314
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
(૫૩)
ભાવોને તે દ્રવ્યમાં કહેવામાં આવે તો તે વ્યવહારનયથી કહી શકાય છે. આવો નયવિભાગ છે.”
નિમિત્ત-નૈમિત્તિકભાવની
. ...જો દૃષ્ટિથી જોવામાં આવે તો તે વ્યવહાર કથંચિત્ સત્યાર્થ પણ કહી શકાય છે. જો સર્વથા અસત્યાર્થ જ કહેવામાં આવે તો સર્વ વ્યવહારનો લોપ (અભાવ) થાય અને સર્વ વ્યવહારનો લોપ થતાં પરમાર્થનો પણ લોપ થાય. માટે જિનદેવનો ઉપદેશ સ્યાદવાદરૂપ સમજ્યે જ સમ્યજ્ઞાન છે, સર્વથા એકાંત તે મિથ્યાત્વ છે.” (શ્રી સમયસાર ગુ. ગા. ૫૮–૬૦ નો ભાવાર્થ )
!!
૪. “ આત્માને પરના નિમિત્તથી જે અનેક ભાવો થાય છે તે બધા વ્યવહારનયના વિષય હોવાથી વ્યવહારનય તો પરાશ્રિત છે, અને જે એક પોતાનો સ્વાભાવિક ભાવ છે તે જ નિશ્ચયનયનો વિષય હોવાથી નિશ્ચયનય આત્માશ્રિત છે....... આ પ્રમાણે નિશ્ચયનયને પ્રધાન કહીને વ્યવહારનયના જ ત્યાગનો ઉપદેશ કર્યો છે તેનું કારણ એ છે કે; જેઓ નિશ્ચયના આશ્રયે પ્રવર્તે છે તેઓ જ કર્મથી છૂટે છે અને જેઓ એકાંતે વ્યવહારના જ આશ્રયે પ્રવર્તે છે તેઓ કર્મથી કદી છૂટતા નથી.” (શ્રી સમયસાર ગા. ૨૭૨ નો ભાવાર્થ)
''
૫. આ સંસારની અવસ્થા અને આ મુક્ત અવસ્થા એવા ભેદરૂપ જે આત્માને નિરૂપે છે તે પણ વ્યવહારનો વિષય છે. તેને અધ્યાત્મ-શાસ્ત્રમાં અભૂતાર્થ-અસત્યાર્થ નામે કહી વર્ણવ્યો છે. શુદ્ધ આત્મામાં જે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #315
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
(૫૪)
સંયોગજનિત અવસ્થા હોય, તે તો અસત્યાર્થ જ છે; કાંઈ શુદ્ધ વસ્તુનો એ સ્વભાવ નથી, તેથી તે અસત્ય જ છે.
વળી નિમિત્તથી જે અવસ્થા થઈ તે પણ આત્માનોજ પરિણામ છે. જે આત્માનો પરિણામ છે તે આત્મામાં જ છે, માટે કચિત્ તેને સત્ય પણ કહેવાય; ભેદજ્ઞાન થતાં જેવું હોય તેવું જાણે છે.........
વળી દ્રવ્યરૂપ પુદ્દગલકર્મ છે તે આત્માથી ભિન્ન જ છે; તેને શરીરાદિ સાથે સંયોગ છે. તેથી તે પ્રગટરૂપે આત્માથી ભિન્ન જ છે. તેને આત્માના કહેવાં એ વ્યવહાર પ્રસિદ્ધ જ છે; તે અસત્યાર્થ-ઉપચાર છે.” (સૂત્રપાહુડ–સૂત્ર ૬ ના હિંદી ભાવાર્થ ઉ૫૨થી ) ૬. જ્યાં સુધી નિશ્ચયનયથી પ્રરૂપિત વસ્તુને ન ઓળખે ત્યાં સુધી વ્યવહાર-માર્ગ વડે વસ્તુનો નિશ્ચય કરે, માટે નીચલી દશામાં વ્યવહારનય પોતાને પણ કાર્યકારી છે; પરંતુ વ્યવહારને ઉપચારમાત્ર માની જો તે દ્વારા વસ્તુનો બરોબર નિર્ણય કરે તો કાર્યકારી થાય, પણ જો નિશ્ચયની માફક વ્યવહારને પણ સત્યભૂત માની ‘વસ્તુ આમ જ છે' એવું શ્રદ્ધાન કરે તો તે ઊલટો અકાર્યકારી થઈ જાય.'
(ગુ. મોક્ષમાર્ગ પ્રકાશક પાનું ૨૫૭) ૭. આ વાતનું સમર્થન કરતાં શ્રી પુરુષાર્થસિદ્ધયુપાયમાં કહ્યું છે કેઃ
अबुद्धस्य बोधनार्थं मुनीश्वरा देशयन्त्यभूतार्थम् । व्यवहारमेव केवल मवैति यस्तस्य देशना नास्ति ।। ६ ॥
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #316
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૫૫) અર્થ- અજ્ઞાનીને સમજાવવા મુનીશ્વરો અભૂતાર્થનો (વ્યવહારનો) ઉપદેશ આપે છે, પરંતુ જે કેવળ વ્યવહારને જ ( સાધ્યો જાણે છે તે મિથ્યાષ્ટિઓ માટે (મુનીશ્વરોની) દેશના હોતી નથી.
(નિશ્ચયના ભાનવિનાને વ્યવહારનો ઉપદેશ કાર્યકારી નથી, કારણકે અજ્ઞાની વ્યવહારને જ નિશ્ચય
માની લે છે. माणवक एव सिंहो, यथा भवत्यनवगीतसिंहस्य। व्यवहार एव हि तथा, निश्चयतां यात्यनिश्चयज्ञस्य।।७।।
અર્થ:- જેમ કોઈ (સાચા) સિંહને સર્વથા ન જાણતો હોય તેને બિલાડું જ સિંહરૂપ છે (તે બિલાડાને જ સિંહ માને છે), તેમ જે નિશ્ચયના સ્વરૂપને ન જાણતો હોય તેને તો વ્યવહાર જ નિશ્ચયપણાને પ્રાપ્ત
થાય છે (તે વ્યવહારને જ નિશ્ચય માની લે છે.) ૮. વ્યવહારનય મ્લેચ્છ ભાષાના સ્થાને છે તેથી પરમાર્થનો
પ્રતિપાદક (કહેનાર) હોવાથી વ્યવહારનય સ્થાપન કરવા યોગ્ય છે; તેમજ બ્રાહ્મણે મ્લેચ્છ ન થવું -એ વચનથી તે (વ્યવહારનય) અનુસરવા યોગ્ય નથી.
(સમયસાર ગા. ૮ ની ટીકા) પ્ર. ૯૧- વ્રત, શીલ, સંયમાદિ તો વ્યવહાર છે કે કેમ? ઉ. ૧. “કાંઈ વ્રત, શીલ, સંયમાદિકનું નામ વ્યવહાર નથી,
પણ તે (વ્રતાદિ) ને મોક્ષમાર્ગ માનવો એ વ્યવહાર છે, એ (માન્યતા) છોડી દે. વળી એવા શ્રદ્ધાનથી તેને તો બાહ્ય સહકારી જાણી, ઉપચારથી મોક્ષમાર્ગ કહ્યો છે, પણ એ તો પરદ્રવ્યાશ્રિત છે, અને સાચો મોક્ષમાર્ગ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #317
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(પ૬ ) વીતરાગભાવ છે તે સ્વદ્રવ્યાશ્રિત છે. એ પ્રમાણે વ્યવહારને અસત્યાર્થ-હેય સમજવો.”
(મોક્ષમાર્ગ પ્રકાશક-પા. ૨૫૮) ૨. “નીચલી દશામાં કોઈ જીવોને શુભોપયોગ અને
શુદ્ધોપયોગનું યુક્તપણું હોય છે, તેથી એ વ્રતાદિ શુભોપયોગને ઉપચારથી મોક્ષમાર્ગ કહ્યો છે, પણ વસ્તુવિચારથી જોતાં શુભોપયોગ મોક્ષનો ઘાતક જ છે, આ રીતે જે બંધનું કારણ છે તે જ મોક્ષનું ઘાતક છેએવું શ્રદ્ધાન કરવું. શુદ્ધોપયોગને જ ઉપાદેય માની તેનો ઉપાય કરવો તથા શુભોપયોગ–અશુભોપયોગને ય જાણી તેના ત્યાગનો ઉપાય કરવો, અને જ્યાં શુદ્ધોપયોગ ન થઈ શકે ત્યાં અશુભોપયોગને છોડી શુભમાં જ પ્રવર્તવું, કારણ કે શુભોપયોગથી અશુભોપયોગમાં અશુદ્ધતાની અધિકતા છે; શુદ્ધોપયોગ હોય ત્યારે તો તે પરદ્રવ્યનો સાક્ષીભૂત જ રહે છે, એટલે ત્યાં તો કોઈ પરદ્રવ્યનું પ્રયોજન જ નથી...”
(મોક્ષમાર્ગ પ્રકાશક, પા. ર૬૦) ૩. શુભ ક્રિયાઓથી ધર્મ માનવો તે અજ્ઞાનતા છે. તે ક્રિયાથી શુભ બંધ થાય, અને તેના ફલસ્વરૂપ અનુકૂળસારા સંયોગો મળે, પણ તેથી સંસારનો અંત આવે નહિ, તે તો ઊભો જ રહે; કારણ કે શ્રી પરમાત્મપ્રકાશ-અ. ૨. ગા. પ૭ ની ટીકામાં કહ્યું છે કે“. ઈન્દ્રિયોના ભોગની ઇચ્છારૂપ નિદાનબંધપૂર્વક જ્ઞાન, તપ, દાનાદિકથી ઉપાર્જન કરેલું જે પુણ્યકર્મ છે તે હેય છે, કારણકે નિદાનબંધથી ઉપાર્જન કરેલ પુણ્યકર્મ જીવને બીજા ભવમાં રાજ્યવૈભવ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #318
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૫૭) દે છે. એ રાજ્યવિભૂતિને અજ્ઞાની જીવ પ્રાપ્ત કરી વિષયભોગને છોડી શકતો નથી, (ઈન્દ્રિયોના વિષયભોગમાં રચ્યો પચ્યો રહે છે, તેથી તે રાવણની જેમ નરકાદિનું
દુઃખ પામે છે. તે કારણથી પુણ્ય હેય છે...” ૪. “વળી કોઈ એમ માને છે કે શુભોપયોગ છે તે શુદ્ધોપયોગનું કારણ છે. હવે, ત્યાં જેમ અશુભોપયોગ છૂટી શુભોપયોગ થાય છે તેમ શુભોપયોગ છૂટી શુદ્ધોપયોગ થાય છે-એમ જ જો કારણ-કાર્યપણું હોય તો શુભોપયોગનું કારણ અશુભોપયોગ પણ ઠરે; અથવા દ્રવ્યલિંગીને શુભોપયોગ તો ઉત્કૃષ્ટ હોય છે. ત્યારે શુદ્ધોપયોગ હોતો જ નથી, તેથી વાસ્તવિકપણે એ બન્નેમાં કારણ-કાર્યપણું નથી. જેમ કોઈ રોગીને ઘણો રોગ હતો અને પાછળથી અલ્પ રોગ રહ્યો. ત્યાં એ અલ્પ રોગ કાંઈ નિરોગ થવાનું કારણ નથી; હા, એટલું ખરું કે અલ્પ રોગ રહે ત્યારે નિરોગી થવાનો ઉપાય કરે તો થઈ જાય, પણ કોઈ જો એ અલ્પ રોગને જ ભલો જાણી તેને રાખવાનો યત્ન કરે તો નિરોગ કેવી રીતે થાય? તેમ કોઈ કષાયીને તીવ્ર કપાયરૂપ અશુભોપયોગ હતો, પાછળથી મંદકષાયરૂપ શુભોપયોગ થયો. હવે, એ શુભોપયોગ કાંઈ નિષ્કષાય શુદ્ધોપયોગ થવાનું કારણ નથી. હા, એટલું ખરું કે શુભોપયોગ થતાં શુદ્ધોપયોગનો જો યત્ન કરે તો થઈ જાય, પણ કોઈએ શુભયોગને જ ભલો જાણી તેનું જ સાધન કર્યા કરે તો શુદ્ધોપયોગ ક્યાંથી થાય? બીજ, મિથ્યાદષ્ટિનો શુભોપયોગ તો શુદ્ધોપયોગનું કારણ છે જ નહિ, પણ સમ્યગ્દષ્ટિને શુભોપયોગ થતાં નિકટ શુદ્ધોપયોગની પ્રાપ્તિ થાય છે, એવા મુખ્યપણાથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #319
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
(૫૮)
કોઈ ઠેકાણે શુભોપયોગને પણ શુદ્ધોપયોગનું કારણ કહીએ છીએ એમ સમજવું.” (મોક્ષમાર્ગ પ્ર.-૫ા. ૨૬૦–૨૬૧ )
แ
૫.
...વ્યવહાર તો ઉપચારનું નામ છે, અને તે ઉપચાર ત્યારે જ બને કે જ્યારે તે સત્યભૂત નિશ્ચયરત્નત્રયના કા૨ણાદિરૂપ થાય, અર્થાત્ જેમ નિશ્ચય-રત્નત્રય સધાય તેમ તેને સાધે તો તેમાં વ્યવહા૨૫ણું સંભવે.” (મોક્ષમાર્ગ પ્રકાશક. પા. ૨૬૧) પ્ર. ૯૨-અધ્યાત્મશાસ્ત્રોમાં નયોનું સ્વરૂપ શું છે? उ. १. तावत्मूलनयौ द्वौ निश्चयो व्यवहारश्च।
અર્થ:- નયોના મૂલ બે ભેદ છે:- ૧. નિશ્ચયનય, ૨.
વ્યવહારનય.
પણ
२. तत्रनिश्चनयोऽभेदविषयो व्यवहारो भेदविषयः । અર્થ:- તેમાં નિશ્ચયનય ( ગુણ–ગુણીના ) અભેદવિષય કરવાવાળો અને વ્યવહારનય (ગુણ–ગુણીના ) ભેદવિષય કરવાવાળો છે.
३. तत्रनिश्चयो द्विविधः शुद्धनिश्चयोऽशुद्धनिश्चयश्च। અર્થ:- તેમાં નિશ્ચયનયના બે પ્રકાર
છે:- ૧. શુદ્ધ
નિશ્ચયનય, ૨. અશુદ્ધનિશ્ચયનય. ४. तत्रनिरुपाधिकगुणगुण्यभेदविषयकः शुद्धनिश्चयो, यथा केवलज्ञानादयो जीव इति ।
અર્થ:- નિરુપાધિક (શુદ્ધ) ગુણ-ગુણીને અભેદરૂપ વિષય કરવાવાળો શુદ્ધ નિશ્ચયનય છે; જેમકે:- જીવ કેવલજ્ઞાનાદિ સ્વરૂપ છે.
५. सोपाधिकविषयोऽशुद्धनिश्चयो, यथा मतिज्ञानादयो जीवः ।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #320
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૫૯). અર્થ- ઉપાધિ સહિત (ગુણ-ગુણીનો અભેદરૂપ) વિષય કરે તે અશુદ્ધ નિશ્ચયનય છે; જેમકે-જીવ મતિજ્ઞાનાદિ સ્વરૂપ છે.
વ્યવહારનય ६. व्यवहारो। द्विविधः सद्भूतव्यवहारोऽसद्भूतव्यવહારશ્રી અર્થ:- વ્યવહારનય બે પ્રકારે છે- ૧. સદ્દભૂતવ્યવહારનય. ૨. અસભૂતવ્યવહારનય. ७. तत्रैकवस्तुविषय: सद्भूतव्यवहार: भिन्नवस्तुविषमोंऽसद्भूत व्यवहारः। तत्र सदभूतव्यवहारो द्विविध: उपचरितानुपचरितमेदात्। અર્થ:- એક વસ્તુને (વૃક્ષ અને ડાળીની માફક ભેદરૂપ) વિષય કરે તે સદ્દભૂત વ્યવહારનય છે. ભિન્ન-ભિન્ન વસ્તુઓને (અભેદરૂપ-એકરૂપ) ગ્રહણ કરે તે અસદભૂત વ્યવહારનય છે.
તેમાં, સદ્ભૂતવ્યવહારનયના બે ભેદ છે- ૧. ઉપચરિત, અને ૨. અનુપચરિત. ८. तत्र सोपाधिगुणगुणिनोर्भेदविषयः उपचरितसद्भुतव्यवहारो, यथा जीवस्य मतिज्ञानादयो गुणः। અર્થ- જે નય ઉપાધિ સહિત ગુણ-ગુણીના ભેદને વિષય કરે તે ઉપચરિતસભૂતવ્યવહારનય છે, જેમકે- જીવના મતિજ્ઞાનાદિગુણો કહેવા.
१०. निरुपाधिगुणगुणिनोर्भेदेविषयोऽनुपचरितसद्भूतव्यदहारो यथा जीवस्य केवलज्ञानादयो गुणाः।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #321
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૬૦) અર્થ- જે નય ઉપાધિરહિત ગુણ-ગુણીના ભેદને વિષય કરે તેને અનુપચરિતસભૂત વ્યવહારનય કહે છે, જેમકે - જીવના કેવલજ્ઞાનાદિ ગુણો. (પરમાણુના સ્પર્શદિ ગુણો.) ११. असद्भूतव्यवहारो, द्विविधः उपचरितानुपचरितभेदात्। અર્થ- અસદ્દભૂત વ્યવહારનયના બે ભેદ છે:- ૧. ઉપચરિતઅસભૂતવ્યવહારનય, ૨. અનુપચરિત અસભૂતવ્યવહારનય. १२. तत्र सश्लेषरहितवस्तुसम्बन्धविषय उपचरितासद्भूतव्यवहारो, यथा देवदत्तस्य धनमिति। અર્થ- જે પૃથક વસ્તુઓનો (એકરૂપ) સંબંધરૂપ વિષય કરે તે ઉપચરિતસભૂતવ્યવહારનય છે, જેમકે - દેવદત્તનું ધન. १३. संश्लेषसहितवस्तुसम्बन्धविषयोऽनुपचरितासद्भूतव्यवहारो, यथा जीवस्य शरीरमिति। અર્થ- જે નય સંયોગ સંબંધે યુક્ત ભિન્ન બે પદાર્થોના સંબંધને વિષય કરે તેને અનુપચરિતઅસભૂત વ્યવહારનય
કહે છે. જેમકે - જીવનું શરીર. [૫. ઝારીલાલજી સંપાદિત આલાપપદ્ધતિ ૫ ૧૩૬ થી ૧૩૯]
શ્રી પંચાધ્યાયી અનુસાર અધ્યાત્મનોનું સ્વરૂપ તથા તેનાથી વિરુદ્ધ નયાભાસોનું સ્વરૂપ. પ્ર. ૯૩- સમ્યકત્વ અને નયાભાસ (મિથ્યાનય) નું સ્વરૂપ શું
છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #322
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
(૬૧ )
ઉ. ૧. જે નય * તદ્દગુણ સંવિજ્ઞાન સહિત, ઉદાહરણ સહિત, હેતુ સહિત અને ળવાન (પ્રયોજનવાન) હોય તે સમ્યક્ત્તય છે.
તેનાથી જે વિપરીતનય છે તે નયાભાસ (મિથ્યાનય ) છે. કેમકે-૫૨ના ભાવને પોતાનો કહેવાથી આત્માને શું સાધ્ય (લાભ) છે? ( કાંઈ નથી.)
૨. જીવને ૫૨નો કર્તા-ભોક્તા માનવામાં આવે તો ભ્રમ થાય છે. વ્યવહારથી પણ જીવ પરનો કર્તા-ભોક્તા નથી. વ્યવહારથી આત્મા (જીવ) રાગનો કર્તા-ભોક્તા છે; કેમકે રાગ તે પોતાના પર્યાયનો ભાવ છે તેથી તેમાં તદ્દગુણ સંવિજ્ઞાન લક્ષણ લાગુ પડે છે. તેનાથી વિરુદ્ધ કહે તે નયાભાસ (મિથ્યાનય ) છે.
પ્રથમ નયાભાસ
(૧) જીવને વર્ણાદિવાળો માનવો.
(પંચાધ્યાયી ભા ૧, ગા. ૫૬૩) (૨) મનુષ્ય વગેરે શરીર છે તે જ જીવ છે એમ માનવું તે. (ગા. ૫૬૭-૫૬૮ ) (૩) મનુષ્ય-શરીર જીવની સાથે એકક્ષેત્રાવગાહપણે છે તેથી એક છે એમ માનવું તે. (ગા. ૫૬૯ ) (૪) શરીર અને આત્માને બંધ્ય-બંધકભાવ માનવો તે. (ગા. ૫૭૦).
(૫) શરીર અને આત્માને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ
* જીવના ભાવો તે જીવના તદ્દગુણ છે તથા પુદ્ગલના ભાવો તે પુદ્ગલના તદ્દગુણ છે–એવા વિજ્ઞાન સહિત છે.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #323
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
(૬૨ )
પ્રયોજનવાન નથી. કેમકે:- સ્વયં અને સ્વતઃ પરિણમનારી વસ્તુને પરના નિમિત્તથી શું ફાયદો ? (કાંઈ ફાયદો નથી.) ( ગાથા.૫૭૧ )
બીજો નયાભાસ
૧. જીવ અને જડકર્મો વગેરે જુદાં-જાદાં દ્રવ્યો હોવાથી અને તેમને ૫૨સ્પ૨ ગુણોનું (પર્યાયનું) સંક્રમણ થઈ શકતું નહિ હોવાથી, જીવ, કર્મ-નોકર્મ (શરીરાદિ ) કે કોઈ મૂર્તિક વસ્તુનો કર્તા-ભોક્તા થઈ શકતો નથી, છતાં તેમાં નય લાગુ પાડવો તે નયાભાસ છે– મિથ્યાનય છે. (ગા. ૫૭૨ ) ૨. ગુણસંક્રમણ વિના જ જો આત્મા, કર્મો વગેરેનો કર્તાભોક્તા થાય તો સર્વ પદાર્થોમાં સર્વ સંકરદોષ, તેમ જ સર્વ શૂન્યદોષ આવે. (ગા. ૫૭૩-૭૪ )
મેળે જ જીવની પરિણમી જાય છે, (ગા. ૫૭૫
)
૩. મૂર્તિમાન એવું પુદ્દગળ દ્રવ્ય પોતાની અશુદ્ધ પરિણિતની ઉપસ્થિતિમાં કર્મરૂપે એ જ આ વિષયમાં ભ્રમનું કારણ છે. ૪. જે કોઈ પણ કર્તા-ભોક્તા હોય છે તે પોતાના ભાવનો જ હોય છે. જેમ કુંભાર ખરેખર પોતાના ભાવનો કર્તા-ભોક્તા છે પણ પરભાવરૂપ જે ઘડો તેનો કર્તા કે ભોક્તા તે કદી પણ થઈ શકતો નથી. (ગાથા. ૫૭૭) ૫. કુંભાર ઘડાનો કર્તા છે એવો લોકવ્યવહાર નયાભાસ છે. (ગા. ૫૭૯)
ત્રીજા નયાભાસનું સ્વરૂપ
૧. જેઓ બંધ ( એકપણા ) ને પ્રાપ્ત નથી થતા એવા ૫૨ પદાર્થોમાં પણ અન્ય પદાર્થ અન્ય પદાર્થનો કર્તા-ભોક્તા માનવો તે નયાભાસ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #324
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૬૩) ૨. ઘર, ધન, ધાન્ય, સ્ત્રી, પુત્ર વગેરેને જીવ સ્વયં કરે છે અને વળી તેમને ભોગવે છે–એમ માનવું તે નયાભાસ છે.
(ગા. પ૮૦-૮૧) [ જીવનો વ્યવહાર પર પદાર્થોમાં હોતો નથી પણ પોતાનામાં જ હોય છે. જીવને પરદ્રવ્ય સાથે સંબંધ બતાવનારા બધાય કથન અધ્યાત્મદષ્ટિએ નયાભાસ છે.]
ચોથા નયાભાસનું સ્વરૂપ ૧. શેય-જ્ઞાયક સંબંધને લઈને જ્ઞાનને શેયગત કહેવું, તથા જ્ઞયને જ્ઞાનગત કહેવા તે પણ નયાભાસ છે. (ગા. પ૮૫)
નિક્ષેપ પ્ર. ૯૪-નિક્ષેપ કોને કહે છે? ઉ. ૧. યુક્તિ દ્વારા (નય-પ્રમાણજ્ઞાન દ્વારા) સુયુક્ત માર્ગ પ્રાપ્ત
થતાં કાર્યવાશથી નામ, સ્થાપના, દ્રવ્ય (યોગ્યતારૂપ શક્તિ) અને ભાવમાં પદાર્થના સ્થાપનને નિક્ષેપ કહે છે.
(જૈન સિ. પ્રવેશિકા ) ૨. પ્રમાણ અને નયના અનુસારે પ્રચલિત થયેલા
લોકવ્યવહારને નિક્ષેપ કહે છે. શેય પદાર્થ અખંડ છે, છતાં તેને જાણતાં જ્ઞય પદાર્થના જે ભેદો (અંશોપડખાં) કરવામાં આવે છે તેને નિક્ષેપ કહે છે.
(ગુ. મોક્ષશાસ્ત્ર અ. ૧, સૂ. ૫ ની ટીકા) [ નિક્ષેપ, નયનો વિષય છે. નય, નિક્ષેપનો વિષય કરનાર (વિષયી) છે]. પ્ર. ૯૫-નામનિક્ષેપ કોને કહે છે? ઉ. ગુણ, જાતિ, દ્રવ્ય અને ક્રિયાની અપેક્ષારહિત માત્ર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #325
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
(૬૪)
ઇચ્છાનુસાર કોઈનું નામ રાખવું તે નામનિક્ષેપ છે. જેમકે:કોઈનું નામ ‘જિનદત્ત' રાખવામાં આવ્યું. જો કે તે જિન દેવનો દીધેલો નથી, તોપણ લોકવ્યવહાર (ઓળખવા ) માટે તેનું નામ ‘જિનદત્ત ’ રાખવામાં આવ્યું છે.
.
પ્ર. ૯૬-સ્થાપનાનિક્ષેપ કોને કહે છે ?
ઉ. અનુપસ્થિત (હાજર ન હોય એવી) કોઈ વસ્તુનો બીજી ઉપસ્થિત (હાજર ) વસ્તુમાં સંબંધ યા મનોભાવના જોડીને આરોપ કરી દેવો કે ‘ આ તે જ છે'-એવી ભાવનાને સ્થાપના કહેવામાં આવે છે. અન્ય પદાર્થમાં તે સ્થાપનાવડે આરોપ કરવો અર્થાત્ અન્ય પદાર્થમાં અન્ય પદાર્થની સ્થાપના કરવી તે. જેમકે:- પાર્શ્વનાથની પ્રતિમાને પાર્શ્વનાથ પ્રભુ કહેવા.
સ્થાપનાનિક્ષેપના બે પ્રકાર છે:- ૧. તદાકાર સ્થાપના અને ૨. અતદાકાર સ્થાપના.
જે પદાર્થનો જેવો આકાર હોય તેવો આકાર તેની સ્થાપનામાં કરવો તે ‘તદાકાર સ્થાપના’ છે, અને ગમે તે આકાર કરવામાં આવ્યો હોય તે ‘અતદાકાર સ્થાપના’ છે, સદશતાને સ્થાપના નિક્ષેપનું કારણ સમજવું નહિ, પણ કેવલ મનોભાવના જ તેનું કારણ છે.
[નામનિક્ષેપ અને સ્થાપનાનિક્ષેપમાં એ અંતર છે કેઃનામનિક્ષેપમાં પૂજ્ય-અપૂજ્યનો વ્યવહાર હોતો નથી, પણ સ્થાપનાનિક્ષેપમાં પૂજ્ય-અપૂજ્યનો વ્યવહાર હોય છે.] પ્ર. ૯૭– દ્રવ્યનિક્ષેપ કોને કહે છે?
ઉ. ભૂતકાળમાં પ્રાપ્ત થઈ ગયેલ અવસ્થાને અથવા
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #326
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૬૫) ભવિષ્યકાળમાં પ્રાપ્ત થનાર અવસ્થાને વર્તમાનમાં કહેવી તે દ્રવ્યનિક્ષેપ છે. શ્રેણિક રાજા ભવિષ્યમાં તીર્થકર થવાના છે, તેમને વર્તમાનમાં તીર્થકર કહેવા, અને મહાવીર ભગવાનાદિ ભૂતકાળમાં થયેલા તીર્થકરોને વર્તમાન તીર્થકરો
ગણી તેમની સ્તુતિ કરવી તે દ્રવ્યનિક્ષેપ છે. પ્ર. ૯૮-ભાવનિક્ષેપ કોને કહે છે? ઉ. કેવળ વર્તમાનપર્યાયની મુખ્યતાથી અર્થાત્ જે પદાર્થ વર્તમાન દશામાં જે રૂપે છે તેને તે રૂપે વ્યવહાર કરવો તે ભાવનિક્ષેપ છે; જેમકે - શ્રી સીમંધર ભગવાન વર્તમાન તીર્થકરપદે મહાવિદેહક્ષેત્રમાં બિરાજે છે તેમને તીર્થકર કહેવા અને મહાવીર ભગવાન જે હાલ સિદ્ધ છે તેમને સિદ્ધ કહેવા, તે ભાવનિક્ષેપ છે.
