________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૮) ૬. ધર્મનું સ્વરૂપ:
નિજ આત્માની અહિંસાને ધર્મ કહે છે. પ્ર. ૧૩-શ્રી અરહંતના ૪૬ ગુણ કયા છે? ઉં. તેમને જ આભ્યતર ગુણો અને ૪૨ બાહ્ય ગુણો-એમ સર્વ
મળી ૪૬ ગુણો હોય છે. પ્ર. ૧૪-ચાર આભ્યતર ગુણો કયા હોય છે? ઉ. અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતસુખ અને અનંતવીર્ય-એમ
ચાર આભ્યતર ગુણો હોય છે. પ્ર. ૧૫-તેમને બાહ્ય ગુણો કયા કયા છે? ઉ. તેમને ૩૪ અતિશય અને ૮ પ્રાતિહાર્ય-એમ ૪૨ બાહ્ય
ગુણો હોય છે. પ્ર. ૧૬–તેમને ૩૪ અતિશયો કયા કયા હોય છે? ઉ. (અ) દશ અતિશય જન્મથી હોય છે
૧. મલ-મૂત્રનો અભાવ, ૨. પરસેવાનો અભાવ. ૩. સફેદ લોહી, ૪. સમચતુરસ્ત્રસંસ્થાન, ૫. વMષમ નારાચ સંહનન, ૬. અદ્દભુત રૂપ, ૭. અતિ સુગંધ શરીર, ૮. ૧OO૮ ઉત્તમ લક્ષણ, ૯. અતુલ બલ, ૧૦. પ્રિય વચન. (બ) દશ અતિશય કેવલજ્ઞાન ઊપજતાં હોય છે -
૧. ઉપસર્ગનો અભાવ, ૨. અદયાનો અભાવ, ૩. શરીરની છાયા પડે નહિ, ૪. ચાર મુખ દેખાય, ૫. સર્વ વિદ્યાનું સ્વામીપણું, ૬. આંખને પલકારો થાય નહીં, ૭. સો યોજન સુધી સુભિક્ષતા રહે, ૮. આકાશગમન, (પૃથ્વીથી વીશ હજાર હાથ ઊંચે), ૯. કવલાહારનો અભાવ, ૧૦. નખ-કેશ વધે નહિ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com