________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩૮) ઉ. જે નય સંયોગ સંબંધથી યુક્ત બે પદાર્થોના સંબંધને વિષય કરે તેને અનુપચરિતઅસભૂતવ્યવહારનય કહે છે. જેમકે – જીવના કર્મ, જીવનું શરીર વગેરે. ૧. જીવ, દ્રવ્ય કર્મ અને પુદ્ગલશરીર-એ ત્રણેનો, આકાશ
અપેક્ષાએ એકક્ષેત્રાવગા સંબંધ છે; તેથી તેને
અનુપચરિત કહેવામાં આવે છે. ૨. જીવનાં કર્મ અને જીવનું શરીર કહેવું તે અસદ્દભૂત છે.
અસભૂતનો અર્થ મિથ્યા, અસત્ય, અયથાર્થ છે. (જાઓ, પરમાત્મપ્રકાશ અ. ૧, ગા. ૬૫ની હિંદી ટીકા; પ્રવચનસાર અ. ૧, ગા. ૧૬ની હિંદી ટીકા પ્રવચનસાર
અ. ૧, ગા. ૧૬ની ગુ. ટીકા) ૩. આ નય જીવન પર પદાર્થ સાથેનો સંબંધ બતાવે છે
તેથી તે વ્યવહારનય કહેવાય છે. ૪. વ્યવહારને અભૂતાર્થ પણ કહેવામાં આવે છે; અભૂતાર્થ
એટલે અસત્યાર્થ. પદાર્થનું જેવું સ્વરૂપ ન હોય તેવું અનેક કલ્પના કરીને વ્યવહારનય પ્રગટ કરે છે, તેથી તેને અભૂતાર્થ-કહેવામાં આવે છે. જેમ મૃષાવાદી તુચ્છ પણ (જરાક પણ) કારણનું છળ પામે તો અનેક કલ્પના કરી તાદશ કરી દેખાડે છે; તેમ જ કે જીવ અને પુલની સત્તા ભિન્ન છે, સ્વભાવ ભિન્ન છે, પ્રદેશ ભિન્ન છે, તો પણ એકક્ષેત્રાવગાહુ સંબંધનું છળ પામીને વ્યવહારનય આત્મદ્રવ્યને શરીરાદિક પરદ્રવ્ય સાથે એકપણું બતાવે છે,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com