[ નામ, સ્થાપના અને દ્રવ્ય-એ ત્રણ નિક્ષેપો દ્રવ્યને વિષય કરે છે. માટે તેઓ દ્રવ્યાર્થિકનયને આધીન છે અને ભાવનિક્ષેપ પર્યાયને વિષય કરે છે માટે તે પર્યાયાર્થિકનયને આધીન છે.]
(આલાપ પદ્ધતિ) પ્ર. ૯૯- નૈગમનય અને દ્રવ્યનિક્ષેપમાં શો તફાવત છે? ઉ. “જો કે નૈગમનય અને દ્રવ્યનિક્ષેપના વિષય સમાન માલૂમ
પડે છે, તથાપિ તેઓ એક નથી. નૈગમનય જ્ઞાનનો ભેદ છે, તેથી તે વિષયી (જાણવાવાળો) છે, અને દ્રવ્યનિક્ષેપ પદાર્થોની અવસ્થારૂપ છે, માટે તે વિષય (જાણવા યોગ્ય શેય) છે. તાત્પર્ય એ છે કે એમાં જ્ઞાયક-શય યા વિષયીવિષયનો સંબંધ છે, તેટલા માટે બને એક નથી.”
( જાઓ, આલાપપદ્ધતિ-પાનું ૧૧૮)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #327
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૬૬) પ્ર. ૧૦૦-ઋજાસૂત્રનય અને ભાવનિક્ષેપમાં શો તફાવત છે? ઉ. “ભાવનિક્ષેપ દ્રવ્યના વર્તમાનપર્યાય માત્રને ગ્રહણ કરે છે.
જો કે એનો વિષય પણ ઋજુસૂત્રનય સાથે મળતો છે, તથાપિ તેઓ એક નથી. ઋજાસૂત્રનય પ્રમાણનો અંશ હોવાથી તે વિષયી છે અને ભાવનિક્ષેપ પદાર્થનું પર્યાયસ્વરૂપ હોવાથી વિષયસ્વરૂપ છે, તેટલા માટે બન્ને ભિન્ન-ભિન્ન છે.”
(આલાપપદ્ધતિ પાનું-૧૧૯).
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #328
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check hffp://www.AtmaDharma.com for updates
પ્રકરણ નવમું
અનેકાન્ત અને સ્યાદ્વાદ અધિકાર
પ્ર. ૧૦૧- અનેકાન્ત કોને કહે છે?
ઉ. ૧. પ્રત્યેક વસ્તુમાં વસ્તુપણાની
સિદ્ધિ
કરનારી
અસ્તિનાસ્તિ આદિ પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું એકી સાથે પ્રકાશિત થવું તેને અનેકાન્ત કહે છે.
આત્મા સદા સ્વ-રૂપે છે અને પર-રૂપે નથી, એવી જે દૃષ્ટિ તે જ સાચી અનેકાન્ત-દષ્ટિ છે.
૨. “ સત્-અસત, નિત્ય-અનિત્ય, એક-અનેક ઈત્યાદિ સર્વથા એકાન્તનું નિરાકરણ (નકાર) તે અનેકાન્ત છે.” (આપ્તમીમાંસા-ગા. ૧૦૩ ની ટીકા )
પ્ર. ૧૦૨-અનેકાન્તસ્વરૂપ કેવી રીતે સિદ્ધ થાય છે?
ઉ. પદાર્થ અનેક ધર્મવાન છે, કેમકે તેમાં નિત્યાદિ એકાન્તસ્વરૂપનો અભાવ છે. અહીં અનેકાન્તરૂપપણાથી વિરુદ્ધ સ્વરૂપનો અભાવ, વસ્તુના અનેકાન્ત સ્વરૂપને જ સિદ્ધ કરે છે.
(પરીક્ષામુખ–અ ૩, સૂ. ૮૫ ની ટીકા )
પ્ર. ૧૦૩–બે વિરુદ્ધ ધર્મસહિત વસ્તુ સત્યાર્થ હોય ?
ઉ. હા, વસ્તુ છે તે તત્-અતત્ એવાં બેઉ રૂપ છે. માટે જે વાણી વસ્તુને તત્ જ કહે છે તે સત્ય કેમ હોય ?–ન હોય......... અહીં એમ સમજવું કે વસ્તુ છે તે તો પ્રત્યક્ષાદિ પ્રમાણના વિષયરૂપ સત્-અસત્ (અસ્તિ-નાસ્તિ ) આદિ વિરુદ્ધ ધર્મના આધારરૂપ છે. તે અવિરુદ્ધ (યથાર્થ )
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #329
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૬૮) છે. અન્ય મતવાદી (વસ્તુને) સતરૂપ જ અથવા અસતરૂપ જ છે-એમ એકાન્ત કહે છે–તો કહો. વસ્તુ તો એવી નથી. વસ્તુ જ પોતાનું સ્વરૂપ અનેકાન્તસ્વરૂપ પોતે દેખાડે છે તો અમે શું કરીએ. વાદી પોકારે છે, “વિરુદ્ધ છે રે... વિરુદ્ધ છે રે.........' તો પોકારો. કાંઈ નિરર્થક પોકારમાં સાધ્ય
નથી...” (જુઓ, આપ્તમીમાંસા-ગા. ૧૧૦ ની ટીકા) પ્ર. ૧૦૪-અનેકાંત અને એકાંતનો નિશક્તિ અર્થ શો? તે
દરેકના કેટલા ભેદ છે? ઉ. અનેકાન્ત=અનેકઅંત-અનેક ધર્મો. એકાન્ત = એક + અંત – એક ધર્મ.
અનેકાન્તના બે ભેદ છે:- ૧. સમ્યક અનેકાન્ત અને ૨. મિથ્યા અનેકાન્ત.
એકાન્તના બે ભેદ છે:- ૧. સમ્યક એકાંત અને ૨. મિથ્યા એકાન્ત.
સમ્યક અનેકાંત તે પ્રમાણ છે અને મિથ્યા અનેકાંત તે પ્રમાણાભાસ છે.
સમ્યક એકાંત તે નય છે અને મિથ્યા એકાંત તે નયાભાસ છે. પ્ર. ૧૦૫-સમ્યક અનેકાન્ત અને મિથ્યા અનેકાન્તનું સ્વરૂપ
શું? ઉ. સમ્યક અનેકાન્ત:- પ્રત્યક્ષ, અનુમાન તથા આગમ
પ્રમાણથી અવિરુદ્ધ એક વસ્તુમાં જે અનેક ધર્મો છે તેને નિરૂપણ કરવામાં તત્પર છે તે સમ્યક અનેકાન્ત છે. દરેક ચીજ પોતાપણે છે અને પરપણે નથી; આત્મા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #330
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૬૯) સ્વસ્વરૂપ છે અને પરસ્વરૂપે નથી; પર તેના સ્વરૂપે છે અને આત્માના સ્વરૂપે નથી-આ પ્રમાણે જાણવું તે સમ્યક અનેકાન્ત છે.
મિથ્યા અનેકાન્તઃ- તત્-અતત્ સ્વભાવની જે ખોટી કલ્પના કરવામાં આવે તે મિથ્યા અનેકાન્ત છે. જીવ પોતાનું કરી શકે અને બીજા જીવનું પણ કરી શકે–એમાં જીવનું પોતાથી અને પરથી એમ બન્નેથી તત્પણું થયું. તેથી તે મિથ્યા અનેકાન્ત છે.
(જુઓ, મોક્ષશાસ્ત્ર-ગુ-અ. ૧, સૂ. ૬ ની ટીકા) પ્ર. ૧૦૬-સમ્યક અનેકાન્ત અને મિથ્યા અનેકાન્તનાં દષ્ટાંતો
આપો. ઉ. ૧. આત્મા પોતાપણે છે અને પરપણે નથી-એમ જાણવું તે સમ્યક (સાચું) અનેકાન્ત છે;
આત્મા પોતાપણે છે અને પરપણે પણ છે-એમ જાણવું તે મિથ્યા અનેકાન્ત છે. ૨. આત્મા પોતાનું કરી શકે છે અને શરીરાદિ પર વસ્તુઓનું કાંઈ કરી શકતો નથી-એમ જાણવું તે સમ્ય અનેકાન્ત છે.
આત્મા પોતાનું કરી શકે છે અને શરીરાદિ પરનું પણ કરી શકે છે–એમ જાણવું તે મિથ્યા અનેકાન્ત છે. ૩. આત્માને શુદ્ધભાવથી ધર્મ થાય અને શુભભાવથી ધર્મ
ન થાય-એમ જાણવું તે સમ્યક અનેકાન્ત છે; આત્માને શુદ્ધભાવથી ધર્મ થાય અને શુભ ભાવથી પણ ધર્મ થાય-એમ જાણવું તે મિથ્યા અનેકાન્ત છે. ૪. નિશ્ચયને આશ્રયે ધર્મ થાય અને વ્યવહારના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #331
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આશ્રયે ધર્મ ન થાય-એમ જાણવું તે સમ્યક અનેકાન્ત છે;
નિશ્ચયને આશ્રયે ધર્મ થાય અને વ્યવહારના આશ્રયે પણ ધર્મ થાય-એમ સમજવું તે મિથ્યા
અનેકાન્ત છે. ૫. વ્યવહારનો અભાવ થતાં નિશ્ચય પ્રગટે-એમ જાણવું તે સમ્યકઅનેકાન્ત છે;
વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટે-એમ જાણવું તે મિથ્યાઅનેકાન્ત છે. ૬. આત્માને પોતાની શુદ્ધ ક્રિયાથી લાભ થાય અને
શરીરની ક્રિયાથી લાભ કે નુકશાન ન થાય-એમ સમજવું તે સમ્યક અનેકાન્ત છે;
આત્માને પોતાની શુદ્ધ ક્રિયાથી લાભ થાય અને શરીરની ક્રિયાથી પણ લાભ થાય-એમ જાણવું તે મિથ્યાઅનેકાન્ત છે. ૭. એક વસ્તુમાં પરસ્પર બે વિરોધી શક્તિઓ (સત્
અસત, ત–અતત, નિત્ય-અનિત્ય, એક-અનેક વગેરે) પ્રકાશીને વસ્તુને સિદ્ધ કરે તે સમ્યક અનેકાન્ત છે.
એક વસ્તુમાં બીજી વસ્તુની શક્તિ પ્રકાશીને એક વસ્તુ બે વસ્તુનું કાર્ય કરે એમ માનવું તે મિથ્યાઅનેકાન્ત છે, અથવા તો સમ્યક્રઅનેકાન્તથી વસ્તુનું જ સ્વરૂપ નિશ્ચિત છે તેનાથી વિપરીત વસ્તુસ્વરૂપની કેવળ કલ્પના કરી તેમાં ન હોય તેવા
સ્વભાવોની કલ્પના કરવી તે મિથ્યા અનેકાન્ત છે; ૮. જીવ પોતાના ભાવ કરી શકે અને પરવસ્તુને કાંઈ ના કરી શકે એમ જાણવું તે સમ્યક અનેકાન્ત છે;
જીવ સૂક્ષ્મ પુદ્ગલોનું કાંઈ ન કરી શકે પણ સ્થૂળ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #332
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૭૧) પુદ્ગલોનું કરી શકે એમ જાણવું તે મિથ્યાઅનેકાંત છે.
(જાઓ, મોક્ષશાસ્ત્ર-ગુ. અ. ૧, સૂ. ૬ ની ટીકા) પ્ર. ૧૦૭-સમ્યક એકાન્ત અને મિથ્યા એકાન્ત કોને કહે છે? ઉ. સમ્યક એકાન્તઃ- પોતાના સ્વરૂપે હોવાપણું અને પરરૂપે
નહિ હોવાપણું આદિ વસ્તુનું જ સ્વરૂપ છે તેની અપેક્ષા રાખીને પ્રમાણદ્વારા જાણેલ પદાર્થના એકદેશનો (એક પડખાનો ) વિષય કરનાર નય તે સમ્યફ એકાન્ત છે.
કોઈ વસ્તુના એક ધર્મનો નિશ્ચય કરી તે વસ્તુમાં રહેલા અન્ય ધર્મોનો નિષેધ કરવો તે મિથ્યા એકાન્ત છે. પ્ર. ૧૦૮-સમ્યક એકાન્ત અને મિથ્યા એકાન્તનાં દષ્ટાંતો
આપો. ઉ. ૧. “સિદ્ધ ભગવાનો એકાંત સુખી છે –એમ જાણવું તે
સમ્યકએકાંત છે, કેમકે સિદ્ધ જીવોને બિલકુલ દુઃખ નથી”—એમ ગર્ભિતપણે તેમાં આવી જાય છે.
“સર્વ જીવો એકાંતસુખી છે –એમ જાણવું તે મિથ્યા એકાંત છે, કેમકે તેમાં અજ્ઞાની જીવો વર્તમાન
દુઃખી છે તેનો નકાર થાય છે. ૨. “સમ્યજ્ઞાન તે ધર્મ છે” એમ જાણવું તે સમ્યફ એકાંત
છે. કેમકે, “સમ્યજ્ઞાનપૂર્વક વૈરાગ્ય હોય છે એમ ગર્ભિતપણે તેમાં આવી જાય છે.
“ત્યાગ તે જ ધર્મ છે'—એમ જાણવું તે મિથ્યાએકાંત છે; કેમકે, “ત્યાગ સાથે સમ્યજ્ઞાન હોવું
જ જોઈએ—એમ તેમાં આવતું નથી. (જાઓ, મોક્ષશાસ્ત્ર-ગુ. આવૃત્તિ-અ. ૧, સૂ. ૬ ની ટીકા)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #333
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૭૨) પ્ર. ૧૦૯-સ્યાદ્વાદ કોને કહે છે? ઉ. ૧. વસ્તુના અનેકાન્ત સ્વરૂપને સમજાવવાવાળી કથન પદ્ધતિને સ્યાદ્વાદ કહે છે.
[ સ્વાત્રકથંચિત કોઈ પ્રકારે કોઈ સમ્યક અપેક્ષાએ; વાદ-કથન.]
સ્યાદવાદ અનેકાન્તનો ધોતક છે (બતાવનાર છે.) અનેકાન્ત અને સ્યાદ્વાદને ધોય-ધોતક સંબંધ છે. ૨. “...એવું જે અનંતધર્મોવાળું દ્રવ્ય તેના એક-એક
ધર્મનો આશ્રય કરીને વિવક્ષિત-અવિવક્ષિતના વિધિનિષેધ વડે પ્રગટ થતી સપ્તભંગી સતત્ સમ્યક રીતે ઉચ્ચારવામાં આવતા “સ્યા” કારરૂપી અમોઘ મંત્રપદ વડે, “જ” કારમાં રહેલા સઘળાય વિરોધવિષના મોહને દૂર કરે છે.”
(શ્રી પ્રવચનસાર-ગા. ૧૧૫ ની ટીકા.) ૩. “વિવક્ષિત (કહેલા ધારેલા) ધર્મને મુખ્ય કરીને તેનું
પ્રતિપાદન કરવાથી અને અવિવક્ષિત (નહિ કહેવા ધારેલા) ધર્મને ગૌણ કરીને તેનો નિષેધ કરવાથી સપ્તભંગી પ્રગટ થાય છે.
સ્યાદવાદમાં અનેકાન્તને સૂચવતો “ચાત્' શબ્દ સમ્યકપણે વપરાય છે. “ચાત્' પદ એકાન્તવાદમાં રહેલા સમસ્ત વિરોધરૂપી વિષના ભ્રમને નષ્ટ કરવામાં રામબાણ મંત્ર છે.
...અનેકાન્ત વસ્તુસ્વભાવનો ખ્યાલ ચૂક્યા વિના જે અપેક્ષાએ વસ્તુનું કથન ચાલતું હોય તે અપેક્ષાએ તેનું નિર્મીતપણું-નિયમબદ્ધપણું-નિરપવાદપણું બતાવવા માટે જે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #334
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
( ૭૩)
6
‘જ’ શબ્દ વાપરવામાં આવે છે તેનો અહીં નિષેધ ન સમજવો.” ( શ્રી પ્રવચનસાર ગાથા ૧૧૫ ની ફૂટનોટ.) ૪. “ પદાર્થોમાં અનંત ધર્મ છે અને તે બધા ધર્મ એકસાથ એક જ સમયે હોય છે, કોઈ આગળ-પાછળ હોતા નથી, પરંતુ વચનથી તો એક વખતે એક જ ધર્મ કહી શકાય છે. બધા એક સાથે કહી શકાતા નથી, એટલા માટે અપેક્ષાવાચી શબ્દ ‘સ્યાત્ ' યા ‘ કથંચિત્ ’ લગાડવામાં ન આવે, તો વિવક્ષિત પદાર્થનો એક વિવક્ષિત ધર્મ જ સમજવામાં આવશે, એને અન્ય સમસ્ત ધર્મોનો લોપ થઈ જશે; એવી દશામાં પદાર્થનું પૂર્ણ સ્વરૂપ સમજાશે નહિ યા અધૂરું જ સમજાશે; પણ વસ્તુનું સ્વરૂપ એવું નથી, તેથી એવું કથન એકાન્ત કથન થઈ જશે; એવા એકાંત-કથનને મિથ્યા-એકાન્ત કહ્યું છે.
22
૫.
( આલાપપદ્ધતિ-હિન્દી અનુવાદ, પા. ૪૯-૫૦) આપ્તમીમાંસાની ૧૧૧ મી કારિકાના વ્યાખ્યાનમાં શ્રી અકલંકદેવ કહે છે કે-વચનનો એવો સ્વભાવ છે કે સ્વવિષયનું અસ્તિત્વ દેખાડતાં તે તેનાથી ઈતરનું (૫૨ વસ્તુનું નિરાકરણ કરે છે; તેથી અસ્તિત્વ અને નાસ્તિત્વ એ બે મૂળ ધર્મોના આશ્રયથી સપ્તભંગીરૂપ સ્યાદવાદની સિદ્ધિ થાય છે.”
(
(તત્ત્વાર્થસા૨ પા. ૧૨૫ ની ફૂટનોટ)
પ્ર. ૧૧૦– જીવ દ્રવ્યને ‘સપ્તભંગી’ માં ઉતારી સમજાવો. ઉ. પહેલો ભંગ:- ‘સ્યાત્ અસ્તિ.’
નીવ: સ્યાદ્ અસ્તિ વા જીવ સ્વરૂપની અપેક્ષાએ જ
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #335
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૭૪) (અર્થાત્ જીવ પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી જ) છે. આ કથનમાં “જીવ સ્વરૂપની અપેક્ષાએ છે-એ વાત મુખ્યપણે છે અને “જીવ પરરૂપની અપેક્ષાએ નથી” એ વાત ગૌણપણે તેમાં ગર્ભિત છે.
આમ જે જાણે તેણે જ જીવનો “સ્યાત અસ્તિ” ભંગ સાચો જાયો, પણ જો “જીવ પરની (અજીવ સ્વરૂપે) અપેક્ષાએ નથી” એવું તેના લક્ષમાં ગર્ભિતપણે ન આવે તો તે જીવનું સ્યાત્ અતિ સ્વરૂપ -જીવનું આખું સ્વરૂપ સમજ્યો નથી, અને તેથી તે બીજા છ ભંગ પણ સમજ્યો નથી.
બીજો ભંગઃ- “સ્યા નાસ્તિ.”
નીવ: સ્થાતિ નાસ્તિ થવા જીવ પરરૂપની અપેક્ષાએ (અર્થાત્ જીવ પરના દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી) નથી જ.
આ કથનમાં “જીવ પરરૂપની અપેક્ષાએ નથી' એ વાત મુખ્યપણે છે, અને “જીવ સ્વરૂપની અપેક્ષાએ છે” એ વાત ગૌણપણે તેમાં ગર્ભિત છે.
જીવ અને પર એકબીજા પ્રત્યે અવસ્તુ છે-એમ “સ્યા નાસ્તિ” પદ સુચવે છે. આમ બન્ને ભંગ સ્વપરની અપેક્ષાએ વિધિ-નિષેધરૂપ જીવના જ ધર્મ છે. ત્રીજા ભંગ:- “સાત આસ્તિ-નાસ્તિ.”
નીવ: ચાત્ સ્તિ નાસ્તિ –જીવ સ્વરૂપની અપેક્ષાએ છે અને પરરૂપની અપેક્ષાએ નથી જ. જીવમાં વિધિ-નિષેધરૂપ બને ધર્મો એકી સાથે હોવા છતાં તેઓ વચનદ્વારા કમથી કહેવામાં આવે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #336
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૭૫) ચોથો ભંગ- “સાત્ અવક્તવ્ય.'
નીવ: ચાત્ સવજીવ્યમ થવા જીવ સ્વરૂપ-પરરૂપના યુગપર્ધાણાની અપેક્ષાએ અવક્તવ્ય જ છે.
જીવમાં અસ્તિ અને નાસ્તિ એ બને ધર્મો એક કાળમાં હોય છે, તોપણ વચનદ્વારા એક કાળમાં (યુગપ) તે કહેવા અશક્ય છે, તેથી તે કોઈ પ્રકારથી અવક્તવ્ય છે.
પાંચમો ભંગ-સ્યા અસ્તિ અવક્તવ્ય.'
નીવ: સ્થાત્ બરિત અવરૂધ્યમ થવા જીવ સ્વરૂપની અપેક્ષાએ અને અને સ્વરૂપ-પરરૂપના યુગપપણાની અપેક્ષાએ અવક્તવ્ય જ છે.
જીવનું સ્વરૂપ જે વખતે “અસ્તિ” થી કહી શકાય છે તે વખતે નાસ્તિ તથા બીજા ધર્મો વગેરે યુગપ કહી શકાતા નથી, માટે આ ભંગ “સ્યાત્ અસ્તિ અવક્તવ્ય” કહેવાય છે.
છઠ્ઠો ભંગ-સ્યાત્ નાસ્તિ અવક્તવ્ય.”
નીવ: ચાત્ નાસ્તિ નવજીવ્ય થવા જીવ પરરૂપની અપેક્ષાએ અને સ્વરૂપ-પરરૂપના યુગપલ્પણાની અપેક્ષાએ અવક્તવ્ય” જ છે.
જીવનું સ્વરૂપ જે વખતે “નાસ્તિ” થી કહી શકાય તે વખતે “અસ્તિ' તથા બીજા ધર્મો વગેરે યુગપ કહી શકાતા નથી (અવક્તવ્ય છે), માટે આ ભંગ “સ્યાત્ નાસ્તિ અવક્તવ્ય કહેવાય છે. સાતમો ભંગ-“સ્યા અસ્તિ-નાસ્તિ-અવક્તવ્ય.” નીવ ચાલ્મસ્તિ નાસ્તિ-નવજીવ્યમ થવા જીવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #337
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૭૬ ) કર્મ સ્વરૂપ-પરરૂપની અપેક્ષાએ અતિ નાસ્તિ અને સ્વરૂપ પરરૂપના યુગપક્ષણાની અપેક્ષાએ અવક્તવ્ય જ છે.
સ્યાત્ અસ્તિ” અને “સ્યાત્ નાસ્તિ”—એ બન્ને ભંગ દ્વારા જીવ ક્રમથી વક્તવ્ય છે, પણ યુગપદ્ વક્તવ્ય નથી, તેથી આ ભંગ અસ્તિનાસ્તિ અવક્તવ્ય કહેવાય છે.
[સ્યાદવાદ સમસ્ત વસ્તુઓના સ્વરૂપને સાધના અહંસર્વજ્ઞનું અસ્મલિત શાસન છે. તે બધું અનેકાન્તાત્મક છે-એમ ઉપદેશે છે. તે વસ્તુના સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરાવે છે. તે સંશયવાદ નથી. કેટલાક કહે છે કે સ્યાદવાદ વસ્તુને નિત્ય અને અનિત્ય વગેરે બે પ્રકારે બન્ને પક્ષથી કહે છે. માટે સંશયનું કારણ છે; પણ તે ખોટું છે. અનેકાન્તમાં તો બન્ને પક્ષ નિશ્ચિત છે તેથી તે સંશયનું કારણ નથી.] (જાઓ, શ્રી પ્રવચનસાર-ગાથા ૧૧પ ની ટીકા, મોક્ષશાસ્ત્ર-ગુ અ ૪ નો ઉપસંહાર અને સ્વામી
કાર્તિકયાનુપ્રેક્ષા-ગા. ૩૧૧-૧ર નો ભાવાર્થ.) પ્ર. ૧૧૧ સિદ્ધ ભગવાનને કોઈ અપેક્ષાએ સુખનું પ્રગટપણું
અને કોઈ અપેક્ષાએ દુઃખનું પ્રગટપણું માનવું તે અનેકાન્ત સિદ્ધાંત પ્રમાણે બરોબર છે? ઉ. ના; કારણકે વાસ્તવમાં ગુણ અને પર્યાય-એ બન્નેમાં ગૌણ
અને મુખ્ય વ્યવસ્થાની અપેક્ષાએ જ અનેકાન્ત પ્રમાણ માનવામાં આવ્યું છે; સુખ અને દુઃખ એ બન્ને પર્યાય છે. તેથી પર્યાયરૂપથી તેમનું (સુખ-દુઃખનું) વૈત ભગવાનને બની શકતું નથી. ભગવાનને પર્યાયમાં દુઃખ છે જ નહિ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #338
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૭૭) જે કાંઈ હોય તેમાં જ અનેકાન્ત લાગુ પડી શકે.
(જુઓ, પંચાધ્યાયી ભા. ૨, ગા. ૩૩૩ થી ૩૩૫) પ્ર. ૧૧ર-પર્યાયમાં ક્રમબદ્ધ અને અક્રમબદ્ધ-એવું માનવું તે
અનેકાન્તસિદ્ધાન્ત પ્રમાણે બરોબર છે? ઉ. ના; પર્યાય ક્રમબદ્ધ જ હોય છે, અક્રમબદ્ધ હોતા જ નથી,
એ અનેકાન્ત છે. પંચાધ્યાયી ભા. ૨. ગા. ૩૩૪ પ્રમાણે
ગુણો અક્રમ છે અને પર્યાયો ક્રમબદ્ધ જ છે. પ્ર. ૧૧૩-અનેકાન્ત શું બતાવે છે? ઉ. ૧. “અનેકાન્ત વસ્તુને પરથી અસંગ બતાવે છે.
અસંગપણાની સ્વતંત્ર શ્રદ્ધા તે અસંગપણાની ખીલવટનો
ઉપાય છે, પરથી જુદાપણું તે વસ્તુનો સ્વભાવ છે. ૨. અનેકાન્ત વસ્તુને સ્વપણે છે અને પરપણે નથી' એમ
બતાવે છે. પરપણે આત્મા નથી, તેથી પરવસ્તુનું કાંઈ પણ કરવા આત્મા સમર્થ નથી; અને પરવસ્તુ ન હોય તેથી આત્મા દુઃખી પણ નથી.
“તું તારાપણે છો' તો પરપણે નથી, અને પરવસ્તુ અનુકૂળ હોય કે પ્રતિકુળ હોય તેને ફેરવવા તું સમર્થ નથી. બસ! આટલું નક્કી કર તો શ્રદ્ધા, જ્ઞાન
અને શાંતિ તારી પાસે જ છે. ૩. અનેકાંત, વસ્તુને સ્વપણે સત્ બતાવે છે. સને
સામગ્રીની જરૂર નથી. સંયોગની જરૂર નથી, પણ સને સના નિર્ણયની જરૂર છે કે “સપણે છું, પરપણે નથી.” ૪. અનેકાન્ત વસ્તુને એક-અનેક સ્વરૂપ બતાવે છે. ‘એક’
કહેતાં જ અનેકની અપેક્ષા આવી જાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #339
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૭૮) તું તારામાં એક છો અને તારામાં જ અનેક છો. તારા ગુણ- પર્યાયથી અનેક છો, વસ્તુથી એક છો. ૫. અનેકાન્ત, વસ્તુને નિત્ય-અનિત્ય સ્વરૂપ બતાવે છે. પોતે નિત્ય છે અને પોતે જ પર્યાયે અનિત્ય છે; તેમાં જે તરફની રુચિ તે તરફનો પલટો (પરિણામ) થાય. નિત્ય વસ્તુની રુચિ કરે તો નિત્ય ટકનારી એવી વીતરાગતા થાય એ અનિત્ય એવા પર્યાયની રુચિ કરે
તો ક્ષણિક રાગ-દ્વેષ થાય. ૬. અનેકાન્ત દરેક વસ્તુની સ્વતંત્રતા જાહેર કરે છે. વસ્તુ
સ્વથી અને પરથી નથી–એમ કહ્યું તેમાં “સ્વઅપેક્ષાએ દરેક વસ્તુ પરિપૂર્ણ જ છે” એ આવી જાય છે. વસ્તુને પરની જરૂર નથી, પોતાથી જ પોતે સ્વાધીન
પરિપૂર્ણ છે. ૭. અનેકાન્ત એકેક વસ્તુમાં અસ્તિ-નાસ્તિ આદિ બે વિરુદ્ધ શક્તિઓ બતાવે છે. એક વસ્તુમાં વસ્તુપણાની નીપજાવનારી બે વિરુદ્ધ શક્તિઓ થઈને જ તત્ત્વની પૂર્ણતા છે; એવી બે વિરુદ્ધ શક્તિઓનું હોવું તે વસ્તુનો સ્વભાવ છે.”
