SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૭) ઉપદેશક અને નિઃકાંક્ષભાવ સહિત-આવા ઉપાધ્યાયો હોય છે.' (ગાથા ૭૪) [ ઉપાધ્યાયને ર૫ ગુણ હોય છે. તેઓ મુનિઓમાં અધ્યાપક હોય છે.] ૫. શ્રી સાધુનું સ્વરૂપઃ “વ્યાપારથી વિમુક્ત, ચતુર્વિધ (ચાર પ્રકારની) આરાધનામાં સદા રક્ત (લીન) નિગ્રંથ અને નિર્મોહ આવા સાધુઓ હોય છે. (ગાથા ૭પ) [ સાધુને ૨૮ મૂલગુણ હોય છે. ] આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુનું સામાન્ય સ્વરૂપઃ જે નિશ્ચય-સમ્યગ્દર્શન સહિત છે, વિરાગી છે, સમસ્ત પરિગ્રહના ત્યાગી છે, જેમણે શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ અંગીકાર કર્યો છે અને જે અંતરંગમાં તે શુદ્ધોપયોગ દ્વારા પોતાના આત્માનો અનુભવ કરે છે, પરદ્રવ્યમાં અહંબુદ્ધિ કરતા નથી; પોતાના જ્ઞાનાદિ સ્વભાવને જ પોતાનો માને છે, પર ભાવોમાં મમત્વ કરતા નથી. કોઈને ઈષ્ટ-અનિષ્ટ માની તેમાં રાગ-દ્વેષ કરતા નથી. હિંસાદિરૂપ અશુભ ઉપયોગનું તો જેમણે અસ્તિત્વ જ મિટાવી દીધું છે, જે અનેક વાર સાતમા ગુણસ્થાનના નિર્વિકલ્પ-આનંદમાં લીન હોય છે. જ્યારે છઠ્ઠી ગુણસ્થાનમાં તેઓ આવે છે ત્યારે તેમને ૨૮ મૂલગુણોનું અખંડ પાલન કરવા માટે શુભ વિકલ્પ આવે છે-આવા જ જૈન મુનિ (ગુરુ) હોય છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy