________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૦) ખ્યાલમાં પકડી શકાય છે તેવા બુદ્ધિપૂર્વકના વિકારને આત્માનો જાણવો તે ઉપચરિતઅસદ્દભૂતવ્યવહારનય છે. ૪. અનુપચરિતઅસદ્દભૂતવ્યવહારનયઃજે સમયે બુદ્ધિપૂર્વકનો વિકાર છે તે સમયે પોતાના ખ્યાલમાં ન આવી શકે એવો અબુદ્ધિપૂર્વકનો વિકાર પણ છે; તેને જાણવો તે અનુપચરિતઅસભૂતવ્યવહારનય છે. (જુઓ, આત્મધર્મ માસિક વર્ષ ૯, અંક ૪, પૃ. ૭૪ થી ૭૮) પ્ર. ૮૦-દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનયનો વિષય શો છે? ઉ. ૧ દ્રવ્યાર્થિકનયનો વિષય ત્રિકાલી દ્રવ્ય છે અને
પર્યાયાર્થિકનયનો વિષય ક્ષણિક છે. દ્રવ્યાર્થિકનયના વિષયમાં ગુણ જુદો નથી; કેમકે ગુણને જુદો પાડી, લક્ષમાં લેતાં વિકલ્પ ઊઠે છે, અને વિકલ્પ તે
પર્યાયાર્થિકનયનો વિષય છે. (ગુ. મોક્ષશાસ્ત્ર બીજી આવૃત્તિ, અ. ૧, સૂ. ૬ ની ટીકા પૃ. ૩ર) ૨. દ્રવ્યાર્થિકનયને નિશ્ચયનય અને પર્યાયાર્થિકનયને
વ્યવહારનય કર્યું છે. પ્ર. ૮૧-નિશ્ચયનય અને વ્યવહારનય-એ બન્નેના ગ્રહણ
ત્યાગમાં શો વિવેક રાખવો જરૂરી છે? ઉ. જ્ઞાન બન્ને નયોનું કરવું, પણ તેમાં પરમાર્થે નિશ્ચયનય
આદરણીય છે, એમ શ્રદ્ધા કરવી. શ્રી મોક્ષપાહુડમાં કહ્યું છે કેजो सुत्तो ववहारे सो जोई जग्गए सकज्जम्मि। जो जग्गदि ववहारे सो सुत्तो अप्पणो कज्जे ।।३१।।
અર્થ:- જે યોગી વ્યવહારમાં સૂતો છે તે પોતાના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com