(મોક્ષશાસ્ત્ર ગુ. અ. ૪ નો ઉપસંહાર) પ્ર. ૧૧૪-સાધક જીવને અસ્તિ-નાસ્તિ જ્ઞાનથી શું લાભ થાય ? ઉ. “જીવ સ્વરૂપ છે અને પરરૂપને નથી” , એવી અનાદિ વસ્તુ સ્થિતિ હોવા છતાં, “જીવ અનાદિ અવિધાના કારણે શરીરને પોતાનું માને છે અને તેથી શરીર ઊપજતાં પોતે ઊપજ્યો તથા શરીરનો નાશ થતાં પોતાનો નાશ થાય એમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #340
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૭૯) માને છે. આમ તેને “જીવ તત્ત્વ' ની અને “અજીવ તત્ત્વ'ની વિપરીત શ્રદ્ધા હોય છે.
આ વિપરિત શ્રદ્ધાને કારણે જીવ શરીરનું કરી શકેહુલાવી-ચલાવી–ઉઠાડી-સુવડાવી શકે, શરીરની સંભાળ કરી શકે-એવી માન્યતા કરે છે; જીવતત્ત્વ સંબંધી આ ઊંધી શ્રદ્ધા અસ્તિ-નાસ્તિ ભંગના યથાર્થ જ્ઞાનવડ ટળે છે.
શરીર સારું હોય તો જીવને લાભ થાય, ખરાબ હોય તો નુકશાન થાય, શરીર સારું હોય તો જીવ ધર્મ કરી શકે, ખરાબ હોય તો ધર્મ ન કરી શકે એ વગેરે પ્રકારે તે અજીવ તત્ત્વ સંબંધી ઊંધી શ્રદ્ધા કર્યા કરે છે. તે ભૂલ પણ અસ્તિ-નાસ્તિ ભંગના યથાર્થ જ્ઞાનવડે ટળે છે.
જીવ જીવથી અતિરૂપે છે અને પરથી અતિરૂપે નથી પણ નાસિરૂપે છે-એમ જ્યારે યથાર્થપણે જ્ઞાનમાં નક્કી કરે છે ત્યારે દરેક તત્ત્વ યથાર્થપણે ભાસે છે; તેમ જ જીવ પરદ્રવ્યોને સંપૂર્ણપણે અકિંચિત્થર છે તથા પરદ્રવ્યો જીવને સંપૂર્ણપણે અકિંચિત્કર છે; કેમકે એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે નાસ્તિ છે.-આમ ખાતરી થાય છે અને તેથી જીવ પરાશ્રયી પરાવલંબીપણું મટાડી સ્વાશ્રયી-સ્વાવલંબી થાય છે. તે જ ધર્મની શરૂઆત છે.
જીવનો પર સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ કેવો છે તેનું જ્ઞાન આ બે ભંગો વડે કરી શકાય છે. નિમિત્ત તે પરદ્રવ્ય હોવાથી નૈમિત્તિક જીવને કાંઈ કરી શકે નહિ. માત્ર આકાશપ્રદેશે એકત્રાવગાહરૂપે કે સંયોગ-અવસ્થા રૂપે હાજર હોય; પણ નૈમિત્તિક તે નિમિત્તથી પર છે અને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #341
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ ડર )
સ્વરૂપ છે. એ
સૂત્રમાં સ્યાદવાદ
(20) નિમિત્ત તે નૈમિત્તિકથી પર છે, તેથી એકબીજાને કાંઈ કરી શકે નહિ. નૈમિત્તિકના જ્ઞાનમાં નિમિત્ત પરયરૂપે જણાય છે.”
(મોક્ષશાસ્ત્ર ગુ-અ. ૪ નો ઉપસંહાર) પ્ર. ૧૧૫-અર્પિત અને અનર્પિત કથનદ્વારા અનેકાન્ત સ્વરૂપ
કેવી રીતે સમજાય છે? ઉ. મર્પિતાનર્ષિતસિદ્ધા
(તત્ત્વાર્થસૂત્ર અ. ૫, સૂ. –૩૨) ૧. “દરેક વસ્તુ અનેકાન્ત સ્વરૂપ છે. એ સિદ્ધાંત આ
સૂત્રમાં સ્યાદ્વાદ દ્વારા કહ્યો છે. નિત્યતા અને અનિત્યતા પરસ્પર વિરુદ્ધ ધર્મો હોવા છતાં તેઓ વસ્તુને નીપજાવનારા છે, તેથી તે દરેક દ્રવ્યમાં હોય જ. તેનું કથન મુખ્ય-ગૌણપણે થાય છે, કેમકે બધા ધર્મો એકી સાથે કહી શકાતા નથી. જે વખતે જે ધર્મ સિદ્ધ કરવો હોય તે વખતે તેની મુખ્યતા લેવાય છે. તે મુખ્યતા-પ્રધાનતાને “અર્પિત” કહેવામાં આવે છે અને તે વખતે જે ધર્મ ગૌણ રાખ્યા હોય તેને “અનર્ષિત' કહેવામાં આવે છે. અનર્પિત રાખેલ ધર્મ તે વખતે કહેવામાં આવ્યા નથી, તોપણ વસ્તુમાં તે ધર્મો રહેલા
છે એમ જ્ઞાની જાણે છે. ૨. જે વખતે દ્રવ્યની અપેક્ષાએ દ્રવ્યને નિત્ય કહ્યું તે જ
વખતે, તે પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. માત્ર તે વખતે અનિત્યતા” કહી નથી પણ ગર્ભિત રાખી છે. તેમજ જ્યારે પર્યાયની અપેક્ષાએ દ્રવ્યને અનિત્ય કહ્યું તે જ વખતે તે દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે, માત્ર તે વખતે “નિત્યતા” કહી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #342
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮૧) નથી (ગર્ભિત રાખી છે); કારણકે બન્ને ધર્મો એકી
સાથે કહી શકાતા નથી. ૩. “એક વસ્તુમાં વસ્તુપણાની નીપજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું તે અનેકાન્ત છે. ” “જેમ કે, જે વસ્તુ સત્ છે તે જ અસત્ છે અર્થાત્ જે અતિ છે તે નાસ્તિ છે; જે એક છે તે જ અનેક છે. જે નિત્ય છે તે જ અનિત્ય છે,” વગેરે.
(જુઓ, સમયસાર-કલશ ૨૪૭ નો ભાવાર્થ)
[ શાસ્ત્રમાં કોઈપણ કથન કર્યું હોય તેના નીચે પ્રમાણે અર્થો કરવા -
પ્રથમ શબ્દાર્થ કરીને તે કથન કયા નયે કર્યું છે તે નક્કી કરવું તેમાં જે કથન જે નયે કર્યું હોય તે કથન તે “અર્પિત” છે એમ સમજવું અને સિદ્ધાંત અનુસાર ગૌણપણે બીજા જે ભાવ તેમાં ગર્ભિતપણે આવી જાય છે તે ભાવ જો કે ત્યાં શબ્દોમાં કહ્યા નથી તો પણ તે ભાવ પણ ગર્ભિતપણે કહ્યા છે એમ સમજી લેવું, આ અનર્પિત કથન છે.
આ પ્રમાણે અર્પિત અને અનર્પિત-બને પડખાંને સમજીને જે જીવ અર્થ કરે તે જ જીવને પ્રમાણ અને નયનું સત્ય જ્ઞાન થાય. જો બન્ને પડખાં યથાર્થ ન સમજે તો તેનું જ્ઞાન અજ્ઞાનરૂપે પરિણમ્યું છે, તેથી તેનું જ્ઞાન અપ્રમાણ અને કુનયરૂપ છે.........)
જુઓ, મોક્ષશાસ્ત્ર-ગુ. અ ૫ સૂ. ૩ર ની ટીકા) પ્ર. ૧૧૬-એક જ દ્રવ્યમાં નિત્યતા અને અનિત્યતા એ બન્ને
વિરુદ્ધ ધર્મો કેવી રીતે રહે છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #343
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
(૮૨ )
પ્ર. ૧૧૬–“વિવક્ષિત અને અવિવક્ષિત રૂપે એક જ દ્રવ્યમાં નાના (ભિન્ન ) ધર્મો રહે છે. વક્તા જે ધર્મને કહેવાની ઈચ્છા કરે છે તેને અર્પિત-વિવક્ષિત કહે છે, અને વક્તા તે સમયે જે ધર્મને કહેવા ઇચ્છતો નથી તે અનર્પિતઅવિવક્ષિત છે; જેમકે:- વક્તા જો દ્રવ્યાર્થિક નયથી વસ્તુનું પ્રતિપાદન કરશે તો ‘નિત્યતા ’ વિવક્ષિત કહેવાશે, અને જો તે પર્યાયાર્થિક નયથી પ્રતિપાદન કરશે તો ‘ અનિત્યતા ’ વિવક્ષિત છે. જે સમયે કોઈ પદાર્થને દ્રવ્યની અપેક્ષાએ ‘નિત્ય ’ કહેવાઈ રહ્યો છે તે સમયે તે પદાર્થ પર્યાયની અપેક્ષાએ અનિત્ય પણ છે, પિતા, પુત્ર, મામા, ભાણેજ આદિની માફક એક જ પદાર્થમાં અનેક ધર્મ રહેવા છતાં પણ વિરોધ આવતો નથી.
7,
(તત્ત્વાર્થસૂત્ર-હિન્દી, અનુવાદક પં. પન્નાલાલજી, અ. ૫. સૂત્ર ૩૨ નો અર્થ )
પ્ર. ૧૧૭–‘આત્મા સ્વચતુષ્ટયથી છે અને ૫૨ચતુષ્ટયથી નથી ’– તે અનેકાન્ત-સિદ્ધાંત ઉપરથી શું સમજવું ?
ઉ. ૧. કોઈ આત્મા કે તેનો પર્યાય પરનું કાંઈ કરી શકે નહિ, કરાવી શકે નહિ. અસર, પ્રભાવ, પ્રેરણા, મદદ, લાભ, નુકશાન વગેરે કાંઈ કરી શકે નહિ, કારણ કે દરેક વસ્તુ ૫૨ વસ્તુની અપેક્ષાએ અવસ્તુ છે, એટલે કે તે અદ્રવ્ય, અક્ષેત્ર, અકાલ, અને અભાવરૂપે છે. દરેક દ્રવ્યનો પર્યાય બીજા દ્રવ્યના પર્યાય પ્રત્યે નિમિત્તરૂપ હોય પણ તેથી તે પરદ્રવ્યના પર્યાયને અસર વગેરે કાંઈ કરી શકે નહિ. ૨. આ સિદ્ધાંત છયે દ્રવ્યોને લાગુ પડે છે. એક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #344
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮૩) પરમાણુ પણ બીજા પુદ્ગલોનું-પુદ્ગલના પર્યાયોનું કે બાકીના કોઈ દ્રવ્યોનું કાંઈ કરી-કરાવી શકે નહિ કે
અસર વગેરે કાંઈ કરી શકે નહિ. ૩. આવો સ્વતંત્ર વસ્તુસ્વભાવ જે સમજે તે જ સ્વપરનો
ભેદવિજ્ઞાની થઈ, સ્વસમ્મુખ થઈ નિશ્ચિતપણે અંતરંગ
સુખનો સાચો ઉપાય કરી શકે. પ્ર. ૧૧૮-જીવ અને શરીરમાં અનેકાંત શી રીતે લાગુ પડે છે? ઉ. આ સંબંધમાં શ્રી પ્રબોધસાર (શ્રાવકાચાર) ની ગાથા ૧૬૮ (પા. ૧૪૪) માં નીચે પ્રમાણે કહ્યું છેઃ
परद्रव्यं परद्रव्यं स्वद्रव्यं द्रव्यमात्मनः सम्बन्धोऽपि तयोर्नास्ति यथायं सह्यविन्ध्ययोः।। અર્થ:- પરદ્રવ્ય સદા પરદ્રવ્ય જ રહે છે, અને સ્વદ્રવ્ય સદા સ્વદ્રવ્ય જ રહે છે, સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય-બન્નેને કાંઈ પણ સંબંધ નથી; જેમ સહ્ય પર્વત અને વિંધ્ય પર્વતને પરસ્પર કાંઈ સંબંધ નથી.
ભાવાર્થ- જેમ સહ્યાદ્ધિ અને વિંધ્યાદ્રિ બને પર્વત સર્વથા ભિન્ન ભિન્ન છે, તેમને પરસ્પર કોઈ સંબંધ નથી, તેમ આત્મા અને શરીરાદિક પરદ્રવ્ય બને સર્વથા ભિન્ન છે. તેમને પરસ્પર કોઈપણ પ્રકારનો સંબંધ નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #345
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રકરણ દશમું
મોક્ષમાર્ગ અધિકાર પ્ર. ૧૧૯-(૧) કાળલબ્ધિ, (૨) ભવિતવ્ય (નિયત), (૩)
કર્મના ઉપશમાદિ, (૪) પુરુષાર્થપૂર્વક ઉદ્યમ-આમાંથી કયા
કારણ વડે મોક્ષનો ઉપાય બને છે? ઉ. ૧. મોક્ષનો ઉપાય થવામાં પાંચ બાબતો એકી સાથે હોય
છે, એટલે કે જીવ જ્યારે પોતાના જ્ઞાયકસ્વભાવ સન્મુખ થઈ પુરુષાર્થ કરે ત્યારે કાળલબ્ધિ, ભવિતવ્ય અને અકર્મની ઉપશમાદિ અવસ્થા-એ પાંચે બાબતો ધર્મ કરનારને એકી સાથે હોય છે. તેથી તેને પાંચ સમવાય
(મેળાપ, એકઠાપણું) કહે છે. ૨. શ્રી સમયસાર નાટક-સર્વવિશુદ્ધદ્વાર (પૃ. ૩૩૫) માં કહ્યું છે કે આ પાંચને સર્વાગી માનવા તે શિવમાર્ગ છે, અને કોઈ એકને જ માનવું તે પક્ષપાત હોવાથી
મિથ્યામાર્ગ છે. પ્ર. ૧૨૦-કાળલબ્ધિ શું છે? ઉ. તે કોઈ વસ્તુ જ નથી પણ જે કાળમાં કાર્ય બને તે જ
કાળલબ્ધિ છે. (મોક્ષમાર્ગ પ્રકાશક પૃ. ૩૧૧) પ્ર. ૧૨૧-કાળલબ્ધિ કયા દ્રવ્યમાં હોય છે? ઉ. છયે દ્રવ્યોમાં દરેક સમયે હોય છે. તે સંબંધમાં શ્રી
કાર્તિકેયાનુપ્રેક્ષા ગાથા ૨૧૯માં કહ્યું છે કેकालाइलद्धिजुता णाणासतीहिं संजुदा जत्था। परिणममाणा हि सयं ण सक्कदे को वि वारे,।। २१९ ।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #346
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮૫). અર્થ- બધાય પદાર્થો કાળાદિ લબ્ધિ સહિત, અનેક પ્રકારની શક્તિસહિત છે, તેમ જ સ્વયં પરિણમન કરે છે, તેને તેમ પરિણમન કરતાં રોકવા કોઈ સમર્થ નથી.
ભાવાર્થ- બધાં દ્રવ્યો પોતપોતાના પરિણામરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ સામગ્રીને પામીને પોતે જ ભાવરૂપે પરિણમે છે. તેને કોઈ અટકાવી શકતું નથી. ૧. અહીં કાળાદિ લબ્ધિમાં કાળલબ્ધિનો અર્થ સ્વકાળની
પ્રાપ્તિ થાય છે. ૨. દ્રવ્યસ્વભાવ સન્મુખ થયેલો વર્તમાન પુરુષાર્થ તે ક્ષણિક
ઉપાદાન છે. ૩. (પર) કાળલબ્ધિ તે નિમિત્ત છે અને જો સ્વકાળલબ્ધિ
ગણવામાં આવે તો તે ક્ષણિક ઉપાદાન છે. ૪. ભવિતવ્ય અથવા નિયતિ તે તે સમયની યોગ્યતા છે,
તે પણ ક્ષણિક ઉપાદાન છે. ૫. કર્મ તે દ્રવ્યકર્મની અવસ્થા નિમિત્ત છે, અને જો કર્મના
આશ્રયે ન પરિણમવારૂપ જીવનો ભાવ લેવામાં આવે
તો તે ક્ષણિક ઉપાદાન છે. પ્ર. ૧રર-કાળલબ્ધિ પાકશે ત્યારે જ ધર્મ થશે-એ માન્યતા
બરાબર છે? ઉ. એ માન્યતા મિથ્યા છે, કેમકે તેમ માનનાર જીવે પોતાનો
જ્ઞાયકસ્વભાવ, પુરુષાર્થ આદિ પાંચ સમવાયને એકી સાથે માન્યા નહિ પરંતુ એક કાળનેજ માન્યો. તેથી તે માન્યતાવાળાને એકાંત કાળવાદી ગૃહીત મિથ્યાષ્ટિ કહ્યા છે.
(ગોમ્મસાર કર્મકાંડ ગાથા ૮૭૯)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #347
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮૬) પ્ર. ૧૨૩-જગતમાં બધું ભવિતવ્ય (નિયતિ) આધીન છે, તેથી
ધર્મ થવાનો હશે ત્યારે થશે-એ માન્યતા બરાબર છે? ઉ. ના; કેમકે તેમ માનનાર જીવે પોતાનો જ્ઞાયકસ્વભાવ, પુરુષાર્થ આદિ પાંચ સમવાયને એકી સાથે માન્યા નહિ પરંતુ એકલા ભવિતવ્યને જ માન્યું, તેથી તે માન્યતાવાળાને શાસ્ત્રમાં એકાંત નિયતિવાદી ગૃહીત મિથ્યાષ્ટિ કહ્યા છે.
(ગોમ્મદસાર કર્મકાંડ. ગાથા ૮૮૨.) પ્ર. ૧૨૪-પાંચેય સમવાયમાં દ્રવ્ય-ગુણ-પર્યાય કોણ કોણ છે? ઉ. સામાન્ય જ્ઞાયકસ્વભાવ તે દ્રવ્ય અને બાકીના ચાર પર્યાય છે. પ્ર. ૧૨૫- જ્યાંસુધી દર્શનમોહકર્મ માર્ગ ન આપે ત્યાં સુધી
સમ્યગ્દર્શન ન થાય-એ માન્યતા બરાબર છે? ઉ. ના; એ માન્યતા મિથ્યા છે, કેમકે તે જીવે પુરુષાર્થ વડે
જ્ઞાયકસ્વભાવી આત્માની સન્મુખ થઈને એકી સાથે પાંચ સમવાય માન્યા નથી; તે તો માત્ર કર્મની ઉપશમાદિ અવસ્થાને જ માને છે. તેથી તેવા વિપરીત માન્યતાવાળા જીવને એકાંત કર્મવાદી (દેવાવાદી) ગૃહત-મિથ્યાદષ્ટિ કહ્યો છે.
(ગોમટસાર કર્મકાંડ, ગાથા ૮૯૧) પ્ર. ૧૨૬–ત્યારે મોક્ષના ઉપાય માટે શું કરવું? ઉ. જિનેશ્વરદેવના ઉપદેશ અનુસાર પુરુષાર્થપૂર્વક યથાર્થ ઉપાય
કરવો. કેમકે, જે જીવ પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને તો સર્વ કારણો મળે છે અને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે. કાળલબ્ધિ, ભવિતવ્ય અને ઉપદેશાદિ કારણો મેળવવા પડતાં નથી; પણ જે જીવ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #348
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮૭) પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને તો સર્વ કારણો મળે છે અને જે ઉપાય કરતો નથી તેને તો કોઈપણ કારણો મળતાં નથી અને તેથી ધર્મની પ્રાપ્તિ પણ થતી નથી-એવો નિશ્ચય કરવો.
વિશેષ એમ છે કે જીવને કાળલબ્ધિ, ભવિતવ્ય કર્મનાં ઉપશમાદિક મેળવવાના હોતા નથી, પણ જ્યારે જીવ સ્વભાવ સન્મુખ પુરુષાર્થ કરે છે ત્યારે તે કારણો આવી મળે છે.
વળી, કર્મનાં ઉપશમાદિક તો પુદ્ગલના પર્યાય છે, તેનો કર્તા-હર્તા આત્મા નથી, પણ આત્મા જ્યારે યથાર્થ પુરુષાર્થ કરે છે ત્યારે કર્મનાં ઉપશમાદિ સ્વર્ય થઈ જાય છે. કર્મના ઉપશમાદિક છે તે તો પુદગલની શક્તિ છે, તેનો કર્તા-હર્તા આત્મા નથી.
જીવનું કર્તવ્ય તો તત્ત્વનિર્ણયનો અભ્યાસ જ છે. તે કરે ત્યારે દર્શનમોહનો ઉપશમ સ્વયં થાય છે, પણ કર્મની
અવસ્થામાં જીવનું કાંઈ કર્તવ્ય નથી. પ્ર. ૧૨૭-જો પુરુષાર્થથી જ ધર્મ થાય છે તો દ્રવ્યલિંગી મુનિએ
મોક્ષને અર્થે ગૃહસ્થપણું છોડી ઘણો પુરુષાર્થ તો કર્યો છતાં
તેને કાર્યસિદ્ધિ કેમ ન થઈ ? ઉ. તેણે ઊંધો પુરુષાર્થ કર્યો છે. અન્યથા પુરુષાર્થ કરી મોક્ષનું
ફળ ઈચ્છે પણ તેથી કેવી રીતે ફળસિદ્ધિ થાય? ન જ થાય. વળી તપશ્ચરણાદિ વ્યવહારસાધનમાં અનુરાગી થઈ પ્રવર્તવાનું ફળ તો શાસ્ત્રમાં શુભબંધ કહ્યો છે, અને દ્રવ્યલિંગી મુનિ વ્યવહાર સાધનથી ધર્મ થશે એમ માની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #349
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮૮) તેમાં અનુરાગી થાય છે અને તેનાથી મોક્ષ ઈચ્છે છે, તે કેવી રીતે બને?
વ્યવહાર સાધન કરતાં કરતાં નિશ્ચયધર્મ થાય એમ માનવું છે તો એક ભ્રમ છે. પ્ર. ૧૨૮-હજારો શાસ્ત્રોનો અભ્યાસ કરે, વ્રતાદિ પાળે, તોપણ દ્રવ્યલિંગી મિથ્યાષ્ટિને સ્વ-પરના સ્વરૂપનો યથાર્થ નિર્ણય
કેમ થતો નથી. ઉ. ૧. તે જીવ તેના જ્ઞાનમાંથી કારણવિપરીતતા, સ્વરૂપ
વિપરીતતા અને ભેદભેદવિપરીતતાને ટાળતો નથી; તેથી તેને સ્વ-પરના સ્વરૂપનો સાચો નિર્ણય થતો
નથી. ૨. તત્ત્વજ્ઞાનનો તેને અભાવ હોવાથી તેના શાસ્ત્રજ્ઞાનને
અજ્ઞાન કહે છે. ૩. પોતાનું પ્રયોજન સાધતું નથી માટે તેને જ કુશાન કહે
છે.
૪. પ્રયોજન જીવાદિ તત્ત્વોનો યર્થાથ નિર્ણય કરવામાં તે
જ્ઞાન લાગતું નથી એ જ જ્ઞાનમાં દોષ થયો. તેથી તે જ જ્ઞાનને મિથ્યાજ્ઞાન કહ્યું છે.
(મોક્ષમાર્ગ પ્રકાશક-પૃષ્ટ ૯૧-૯૨) પ્ર. ૧૨૯-કારણવિપરીતતા કોને કહું છો? ઉ. જેને તે જાણે છે તેના મૂળ કારણને તો ન ઓળખે અને
અન્યથા કારણ માને તે કારણવિપરીતતા છે. પ્ર. ૧૩૦-સ્વરૂપવિપરીતતા કોને કહે છે? ઉ. જેને તે જાણે છે તેના મૂળ વસ્તુસ્વરૂપને તો ન ઓળખે
અને અન્યથા સ્વરૂપ માને તે સ્વરૂપવિપરીતતા છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #350
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮૯) પ્ર. ૧૩૧ભેદાભદવિપરીતતા કોને કહે છે? ઉ. જેને તે જાણે છે તેને “એ આનાથી ભિન્ન છે તથા એ
આનાથી અભિન્ન છે” એમ યથાર્થ ન ઓળખતાં અન્યથા ભિન્ન-અભિન્નપણે માને તે ભેદભેદવિપરીતતા છે. (મોક્ષમાર્ગ પ્રકાશક-હિન્દી, દિલ્હી પ્રકાશિત પૃ. ૧ર૩
ગુજરાતી આવૃત્તિ-પૃષ્ટ ૮૯ ) પ્ર. ૧૩ર-નિમિત્ત અને ઉપાદાન બન્ને ભેગા મળીને કાર્ય કરે
છે એમ જાણે તેના જ્ઞાનમાં શો દોષ છે? ઉ. ૧. મૂળ (ખરું) કારણ તો ઉપાદાન છે, તેને તેણે આળખું
નહિ, અને નિમિત્ત-ઉપાદાન બન્નેને મૂળ કારણપણે જાણ્યાં, તેથી તેને કારણવિપરીતતા થઈ. ૨. ઉપાદાન પોતાનું કાર્ય કરે ત્યારે ઉચિત નિમિત્ત સ્વયં
ઉપસ્થિત હોય છે; તેથી નિમિત્તને ઉપાચારમાત્ર કારણ કહેવામાં આવે છે એવા સ્વરૂપને તેણે ન ઓળખ્યું એટલે ઉપાદાન-નિમિત્તના મૂળભૂત વસ્તુસ્વરૂપને ન
ઓળખું, તેથી તેને સ્વરૂપવિપરીતતા થઈ. ૩. દરેક દ્રવ્ય હંમેશાં પોતાનું કાર્ય કરી શકે છે અને પરનું કાર્ય કરી શકે નહિ એવી ભિન્નતા ન માનતાં ઉપાદાન અને નિમિત્ત બન્ને મળીને કાર્ય કરે એમ માન્યું, તેથી
બન્નેની અભિન્નતાને લીધે તેને ભેદભેદવિપરીતતા થઈ. પ્ર. ૧૩૩-દ્રવ્યલિંગી મિથ્યાષ્ટિમુનિની ધર્મસાધનામાં અન્યથા
પણું શું છે? ઉ. દ્રવ્યલિંગી મુનિ, વિષયસુખાદિનાં ફળ નરકાદિ છે, શરીર
અશુચિમય છે, વિનાશીક છે, પોષણ કરવા યોગ્ય નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #351
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯૦) તથા કુટુંબાદિક સ્વાર્થનાં સગાં છે-ઈત્યાદિ પરદ્રવ્યોના દોષ વિચારી, તેનો તો ત્યાગ કરે છે; તથા વ્રતાદિનું ફળ સ્વર્ગમોક્ષ છે, તપશ્ચરણાદિ પવિત્ર ફળના આપનારાં છે, એ વડે શરીર શોષણ કરવા યોગ્ય છે તથા દેવ-ગુરુ-શાસ્ત્રાદિ હિતકારી છે-ઈત્યાદિ પરદ્રવ્યોનો ગુણ વિચારી તેને જ અંગીકાર કરે છે.
ઈત્યાદિ પ્રકારથી કોઈ પરદ્રવ્યોને બૂરા જાણી અનિષ્ટરૂપ શ્રદ્ધાન કરે છે તથા કોઈ પરદ્રવ્યોને ભલાં જાણી ઈષ્ટરૂપ શ્રદ્ધાન કરે છે. હવે, પરદ્રવ્યોમાં ઈષ્ટ-અનિરૂપ શ્રદ્ધાન કરવું એ મિથ્યાત્વ છે. વળી એ જ શ્રદ્ધાનથી તેને ઉદાસીનતા પણ દ્વેષબુદ્ધિરૂપ હોય છે કારણ કે કોઈને બૂરા
જાણવાં તેનું જ નામ હૈષ છે. પ્ર. ૧૩૪-દ્રવ્યલિંગી મુનિ વગેરેને ભ્રમ થાય છે તેનું કારણ
કોઈ કર્મ જ હશે ને? ત્યાં પુરુષાર્થ શો કરે? ઉ. ના; ત્યાં કર્મનો દોષ નથી. સાચા ઉપદેશથી નિર્ણય કરતાં
ભ્રમ દૂર થાય છે. પણ સાચો પુરુષાર્થ કરતો નથી કે જેથી ભ્રમ દૂર થાય. જો નિર્ણય કરવાનો પુરુષાર્થ કરે તો ભ્રમનું નિમિત્તકારણ જે મોહકર્મ તેનો પણ ઉપશમ થાય અને ભ્રમ દૂર થાય. કારણ કે તત્ત્વનિર્ણય કરતાં પરિણામોની વિશુદ્ધતા થાય છે અને મોહનાં સ્થિતિ અનુભાગ પણ ઘટે છે.
(મોક્ષમાર્ગ પ્રકાશક-પૃષ્ટ-૩૧૨) પ્ર. ૧૩પ-સમ્યગ્દર્શન પ્રગટ ન થવામાં નિમિત્તકારણ દર્શનમોહું
છે અને ચારિત્ર પ્રગટ ન થવામાં નિમિત્તકારણ ચારિત્રમોહ છે–તેનો અભાવ થયા વિના જીવ ધર્મ કેમ કરી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #352
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯૧) શકે? માટે ધર્મ ન થવામાં જડ કર્મનો દોષ છે ને? ઉ. ના; પોતાના ઊંધા પુરુષાર્થનો જ દોષ છે. જો સવળા પુરુષાર્થપૂર્વક તત્ત્વનિર્ણય કરવામાં ઉપયોગ લગાવે તો સ્વયમેવ મોહનો અભાવ થાય છે અને મોક્ષના ઉપાયનો પુરુષાર્થ બને છે; તેથી પ્રથમ જ તત્ત્વનો નિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાનો પુરુષાર્થ કરવો અને ઉપદેશ પણ એ જ પુરુષાર્થ અર્થે આપવામાં આવે છે, અને એ પુરુષાર્થથી મોક્ષના ઉપાયના પુરુષાર્થની સિદ્ધિ આપોઆપ થાય છે.
