SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૩૭) પર્યાયોની ભેદકલ્પના કરે તેને ઉપચરિત સભૂતવ્યવહારનય(અશુદ્ધસભૂતવ્યવહારનય) કહે છે. જેમકે- સંસારીજીવના અશુદ્ધમતિજ્ઞાનાદિક ગુણ અથવા અશુદ્ધ નરનારકાદિ પર્યાયો. (આલાપપદ્ધતિ) પ્ર. ૭૪-અનુપચરિતસભૂતવ્યવહારનય કોને કહે છે? ઉ. જે નય નિરુપાધિક ગુણ અને ગુણીને ભેદરૂપ ગ્રહણ કરે તેને અનુપચરિતસભૂતવ્યવહારનય કહે છે. જેમકે - જીવના કેવળજ્ઞાનાદિ ગુણ. (જૈન સિદ્ધાન્ત દર્પણ) પ્ર. ૭૫-અસદભૂતવ્યવહારનય કોને કહે છે? ઉ. જે મળેલા ભિન્ન પદાર્થોને અભેદરૂપે કથન કરે તેને અસદ્દભૂત વ્યવહારનય કર્યું છે. જેમકે, આ શરીર મારું છે, અથવા માટીના ઘડાને ઘીનો ઘડો કહેવો. (જૈન સિ. પ્ર.) [ ભિન્ન પદાર્થો વાસ્તવિકપણે અભેદ થતા નથી, તેથી આ નય અસદ્દભૂત કહેવાય છે. વળી તે પર સાથેના સંબંધનું કથન કરે છે તેથી વ્યવહારનય કહેવાય છે.] પ્ર. ૭૬ અસદ્દભૂતવ્યવહારનયના કેટલા ભેદ છે? ઉ. તેના બે ભેદ છે:- ૧. ઉપચરિતઅસદ્દભૂતવ્યવહારનય, અને ૨. અનુપચરિતઅસદ્દભૂતવ્યવહારનય. પ્ર. ૭૭ ઉપચરિતઅસભૂતવ્યવહારનય કોને કહે છે? ઉ. અત્યંત ભિન્ન પદાર્થોને જે અભેદરૂપે ગ્રહણ કરે તેને ઉપચરિતઅસભૂતવ્યવહારનય કહે છે. જેમકે - હાથી, ઘોડા, મહેલ, મકાન, વસ્ત્ર આભરણાદિ જીવના કહેવા તે. (જૈન સિદ્ધાન્ત પ્રવેશિકા) પ્ર. ૭૮-અનુપચરિતઅસભૂતવ્યવહારનય કોને કહે છે? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy