________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૭) (૨) “ મોક્ષશાસ્ત્ર-અ. ૫, સૂ. ૨૯, ૩૦માં કહેવામાં આવેલા લક્ષણથી (ગુણપર્યયવત્ દ્રવ્યમ્ ) આ લક્ષણ જાદુ નથી; શબ્દભેદ છે, પરંતુ ભાવભેદ નથી, પર્યાયથી ઉત્પાદવ્યયની અને ગુણથી ધૌવ્યની પ્રતીતિ થઈ જાય છે.
ગુણને અન્વય, સહવર્તી પર્યાય કે અક્રમવર્તી પર્યાય પણ કહે છે; તથા પર્યાયને વ્યતિરેકી અથવા ક્રમવર્તી કહે છે. દ્રવ્યનો સ્વભાવ ગુણ-પર્યાયરૂપ છે, એમ સૂત્રમાં કહીને દ્રવ્યનું અનેકાંતપણું સિદ્ધ કર્યું.
દ્રવ્ય, ગુણ અને પર્યાય-વસ્તુપણે અભેદ-અભિન્ન છે. નામ, સંખ્યા, લક્ષણ અને પ્રયોજનની અપેક્ષાએ દ્રવ્ય, ગુણ અને પર્યાયમાં ભેદ છે, પરંતુ પ્રદેશથી અભેદ છે-એમ વસ્તુનું ભેદાભેદ સ્વરૂપ સમજવું.”
(ગુ. મોક્ષશાસ્ત્ર-અ. ૫. સૂ ૩૮ની ટીકા)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com