તત્ત્વનિર્ણય કરવામાં કર્મનો કાંઈ પણ દોષ નથી પણ જીવનો જ દોષ છે. જે જીવ કર્મનો દોષ કાઢે છે તે પોતાનો દોષ હોવા છતાં કર્મ ઉપર દોષ નાંખે છે-એ અનીતિ છે. શ્રી સર્વજ્ઞભગવાનની આજ્ઞા માને તેને એવી અનીતિ હોઈ શકે નહિ. જેને ધર્મ કરવો રુચતો નથી તે જ આવું જાડું બોલે છે. જેને મોક્ષસુખની સાચી અભિલાષા છે તે આવી જાઠી યુક્તિ બનાવે નહિ.
જીવનું કર્તવ્ય તો તત્ત્વજ્ઞાનનો અભ્યાસ જ છે અને તેનાથી જ દર્શનમોહનો ઉપશમ સ્વયં થાય છે. દર્શનમોહના ઉપશમાદિમાં જીવનું કર્તવ્ય કાંઈ નથી. વળી ત્યારપછી જેમ જેમ જીવ સ્વસમ્મુખતા વડે વીતરાગતા વધારે છે તેમ તેમ તેને ચારિત્રમોહનો અભાવ થાય છે અને તેમ થતાં તે જીવને નગ્ન દિગંબરદશા, ૨૮ મૂલગુણ અને ભાવલિંગી મુનિપણું પ્રગટ થાય છે. તે દશામાં પણ જીવ પોતાના જ્ઞાયકસ્વભાવમાં રમણતારૂપ પુરુષાર્થ વડે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #353
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes
(૯૨)
ધર્મપરિણતિને વધારે છે, ત્યાં પરિણામ સર્વથા શુદ્ધ થતાં કેવળજ્ઞાન અને મોક્ષદશારૂપ સિદ્ધરૂપ પામે છે.
પ્ર. ૧૩૬-જેને જાણવાથી મોક્ષમાર્ગની પ્રવૃત્તિ થાય તેવું અવશ્ય જાણવાયોગ્ય પ્રયોજનભૂત શું શું છે?
ઉ. સર્વ પ્રથમ
૧. હૈય-ઉપાદેય તત્ત્વોની પરીક્ષા કરવી.
૨. જીવાદિ દ્રવ્યો વા સાત તત્ત્વો તથા સુદેવ-ગુરુ-ધર્મને ઓળખવાં.
૩. ત્યાગવાયોગ્ય મિથ્યાત્વ-રાગાદિક તથા ગ્રહણ કરવા યોગ્ય સમ્યગ્દર્શન-જ્ઞાનાદિકનું સ્વરૂપ ઓળખવું.
૪. નિમિત્ત-નૈમિત્તિક આદિને જેમ છે તેમ ઓળખવાં.
–ઇત્યાદિ જેને જાણવાથી મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ થાય તેને અવશ્ય જાણવાં. કેમ કે તે પ્રયોજનભૂત છે. પ્ર. ૧૩૭-દેવ-ગુરુ-ધર્મ તથા સત્શાસ્ત્ર અને તત્ત્વાદિનો નિર્ધા૨ ન કરીએ તો ન ચાલે ?
ઉ. તેના નિર્ધાર વિના કોઈ રીતે મોક્ષમાર્ગ થાય નહિ એવો નિયમ છે.
પ્ર. ૧૩૮-મોક્ષમાર્ગ (ઉપાય ) નિરપેક્ષ છે?
ઉ. હા, ૫૨મ નિરપેક્ષ છે; આ સંબંધી શ્રી નિયમસારની બીજી ગાથાની ટીકામાં કહ્યું છે કેઃ- “નિજ પરમાત્મતત્ત્વના સમ્યક્ શ્રદ્ધાન-જ્ઞાન-આચરણ ( અનુષ્ઠાન ) રૂપ શુદ્ધ રત્નત્રયાત્મકમાર્ગ પરમનિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે. પ્ર. ૧૩૯– ‘પરમનિરપેક્ષ' કહેવાથી એકાંત નથી થઈ જતો ?
,,
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #354
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯૩) ઉ. ના; મોક્ષમાર્ગ પરમ નિરપેક્ષ છે, એ તો સમ્યક એકાંત છે. પ્ર. ૧૪૦- તો મોક્ષમાર્ગને સમ્યક્રઅનેકાંત શી રીતે લાગુ પડે ? ઉ. મોક્ષમાર્ગ પરથી પરમ નિરપેક્ષ છે અને સ્વથી પરમ સાપેક્ષ
છે, તેમ જાણવું તે સમ્યફ અનેકાંત છે. પ્ર. ૧૪૧- દેવાદિક તથા તત્ત્વાદિકનો નિર્ધાર (નિર્ણય) અત્યારે
થઈ શકે ? ઉ. હા; પ્રમાદ છોડી સાચો ઉદ્યમ કરે તો તે બધાનો સાચો નિર્ણય થઈ શકે છે. જો કોઈ તેનું સ્વરૂપ વિરુદ્ધ કહે તો જીવને પોતાને જ તે ભાસી જાય છે.
(મોક્ષમાર્ગ પ્રકાશક-પૃષ્ઠ રર૧-૩૦૪ ) પ્ર. ૧૪૨-પ્રયોજનભૂત તત્ત્વોને જીવ યથાર્થ જાણે-માને તો તેને
શું લાભ થાય? ઉ. જો તેને યથાર્થ જાણે-શ્રદ્ધે તો તેને સાચો સુધાર થાય છે. ' અર્થાત્ તેથી તેને સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. પ્ર. ૧૪૩- જીવને ધર્મ સમજવા માટેનો ક્રમ શો છે? ઉ. ૧. પ્રથમ તો પરીક્ષા વડે કુદેવ, કુગુરુ અને કુધર્મની
માન્યતા છોડી, અરહંતદેવાદિકનું શ્રદ્ધાન કરવું, કારણ કે
એનું શ્રદ્ધાન કરતાં ગૃહીત-મિથ્યાત્વનો અભાવ થાય છે. ૨. પછી જિનમતમાં કહેલાં જીવાદિ તત્ત્વોનો વિચાર કરવો,
તેનાં નામ-લક્ષણાદિ શીખવાં, કારણકે તેના અભ્યાસથી તત્ત્વશ્રદ્ધાનની પ્રાપ્તિ થાય છે. ૩. પછી સ્વ-પરનું ભિન્નપણું જેથી ભાસે તેવા વિચારો કર્યા
કરવા, કારણ કે એ અભ્યાસથી ભેદવિજ્ઞાન થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #355
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯૪)
૪. ત્યાર પછી એક સ્વમાં સ્વપણું માનવા અર્થે સ્વરૂપનો વિચાર કર્યા કરવો, કારણ કે એ અભ્યાસથી આત્મઅનુભવની પ્રાપ્તિ થાય છે.
એ પ્રમાણે અનુક્રમથી તેને અંગીકાર કરી પછી તેમાંથી જ કોઈ વેળા દેવાદિના વિચારમાં, કોઈ વેળા તત્ત્વ વિચારમાં કોઈ વેળા સ્વ-૫૨ના વિચારમાં તથા કોઈ વેળા આત્મવિચારમાં ઉપયોગને લગાવવો. એ પ્રમાણે અભ્યાસથી દર્શનમોહ મંદ થતો જાય છે અને જીવ એ પુરુષાર્થ ચાલુ રાખે તો એ જ અનુક્રમથી તેને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ જાય છે.
(મોક્ષમાર્ગ પ્રકાશક-પૃષ્ઠ ૩૩૦)
પ્ર. ૧૪૪–એ ક્રમ ન સ્વીકારે તો શું થાય ?
ઉ. એ ક્રમનું ઉલ્લંઘન કરે એવા જીવને દેવાદિકની માન્યતાનું પણ કાંઈ ઠેકાણું રહેતું નથી. પોતાને તે જ્ઞાની માને પણ એ બધી ચતુરાઈની વાતો છે; માટે જ્યાં સુધી જીવને સાચા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ક્રમથી ઉ૫૨ કહ્યા પ્રમાણે કાર્ય કરવું જોઈએ.
(મોક્ષમાર્ગ પ્રકાશક પૃ. ૩૨૯) પ્ર. ૧૪૫–સાત તત્ત્વોની યથાર્થ શ્રદ્ધામાં દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા કેવી રીતે આવી જાય છે?
ઉ. ૧. મોક્ષતત્ત્વ સર્વજ્ઞ-વીતરાગસ્વભાવ છે, તેના ધારક શ્રી અરહંત-સિદ્ધ છે તે જ નિર્દોષ દેવ છે, માટે જેને મોક્ષતત્ત્વની શ્રદ્ધા છે તેને સાચા દેવની શ્રદ્ધા છે.
૨. સંવ-નિર્જરા નિશ્ચયરત્નત્રયસ્વભાવ છે, તેના ધારક ભાવલિંગી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #356
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯૫) તે જ નિગ્રંથ-દિગંબર મુનિ ગુરુ છે, માટે જેને સંવરનિર્જરાના સ્વરૂપની સાચી શ્રદ્ધા છે તેને સાચા ગુરુની
શ્રદ્ધા છે. (મોક્ષમાર્ગ પ્રકાશક-૯ મો અધિકાર) ૩. જીવતત્ત્વનો સ્વભાવ રાગાદિ ઘાતરહિત શુદ્ધ ચૈતન્યપ્રાણમય છે, તે સ્વભાવસહિત અહિંસાધર્મ છે, માટે જેને શુદ્ધ જીવતત્ત્વની શ્રદ્ધા છે તેને (નિજ આત્માના) અહિંસા-ધર્મની શ્રદ્ધા છે.
(વિદ્ધજ્જનબોધક ભાગ ૧, પા. ૭૯.) પ્ર. ૧૪૬-સમ્યકત્વ કોને કહે છે? ઉ. ૧. જે ગુણની નિર્મળદશા પ્રગટ થવાથી પોતાના શુદ્ધાત્માનો
પ્રતિભાસ થાય, અખંડ જ્ઞાયકસ્વભાવની પ્રતીતિ થાય. ૨. સાચા દેવ-ગુરુ-ધર્મમાં દઢ પ્રતીતિ થાય. ૩. જીવાદિ સાત તત્ત્વોની યથાર્થ પ્રતીતિ થાય. ૪. સ્વ-પરનું શ્રદ્ધાન થાય. ૫. આત્મશ્રદ્ધાન થાય.
તેને સમ્યકત્વ કહે છે. આ લક્ષણોથી અવિનાભાવ સહિત જે શ્રદ્ધા થાય છે તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. (તે પર્યાયનો ધારક સમ્યકત્વ (શ્રદ્ધા) ગુણ છે, સમ્યગ્દર્શન
અને મિથ્યાદર્શન તેના પર્યાયો છે.) પ્ર. ૧૪૭–સમ્યગ્દર્શન થતાં શ્રદ્ધા કેવી થાય છે? ઉ. હું આત્મા છું, મારે રાગાદિક ન કરવા.
(મોક્ષમાર્ગ પ્રકાશક-પૃ. ૩૧૪.) પ્ર. ૧૪૮–તો પછી સમ્યગ્દષ્ટિ જીવ વિષયાદિકમાં કેમ પ્રવર્તે છે? ઉ. સમ્યગ્દર્શન થયા પછી પણ ચારિત્રગુણનો પર્યાય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #357
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯૬) નબળો હોવાથી જેટલા અંશે ચારિત્રમોહના ઉદયમાં જોડાય છે તેટલા અંશે તેને રાગાદિ થાય છે, પણ તે પરવસ્તુથી રાગાદિનું થવું માનતો નથી. સમ્યગ્દષ્ટિ જીવને દેહાદિ પર
પદાર્થ દ્રવ્યકર્મ તથા શુભાશુભ રાગમાં એકત્વબુદ્ધિ હોતી નથી. પ્ર. ૧૪૯-સમ્યગ્દર્શન થયા પછી દેશચારિત્ર અથવા સકળ
ચારિત્રનો પુરુષાર્થ ક્યારે પ્રગટે છે? ઉ. ધર્મી જીવ પોતાના પુરુષાર્થથી ધર્મકાર્યોમાં તથા વૈરાગ્ય
આદિની ભાવનામાં (એકાગ્રતામાં) જેમ જેમ વિશેષ ઉપયોગને લગાવે છે તેમ તેમ તેના બળથી ચારિત્રમોહ મંદ થતો જાય છે. એ પ્રમાણે યથાર્થ પુરુષાર્થ વધતાં દેશચારિત્ર પ્રગટે છે અને વિશેષ શુદ્ધિ થતાં સકળચારિત્રનો પુરુષાર્થ
પ્રગટ થાય છે. પ્ર. ૧૫૦-સમ્યક્રચારિત્ર પ્રગટ કર્યા પછી ધર્મી જીવ શું કરે છે? ઉ. ૧. એકાકાર નિજ જ્ઞાયકસ્વભાવમાં વિશેષ-વિશેષ રમણતા
કરતાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે. એ રીતે ધર્મપરિણતિની વૃત્તિ અનુસાર શુદ્ધતા વધતી જાય છે અને શુદ્ધતાના પ્રમાણમાં ઘાતિ કર્મોનાં સ્થિતિ-અનુભાગ સ્વયં ઘટે છે અને ક્રમે-ક્રમે આગળ વધતાં પૂર્ણ વીતરાગતા પ્રગટે છે
અને ત્યારે દ્રવ્યમોહકર્મનો પણ સ્વયં નાશ થાય છે. ૨. ત્યારપછી પરિણામ વિશેષ શુદ્ધ થતાં કેવળજ્ઞાન પ્રગટ
થાય છે, ત્યાં ત્રણ ઘાતિકર્મોનો સ્વયં નાશ થાય છે. પછી બાકીના ગુણોના પર્યાયોની પૂર્ણ શુદ્ધતા થતાં અઘાતિ કર્મોનો પણ સ્વયં નાશ થાય છે અને જીવ
સિદ્ધપદને પામે છે. પ્ર. ૧૫૧-નિશ્ચય અને વ્યવહાર એવા-બે પ્રકારનાં સમ્યગ્દર્શન છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #358
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes
(૯૭)
ઉ. ના; સમ્યગ્દર્શન એક જ પ્રકારનું છે, બે પ્રકારનું નથી; પણ તેનું કથન બે પ્રકારે છે. જ્યાં સાચા સમ્યગ્દર્શનનું નિરૂપણ કર્યું છે તે નિશ્ચય સમ્યગ્દર્શન છે તથા જે સમ્યગ્દર્શન તો નથી પણ સમ્યગ્દર્શનનું નિમિત્ત છે અથવા સહચારી છે તેને ઉપચારથી સમ્યગ્દર્શન કહેવાય છે. પણ વ્યવહા૨ સમ્યગ્દર્શનને સાચું સમ્યગ્દર્શન માને તો તે શ્રદ્ધા ખોટી છે; કારણ કે નિશ્ચય અને વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે, અર્થાત સાચું નિરૂપણ તે નિશ્ચય અને ઉપચારનિરૂપણ તે વ્યવહાર છે.
નિરૂપણની અપેક્ષાએ સમ્યગ્દર્શનના બે પ્રકાર કહ્યા છે, પણ એક નિશ્ચયસમ્યગ્દર્શન છે તથા એક વ્યવહા૨સમ્યગ્દર્શન છે-એમ બે સમ્યગ્દર્શન માનવાં તે મિથ્યા છે.
પ્ર. ૧૫૨-નિશ્ચય સમ્યજ્ઞાન અને વ્યવહાર સમ્યગ્નાન-એમ સમ્યજ્ઞાન બે પ્રકારનું છે?
ઉ. ના; સમ્યગ્નાન કાંઈ બે પ્રકારનાં નથી પણ તેનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા સમ્યજ્ઞાનને સમ્યજ્ઞાન કહ્યું છે તે નિશ્ચય સમ્યજ્ઞાન છે; પણ જે સમ્યજ્ઞાન તો નથી પણ સમ્યજ્ઞાનનું નિમિત્ત છે અથવા સહચારી છે તેને ઉપચારથી સમ્યજ્ઞાન કહેવામાં આવે છે; માટે નિશ્ચય વડે જે નિરૂપણ કર્યું હોય તેને સત્યાર્થ માની તેનું શ્રદ્ધાન અંગીકાર કરવું તથા વ્યવહારનય વડે જે નિરૂપણ કર્યું હોય તેને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું.
પ્ર. ૧૫૩-નિશ્ચયચારિત્ર અને વ્યવહારચારિત્ર બે પ્રકારનું છે? ઉ. ના; ચારિત્ર તો કાંઈ બે નથી પણ તેનું નિરૂપણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #359
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯૮) બે પ્રકારે છે. જ્યાં સાચા ચારિત્રને ચારિત્ર નિરૂપણ કર્યું છે તે નિશ્ચય સમ્યક્રચારિત્ર છે, તથા જે સમ્યક્રચારિત્ર તો નથી પણ સમ્યક્રચારિત્રનું નિમિત્ત છે અથવા સહચારી છે તેને ઉપચારથી ચારિત્ર કહીએ છીએ-તે વ્યવહાર સમ્યકચારિત્ર છે. નિશ્ચયનય વડે જે નિરૂપણ કર્યું હોય તેને સત્યાર્થ માની, તેનું શ્રદ્ધાન કરવું અને વ્યવહારનય વડે જે નિરૂપણ
કર્યું હોય તેને અસત્યાર્થ માની, તેનું શ્રદ્ધાન છોડવું. પ્ર. ૧૫૪-જો એમ છે તો જિનમાર્ગમાં બન્ને નયોનું ગ્રહણ
કરવાનું કહ્યું છે તેનું શું કારણ? ઉ. ૧. જિનમાર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયનયની મુખ્યતા
સહિત વ્યાખ્યાન છે તેને તો “સત્યાર્થ-એમ જ છે” એમ જાણવું, તથા કોઈ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે. તેને “એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે” એમ જાણવું અને એ પ્રમાણે જાણવાનું નામ જ બન્ને નયોનું ગ્રહણ છે; પણ બન્ને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી “આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે” એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બન્ને નયો ગ્રહણ કરવા કહ્યા નથી.
(મોક્ષમાર્ગ પ્રકાશક પૃ. ૨૫૬) ૨. શ્રી સમયસાર ગા. ૨૭૬-૨૭૭ ની ટીકામાં કહ્યું છે કે
આચારાંગ આદિ શબ્દશ્રુત તે જ્ઞાન છે, કારણ કે તે (શબ્દકૃત) જ્ઞાનનો આશ્રય છે; જીવ આદિ નવ પદાર્થો દર્શન છે કારણ કે તે (નવ પદાર્થો) દર્શનનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #360
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯૯) આશ્રય છે. અને છ જીવ-નિકાય ચારિત્ર છે કારણ કે તે (છ જીવ-નિકાય ) ચારિત્રનો આશ્રય છે; એ પ્રમાણે વ્યવહાર છે. શુદ્ધ આત્મા જ્ઞાન છે કારણ કે તે (શુદ્ધ આત્મા ) જ્ઞાનનો આશ્રય છે; શુદ્ધ આત્મા દર્શન છે કારણકે તે દર્શનનો આશ્રય છે અને શુદ્ધ આત્મા ચારિત્ર છે કારણ કે તે ચારિત્રનો આશ્રય છે; એ પ્રમાણે નિશ્ચય છે. તેમાં, વ્યવહારનય પ્રતિષેધ્ય અર્થાત નિષેધ્ય છે. કારણ કે આચારાંગ આદિને જ્ઞાનાદિનું આશ્રયપણું અનૈકાન્તિક છે–વ્યભિચારયુક્ત છે; (શબ્દશ્રુત આદિને જ્ઞાન આદિના આશ્રયરૂપ માનવામાં વ્યભિચાર આવે છે, કેમકે શબ્દધૃત આદિ હોવા છતાં જ્ઞાનાદિ નથી પણ હોતાં, માટે વ્યવહારનય પ્રતિષેધ્ય છે; ) અને નિશ્ચયનય વ્યવહારનયનો પ્રતિષેધક છે, કારણ કે શુદ્ધ આત્માને જ્ઞાનાદિનું આશ્રયપણું ઐકાન્તિક છે. (શુદ્ધ આત્માને જ્ઞાનાદિનો આશ્રય માનવામાં વ્યભિચાર નથી કેમકે જ્યાં શુદ્ધ આત્મા હોય ત્યાં
જ્ઞાન-દર્શન-ચારિત્ર હોય જ છે.) * પ્ર. ૧૫૫-મોક્ષમાર્ગ એક જ છે કે વધારે છે? ઉ. મોક્ષમાર્ગ એક જ છે અને તે નિશ્ચયસમ્યગ્દર્શન-જ્ઞાન
ચારિત્રની એકતા જ છે. ૨. શ્રી પ્રવચનસાર ગાથા ૧૯૯ ની ટીકામાં કહ્યું છે કે
બધાય સામાન્ય ચરમશરીરીઓ, તીર્થકરો અને અચરમશરીરી મુમુક્ષુઓ આ જ યથોક્ત શુદ્ધાત્મતત્ત્વ પ્રવૃત્તિ લક્ષણ વિધિ વડે પ્રવર્તતા મોક્ષના માર્ગને પ્રાપ્ત કરીને સિદ્ધો થયા; પરંતુ એમ નથી કે બીજી રીતે પણ થયા હોય; તેથી નક્કી થાય છે કે કેવળ આ એક જ મોક્ષનો માર્ગ છે, બીજો નથી.”
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #361
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦૦) ૩. શ્રી સમયસાર ગાથા ૮૨ તથા તેની ટીકામાં કહ્યું છે કે
“બધાય અરહંત ભગવંતો તે જ વિધિથી કર્માશોનો ક્ષય કરીને તથા અન્યને પણ એ જ પ્રકારે ઉપદેશ
કરીને મોક્ષ પામ્યા છે.” ટીકા- અતીત કાળમાં ક્રમશઃ થઈ ગયેલા સમસ્ત તીર્થંકર ભગવંતો, પ્રકારોતરનો અસંભવ હોવાને લીધે જેમાં દ્વત સંભવતું નથી એવા આ જ એક પ્રકારથી કર્ભાશોનો ક્ષય પોતે અનુભવીને, તથા પરમ આસપણાને લીધે ભવિષ્યકાળે કે આ (વર્તમાન) કાળે અન્ય મુમુક્ષુઓને પણ એ જ પ્રકારે તેનો (કર્મક્ષયનો ) ઉપદેશ કરીને, નિઃશ્રેયસને પ્રાપ્ત થયા છે; માટે નિર્વાણનો અન્ય (કોઈ) માર્ગ નથી એમ નક્કી થાય છે.” ૪. નિયમસાર ગાથા ૯૦, કળશ ૧૨૧માં કહ્યું છે કે - “જે
મોક્ષનું કાંઈક કથનમાત્ર (કહેવામાત્ર) કારણ છે તેને (વ્યવહાર રત્નત્રયને) પણ ભવસાગરમાં ડૂબેલા જીવે પૂર્વે ભવ-ભવમાં (ઘણા ભવમાં) સાંભળ્યું છે અને આચર્યું (અમલમાં મૂકયું) છે; પરંતુ અરેરે !ખેદ છે કે જે સર્વદા એક જ્ઞાન છે તેને (અર્થાત્ જે સદા એક જ્ઞાનસ્વરૂપ જ છે એવા પરમાત્મતત્ત્વને) જીવે
સાંભળ્યું-આચર્યું નથી.” ૫. શ્રી નિયમસાર ગાથા ૧૧૯, કળશ ૧૫૫ માં કહ્યું છે
કે - “જેણે જ્ઞાનજ્યોતિ વડે પાપતિમિરના પૂંજનો નાશ કર્યો છે, અને જે પુરાણ (સનાતન) છે એવો આત્મા પરમ સંયમીઓના ચિત્તકમળમાં સ્પષ્ટ છે, તે આત્મા સંસારી જીવોના વચન-મનોમાર્ગથી અતિક્રાંત (વચન અને મનના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #362
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦૧) માર્ગથી અગોચર) છે. આ નિકટ પરમપુરુષોમાં વિધિ શો? અને નિષેધ શો?
–આમ આ પદ્ય વડે પરમ જિન યોગીશ્વરે ખરેખર વ્યવહાર- આલોચનાના પ્રપંચનો ઉપાવાસ (મશ્કરી, હાંસી, તિરસ્કાર) કર્યો છે”
एवमनेन पद्येन व्यवहारालोचनाप्रपंचमुपहसति વિરત પરમનિયોજીથરડા (શ્રી નિયમસાર પૃ. ૨૧૫) ૬. શ્રી નિયમસાર ગાથા ૩ માં કહ્યું છે કે –
નિયમ એટલે નિયમથી (નક્કી) જે કરવા યોગ્ય હોય અર્થાત્ જ્ઞાન-દર્શન-ચારિત્રથી વિપરીતના પરિહાર અર્થે (-જ્ઞાન, દર્શન, ચારિત્રથી વિરુદ્ધ ભાવોના
ત્યાગ માટે ) ખરેખર “સાર” એવું વચન કહ્યું છે.” ૭. શ્રી સમયસાર ગાથા ૧૫૬ની ટીકામાં પણ કહ્યું છે કે -
પરમાર્થ મોક્ષહેતુથી જાદો, જે વ્રત, તપ વગેરે શુભકર્મસ્વરૂપ મોક્ષહેતુ કેટલાક લોકો માને છે, તે આખોય નિષેધવામાં આવ્યો છે, કારણકે તે (મોક્ષહેતુ ) અન્ય દ્રવ્યના સ્વભાવવાળો (અર્થાત્ પુદ્ગલસ્વભાવી) હોવાથી તેના સ્વ-ભાવ વડે જ્ઞાનનું ભવન થતું નથી,માત્ર પરમાર્થ મોક્ષહેતુ જ એક દ્રવ્યના સ્વભાવવાળો (અર્થાત્ જીવસ્વભાવી) હોવાથી તેના સ્વભાવ વડે
જ્ઞાનનું ભવન થાય છે.” ૮. “સચદ્રર્શનજ્ઞાનવારિત્રાળ મોક્ષમા:” એવું (શાસ્ત્રનું ) વચન હોવાથી, માર્ગ તો શુદ્ધ રત્નત્રય છે.
(શ્રી નિયમસાર ગાથા ૨ ની ટીકા) ૯. નિજ પરમાત્મતત્ત્વનાં સમ્યક શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #363
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦૦) શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો
ઉપાય છે. (શ્રી નિયમસાર ગાથા ૨ ની ટીકા) પ્ર. ૧૫૯-સમ્યગ્દર્શનમાં સમ્યફ” શબ્દ શું સુચવે છે? ઉ. વિપરીત અભિનિવેશ (અભિપ્રાય) ના નિરાકરણ અર્થે સમ્યક પદ વાપર્યું છે, કારણકે “સમ્યક' એવો શબ્દ પ્રશંસાવાચક છે તેથી શ્રદ્ધાનમાં વિપરીત અભિનિવેશનો અભાવ થતાં જ પ્રશંસા સંભવે છે.
(મોક્ષમાર્ગ પ્રકાશક, પૃ. ૩૧૭) પ્ર. ૧૫૭-ચારિત્રમાં “સમ્યક્ ” શબ્દ શા માટે છે? ઉ. અજ્ઞાનપૂર્વકના આચરણની નિવૃત્તિ માટે છે; કેમ કે
સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક આત્મામાં સ્થિરતા તે સમ્યક્યારિત્ર છે. પ્ર. ૧૫૮-તત્ત્વાર્થ શ્રદ્ધાન કોને કહેવામાં આવે છે? ઉ. જીવ-અજીવ આદિ સાત તત્ત્વાર્થ છે એનું જે શ્રદ્ધાન અર્થાત્
આમ જ છે, અન્યથા નથી' એવો પ્રતીતિભાવ તે તત્ત્વાર્થશ્રદ્ધાન છે તથા વિપરીત અભિનિવેશ અર્થાત્ અન્યથા અભિપ્રાય રહિત શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે.
(મોક્ષમાર્ગ પ્રકાશક પૃ. ૩૧૭) પ્ર. ૧૫૯-વિપરીત અભિપ્રાય રહિત શ્રદ્ધાન કરવું-એમ કહેવાનું
શું કારણ છે? ઉ. તત્ત્વાર્થશ્રદ્ધાન કરાવવાનો આશય માત્ર નિશ્ચય કરવો
એટલું જ નથી પણ ત્યાં એવો અભિપ્રાય છે કે જીવઅજીવને ઓળખી પોતાને તથા પરને જેમ છે તેમ માનવા, આસવને ઓળખી તેને ય માનવો, બંધને ઓળખી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #364
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦૩) તેને અહિતરૂપ માનવો, સંવરને ઓળખી તેને ઉપાદેયરૂપ માનવો, નિર્જરાને ઓળખી તેને હિતનું કારણ માનવું, મોક્ષને ઓળખી તેને પોતાનું પરમ હિત માનવું-એ પ્રમાણે તત્ત્વાર્થશ્રદ્ધાનનો અભિપ્રાય છે. તેનાથી ઊંધા અભિપ્રાયનું નામ વિપરીત અભિનિવેશ છે, સત્ય તત્ત્વાર્થ શ્રદ્ધાન થતાં
તેનો અભાવ થાય છે. પ્ર. ૧૬૦-આવી વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધા કયા કાળે
કરવા યોગ્ય છે? ઉ. વિપરીત અભિનિવેશ રહિત જીવ-અજીવાદિ તત્ત્વાર્થોનું
શ્રદ્ધાન સદાકાળ કરવા યોગ્ય છે. એ શ્રદ્ધાન આત્માનું જ સ્વરૂપ છે, ચોથા ગુણસ્થાનથી જ તે પ્રગટ થાય છે અને તે નિરંતર ચાલુ રહી સિદ્ધ અવસ્થામાં પણ સદાકાળ તેનો સદભાવ રહે છે. માટે નિશ્ચયસમ્યગ્દર્શન ચોથા ગુણસ્થાનથી પ્રગટ થાય છે અને તેના ઉપરનાં બધાં ગુણસ્થાનમાં તથા સિદ્ધ ભગવંતોમાં સદાય રહે છે-એમ સમજવું.
