________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩૯) તેથી તે વ્યવહારનય અસત્યાર્થ છે. મુક્ત દશામાં વ્યવહારનય પોતે જ જીવ અને શરીર બન્ને જુદાં જ છે એમ પ્રકાશે છે.... (જુઓ, કલકત્તાથી મૂલ ટીકા સહિત પ્રકાશિત
પુરુષાર્થ સિદ્ધયુપાય પા. ૬-૭) પ્ર. ૭૯- આધ્યાત્મિકદષ્ટિએ વ્યવહારનયનું સ્વરૂપ કહો. ઉ. પંચાધ્યાયી ભા.૧, ગાથા પર૫ થી ૫૫૧ માં વ્યવહારનયના
ચાર પ્રકારોનું વર્ણન કર્યું છે. અહીં સારરૂપે - ૧. ઉપચરિતસદ્દભૂતવ્યવહારનય:
“જ્ઞાન પરને જાણે છે” એમ કહેવું અથવા તો જ્ઞાનમાં રાગ જણાતાં “રાગનું જ્ઞાન છે” એમ કહેવું અથવા જ્ઞાતાસ્વભાવના ભાનપૂર્વક જ્ઞાની “વિકારને પણ જાણે છે;
એમ કહેવું તે ઉપચરિતસદ્દભૂતવ્યવહારનયનું કથન છે. ૨. અનુપચરિતસદ્દભૂતવ્યવહારનયઃ
જ્ઞાન ને આત્મા ઈત્યાદિ ગુણ-ગુણીના ભેદ પાડવા તે અનુપચરિતસદ્દભૂતવ્યવહારનય છે.
સાધકને રાગરહિત જ્ઞાયકસ્વભાવની દષ્ટિ થઈ હોય છતાં હા પર્યાયમાં રાગ પણ થાય છે. સાધક સ્વભાવની શ્રદ્ધામાં રાગનો નિષેધ થયો હોવા છતાં, તેને ગુણભેદના કારણે ચારિત્રગુણનો પર્યાયમાં હજી રાગ થાય છે.-આવા ગુણભેદથી આત્માને જાણવો તે અનુપચરિતસભૂત
વ્યવહારનય છે. ૩. ઉપચરિતઅસદ્દભૂતવ્યવહારનય:
સાધક એમ જાણે છે કે હજી મારા પર્યાયમાં વિકાર થાય છે. તેમાં જે વ્યક્ત રાગ બુદ્ધિપૂર્વકનો રાગ-પ્રગટ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com