(મોક્ષમાર્ગ પ્રકાશક પૃ. ૩૨૦) પ્ર. ૧૬૧-તત્ત્વાર્થ સૂત્રમાં “તત્ત્વાર્થશ્રદ્ધાનું સ ર્જન” કહ્યું
છે તે નિશ્ચયસમ્યગ્દર્શન છે કે વ્યવહારસમ્યગ્દર્શન છે? ઉ. તે નિશ્ચયસમ્યગ્દર્શન છે અને તે સિદ્ધ અવસ્થામાં પણ
સદાય રહે છે, માટે તેને વ્યવહારસમ્યગ્દર્શન માની શકાય નહિ.
(મોક્ષમાર્ગ પ્રકાશક પૃ. ૩૨૦, ૩૨૩) પ્ર. ૧૬ર-તિર્યંચાદિ જે અલ્પજ્ઞાનવાળા છે તેને અને કવળી તથા સિદ્ધભગવાનને નિશ્ચયસમ્યગ્દર્શન સમાન જ હોય છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #365
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦૪) ઉ. હા; ૧. તિર્યંચ અને કેવળી ભગવાનમાં જ્ઞાનાદિકની
હીનતા-અધિકતા હોવા છતાં તેમનામાં સમ્યગ્દર્શન તો સમાન જ કહ્યું છે. જેવું સાત તત્ત્વોને શ્રદ્ધાન છદ્મસ્થને હોય છે, તેવું જ કેવળી તથા સિદ્ધભગવાનને પણ હોય છે. છદ્મસ્થને શ્રુતજ્ઞાન અનુસાર પ્રતીતિ હોય છે તેમ કેવળી અને સિદ્ધભગવાનને કેવળજ્ઞાન અનુસાર જ
પ્રતીતિ હોય છે. ૨. મૂળભૂત જીવાદિના સ્વરૂપનું શ્રદ્ધાન જેવું છદ્મસ્થને હોય
છે તેવું જ કેવળીને તથા સિદ્ધભગવાનને હોય છે. ૩. કેવળી-સિદ્ધભગવાન રાગાદિરૂપ પરિણમતા નથી અને
સંસારઅવસ્થાને ઈચ્છતા નથી તે આ શ્રદ્ધાનું જ બળ
જાણવું. (ગુ. મોક્ષમાર્ગ પ્રકાશક, પૃષ્ઠ-૩ર૩) પ્ર. ૧૬૩-બાહ્યસામગ્રી અનુસાર સુખ-દુઃખ છે એ માન્યતા
ખરી છે? ઉ. ના; પરદ્રવ્યરૂપ બાહ્ય સામગ્રી અનુસાર સુખ-દુ:ખ નથી
પણ કષાયથી ઈચ્છા ઉત્પન્ન થાય તથા ઈચ્છાનુસાર બાહ્ય સામગ્રી મળે અને કંઈક કષાય ઉપશમવાથી આકુળતા ઘટે ત્યારે સુખ માને છે, તથા ઈચ્છાનુસાર સામગ્રી ન મળતાં કષાય વધવાથી આકુળતા વધે ત્યારે દુઃખ માને છે; પણ અજ્ઞાની માને છે કે મને પરદ્રવ્યના નિમિત્તથી સુખ-દુઃખ થાય છે પણ એમ માનવું એ ભ્રમ જ છે.
(ગુ. મોક્ષમાર્ગ પ્રકાશક, પૃ. ૩૧૦) પ્ર. ૧૬૪-જિનદેવના સર્વ ઉપદેશનું તાત્પર્ય શું છે? ઉ. મોક્ષને હિતરૂપ જાણી, એક મોક્ષનો ઉપાય કરવો એ જ
સર્વ ઉપદેશનું તાત્પર્ય છે. (મોક્ષમાર્ગ પ્રકાશક, પૃ. ૩૧૧)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #366
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦૫) પ્ર. ૧૬૫-જ્ઞાની પુરુષનો ઉપદેશ મળ્યો પણ જે જીવ તત્ત્વનિર્ણય કરવાનો પુરુષાર્થ ન કરે અને વ્યવહાર ધર્મ
કાર્યોમાં પ્રવર્તે તો તેનું શું ફળ આવે ? ઉ. તે જીવને મળેલો અવસર ચાલ્યો જાય અને સંસાર
પરિભ્રમણ જ રહે. (ગુ. મોક્ષમાર્ગ પ્રકાશક, પૃ. ૩૧૪) પ્ર. ૧૬૬-વ્યવહાર સમ્યકત્વ તે ક્યા ગુણનો પર્યાય છે? ઉ. સત્ દેવ-ગુરુ-શાસ્ત્ર, છ દ્રવ્યો અને સાત તત્ત્વોની શ્રદ્ધાનો
રાગ ( વિકલ્પ) હોવાથી તે ચારિત્રગુણનો અશુદ્ધ પર્યાય છે; પણ તે શ્રદ્ધાગુણનો પર્યાય નથી; કેમકે તેના તો મિથ્યાદર્શન અને નિશ્ચયસમ્યગ્દર્શન-એ બેજ પર્યાયો હોય છે. વ્યવહાર સમ્યકત્વ આ બેમાંથી એકેય નથી. (ત્રીજા ગુણસ્થાને શ્રદ્ધાગુણનો મિશ્ર પર્યાય હોય છે તે વિષય આનાથી જુદો છે. ) (શ્રી પંચાસ્તિકાય ગાથા ૧૦૭,
જયસેનાચાર્યકૃત સંસ્કૃત ટીકા) પ્ર. ૧૬૭ચારિત્રનું લક્ષણ (સ્વરૂપ) શું છે? ઉ. ૧. મોહ અને ક્ષોભ રહિત આત્માનો પરિણામ.
૨. સ્વરૂપમાં ચરવું (રમવું ) તે ચારિત્ર છે; અથવા ૩. પોતાના સ્વભાવમાં પ્રવર્તવું, શુદ્ધ ચૈતન્યનું પ્રકાશનું
એવો તેનો અર્થ છે. ૪. તે જ વસ્તુનો સ્વભાવ હોવાથી ધર્મ છે. ૫. તે જ યથાસ્થિત આત્મગુણ હોવાથી (વિષમતા
વિનાનો-સુસ્થિત-આત્માનો ગુણ હોવાથી) સામ્ય છે અને ૬. મોહ-ક્ષોભના અભાવને લીધે અત્યંત નિર્વિકાર એવો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #367
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૮૬) જીવનો પરિણામ છે. (શ્રી પ્રવચનસાર ગા. ૭ તથા ટીકા) પ્ર. ૧૬૮-આગ્નવોના અભાવનો ક્રમ શું છે? ઉ. ૧. ચોથું ગુણસ્થાન (અવિરતિ સમ્યગ્દષ્ટિ) પ્રગટ થતાં
મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો અભાવ થાય છે. અને સાથે તે સંબંધી અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગનો પણ અભાવ થાય છે.
(શ્રી સમયસાર ગાથા ૭૩ થી ૭૬ નો ભાવાર્થ) ૨. પાંચમા ગુણસ્થાનમાં તે ઉપરાંત પ્રત્યાખ્યાનાવરણીય
કષાયનો અભાવ થતાં તે સંબંધી આંશિક અવિરતિ
આદિનો અભાવ થાય છે. ૩. છઠ્ઠ ગુણસ્થાનમાં તે ઉપરાંત અપ્રત્યાખ્યાનાવરણીય કષાયનો
અભાવ થતાં તે સંબંધી આંશિક પ્રમાદાદિનો અભાવ થાય છે. ૪. સાતમાં ગુણસ્થાનમાં તે ઉપરાંત સંજ્વલન કષાયના તીવ્ર
પણાનો અભાવ થતાં તે સંબંધી પ્રમાદાદિનો અભાવ થાય છે. ૫. આઠમાં ગુણસ્થાનથી સ્વભાવભાવનું સારી રીતે આલંબન
લેવાથી શ્રેણિ ચઢીને તે જીવ ક્ષીણમોહ જિન-વીતરાગએવા ૧૨ મા ગુણસ્થાનને પામે છે. ૧૨ મા ગુણસ્થાને
કષાયનો સર્વથા અભાવ થાય છે પણ યોગ રહે છે. ૬. તેરમાં ગુણસ્થાનમાં યોગના નિમિત્તે એક સમયનો આસ્રવ છે
અને ૧૪ મા ગુણસ્થાનમાં તે યોગનો પણ અભાવ થાય છે. પ્ર. ૧૬૯-કેવળજ્ઞાન અને નિશ્ચયથી જાણે છે અને પરને
વ્યવહારથી જાણે છે-તેનો શો અર્થ છે? ઉ. ૧. જ્ઞાન પરની સાથે તન્મય થઈને જાણે તો નિશ્ચયથી
જાણું કહેવાય, પણ જ્ઞાન પરમાં તન્મય (એકમેક)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #368
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check hffp://www.AtmaDharma.com for updates
(૧૦૭)
થયા વિના પ૨ને જાણે છે, તેથી તે પરને વ્યવહારથી જાણે છે એમ કહેવાય છે. પણ પ૨સંબંધીનું જ્ઞાન જીવને થતું નથી એવો તેનો અર્થ નથી.
૨. જ્ઞાન પોતામાં તન્મય થઈને પોતાને જાણે છે તે નિશ્ચય છે.
પ્ર. ૧૭૦–હેય, શેય અને ઉપાદેયનો શું અર્થ છે ?
ઉ. ૧. હૈય=ત્યાગવા યોગ્ય. ૨. જ્ઞેય-જાણવા યોગ્ય. ૩. ઉપાદેય=આદરવા યોગ્ય; ગ્રહણ કરવા યોગ્ય. પ્ર. ૧૭૧-હેય શું છે?
ઉ. ૧ જીવદ્રવ્યની અશુદ્ધ અવસ્થા દુઃખરૂપ હોવાથી ત્યાગવા યોગ્ય-ય છે; તથા ૫૨, નિમિત્ત, વિકાર અને વ્યવહારનો આશ્રય હેય છે.
(જીઓ, નિયમસાર ગાથા ૩૮ તથા ૫૦ અને તેની ટીકા ) २. वही आत्मबोधको प्राप्त होता है जो व्यवहारमें अनादरवान् है-अनासक्त है - और जो व्यवहारमें आदरवान् है- आसक्त है - वह आत्मबोधको प्राप्त नहिं होता ।
( समाधिशतक: श्लोक ७८ की उत्थानिका )
પ્ર. ૧૭૨-જ્ઞેય શું છે?
ઉ. સ્વ-પર અર્થાત્ સાત તત્ત્વો સહિત જીવાદિ છએ દ્રવ્યોનું
સ્વરૂપ.
પ્ર. ૧૭૩–ઉપાદેય શું છે?
ઉ. ૧. એકાકાર ધ્રુવ જ્ઞાયકસ્વભાવરૂપ નિજ આત્મા જ ઉપાદેય (નિયમસાર ગા. ૩૮ તથા ૫૦ અને તેની ટીકા)
છે.
૨. નિશ્ચય-વ્યવહાર બન્નેને ઉપાદેય માનવા તે પણ ભ્રમ (ગુ. મોક્ષમાર્ગ પ્રકાશક-પૃ. ૨૫૪)
છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #369
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦૮)
જીવના અસાધારણ ભાવો પ્ર. ૧૭૪-જીવના અસાધારણ ભાવો કેટલા છે? ઉ. પાંચ છે:- ૧. ઔપથમિક, ૨. ક્ષાયિક, ૩. ક્ષાયોપથમિક ૪.
ઔદયિક અને ૫. પારિણામિક-આ પાંચ ભાવો જીવોના નિજ ભાવ છે. જીવ સિવાય બીજા કોઈમાં હોતા નથી. પ્ર. ૧૭૫-ઔપથમિકભાવ કોને કહે છે? ઉ. કર્મોના ઉપશમ સાથેના સંબંધવાળો આત્માનો જે ભાવ થાય છે તેને ઔપથમિકભાવ કહે છે.
આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામીને જડકર્મનું પ્રગટરૂપ ફલ જડકર્મમાં ન આવવું તે કર્મનો ઉપશમ છે.”
(ગુ. મોક્ષશાસ્ત્ર અ. ૨, સૂ. ૧ ની ટીકા) પ્ર. ૧૭૬-ક્ષાયિકભાવ કોને કહે છે? ઉ. કર્મોનો સર્વથા નાશ સાથેના સંબંધવાળો આત્માનો જે અત્યંત શુદ્ધ ભાવ પ્રગટ થાય તેને ક્ષાયિકભાવ કહે છે.
આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામીને કર્મ-આવરણનો નાશ થવો તે કર્મનો ક્ષય છે .”
(ગુ. મોક્ષશાસ્ત્ર અ. ૨, સૂ. ૧ ની ટીકા) પ્ર. ૧૭૭-ક્ષાયોપથમિકભાવ કોને કહે છે? ઉ. કર્મોના ક્ષયોપશમ સાથેના સંબંધવાળો જે ભાવ થાય છે તેને ક્ષાયોપથમિકભાવ કહે છે.
આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામીને કર્મનો સ્વયં અંશે ક્ષય અને સ્વયં અંશે ઉપશમ તે કર્મનો ક્ષયોપશમ છે.” (ગુ. મોક્ષશાસ્ત્ર અ. ૨, સૂ. ૧ ની ટીકા)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #370
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૯) “વર્તમાન નિષેકમાં સર્વઘાતી પદ્ધકોનો ઉદયાભાવી ક્ષય તથા દેશઘાતી સ્પદ્ધકોનો ઉદય અને આગામી કાળમાં ઉદય આવવાવાળા નિષકોને સદવસ્થારૂપ ઉપશમ-એવી કર્મની અવસ્થાને ક્ષયોપશમ કહે છે.” (જૈન સિ. પ્રવેશિકા) ૧. એક સમયમાં કર્મના જેટલા પરમાણુઓ ઉદયમાં આવે
તે સર્વના સમૂહને નિષેક કહે છે. ૨. જીવના સમ્યકત્વ જ્ઞાનાદિ અનુજીવી ગુણોને જે પૂરી
રીતે ઘાત થવામાં નિમિત્ત છે તેને સર્વઘાતી કહે છે. ૩. વર્ગણાઓના સમૂહને સ્પર્ધ્વક કહે છે. ૪. ફલ આપ્યા સિવાય ઉદયમાં આવેલા કર્મોનું ખરી જવું
તેને ઉદયાભાવી ક્ષય કહે છે. ૫. જે જીવના જ્ઞાનાદિ ગુણોને એકદેશ ઘાત થવામાં
નિમિત્ત છે તેને દેશઘાતી કહે છે. પ્ર. ૧૭૮-ઔદયિકભાવ કોને કહે છે? ઉ. કર્મોના ઉદય સાથે સંબંધ રાખતો આત્માનો જે વિકારી
ભાવ થાય છે તેને ઔદયિક ભાવ કહે છે. પ્ર. ૧૭૯-પારિણામિક ભાવ કોને કહે છે? ઉ. કર્મોનો ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ અથવા ઉદયની અપેક્ષા રાખ્યા વિના જીવનો જે સ્વભાવ માત્ર હોય તેને પારિણામિકભાવ કહે છે.
જેનો નિરંતર અભાવ રહે તેને પારિણામિકભાવ કહે છે. સર્વ ભેદ જેમાં ગર્ભિત છે એવો ચૈતન્યભાવ તે જ જીવનો પારિણામિકભાવ છે. મતિજ્ઞાનાદિ તથા કેવલ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #371
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧૦) જ્ઞાનાદિ જે અવસ્થાઓ છે તે પારિણામિકભાવ નથી.
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન-એ અવસ્થાઓ ક્ષાયોપથમિકભાવ છે; કેવળજ્ઞાન અવસ્થા ક્ષાયિકભાવ છે.
કેવળજ્ઞાન પ્રગટ થયા પહેલાં જ્ઞાનના ઉઘાડનો જેટલો અભાવ છે તે ઔદયિકભાવ છે.
જ્ઞાન, દર્શન અને વીર્યગુણની અવસ્થામાં પથમિક ભાવ હોતો જ નથી. મોહનો જ ઉપશમ થાય છે, તેમાં પ્રથમ મિથ્યાત્વનો (દર્શનમોહનો) ઉપશમ થતાં જે સમ્યકત્વ પ્રગટે છે તે શ્રદ્ધાગુણનો ઔપથમિકભાવ છે.”
(ગુ. મોક્ષશાસ્ત્ર-અ. ૨, સૂ. ૧ ની ટીકા) પ્ર. ૧૮૦- જીવના અસાધારણ પાંચ ભાવો શું બતાવે છે? ઉ. ૧. જીવનો અનાદિ-અનંત શુદ્ધ ચૈતન્યસ્વભાવ છે એમ
પારિણામિકભાવ સાબિત કરે છે. ૨. જીવનો અનાદિ-અનંત શુદ્ધ ચૈતન્યસ્વભાવ હોવા છતાં તેની અવસ્થામાં વિકાર છે-એમ ઔદયિકભાવ સાબિત
કરે છે. ૩. જડ કર્મની સાથે જીવને અનાદિનો સંબંધ છે અને જીવ
તેને વશ થાય છે તેથી વિકાર થાય છે, પણ કર્મના કારણે વિકારભાવ થતો નથી—એમ પણ ઔદયિકભાવ
સાબિત કરે છે. ૪. જીવ અનાદિથી વિકાર કરતો હોવા છતાં તે જડ થઈ જતો
નથી અને તેના જ્ઞાન, દર્શન અને વીર્યનો અંશે ઉઘાડ તો સદા રહે છે એમ ક્ષાયોપથમિકભાવ સાબિત કરે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #372
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫.
૬.
૭.
૮.
( ૧૧૧ )
સાચી સમજણ પછી જીવ જેમ જેમ સત્ય પુરુષાર્થ વધારે છે તેમ તેમ મોહ અંશે ટળતો જાય છે-એમ પણ ક્ષાયોપમિકભાવ સાબિત કરે છે.
આત્માનું સ્વરૂપ યથાર્થપણે સમજીને જ્યારે પોતાના પારિણામિકભાવનો જીવ આશ્રય કરે છે ત્યારે ઔદિયકભાવ ટળવાની શરૂઆત થાય છે, અને પ્રથમ શ્રદ્ધા ગુણનો ઔયિકભાવ ટળે છે એમ ઔપમિકભાવ સાબિત કરે છે.
જીવ જો અપ્રતિહતભાવે પુરુષાર્થમાં આગળ વધે તો ચારિત્રમોહ સ્વયં દબાઈ જાય છે (ઉપશમ પામે છે) એમ પણ ઔપમિકભાવ સાબિત કરે છે. અપ્રતિત પુરુષાર્થ વડે પારિણામિકભાવનો આશ્રય વધતાં વિકારનો નાશ થઈ શકે છે એમ ક્ષાયિકભાવ સાબિત કરે છે.
૯. જો કે કર્મ સાથેનો સંબંધ પ્રવાહથી અનાદિનો છે તો પણ સમયે સમયે જૂનાં કર્મ જાય છે અને નવાં કર્મનો સંબંધ થતો રહે છે તે અપેક્ષાએ તેમાં શરૂઆતપણું રહેતું હોવાથી (સાદિ હોવાથી) તે કર્મ સાથેનો સંબંધ સર્વથા ટળી જાય છે–એમ ક્ષાયિકભાવ સાબિત કરે છે. ૧૦. કોઈ નિમિત્ત વિકાર કરાવતું નથી પણ જીવ પોતે નિમિત્તાધીન થઈને વિકાર કરે છે. જીવ જ્યારે
પારિણામિકભાવરૂપ પોતાના સ્વભાવ તરફનું લક્ષ કરી સ્વાધીનપણું પ્રગટ કરે છે ત્યારે નિમિત્તાધીનપણું ટળી શુદ્ધતા પ્રગટે છે-એમ ઔપમિકભાવ, સાધકદશાનો ક્ષાયોપમિકભાવ અને ક્ષાયિકભાવ એ ત્રણે સાબિત કરે છે. ”
(ગુ. મોક્ષશાસ્ત્ર અ. ૨, સૂત્ર ૧ ની ટીકા )
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #373
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
(૧૧૨ )
પ્ર. ૧૮૧-ઔપશમિકભાવના કેટલા ભેદ છે?
ઉ. તેના બે ભેદ છે:- ૧. સમ્યક્ત્વભાવ અને ૨. ચારિત્રભાવ. પ્ર. ૧૮૨-ક્ષાયિકભાવના કેટલા ભેદ છે?
ઉ. તેના નવ ભેદ છે:- ૧. ક્ષાયિકસમ્યક્ત્વ ૨. ક્ષાયિકચારિત્ર, ૩. ક્ષાયિકદર્શન, ૪. ક્ષાયિકજ્ઞાન, ૫. ક્ષાયિકદાન, ૬. ક્ષાયિકલાભ, ૭. ક્ષાયિકભોગ, ૮. ક્ષાયિકઉપભોગ, અને ૯. ક્ષાયિકવીર્ય.
પ્ર. ૧૮૩–ક્ષાયોપશમિકભાવના કેટલા ભેદ છે ?
ઉ. તેના ૧૮ ભેદ છે-૧. સમ્યક્ત્વ, ૨. ચારિત્ર, ૩. ચક્ષુદર્શન, ૪. અચક્ષુદર્શન, ૫. અવધિદર્શન, ૬. દેશસંયમ, ૭. મતિજ્ઞાન, ૮. શ્રુતજ્ઞાન, ૯. અવધિજ્ઞાન, ૧૦. મન:પર્યયજ્ઞાન, ૧૧. કુમતિજ્ઞાન, ૧૨. કુશ્રુતજ્ઞાન, ૧૩. કુઅવધિજ્ઞાન, ૧૪. દાન, ૧૫. લાભ. ૧૬. ભોગ, ૧૭. ઉપભોગ અને ૧૮. વીર્ય.
પ્ર. ૧૮૪-ઔદયિકભાવના કેટલા ભેદ છે?
ઉ. તેના ૨૧ ભેદ છે:- ગતિ ૪, કષાય ૪, લિંગ ૩, મિથ્યાદર્શન ૧, અજ્ઞાન ૧, અસંયમ ૧, અસિદ્ધત્વ ૧, લેશ્યા ૬, (પીત, પદ્મ, શુક્લ, કૃષ્ણ, નીલ અને કાપોત. )
પ્ર. ૧૮૫–લેશ્યા કોને કહે છે?
ઉ. કષાયના ઉદયથી અનુરંજિત યોગોની પ્રવૃત્તિને ભાવલેશ્યા હે છે, અને શરીરના પીત, પદ્માદિ વર્ણોને દ્રવ્યર્લેશ્યા કહે છે.
પ્ર. ૧૮૬-પારિણામિકભાવના કેટલા ભેદ છે ?
ઉ.
તેના ત્રણ ભેદ છે:- ૧. જીવત્વ ૨. ભવ્યત્વ અને ૩.
અભવ્યત્વ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #374
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
( ૧૧૩)
પ્ર. ૧૮૭–ઉપરોકત પાંચ ભાવોમાંથી કયા ભાવ તરફના વલણ વડે ધર્મની શરૂઆત અને પૂર્ણતા થાય?
ઉ. “પારિણામિકભાવ સિવાયના ચારે ભાવો ક્ષણિક છે, એક સમય પૂરતા છે; વળી તેમાં પણ ક્ષાયિકભાવ તો વર્તમાનમાં છે નહિ; ઉપશમભાવ પણ હોય તો તે થોડો વખત ટકે છે અને ઉદય ક્ષયોપશમ ભાવો પણ સમયે સમયે પલટે છે, માટે તે ભાવો ઉપર લક્ષ કરે તો ત્યાં એકાગ્રતા થઈ શકે નહિ અને ધર્મ પ્રગટે નહિ. ત્રિકાલ સ્વભાવી પારિણામિકભાવનું માહાત્મ્ય જાણીને તે તરફ જીવ પોતાનું વલણ કરે તો ધર્મની શરૂઆત થાય છે. અને તે ભાવની એકાગ્રતાના જોરે જ ધર્મની પૂર્ણતા થાય છે.” (ગુ. મોક્ષશાસ્ત્ર અ. ૨, સૂ. ૧ ની ટીકા)
પ્ર. ૧૮૮–સર્વ ઔદયિકભાવો બંધનું કારણ છે?
ઉ. ૧. “ સર્વે ઔદિયભાવો બંધનું કારણ છે એમ ન સમજવું; પણ માત્ર મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગ-એ ચાર ભાવો બંધનું કારણ છે.”
(જીઓ, શ્રી ધવલા પુ. ૭, પાનું ૯)
..જો જીવ મોહના ઉદયમાં જોડાય તો બંધ થાય, દ્રવ્યમોહનો ઉદય હોવા છતાં જો જીવ શુદ્ધાત્મભાવનાના બળવડે ભાવમોહરૂપે ન પરિણમે તો બંધ થતો નથી. જો જીવને કર્મના ઉદયના કારણે બંધ થતો હોય તો સંસારીને સર્વદા કર્મનો ઉદય વિધમાન છે, તેથી તેને સર્વદા બંધ થાય, કદી મોક્ષ થાય જ નહિ.” માટે એમ
66
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #375
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧૪) સમજવું કે કર્મનો ઉદય બંધનું કારણ નથી, પણ જીવનું
ભાવમોહરૂપે પરિણમન તે બંધનું કારણ છે. (હિંદી પ્રવચનસાર પા. ૨૮-૫૯ શ્રી જયસેનાચાર્યકૃત ટીકા) પ્ર. ૧૮૯-ઔદયિકભાવમાં જે અજ્ઞાનભાવ છે અને
ક્ષાયોપથમિકભાવમાં જે અજ્ઞાનભાવ છે તેમાં શો ફેર છે? ઉ. “ઔદયિકભાવમાં જે અજ્ઞાનભાવ છે તે અભાવરૂપ હોય
છે અને ક્ષાયોપથમિક અજ્ઞાનભાવ મિથ્યાદર્શનના કારણે દૂષિત હોય છે.” (હિંદી મોક્ષશાસ્ત્ર, ૫. ફૂલચંદજી સંપાદિત, પા. ૩૧ ફૂટનોટ)
[ આ પાંચ ભાવો સંબંધી વધુ વિગત માટે વાંચો
ગુ. મોક્ષશાસ્ત્ર અ. ૨, સૂ. ૧ થી ૭ ની ટીકા] પ્ર. ૧૯૦-જીવના ઔપશમિક, ક્ષાયિક, ઔદયિક, ક્ષાયોપથમિક
ભાવોને પરિણામિકભાવ કઈ અપેક્ષાએ કહેવામાં આવે છે? ઉ. ૧. જીવના પર્યાયના દરેક ભાવને, તે પોતાના પરિણામ હેવાથી
પોતાની અપેક્ષાએ પારિણામિકભાવ કહેવામાં આવે છે. (જયધવલા પુ. ૧. પાનું ૩૧૯-ધવલા પુ. ૫. પાનું ૧૯૬) ૨. આ ચાર ભાવોને કર્મની અપેક્ષાએ (કર્મની સાથે
અભાવ અથવા સભાવ સંબંધ બતાવવા માટે)
ઔપથમિક વગેરે કહેવામાં આવે છે. ૩. પાંચમાં પારિણામિકભાવને પરમપરિણામિકભાવ
કહેવામાં આવે છે, અને તેને આશ્રયે જ ધર્મની શરૂઆત, વૃદ્ધિ અને પૂર્ણતા થાય છે. (નિયમસાર ગા. ૧૩, ૧૫, ૪૧, ૧૧૦, ૧૧૯, ૧૭૮ ની
ટીકા તથા ગા. ૧૭૮ નો કળશ ને ર૯૭) [ આ સંબંધમાં પ્રકરણ ૪ માં પ્ર. ૩૪૧ છે તે પણ જાઓ]
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #376
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧૫) પ્ર. ૧૯૧-જીવનું ક્ષાયિકજ્ઞાન જે સર્વજ્ઞતા છે તેનો મહિમા કહો. ઉ. ધર્મનું મૂળ સર્વજ્ઞ છે. તેમના મહિમા માટે જુઓ પરિશિષ્ટ પૃષ્ઠ ૧૨૯.
ગુણસ્થાનક્રમ પ્ર. ૧૯ર-સંસારમાં સમસ્ત પ્રાણી સુખને ચાહે છે અને સુખનો
જ ઉપાય કરે છે, પરંતુ સુખ કેમ પ્રાપ્ત કરતા નથી? ઉ. સંસારી જીવ અસલી (ખરા) સુખનું સ્વરૂપ અને તેનો
ઉપાય જાણતાં નથી, અને તેનું સાધન પણ કરતા નથી,
તેથી તેઓ ખરા સુખને પ્રાપ્ત કરી શકતા નથી. પ્ર. ૧૯૩-અસલી સુખનું સ્વરૂપ શું છે? ઉ. આહુલાસ્વરૂપ જીવના અનુજીવી સુખગુણની શુદ્ધ દશાને
અસલી સુખ કહે છે. એ જ જીવનો ખાસ સ્વભાવ છે; પરંતુ સંસારી જીવોએ ભ્રમવશ શતાવેદનીય કર્મના નિમિત્તે થતા વૈભાવિક પરિણતિરૂપ શાતા પરિણામને જ સુખ માની રાખ્યું છે. પ્ર. ૧૯૪-સંસારી જીવને અસલી સુખ કેમ મળતું નથી ? ઉ. મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રના કારણથી
સંસારી જીવને અસલી સુખ મળતું નથી. પ્ર. ૧૯૫-સંસારી જીવને અસલી સુખ ક્યારે મળે છે? ઉ. સંસારી જીવને પરિપૂર્ણ ખરું સુખ મોક્ષ થવાથી મળે છે.
તેને ખરા સુખની આંશિક શરૂઆત નિશ્ચયસમ્યગ્દર્શનથી
(ચોથા ગુણસ્થાને) શરૂ થાય છે. પ્ર. ૧૯૬-મોક્ષનું સ્વરૂપ શું છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #377
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧૬ ) ઉ. આત્માથી સમસ્ત ભાવકર્મ તથા દ્રવ્યકર્મોના વિપ્રમોક્ષને
(અત્યંત વિયોગને) મોક્ષ કહે છે. પ્ર. ૧૯૭–તે મોક્ષની પ્રાપ્તિનો ઉપાય ક્યો છે? ઉ. મોક્ષની પ્રાપ્તિનો ઉપાય સંવર અને નિર્જરા છે. પ્ર. ૧૯૮-સંવર કોને કહે છે? ઉ. આસ્રવના નિરોધને સંવર કહે છે, અર્થાત્ નવો વિકાર
અટકવો તથા અનાગત (નવીન) કર્મોનો આત્માની સાથે સંબંધ ન થવાને સંવર કહે છે. પ્ર. ૧૯૯-નિર્જરા કોને કહે છે? ઉ. આત્માના એકદેશ વિકારનું ઘટવું તથા પૂર્વે બાંધેલાં કર્મોથી
અંશતઃ સંબંધ છૂટવાને નિર્જરા કહે છે. પ્ર. ૨OO-સંવર અને નિર્જરા થવાનો ઉપાય શો છે? ઉ. નિશ્ચય સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર એ
ત્રણની ઐકયતા સંવર અને નિર્જરા થવાનો ઉગ્ર ઉપાય છે. ચોથા ગુણસ્થાને નિશ્ચય સમ્યગ્દર્શન થતાં સંવર-નિર્જરા
શરૂ થાય છે. પ્ર. ૨૦૧-એ ત્રણેની પૂર્ણ ઐક્યતા એક સાથે થાય છે કે
અનુક્રમથી થાય છે? ઉ. અનુક્રમથી થાય છે. પ્ર. ૨૦૨-એ ત્રણેની પૂર્ણ ઐકયતા થવાનો ક્રમ કેવી રીતે છે?
ઉ. જેમ જેમ જીવ ગુણસ્થાનમાં આગળ વધે છે તેમ તેમ એ ગુણોના પર્યાયોની શુદ્ધતા પણ વધતાં વધતાં અંતમાં
પૂર્ણ થાય છે. પ્ર. ૨૦૩-ગુણસ્થાન કોને કહે છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #378
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧૭) ઉ. મોહ અને યોગના નિમિત્તથી થવાવાળી, આત્માના
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્ર ગુણોની અવસ્થાઓને
ગુણસ્થાન કહે છે. (ગો. જીવકાંડ ગાથા ૨ની ટીકા) પ્ર. ૨૪૦-ગુણસ્થાનના કેટલા ભેદ છે? ઉ. ચૌદ ભેદ છે:- ૧. મિથ્યાત્વ, ૨. સાસાદન, ૩. મિશ્ર, ૪. અવિરત સમ્યગ્દષ્ટિ, ૫. દેશવિરત, ૬. પ્રમત્તવિરત ૭. અપ્રમત્તવિરત, ૮. અપૂર્વકરણ, ૯. અનિવૃત્તિકરણ, ૧૦. સૂક્ષ્મસામ્પરાય, ૧૧. ઉપશાન્તમોહ, ૧૨. ક્ષીણમો, ૧૩. સયોગીકવલી, અને
૧૪. અયોગીકવલી, પ્ર. ૨૦૫-ગુણસ્થાનોનું આ નામ હોવાનું કારણ શું છે? ઉ. ગુણસ્થાનોનાં આ નામ હોવાનું કારણ મોહનીયકર્મ અને
યોગ છે. પ્ર. ૨૭૬-કયા કયા ગુણસ્થાનનું કયું નિમિત્ત છે? ઉ. આદિનાં ચાર ગુણસ્થાન માટે દર્શનમોહનીયકર્મનું નિમિત્ત
છે. પાંચમા ગુણસ્થાનથી માંડીને બારમા ગુણસ્થાન પર્યત આઠ ગુણસ્થાન માટે ચારિત્રમોહનીયકર્મનું નિમિત્ત છે; અને તેરમા અને ચૌદમાં ગુણસ્થાન માટે યોગનું નિમિત્ત છે.
પહેલું મિથ્યાત્વ ગુણસ્થાન દર્શનમોહનીયકર્મના ઉદય નિમિત્તે થાય છે. તેમાં આત્માના પરિણામ મિથ્યાત્વરૂપ થાય છે.
ચોથા ગુણસ્થાન માટે દર્શનમોહનીય કર્મના ઉપશમ, ક્ષય અથવા ક્ષયોપશમનું નિમિત્ત છે. આ ગુણસ્થાનમાં આત્માના નિશ્ચયસમ્યગ્દર્શનપર્યાયનો પ્રાદુર્ભાવ થઈ જાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #379
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧૮) ત્રીજા ગુણસ્થાન સમ્યમિથ્યાત્વ ( મિશ્ર) માટે દર્શનમોહનીયકર્મનો ઉદય નિમિત્ત છે. આ ગુણસ્થાનમાં આત્માના પરિણામ સમ્યમિથ્યાત્વ અથવા ઉભયરૂપ થાય છે.
પહેલા ગુણસ્થાનમાં ઔદયિકભાવ, ચોથા ગુણસ્થાનમાં ઔપથમિક, ક્ષાયિક અથવા ક્ષાયોપથમિકભાવ અને ત્રીજા ગુણસ્થાનમાં ઔદયિકભાવ થાય છે. પરંતુ બીજાં ગુણસ્થાન દર્શનમોહનીયકર્મની ઉદય, ઉપશમ, ક્ષય અને ક્ષયોપશમ એ ચાર અવસ્થાઓમાંથી કોઈપણ અવસ્થાની અપેક્ષા રાખતું નથી; તેથી અહીં દર્શનમોહનીયકર્મની અપેક્ષાથી પરિણામિકભાવ છે. કિન્તુ અનંતાનુબંધીરૂપ ચારિત્રમોહનીયકર્મનો ઉદય હોવાથી આ ગુણસ્થાનમાં ચારિત્રમોહનીયકર્મની અપેક્ષાથી ઔદયિકભાવ પણ કહી શકાય છે. આ ગુણસ્થાનમાં અનંતાનુબંધીના ઉદયથી સમ્યકત્વનો ઘાત થઈ ગયો છે, તેથી અહીં સમ્યકત્વ નથી અને મિથ્યાત્વનો પણ ઉદય આવ્યો નથી, તેથી મિથ્યાત્વ અને સમ્યકત્વની અપેક્ષાથી અનુદયરૂપ છે.
પાંચમા ગુણસ્થાનથી દશમા ગુણસ્થાન સુધી (દેશવિરત, પ્રમત્તવિરત, અપ્રમત્તવિરત, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મસાપરાય એ) છ ગુણસ્થાન માટે ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ નિમિત્ત છે. તેથી આ ગુણસ્થાનોમાં ક્ષાયોપથમિકભાવ થાય છે. આ ગુણસ્થાનોમાં નિશ્ચયસમ્યક્યારિત્ર પર્યાયની અનુક્રમે વૃદ્ધિ થતી જાય છે.
અગિયારમું ઉપશાંતમોહ ગુણસ્થાન આત્માના પુરુષાર્થથી પ્રગટે ત્યારે ચારિત્રમોહનીયકર્મનો સ્વયં ઉપશમ થાય છે,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #380
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧૯). તેથી અગિયારમા ગુણસ્થાનમાં પથમિકભાવ થાય છે. જો કે અહીં ચારિત્રમોહનીયકર્મનો પૂર્ણપણે ઉપશમ થઈ ગયો છે, તોપણ યોગનો સદ્ભાવ હોવાથી પૂર્ણ ચારિત્ર નથી. કેમકે સમ્યક્રચારિત્રના લક્ષણમાં યોગ અને કષાય વગેરેના અભાવથી પૂર્ણ સમ્યક્રચારિત્ર થાય છે.
બારમું ક્ષણમોહ ગુણસ્થાન આત્માના પુરુષાર્થથી પ્રગટે ત્યારે ચારિત્રમોહનીયકર્મનો સ્વયે ક્ષય થાય છે; તેથી અહીં ક્ષાયિકભાવ થાય છે. આ ગુણસ્થાનમાં પણ અગિયારમાં ગુણસ્થાનની માફક સમ્મચારિત્રની પૂર્ણતા નથી. સમ્યજ્ઞાન જો કે ચોથા ગુણસ્થાનમાં જ પ્રગટ થઈ ગયું હોય છે.
ભાવાર્થ- જો કે આત્માના જ્ઞાનગુણનો ઉઘાડ અનાદિકાળથી પ્રવાહરૂપ ચાલી રહ્યો છે તો પણ મિથ્યા માન્યતાના કારણે તે જ્ઞાન મિથ્યારૂપ હતું. પરંતુ ચોથા ગુણસ્થાનમાં
જ્યારે નિશ્ચયસમ્યગ્દર્શન પ્રગટયું ત્યારે તે જ આત્માનો જ્ઞાનપર્યાય સમ્યજ્ઞાન કહેવાવા લાગ્યો અને પંચમાદિ ગુણસ્થાનોમાં તપશ્ચરણાદિના નિમિત્તના સંબંધે અવધિ, મન:પર્યયજ્ઞાન પણ કોઈ કોઈ જીવને પ્રગટ થઈ જાય છે. તથાપિ કેવળજ્ઞાન થયા વિના સમ્યજ્ઞાનની પૂર્ણતા થઈ શકતી નથી, તેથી બારમા ગુણસ્થાન સુધી જોકે સમ્યગ્દર્શનની પૂર્ણતા થઈ ગઈ છે, (કેમકે, ક્ષાયિક સમ્યકત્વ વગર ક્ષપકશ્રેણી ચઢાતી નથી અને ક્ષપકશ્રેણી વિના બારમા ગુણસ્થાને જવાય નહિ ) તો પણ સમ્યજ્ઞાન અને સમ્યક્ઝારિત્રગુણ અત્યાર સુધી અપૂર્ણ છે, તેથી અત્યાર સુધી મોક્ષ થતો નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #381
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨૦) તેરમું સયોગકેવળી ગુણસ્થાન યોગોના સદભાવની અપેક્ષાથી થાય છે, તેથી તેનું નામ સયોગ અને કેવળજ્ઞાનના સભાવથી સયોગકેવળી છે. આ ગુણસ્થાનમાં સમ્યજ્ઞાનની પૂર્ણતા થઈ જાય છે, પરંતુ બધા ગુણોના ચારિત્રની પૂર્ણતા ન હોવાથી મોક્ષ થતો નથી.
ચૌદમું અયોગીકેવળી ગુણસ્થાન યોગના અભાવની અપેક્ષાએ છે, તેથી તેનું નામ અયોગકેવળી છે. આ ગુણસ્થાનને અંતે સમ્મચારિત્રની પૂર્ણતા થઈ જાય છે, આ ગુણસ્થાનથી મોક્ષ પણ હવે દૂર રહ્યો નથી, અર્થાત્ અ, ઈ, ઉં, , અને પાંચ હસ્વ સ્વરોનો ઉચ્ચાર કરવામાં જેટલો
સમય લાગે છે તેટલા જ વખતમાં મોક્ષ થઈ જાય છે. પ્ર. ૨૦૭-(૧) મિથ્યાત્વ ગુણસ્થાનનું સ્વરૂપ શું છે? ઉ. મિથ્યાત્વ પ્રકૃત્તિના ઉદયમાં જોડાવાથી અતત્ત્વાર્થ શ્રદ્ધાનરૂપ આત્માના પરિણામ વિશેષને મિથ્યાત્વગુણસ્થાન કર્યું છે. આ ગુણસ્થાનમાં રહેવાવાળો જીવ વિપરીત શ્રદ્ધાન કરે છે, અને સાચા ધર્મ તરફ તેની રુચિ (પ્રીતિ) હોતી નથી; જેમકે પિત્તજ્વરવાળા રોગીને દૂધ વગેરે રસ કડવા લાગે
છે, તેવી જ રીતે તેને પણ સત્યધર્મ સારો લાગતો નથી. પ્ર. ૨૦૮-(૨) સાસાદનગુણસ્થાન કોને કહે છે? ઉ. પ્રથમોપશમ સમ્યકત્વના કાળમાં જ્યારે વધારેમાં વધારે છે
આવલી અને ઓછામાં ઓછો એક સમય બાકી રહે તે સમયમાં કોઈ એક અનન્તાનુબંધી કષાયના ઉદયમાં જોડાતા જેનું સમ્યકત્વ નાશ થઈ ગયું છે એવો જીવ સાસાદન ગુણસ્થાનવાળો થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #382
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
(૧૨૧)
પ્ર. ૨૦૯-નિશ્ચયસમ્યક્ત્વના કેટલા ભેદ છે ?
ઉ. નિશ્ચય સમ્યક્ત્વના ત્રણ ભેદ છે:- ૧. ઉપશમ સમ્યક્ત્વ, ૨. ક્ષાયિક સમ્યક્ત્વ, ૩. ક્ષાયોપશમિક સમ્યક્ત્વ.
૧. ઉપશમ સમ્યક્ત્વ-જીવનો સ્વસન્મુખ પુરુષાર્થપૂર્વક ઉધમ થાય ત્યારે દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિ (મિથ્યાત્વ, સમ્યફમિથ્યાત્વ અને સમ્યપ્રકૃતિ )* અને અનંતાનુબંધી ચાર પ્રકૃતિ (ક્રોધ, માન, માયા અને લોભ) એ સાત પ્રકૃતિઓનો સ્વયં ઉપશમ થાય છે; ત્યારે જીવનો જે ભાવ થાય તેને ઉપશમ સમ્યક્ત્વ કહે છે. ૨. ક્ષાયિક સમ્યક્ત્વ-જીવનો સ્વસન્મુખ પુરુષાર્થપૂર્વક ઉદ્યમ થાય ત્યારે સાતે પ્રકૃતિઓનો ક્ષય થાય છે; જીવનો જે ભાવ આ સમયે થાય તેને ક્ષાયિક સમ્યક્ત્વ કહે છે. ૩. ક્ષાયોપમિક સમ્યક્ત્વ-છ પ્રકૃતિઓ ( મિથ્યાત્વ, સમ્યકમિથ્યાત્વ, અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ ) ના અનુદય અને સમ્યક્પ્રકૃતિ નામની પ્રકૃતિના ઉદયમાં જોડાવાથી જે ભાવ ઉત્પન્ન થાય તેને ક્ષાયોપમિક સમ્યકત્વ કહે છે.
ઉપશમ સમ્યક્ત્વના બે ભેદ છે-૧. પ્રથમોપશમ સમ્યક્ત્વ, અને ૨. દ્વિતીયોપશમ સમ્યક્ત્વ.
પ્ર. ૨૧૦–પ્રથમોપશમ સમ્યક્ત્વ કોને કહે છે?
ઉ. અનાદિ મિથ્યાદષ્ટિને પાંચ (મિથ્યાત્વ અને અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ ) પ્રકૃતિઓ અને સાદિ
*અનાદિ મિથ્યાદષ્ટિને પાંચ પ્રકૃતિનો ઉપશમ થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #383
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨૨) મિથ્યાષ્ટિને સાત પ્રકૃતિઓના ઉપશમથી જે ઉત્પન્ન થાય
તેને પ્રથમોપશમ સમ્યકત્વ કહે છે. પ્ર. ૨૧૧. દ્વિતીયોપશમ સમ્યકત્વ કોને કહે છે? ઉ. સાતમા ગુણસ્થાનમાં ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિ જીવ શ્રેણી
ચઢવાની સન્મુખ અવસ્થામાં અનંતાનુબંધી ચતુષ્ટય (ક્રોધમાન-માયા-લોભ) નું વિસંયોજન (અપ્રત્યાખ્યાનાદિરૂપ) કરીને દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિઓના ઉપશમકાળે જીવ
જે સમ્યકત્વ પ્રાપ્ત કરે છે તેને દ્વિતીયોપશમ સમ્યકત્વ કહે છે. પ્ર. ૨૧ર-(૩) મિશ્ર ગુણસ્થાન કોને કહે છે? ઉ. સમ્યમિથ્યાત્વ પ્રકૃતિના ઉદયને વશ થવાથી જીવને કેવળ
સમ્યકત્વ પરિણામ પ્રાપ્ત થતો નથી, અથવા કેવળ મિથ્યાત્વરૂપ પરિણામ પણ પ્રાપ્ત થતો નથી, પરંતુ મળેલા દહીં ગોળના સ્વાદની માફક એક ભિન્ન જાતિનો મિશ્ર
પરિણામ થાય છે, તેને મિશ્ર ગુણસ્થાન કહે છે. પ્ર. ૨૧૩-(૪) અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનનું સ્વરૂપ શું છે? ઉ. દર્શનમોહનીયની ત્રણ અને અનંતાનુબંધીની ચાર પ્રકૃતિ-એ
સાત પ્રકૃતિઓના ઉપશમ અથવા ક્ષય અથવા ક્ષયોપશમના સંબંધથી અને અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભના ઉદયમાં જોડાતાં વ્રતરહિત અને અંશે
સ્વરૂપાચરણસહિત નિશ્ચય સમ્યકત્વધારી ચોથા ગુણસ્થાનવર્તી હોય છે (અનાદિ મિથ્યાદષ્ટિને પાંચ પ્રકૃતિનો ઉપશમ થાય છે.)
પ્ર. ૨૧૪-(૫) દેશવિરત ગુણસ્થાનનું સ્વરૂપ શું છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #384
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨૩) ઉ. પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભના ઉદયમાં
જોડાવાથી જ કે સંયમભાવ થતો નથી. તો પણ અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભના અભાવથી, શ્રાવકનું નિશ્ચયદેશચારિત્ર થાય છે. તેને જ દેશવિરત નામનું પાંચમું ગુણસ્થાન કહે છે.
પાંચમા આદિ (ઉપરના) સર્વ ગુણસ્થાનોમાં પણ નિશ્ચયસમ્યગ્દર્શન અને તેનું અવિનાભાવી સમ્યજ્ઞાન અવશ્ય હોય છે; એના વિના પાંચમાં છઠ્ઠી આદિ ગુણસ્થાનો થતાં નથી. પ્ર. ૨૧૫-(૬) પ્રમત્તવિરત નામના ગુણસ્થાનનું સ્વરૂપ શું છે? ઉ. સંજ્વલન અને નોકષાયના તીવ્ર ઉદયમાં જોડાવાથી
સંયમભાવ તથા મલજનક પ્રમાદ એ બન્ને એક સાથે થાય છે. (જો કે સંજ્વલન અને નોકષાયનો ઉદય ચારિત્રગુણના વિરોધમાં નિમિત્ત છે, તથાપિ પ્રત્યાખ્યાનાવરણ કષાયનો અભાવ થવાથી પ્રાદુર્ભત સકલ સંયમ છે, તેથી આ ગુણસ્થાનવર્ધી મુનિને પ્રમત્તવિરત
અર્થાત્ ચિત્રલાચરણી કહે છે. પ્ર. ૨૧૬-(૭) અપ્રમત્તવિરત નામના ગુણસ્થાનનું સ્વરૂપ શું
છે ?
ઉ. જીવના પુરુષાર્થથી સંજ્વલન અને નોકષાયનો મંદ ઉદય
થાય છે અને ત્યારે પ્રમાદરહિત સંયમભાવ પ્રગટે છે, તે
કારણથી આ ગુણસ્થાનવર્ધી મુનિને અપ્રમત્તવિરત કહે છે. પ્ર. ૨૧૭–અપ્રમત્તવિરત ગુણસ્થાનના કેટલા ભેદ છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #385
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check hffp://www.AtmaDharma.com for updates
(૧૨૪)
ઉ. તેના બે ભેદ છે-૧. સ્વસ્થાન અપ્રમત્તવિરત અને ૨. સાતિશય અપ્રમત્તવિરત.
પ્ર. ૨૧૮-સ્વસ્થાન અપ્રમત્તવિરત કોને કહે છે?
ઉ. જે હજારો વખત છાથી સાતમા ગુણસ્થાનમાં અને સાતમાથી છઠ્ઠા ગુણસ્થાનમાં આવે અને જાય તેને સ્વસ્થાન અપ્રમત્તવિરત કહે છે.
પ્ર. ૨૧૯-સાતિશય અપ્રમત્તવિરત કોને કહે છે?
ઉ. જે શ્રેણી ચઢવાની સન્મુખ હોય
અપ્રમત્તવિરત કહે છે.
પ્ર. ૨૨૦-શ્રેણી ચઢવાને પાત્ર કોણ છે?
ઉ. ક્ષાયિક સમ્યગ્દષ્ટિ અને દ્વિતીયોપશમ સમ્યગ્દષ્ટિ જ શ્રેણી ચઢે છે. પ્રથમોપશમ સમ્યક્ત્વવાળા તથા ક્ષાયોપમિક સમ્યક્ત્વવાળા શ્રેણી ચઢી શકતા નથી.
તેને સાતિશય
પ્રથમોપશમ સમ્યક્ત્વવાળા જીવ પ્રથમોપશમ સમ્યક્ત્વને છોડીને ક્ષાયોપશમિક સમ્યગ્દષ્ટિ થઈને પ્રથમ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, અને લોભનું વિસંયોજન કરીને, દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિઓનો ઉપશમ કરીને યા તો દ્વિતીયોપશમ સમ્યગ્દષ્ટિ થઈ જાય અથવા ત્રણે પ્રકૃતિઓનો ક્ષય કરીને ક્ષાયિક સમ્યગ્દષ્ટિ થઈ જાય ત્યારે તે શ્રેણી ચઢવાને પાત્ર થાય છે.
પ્ર. ૨૨૧-શ્રેણી કોને કહે છે?
ઉ. જીવના જે શુદ્ધભાવના નિમિત્તે ચારિત્રમોહનીય કર્મની બાકી રહેલી ૨૧ પ્રકૃતિઓનો ક્રમથી ઉપશમ તથા ક્ષય થાય તે શુદ્ધ ભાવને શ્રેણી કહે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #386
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨૫) પ્ર. રરર-શ્રેણીના કેટલા ભેદ છે? ઉ. તેના બે ભેદ છે:- ૧. ઉપશમશ્રેણી અને ૨. ક્ષપકશ્રેણી. પ્ર. રર૩-ઉપશમશ્રેણી કોને કહે છે? ઉ. જે શ્રેણીમાં ચારિત્ર મોહનીયકર્મની ૨૧ પ્રકૃતિઓનો ઉપશમ
થાય તેને ઉપશમશ્રેણી કહે છે. પ્ર. ૨૨૪-ક્ષપકશ્રેણી કોને કહે છે? ઉ. જે શ્રેણીમાં ઉપરની ર૧ પ્રકૃતિઓનો ક્ષય થાય તેને
ક્ષપકશ્રેણી કહે છે. પ્ર. ૨૨૫-આ બન્ને શ્રેણીઓમાં કયા કયા જીવ ચઢે છે? ઉ. ક્ષાયિક સમ્યગ્દષ્ટિ તો બન્નેય શ્રેણીએ ચઢે છે, અને દ્વિતીયોપશમ સમ્યગ્દષ્ટિ ઉપશમશ્રેણીએ જ ચઢે છે; તે
ક્ષપકશ્રેણીએ ચઢતો નથી. પ્ર. રર૬-ઉપશમશ્રેણીને કયા કયા ગુણસ્થાન છે? ઉ. ઉપશમશ્રેણીને ચાર ગુણસ્થાન છે – ૧. આઠમું અપૂર્વકરણ,
૨. નવમું અનિવૃત્તિકરણ, ૩. દશમું સૂક્ષ્મસામ્પરાય અને ૪.
અગિયારમું ઉપશાન્તમોહ ગુણસ્થાન છે. પ્ર. ૨૨૭-ક્ષપકશ્રેણીને કયા કયા ગુણસ્થાન છે? ઉ. તેને આઠમું અપૂર્વકરણ નવમું અનિવૃત્તિકરણ, દશમું
સૂક્ષ્મસાપરાય અને બારમું ક્ષીણમોહ એ ચાર ગુણસ્થાન છે. પ્ર. ર૨૮-ચારિત્રમોહનીયની ૨૧ પ્રકૃતિઓના ઉપશમને તથા
ક્ષયને આત્માના કયા પરિણામ નિમિત્તકારણ છે? ઉ. અધ:કરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એ ત્રણ
પરિણામ નિમિત્તકારણ છે. પ્ર. ૨૨૯- અધ:કરણ પરિણામ કોને કહે છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #387
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨૬ ) ઉ. જે કરણમાં (પરિણામસમૂહુમાં) ઉપરિતન સમયવર્તી તથા
અધતન સમયવર્તી જીવોના પરિણામ સદેશ અને વિદેશ હોય તેને અધ:કરણ કહે છે. તે અધ:કરણ સાતમા
ગુણસ્થાનમાં થાય છે. પ્ર. ૨૩૦-(૮) અપૂર્વકરણ પરિણામ કોને કહે છે? ઉ. જે કરણમાં ઉત્તરોત્તર અપૂર્વ અને અપૂર્વ પરિણામ થતા
જાય અર્થાત્ ભિન્ન સમયવર્તી જીવોના પરિણામ સદા વિસદશ જ હોય અને એક સમયવર્તી જીવોના પરિણામ સદશ પણ હોય અને વિદેશ પણ હોય તેને અપૂર્વકરણ
કહે છે, અને એ જ આઠમું ગુણસ્થાન છે. પ્ર. ૨૩૧-(૯) અનિવૃત્તિકરણ કોને કહે છે? ઉ. જે કરણમાં ભિન્ન સમયવર્તી જીવોના પરિણામ વિસદશ જ
હોય અને એક સમયવર્તી જીવોના પરિણામ સદશ જ હોય તેને અનિવૃત્તિકરણ ” કહે છે. આ જ નવમું ગુણસ્થાન છે.
એ ત્રણેય કરણોમાં પરિણમનની પ્રતિસમય અનંતગુણી વિશુદ્ધતા થાય છે. પ્ર. ૨૩ર-(૧૦) સૂક્ષ્મસામ્પરાયગુણસ્થાનનું સ્વરૂપ શું છે? ઉ. અત્યંત સૂક્ષ્મ અવસ્થાને પ્રાપ્ત લોભકષાયના ઉદયને વશ
થતા જીવને સૂક્ષ્મસાપરાય નામનું દશમું ગુણસ્થાન પ્રાપ્ત
થાય છે. પ્ર. ૨૩૩-(૧૧) ઉપશાન્તમોહ ગુણસ્થાનનું સ્વરૂપ શું છે? ઉ. ચારિત્રમોહનીયની ૨૧ પ્રકૃતિઓનો ઉપશમ થવાથી
યથાખ્યાત-ચારિત્રને ધારણ કરવાવાળા મુનિને અગિયારમું ઉપશાન્તમોહ નામનું ગુણસ્થાન થાય છે. આ ગુણસ્થાનનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #388
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨૭) કાળ સમાપ્ત થતાં મોહનીયના ઉદયમાં જોડાતાં જીવ
નીચલા ગુણસ્થાનોમાં આવી જાય છે. પ્ર. ૨૩૪-(૧૨) ક્ષીણમોહ ગુણસ્થાનનું સ્વરૂપ” શું છે? અને
તે કોને પ્રાપ્ત થાય છે? ઉ. મોહનીય કર્મનો અત્યંત ક્ષય થવાથી સ્ફટિક ભાજનગત
જળની માફક અત્યંત નિર્મળ અવિનાશી યથાખ્યાતચારિત્રના ધારક મુનિને ક્ષીણમોહ નામનું બારણું
ગુણસ્થાન થાય છે. પ્ર. ૨૩૫-(૧૩) સયોગી ગુણસ્થાનનું સ્વરૂપ શું છે? અને તે
કોને પ્રાપ્ત થાય છે? ઉ. ઘાતિયા કર્મોની ૪૭ પ્રકૃતિઓ અને અઘાતિયા કર્મોની ૧૬
પ્રકૃતિઓ મળીને ૬૩ પ્રકૃતિઓનો ક્ષય થવાથી લોકાલોકપ્રકાશક કેવળજ્ઞાન તથા આત્મપ્રદેશોના કંપનરૂપ યોગના ધારક અરહંત ભટ્ટારકને સયોગીકેવળી નામનું તેરમું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે.
તે જ કેવળીભગવાન પોતાના દિવ્યધ્વનિથી ભવ્ય જીવોને મોક્ષમાર્ગનો ઉપદેશ આપીને સંસારમાં મોક્ષમાર્ગનો પ્રકાશ કરે છે.
(૬૩ પ્રકૃતિઓ માટે જુઓ શ્રી “જૈન સિદ્ધાંત પ્રવેશિકા') પ્ર. ૨૩૬-(૧૪) અયોગીકેવળી ગુણસ્થાનનું સ્વરૂપ શું છે?
અને તે કોને પ્રાપ્ત થાય છે? ઉ. યોગોથી રહિત અને કેવળજ્ઞાન સહિત અરહંત ભટ્ટારક (ભગવાન) ને ચૌદમું અયોગી કવળી ગુણસ્થાન પ્રાપ્ત થાય છે.
આ ગુણસ્થાનનો કાળ એ, ઈ, ઉ, ઋ, લુએ પાંચ હુસ્વ સ્વરોનો ઉચ્ચાર કરતાં જેટલો કાળ થાય તેટલો છે. પોતાના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #389
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨૮) ગુણસ્થાનના કાળના દ્વિચરમ સમયમાં સત્તાની ૮૫ પ્રકૃતિઓમાંથી ૭ર પ્રકૃતિઓનો અને ચરમ સમયમાં ૧૩ પ્રકૃતિઓનો નાશ કરીને અરહંત ભગવાન મોક્ષધામે ( સિદ્ધશિલાએ) પધારે છે.
[ સૂચનાઃ- દરેક ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓ સત્તામાં હોય છે અને કર્મ પ્રકૃતિઓનો ઉદય હોય છે વગેરે સંબંધી જ્ઞાન માટે જુઓ “શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા”] પ્ર. ૨૩૭-નવ દેવતા નામ કહો. ઉ. અરહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, જિનધર્મ, જિનવચન, (શૃંગારાદિ દોષ રહિત અને સાક્ષાત્ જિનેશ્વર સમાન હોય એવી જ) જિનપ્રતિમા અને જિનમંદિર-એ નવ દેવ છે.
(શ્રી “લઘુ જૈન સિદ્ધાંત પ્રવેશિકા') પ્ર. ૨૩૮-અવિરત સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધી
પ્રકૃતિઓનો તો આસ્રવ નથી થતો પણ અન્ય પ્રકૃતિઓનો તો
આસ્રવ થઈને બંધ થાય છે, તેને જ્ઞાની કહેવો કે અજ્ઞાની ? ઉ. સમ્યગ્દષ્ટિ જીવ જ્ઞાની જ છે; કારણ કે તે અભિપ્રાયપૂર્વકના
આસ્રવોથી નિવર્યો છે. તેને પ્રકૃતિઓનો જે આસ્રવ તથા બંધ થાય છે તે અભિપ્રાયપૂર્વક નથી. સમ્યગ્દષ્ટિ થયા પછી પદ્રવ્યના સ્વામિત્વનો અભાવ છે; માટે, જ્યાં સુધી તેને ચારિત્રમોહનો ઉદય છે ત્યાં સુધી તેના ઉદય અનુસાર જે આસ્રવ-બંધ થાય છે તેનું સ્વામિપણે તેને નથી. અભિપ્રાયમાં તો તે આસ્રવ-બંધથી સર્વથા નિવૃત થવા જ ઈચ્છે છે; તેથી તે જ્ઞાની જ છે.(સમયસાર ગાથા ૭ર નો ભાવાર્થ)
સમાસ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #390
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check hffp://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ-૧ સર્વજ્ઞતાનો મહિમા
* મોક્ષમાર્ગના મૂળ ઉપદેશક શ્રી સર્વજ્ઞદેવ છે; તેથી જેને ધર્મ કરવો હોય તેણે સર્વજ્ઞને ઓળખવા જોઈએ.
*નિશ્ચયથી જેવો સર્વજ્ઞ ભગવાનનો સ્વભાવ છે તેવો જ આ આત્માનો સ્વભાવ છે; તેથી સર્વજ્ઞને ઓળખતાં પોતાનો આત્મા ઓળખાય છે; જે જીવ સર્વજ્ઞને ન ઓળખે તે પોતાના આત્માને પણ ઓળખતો નથી.
* સમસ્ત પદાર્થોને જાણવાના સામર્થ્યરૂપ સર્વજ્ઞત્વશક્તિ આત્મામાં ત્રિકાળ છે, પણ પરમાં કાંઈ ફેરફાર કરે એવી શક્તિ આત્મામાં કદી નથી.
* અહો ! સમસ્ત પદાર્થોને જાણવાની તાકાત આત્મામાં સદાય પડી છે, તેની પ્રતીત કરનાર જીવ ધર્મી છે.
* તે ધર્મી જીવ જાણે છે કે હું મારી જ્ઞાનક્રિયાનો સ્વામી છું પણ પ૨ની ક્રિયાનો સ્વામી હું નથી.
* આત્મામાં સર્વજ્ઞશક્તિ છે, તે શક્તિનો વિકાસ થતાં પોતામાં સર્વજ્ઞપણું પ્રગટે; પણ આત્માની શક્તિનો વિકાસ તે પરનું કાંઈ કરી દે એમ બનતું નથી.
* સાધકને પર્યાયમાં સર્વજ્ઞતા પ્રગટી ન હોવા છતાં તે પોતાની સર્વજ્ઞશક્તિની પ્રતીત કરે છે.
*તે પ્રતીત પર્યાયની સામે જોઈને કરી નથી પણ સ્વભાવ સામે જોઈને કરી છે. વર્તમાન પર્યાય તો પોતે જ અલ્પજ્ઞ છે. તે અલ્પજ્ઞતાના આશ્રયે સર્વજ્ઞતાની પ્રતીત કેમ થાય?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #391
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check hffp://www.AtmaDharma.com for updates
(૧૩૦)
* અલ્પજ્ઞ પર્યાય વડે સર્વજ્ઞતાની પ્રતીત થાય, પણ અલ્પજ્ઞતાના આશ્રયે સર્વજ્ઞતાની પ્રતીત ન થાય; ત્રિકાળી સ્વભાવના આશ્રયે જ સર્વજ્ઞતાની પ્રતીત થાય છે.
*પ્રતીત કરનાર તો પર્યાય છે, પણ તેને આશ્રય દ્રવ્યનો છે.
* દ્રવ્યના આશ્રયે સર્વજ્ઞતાની પ્રતીત કરનાર જીવને સર્વજ્ઞતારૂપે પરિણમન થયા વગર રહે નહિ.
* અલ્પજ્ઞ પર્યાય વખતે પણ પોતામાં સર્વજ્ઞત્વશક્તિ હોવાનો જેણે નિર્ણય કર્યો તેની રુચિનું જોર અલ્પજ્ઞપર્યાય ઉપ૨થી ખસીને અખંડ સ્વભાવમાં વળી ગયું છે, એટલે તે જીવ ‘સર્વજ્ઞ ભગવાનનો નંદન' થયો છે.
* હજુ પોતાને સર્વજ્ઞપણું પ્રગટયા પહેલાં પણ ‘મારો આત્મા ત્રણે કાળે સર્વજ્ઞતાપણે પરિણમવાની તાકાતવાળો છે ’– એમ જેણે સ્વસન્મુખ થઈને નક્કી કર્યું તે જીવ અલ્પજ્ઞતાને, રાગને કે ૫રને પોતાનું સ્વરૂપ ન માને; પોતાના પૂર્ણ જ્ઞાનસ્વરૂપ ઉપર જ તેની દૃષ્ટિ હોય.
* જે આત્મા પોતાની પૂર્ણ જ્ઞાનશક્તિની પ્રતીત કરે તેજ ખરો જૈન અને સર્વજ્ઞદેવનો ભક્ત છે.
* આત્મા પરને લ્યુ-મૂકે, કે તેમાં ફેરફાર કરે એમ જે માને છે તે જીવ આત્માની શક્તિને, સર્વજ્ઞદેવને કે જૈનશાસનને માનતો નથી. તે ખરેખર જૈન નથી.
* જુઓ ભાઈ ! આત્માનો સ્વભાવ જ ‘સર્વજ્ઞ' છે. સર્વજ્ઞશક્તિ બધા આત્મામાં ભરી છે. ‘સર્વજ્ઞ' એટલે બધાને જાણનાર. બધાને જાણે એવો મોટો મહિમાવંત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #392
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩૧) પોતાનો સ્વભાવ છે, તેને અન્યપણે-વિકારીસ્વરૂપે માની લેવો તે આત્માની મોટી હિંસા છે. આત્મા મોટો ભગવાન છે, તેની મોટાઈના આ ગાણાં ગવાય છે.
* ભાઈ રે! તું સર્વનો જ્ઞ એટલે જાણનાર છો પણ પરમાં ફેરફાર કરનાર તું નથી. જ્યાં દરેક-દરેક વસ્તુ જુદી છે ત્યાં જાદી ચીજનું તું શું કરે? તું સ્વતંત્ર અને તે પણ સ્વતંત્ર. અહો ! આવી સ્વતંત્રતાની પ્રતીતમાં એકલી વીતરાગતા છે.
* “અનેકાન્ત” એટલે હું મારા જ્ઞાનતત્ત્વપણે છું ને પરપણે નથી-એમ નક્કી કરતાં જ જીવ સ્વતત્ત્વમાં રહી ગયો ને અનંત પરતત્ત્વોથી ઉદાસીનતા થઈ ગઈ. આ રીતે અનેકાંતમાં વીતરાગતા આવી જાય છે.
* જ્ઞાનતત્ત્વની પ્રતીત વગર પર પ્રત્યેથી સાચી ઉદાસીનતા થાય નહિ.
* સ્વ-પરના ભેદજ્ઞાન વગર વીતરાગતા થાય નહિ. જ્ઞાનતત્ત્વને ચૂકીને “હું પરનું કરું” એમ માનવું તે એકાંત છે, તેમાં મિથ્યાત્વ અને રાગ-દ્વેષ ભરેલા છે, તે જ સંસાર ભ્રમણનું મૂળ છે.
* “હું જ્ઞાનપણે છું ને પરપણે નથી'—એવા અનેકાંતમાં ભેદજ્ઞાન અને વીતરાગતા છે, તે જ મોક્ષમાર્ગ છે અને તે પરમઅમૃત છે.
* જગતમાં સ્વ અને પર બધા તત્ત્વો નિજ-નિજ સ્વરૂપે સત્ છે, આત્માનો સ્વભાવ તેને જાણવાનો છે; છતાં, “હું પરને ફરવું” એવા ઊંધા અભિપ્રાયમાં સનું ખૂન થાય છે તેથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #393
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩૨) તે ઊંધા અભિપ્રાયને મહાન હિંસા કહેવામાં આવી છે અને તે જ મહાન પાપ છે.
* અહો! હું તો જ્ઞાન છું, આખું જગત એમ ને એમ પોતપોતાના સ્વરૂપમાં બિરાજી રહ્યું છે ને હું મારા જ્ઞાનતત્ત્વમાં બિરાજતું છું; તો પછી ક્યાં રાગ ને ક્યાં દ્વેષ? રાગ દ્વેષ ક્યાંય છે જ નહિ. હું તો બધાયને જાણનાર સર્વજ્ઞતાનો પિંડ છું, મારા જ્ઞાનતત્ત્વમાં રાગ-દ્વેષ છે જ નહિ.-આમ ધર્મી જાણે છે.
* હે જીવ! જ્ઞાની તને તારો આત્મવૈભવ દેખાડે છે, પોતાના જ્ઞાનમાં જ સ્થિર રહીને એક સમયમાં ત્રણ કાળત્રણલોકને જાણે એવો જ્ઞાનવૈભવ તારામાં ભર્યો છે. જો તારી સર્વજ્ઞશક્તિનો વિશ્વાસ કરી તો ક્યાંય ફેરફાર કરવાની બુદ્ધિ ઊડી જાય.
* વસ્તુની પર્યાયમાં જે સમયે જે કાર્ય થવાનું છે તે જ નિયમથી થાય છે અને સર્વજ્ઞના જ્ઞાનમાં તે જ પ્રમાણે જણાયું છે;-આમ જે નથી માનતો અને નિમિત્તને લીધે તેમાં ફેરફાર થવાનું માને છે તેને વસ્તુના સ્વરૂપની કે સર્વજ્ઞતાની પ્રતીત નથી.
* “સર્વજ્ઞતા કહેતાં જ બધા પદાર્થોનું ત્રણેકાળનું ક્રમબદ્ધ પરિણમન સિદ્ધ થઈ જાય છે. જો પદાર્થમાં ત્રણે કાળના પર્યાયો ચોક્કસ ક્રમબદ્ધ ન થતા હોય, ને આડાઅવળા થતા હોય તો સર્વજ્ઞતા જ સિદ્ધ ન થઈ શકે, માટે સર્વજ્ઞતા કબૂલ કરનારે એ બધું કબૂલ કરવું જ પડશે.
* આત્મામાં સર્વશક્તિ છે તે “આત્મજ્ઞાનમયી ” છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #394
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩૩) આત્મા પરની સન્મુખ થઈને પરને નથી જાણતો પણ આત્મસન્મુખ રહીને આત્માને જાણતાં લોકાલોક જણાઈ જાય છે. માટે સર્વજ્ઞત્વશક્તિ આત્મજ્ઞાનમય છે. જેણે આત્માને જાણ્યો તેણે સર્વ જાણું.
* હે જીવ! તારા જ્ઞાનમાત્ર આત્માના પરિણમનમાં અનંતધર્મો એક સાથે ઊછળી રહ્યા છે, તેમાં જ ડોકિયું કરીને તારા ધર્મને શોધ, ક્યાંક બહારમાં તારા ધર્મને ન શોધ. તારી અંતરશક્તિના અવલંબને જ સર્વજ્ઞપણું પ્રગટ થશે.
* જેણે પોતામાં સર્વશતા પ્રગટ થવાની તાકાત માની તે જીવ દેહાદિની ક્રિયાનો જ્ઞાતા રહ્યો; પરની ક્રિયાને તો ફેરવવાની વાત તો દૂર રહી પણ પોતાના પર્યાયને આઘાપાછા ફેરવવાની પણ બુદ્ધિ તેને હોતી નથી. જ્ઞાન ક્યાંય ફેરફાર કરતું નથી, માત્ર જાણે છે. જેણે આવા જ્ઞાનની પ્રતીત કરી તેને સ્વસમ્મુખદષ્ટિને લીધે પર્યાય-પર્યાયે શુદ્ધતા વધતી જાય છે ને રાગ છૂટતો જાય છે. આ રીતે જ્ઞાનસ્વભાવની દષ્ટિ તે મુક્તિનું કારણ છે.
* “સર્વજ્ઞતા” કહેતાં દૂરના કે નજીકના પદાર્થોને જાણવામાં ભેદ ન રહ્યા; પદાર્થ દૂર હો કે નજીક હો તેને લીધે જ્ઞાન કરવામાં કાંઈ ફેર પડતો નથી. દૂરના પદાર્થને નજીક કરવા કે નજીકના પદાર્થને દૂર કરવા તે જ્ઞાનનું કાર્ય નથી, પણ નજીકના પદાર્થની જેમ જ દૂરના પદાર્થને પણ સ્પષ્ટ જાણવાનું જ્ઞાનનું કાર્ય છે. “સર્વજ્ઞતા” કહેતાં બધાંને જાણવાનું આવ્યું પણ તેમાં ક્યાંય “આ ઠીક ને આ અઠીક'–એવી બુદ્ધિ કે રાગ દ્વષ કરવાનું ન આવ્યું.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #395
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩૪) * કેવળી ભગવાનને સમુદ્રઘાત થવા પહેલાં તેને જાણવારૂપ પરિણમન થઈ ગયું છે, સિદ્ધદશા થયા પહેલાં તેનું જ્ઞાન થઈ ગયું છે, ભવિષ્યના અનંત-અનંત સુખપર્યાયોનું વેદન થયા પહેલાં સર્વજ્ઞત્વશક્તિ તેને જાણવારૂપે પરિણમી ગઈ છે.-આ રીતે જ્ઞાન ત્રણે કાળના પર્યાયોને જાણી લેવાના સામર્થ્યવાળું છે, પણ તેમાં કોઈ પર્યાયના ક્રમને આઘો-પાછો કરીને ભવિષ્યમાં થનાર પર્યાયને વર્તમાનમાં લાવે-એમ બની શકતું નથી.
* શ્રી આચાર્યદવ સર્વજ્ઞત્વશક્તિ ઓળખાવે છે કે હું જીવ! તારા જ્ઞાનનું કાર્ય તો માત્ર “ જાણવું” તે જ છે. રાગવૈષ કરવાનું તો તારું સ્વરૂપ નથી અને અધૂરું જાણવારૂપે પરિણમે એવું પણ તારા જ્ઞાનનું મૂળ સ્વરૂપ નથી, સર્વને જાણવારૂપે પરિણમે એવું તારા જ્ઞાનનું પૂર્ણ સામર્થ્ય છે.-આવી તારી જ્ઞાનશક્તિને ઓળખ તો સમ્યક શ્રદ્ધા-જ્ઞાન થઈને અપૂર્વ આનંદનો અનુભવ થાય.
* મારા આત્મામાં સર્વજ્ઞત્વશક્તિ છે એમ જેણે સ્વીકાર્યું તેણે પોતાના સ્વભાવમાં રાગ-દ્વેષનો અભાવ પણ સ્વીકાર્યો, કેમકે જ્યાં સર્વજ્ઞતા હોય ત્યાં રાગ-દ્વેષ હોતા નથી અને જ્યાં રાગ-દ્વેષ હોય ત્યાં સર્વજ્ઞતા હોતી નથી. તેથી સર્વજ્ઞસ્વભાવને સ્વીકારનાર કદી રાગ-દ્વેષથી લાભ માની શકે નહિ, અને રાગ-દ્વેષથી લાભ માનનાર સર્વજ્ઞસ્વભાવને સ્વીકારી શકે નહિ.
* જ્ઞાની કહે છે કે તણખલાના બે કટકા કરવાની શક્તિ પણ અમે ધરાવતા નથી - એનો આશય એમ છે કે અમે તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #396
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩૫) જ્ઞાયક છીએ, એક પરમાણુમાત્રને પર ફેરવવાનું કર્તૃત્વ અમે માનતા નથી. તણખલાના બે કટકા થાય તેને કરવાની અમારી કે કોઈ આત્માની તાકાત નથી પણ જાણવાની તાકાત છે,અને તે પણ એટલું જ જાણવાની તાકાત નથી પણ પરિપૂર્ણ જાણવાની તાકાત છે.
* જે જીવ પોતાના જ્ઞાનની પૂર્ણ જાણવાની શક્તિને માને તથા તેનો જ આદર અને મહિમા કરે તે જીવ અધૂરી દશાને કે રાગને પોતાનું સ્વરૂપ ન માને તથા તેનો આદર અને મહિમા ન કરે, એટલે તેને જ્ઞાનના ઉઘાડનો અહંકાર ક્ય થી થાય? જ્યાં પૂર્ણ સ્વભાવનો આદર છે ત્યાં અલ્પ જ્ઞાનનો અહંકાર હોતો જ નથી.
* જ્ઞાનસ્વભાવી આત્મા સંયોગ વિનાનો તેમજ પરમાં અટકવાના ભાવ વિનાનો છે. કોઈ બીજા વડે તેનું માન કે અપમાન નથી. આત્માનો જ્ઞાનસ્વભાવ પોતે પોતાથી જ પરિપૂર્ણ અને સુખથી ભરપૂર છે.
* સર્વજ્ઞતા એટલે એકલું જ્ઞાન.... પૂરેપૂરું જ્ઞાન. એવા જ્ઞાનથી ભરેલા આત્માની પ્રતીત કરવી તે ધર્મનો મૂળ પાયો છે.
* મારામાં જ સર્વશપણે પરિણમવાની શક્તિ છે. તેનાથી જ મારું જ્ઞાન પરિણમે છે–એમ ન માનતાં શાસ્ત્ર વગેરે નિમિત્તને લીધે મારું જ્ઞાન પરિણમે છે એમ જેણે માન્યું તેણે સંયોગથી લાભ માન્યો, એટલે તેને સંયોગમાં સુખબુદ્ધિ છે; કેમકે, જે જેનાથી લાભ માને તેને તેમાં સુખબુદ્ધિ હોય જ. ચૈતન્યબિંબ સ્વતત્ત્વ સિવાય બીજાથી લાભ માનવો તે મિથ્થાબુદ્ધિ છે.
*મારો આત્મા જ સર્વજ્ઞતા અને પરમ સુખથી ભરેલો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #397
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩૬ ) છે”—એવી જેને પ્રતીત નથી તે જીવ ભોગહેતુ ધર્મને એટલે કે પુણ્યને જ શ્રદ્ધ છે; ચૈતન્યના નિર્વિષય સુખનો તેને અનુભવ નથી એટલે ઊંડાણમાં તેને ભોગનો જ હેતુ પડ્યો છે.
* સર્વજ્ઞત્વપણે પરિણમવાની આત્માની જ શક્તિ છે તેનો આશ્રય કરવાને બદલે, નિમિત્તના આશ્રયે જ્ઞાન ખીલે, એમ જે માને છે તેને પાંચ ઇન્દ્રિયના વિષયોમાં સુખબુદ્ધિ ટળી નથી. નિમિત્ત અને વિષયો અને એક છે. નિમિત્તના આશ્રયથી લાભ માનનાર કે વિષયોમાં સુખ માનનાર-એ બન્નેની એક જ વાત છે; તેઓ આત્મસ્વભાવનો આશ્રય કરીને ન પરિણમતાં સંયોગનો આશ્રય કરીને જ પરિણમી રહ્યા છે. ભલે શુભભાવ હો તો પણ તેમને વિષયોની રુચિ ટળી નથી ને સ્વભાવના અતીન્દ્રિયસુખની રુચિ થઈ નથી; તેઓએ પોતાના આત્માને નહિ પણ વિષયોને જ ધ્યેયરૂપ બનાવ્યા છે.
* પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવ સિવાયના બધાય પદાર્થો પર વિષયો છે. તેમના આશ્રયથી જે લાભ માને તેને પરવિષયોની પ્રીતિ છે. જે પોતાના સ્વભાવની પ્રતીત કરે તેને કોઈ પર વિષયોમાં સુખબુદ્ધિ રહેતી નથી.
* અહો! મારા આત્મામાં સર્વજ્ઞતાનું સામર્થ્ય છે એમ જેણે પ્રતીત કરી તેણે તે પ્રતીત પોતાની શક્તિ સામે જોઈને કરી છે કે પર સામે જોઈને કરી છે? આત્માની શક્તિની પ્રતીત આત્માને ધ્યેય બનાવીને થાય કે પરને ધ્યેય બનાવીને થાય ? કોઈ નિમિત્ત, રાગ કે અધૂરી પર્યાયના લક્ષે પૂર્ણ શક્તિની પ્રતીત થતી નથી પણ અખંડ સ્વભાવના લક્ષે જ પૂર્ણતાની પ્રતીત થાય છે. સ્વભાવના લક્ષે પૂર્ણતાની પ્રતીત કરનારને કયાંય પણ પરના આશ્રયથી લાભની બુદ્ધિ રહેતી નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #398
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩૭) * અરિહંત ભગવાન જેવી આત્માની સર્વજ્ઞશક્તિ પોતામાં ભરી છે. જો અરિહંત ભગવાન સામે જ જોયા કરે ને પોતાના આત્મા તરફ વળીને નિજશક્તિને ન સંભાળે તો મોહનો ક્ષય થાય નહિ. જેવા શુદ્ધ અરિહંત ભગવાન છે તેવો જ હું છું એમ જો પોતાના આત્મા તરફ વળીને જાણે તો સમ્યગ્દર્શન પ્રગટીને મોહનો ક્ષય થાય છે. તેથી, પરમાર્થે અરિહંત ભગવાન આ આત્માના ધ્યેય નથી, પણ અરિહંત જેવા સામર્થ્યવાળો પોતાનો આત્મા જ પોતાનું ધ્યેય છે. અરિહંત ભગવાનની શક્તિ તેમનામાં છે. તેમની પાસેથી કાંઈ આ આત્માની શક્તિ આવતી નથી; તેમના લક્ષે તો રાગ થાય છે.
* પ્રભો! તારી ચૈતન્યસત્તાના અસંખ્યપ્રદેશી ખેતરમાં અચિંત્ય નિધાન ભર્યા છે, તારી સર્વજ્ઞશક્તિ તારા જ નિધાનમાં પડી છે, તેની પ્રતીત કરીને સ્થિરતા દ્વારા તે ખોદ તો તારા નિધાનમાંથી સર્વજ્ઞતા પ્રગટે.
* જેમ પૂર્ણતાને પામેલા જ્ઞાનમાં નિમિત્તનું અવલંબન નથી, તેમ નીચલી દશામાં પણ જ્ઞાન નિમિત્તને લીધે થતું નથી, એટલે ખરેખર પૂર્ણતાની પ્રતીત કરનારો સાધક પોતાના જ્ઞાનને પરાવલંબને માનતો નથી, પણ સ્વભાવના અવલંબને માનીને સ્વ તરફ વળે છે.
* સર્વજ્ઞશક્તિવાળા પોતાના આત્મા સામે જુએ તો સર્વજ્ઞતા મળે તેમ છે, પર સામે જોયે આત્માનું કાંઈ વળે તેમ નથી. અનંતકાળ પર સામે જોયા કરે તો ત્યાંથી સર્વજ્ઞતા મળવાની નથી, ને નિજસ્વભાવ સામે જોઈને સ્થિર થતાં ક્ષણમાત્રમાં સર્વજ્ઞતા પ્રગટી જાય તેવું છે.
* સર્વજ્ઞતા પ્રગટયા પહેલાં સાધકદશામાં જ આત્માની પૂર્ણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #399
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩૮) શક્તિની પ્રતીત હોય છે. પૂર્ણ શક્તિની પ્રતીત કરીને તેનો આશ્રય લેવાથી જ સાધકદશા શરૂ થઈને પૂર્ણ દશા પ્રગટે છે.
* “અહો! મારું સર્વજ્ઞપદ પ્રગટવાની તાકાત મારામાં વર્તમાન ભરી જ છે –આમ સ્વભાવસામર્થ્યની શ્રદ્ધા કરતાં જ તે અપૂર્વ શ્રદ્ધા જીવને બહારમાં ઉછાળા મારતો અટકાવી દે છે ને તેના પરિણમનને અંતર્મુખ કરી દે છે. સ્વભાવ-સન્મુખ થયા વિના સર્વજ્ઞત્વશક્તિની પ્રતીત થાય નહિ.
* અંતરમુખ થઈને સર્વજ્ઞત્વશક્તિની પ્રતીત કરતાં તેમાં મોક્ષની ક્રિયા-ધર્મની ક્રિયા આવી જાય છે. જે જીવ સ્વભાવસમ્મુખ થઈને તેની પ્રતીત કરતો નથી અને નિમિત્તની સન્મુખતાથી લાભ માને છે તે જીવને વિષયોમાંથી સુખબુદ્ધિ ટળી નથી ને સ્વભાવબુદ્ધિ થઈ નથી.
* સ્વભાવની બુદ્ધિવાળો ધર્મી જીવ એમ જાણે છે કે માથું કાપનાર કસાઈ કે દિવ્યવાણી સંભળાવનાર વીતરાગદેવ એ બન્ને મારા જ્ઞાનના જ્ઞયો છે. તે જ્ઞયોને કારણે મને કાંઈ નુકશાન કે લાભ નથી તેમ જ તે શેયોને કારણે હું તેને જાણતો નથી. રાગ-દ્વેષ વગર સમસ્ત યોને જાણી લેવાની સર્વજ્ઞશક્તિ મારામાં છે. કદાચ અસ્થિરતાનો વિકલ્પ આવી જાય તોપણ ધર્મીને આવી શ્રદ્ધા તો ખસતી જ નથી.
* પોતાના જે પૂર્ણસ્વભાવને પ્રતીતમાં લીધો છે તેના જ અવલંબનના બળે અલ્પકાળમાં ધર્મીને પૂર્ણ સર્વજ્ઞતા ખીલી જાય છે.
* જય હો તે સર્વજ્ઞતાનો અને સર્વજ્ઞતાના સાધક સંતોનો !
(આત્મધર્મ અંક નં. ૧૨૦)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #400
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ-૨
દ્રવ્યાનુયોગમાં દોષકલ્પનાનું નિરાકરણ
કોઈ જીવ કહે છે કે, દ્રવ્યાનુયોગમાં વ્રત, સંયમાદિક વ્યવહારધર્મનું હીનપણું પ્રગટ કર્યું છે, સમ્યગ્દષ્ટિના વિષયભોગાદિને નિર્જરાનાં કારણ કહ્યાં છે, ઈત્યાદિ કથન સાંભળી જીવ સ્વચ્છંદી બની પુણ્ય છોડી પાપમાં પ્રવર્તશે, તેથી તેને વાંચવા-સાંભળવા યોગ્ય નથી. તેને કહીએ છીએ કે -
જેમ સાકર ખાતાં ગધેડું મરી જાય તો તેથી કાંઈ મનુષ્ય તો સાકર ખાવી ન છોડે, તેમ કોઈ વિપરીતબુદ્ધિ જીવ અધ્યાત્મ-ગ્રંથો સાંભળી સ્વચ્છંદી થાય તો તેથી કાંઈ વિવેકી જીવ તો અધ્યાત્મ-ગ્રંથોનો અભ્યાસ ન છોડે. હા, એટલું કરે કે જેને સ્વચ્છંદી થતો જાણે તેને, જેમ તે સ્વચ્છેદી ન થાય તેવો ઉપદેશ આપે; વળી અધ્યાત્મ-ગ્રંથોમાં પણ સ્વચ્છંદી થવાનો ઠામઠામ નિષેધ કરવામાં આવે છે. તેથી જ તેને બરાબર સાંભળે છે તે તો સ્વચ્છંદી થતો નથી; છતાં કોઈ એકાદ વાત સાંભળી કોઈ પોતાના અભિપ્રાયથી સ્વચ્છંદી થાય તો ત્યાં ગ્રંથનો દોષ નથી પણ તે જીવનો જ દોષ છે. વળી જો જાડી દોષકલ્પના વડે અધ્યાત્મ શાસ્ત્રોના વાંચન-શ્રવણનો નિષેધ કરવામાં આવે તો મોક્ષમાર્ગનો મૂળ ઉપદેશ તો ત્યાં જ છે! એટલે તેનો નિષેધ કરતાં મોક્ષમાર્ગનો નિષેધ થાય છે. જેમ મેઘવૃષ્ટિ થતાં ઘણાં જીવોનું કલ્યાણ થાય છે, છતાં કોઈને ઉલટું નુકશાન થાય તો તેની મુખ્યતા કરી મેઘનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #401
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૪૦) તો નિષેધ ન કરવો; તેમ સભામાં અધ્યાત્મોપદેશ થતાં ઘણા જીવોને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે; છતાં કોઈ ઊલટો પાપમાં પ્રવર્તે તો તેની મુખ્યતા કરી અધ્યાત્મશાસ્ત્રોનો તો નિષેધ ન કરવો.
બીજું, અધ્યાત્મ-ગ્રંથોથી કોઈ સ્વચ્છંદી થાય, તો તે પહેલાં પણ મિથ્યાદિષ્ટ હતો અને આજે પણ મિથ્યાષ્ટિ જ રહ્યો; હા, એટલું જ નુકશાન થાય છે, તેને સુગતિ ન થતાં કુગતિ થાય.
વળી અધ્યાત્મોપદેશ ન થતાં ઘણા જીવોને મોક્ષમાર્ગની પ્રાપ્તિનો અભાવ થાય છે એટલે તેથી તો ઘણા જીવોનું ઘણું બૂરું થાય છે માટે અધ્યાત્મ-ઉપદેશનો નિષેધ કરવો યોગ્ય નથી.
શંકા- દ્રવ્યાનુયોગરૂપ અધ્યાત્મ-ઉપદેશ છે તે ઉત્કૃષ્ટ છે અને ઉચ્ચ દશાને પ્રાપ્ત હોય તેને જ કાર્યકારી છે; પણ નીચલી દશાવાળાઓને તો વ્રત, સંયમાદિનો જ ઉપદેશ આપવો યોગ્ય છે.
સમાધાન - જિનમતમાં તો એવી પરિપાટી છે કે, પહેલાં સમ્યકત્વ હોય પછી વ્રત હોય; હવે સમ્યકત્વ તો સ્વપરનું શ્રદ્ધાન થતાં થાય છે. તથા તે શ્રદ્ધાન દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરતાં થાય છે. માટે પહેલાં દ્રવ્યાનુયોગ અનુસાર શ્રદ્ધાન કરી સમ્યગ્દષ્ટિ થાય અને ત્યાર પછી ચરણાનુયોગ અનુસાર વ્રતાદિક ધારણ કરી વ્રતી થાય. એ પ્રમાણે મુખ્યપણે તો નીચલી દશામાં જ દ્રવ્યાનુયોગ કાર્યકારી છે, તથા ગૌણપણે જેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી ન જણાય તેને પહેલાં કોઈ વ્રત આદિનો ઉપદેશ આપવામાં આવે છે. માટે ઉચ્ચ દશા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #402
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૪૧). વાળાને અધ્યાત્મ-ઉપદેશ અભ્યાસ કરવા યોગ્ય છે, એમ જાણી નીચલી દશાવાળાઓએ ત્યાંથી પરામુખ થવું યોગ્ય નથી.
શંકા:- ઊંચા ઉપદેશનું સ્વરૂપ નીચલી દશાવાળાઓને ભાસે નહિ?
સમાધાન- અન્ય (બીજે) તો અનેક પ્રકારની ચતુરાઈ જાણે છે અને અહીં મૂર્ણપણું પ્રગટ કરે છે તે યોગ્ય નથી. અભ્યાસ કરતાં સ્વરૂપ બરાબર ભાસે છે, તથા પોતાની બુદ્ધિ અનુસાર થોડું ઘણું ભાસે છે, પરંતુ સર્વથા નિધમી થવાને પોષણ કરીએ એ તો જિનમાર્ગના દ્વષી થવા જેવું છે.
શંકા - આ કાળ નિકૃષ્ટ (હલકો) છે, માટે ઉત્કૃષ્ટ અધ્યાત્મના ઉપદેશની મુખ્યતા કરવી યોગ્ય નથી.
સમાધાન- આ કાળ સાક્ષાત્ મોક્ષ થવાની અપેક્ષાએ નિકૃષ્ટ છે; પણ આત્માનુભવનાદિ વડે સમ્યક્ત્વાદિ હોવાની આ કાળમાં મના નથી. માટે આત્માનુભવનાદિ અર્થે દ્રવ્યાનુયોગનો અભ્યાસ અવશ્ય કરવો. શ્રી કુન્દ્રકુન્દાચાર્યવિરચિત મોક્ષપાહુડમાં કહ્યું છે કે
अज्ज वि तिरयणसुद्धा अप्पा झाएवि लहइ इंदत्तं। लोयंतियदेवत्तं तत्थ चुआ णिव्युदिं जंती।। ७७।।
અર્થ- આજ પણ ત્રિરત્નવડે શુદ્ધ આત્માને ધ્યાયી છેદ્રપણું પામે છે, લૌકાંતિક (સ્વર્ગ) માં દેવત્વ પામે છે અને ત્યાંથી ચવી (મનુષ્ય થઈ ) મોક્ષ જાય છે. માટે આ કાળે પણ દ્રવ્યાનુયોગનો ઉપદેશ મુખ્ય જરૂરનો છે.
(શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ગુ. પૃ. ૨૯૪-૨૯૫)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #403
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AfmaDharma.com for updates
બીજા ભાગની પ્રશ્ન-સૂચી
પ્રશ્ન
(અ )
અચેલપણું અજીવ તત્ત્વ સંબંધી ભૂલ
અજ્ઞાનીને આસ્રવ તત્ત્વ સંબંધી શ્રદ્ધા અજ્ઞાનીને જીવાજીવ તત્ત્વનું શ્રદ્ધાન અઢાર દોષ
અતિવ્યાપ્તિ દોષ
અવ્યાસિ
અસંભવ
અર્થનય
અધઃકરણ
પ્રશ્નાંક
૧૦
૯
૨૨
૩૧
૩૨
૩૪
૮૪
૨૨૯
અધ્યાત્મશાસ્ત્રોમાં નયોનું સ્વરૂપ
૯૨
અધ્યાત્મશાસ્ત્રોમાં વ્યવહારનયને અમૃતાર્થ કેમ કહ્યો ? ૯૦
૨૩૧
અનિવૃત્તિકરણ અનેકાન્ત
૧૦૧-૫
૧૦૪
અનેકાન્ત અને નિરુક્તિ અર્થ અનેકાન્ત અને સ્યાદવાદ
૬૭
૧૧૩
૧૧૫
ભેદ
અપૂર્વકરણ
અનુમાન
૨૧
८
અનેકાન્ત શું બતાવે છે?
અર્પિત ( મુખ્ય ) અનર્પિત ( ગૌણ ) ના કથન દ્વારા અનેકાન્તનું સ્વરૂપ
અપ્રમત્તવિરત ગુણસ્થાનનું સ્વરૂપ અને તેના ૨૧૬ થી ૨૧૯
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
૨૩૦
४८
Page #404
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨
૧૪
૧૫
(૧૪૩) અનુપચરિત સભૂત વ્યવહારનય
૭૪-૭૮ અનુપચરિત અસદ્દભૂત વ્યવહારનય
૭૮-૭૯ અયોગી જિન ગુણસ્થાનક
૨૩૬ અલક્ષ્ય
૩૩ અવિનાભાવ સંબંધ
૫) અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન
૨૧૩ અસદ્દભૂત વ્યવહારનય
૭૫-૭૬ અસલી સુખ
૧૯૩–૧૯૫ અહંતનું સ્વરૂપ અર્વન્તના ૪૬ ગુણ
૧૩–૧૬ અહંન્તના ચાર ગુણ આભ્યતર અહંન્તના ચાર ગુણ બાહ્યના અર્વન્ત ૧૮ દોષ રહિત છે તે દોષનાં નામ અહંન્તના ૩૪ અતિશય
(આ) આગમ
૨૩–૪૮ આગમાર્થ
૮૫-૮૬ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનું સામાન્ય સ્વરૂપ આત્મા સ્વચતુષ્ટયથી છે, પરચતુષ્ટયથી નથી તે ૧૧૭ અનેકાન્ત-સિદ્ધાંત ઉપરથી શું સમજવું આઠ મંગળદ્રવ્ય આઠ પ્રાતિહાર્ય આધ્યાત્મિક દષ્ટિએ વ્યવહારનયો આવશ્યક આસ્રવ આસ્રવાદિ સંબંધી ભૂલ
૨૨
૧૨.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #405
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪-૫ ૧૬૮
(૧૪૪) આસ્રવાદિ સાત તત્ત્વની સિદ્ધિ કઈ રીતે આમ્રવના અભાવનો ક્રમ
(ઈ) ઇન્દ્રિયનિરોધ
(ઉ) ઉપચરિત અસદ્દભૂત વ્યવહારનય ઉપચરિત સભૂત વ્યવહારનય ઉપશમ શ્રેણી ઉપશમ શ્રેણીના ગુણસ્થાનક ઉપશમમોહ ગુણસ્થાનક ઉપાદેય તત્વો ઉપાદેય ઉપાધ્યાયના ૨૫ ગુણ
૭૭-૭૯ ૭૩-૭૯
૨૨૩
૨૨૬ ૨૩૩
૧૭૩ ૧૨-૨૦
૬૬
ઋજુસૂત્રનય ઋજાસૂત્રનય અને ભાવનિક્ષેપમાં અંતર ૧OO
(એ) એક જ દ્રવ્યમાં બે વિરુદ્ધ ધર્મો કેમ
૧૧૬ એવભૂતનય
૬૯ (ઓ) ઔદયિક ભાવ
૧૭૮ ઔદયિક ભાવના ભેદ
૧૮૪ ઔદયિક ભાવો બંધનું જ કારણ છે?
૧૮૮ ઔદયિક અજ્ઞાનભાવ અને ક્ષાયોપથમિક ૧૮૯ અજ્ઞાનભાવમાં ફેર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #406
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૫
(૧૪૫) ઔપશમિક ભાવ ઔપથમિકભાવના ભેદ ઔપશમિકાદિ પાંચે ભાવ કઈ અપેક્ષાએ કહેવામાં આવ્યા છે?
૧૮૧
૧૯૦
૧૬૯
કાળલબ્ધિ, ભવિતવ્ય (નિયતિ), કર્મના ઉપશમાદિ, પુરુષાર્થપૂર્વક ઉધમ, આમાંથી કયા કારણ વડે મોક્ષનો ઉપાય બને છે? ૧૧૯-૧રર કારણવિપરીતતા
૧૨૯ કેવળજ્ઞાન સ્વને નિશ્ચયથી જાણે અને પરને વ્યવહારથી જાણે તેનો અર્થ
(ગ) ગુરુનું સ્વરૂપ
૧૨ ગુણસ્થાન
૨૦૩, ૨૦૫ ગુણસ્થાનના ભેદ
૨૦૪ ગુણસ્થાન અનુસાર કોણ નિમિત્ત ગુણસ્થાન પહેલું
૨૦૭ બીજું ત્રીજું
૨૧૩
૨૧૪ છઠું સાતમું
૨૦૬
૨૦૮
૨૧૨
ચોથુ
પાંચમું
૨૧૫.
૨૧૬
આઠમુ
નવમું
૨૩) ૨૩૧ ૨૩૨
દશમુ
અગિયારમું બારમું
૨૩૩ ૨૩૪
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #407
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૪૬)
ગુણસ્થાન તેરમું
*
ચૌદમું
૨૩૫ ૨૩૬
૧૪ ૧૫૭ ૧૬૭
(ચ) ચાર આવ્યંતર ગુણ ચારિત્રમાં સમ્યક્ શબ્દ શું સૂચવે છે? ચારિત્રનું લક્ષણ (સ્વરૂપ) ચારિત્રમોહનીયના ઉપશમને તથા ક્ષયને આત્માના કયા ભાવ નિમિત્ત છે?
(છ) છ આત્યંતર તપ છે આવશ્યક છ બાહ્ય તપ
-
૮
જગતમાં બધું ભવિતવ્ય (નિયતિ) આધીન છે તેથી ધર્મ થવાનો હશે તો થશેએ માન્યતા ઠીક છે?
૧૨૩ જીવને ધર્મ સમજવા માટે ક્રમ શું?
૧૪૩ જીવ દ્રવ્યને સપ્તભંગીમાં
૧૧) જીવ અને શરીરમાં અનેકાન્ત
૧૧૮ જીવતત્ત્વ સંબંધી ભૂલ જીવનું ક્ષાયિજ્ઞાન જે સર્વજ્ઞતાનો મહિમા ધે!(પરિશિષ્ટ) ૧૨૯ જીવના અસાધારણ ભાવો
૧૭૪-૧૮O જિનદેવના સર્વ ઉપદેશનું તાત્પર્ય
૧૬૪ જિનમાર્ગમાં બે નયો ગ્રહણ કરવા કહ્યાનો અર્થ શું? ૧૫૪ જૈનધર્મ શું છે?
૨૫ જૈન શાસ્ત્રોમાં બન્ને નયોનું ગ્રહણ
૮૩ જ્યાં સુધી કર્મ માર્ગ ન આપે ત્યાં સુધી ધર્મ ન થાય? ૧૨૫
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #408
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AfmaDharma.com for updates
(૧૪૭)
જેને જાણવાથી મોક્ષમાર્ગની પ્રવૃત્તિ થાય એવું પ્રયોજનભૂત (ત)
તર્ક
તત્ત્વ
તત્ત્વાર્થસૂત્રમાં જે સમ્યગ્દર્શનનું લક્ષણ કહ્યું છે તે નિશ્ચયસમ્યગ્દર્શનનું છે?
તત્ત્વાદિનો નિર્ધાર ન કરીએ તો ન ચાલે ?
ત્રણ ગુપ્તિ
તિર્યંચ અને કેવળી ભગવાનનું સમ્યગ્દર્શન સમાન જ છે?
(ε)
દર્શનમોહકર્મ ખસે નહિ ત્યાં સુધી સમ્યગ્દર્શન ન થાય ? દશ અતિશય (તીર્થંકરના જન્મથી ) દશ અતિશય (કેવળજ્ઞાન ઉપજતાં ) દ્રવ્યનિક્ષેપ
વ્યલિંગી મુનિની ધર્મસાધનામાં અન્યથાપણું શું છે? દ્રવ્યાર્થિક નયના ભેદ
દ્રવ્યાર્થિક નયના આગમ અપેક્ષાએ ભેદ
દ્રવ્યાર્થિક અને પર્યાયર્થિક નયનો વિષય
દ્વિતીયોપશમ સમ્યગ્દર્શન
દેવકૃત ૧૪ અતિશયો દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ
દેવાદિ તથા તત્ત્વાદિનો નિર્ધાર અત્યારે થઈ શકે?
(ધ )
ધર્મનું સ્વરૂપ ધર્મ સમજવા માટે ક્રમ
૧૩૬
૪૮
૧-૨
૧૬૧
૧૩૭
૧૮
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
૧૬૨
૧૨૫
૧૬
૧૬
૯૭
૧૩૩–૧૩૪
૫૮
૬૦
८०
૨૧૧
૧૨
૧૨
૧૪૧, ૧૩૭
૧૨
૧૪૩-૧૪૪
Page #409
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૪૮)
(ન).
નયાર્થ
૮૪
નયાભાસ
૯૩ નામનિક્ષેપ
૯૫. નિક્ષેપ
૯૪-૯૮ નિર્જરા
૩-૧૯૯ નિર્જરાતત્ત્વ સંબંધી ભૂલ નિયમસાર શાસ્ત્રમાં અરહંતાદિકનું સ્વરૂપ
૧૨
૮૫ નૈગમનાય
૬૧-૬૨-૯૯ નય
૫૩-૫૪-૯૩ નયના બીજી રીતે કયા પ્રકાર છે? નિશ્ચયનયા
૫૫, ૫૭ નિશ્ચયનય, વ્યવહારનયના ગ્રહણ-ત્યાગમાં વિવેક ૮૧ નિશ્ચયનયના આશ્રય વિના સાચો વ્યવહાર હોઈ શકે ? નિશ્ચય સમ્યગ્દર્શનના ભેદ
૨૦૯ નિશ્ચય અને વ્યવહાર-એમ બે પ્રકારે સમ્યગ્દર્શન છે? ૧૫૧ નિશ્ચય અને વ્યવહાર-એમ બે પ્રકારે સમ્યગ્દર્શન અને ચારિત્ર છે?
ઉપર-પ૩ નિશ્ચય રત્નત્રયની પૂર્ણ એકતા એક સાથે છે? ર૦૧-૨૦૨ નિમિત્ત અને ઉપાદાન બન્ને ભેગા મળીને કામ કરે છે એમ માનવામાં શો દોષ?
૮૮
૧૩ર.
પદાર્થોને જાણવાના કેટલા ઉપાય છે? પર્યાયાર્થિકનય
પ૯-૬૫ પરોક્ષ પ્રમાણ
૪૬-૪૭-૪૮ પંચાધ્યાયી અનુસાર અધ્યાત્મનો તથા નયાભાસોનું સ્વરૂપ ૯૩
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #410
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AfmaDharma.com for updates
(૧૪૯ )
પર્યાયમાં ક્ર્મબદ્ધ અને અક્મબદ્ધ એવું અનેકાન્ત છે? પ્રથમોપશમ સમ્યગ્દર્શન
પ્રયોજનભૂત તત્ત્વોને યથાર્થ જાણે શું લાભ ? પ્રત્યભિજ્ઞાન
પ્રમત્તવિરત નામે ગુણસ્થાનનું સ્વરૂપ
પ્રમાણ
પ્રત્યક્ષ પ્રમાણ
પ્રત્યક્ષ પ્રમાણના ભેદ
પાંચ સમવાય તેમાં દ્રવ્ય-ગુણ-પર્યાય
પાંચ આચાર
પાંચ ભાવોમાંથી કયા ભાવના આશ્રયે ધર્મની
શરૂઆત અને પૂર્ણતા થાય ?
પાપ
પારમાર્થિક પ્રત્યક્ષ
પારિણામિક ભાવ
પારિણામિક ભાવના ભેદ
પુણ્ય
પુરુષાર્થથી જ ધર્મ થાય તો દ્રવ્યલિંગી મુનિએ મોક્ષ માટે ગૃહસ્થપણું છોડી ઘણો પુરુષાર્થ કર્યો છતાં તેને કાર્યસિદ્ધિ કેમ ન થઈ ?
(બ)
બે વિરુદ્ધધર્મ સહિત વસ્તુ સત્યાર્થ હોય ? બંધતત્ત્વની ભૂલ
બાહ્યસામગ્રી અનુસાર સુખ-દુઃખ છે?
(ભ)
ભાવિ નૈગમનય
૧૧૨
૨૧૦
૧૪૨
૪૮
૨૧૫
૩૬, ૩૮
૩૯
४०
૧૧૯
૧૨૪
૧૮
૧૮૭
૩
૪૨-૪૩
૧૭૯
૧૮૪
૩
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
૧૨૭
૧૦૩
८
૧૬૩
દર
Page #411
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૫૦)
૯૮
ભાવનિક્ષેપ ભાવાર્થ ભેદાભેદ વિપરીતતા ભૂત નૈગમનય
૮૫-૮૬
૧૩૧
૬૨
(મ)
૮૫-૮૬
૨૧
૮૯ ૧૦૫-૧૦૬
મતાર્થ મહાવ્રત મિથ્યાષ્ટિને સમ્યગ્દષ્ટિ જીવના ધર્મસંબંધી
વ્યવહારમાં શો ફેર ? મિથ્યા અનેકાન્ત મિથ્યાદષ્ટિ જીવ સાત તત્ત્વો સંબંધી કેવી રીતે
ભૂલ કરે છે ? મિશ્ર ગુણસ્થાન મુનિ (સાધુ) ના ૨૮ મૂળગુણ મોક્ષતત્ત્વ સંબંધી ભૂલ મોક્ષનું સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિનો ઉપાય મોક્ષના ઉપાય માટે શું કરવું? મોક્ષમાર્ગ માટે પ્રયોજનભૂત શુ? મોક્ષમાર્ગ નિરક્ષેપ છે મોક્ષમાર્ગ ને સમ્યકઅનેકાન્ત મોક્ષમાર્ગ એક છે કે વધારે ?
૨૧૨ ૨૧
૧૯૬ ૧૯૭ ૧૨૬
૧૩૬ ૧૩૮-૧૩૯
૧૪) ૧૫૫
(લ)
લક્ષણ લક્ષ્ય લક્ષણાભાસ લક્ષણના દોષ લયા
૨૭-૩૫
૨૮ ૨૯ 3O ૧૮૫
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #412
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૫૧)
(વ)
૬૨
૮૭
વર્તમાન નૈગમનય વ્રત, શીલ, સંયમાદિ તો વ્યવહાર છે કે કેમ?
૯૧ વિકલ પારમાર્થિક પ્રત્યક્ષ
४४ વિપરીત અભિપ્રાય રહિત શ્રદ્ધાન કરવું કેમ કહ્યું? ૧૫૯-૧૬) વ્યવહારનય
પ૬-૬૪–૯ર-૭) વ્યવહાર સમ્યગ્દર્શન તે કયા ગુણના પર્યાય ?
૧૬૬ વ્યવહારનય ને નિશ્ચયનયનું ફળ
૮૨ વ્યવહાર સમ્યગ્દર્શન નિશ્ચય સમ્યગ્દર્શનનું કારણ છે? વ્યાપ્તિ
(શ) શબ્દનય
૬૭-૬૮ શબ્દાર્થ
૮૫-૮૬ શાસ્ત્રોનો અભ્યાસ કરે, વ્રતાદિ પાળે તોપણ સ્વપરના સ્વરૂપનો યથાર્થ નિર્ણય કેમ કરતો નથી? ૧૨૮
(શ્ર) શ્રેણી ને તેના ભેદ
૨૨૧-૨૨ શ્રેણી ચઢવાને પાત્ર
૨૨૦ શ્રેણી ચઢનાર
૨૨૫ (સ) સકલ પારમાર્થિક પ્રત્યક્ષ
૪૫ સદ્દભૂત વ્યવહારનય
૭૧-૭ર સમ્યગ્દર્શન અને સમ્યક્યારિત્ર પ્રગટ ન થવામાં નિમિત્તકરણ કર્મ છે માટે ધર્મ ન થવામાં જડ કર્મનો દેશ છે?
૧૩પ સમ્યગ્દર્શન બે પ્રકારે છે? સમ્યગ્દર્શન થયા પછી દેશચારિત્ર કે સકળચારિત્રનો પુરુષાર્થ ક્યારે પ્રગટે ?
૧૪૯
૧૫૧
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #413
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
(૧૫૨ )
સમ્યગ્દર્શનમાં સભ્યશબ્દ શું બતાવે છે?
સમ્યકત્વ
સમ્યગ્દર્શન થતાં શ્રદ્ધા કેવી થાય છે? સમ્યક્ત્તય અને નયાભાસ (મિથ્યાનય ) સમકિતી જીવ વિષયોમાં કેમ વર્તે છે ? સમ્યક અનેકાન્ત અને મિથ્યા અનેકાન્ત સમ્યક્ચારિત્ર પ્રગટ કર્યા પછી ધર્મી જીવ શું કરે છે? સપ્તભંગી
સર્વજ્ઞતાનો મહિમા
સર્વજ્ઞનું લક્ષણ સંવર સંવ-નિર્જરાનો ઉપાય સંવર તત્ત્વ સંબંધી ભૂલ
સંગ્રહનય
સમભિરૂઢનય સિમિત
સયોગી ગુણસ્થાનક
સ્યાદ્વાદ સ્વરૂપ વિપરીતતા
સ્વસ્થાન અપ્રમત્તવિરત (સાતમું ગુણસ્થાન )
સ્મૃતિ
સર્વ પ્રાણી સુખ ચાહે છે, તેનો ઉપાય કરે છે, છતાં કેમ પામતા નથી ?
સાચા શાસ્ત્રનું સ્વરૂપ
સાત તત્ત્વોની શ્રદ્ધામાં દેવ, ગુરુ, ધર્મની શ્રદ્ધા સાતિશય અપ્રમત્તવિરત (સાતમું ગુણસ્થાન )
સાધન
૧૫૬
૧૪૬
૧૪૭
૯૩
૧૪૮
૧૦૫-૧૦૮
૧૫૦
૧૧૦
૧૯૧
૨૪
૩-૧૯-૮
૨૦૦
८
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
૬૩
૬૮
૨૧
૨૩૫
૧૦૯
૧૩૦
૨૧૮
४८
૧૯૨
૨૩
૧૧-૧૪૫
૨૧૯
૫૧
Page #414
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
(૧૫૩)
સાધકને અસ્તિ-નાસ્તિના જ્ઞાનથી શું લાભ ? સાંવ્યાવહારિક પ્રત્યક્ષ
સાધ્ય
સાધુનું સ્વરૂપ સ્થાપના નિક્ષેપ
સિદ્ધનું સ્વરૂપ
સિદ્ધ ભગવાનને કોઈ અપેક્ષાએ સુખ અને કોઈ અપેક્ષાએ દુઃખ પ્રગટે છે એવું અનેકાન્ત છે ? સુખનું સ્વરૂપ સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાન
(હુ)
હેય તત્ત્વો
હેય, જ્ઞેય, ઉપાદેય
(ક્ષ )
ક્ષપકશ્રેણી
ક્ષપકશ્રેણીના ગુણસ્થાનક ક્ષાયિકભાવ ક્ષાયિક ભાવના ભેદ
ક્ષાયોપમિકભાવ
ક્ષાયોપશમિકના ભેદ
ક્ષીણમોહ ગુણસ્થાનક
૧૧૧
૧૯૩, ૧૯૪, ૧૯૫
૨૩૨
(A)
જ્ઞાનનય
જ્ઞાનીનો ઉપદેશ મળ્યા છતાં તત્ત્વનિર્ણયનો પુરુષાર્થ ન કરે, વ્યવહા૨ ધર્મકાર્યમાં પ્રવર્તે તો તેનું ફળ શું?
શેય
૧૧૪
૪૧
પર
૧૨
૯૬
૧૨
૭, ૧૭૧
૧૭૦
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
૨૨૪
૨૨૭
૧૭૬
૧૮૨
૧૭૭
૧૮૩
૨૩૪
૮૪
૧૬૫
૧૭૨
Page #415
--------------------------------------------------------------------------
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આધારભૂત ગ્રંથોની યાદી શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા શ્રી તત્ત્વાર્થસાર " લઘુ જૈન સિદ્ધાંત પ્રવેશિકા " નિયમસાર ગુજરાતી " પરમાર્થવનિકા " ચર્ચા સમાધાન " જૈનસિદ્ધાંતદર્પણ " સમવસરણ પાઠ પ્રવચનસાર ગુજરાતી તથા હિન્દી " પંચાસ્તિકાય " મોક્ષમાર્ગ પ્રકાશક-ગુજ-હિન્દી " બનારસી વિલાસ બૃહદ્ દ્રવ્યસંગ્રહ " વિદ્ધજ્જનબોધક " મોક્ષશાસ્ત્ર- ગુજરાતી * જિનેન્દ્ર સ્તુતિ " ગોમટસાર જીવકાંડ-કર્મકાંડ " અષ્ટપાહુડ " પંચાધ્યાયી હિન્દી પં. ફૂલચંદજી " મહાધવલા પુસ્તક 13 મું " " ગુજરાતી પૂર્વાદ્ધ-ઉત્તરાર્ધ " ધવલા પુસ્તક 7 મું " આત્મધર્મ વીર સં. 2481 " અનુભવપ્રકાશ અંક 120 આશ્વિન " સમયસાર નાટક પં. બનારસીદાસ " ચિવિલાસ " છે ઢાલા –પં. દોલતરામ " સમયસાર ગુજરાતી " પરમાત્મપ્રકાશ " સમાધિશતક " તત્ત્વાર્થસૂત્ર-પં. ફૂલચંદજી " કાર્તિકિયાનુપ્રેક્ષા " અષ્ટસહસ્ત્રી " આત્માવલોકન " જ્ઞાનદર્પણ * ધાનતરાયકૃત જયમાલા * ન્યાયદીપિકા " સર્વાર્થસિદ્ધિ * ઇષ્ટોપદેશ તત્ત્વાર્થરાજવાર્તિક ટીકા " અષ્ટશતી " અર્થપ્રકાશિકા " પ્રમેયકમલાર્તડ " શ્રુતસાગરી ટીકા " આપ્તમીમાંસા " તત્ત્વાર્થ સૂત્ર અંગ્રેજી " તત્ત્વાર્થસ્લોકવાર્તિક ટીકા " બૃહત્ સ્વયંભૂ સ્તોત્ર " પરીક્ષામુખ " આલાપપદ્ધતિ * આત્માનુશાસન " મોક્ષશાસ્ત્ર પં. પન્નાલાલજી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com